“The notion that India is emerging as a manufacturing hub is stabilizing in the mind of the world”
“Policy is just a beginning, policy plus performance is equal to progress”
“National Logistics Policy has not come out of the blue, there are 8 years of hard work behind it”
“From 13-14 percent logistics cost, we should all aim to bring it to single-digit as soon as possible”
“Unified Logistics Interface Platform- ULIP will bring all the digital services related with the transportation sector on a single portal”
“Gatishakti and National Logistics Policy together are now taking the country towards a new work culture”
“India, which is determined to become developed, now has to compete more with developed countries, so everything should be competitive”
“National Logistics Policy has immense potential for development of infrastructure, expansion of business and increasing employment opportunities”

કેન્દ્રીય મંત્રીમંડળના મારા તમામ સાથીદારો, દેશના લોજિસ્ટિક્સ અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, અન્ય તમામ મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો,

આઝાદીના અમૃતકાળમાં આજે, દેશે વિકસિત ભારતના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું માંડ્યું છે. ભારતમાં છેવાડાની વ્યક્તિ સુધી ડિલિવરીની સેવા વધુ ઝડપથી થાય, પરિવહન સંબંધિત પડકારો દૂર થાય, આપણા ઉત્પાદકો, આપણા ઉદ્યોગોનો સમય અને નાણાં બંનેની બચત થાય, બરાબર એવી જ રીતે જેવું આપણી કૃષિ ઉપજોમાં થઇ રહ્યું છે. વિલંબના કારણે તેને જે નુકસાન થાય છે. તેનાથી આપણે કેવી રીતે છુટકારો મેળવી શકીએ? આ તમામ મુદ્દાઓનો ઉકેલ શોધવાનો સતત પ્રયાસ કરવામાં આવ્યો છે અને આજે તેનું એક સ્વરૂપ રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ છે, અને મને ખાતરી છે કે આપણી આ બધી જ વ્યવસ્થાઓમાં સુધારો લાવવા માટે અને આ ક્ષેત્રમાં કામ કરનારા સરકારના અલગ અલગ એકમો વચ્ચે એક સમન્વય સ્થાપિત કરવાનું કામ તેનાથી થશે. તેનાથી સર્વાંગી અભિગમ રહેશે. અને તેનું પરિણામ આપણે જે ઝડપ ઇચ્છિએ છીએ, તે ગતિને પ્રાપ્ત થશે. અને હું આપ સૌને આગ્રહપૂર્વક અનુરોધ કરું છું કે મને અહીં આવવામાં જે 5-7 મિનિટ મોડું થયું કારણ એ હતું કે અહીં એક નાનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. સમયના અભાવે હું બહુ નજીકથી જોઇ શક્યો ન હતો, પણ હું ઉપરછલ્લી નજરે જોઇ રહ્યો હતો. મારો આપ સૌને આગ્રહ છે કે સમય કાઢીને આ કેમ્પસમાં જે છે એટલે- 15-20 મિનિટ ત્યાં વિતાવો – ચોક્કસ ત્યાં જાઓ અને જુઓ. આ ક્ષેત્રમાં ટેક્નોલોજી કેવી રીતે આગળ વધી રહી છે? આપણે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? અને જો તમે બધી વસ્તુઓને એકસાથે જોશો, તો તમે કદાચ આ ક્ષેત્રમાં હોવ તો પણ તમને ઘણી નવી વસ્તુઓ મળશે. આજે આપણે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. શું તમને તેની ખુશી નથી? ભલે થોડા મોડા આવ્યા પણ આવ્યા તો ખરા. ક્યારેક આવું થાય. કારણ કે, ચારેબાજુ એટલી બધી નકારાત્મકતાની ભરમાર હોય છે કે ક્યારેક ક્યારેક સારું શોધવામાં લાંબો સમય લાગે છે, અને દેશ બદલાઇ રહ્યો છે, ભાઇ. એક સમય હતો જ્યારે આપણે કબૂતર છોડતા હતા. આજે ચિત્તા છોડ્યા છે. એમ જ થોડું આવું બને. પરંતુ આજે સવારે ચિત્તા છોડવાના, સાંજે લોજિસ્ટિક્સ નીતિ સાથે કોઇ મેળ તો છે. કારણ કે આપણે પણ ઇચ્છીએ છીએ કે સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ચિત્તાની ઝડપે જાય. દેશ એ જ ઝડપે આગળ વધવા માગે છે.

