ગુજરાતના રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના લોકપ્રિય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકારના મંત્રીગણ. ઉપસ્થિત સાંસદ તથા ધારાસભ્ય ગણ, સુરતના મેયર અને જિલ્લા પરિષદના વડા, તમામ સરપંચગણ, કૃષિ ક્ષેત્રના તમામ નિષ્ણાત સાથી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રીમાન સી. આર. પાટિલ અને તથા મારા પ્રિય ખેડૂત ભાઈઓ અને બહેનો.
થોડા સમય અગાઉ જ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના વિષય પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન થયું હતું. આ યોજનામાં સમગ્ર દેશના ખેડૂતો જોડાયા હતા. પ્રાકૃતિક ખેતીને લઈને દેશમાં કેટલું મોટું અભિયાન ચાલી રહ્યું છે તેની ઝલક તેમાં જોવા મળી હતી. આજે ફરી એક વાર સુરતમાં આ મહત્વપૂર્ણ કાર્યક્રમ એ વાતનું પ્રતિક છે કે ગુજરાત કેવી રીતે દેશના અમૃત સંકલ્પોને ગતિ આપી રહ્યું છે. દરેક ગ્રામ પંચાયતમાં 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી જોડવાના મિશનમાં સુરતની સફળતા સમગ્ર દેશ માટે એક ઉદાહરણ બનવા જઈ રહી છે અને તેના માટે સુરતના લોકોને અભિનંદન, સુરતના ખેડૂતોને આ માટે અભિનંદન, સરકારના તમામ સાથીઓને અભિનંદન.
હું ‘પ્રાકૃતિક ખેતી સંમેલન’ના આ અવસર પર આ અભિયાન સાથે સંકળાયેલી તમામ વ્યક્તિને, મારા તમામ ખેડૂત સાથીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જે ખેડૂત સાથીઓને, સરપંચ સાથીઓને આજે સન્માનિત કરવામાં આવ્યા હું તે તમામને પણ હાર્દિક અભિનંદન પાઠવું છું. અને ખાસ કરીને ખેડૂતોની સાથે સાથે સરપંચ સાથીઓની ભૂમિકા પણ અત્યંત પ્રશંસનીય છે. તેમણે જ આ બીડું ઝડપ્યું હતું અને તેથી જ આપણા આ તમામ સરપંચ ભાઈઓ અને બહેનો પણ એટલા જ પ્રશંસાને પાત્ર છે. ખેડૂતો તો છે જ.
સાથીઓ,
આઝાદીના 75 વર્ષ નિમિત્તે દેશે એવા અનેક લક્ષ્યાંકો પર કાર્ય કરવાનો પ્રારંભ કરી દીધો છે જે આવનારા સમયમાં મોટા પરિવર્તનનો આધાર બનશે. અમૃત કાળમાં દેશની ગતિ-પ્રગતિનો આધાર સૌના પ્રયાસની એ ભાવના છે જે આપણી વિકાસ યાત્રાનું નેતૃત્વ કરી રહી છે. ખાસ કરીને ગામ-ગરીબ તથા ખેડૂતો માટે જે કાર્ય થઈ રહ્યા છે તેનું નેતૃત્વ પણ દેશવાસીઓ અને ગ્રામ પંચાયતોને આપવામાં આવ્યું છે. હું ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના આ મિશનને સતત નજીકથી નિહાળી રહ્યો છું. અને તેની પ્રગતિ જોઈને મને ખરેખર આનંદ થઈ રહ્યો છે અને ખાસ કરીને ખેડૂત ભાઈઓ અને બહેનોએ એ વાતને પોતાના મનમાં ઉતારી લીધી છે અને દિલથી અપનાવી લીધી છે તેનો આથી સારો પ્રસંગ બીજો કોઈ હોઈ શકે નહીં. સુરતમાં તમામ ગ્રામ પંચાયત 75 ખેડૂતોની પસંદગી કરવા માટે ગ્રામ સમિતિ, તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિ બનાવવામાં આવી. ગ્રામ્ય સ્તર પર ટીમની રચના કરવામાં આવી, ટીમ લીડર બનાવવામાં આવ્યા, તાલુકા કક્ષાએ નોડલ ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી. મને કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન સતત તાલીમ કાર્યક્રમ અને વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું. અને આજે આટલા ઓછા સમયમાં સાડા પાંચસોથી વધારે પંચાયતોથી 40 હજારથી વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ ગયા છે.એટલે કે એક નાનકડા વિસ્તારમાં આટલું મોટું કાર્ય, આ ઘણી સારી શરૂઆત છે. આ ઉત્સાહ જગાવનારો પ્રારંભ છે અને તેનાથી દરેક ખેડૂતના દિલમાં એક ભરોસો પેદા થાય છે. આવનારા સમયમાં આપ તમામના પ્રયાસો, તમારા સૌના અનુભવોથી સમગ્ર દેશના ખેડૂતો ઘણું સારું જાણશે, સમજશે અને શીખશે. સુરતથી નીકળીને પ્રાકૃતિક ખેતીનું મોડલ સમગ્ર હિન્દુસ્તાનનું મોડલ બની શકે છે.
ભાઈઓ અને બહેનો,
જ્યારે કોઈ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે દેશવાસી જાતે જ સંકલ્પબદ્ધ થઈ જાય છે તો એ તે લક્ષ્યાંકની પ્રગતિમાં કોઈ અવરોધ આવી શકતો નથી ના તો આપણને ક્યારેય તેનો થાક અનુભવાય છે. જ્યારે મોટામાં મોટું કાર્ય જનભાગીદારીની તાકાતથી થાય છે તો તેની સફળતા ખુદ દેશના લોકો જ સુનિશ્ચિત કરે છે. જળ જીવન મિશનનું ઉદાહરણ આપણી સામે છે. દરેક ગામડે સ્વચ્છ પાણી પહોંચાડવા માટે આવડા મોટા મિશનની જવાબદારી દેશના ગામડા અને ગામડાના લોકો, ગામડામાં બનેલી જળ સમિતિઓ આ તો લોકો સંભાળી રહ્યા છે. સ્વચ્છ ભારત જેવું આવડું મોટું અભિયાન, જેની પ્રશંસા આજે તમામ વૈશ્વિક સંસ્થાઓ કરી રહી છે તેની સફળતાનો પણ મોટો શ્રેય આપણા ગામડાઓને ફાળે જાય છે. આવી જ રીતે ડિજિટલ ઇન્ડિયા મિશનની અસાધારણ સફળતા પણ એ લોકોને દેશનો જવાબ છે જે કહેતા હતા કે ગામડામાં પરિવર્તન લાવવું આસાન નથી. એક મન મનાવી લીધું હતું લોકોએ કે ભાઈ ગામડામાં તો આમ જ જીવવાનું છે, આવી રીતે જ ગુજરાન કરવાનું છે. ગામડામાં કોઈ પરિવર્તન તો થઈ જ શકે નહીં એમ માનીને બેઠા હતા. આપણા ગામડાઓને દેખાડી દીધું કે ગામમાં માત્ર બદલાવ જ આવી શકતા નથી પરંતુ તેઓ પરિવર્તનનું નેતૃત્વ પણ કરી શકે છે. પ્રાકૃતિક ખેતીને લઈને દેશનું આ જન આંદોલન પણ આવનારા વર્ષોમાં વ્યાપકપણે સફળ થશે. જે ખેડૂતો આ પરિવર્તન સાથે જેટલી ઝડપથી જોડાશે તે સફળતાના એટલા જ ઊંચા શિખર પર પહોંચી જશે.
