"રમતગમતમાં કોઈ હારતું નથી, ફક્ત જીતવાનું અથવા શીખવાનું હોય છે"
"તમારી સફળતા સમગ્ર દેશને પ્રેરિત કરે છે અને નાગરિકોમાં ગર્વની ભાવના પણ જગાવે છે."
"આજકાલ, રમતગમતને પણ એક વ્યવસાય તરીકે સ્વીકારવામાં આવે છે"
"દિવ્યાંગ દ્વારા રમતગમતમાં વિજય મેળવવો એ માત્ર રમતગમતમાં પ્રેરણાની વાત નથી, પરંતુ તે જીવનમાં જ પ્રેરણાની વાત છે"
"પહેલાનો અભિગમ 'સરકાર માટે રમતવીરો' હતો હવે તે 'એથ્લેટ્સ માટે સરકાર' છે
"સરકારનો અભિગમ આજે રમતવીર-કેન્દ્રિત છે"
"પોટેન્શિયલ પ્લસ પ્લેટફોર્મ પરફોર્મન્સને સમકક્ષ છે. જ્યારે પોટેન્શિયલને જરૂરી પ્લેટફોર્મ મળે છે ત્યારે કામગીરીને વેગ મળે છે"
"દરેક ટુર્નામેન્ટમાં તમારી ભાગીદારી એ માનવ સપનાની જીત છે"

સાથીઓ,

હું તમને બધાને મળવાની તક શોધતો જ રહું છું અને રાહ પણ જોતો રહું છું, ક્યારે મળીશ, ક્યારે તમારા અનુભવો સાંભળીશ અને મેં જોયું છે કે તમે દરેક વખતે નવા ઉત્સાહ સાથે આવો છો, નવા ઉત્સાહ સાથે આવો છો. અને આ પણ પોતાનામાં એક બહુ મોટી પ્રેરણા બની જાય છે. તેથી, સૌ પ્રથમ તો હું ફક્ત એક જ કામ માટે તમારી વચ્ચે આવ્યો છું, અને તે છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપવા. તમે લોકો ભારતની બહાર હતા, ચીનમાં રમતા હતા, પણ કદાચ તમને ખબર નહીં હોય, હું પણ તમારી સાથે હતો. હું દરેક ક્ષણે તમારી દરેક પ્રવૃત્તિને, તમારા પ્રયત્નોને, તમારા આત્મવિશ્વાસને, હું અહીં બેઠા બેઠા  જીવી રહ્યો હતો. તમે બધાએ જે રીતે દેશનું ગૌરવ વધાર્યું છે તે ખરેખર અભૂતપૂર્વ છે. અને તે માટે, અમે તમને, તમારા કૉચને અને તમારા પરિવારજનોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને દેશવાસીઓ વતી હું તમને આ ઐતિહાસિક સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ અભિનંદન.

 

સાથીઓ,
તમે લોકો સારી રીતે જાણો છો કે રમતગમત હંમેશા અત્યંત સ્પર્ધાત્મક હોય છે. તમે દરેક રમતમાં એકબીજા સાથે સ્પર્ધા કરો છો, એકબીજાને જોરદાર ટક્કર આપો છો. પણ હું જાણું છું કે તમારી અંદર પણ એક મુકાબલો ચાલતો રહે છે. તમે દરરોજ તમારી સાથે પણ સ્પર્ધા કરો છો. તમારે તમારી જાત સાથે લડવું પડે છે, સંઘર્ષ કરવો પડે છે અને તમારી જાતને વારંવાર સમજાવવી પણ પડે છે. કેટલીકવાર તમે જોયું હશે કે આપનું મન કરે કે કાલે સવારે નથી ઉઠવું, પરંતુ ખબર નહીં શું કઈ ઊર્જા છે, એકદમ જગાડી દે છે અને દોડાવે છે. જો તમને તાલીમ લેવાની ઈચ્છા ન હોય તો પણ લેવી પડે છે અને બધા ટ્રેનિંગ સેન્ટરથી ઘરે ચાલ્યા ગયા હોય તો પણ, ક્યારેક-ક્યારેક તમારે થોડા વધુ કલાકો સુધી પરસેવો પાડવો પડે છે, અને વધારે મહેનત કરવી પડે છે. અને જેમ કહેવાય છે ને કે સોનું જેટલું તપે એટલું વધારે નિખરે છે, એટલું જ વધારે ખરું નીકળે છે. અને એ જ રીતે આપ સૌ તપીને ખરા ઉતર્યા છો. અહીં જે જે લોકો આ ગેમ માટે સિલેક્ટ થયા છે, કોઇ ત્યાંથી જીતીને આવ્યું, કોઇ ત્યાંથી શીખીને આવ્યું, આપમાંથી એકેય હારીને નથી આવ્યું. અને મારી તો બહુ સિમ્પલ ડેફિનેશન છે. રમતમાં બે જ બાબતો હોય છે, કાં તો જીતવું અથવા શીખવું, હારવા-બારવાનું હોતું જ નથી. હમણાં જ્યારે હું આપ સૌની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે કેટલાક કહી રહ્યા હતા કે આ વખતે એક ઓછો આવ્યો, હું આવતી વખતે વધારે જમ્પ લગાવીશ. એટલે એ શીખીને આવે છે, નવો વિશ્વાસ લઈને આવે છે. ઘણાં લોકો છે જે આ વખતે ગયા હશે, કેટલાંક લોકો પહેલી વાર ગયા હશે. પણ 140 કરોડ દેશવાસીઓમાંથી આપનું સિલેક્ટ થવું એ પણ એક વિજય જ છે.