સાથીઓ,

મેક ઇન ઇન્ડિયા અને ભારત આત્મનિર્ભર બનવાનો પડઘો માત્ર ભારતમાં જ નહીં, બહાર પણ સંભળાય છે. આજે ભારત નિકાસ માટેના મોટા લક્ષ્યો નિર્ધારિત કરી રહ્યું છે, શરૂઆતમાં તે નક્કી કરવામાં જ અનેક મુશ્કેલીઓ પડતી હતી. આટલું મોટું લક્ષ્ય, પહેલાં તે ઘણું વધારે હતું, હવે તો આટલું જ છે. પરંતુ એકવાર તે નક્કી થઇ જાય પછી દેશ તે કરી પણ બતાવે છે. દેશ આજે તે લક્ષ્યોને પાર પાડી રહ્યો છે. ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું સામર્થ્ય એવું છે કે એક રીતે જોઇએ તો, ભારત મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે. દુનિયાના મનમાં આ વાત બરાબર બેસી ગઇ છે. તેને સ્વીકારવામાં આવી છે. જે લોકો PLI સ્કીમનો અભ્યાસ કરશે તેમને ખબર પડશે કે દુનિયાએ તેનો સ્વીકાર કર્યો છે, ભાઇ. આવી સ્થિતિમાં, રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ દરેક ક્ષેત્ર માટે ઘણી નવી ઊર્જા લઇને આવી છે. હું દેશના તમામ હિતધારકો, વેપારીઓ, કારોબારીઓ, નિકાસકારોને, તેમજ દેશના ખેડૂતોને, હું આજે આ મહત્વપૂર્ણ પહેલ, કે જે તેમના માટે એક પ્રકારે ખૂબ જ મોટી જડીબુટ્ટીની જેમ હાથ લાગી છે તે બદલ હું તેમનો આભાર માનું છું. આ માટે હું તેમને અનેક અનેક શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