સાથીઓ,
આપણું જીવન, આપણું આરોગ્ય, આપણા સમાજનો સૌથી મોટો આધાર આપણી કૃષિ વ્યવસ્થા છે. આપણે ત્યાં કહેવાય છે ને કે જેવું અન્ન એવું મન. ભારત તો સ્વભાવ અને સંસ્કૃતિથી કૃષિ આધારિત દેશ જ રહ્યો છે. તેથી જ જેમ જેમ આપણો ખેડૂત આગળ વધશે, જેમ જેમ આપણી ખેતી ઉન્નત અને સમૃદ્ધ થશે તેમ તેમ આપણો દેશ આગળ ધપશે. આ કાર્યક્રમના માધ્યમથી હું દેશના ખેડૂતોને ફરી એક વાત યાદ અપાવવાનું પસંદ કરીશ. પ્રાકૃતિક ખેતી આર્થિક સફળતાનો પણ એક માર્ગ છે અને તેથી પણ મોટી વાત આપણી માતા, આપણી ધરતી માતા આપણા માટે તો તે ધરતી માતા, જેની આપણે દરરોજ પૂજા કરીએ છીએ, સવારે પથારીમાંથી ઉઠીને સૌ પ્રથમ ધરતી માતાની માફી માગીએ છીએ, આ છે આપણા સંસ્કાર. આ ધરતી માતાની સેવા અને ધરતી માતાની સેવા કરતાં પણ આ એક મોટું માધ્યમ છે. આજે જ્યારે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ તો ખેતી માટે જરૂરી સંસાધન આપ ખેતી તથા તેનાથી સંકળાયેલા ઉત્પાદનો પ્રાપ્ત કરો છો. ગાય અને પશુધન દ્વારા આપ ‘જીવામૃત’ અને ‘ઘન જીવામૃત’ તૈયાર કરો છો. તેનાથી ખેતી પર આવતો ખર્ચ પણ ઘટી જાય છે. ખર્ચ ઘટી જાય છે. સાથે સાથે પશુપાલનથી આવકનો એક નવો સ્રોત પણ ખૂલી જાય છે. આ પશુધન અગાઉ જેનાથી આવક થઈ રહી હતી તેની અંદર આવક વધે છે. આ જ રીતે જ્યારે તમે પ્રાકૃતિક ખેતી કરો છો તો આપ ધરતી માતાની સેવા કરો છો, માટીની ગુણવત્તા, જમીનનું આરોગ્ય તેની ઉત્પાદકતાનું રક્ષણ કરો છો. જ્યારે આપ પ્રાકૃતિક ખેતી કરો છો તો આપ કુદરત અને પર્યાવરણની સેવા પણ કરો છો. જ્યારે આપ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાઓ છો તો આપને સહજ રૂપે ગૌમાતાની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જીવ સેવાના આશીર્વાદ પણ મળે છે. હવે મને કહેવામાં આવ્યું કે સુરતમાં 40-45 ગૌશાળા સાથે કરાર કરીને તેમને ગૌ જીવામૃતની જવાબદારી સોંપવામાં આવશે. તમે વિચારો, તેનાથી કેટલી ગૌમાતાની સેવા થશે. આ તમામની સાથે જ પ્રાકૃતિક ખેતીથી ઉપજેલું અનાજ જે કરોડો લોકોનું પેટ ભરે છે તેમને કીટ નાશકો અને કેમિકલ્સથી થતી જીવલેણ બીમારીથી બચાવે છે. કરોડો લોકોને મળનારો આરોગ્યનો આ લાભ અને આપણે ત્યાં તો આરોગ્યનો આહાર સાથે સીધો સંબંધ સ્વિકારી લેવામાં આવ્યો છે. આપ કેવા પ્રકારના આહાર ગ્રહણ કરો છો તેની ઉપર આપના શરીરના સ્વાસ્થ્યનો આધાર રહેલો હોય છે.
સાથીઓ,
જીવનનું આ રક્ષણ પણ આપણને સેવા અને પૂણ્યની અગણિત તક આપે છે. તેથી પ્રાકૃતિક ખેતી ખુશીનો માર્ગ તો ખોલે જ છે, તે ‘સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયઃ’ આ ભાવનાને પણ સાકાર કરે છે.