ઘણા પડકારોનો સામનો કર્યા પછી તમે મજબૂત બન્યા છો. અને આ ફક્ત તમારા ગ્રૂપનાં પરિણામોમાં, ફક્ત આંકડાની વાત નથી ભાઈ, દરેક દેશવાસી ગર્વ અનુભવી રહ્યો છે. એક નવો વિશ્વાસ દેશની અંદર  ભરાઈ જાય છે. એવું નથી કે તમે બધાએ માત્ર અગાઉના રેકોર્ડ જ તોડ્યા છે, પરંતુ કેટલાંક ક્ષેત્રોમાં તો તમે તે રેકોર્ડ ધરાશાયી કરી દીધા છે, કેટલાક લોકો વિચારશે કે હવે બે-ત્રણ ગેમ સુધી તો અહીં સુધી પહોંચી શકાશે નહીં, તમે લોકોએ આ સ્થિતિ સર્જી દીધી છે. અને તમે લોકો 111 મેડલ સાથે ઘરે પાછા ફર્યા છો...111. આ કોઈ નાનો આંકડો નથી. મને યાદ છે, જ્યારે હું રાજકારણમાં નવોસવો હતો. પક્ષનાં સંગઠનમાં કામ કરતો હતો. અને લોકસભાની ચૂંટણીમાં અમે 12 બેઠકો પર ચૂંટણી લડ્યા અને ગુજરાતમાં 12માંથી 12 બેઠકો જીતી ગયા. તેથી અમે તો એમ જ ચાલો જીત્યા છીએ એટલે, અમે દિલ્હી આવ્યા, તે મારા માટે આશ્ચર્યજનક હતું. તે સમયે, અમારા નેતા અટલ બિહારી વાજપેયીજી, તેમણે મને ગળે લગાવીને કહ્યું, તને ખબર છે બાર શું હોય છે? બારમાંથી બાર જીતવાનો મતલબ શું હોય છે, તને ખબર છે? તેમણે કહ્યું, આખા દેશમાંથી આપણે ક્યારેય બાર નહોતા, તમે એક રાજ્યમાંથી બાર લઈ લાવ્યા છો. અને બારમાં જીત્યા પછી પણ, જ્યાં સુધી અટલજીએ મને કહ્યું નહીં, ત્યાં સુધી મારું ધ્યાન એ દિશામાં ગયું ન હતું. હું તમારા માટે પણ આ કહું છું. આ 111 માત્ર 111 નથી. આ 140 કરોડ સપનાં છે. 2014માં એશિયન પેરા ગેમ્સમાં ભારતે જેટલા મેડલ જીત્યા હતા, આ એનાથી પણ 3 ગણા વધુ છે. 2014 કરતા આપણને આ વખતે લગભગ 10 ગણા વધુ ગોલ્ડ મેડલ્સ મળ્યા છે. 2014માં, આપણે ઓવરઓલ પરફોર્મન્સમાં 15મા સ્થાને હતા, પરંતુ આ વખતે તમે બધા દેશને ટોપ 5માં લાવીને મૂકી દીધો છે. છેલ્લાં નવ વર્ષમાં અર્થતંત્રની દ્રષ્ટિએ દેશ વિશ્વમાં દસમાંથી પાંચમા સ્થાને પહોંચ્યો છે. અને આજે તમે પણ દેશને દસમાંથી પાંચ પર પહોંચાડી દીધો છે. આ બધું તમારી મહેનતનું પરિણામ છે અને તેથી તમે બધા ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છો.

 

સાથીઓ,

ભારતમાં રમતગમત માટે છેલ્લા કેટલાક મહિનાઓ અદ્‌ભૂત રહ્યા છે. અને તેમાં તમારી સફળતા એ  સોને પે સુગાહા જેવી છે. ઑગસ્ટ મહિનામાં આપણે બુડાપેસ્ટમાં વર્લ્ડ ઍથ્લીટિક્સ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતની બૅડમિન્ટન મેન્સ ડબલ્સ ટીમે તેનો પહેલો ગોલ્ડ જીત્યો. ભારતની પ્રથમ મહિલા ડબલ્સ જોડીએ એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસનો મેડલ જીત્યો. ભારતીય મેન્સ બૅડમિન્ટન ટીમે 2022નો થોમસ કપ જીતીને ઈતિહાસ રચ્યો. આપણા ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, જેમાં 28 ગોલ્ડ મેડલ સહિત કુલ 107 મેડલ જીત્યા હતા. હવે તમે એશિયન પેરા ગેમ્સમાં અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે.