અહીં આ કાર્યક્રમમાં, સંખ્યાબંધ નીતિ ઘડનારાઓ, ઉદ્યોગજગતના તમામ મોટા મોટા દિગ્ગજો ઉપસ્થિત છે, જેમના માટે આ ક્ષેત્ર તેમનું રોજિંદું જીવન છે. તેમણે મુશ્કેલીઓ વેઠી છે, તેમણે માર્ગો પણ શોધી કાઢ્યા છે. ક્યારેક શૉર્ટકટ્સ શોધ્યા હશે, પરંતુ કર્યું તો છે. તમે બધા જાણો છો અને કાલે લોકો જે કંઇ પણ લખશે તેમને આજે કહી દઉં છું. નીતિ પોતે કોઇ પરિણામ નથી હોતી, નીતિ તો શરૂ હોય છે, અને નીતિ + પ્રદર્શન=પ્રગતિ. એટલે કે, નીતિ સાથે પ્રદર્શનનો માપદંડ જોડાઇ જાય, પ્રદર્શનનો રોડમેપ તૈયાર કરેલો હોય, પરફોર્મન્સ માટે સમયરેખા હોય. જ્યારે આ બધુ જ જોડાઇ જાય છે ત્યારે, નીતિ + પ્રદર્શન = પ્રગતિ થાય છે. અને આથી જ , આ નીતિ આવ્યા પછી, સરકાર અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ દિગ્ગજ લોકોની કામગીરીની જવાબદારી અનેક ગણી વધી જાય છે. જો નીતિ જ અમલમાં ના હોય તો કહે છે કે, ના-ના પહેલાં કરતાં તો ઘણું સારું છે. નીતિ અમલમાં આવે એટલે ખબર પડે કે, જવાનું તો ત્યાં હતું ભાઇ અને તમે તો અહીંયા જ રોકાયેલા છો. આમ જવાનું હતું અને તમે તો આ બાજુ જતા રહ્યા. નીતિ એક પ્રકારે પ્રેરક બળ તરીકે કામ કરે છે. તે માર્ગદર્શક બળ તરીકે પણ કામ કરે છે. અને આથી જ આ નીતિને માત્ર કાગળ કે દસ્તાવેજ તરીકે જોવી જોઇએ નહીં. જે રીતે ચિત્તાની ઝડપે આપણે માલસામાનને પૂર્વથી પશ્ચિમ તરફ લઇ જવો છે એટલી જ ગતિ આપણે પણ પકડવી પડશે, ભાઇ. આજનું ભારત કોઇપણ નીતિ બનાવતા પહેલાં, તેને અમલમાં મૂકતા પહેલાં, તેના માટે એક પાયો તૈયાર કરે છે, અને પછી જ તે નીતિનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવે છે, અને ત્યારપછી પ્રગતિની શક્યતાઓ બને છે. રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ પણ કંઇ અચાનક એક જ દિવસમાં લોન્ચ કરવામાં આવી રહી નથી. તેની પાછળ આઠ વર્ષની આકરી મહેનત છે, નીતિગત સુધારા કરવામાં આવ્યા છે, મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. અને, જો હું મારી વાત કરું તો હું કહી શકું કે 2001 થી 2022 સુધીનો 22 વર્ષનો મારો જે અનુભવ છે તે આમાં જોડાયેલો છે. લોજિસ્ટિક્સ કનેક્ટિવિટીમાં સુધારો કરવા માટે પદ્ધતિસર માળખાકીય સુવિધાઓના વિકાસ માટે, અમે સાગરમાલા, ભારતમાલા જેવી યોજનાઓ શરૂ કરી, અમલમાં મૂકી. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર તે કામમાં અભૂતપૂર્વ ઝડપ લાવવા માટે અમે કરેલો એક પ્રયાસ છે. આજે ભારતના બંદરોની કુલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. કન્ટેનર જહાજોનો સરેરાશ ટર્ન-અરાઉન્ડ સમય 44 કલાકથી ઘટીને 26 કલાક થઇ ગયો છે. જળમાર્ગો દ્વારા આપણે પર્યાવરણને અનુકૂળ અને ઓછા ખર્ચાળ પરિવહનની સુવિધા મેળવી શકીએ, તે માટે દેશમાં ઘણા નવા જળમાર્ગો પણ બનાવવામાં આવી રહ્યા છે. નિકાસ કરવામાં મદદ મળે તે માટે દેશમાં લગભગ 40 એર કાર્ગો ટર્મિનલ પણ બનાવવામાં આવ્યા છે. 30 હવાઇમથકો પર કોલ્ડ સ્ટોરેજની સુવિધા પૂરી પાડવામાં આવી છે. દેશભરમાં 35 મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ હબ પણ સ્થાપવામાં આવી રહ્યા છે. તમે બધાએ જોયું હશે કે કોરોના સંકટના સમયમાં દેશે કિસાન રેલ અને કૃષિ ઉડાનનો પણ પ્રયોગ શરૂ કર્યો હતો. તેમણે દેશના દૂરસ્થ વિસ્તારોમાંથી કૃષિ ઉપજોને મુખ્ય બજારો સુધી લાવવામાં તેના કારણે ઘણી મદદ મળી છે. કૃષિ ઉડાન ખેડૂતોની ઉપજ વિદેશ સુધી પહોંચાડવામાં આવી. આજે દેશમાં લગભગ 60 એરપોર્ટ પરથી કૃષિ ઉડાનની સુવિધા ઉપલબ્ધ છે. મને વિશ્વાસ છે કે, મારું સંબોધન સાંભળ્યા પછી આપણા કેટલાક પત્રકાર મિત્રો મને ફોન કરશે કે આની તો અમને ખબર જ નહોતી. તમારામાંથી ઘણા એવા લોકો પણ હશે, તેમને લાગતું હશે કે, અચ્છા આટલું બધું થયું છે! કારણ કે આપણું ધ્યાન જ નથી હોતું. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ પર લાખો કરોડો રૂપિયાના રોકાણની સાથે સાથે સરકારે ટેક્નોલોજીની મદદથી લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત કરવાનો પ્રયાસ પણ કર્યો છે. ઇ-સંચિત દ્વારા પેપરલેસ EXIM (એક્ઝિમ) ટ્રેડ પ્રક્રિયા હોય, કસ્ટમ્સમાં ફેસલેસ એસેસમેન્ટ હોય કે પછી ઇ-વે બિલ અને ફાસ્ટેગની જોગવાઇ હોય, આ બધાએ લોજિસ્ટિક્સ ક્ષેત્રની કાર્યક્ષમતામાં ઘણો વધારો કર્યો છે.

