આશરે 250 કરોડ રૂપિયાના પ્રસારણ ક્ષેત્ર સાથે સંબંધિત પરિયોજનાઓનો શુભારંભ અને શિલાન્યાસ કર્યો
"આ ખૂબ જ આનંદની વાત છે કે સુંદર શહેર ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે"
"ખેલો ઇન્ડિયા ગેમ્સ – 2024ની શરૂઆત કરવાની શ્રેષ્ઠ રીત"
"તમિલનાડુ એક એવી ભૂમિ છે જેણે ચેમ્પિયન પેદા કર્યા છે"
"ભારતને ટોચનું રમતગમત રાષ્ટ્ર બનાવવા માટે રમતગમતની વિવિધ કાર્યક્રમોનું આયોજન મહત્ત્વપૂર્ણ છે."
"વીરા મંગાઈ વેલુ નાચિયાર નારી શક્તિનું પ્રતીક છે. આજે તેમનું વ્યક્તિત્વ સરકારના ઘણા નિર્ણયોમાં પ્રતિબિંબિત થાય છે"
"છેલ્લાં 10 વર્ષમાં સરકારે સુધારો કર્યો છે, રમતવીરોએ પ્રદર્શન કર્યું છે અને સમગ્ર સ્પોર્ટ્સ સિસ્ટમ ભારતમાં પરિવર્તિત થઈ છે"
"આજે અમે રમતગમતમાં યુવાનો આવે તેની રાહ નથી જોઈ રહ્યા, અમે રમતગમતને યુવાનો સુધી લઈ જઈ રહ્યા છીએ"
"આજે, શાળા અને કોલેજોમાં આપણા યુવાનો માટે, જેઓ રમતગમત સંબંધિત ક્ષેત્રોમાં તેમની કારકિર્દી બનાવવા માંગે છે, તેમનું ઉજ્જવળ ભવિષ્ય પણ મોદીની ગેરંટી છે"

વણક્કમ ચેન્નાઈ ।

 

તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિજી, મુખ્યમંત્રી શ્રી એમ.કે. સ્ટાલિનજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો અનુરાગ ઠાકુર, એલ. મુરુગન, નિશિથ પ્રામાણિક, તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન અને ભારતના ખૂણે-ખૂણેથી અહીં આવેલા મારા યુવા સાથીઓ.

હું 13મી ખેલો ઇન્ડિયા ગેમ્સમાં દરેકને આવકારું છું. ભારતીય રમતો માટે, 2024ની શરૂઆત કરવાની આ એક ઉત્તમ રીત છે. અહીં એકત્ર થયેલા મારા યુવા મિત્રો યુવા ભારત, નવા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તમારી ઊર્જા અને તમારો ઉત્સાહ આપણા દેશને રમતગમતની દુનિયામાં નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યો છે.હું દેશભરમાંથી ચેન્નાઈ આવેલા તમામ રમતવીરો અને રમત-ગમત પ્રેમીઓને મારી શુભેચ્છાઓ પાઠવું છું. તમે બધા સાથે મળીને એક ભારત શ્રેષ્ઠ ભારતની સાચી ભાવનાનું પ્રદર્શન કરી રહ્યા છો.તમિલનાડુના ઉષ્માભર્યા લોકો, સુંદર તમિલ ભાષા, સંસ્કૃતિ અને વાનગીઓ ચોક્કસપણે તમને ઘરે હોવાની લાગણી કરાવશે. મને ખાતરી છે કે તેમનું આતિથ્ય તમારું દિલ જીતી લેશે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ચોક્કસપણે તમને તમારી કુશળતા દર્શાવવાની તક પૂરી પાડશે. પરંતુ તે તમને નવી મિત્રતા બનાવવામાં પણ મદદ કરશે જે આજીવન ચાલશે.

સાથીઓ,

આજે અહીં દૂરદર્શન અને આકાશવાણીની અનેક પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. 1975માં પ્રસારણ શરૂ કરનાર ચેન્નાઈ દૂરદર્શન કેન્દ્ર આજથી એક નવી યાત્રા શરૂ કરી રહ્યું છે. આજે અહીં ડીડી તમિલ ચેનલને પણ નવાં રૂપ બાદ લોન્ચ કરવામાં આવી છે.8 રાજ્યોમાં 12 નવા એફએમ ટ્રાન્સમિટર્સ શરૂ થવાથી લગભગ 1.5 કરોડ લોકોને ફાયદો થશે. આજે 26 નવા એફએમટ્રાન્સમિટર્સ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. આ માટે પણ હું તમિલનાડુના લોકોને અને દેશના લોકોને અભિનંદન આપું છું.