સાથીઓ,

તમારું આ પ્રદર્શન જોઈને આખો દેશ ઉત્સાહિત છે. અને હું તમને જણાવી દઉં કે મિત્રો, અન્ય રમતોમાં જ્યારે કોઈ ખેલાડી મેડલ લાવે છે. તો રમતગમતની દુનિયા, અને ખેલાડીઓ, નવા ખેલાડીઓ, તે બધા માટે એક મોટી પ્રેરણા બને છે, ઉમંગનું કારણ બને છે. પરંતુ જ્યારે એક દિવ્યાંગ વિજયી બનીને આવે છે ને ત્યારે તે માત્ર રમતગમતમાં જ નહીં પરંતુ જીવનનાં દરેક ક્ષેત્રમાં તે પ્રેરણા બની જાય છે. જીવનનાં દરેક ક્ષેત્ર માટે તે એક પ્રેરણારૂપ બની જાય છે. નિરાશામાં ડૂબેલી કોઈ પણ વ્યક્તિ, આપની સફળતા જોઈને ઉભો થઈને વિચારે છે કે ઈશ્વરે મને તો બધું જ આપ્યું છે, તેણે મને હાથ, પગ, મગજ, આંખો બધું જ આપ્યું છે, અરે, કેટલીક ખામીઓ હોવા છતાં, તેઓ કમાલ કરી રહ્યા છે. અને હું સૂતેલો પડ્યો છું, તે ઊભો થઈ જાય છે. તમારી સફળતા તેના માટે એક બહુ મોટી પ્રેરણા બની જાય છે. અને તેથી જ્યારે તમે સફળ થાઓ છો, જ્યારે કોઈ તમને રમતા જુએ છે, તે માત્ર રમતનાં મેદાન સુધી કે રમતગમતની દુનિયા પૂરતું સીમિત નથી રહેતું, તે જીવનનાં દરેક ક્ષેત્રમાં દરેક માટે પ્રેરણા સ્ત્રોત બની જાય છે અને તમે તે કામ કરી રહ્યા છો, દોસ્તો.

 

સાથીઓ,

આપણે બધા સ્પોર્ટિંગ કલ્ચર અને સ્પોર્ટિંગ સોસાયટીનાં રૂપમાં ભારતની પ્રગતિને દિવસે દિવસે જોઈ રહ્યા છીએ. એક અન્ય કારણ છે જેનાં લીધે ભારતમાં આગળ વધવાનો આત્મવિશ્વાસ આવ્યો છે. હવે આપણે 2030 યુથ ઑલિમ્પિક અને 2036 ઑલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

સાથીઓ,

તમે જાણો છો, રમતગમતમાં કોઈ શોર્ટકટ નથી હોતો. સ્પોર્ટ્સ પર્સનના ભાગે સખત મહેનત, જો તમારે જે કામ કરવાનું હોય તે બીજું કોઈ ન કરી શકે, તે તમારે જાતે જ કરવું પડે છે. રમતગમતની દુનિયામાં તેણે તમામ મહેનત જાતે જ કરવી પડે છે. ત્યાં કોઈ પ્રોક્સી નથી હોતું, તમારે તે જાતે જ કરવું પડે છે. ખેલાડીઓએ રમતનાં તમામ દબાણને જાતે જ હૅન્ડલ કરવું પડે છે. પોતાની ધીરજ અને પોતાનો પરિશ્રમ જ સૌથી વધુ કામ આવે છે. દરેક વ્યક્તિ પોતાની તાકાતથી ઘણું બધું કરી શકે છે. જ્યારે તેને કોઈનો સાથ મળી જાય, ત્યારે તેની શક્તિ અનેક ગણી વધી જાય છે. પરિવાર, સમાજ, સંસ્થાઓ અને અન્ય સહાયક ઇકોસિસ્ટમ્સ ખેલાડીઓને નવી ઊંચાઈ સુધી પહોંચવા પ્રોત્સાહિત કરે છે. આપણા ખેલાડીઓને ટેકો આપવા માટે તેઓ જેટલા વધુ એક સાથે આવશે, તે તેમના માટે એટલું જ સારું રહેશે. હવે તમે પરિવારને જ લઈ લો, તો આપણાં ઘરનાં લોકો તેમનાં બાળકોને રમતગમત તરફ આગળ વધારવા માટે વધુ ટેકો આપી રહ્યા છે. જ્યારે આપમાંથી અને લોકો જ્યારે તમને કદાચ થોડો મોકો મળ્યો હશે, ઘરમાંથી થોડું પ્રોત્સાહન મળતું હશે, પણ એ પહેલાંનાં લોકો તો, નહીં વાગી જશે, તને આ થઈ જશે, પછી કો જોશે, તને ત્યાં કોણ સંભાળશે, નથી જવાનું, ઘરમાં જ રહો, ઘણાં આમાંથી પસાર થઈને આવ્યા. આજે હું જોઉં છું કે દરેક પરિવાર બાળકોને આ ક્ષેત્રમાં પણ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. દેશમાં આ નવી સંસ્કૃતિનો ઉદય થવો એ બહુ મોટી વાત છે. જો સમાજની વાત કરીએ તો લોકોમાં મોટો બદલાવ આવ્યો છે. હવે તમે પણ જોતા હશો, પહેલાં તો ખેલકૂદમાં હોય તો સારું-સારું ભણતો નથી, તમે જઈને કહેશો હું મેડલ લઈને આવ્યો, અરે, આ જ કરે છે કે શું? ભણતો નથી કે શું? ક્યાંથી ખાઈશ? ક્યાંથી કમાઈશ? એવું જ પૂછતા હતા, હવે, અરે તું લઈ આવ્યો, લાવ જરા હું સ્પર્શી લઉં, હું પણ જરા સ્પર્શી જોઉં, આ બદલાવ આવ્યો છે.

સાથીઓ,

તે સમયે, જો કોઈ રમતગમતમાં હોય, તો તેને સેટલ માનવામાં આવતું ન હતું. તેને પૂછવામાં આવતું હતું - પણ તમે સ્થાયી થવા માટે શું કરશો? આવું જ પૂછવામાં આવતું હતું, પરંતુ હવે સમાજ પણ રમતગમતને એક વ્યવસાય તરીકે સ્વીકારી રહ્યો છે.