સાથીઓ,

લોજિસ્ટિક્સ ક્ષેત્રના બીજા એક મોટા પડકારને પણ અમારી સરકારે વિતેલા વર્ષો દરમિયાન દૂર કર્યો છે. અગાઉ, અલગ અલગ રાજ્યોમાં બહુવિધ ટેક્સ લાગુ પડતા હોવાથી, લોજિસ્ટિક્સની ગતિ પર ઠેર ઠેર બ્રેક લાગતી હતી. પરંતુ GSTએ આ સમસ્યાને સરળ બનાવી દીધી છે. આના કારણે, અનેક પ્રકારના પેપરવર્કમાં ઘટાડો થયો છે, જેનાથી લોજિસ્ટિક્સની પ્રક્રિયા સરળ બની ગઇ છે. સરકારે છેલ્લા કેટલાક મહિનામાં જે રીતે ડ્રોન સંબંધિત નીતિમાં ફેરફાર કર્યો છે, તેને PLI સ્કીમ સાથે જોડી દીધી છે, તેનાથી વિવિધ વસ્તુઓ પહોંચાડવા માટે પણ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને મનમાં વિશ્વાસ રાખો કે, યુવા પેઢી ચોક્કસ મેદાનમાં આવશે. ડ્રોન ટ્રાન્સપોર્ટેશન એ એક વિશાળ ક્ષેત્ર છે જેનો વિકાસ થવાનો છે અને મારી તો ઇચ્છા એવી છે કે હિમાલયની ઊંચી શિખરમાળાઓના દૂરના અને નાના ગામડાઓમાં જે કૃષિ ઉત્પાદન થાય છે તેને આપણે ડ્રોન દ્વારા કેવી રીતે લાવી શકાય તેના પર વિચાર કરીએ? જ્યાં સમુદ્રતટ છે અને જમીન ચારેબાજુથી ઘેરાયેલી હોય તેવો વિસ્તાર છે, જો તેમને જો માછલી જોઇતી હોય, તો પછી મોટા શહેરોમાં તાજી માછલીઓને પહોંચાડવાનું, ચારેબાજુથી જમીન ઘેરાયેલી હોય તેવા વિસ્તારોમાં પહોંચાડવા માટે ડ્રોન દ્વારા તેનું મેનેજમેન્ટ કરવાનું કેવી રીતે કરી શકાય, આ બધું આવવાનું છે. જો આ આઇડિયા કોઇને કામમાં આવી  જાય તો મારે રોયલ્ટી નથી જોઇતી.

સાથીઓ,

હું, આથી જ આ બધી વાતો કહું છું. ખાસ કરીને કઠિન ભૂપ્રદેશોમાં, પહાડી વિસ્તારોમાં ડ્રોનના કારણે વિતેલા દિવસોમાં, દવાઓ પહોંચાડવામાં, રસી પહોંચાડવામાં ઘણી મદદ મળી છે. અમે તેનો ઉપયોગ કર્યો છે. આવનારા સમયમાં, જે રીતે મેં વાત કરી એમ, પરિવહન ક્ષેત્રમાં ડ્રોનનો વધુને વધુ ઉપયોગ થાય, તે લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે ખૂબ જ મદદરૂપ થવાનું છે અને અમે તમારી સમક્ષ પહેલાંથી જ ખૂબ પ્રગતિશીલ નીતિ રજૂ કરી દીધી છે.