સાથીઓ,
આજે સમગ્ર દુનિયા સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલની વાત કરે છે, શુદ્ધ ખાવા-પીવાની વાત કરે છે. આ એક એવું ક્ષેત્ર છે કે જેમાં ભારત પાસે હજારો વર્ષોનું જ્ઞાન અને અનુભવ છે. આપણે સદીઓ સુધી આ દિશામાં વિશ્વની આગેવાની કરી છે. આ માટે આજે આપણી પાસે તક છે કે આપણે પ્રાકૃતિક ખેતી જેવા અભિયાનોમાં આગળ આવીને ખેતીથી જોડાયેલી વૈશ્વિક સંભાવનાઓનું કામ કરીને તમામ સુધી લાભ પહોંચાડીએ. દેશ આ દિશામાં છેલ્લા આઠ વર્ષથી ગંભીરતાથી કામ કરે છે. પરંપરાગત ખેતી વિકાસ યોજના અને ભારતીય કૃષિ પધ્ધતિ જેવા કાર્યક્રમો મારફતે આજે ખેડૂતોને સંસાધન, સુવિધા અને સહયોગ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત દેશમાં 30 હજાર કલસ્ટર બનાવવામાં આવ્યા છે, લાખો ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત દેશની અંદાજે 10 લાખ હેક્ટર જમીન કવર કરવામાં આવશે. અમે પ્રાકૃતિક ખેતીના સાંસ્કૃતિક, સામાજિક અને ઇકોલોજીથી જોડાયેલા લાભોને જોઇને તેને નમામિ ગંગે પરિયોજનાથી પણ જોડી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આજે દેશમાં ગંગા કિનારે અલગથી અભિયાન ચલાવવામાં આવે છે, કોરિડોર બનાવવામાં આવ્યો છે. પ્રાકૃતિક ખેતીની પેદાશોની બજારમાં અલગથી માગ હોય છે અને તેની કિંમત પણ વધારે મળે છે. હમણાં હુ દાહોદ ગયો હતો, તો દાહોદમાં મને અમારી આદિવાસી બહેનો મળી હતી અને તેઓ પણ પ્રાકૃતિક ખેતી કરતા હતા અને તેમણે તો એટલે સુધી કહ્યું કે અમારે તો એક મહિના પહેલા ઓર્ડર બુક થઇ જાય છે. અને રોજ અમારી જે શાકભાજી છે તે દરરોજ વેચાઇ જાય છે અને વધારે ભાવથી વેચાય છે. જેવી રીતે ગંગાની આસપાસ પાંચપાંચ કિલોમીટર પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચલાવવામાં આવ્યું છે જેનાથી કેમિકલ નદીમાં ન ભળે અને પીવાના પાણીમાં પણ કેમિકલયુક્ત પાણી પેટમાં ન જાય. ભવિષ્યમાં આપણે તાપીના બંને કિનારે, મા નર્મદાના બંને કિનારા પર પણ આ તમામ પ્રયોગ કરી શકીએ છીએ. અને આ માટે અમે, પ્રાકૃતિક ખેતીની પેદાશને પ્રમાણિત કરવા માટે, કારણ કે તેનાથી જે ઉત્પાદન થાય તેની વિશેષતા હોવી જોઇએ, તેની અલગ ઓળખ હોવી જોઇએ અને ખેડૂતોને વધારે રૂપિયા મળવા જોઇએ, આ માટે અમે તેને પ્રમાણિત કરવાની વ્યવસ્થા કરી છે. તેને પ્રમાણિત કરવા માટે ગુણવત્તાની ખાતરી કરતી સિસ્ટમ પણ બનાવી છે. આ પ્રકારની સર્ટિફાઇડ ઉપજ આપણાં ખેડૂતો સારી કિંમત લઇને નિકાસ કરી રહ્યા છે. આજે દુનિયાના બજારમાં કેમિકલ ફ્રી ઉત્પાદન એ સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આપણે આ લાભ દેશના વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડવાનો છે.