 

સાથીઓ,

જો હું સરકારની વાત કરું તો પહેલા એવું કહેવામાં આવતું હતું કે ખેલાડીઓ સરકાર માટે છે. પરંતુ હવે કહેવાય છે કે સરકાર આખી ને આખી ખેલાડીઓ માટે છે. જ્યારે સરકાર અને નીતિ નિર્માતાઓ જમીન સાથે જોડાયેલા હોય, સરકાર ખેલાડીઓનાં હિત પ્રત્યે સંવેદનશીલ હોય છે, જ્યારે સરકાર ખેલાડીઓના સંઘર્ષને, તેમનાં સપનાઓને સમજે છે ત્યારે તેની સીધી અસર સરકારની નીતિઓમાં પણ જોવા મળે છે. અભિગમમાં પણ દેખાય છે. તે વિચારમાં પણ દેખાય છે. દેશમાં અગાઉ પણ શ્રેષ્ઠ ખેલાડીઓ હતા, પરંતુ તેમને સમર્થન આપવા માટે કોઈ નીતિઓ નહોતી. ન તો સારી કૉચિંગ વ્યવસ્થા, ન આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે ન તો જરૂરી આર્થિક મદદ, તો પછી આપણા ખેલાડીઓ પોતાનો ધ્વજ કેવી રીતે લહેરાવે. છેલ્લાં 9 વર્ષમાં દેશ એ જૂની વિચારસરણી અને જૂની વ્યવસ્થામાંથી બહાર નીકળી આવ્યો છે. આજે દેશમાં એવા ઘણા ખેલાડીઓ છે જેમના પર ચારથી પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. સરકારનો અભિગમ હવે ઍથ્લીટ સેન્ટ્રીક છે. સરકાર હવે ઍથ્લીટ્સ સામેના અવરોધો દૂર કરી રહી છે અને તકો ઊભી કરી રહી છે. એવું કહેવાય છે કે, પોટેન્શિયલ+ પ્લેટફોર્મ = પર્ફોર્મન્સ. જ્યારે સંભાવનાને યોગ્ય પ્લેટફોર્મ મળે છે, ત્યારે પ્રદર્શન વધુ સારું બને છે. 'ખેલો ઈન્ડિયા' જેવી યોજનાઓ ખેલાડીઓ માટે એક એવું પ્લેટફોર્મ બની ગઈ છે, જેણે પાયાનાં સ્તરે આપણા ઍથ્લીટ્સને શોધવા અને સપોર્ટ કરવાનો માર્ગ ખોલ્યો છે. તમારામાંથી ઘણા જાણતા હશે કે કેવી રીતે ટોપ્સ ઇનિશિયેટિવ આપણા ઍથ્લીટ્સને તેમનું પ્રદર્શન સુધારવામાં મદદ કરે છે. પેરા ઍથ્લીટ્સને મદદ કરવા માટે, અમે ગ્વાલિયરમાં ડિસેબિલિટી સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના પણ કરી છે. અને તમારામાંથી જે લોકો ગુજરાતથી પરિચિત હશે તેઓ જાણતા હશે કે આ દુનિયામાં પ્રવેશ કરવાનો પ્રથમ પ્રયાસ ગુજરાતમાંથી શરૂ થયો હતો. અને ધીમે ધીમે સમગ્ર કલ્ચર વિકસિત થઈ ગયું. આજે પણ તમારામાંથી ઘણા એવા છે જેઓ કદાચ ત્યાં તાલીમ લેવા જાય છે, ગાંધીનગરની એ સંસ્થામાં તાલીમ લેતા રહે છે. કહેવાનો મતલબ એ છે કે જ્યારે બધી સંસ્થાઓ આકાર લે છે ત્યારે તેમનાં સામર્થ્યની ખબર પડતી નથી. પરંતુ જ્યારે ત્યાં નિરંતર સાધના થાય છે ત્યારે દેશ તેનાં સામર્થ્યનો અનુભવ કરવા લાગે છે. હું માનું છું કે આ બધી જે સુવિધાઓ છે, દેશને તમારા જેવા ઘણા વધુ વિજેતાઓ મળવાના છે, મને પૂરો વિશ્વાસ છે.

 

