Quote"આ આધુનિક એરપોર્ટ ટર્મિનલ ગોવાનાં લોકોનાં સ્નેહ અને આશીર્વાદને પાછાં વાળવાનો પ્રયાસ છે"
Quote"મનોહર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનાં માધ્યમથી પર્રિકરજી તમામ મુસાફરોની સ્મૃતિમાં રહેશે"
Quote"અગાઉ, જે સ્થળોએ માળખાગત વિકાસની તાતી જરૂર હતી તે સ્થળોની અવગણના કરવામાં આવી હતી"
Quote"અગાઉનાં 70 વર્ષોમાં 70 એરપોર્ટ્સની સરખામણીએ છેલ્લાં 8 વર્ષમાં 72 નવાં એરપોર્ટ્સ આવ્યાં"
Quote"ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર બની ગયું છે"
Quote"21મી સદીનું ભારત નવું ભારત છે, જે વૈશ્વિક મંચ પર પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે અને તેનાં પરિણામે વિશ્વનો દ્રષ્ટિકોણ ઝડપથી બદલાઈ રહ્યો છે"
Quote"મુસાફરીની સરળતા- ઈઝ ઑફ ટ્રાવેલમાં સુધારો કરવા અને દેશની પર્યટન રૂપરેખાને વધારવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે"
Quote"આજે, ગોવા 100% સંતૃપ્તિ મૉડલનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે” Posted On: 11 DEC 2022 7:50PM by PIB Ahmedabad

સમેસ્ત ગોંયકાર ભાવ ભયણીંક, માયે મૌગાચો નમસ્કાર

ગોયાંત યેવન, મ્હાંકા સદાંચ ખોસ ભૌગ્ત.

મંચ પર ઉપસ્થિત ગોવાના રાજ્યપાલ પી એસ શ્રીધરન પિલ્લાઈ જી, અહીના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત જી, કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇક જી, જ્યોતિરાદિત્ય સિંધિયા જી, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.
ગોવાના લોકોને તથા દેશના લોકોને નવા બનેલા આ શાનદાર એરપોર્ટ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. છેલ્લા આઠ વર્ષમાં જ્યારે પણ આપની વચ્ચે આવવાની તક મળી છે તો એક વાત ચોક્કસ દોહરાવતો હતો. આપે જે પ્યાર, જે આશીર્વાદ અમને આપ્યા છે, તેને હું વ્યાજ સહિત પરત કરીશ, વિકાસ કરીને પરત આપીશ. આ આધુનિક એરપોર્ટ ટર્મિનલ એ જ સ્નેહને પરત કરવાનો એક પ્રયાસ છે. મને એ વાતનો આનંદ છે કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટનું   નામ મારા પ્રિય સહયોગી તથા ગોવાના લાડલા, સ્વર્ગીય મનોહર પારિકર જીના નામ પરથી રાખવામાં આવ્યું છે. હવે મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટના નામના માધ્યમથી પરિકર જી નું નામ અહીં આવનારી પ્રત્યેક  વ્યક્તિની સ્મૃતિમાં રહેશે.