સાથીઓ,

એક પછી એક આવા સુધારા થયા પછી જ, દેશમાં લોજિસ્ટિક્સનો એક મજબૂત આધાર બનાવ્યા પછી જ, આટલું બધું થયું છે, તે પછી અમે આ રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ લઇને આવ્યા છીએ. કારણ કે અમે તેને એક પ્રકારે ટેકઓફ સ્ટેજ પર લાવીને તેને છોડી દીધી છે. હવે આપ સૌ સાથીઓની જરૂર છે, કારણ કે હવે ઘણી બધી પહેલ હાથ ધરવામાં આવી છે, આટલી બધી સિસ્ટમ્સ તૈયાર કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં આપણે બધાએ ટેકઓફ માટે તો જોડાવું જ પડશે અને ટેકઓફ તો કરવાનું જ છે. હવે અહીંથી લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં તેજી આવશે, મિત્રો, હું કલ્પના પૂરી કરી શકું છું. આ જે પરિવર્તન આવ્યું છે તે અભૂતપૂર્વ પરિણામો લાવવા જઇ રહ્યું છે. અને જો તમે એક વર્ષ પછી તેનું મૂલ્યાંકન કરવામાં આવશે, તો તમને પોતાને વિશ્વાસ બેસી જશે કે હા, આપણે જે વિચાર્યું જ ન હતું કે આપણે અહીંથી અહીં સુધી પહોંચી ગયા છીએ. 13-14 ટકાના લોજિસ્ટિક ખર્ચના સ્તરને, આપણે સૌએ સાથે મળીને તેને શક્ય તેટલી વહેલી તકે સિંગલ ડિજિટમાં લાવવાનું લક્ષ્ય રાખવું જોઇએ. જો આપણે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવું હોય તો તે એક પ્રકારે કહીએ તો ઓછી ઊંચાઇએ લટકતું ફળ છે. બાકીની તમામ બાબતોમાં ખર્ચ ઘટાડવામાં આપણને કદાચ દાયકાઓ લાગી જાય અને આ બધાથી મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે. પરંતુ એક રીતે જોઇએ તો ઓછી ઊંચાઇએ લટકતું ફળ છે. આપણા પ્રયાસ માત્રથી, કાર્યક્ષમતા માત્રથી, ફક્ત કેટલાક નિયમોનું પાલન કરીને. આપણે 13-14 ટકા ખર્ચને ઘટાડીને સિંગલ ડિજિટમાં આવી શકીએ છીએ.

સાથીઓ,

રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિના માધ્યમથી વધુ બે મોટા પડકારોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. કેટલીય જગ્યાએ, એક ઉત્પાદકે તેના કામ માટે જુદા જુદા જિલ્લાઓમાં અલગ-અલગ લાયસન્સ લેવા પડે છે. આપણા નિકાસકારોએ પણ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પોતાના માલને ટ્રૅક કરવા અને ટ્રેસ કરવા માટે, નિકાસકારોએ એક્સપોર્ટ્સ શિપિંગ બિલ નંબર, રેલવે કન્સાઇનમેન્ટ નંબર, ઇ-વે બિલ નંબર, ન જાણે કેટ-કેટલા નંબર જોડવા પડે છે. ત્યારે માંડ તેઓ દેશની સેવા કરી શકે છે. હવે, તમે લોકો સારા છો એટલે વધુ ફરિયાદો નથી કરતા. પણ હું તમારી પીડા સમજું છું તેથી હું તેને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આજે જે, યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ એટલે કે ULIP (યુલિપ) અને આ હું કહું છું કે યૂ લિપ, યુલિપ આજે લોન્ચ કરવામાં આવી છે, જેનાથી નિકાસકારોને આ લાંબી પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. અને તેનો એક ડેમો પાછળના પ્રદર્શનમાં છે જેમાં તમે જોઇ શકશો કે, તમે પોતે કેટલી ઝડપથી નિર્ણય લઇ શકો છો અને આગળ વધી શકો છો. ULIP (યુલિપ) પરિવહન ક્ષેત્રને લગતી તમામ ડિજિટલ સેવાઓને એક પ્લેટફોર્મ પર લાવશે. રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ હેઠળ આજે ઇઝ ઓફ લોજિસ્ટિક્સ સર્વિસિસ - ઇ-લોગ્સ (E-Logs) નામનું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલના માધ્યમથી, ઉદ્યોગ સંગઠનો એવા તમામ પ્રકારના મુદ્દાઓને સીધા જ સરકારી એજન્સી સમક્ષ ઉઠાવી શકે છે, જેના કારણે તેમની કામગીરી અને પરફોર્મન્સમાં સમસ્યા ઊભી થઇ રહી છે. એટલે કે, ખૂબ જ પારદર્શક રીતે, કોઇ પણ અડચણ વિના તમને સરકારના દરવાજ સુધી લઇ જવાનું તંત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આવા કેસોના ઝડપી નિરાકરણ માટે સંપૂર્ણ વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે.