સાથીઓ,

તમારા 300થી વધુ લોકોનાં ગ્રૂપમાં, મેં પહેલાં જ કહ્યું છે કે કોઈ પણ હાર્યું નથી. અને મારો જે મંત્ર છે, હું ફરીથી કહું છું, કેટલાક જીતીને આવ્યા છે , કેટલાક શીખીને આવ્યા છે. તમારે ચંદ્રકો કરતા વધારે તમારી જાતને અને તમારા વારસાને જુઓ, કારણ કે તે જ સૌથી મોટી વાત છે. તમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો અને જે રીતે તમે તેને દૂર કરવા માટે તમારી તાકાત બતાવી તે જ આ દેશ માટે તમારું સૌથી મોટું યોગદાન છે. તમારામાંથી ઘણાં નાનાં શહેરો, સામાન્ય પૃષ્ઠભૂમિ અને મુશ્કેલ સંજોગોમાંથી નીકળીને અહીં આવ્યા છે. ઘણાં લોકોએ જન્મથી જ શારીરિક સમસ્યાઓનો સામનો કર્યો છે, ઘણાં દૂરનાં ગામડાઓમાં રહે છે, કેટલાકની સાથે એવી દુર્ઘટના થઈ છે જેણે તેમનું આખું જીવન બદલી નાખ્યું છે, પરંતુ તમે હજી પણ અડગ છો. સોશિયલ મીડિયા પર તમારી સફળતા જુઓ, કદાચ આજકાલ કોઈ રમતને એટલી ખ્યાતિ નથી મળતી જેટલી તમને લોકોને મળે છે. દરેક વ્યક્તિ, જેમને રમતમાં કોઈ સમજ નથી, તે પણ જોઈ રહ્યો છે. અરે, આ બાળક કરી રહ્યું છે, તેનાં શરીરમાં તકલીફ હોવા છતાં, તે આટલું મોટું કરી રહ્યો છે, લોકો જોઈ રહ્યા છે, તે તેમનાં ઘરમાં બાળકોને બતાવે છે, જુઓ કે બાળકો કેવી રીતે કરી રહ્યાં છે. તમારાં જીવનની વાતો, ગામડાનાં દીકરા-દીકરીઓ, નાનાં શહેરોનાં લોકો, આજે શાળા-કૉલેજોમાં, ઘરમાં, મેદાનમાં, બધે જ ચર્ચાઈ રહી છે. તમારો સંઘર્ષ અને આ સફળતા તેમનાં મનમાં પણ એક નવું સ્વપ્ન વણી રહી છે. આજે સંજોગો ગમે તે હોય, તે મોટું વિચારી રહ્યો છે અને મહાન પ્રેરણા મેળવી રહ્યો છે. મહાન બનવાની ઈચ્છાઓ તેમનામાં વધી રહી છે. દરેક ટુર્નામેન્ટમાં તમારી ભાગીદારી, માનવ સપનાંની જીત છે. અને આ જ તમારો સૌથી મોટો વારસો છે.

અને તેથી જ મને વિશ્વાસ છે કે તમે આવી જ મહેનત કરશો અને દેશનું ગૌરવ વધારતા રહેશો. અમારી સરકાર તમારી સાથે છે, દેશ તમારી સાથે છે. અને સાથીઓ, નિશ્ચયમાં મોટી શક્તિ હોય છે. જો તમે મૃત વિચાર સાથે ચાલશો ને, તો તમે ન તો દુનિયા ચલાવી શકો છો અને ન તો તમે કંઈપણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. તમે ઘણા લોકોને જોયા હશે કે તમે કહો કે ભાઈ જરા અહીંથી રોહતક જઈને આવો તો 50 વાર વિચારશે કે બસ મળશે કે નહીં, ટ્રેન મળશે કે નહીં, હું કેવી રીતે જઈશ, હું શું કરીશ. અને કેટલાક લોકો, ઠીક છે રોહતક જવું છે, ઠીક છે હું જઈને સાંજે આવીશ. તે વિચારતો નથી, તે હિંમત કરે છે. વિચારવાની શક્તિ હોય છે. અને તમે જોયું જ હશે કે સો પાર કહેવું એમ જ નથી થતું જી. એક લાંબી વિચારસરણી પણ હોય છે, પૂર્ણ પરિશ્રમનો રેકોર્ડ પણ હોય છે અને પછી આત્મવિશ્વાસ ભરીને સંકલ્પ સાથે નીકળી પડે છે, આ વખતે સોને પાર, અને પછી 101 પર અટકતા નથી, 111 પાર કરીને આવીએ છીએ. આજે જ્યારે હું કહું છું કે મિત્રો, આ મારો ટ્રેક રેકોર્ડ છે અને તેથી જ હું કહું છું કે એ આપણે જ છીએ જે દસ નંબરની અર્થવ્યવસ્થામાંથી પાંચમા નંબર પર પહોંચ્યા છીએ અને હું ડંકાની ચોટ પર કહું છું કે આ જ દાયકામાં આપણે ત્રીજા નંબર પર પહોંચી જઈશું. આ જ આધારે હું કહું છું કે 2047માં આ દેશ વિકસિત ભારત બનીને રહેશે. જો મારા દિવ્યાંગ લોકો તેમનાં સપના પૂરાં કરી શકે છે  તો 140 કરોડની તાકાત એક પણ સ્વપ્ન અધૂરું નહીં રહેવા દે, આ મારો વિશ્વાસ છે.

 

સાથીઓ,

હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું, પણ આપણે અહીં અટકવાનું નથી, અને નવા સંકલ્પો, અને નવો આત્મવિશ્વાસ, દરેક સવાર નવી સવાર, ત્યારે જ તો મંઝિલ આપણી સમક્ષ આવે છે, દોસ્તો.

ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ શુભકામનાઓ.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM Modi's address at the Parliament of Guyana
November 21, 2024

Hon’ble Speaker, मंज़ूर नादिर जी,
Hon’ble Prime Minister,मार्क एंथनी फिलिप्स जी,
Hon’ble, वाइस प्रेसिडेंट भरत जगदेव जी,
Hon’ble Leader of the Opposition,
Hon’ble Ministers,
Members of the Parliament,
Hon’ble The चांसलर ऑफ द ज्यूडिशियरी,
अन्य महानुभाव,
देवियों और सज्जनों,

गयाना की इस ऐतिहासिक पार्लियामेंट में, आप सभी ने मुझे अपने बीच आने के लिए निमंत्रित किया, मैं आपका बहुत-बहुत आभारी हूं। कल ही गयाना ने मुझे अपना सर्वोच्च सम्मान दिया है। मैं इस सम्मान के लिए भी आप सभी का, गयाना के हर नागरिक का हृदय से आभार व्यक्त करता हूं। गयाना का हर नागरिक मेरे लिए ‘स्टार बाई’ है। यहां के सभी नागरिकों को धन्यवाद! ये सम्मान मैं भारत के प्रत्येक नागरिक को समर्पित करता हूं।