|

સાથીઓ,
આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને દાયકાઓ સુધી જે વલણ રહ્યું છે તેમાં સરકારો દ્વારા લોકોની જરૂરિયાત કરતાં વધારે મત બેંકને પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ જ કારણસર એવી પરિયોજનાઓ પર પણ હજારો કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા જેની એટલી જરૂરિયાત ન હતી. અને એ જ કારણે અવારનવાર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોકો માટે જરૂરી હતું તેને નજરઅંદાજ કરવામાં આવતું હતું. ગોવાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ તેનું જ એક ઉદાહરણ છે. ગોવાવાસીઓની જ નહીં પરંતુ દેશભરના લોકોની આ એક જૂની માગણી હતી કે અહીં એક એરપોર્ટથી કામ ચાલનારું નથી ગોવાને બીજુ એરપોર્ટ જોઇએ. જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે આ એરપોર્ટનું પ્લાનિંગ થયું હતું. પરંતુ અટલજીની સરકાર ગયા બાદ આ એરપોર્ટ માટે કાંઈ જ કરવામાં આવ્યું નહીં. લાંબા સમય સુધી આ પ્રોજેક્ટ લટકેલો રહ્યો. 2014માં ગોવાએ વિકાસનું ડબલ એન્જિન લગાવ્યું. અમે ફરીથી તમામ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી અને છ  વર્ષ અગાઉ મેં અહીં આવીને તેન શિલાન્યાસ કર્યો. આ દરમિયાન કોર્ટ કચેરીથી લઈને મહામારી સુધીની અનેક અડચણો આવી. પરંતુ આ તમામ છતાં આજે આ શાનદાર એરપોર્ટ બનીને સજ્જ છે. હાલમાં અહીં વર્ષમાં લગભગ 40 લાખ પ્રવાસીઓને હેન્ડલ કરવાની સવલત છે. આવનારા વર્ષોમાં આ ક્ષમતા સાડા ત્રણ કરોડ સુધી પહોંચી શકે છે. આ એરપોર્ટથી ચોક્કસપણે પર્યટનને ખૂબ લાભ થશે. બે એરપોર્ટ હોવાને કારણે કાર્ગો હબના રૂપમાં પણ ગોવા માટે સંભાવનાઓ વધી ગઈ છે. ફળ તથા શાકભાજીથી માંડીને ફાર્મા પ્રોડક્ટની નિકાસને પણ તેનો ઘણો લાભ મળશે.

|

સાથીઓ,
મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ આજે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને બદલાયેલી સરકારની વિચારસરણી તથા વલણનું પણ એક પ્રમાણ છે. 2014 અગાઉ સરકારોનું જે વલણ હતું તેને કારણે હવાઈ મુસાફરી, એક સકઝરીના રૂપમાં સ્થાપિત થઈ હતી. મોટા ભાગે તો તેનો લાભ સમૃદ્ધ તથા સંપન્ન લોકો જ લઈ શકતા હતા. અગાઉની સરકારોએ એ વિચાર્યું જ ન હતું કે સામાન્ય માનવી પણ, મધ્યમ વર્ગ પણ એટલો જ હવાઈ પ્રવાસ કરવા ઇચ્છે છે. તેથી જ તત્સમયની સરકાર આવન-જાવનની ઝડપી માધ્યમો પર રોકાણ કરતાં બચતી રહેતી હતી, એરપોર્ટના વિકાસ માટે એટલા રૂપિયા જ ખર્ચ કરવામાં આવ્યા ન હતા. તેનું પરિણામ એ આવ્યું કે દેશમાં હવાઈ પ્રવાસ સાથે સંકળાયેલી આટલી સંભાવનાઓ હોવા છતાં આપણે તેમાં પાછળ રહી ગયા. આપણે તે તકને ઝડપી શક્યા નહીં. હવે દેશ વિકાસની આધુનિક વિચારધારાની સાથે કામ કરી રહ્યો છે તો આપણે તેના પરિણામો પર જોઈ રહ્યા છીએ.

સાથીઓ,
આઝાદીથી લઈને 2014 સુધી દેશમાં નાના મોટા એરપોર્ટ માત્ર 70 જ હતા. સિત્તેર જ. મોટા ભાગે માત્ર મોટા શહેરોમાં જ હવાઈ પ્રવાસની વ્યવસ્થા હતી. પરંતુ અમે હવાઈ પ્રવાસને દેશના નાના નાના શહેરો સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું. તેના માટે અમે બે સ્તર પર કામ કર્યું. પહેલું તો અમે દેશભરના એરપોર્ટના નેટવર્કનો વ્યાપ  વધાર્યો. બીજું, ઉડાન યોજના મારફતે સામાન્ય માનવીને પણ હવાઈ જહાજમાં ઉડવાની તક સાંપડી. આ પ્રયાસોનું અભૂતપૂર્વ પરિણામ આવ્યું. છેલ્લા આઠ વર્ષમાં દેશમાં, હમણાં જ સિંધિયાજીએ ખૂબ વિસ્તારપૂર્વક કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં દેશમાં લગભગ 72 નવા એરપોર્ટ તૈયાર કરાયા છે. હવે વિચારો આઝાદી બાદ 70 વર્ષમાં 70 એરપોર્ટ અને હાલના દિવસોમાં સાતથી આઠ વર્ષમાં નવા 70 એરપોર્ટ. તેનો અર્થ એ થયો કે હવે ભારતમાં એરપોર્ટની સંખ્યામાં બમણો વધારો થઈ ગયો છે. 2000ની સાલ સુધીમાં દેશભરમાં આખા વર્ષમાં છ કરોડ લોકો હવાઈ પ્રવાસનો લાભ લેતા હતા. 2020માં કોરોના કાળ અગાઉ આ સંખ્યા 14 કરોડ કરતાં વધારે હતી. તેમાંથી પણ એક કરોડ કરતાં વધારે સાથીઓએ ઉડાન યોજનાનો લાભ લઈને હવાઈ પ્રવાસ કર્યો હતો.