સાથીઓ,

રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિને સૌથી વધુ સમર્થન જો ક્યાંયથી મળવાનું હોય તો તે પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન છે. મને ખુશી છે કે આજે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અમારા તમામ એકમો તેની સાથે જોડાઇ ચુક્યા છે અને લગભગ તમામ વિભાગોએ સાથે મળીને કામ કરવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સંબંધિત માહિતીનો વિશાળ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. તમને જાણીને નવાઇ લાગશે કે આજે પીએમ ગતિશક્તિ પોર્ટલ પર લગભગ દોઢ હજાર લેયર એટલે કે 1500 લેયરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનો ડેટા આવી રહ્યો છે. કયો પ્રોજેક્ટ ક્યાં આવેલો છે, ક્યાં જંગલની જમીન છે, ક્યાં સંરક્ષણની જમીન છે, આવી તમામ માહિતી એક જ જગ્યાએ આવવા લાગી છે. આનાથી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સના પ્લાનિંગમાં સુધારો આવ્યો છે, મંજૂરીઓ આપવાની પ્રક્રિયાને વેગ મળ્યો છે અને જે સમસ્યાઓ પાછળથી નોંધવામાં આવી હતી તેનો ઉકેલ પહેલાંથી જ કાગળ પર જ નક્કી થઇ જાય છે. આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે અંતરાયો હતા તે પણ પીએમ ગતિશક્તિના કારણે ઝડપથી દૂર થઇ ગયા છે. મને યાદ છે કે, દેશમાં પહેલાં કેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને કોઇપણ વિચાર કર્યા વગર જાહેર કરવાની અને દાયકાઓ સુધી લટકાવી રાખવાની પરંપરા હતી. તેના કારણે સૌથી મોટું નુકસાન દેશના લોજિસ્ટિક્સ ક્ષેત્રને થયું છે. અને જ્યારે હું આ લોજિસ્ટિક્સ નીતિ વિશે વાત કરું છું, તેનો એક માનવીય ચહેરો પણ છે, ભાઇ. આપણે જો આ વ્યવસ્થાઓને યોગ્ય રીતે ચલાવીશું, તો કોઇ પણ ટ્રક ચાલકને રાત્રે બહાર સૂવું નહીં પડે. તે પણ પોતાની ફરજ બજાવીને રાત્રે ઘરે પાછા ફરી શકે છે, તેઓ રાત્રે સૂઇ શકે છે. આ તમામ પ્લાનિંગ વ્યવસ્થા હવે સરળતાથી કરી શકાય છે. અને તે કેટલી મોટી સેવા હશે. મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આ નીતિ પોતાની રીતે જ દેશની સમગ્ર વિચારસરણીને બદલવાની ક્ષમતા ધરાવે છે.

સાથીઓ,

ગતિશક્તિ અને રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ સાથે મળીને હવે દેશને નવી કાર્ય સંસ્કૃતિ તરફ લઇ જઇ રહ્યા છે. તાજેતરમાં જ ગતિશક્તિ યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે એટલે કે અમે તેની સાથે માનવ સંસાધનના વિકાસનું કામ પણ કર્યું છે. હવે આજે નીતિ લાવી રહ્યા છીએ. ગતિશક્તિ યુનિવર્સિટીમાંથી જે ટેલેન્ટ બહાર આવશે તે પણ તેને ઘણી મદદ કરશે.