साथियों,

भारत और गयाना का नाता बहुत गहरा है। ये रिश्ता, मिट्टी का है, पसीने का है,परिश्रम का है करीब 180 साल पहले, किसी भारतीय का पहली बार गयाना की धरती पर कदम पड़ा था। उसके बाद दुख में,सुख में,कोई भी परिस्थिति हो, भारत और गयाना का रिश्ता, आत्मीयता से भरा रहा है। India Arrival Monument इसी आत्मीय जुड़ाव का प्रतीक है। अब से कुछ देर बाद, मैं वहां जाने वाला हूं,

साथियों,

आज मैं भारत के प्रधानमंत्री के रूप में आपके बीच हूं, लेकिन 24 साल पहले एक जिज्ञासु के रूप में मुझे इस खूबसूरत देश में आने का अवसर मिला था। आमतौर पर लोग ऐसे देशों में जाना पसंद करते हैं, जहां तामझाम हो, चकाचौंध हो। लेकिन मुझे गयाना की विरासत को, यहां के इतिहास को जानना था,समझना था, आज भी गयाना में कई लोग मिल जाएंगे, जिन्हें मुझसे हुई मुलाकातें याद होंगीं, मेरी तब की यात्रा से बहुत सी यादें जुड़ी हुई हैं, यहां क्रिकेट का पैशन, यहां का गीत-संगीत, और जो बात मैं कभी नहीं भूल सकता, वो है चटनी, चटनी भारत की हो या फिर गयाना की, वाकई कमाल की होती है,

साथियों,

बहुत कम ऐसा होता है, जब आप किसी दूसरे देश में जाएं,और वहां का इतिहास आपको अपने देश के इतिहास जैसा लगे,पिछले दो-ढाई सौ साल में भारत और गयाना ने एक जैसी गुलामी देखी, एक जैसा संघर्ष देखा, दोनों ही देशों में गुलामी से मुक्ति की एक जैसी ही छटपटाहट भी थी, आजादी की लड़ाई में यहां भी,औऱ वहां भी, कितने ही लोगों ने अपना जीवन समर्पित कर दिया, यहां गांधी जी के करीबी सी एफ एंड्रूज हों, ईस्ट इंडियन एसोसिएशन के अध्यक्ष जंग बहादुर सिंह हों, सभी ने गुलामी से मुक्ति की ये लड़ाई मिलकर लड़ी,आजादी पाई। औऱ आज हम दोनों ही देश,दुनिया में डेमोक्रेसी को मज़बूत कर रहे हैं। इसलिए आज गयाना की संसद में, मैं आप सभी का,140 करोड़ भारतवासियों की तरफ से अभिनंदन करता हूं, मैं गयाना संसद के हर प्रतिनिधि को बधाई देता हूं। गयाना में डेमोक्रेसी को मजबूत करने के लिए आपका हर प्रयास, दुनिया के विकास को मजबूत कर रहा है।

साथियों,

डेमोक्रेसी को मजबूत बनाने के प्रयासों के बीच, हमें आज वैश्विक परिस्थितियों पर भी लगातार नजर ऱखनी है। जब भारत और गयाना आजाद हुए थे, तो दुनिया के सामने अलग तरह की चुनौतियां थीं। आज 21वीं सदी की दुनिया के सामने, अलग तरह की चुनौतियां हैं।
दूसरे विश्व युद्ध के बाद बनी व्यवस्थाएं और संस्थाएं,ध्वस्त हो रही हैं, कोरोना के बाद जहां एक नए वर्ल्ड ऑर्डर की तरफ बढ़ना था, दुनिया दूसरी ही चीजों में उलझ गई, इन परिस्थितियों में,आज विश्व के सामने, आगे बढ़ने का सबसे मजबूत मंत्र है-"Democracy First- Humanity First” "Democracy First की भावना हमें सिखाती है कि सबको साथ लेकर चलो,सबको साथ लेकर सबके विकास में सहभागी बनो। Humanity First” की भावना हमारे निर्णयों की दिशा तय करती है, जब हम Humanity First को अपने निर्णयों का आधार बनाते हैं, तो नतीजे भी मानवता का हित करने वाले होते हैं।

साथियों,

हमारी डेमोक्रेटिक वैल्यूज इतनी मजबूत हैं कि विकास के रास्ते पर चलते हुए हर उतार-चढ़ाव में हमारा संबल बनती हैं। एक इंक्लूसिव सोसायटी के निर्माण में डेमोक्रेसी से बड़ा कोई माध्यम नहीं। नागरिकों का कोई भी मत-पंथ हो, उसका कोई भी बैकग्राउंड हो, डेमोक्रेसी हर नागरिक को उसके अधिकारों की रक्षा की,उसके उज्जवल भविष्य की गारंटी देती है। और हम दोनों देशों ने मिलकर दिखाया है कि डेमोक्रेसी सिर्फ एक कानून नहीं है,सिर्फ एक व्यवस्था नहीं है, हमने दिखाया है कि डेमोक्रेसी हमारे DNA में है, हमारे विजन में है, हमारे आचार-व्यवहार में है।