|

સાથીઓ,
આ તમામ પ્રયાસોને કારણે આજે ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું એવિયેશન માર્કેટ બની ગયું છે. ઉડાન યોજનાએ જે રીતે દેશના મધ્યમ વર્ગના સ્વપ્નો પૂરા કર્યા છે તે તો ખરેખર કોઈ યુનિવર્સિટી માટે, શૈક્ષણિક જગત માટે અભ્યાસનો વિષય છે. હજી એ વાતને વધારે વર્ષો થયા નથી જ્યારે મધ્યમ વર્ગ લાંબા પ્રવાસ માટે ટ્રેનની ટિકિટની જ તપાસ કરતો હતો. હવે નાના અંતરના પ્રવાસ માટે પણ પહેલાં તો હવાઈ પ્રવાસનો રૂટ ચેક કરવામાં આવે છે. તેની ટિકિટ જોવામાં આવે છે અને પહેલો પ્રયાસ એ હોય છે કે હવાઈ જહાજથી જ જતા રહેવું. જેમ જેમ દેશમાં એર કનેક્ટિવિટીનો વ્યાપ વધી રહ્યો છે તેમ તેમ હવાઈ પ્રવાસ દરેકની પહોચમાં આવતો રહ્યો છે.

ભાઈઓ અને બહેનો,
આપણે અવારનવાર સાંભળીએ છીએ કે પ્રવાસન કોઈ પણ દેશના સોફ્ટપાવરને વેગ આપે છે અને એ સાચું પણ છે. પરંતુ એ બાબત પણ એટલી જ સાચી છે કે જ્યારે કોઈ દેશની શક્તિ વધે છે તો દુનિયા તેના વિશે વધુને વધુ જાણવા માગે છે. જો એ દેશમાં કાંઈ જોવા લાયક છે, જાણવા સમજવા માટે છે, તો દુનિયા નિશ્ચિતરૂપથી વધારે આકર્ષિત હોય છે. આપ ભૂતકાળમાં જશો તો ખ્યાલ આવશે કે જ્યારે ભારત સમૃદ્ધ હતું ત્યારે દુનિયાભરમાં ભારત માટે આકર્ષણ હતું. દુનિયાભરના પ્રવાસીઓ અહીં આવતા હતા, વેપારીઓ, કારોબારીઓ આવતા હતા, વિદ્યાર્થીઓ આવતા હતા. પરંતુ વચ્ચે ગુલામીનો એક લાંબો કાળખંડ આવ્યો. ભારતની પ્રકૃત્તિ, સંસ્કૃતિ, સભ્યતા એ જ હતી પરંતુ ભારતની છબિ બદલાઈ ગઈ, ભારતને  જોવાની દૃષ્ટિ બદલાઈ ગઈ. જે લોકો ભારત આવવા માટે આતુર રહેતા હતા તેની આગામી પેઢીને એ પણ ખબર પડી નહીં  કે ભારત વિશ્વના કયા ખૂણામાં પડેલો દેશ છે.