 

સાથીઓ,

ભારતમાં રમતગમતના વિકાસમાં તમિલનાડુનું વિશેષ સ્થાન રહ્યું છે. આ ચૅમ્પિયન પેદા કરનારી ધરતી છે. આ ભૂમિએ ટેનિસમાં નામ રોશન કરનારા અમૃતરાજ બ્રધર્સને જન્મ આપ્યો. આ જ ધરતીથી હૉકી ટીમના કૅપ્ટન ભાસ્કરન આવ્યા હતા, જેમની કપ્તાનીમાં ભારતે ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ, પ્રજ્ઞાનંદ અને પેરાલિમ્પિક ચૅમ્પિયન મરિયપ્પન પણ તમિલનાડુની જ દેણ છે. આ ધરતી પરથી આવા કેટલાય ખેલાડીઓ નીકળ્યા છે, જે દરેક રમતમાં કમાલ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે તમિલનાડુની આ ધરતીમાંથી તમને બધાને વધુ પ્રેરણા મળશે.

સાથીઓ,

આપણે બધા ભારતને વિશ્વના ટોચના રમતગમત દેશોમાં જોવા માગીએ છીએ. આ માટે એ ખૂબ જ જરૂરી છે કે દેશમાં સતત મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ યોજાય, ખેલાડીઓનો અનુભવ વધે અને ગ્રાઉન્ડ લેવલથી ખેલાડીઓની પસંદગી થાય અને મોટી ઈવેન્ટ્સમાં રમવા આવે. ખેલો ઈન્ડિયા અભિયાન આજે આ જ ભૂમિકા ભજવી રહ્યું છે.2018થી અત્યાર સુધીમાં 12 ખેલો ઇન્ડિયા ગેમ્સનું આયોજન થઈ ચૂક્યું છે. ઈન્ડિયા યુથ ગેમ્સ, ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ, ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ અને ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ તમને રમવાની તક પણ આપી રહ્યા છે અને નવી પ્રતિભાઓને બહાર પણ લાવી રહ્યા છે. હવે ફરી એકવાર ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ શરૂ થઈ રહી છે. ચેન્નઈ, ત્રિચી, મદુરાઈ અને કોઈમ્બતુર, તમિલનાડુનાં આ ચાર ભવ્ય શહેરો પોતાને ત્યાં ચૅમ્પિયનનાં સ્વાગત માટે તૈયાર છે.

સાથીઓ,

મને વિશ્વાસ છે કે, તે ખેલાડીઓ હોય કે દર્શકો, દરેક જણ ચેન્નાઈના સુંદર બીચનાં સંમોહનથી આકર્ષિત થશે. તમને બધા મદુરાઈનાં અનોખાં મંદિરોની આભા અનુભવશો.ત્રિચીનાં મંદિરો, ત્યાંની કળા અને હસ્તકલા તમને મંત્રમુગ્ધ કરશે...અને કોઈમ્બતુરના મહેનતુ સાહસિકો ખુલ્લાં દિલથી તમારું સ્વાગત કરશે. તમિલનાડુનાં આ તમામ શહેરોમાં તમને એક એવો દિવ્ય અનુભવ થશે જેને તમે ક્યારેય ભૂલવા નહીં ઈચ્છો.

 

સાથીઓ,

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ દરમિયાન 36 રાજ્યોના ઍથ્લીટ્સ તેમની પ્રતિભા અને પ્રતિબદ્ધતા દર્શાવશે. હું કલ્પના કરી શકું છું કે જ્યારે 5 હજારથી વધુ યુવા ખેલાડીઓ તેમના જુસ્સા અને ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરશે ત્યારે અહીં કેવું વાતાવરણ હશે. આપણે તીરંદાજી, ઍથ્લીટિક્સ અને બૅડમિન્ટન જેવી રમતોમાંમુકાબલાઓની રાહ જોઈ રહ્યા છીએ જે આપણને આનંદથી ભરી દેશે. આપણે સ્ક્વોશમાં જોવા મળતા ઉત્સાહની રાહ જોઈ રહ્યા છીએ, જેને પ્રથમ વખત ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં સામેલ કરવામાં આવી છે. આપણે સિલમ્બમની રાહ જોઈ રહ્યા છીએ, જે તમિલનાડુના પ્રાચીન ગૌરવ અને વારસાની રમતને નવી ઊંચાઈઓ આપશે. અલગ-અલગ રાજ્યોના, અલગ અલગ ખેલોના ખેલાડીઓ, એક સંકલ્પ, એક પ્રતિબદ્ધતા અને એક ભાવના સાથે એક થશે. રમત પ્રત્યે તમારું સમર્પણ, તમારી જાત પર તમારો ભરોસો, મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત અને અસાધારણ પ્રદર્શન માટેનો જુસ્સોઆખો દેશ જોશે.