સાથીઓ,
આજે સમગ્ર દુનિયા સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલની વાત કરે છે, શુદ્ધ ખાવા-પીવાની વાત કરે છે. આ એક એવું ક્ષેત્ર છે કે જેમાં ભારત પાસે હજારો વર્ષોનું જ્ઞાન અને અનુભવ છે. આપણે સદીઓ સુધી આ દિશામાં વિશ્વની આગેવાની કરી છે. આ માટે આજે આપણી પાસે તક છે કે આપણે પ્રાકૃતિક ખેતી જેવા અભિયાનોમાં આગળ આવીને ખેતીથી જોડાયેલી વૈશ્વિક સંભાવનાઓનું કામ કરીને તમામ સુધી લાભ પહોંચાડીએ. દેશ આ દિશામાં છેલ્લા આઠ વર્ષથી ગંભીરતાથી કામ કરે છે. પરંપરાગત ખેતી વિકાસ યોજના અને ભારતીય કૃષિ પધ્ધતિ જેવા કાર્યક્રમો મારફતે આજે ખેડૂતોને સંસાધન, સુવિધા અને સહયોગ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત દેશમાં 30 હજાર કલસ્ટર બનાવવામાં આવ્યા છે, લાખો ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત દેશની અંદાજે 10 લાખ હેક્ટર જમીન કવર કરવામાં આવશે. અમે પ્રાકૃતિક ખેતીના સાંસ્કૃતિક, સામાજિક અને ઇકોલોજીથી જોડાયેલા લાભોને જોઇને તેને નમામિ ગંગે પરિયોજનાથી પણ જોડી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આજે દેશમાં ગંગા કિનારે અલગથી અભિયાન ચલાવવામાં આવે છે, કોરિડોર બનાવવામાં આવ્યો છે. પ્રાકૃતિક ખેતીની પેદાશોની બજારમાં અલગથી માગ હોય છે અને તેની કિંમતપણ વધારે મળે છે. હમણાં હું દાહોદ ગયો હતો, તો દાહોદમાં મને અમારી આદિવાસી બહેનો મળી હતી અને તેઓ પણ પ્રાકૃતિક ખેતી કરતા હતા અને તેમણે તો એટલે સુધી કહ્યું કે અમારે તો એક મહિના પહેલા ઓર્ડર બુક થઇ જાય છે. અને રોજ અમારી જે શાકભાજી છે તે દરરોજ વેચાઇ જાય છે અને વધારે ભાવથી વેચાય છે. જેવી રીતે ગંગાની આસપાસ પાંચપાંચ કિલોમીટર પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચલાવવામાં આવ્યું છે જેનાથી કેમિકલ નદીમાં ન ભળે અને પીવાના પાણીમાં પણ કેમિકલયુક્ત પાણી પેટમાં ન જાય. ભવિષ્યમાં આપણે તાપીના બંને કિનારે, મા નર્મદાના બંને કિનારા પર પણ આ તમામ પ્રયોગ કરી શકીએ છીએ. અને આ માટે અમે, પ્રાકૃતિક ખેતીની પેદાશને પ્રમાણિત કરવા માટે, કારણ કે તેનાથી જે ઉત્પાદન થાય તેની વિશેષતા હોવી જોઇએ, તેની અલગ ઓળખ હોવી જોઇએ અને ખેડૂતોને વધારે રૂપિયા મળવા જોઇએ, આ માટે અમે તેને પ્રમાણિત કરવાની વ્યવસ્થા કરી છે. તેને પ્રમાણિત કરવા માટે ગુણવત્તાની ખાતરી કરતી સિસ્ટમ પણ બનાવી છે. આ પ્રકારની સર્ટિફાઇડ ઉપજ આપણાં ખેડૂતો સારી કિંમત લઇને નિકાસ કરી રહ્યા છે. આજે દુનિયાના બજારમાં કેમિકલ ફ્રી ઉત્પાદન એ સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આપણે આ લાભ દેશના વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડવાનો છે.