साथियों,

हमारी ह्यूमन सेंट्रिक अप्रोच,हमें सिखाती है कि हर देश,हर देश के नागरिक उतने ही अहम हैं, इसलिए, जब विश्व को एकजुट करने की बात आई, तब भारत ने अपनी G-20 प्रेसीडेंसी के दौरान One Earth, One Family, One Future का मंत्र दिया। जब कोरोना का संकट आया, पूरी मानवता के सामने चुनौती आई, तब भारत ने One Earth, One Health का संदेश दिया। जब क्लाइमेट से जुड़े challenges में हर देश के प्रयासों को जोड़ना था, तब भारत ने वन वर्ल्ड, वन सन, वन ग्रिड का विजन रखा, जब दुनिया को प्राकृतिक आपदाओं से बचाने के लिए सामूहिक प्रयास जरूरी हुए, तब भारत ने CDRI यानि कोएलिशन फॉर डिज़ास्टर रज़ीलिएंट इंफ्रास्ट्रक्चर का initiative लिया। जब दुनिया में pro-planet people का एक बड़ा नेटवर्क तैयार करना था, तब भारत ने मिशन LiFE जैसा एक global movement शुरु किया,

साथियों,

"Democracy First- Humanity First” की इसी भावना पर चलते हुए, आज भारत विश्वबंधु के रूप में विश्व के प्रति अपना कर्तव्य निभा रहा है। दुनिया के किसी भी देश में कोई भी संकट हो, हमारा ईमानदार प्रयास होता है कि हम फर्स्ट रिस्पॉन्डर बनकर वहां पहुंचे। आपने कोरोना का वो दौर देखा है, जब हर देश अपने-अपने बचाव में ही जुटा था। तब भारत ने दुनिया के डेढ़ सौ से अधिक देशों के साथ दवाएं और वैक्सीन्स शेयर कीं। मुझे संतोष है कि भारत, उस मुश्किल दौर में गयाना की जनता को भी मदद पहुंचा सका। दुनिया में जहां-जहां युद्ध की स्थिति आई,भारत राहत और बचाव के लिए आगे आया। श्रीलंका हो, मालदीव हो, जिन भी देशों में संकट आया, भारत ने आगे बढ़कर बिना स्वार्थ के मदद की, नेपाल से लेकर तुर्की और सीरिया तक, जहां-जहां भूकंप आए, भारत सबसे पहले पहुंचा है। यही तो हमारे संस्कार हैं, हम कभी भी स्वार्थ के साथ आगे नहीं बढ़े, हम कभी भी विस्तारवाद की भावना से आगे नहीं बढ़े। हम Resources पर कब्जे की, Resources को हड़पने की भावना से हमेशा दूर रहे हैं। मैं मानता हूं,स्पेस हो,Sea हो, ये यूनीवर्सल कन्फ्लिक्ट के नहीं बल्कि यूनिवर्सल को-ऑपरेशन के विषय होने चाहिए। दुनिया के लिए भी ये समय,Conflict का नहीं है, ये समय, Conflict पैदा करने वाली Conditions को पहचानने और उनको दूर करने का है। आज टेरेरिज्म, ड्रग्स, सायबर क्राइम, ऐसी कितनी ही चुनौतियां हैं, जिनसे मुकाबला करके ही हम अपनी आने वाली पीढ़ियों का भविष्य संवार पाएंगे। और ये तभी संभव है, जब हम Democracy First- Humanity First को सेंटर स्टेज देंगे।

साथियों,

भारत ने हमेशा principles के आधार पर, trust और transparency के आधार पर ही अपनी बात की है। एक भी देश, एक भी रीजन पीछे रह गया, तो हमारे global goals कभी हासिल नहीं हो पाएंगे। तभी भारत कहता है – Every Nation Matters ! इसलिए भारत, आयलैंड नेशन्स को Small Island Nations नहीं बल्कि Large ओशिन कंट्रीज़ मानता है। इसी भाव के तहत हमने इंडियन ओशन से जुड़े आयलैंड देशों के लिए सागर Platform बनाया। हमने पैसिफिक ओशन के देशों को जोड़ने के लिए भी विशेष फोरम बनाया है। इसी नेक नीयत से भारत ने जी-20 की प्रेसिडेंसी के दौरान अफ्रीकन यूनियन को जी-20 में शामिल कराकर अपना कर्तव्य निभाया।

साथियों,

आज भारत, हर तरह से वैश्विक विकास के पक्ष में खड़ा है,शांति के पक्ष में खड़ा है, इसी भावना के साथ आज भारत, ग्लोबल साउथ की भी आवाज बना है। भारत का मत है कि ग्लोबल साउथ ने अतीत में बहुत कुछ भुगता है। हमने अतीत में अपने स्वभाव औऱ संस्कारों के मुताबिक प्रकृति को सुरक्षित रखते हुए प्रगति की। लेकिन कई देशों ने Environment को नुकसान पहुंचाते हुए अपना विकास किया। आज क्लाइमेट चेंज की सबसे बड़ी कीमत, ग्लोबल साउथ के देशों को चुकानी पड़ रही है। इस असंतुलन से दुनिया को निकालना बहुत आवश्यक है।

साथियों,

भारत हो, गयाना हो, हमारी भी विकास की आकांक्षाएं हैं, हमारे सामने अपने लोगों के लिए बेहतर जीवन देने के सपने हैं। इसके लिए ग्लोबल साउथ की एकजुट आवाज़ बहुत ज़रूरी है। ये समय ग्लोबल साउथ के देशों की Awakening का समय है। ये समय हमें एक Opportunity दे रहा है कि हम एक साथ मिलकर एक नया ग्लोबल ऑर्डर बनाएं। और मैं इसमें गयाना की,आप सभी जनप्रतिनिधियों की भी बड़ी भूमिका देख रहा हूं।