સાથીઓ,

તમિલનાડુ મહાન સંત તિરુવલ્લુવરજીની ધરતી છે. સંત તિરુવલ્લુવરે પોતાનીરચનાઓ દ્વારા યુવાનોને નવી દિશા આપી હતી અને તેમને આગળ વધવાની પ્રેરણા આપી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના લોગોમાં પણ મહાન તિરુવલ્લુરની છબી છે.સંત તિરુવલ્લુવરે લખ્યું હતું કે, અરુમઈ ઉદૈથથેંદ્રુ અસાવામઈ વેનડુમ, પેરુમૈ મુયારચી થારુમ એટલે કે, પ્રતિકૂળ સંજોગોમાં પણ આપણે કમજોર ન થવું જોઈએ, મુશ્કેલીઓથી ભાગવું જોઈએ નહીં. આપણે આપણાં મનને મજબૂત કરીને લક્ષ્ય સિદ્ધ કરવું જોઈએ. આ એક ખેલાડી માટે એક બહુ મોટી પ્રેરણા છે. મને ખુશી છે કે આ વખતે વીરા મંગઈ વેલુ નાચિયારને ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનો માસ્કોટ બનાવવામાં આવ્યો છે. કોઇ વાસ્તવિક જીવનનાં વ્યક્તિત્વને માસ્કોટ તરીકે પસંદ કરવામાં આવે તે અભૂતપૂર્વ છે. વીરા મંગઈ વેલુ નાચિયાર એ નારી શક્તિનું પ્રતિક છે. આજે સરકારના ઘણા નિર્ણયોમાં તેમના જ વ્યક્તિત્વનુંપ્રતિબિંબ છે. તેમની પ્રેરણાથી સરકાર રમતગમતની મહિલાઓનાં સશક્તીકરણ માટે પણ સતત કામ કરી રહી છે.ખેલો ઈન્ડિયા અભિયાન હેઠળ 20 રમતોમાં મહિલા લીગ્સનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 50 હજારથી વધુ મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. 'દસ કા દમ' જેવી પહેલે પણ 1 લાખથી વધુ મહિલા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાની તક આપી હતી.

 

સાથીઓ,

આજે ઘણા લોકોને નવાઈ લાગે છે કે અચાનક એવું શું થયું કે 2014 પછી આપણા ઍથ્લીટ્સનું પ્રદર્શન આટલું સારું થઈ ગયું? તમે જોયું હશે કે ટોક્યો ઑલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતે અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારતે એશિયન ગેમ્સ અને એશિયન પેરા ગેમ્સમાં પણ ઈતિહાસ રચ્યો હતો. ભારતે યુનિવર્સિટી ગેમ્સમાં પણ મેડલનો નવો રેકોર્ડ બનાવ્યો હતો.આ અચાનક નથી બન્યું. પહેલા પણ દેશના ખેલાડીઓની મહેનત અને જુસ્સામાં કોઈ કમી નહોતી. પરંતુ છેલ્લાં 10 વર્ષમાં તેને નવો આત્મવિશ્વાસ મળ્યો છે અને તેને દરેક પગલા પર સરકારનું સમર્થન મળ્યું છે. અગાઉની રમતોમાં પણ જે પ્રકારની રમતો રમાતી હતી તે અમે બંધ કરી દીધી છે. છેલ્લાં 10 વર્ષમાં, સરકારે રિફોર્મ (સુધારા) કર્યા, ખેલાડીઓએ પર્ફોર્મ (પ્રદર્શન) કર્યું અને રમતગમતની સમગ્ર વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું.આજે, ખેલો ઈન્ડિયા અભિયાન દ્વારા, દેશના હજારો ઍતથ્લીટ્સને  દર મહિને 50 હજાર રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી રહી છે. 2014માં, અમે TOPS એટલે કે લક્ષ્ય ઓલિમ્પિક પોડિયમ યોજના શરૂ કરી.આના દ્વારા, અમે ટોચના ઍથ્લીટ્સની તાલીમ, આંતરરાષ્ટ્રીય એક્સપોઝર અને મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરી છે. હવે આપણી નજર આ વર્ષે પેરિસ અને 2028માં લોસ એન્જલસ ઑલિમ્પિક ગેમ્સ પર છે. આ માટે પણ ટોપ્સ હેઠળના ખેલાડીઓને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