સરકારના પ્રયાસોની સાથે આપણે આ દિશામાં પ્રાચીન જ્ઞાનની તરફ પણ જોવું પડશે. આપણે ત્યાં વેદોથી લઇને કૃષિ ગ્રંથો અને કૌટિલ્ય, વરાહમિહિર જેવા વિદ્વાન સુધી, પ્રાકૃતિક ખેતીથી જોડાયેલા જ્ઞાનના અથાગ ભંડાર પડયા છે. આચાર્ય દેવવ્રતજી આપણી વચ્ચે છે, તેઓ તો આ વિષયના ખૂબ સારા જાણકાર પણ છે અને તેઓએ તો પોતાનો જીવન મંત્ર બનાવી દીધો છે પોતે પણ અનેક પ્રયોગ કરીને સફળતા મેળવી છે અને હવે આ સફળતાનો લાભ ગુજરાતના ખેડૂતોને મળે તે માટે તેઓ ભારે મહેનત કરી રહ્યા છે. પરંતુ, સાથીઓ, મારી જેટલી જાણકારી છે, મેં જોયું છે કે, આપણા શાસ્ત્રોથી લઇને લોક-જ્ઞાન સુધી, લોક બોલીમાં જે વાતો કહી છે, તેમાં કેટલા ઊંડા સૂત્રો છુપાયેલા છે. આપણને જાણકારી છે કે આપણે ત્યાં ઘાંઘ અને ભડલી જેવા વિદ્વાનોએ સાધારણ ભાષામાં ખેતીના મંત્રોને સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરાવી દીધા છે. જેમ કે, એક કહેવત છે, હવે દરેક ખેડૂત આ કહેવતને જાણે છે કે, ગૌબર મેલા, નીમ કી ખલી, યા સે ખેત દૂની ફલી એટલે કે ગોબર વગેરે અને નીમ કી ખલી જો ખેતરમાં પડી હોય તો ઉપજ બે ગણી થાય આજ રીતે અન્ય એક પ્રચલિત કથા છે- છોડે ખાદ જોત ગહરાઇ, ફીર ખેતી કા મજા દિખાઇ એટલે કે ખેતરમાં ખાતર નાખીને પછી વાવણી કરવાથી ખેતીનો આનંદ જોવા મળે છે, તેની તાકાત ખબર પડે છે. હું ઇચ્છું છું કે અહીં જે સંસ્થાઓ, જે એનજીઓ અને નિષ્ણાતો બેઠા છે, તેઓ આ બાબત પર ધ્યાન કેન્દ્રીત કરે. આપણી માન્યતાઓને ખુલ્લા મનથી વિચારો, આ જૂના અનુભવોમાંથી શું નીકળી શકે છે, હિંમત કરીને તમે આગળ આવો, વૈજ્ઞાનિકોને મારો ખાસ આગ્રહ છે. આપણે નવી નવી શોધ કરીએ, આપણી પાસે ઉપલબ્ધ સંસાધનોના આધારે આપણા ખેડૂતોને તાકાતવાન બનાવીએ, આપણી ખેતીને સારી કેવી રીતે બનાવીએ, ધરતીમાતાને સુરક્ષિત કેવી રીતે રાખીએ, આ માટે આપણા વૈજ્ઞાનિક આપણી શૈક્ષણિક સંસ્થાઓ જવાબદારી લેવા માટે આગળ આવે. સમય પ્રમાણે કેવી રીતે ખેડૂતો સુધી આ તમામ બાબતો પહોંચાડી શકાય, લેબોરેટરીમાં પુરવાર કરેલા વિજ્ઞાન ખેડૂતોની ભાષામાં ખેડૂત સુધી કેવી રીતે પહોંચે. મને વિશ્વાસ છે કે, દેશમાં પ્રાકૃતિક ખેતીના આધારે જે શરૂઆત કરી છે તેનાથી માત્ર અન્નદાતાનું