સાથીઓ,
હવે 21મી સદીનું ભારત, નવું ભારત છે. આજે ભારત જ્યારે વૈશ્વિક પટલ પર પોતાની નવી છબિ બનાવી રહ્યું છે ત્યારે દુનિયાની દૃષ્ટિ પણ  ઝડપથી બદલાઈ રહી છે. આજે દુનિયા ભારતને જાણવા સમજવા માગે છે. આજે તમે ડિજિટલ પ્લેટફોર્મ પર જાઓ, કેટલી મોટી સંખ્યામાં વિદેશી, ભારતની કહાનીને કહી રહ્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હવે એ અત્યંત જરૂરી છે કે દેશમાં ઇઝ ઓફ ટ્રાવેલ (સરળ મુસાફરી)ને સુનિશ્ચિત કરી દેવામાં આવે. આ જ વિચારધારા સાથે છેલ્લા આઠ વર્ષમાં ભારતે પ્રવાસમાં સરળતા લાવવા માટે, પોતાની ટુરિઝમ પ્રોફાઇલનો વ્યાપ વધારવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કર્યા છે. આપ જોશો કે અમે વિઝાની પ્રક્રિયાને આસાન કરી નાખી છે, વિઝા ઓન-એરાઇવલ (આગમન સમયે જ વિઝા)ની સવલતને વધારી દીધી છે. અમે આધુનિક સવલતના માળખા તથા લાસ્ટ-માઇલ (છેલ્લામાં છેલ્લા સ્થળ સુધી) કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. એર કનેક્ટિવિટીની સાથે સાથે ડિજિટલ કનેક્ટિવિટી, મોબાઈલ કનેક્ટિવિટી, રેલવે કનેક્ટિવિટી અમે તમામ પર ધ્યાન આપી રહ્યા છીએ. આજે રેલવેના મોટા ભાગના પ્રવાસન સ્થળો એકબીજા સાથે સંકળાઈ રહ્યા છે. તેજસ તથા વંદે ભારત એક્સપ્રેસ જેવી આધુનિક ટ્રેન રેલવેનો હિસ્સો બની રહી છે. વિસ્ટાડોમ કોચ જેવી ટ્રેન પ્રવાસીઓના અનુભવમાં વધારો કરી રહી છે. આ તમામ પ્રયાસોની અસરનો પણ આપણે સતત અનુભવ કરી રહ્યા છીએ. 2015ના વર્ષમાં દેશમાં ડોમેસ્ટિક પ્રવાસીઓની સંખ્યા લગભગ 14 કરોડ હતી. ગયા વર્ષે તે વધીને લગભગલગભગ 70 કરોડ સુધી પહોંચી ગઈ છે. હવે કોરોના બાદ દેશ તથા દુનિયાભરમાં પ્રવાસન ઉદ્યોગ અત્યંત ઝડપથી આગળ ધપી રહ્યો છે. ગોવા જેવા પ્રવાસન સ્થળમાં સૌ પ્રથમ વેક્સિન  લગાવવાના નિર્ણયનો લાભ પણ ગોવાના લોકોને મળી રહ્યો છે અને તેથી જ પ્રમોદ જી તથા તેમની ટીમને હું અભિનંદન પાઠવું છું.

|


અને સાથીઓ,
આપણે સૌ જાણીએ છીએ કે પ્રવાસન ઉદ્યોગમાં રોજગાર તથા સ્વરોજગારની સૌથી વધારે સંભાવનાઓ હોય છે. પર્યટન દ્વારા સૌ કૌઈ કમાય છે, તે સૌને અવસર પ્રદાન કરે છે. અને ગોવાના નિવાસીઓને આ સમજાવવાની જરૂર નથી. તેથી જ ડબલ એન્જિનની સરકાર પર્યટન પર એટલો ભાર આપી રહી છે તથા કેક્ટિવિટીના પ્રત્યેક માધ્યમને સશક્ત કરી રહી છે. અહીં ગોવામાં પણ 2014 બાદ હાઇવે સાથે સંકળાયેલા પ્રોજેક્ટ પર દસ હજાર કરોડ રૂપિયા કરતાં વધારેનું રોકાણ થઈ ચૂક્યું છે. ગોવામાં ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા માટે સતત કામ કરવામાં આવી રહ્યુ છે. કોંકણ રેલવેના વિજળીકરણ થવાથી પણ ગોવાને ઘણો મોટો લાભ થયો છે.