સાથીઓ,

આજે આપણે યુવાનોના રમતગમતમાં આવવાની રાહ નથી જોઈ રહ્યા, આપણે રમતગમતને યુવાનો સુધી લઈ જઈ રહ્યા છીએ!

 

સાથીઓ,

ખેલો ઈન્ડિયા જેવાંઅભિયાનગામ-ગરીબ, આદિવાસી અને નીચલા મધ્યમ વર્ગના પરિવારોના યુવાનોનાં સપનાને સાકાર કરી રહ્યાં છે. આજે જ્યારે આપણે વોકલ ફોર લોકલ કહીએ છીએ ત્યારે તેમાં રમતગમતની પ્રતિભાનો પણ સમાવેશ થાય છે. આજે અમે લોકલ- સ્થાનિક સ્તરે ખેલાડીઓ માટે ઉત્તમ સુવિધાઓ અને સારી સ્પર્ધાઓનું આયોજન કરી રહ્યા છીએ. આનાથી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર મળે છે.છેલ્લાં 10 વર્ષોમાં, અમે એવી ઘણી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ્સનું આયોજનપહેલીવાર ભારતમાં કર્યું છે. તમે કલ્પના કરી શકો છો, દેશમાં આટલો વિશાળ દરિયાકિનારો છે, ઘણા બધા દરિયાકિનારા છે. પરંતુ છેક હવે પ્રથમ વખત દીવમાં બીચ ગેમ્સનું આયોજન થયું છે.આ રમતોમાં મલ્લખંભ જેવી પરંપરાગત ભારતીય રમતો સાથે 8 રમતોનો સમાવેશ થાય છે. જેમાં દેશભરમાંથી 1600 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સાથે ભારતમાં બીચ ગેમ્સ અને સ્પોર્ટ્સ ટુરિઝમનો નવો અધ્યાય શરૂ થયો છે. આપણા દરિયાકાંઠાનાં શહેરોને આનાથી ઘણો ફાયદો થવાનો છે.

સાથીઓ,

અમારો સંકલ્પ છે કે આપણા યુવા રમતવીરોને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર મળે અને ભારત વૈશ્વિક સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમનું મહત્વનું કેન્દ્ર બને. તેથી, અમે 2030માં યુથ ઑલિમ્પિક અને 2036માં ભારતમાં ઑલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે ખંતપૂર્વક કામ કરી રહ્યા છીએ. તમે બધા જાણો છો કે રમતગમત માત્ર મેદાન પૂરતું મર્યાદિત નથી.હકીકતમાં, રમતગમત પોતે જ એક વિશાળ અર્થતંત્ર છે. યુવાનો માટે તેમાં રોજગારીની ઘણી તકો છે. મેં આગામી 5 વર્ષમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની ગૅરંટી આપી છે.આ ગૅરંટીમાં રમતગમતની અર્થવ્યવસ્થાનો હિસ્સો વધારવાનો પણ અમારો પ્રયાસ છે. તેથી, છેલ્લાં 10 વર્ષથી અમે રમતગમત સાથે સંબંધિત અન્ય ક્ષેત્રોનો પણ વિકાસ કરી રહ્યા છીએ.આજે દેશમાં, રમતગમત સાથે સંબંધિત વ્યાવસાયિકોને તૈયાર કરવા માટે કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. બીજી તરફ, અમે રમતગમતનાં સાધનોનાં ઉત્પાદન અને સેવાઓ સાથે સંબંધિત ઇકોસિસ્ટમ વિકસાવી રહ્યા છીએ.અમે દેશમાં સ્પોર્ટ્સ સાયન્સ, ઈનોવેશન, મૅન્યુફેક્ચરિંગ, સ્પોર્ટ્સ કોચિંગ, સ્પોર્ટ્સ સાયકોલોજી, સ્પોર્ટ્સ ન્યુટ્રિશન સાથે સંબંધિત પ્રોફેશનલ્સને એક પ્લેટફોર્મ આપી રહ્યા છીએ. વીતેલાં વર્ષોમાં, દેશને તેની પ્રથમ નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી મળી. ખેલો ઈન્ડિયા અભિયાનને કારણે આજે દેશની 300થી વધુ પ્રતિષ્ઠિત એકેડમીની રચના થઈ છે.એક હજાર ખેલો ઈન્ડિયા કેન્દ્રો અને 30થી વધુ શ્રેષ્ઠતા કેન્દ્રો જોડાયેલાં છે. દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અમે રમતગમતને મુખ્ય અભ્યાસક્રમનો એક ભાગ બનાવ્યો છે. આ કારણે બાળપણમાં જ રમતગમતને કારકિર્દી તરીકે પસંદ કરવાની જાગૃતિ વિકસી રહી છે.