સાથીઓ,

ભારતમાં થઇ રહેલા આ પ્રયાસો વચ્ચે આપણે એ પણ સમજવું જરૂરી છે કે, આજે વિશ્વનો ભારત પ્રત્યેનો લોકોનો દૃષ્ટિકોણ બદલાઇ રહ્યો છે. આજે દુનિયા, ભારતનું ખૂબ જ મોટું સકારાત્મક મૂલ્યાંકન કરી રહી છે, આપણા દેશમાં થોડો સમય લાગે છે. પણ બહાર થઇ રહ્યું. ભારત પાસેથી દુનિયા ઘણી અપેક્ષાઓ રાખીને બેઠી છે, અને તમારામાંથી જેઓ તેનાથી જોડાયેલા હશે, તો તમે પણ તેનો અનુભવ કર્યો હશે. વિશ્વના મોટા નિષ્ણાતો કહી રહ્યા છે કે ભારત આજે 'લોકશાહી મહાસત્તા' તરીકે ઉદયમાન થઇ રહ્યું છે. નિષ્ણાતો અને લોકશાહી મહાસત્તાઓ, નિષ્ણાતો ભારતની 'અસાધારણ પ્રતિભા ઇકો-સિસ્ટમ'થી ખૂબ પ્રભાવિત છે, ભારતના 'દૃઢ સંકલ્પ' અને 'પ્રગતિ'ની પ્રશંસા કરી રહ્યા છે. અને આ કોઇ માત્ર સંયોગ નથી. ભારત અને ભારતની અર્થવ્યવસ્થાએ વૈશ્વિક કટોકટી વચ્ચે જે પ્રકારની સ્થિતિસ્થાપકતા બતાવી છે, તેણે દુનિયામાં નવો વિશ્વાસ ભરી દીધો છે. વિતેલા વર્ષોમાં ભારતે જે સુધારા કર્યા છે, જે નીતિઓ અમલમાં મૂકી છે તે ખરેખરમાં અભૂતપૂર્વ છે. અને આથી જ ભારત પ્રત્યે દુનિયાનો વિશ્વાસ વધ્યો છે અને સતત તેમાં વધારો થઇ રહ્યો છે. આપણે દુનિયાના આ ભરોસાને પૂરેપૂરો સાર્થક કરવાનો છે. તે આપણી જ જવાબદારી છે, આપણાં સૌનું દાયિત્વ છે, અને આવો અવસર હાથમાંથી ગુમાવવો આપણા માટે ક્યારેય ફાયદાકારક રહેશે નહીં. આજે શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ પર, મને પાક્કો વિશ્વાસ છે. તે દેશના જીવનના દરેક ક્ષેત્રમાં નવી ગતિ લાવવામાં મદદ કરશે.