જીવન જ ખુશહાલ થશે. નહીં થાય પરંતુ નવા ભારતનો રસ્તો પણ મોકળો થશે હુ કાશી ક્ષેત્રમાંથી લોકસભાનો સદસ્ય છું, તો મારી કાશીના ખેડૂતો સાથે કયારેક કયારેક મળવાની તક મળે છે, વાતો થાય છે, મને આનંદ થાય છે કે મારા કાશી વિસ્તારના ખેડૂતો પ્રાકૃતિક ખેતીના સંબંધમાં ઘણી બધી જાણકારીઓ એકત્રિત કરે છે. પોતે પ્રયોગ કરે છે, દિવસ-રાત મહેનત કરે છે અને તેમને લાગવા માંડ્યું છે કે હવે તેમના દ્વારા તૈયાર કરેલી પેદાશ (ઉપજ) તે દુનિયાના બજારોમાં વેચવા માટે તૈયાર થઇ ગઇ છે અને એટલા માટે હું ઇચ્છું છું અને સુરત તો એવું છે કે જયાં ભાગ્યે જ કોઇ ગામ એવું હશે કે ત્યાંના લોકો વિદેશ ન ગયા હોય. સુરતની તો ઓળખ પણ અલગ છે અને માટે જ સુરતની આ પહેલ, તે પોતાનામાં જ ઝળહળી ઉઠશે.
સાથીઓ,
આપે જે અભિયાન શરૂ કર્યુ છે તે દરેક ગામમાં 75 ખેડૂતો અને મને વિશ્વાસ છે કે આજે ભલે 75 ખેડૂતોનું લક્ષ્ય આપણે નક્કી કર્યું હોય પરંતુ દરેક ગામમાં 750 ખેડૂતો તૈયાર થઇ જશે, અને એક વખત આખો જિલ્લો આ કામ કરવા લાગી જશે તો દુનિયાના જે ખરીદદારો છે ને તેઓ કાયમ સરનામું શોધતાં શોધતાં તમારી પાસે આવશે કે ભાઇ અહીં કેમિકલ નથી, દવાઓઓ નથી, સીધા-સાદા પ્રાકૃતિક ઉત્પાદન છે, તો પોતાના આરોગ્ય માટે લોકો બે પૈસા વધારે આપીને આ માલ લઇ જશે. સુરત શહેરમાં તો સારી શાકભાજી તમારે ત્યાંથી જ જાય છે, જો સુરત શહેરને જાણકારી મળશે કે તમારી શાકભાજી પ્રાકૃતિક ખેતીની છે, તો હુંચોક્કસપણે માનું છું કે આપણાં સુરતના લોકો આ વખતેનું ઉંધીયુ તમારી પ્રાકૃતિક ખેતીની શાકભાજીમાંથી જ બનાવશે અને પછી સુરત વાળા બોર્ડ લગાવશે, પ્રાકૃતિક ખેતીની શાકભાજીનું ઉંધીયુ. તમે જોજો એક બજાર આ ક્ષેત્રમાં તૈયાર થઇ રહ્યું છે, સુરતની પોતાની તાકાત છે, સુરતના લોકો જેવી રીતે ડાયમંડને તેલ લગાવે છે, તેવી રીતે આને તેલ લગાવશે, તો સુરતમાં આ જે અભિયાન ચાલી રહ્યું છે, તેનો લાભ ઉઠાવવા માટે તમામ લોકો આગળ આવશે. તમારી બધા સાથે વાત કરવાની તક મળી, આટલું સારું અભિયાન શરૂ કર્યુ છે અને હું આ માટે તમને બધાને ફરીથી અભિનંદન આપું છું અને આ સાથે જ તમારા બધાનો ફરી એક વાર ખૂબ ખૂબ આભાર.એકવાર ફરીથી બહુ બહુ આભાર..
ખૂબ ખૂબ શુભકામનાઓ..