સાથીઓ,
કનેક્ટિવિટીના આ પ્રયાસોની સાથે જ સરકાર હેરિટેજ પ્રવાસનને પ્રમોટ કરવા તરફ પણ ભાર આપી રહી છે. આપણો જે વારસો છે તેની જાળવણી, તેની કનેક્ટિવિટી તથા ત્યાં વિવિધ સવલતોના નિર્માણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગોવામાં ઐતિહાસિક અગોડા જેલ કોમ્પલેક્સ મ્યુઝિયમનો વિકાસ પણ તેનું એક ઉદાહરણ છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા કરતા અમે દેશભરમાં આપણા વારસાને વધુ આકર્ષક બનાવી રહ્યા છીએ. દેશના તીર્થસ્થાનો તથા વારસાઓનો પ્રવાસ કરવા માટે પણ ખાસ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.

સાથીઓ,
આમેય આજે ગોવા સરકારની અન્ય એક વાત માટે પણ ખાસ પ્રશંસા કરવા માગું છું. ગોવા સરકાર, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે જ સૌશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ એટલો જ ભાર મૂકી રહી છે. ગોવામાં સરળ રહેણીકરણીમાં વધારો થાય, અહીં કોઈ પણ વ્યક્તિ સરકારી યોજનાઓના લાભથી વંચિત રહે નહીં તે દિશામાં સ્વયંપૂર્ણ ગોવા અભિયાન અત્યંત સફળ રહ્યું છે. ખૂબ સારું કામ કરવામાં આવ્યું છે. ગોવા આજે 100 ટકા  સેચુરેશનનું સંતૃપ્તિનું એક ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. આપ સૌ આવી જ રીતે વિકાસના કાર્ય કરતા રહો, લોકનું જીવન આસાન બનાવતા રહ, આ જ મનોકામના સાથે હું આ ભવ્ય એરપોર્ટ માટે આપ સૌને અભિનંદન પાઠવતાં મારી વાણીને વિરામ આપું છું.
ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ.

  • दिग्विजय सिंह राना September 20, 2024

    हर हर महादेव
  • JBL SRIVASTAVA May 30, 2024

    मोदी जी 400 पार
  • Vaishali Tangsale February 13, 2024

    🙏🏻🙏🏻
  • ज्योती चंद्रकांत मारकडे February 12, 2024

    जय हो
  • Babla sengupta December 24, 2023

    Babla sengupta
  • Angan dey December 22, 2022

    ❤️🙏
  • DEBASHIS ROY December 20, 2022

    bharat mata ki joy
  • Jayakumar G December 20, 2022

    Peace, Power, Tourism, 5G connectivity, Culture, Natural farming, Sports, Potential.
  • Saurabh December 19, 2022

    when Pant nagar airport extension will be over? when we'll get direct non stop flights to Mumbai, Bangalore, kolkata etc?
  • n naresh kumar December 18, 2022

    nmo nmo 🙏🙏🙏🙏🙏
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

Media Coverage

"Huge opportunity": Japan delegation meets PM Modi, expressing their eagerness to invest in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses concern over earthquake in Myanmar and Thailand
March 28, 2025

The Prime Minister Shri Narendra Modi expressed concern over the devastating earthquakes that struck Myanmar and Thailand earlier today.

He extended his heartfelt prayers for the safety and well-being of those impacted by the calamity. He assured that India stands ready to provide all possible assistance to the governments and people of Myanmar and Thailand during this difficult time.

In a post on X, he wrote:

“Concerned by the situation in the wake of the Earthquake in Myanmar and Thailand. Praying for the safety and wellbeing of everyone. India stands ready to offer all possible assistance. In this regard, asked our authorities to be on standby. Also asked the MEA to remain in touch with the Governments of Myanmar and Thailand.”