સાથીઓ,

વિકસિત રાષ્ટ્ર બનવાના સંકલ્પ સાથે આગળ વધી રહેલા ભારતને આપનામાંથી કોઇ એવું નહીં હોય, જેની ઇચ્છા ના હોય કે આપણો દેશ એક વિકસિત દેશ બને, કોઇ જ નહીં હોય. સમસ્યા અહીં જ થાય છે, ચાલો યાર કોઇ કરશે. મારે આમાં જ પરિવર્તન લાવવું છે, આપણે સૌએ સાથે મળીને કરવું પડશે. વિકસિત ભારતના સંકલ્પ સાથે ચાલી રહેલા ભારતે હવે વિકસિત દેશો સાથે વધુ સ્પર્ધા કરવાની છે, અને મનમાં નક્કી કરીને ચાલો કે, જેમ જેમ આપણે વધુ તાકતવર બનીશું તેમ તેમ આપણી સ્પર્ધાનો વિસ્તાર વધુ શક્તિશાળી લોકો સાથે થવાનો છે. અને આપણે તેનું સ્વાગત કરવું જોઇએ, આપણે અચકાવું જોઇએ નહીં, આવો, તમે તૈયાર છો. અને તેથી જ મને લાગે છે કે દરેક ઉત્પાદન, દરેક પહેલ, આપણી દરેક પહેલ, આપણી પ્રક્રિયા ખૂબ જ સ્પર્ધાત્મક હોવી જોઇએ. સેવા ક્ષેત્ર હોય, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર હોય, ઓટોમોબાઇલ હોય, કે પછી ઇલેક્ટ્રોનિક્સ હોય, આપણે દરેક ક્ષેત્રમાં મોટા ધ્યેયો નક્કી કરવાના છે અને તેને પ્રાપ્ત કરવાના છે. આજે ભારતમાં બનતી ચીજવસ્તુઓ પ્રત્યેનું વિશ્વનું આકર્ષણ માત્ર આપણી પીઠ થપથપાવવા પૂરતું મર્યાદિત ન હોવું જોઇએ. મિત્રો, આપણે વિશ્વ બજાર કબજે કરવાની દિશામાં વિચારવું જોઇએ. ભારતની કૃષિ પેદાશો હોય, ભારતનો મોબાઇલ હોય કે ભારતની બ્રહ્મોસ મિસાઇલ હોય, આજે વિશ્વમાં તેની ચર્ચા થાય છે. કોરોના સમયગાળા દરમિયાન ભારતમાં બનેલી રસી અને દવાઓએ દુનિયાના લાખો લોકોનું જીવન બચાવવામાં મદદ કરી છે. આજે સવારે હું ઉઝબેકિસ્તાનથી આવ્યો છું. તો ગઇકાલે રાત્રે હું ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી રહ્યો હતો. મોડું થઇ ગયું હતું, પણ તેઓ એટલા ઉત્સાહપૂર્વક જણાવી રહ્યા હતા કે અગાઉ ઉઝબેકિસ્તાનમાં યોગ પ્રત્યે અમને એક પ્રકારની નફરત હતી. પરંતુ કહ્યું કે આજે સ્થિતિ એવી થઇ ગઇ છે કે દરેક ગલી- મહોલ્લામાં યોગ એટલા પ્રચલિત થઇ રહ્યા છે, કે અમારે ભારતમાંથી ટ્રેનર્સ બોલાવવાની જરૂર પડે છે. મારો કહેવાનો મતલબ એ છે કે મિત્રો, ભારત તરફ જોઇ રહેલી દુનિયાની વિચારસરણી ખૂબ જ ઝડપથી બદલાઇ રહી છે. ભારતમાં બનેલી પ્રોડક્ટ્સ વિશ્વના બજારોમાં પ્રભુત્વ જમાવે તે માટે, દેશમાં મજબૂત સપોર્ટ સિસ્ટમ હોવી પણ એટલી જ જરૂરી છે. રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ આ સપોર્ટ સિસ્ટમને આધુનિક બનાવવા માટે ખૂબ મદદરૂપ થશે.

મારા સાથીઓ,

આપ સૌ જાણો છો કે જ્યારે દેશની નિકાસ વધે છે, દેશમાં લોજિસ્ટિક્સ સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે, તો તેનો મોટો ફાયદો આપણા નાના ઉદ્યોગોને અને તેમાં કામ કરતા લોકોને થાય છે. લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત બનાવવાથી સામાન્ય માણસનું જીવન સરળ બનશે, એટલું જ નહીં પરંતુ શ્રમિકો અને કામદારોનું સન્માન વધારવામાં પણ મદદ મળશે.

સાથીઓ,

હવે ભારતના લોજિસ્ટિક્સ ક્ષેત્ર સાથે જોડાયેલી ગૂંચવણોનો અંત આવશે, અપેક્ષાઓ વધશે, આ ક્ષેત્ર હવે દેશની સફળતાને નવી ઊંચાઇઓ પર લઇ જશે. રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની, કારોબારના વિસ્તરણની અને રોજગારીની તકોમાં વધારો કરવાની અપાર સંભાવનાઓ રહેલી છે. આપણે સૌએ સાથે મળીને આ સંભાવનાઓને સમજવાની છે. આ જ સંકલ્પ સાથે, ફરી એકવાર આપ સૌને અનેક અનેક શુભેચ્છાઓ અને હવે તમારે ચિત્તાની ઝડપે માલ ઉપાડવાનો છે, લઇ જવાનો છે, એ જ અપેક્ષા હું આપ સૌની પાસેથી રાખું છું, આભાર.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December

Media Coverage

Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 ડિસેમ્બર 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government