સાથીઓ,

એવો અંદાજ છે કે આવનારાં કેટલાંક વર્ષોમાં જ ભારતનો રમતગમત ઉદ્યોગ અંદાજે રૂ. 1 લાખ કરોડ રૂપિયાનો થશે. આપણા યુવા મિત્રોને આનો સીધો ફાયદો થશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશમાં રમતગમત વિશે જે જાગૃતિ આવી છે તેનાં કારણે પ્રસારણ, રમતગમતનો સામાન, સ્પોર્ટ્સ ટુરિઝમ અને સ્પોર્ટ્સ એપેરલ જેવા વેપાર-ધંધા ઝડપથી વધી રહ્યા છે.અમારો પ્રયાસ છે કે ભારત રમતગમતનાં સાધનોનાં ઉત્પાદનમાં પણ આત્મનિર્ભર બને. આજે આપણે 300 પ્રકારના રમતગમતનાં સાધનોનું ઉત્પાદન કરી રહ્યા છીએ. અમારો પ્રયાસ દેશના વિવિધ ભાગોમાં આનાથી સંબંધિત મૅન્યુફેક્ચરિંગ ક્લસ્ટર બનાવવાનો છે.

 

 

સાથીઓ,

ખેલો ઈન્ડિયા અભિયાન હેઠળ દેશભરમાં જે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે તે પણ રોજગારનું મોટું માધ્યમ બની રહ્યું છે. આજે, અલગ-અલગ રમતોને લગતી લીગ પણ ઝડપથી વધી રહી છે. આનાં કારણે પણ સેંકડો નવારોજગાર સર્જાઈ રહ્યા છે. તેનો અર્થ એ છે કે, આપણા યુવાનો જેઓ આજે શાળા-કૉલેજોમાં છે અને જેઓ રમતગમત સંબંધિત ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી બનાવવા માગે છે, તેમનેવધુ સારું ભવિષ્ય, એ પણ મોદીની ગૅરંટી છે.

 

સાથીઓ,

આજે માત્ર રમત જ નહીં, દરેક ક્ષેત્રમાંભારતનોડંકો વાગી રહ્યો છે. નવા ભારતે જૂના રેકોર્ડ તોડીવાનું, નવા રચવાનું અને નવા કીર્તિમાન બનાવવાનું શરૂ કર્યું છે. મને આપણા યુવાનોની ક્ષમતા અને જીતવાની તેમની લાલસામાં વિશ્વાસ છે. મને તમારા દૃઢ નિશ્ચય અને માનસિક શક્તિમાં વિશ્વાસ છે.

આજના ભારત પાસે મોટાં લક્ષ્યો નક્કી કરવાની અને તેને પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. કોઈ રેકોર્ડ એટલો મોટો નથી કે આપણે તોડી ન શકીએ. આ વર્ષે આપણે નવા રેકોર્ડ બનાવીશું, આપણા માટે અને વિશ્વ માટે નવી રેખાઓ દોરીશું. તમારે આગળ વધવાનું છે, કારણ કે તમારી સાથે ભારતઆગળ વધશે. મંડી પડો, જાતે જીતો અને દેશને જીતાડો. ફરી એકવાર તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ.

આભાર.

હું ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023ની શરૂઆતની જાહેરાત કરું છું.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Space Sector: A Transformational Year Ahead in 2025

Media Coverage

India’s Space Sector: A Transformational Year Ahead in 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 ડિસેમ્બર 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India