साथियों,

यहां अनेक women members मौजूद हैं। दुनिया के फ्यूचर को, फ्यूचर ग्रोथ को, प्रभावित करने वाला एक बहुत बड़ा फैक्टर दुनिया की आधी आबादी है। बीती सदियों में महिलाओं को Global growth में कंट्रीब्यूट करने का पूरा मौका नहीं मिल पाया। इसके कई कारण रहे हैं। ये किसी एक देश की नहीं,सिर्फ ग्लोबल साउथ की नहीं,बल्कि ये पूरी दुनिया की कहानी है।
लेकिन 21st सेंचुरी में, global prosperity सुनिश्चित करने में महिलाओं की बहुत बड़ी भूमिका होने वाली है। इसलिए, अपनी G-20 प्रेसीडेंसी के दौरान, भारत ने Women Led Development को एक बड़ा एजेंडा बनाया था।

साथियों,

भारत में हमने हर सेक्टर में, हर स्तर पर, लीडरशिप की भूमिका देने का एक बड़ा अभियान चलाया है। भारत में हर सेक्टर में आज महिलाएं आगे आ रही हैं। पूरी दुनिया में जितने पायलट्स हैं, उनमें से सिर्फ 5 परसेंट महिलाएं हैं। जबकि भारत में जितने पायलट्स हैं, उनमें से 15 परसेंट महिलाएं हैं। भारत में बड़ी संख्या में फाइटर पायलट्स महिलाएं हैं। दुनिया के विकसित देशों में भी साइंस, टेक्नॉलॉजी, इंजीनियरिंग, मैथ्स यानि STEM graduates में 30-35 परसेंट ही women हैं। भारत में ये संख्या फोर्टी परसेंट से भी ऊपर पहुंच चुकी है। आज भारत के बड़े-बड़े स्पेस मिशन की कमान महिला वैज्ञानिक संभाल रही हैं। आपको ये जानकर भी खुशी होगी कि भारत ने अपनी पार्लियामेंट में महिलाओं को रिजर्वेशन देने का भी कानून पास किया है। आज भारत में डेमोक्रेटिक गवर्नेंस के अलग-अलग लेवल्स पर महिलाओं का प्रतिनिधित्व है। हमारे यहां लोकल लेवल पर पंचायती राज है, लोकल बॉड़ीज़ हैं। हमारे पंचायती राज सिस्टम में 14 लाख से ज्यादा यानि One point four five मिलियन Elected Representatives, महिलाएं हैं। आप कल्पना कर सकते हैं, गयाना की कुल आबादी से भी करीब-करीब दोगुनी आबादी में हमारे यहां महिलाएं लोकल गवर्नेंट को री-प्रजेंट कर रही हैं।

साथियों,

गयाना Latin America के विशाल महाद्वीप का Gateway है। आप भारत और इस विशाल महाद्वीप के बीच अवसरों और संभावनाओं का एक ब्रिज बन सकते हैं। हम एक साथ मिलकर, भारत और Caricom की Partnership को और बेहतर बना सकते हैं। कल ही गयाना में India-Caricom Summit का आयोजन हुआ है। हमने अपनी साझेदारी के हर पहलू को और मजबूत करने का फैसला लिया है।

साथियों,

गयाना के विकास के लिए भी भारत हर संभव सहयोग दे रहा है। यहां के इंफ्रास्ट्रक्चर में निवेश हो, यहां की कैपेसिटी बिल्डिंग में निवेश हो भारत और गयाना मिलकर काम कर रहे हैं। भारत द्वारा दी गई ferry हो, एयरक्राफ्ट हों, ये आज गयाना के बहुत काम आ रहे हैं। रीन्युएबल एनर्जी के सेक्टर में, सोलर पावर के क्षेत्र में भी भारत बड़ी मदद कर रहा है। आपने t-20 क्रिकेट वर्ल्ड कप का शानदार आयोजन किया है। भारत को खुशी है कि स्टेडियम के निर्माण में हम भी सहयोग दे पाए।

साथियों,

डवलपमेंट से जुड़ी हमारी ये पार्टनरशिप अब नए दौर में प्रवेश कर रही है। भारत की Energy डिमांड तेज़ी से बढ़ रही हैं, और भारत अपने Sources को Diversify भी कर रहा है। इसमें गयाना को हम एक महत्वपूर्ण Energy Source के रूप में देख रहे हैं। हमारे Businesses, गयाना में और अधिक Invest करें, इसके लिए भी हम निरंतर प्रयास कर रहे हैं।

साथियों,

आप सभी ये भी जानते हैं, भारत के पास एक बहुत बड़ी Youth Capital है। भारत में Quality Education और Skill Development Ecosystem है। भारत को, गयाना के ज्यादा से ज्यादा Students को Host करने में खुशी होगी। मैं आज गयाना की संसद के माध्यम से,गयाना के युवाओं को, भारतीय इनोवेटर्स और वैज्ञानिकों के साथ मिलकर काम करने के लिए भी आमंत्रित करता हूँ। Collaborate Globally And Act Locally, हम अपने युवाओं को इसके लिए Inspire कर सकते हैं। हम Creative Collaboration के जरिए Global Challenges के Solutions ढूंढ सकते हैं।

साथियों,

गयाना के महान सपूत श्री छेदी जगन ने कहा था, हमें अतीत से सबक लेते हुए अपना वर्तमान सुधारना होगा और भविष्य की मजबूत नींव तैयार करनी होगी। हम दोनों देशों का साझा अतीत, हमारे सबक,हमारा वर्तमान, हमें जरूर उज्जवल भविष्य की तरफ ले जाएंगे। इन्हीं शब्दों के साथ मैं अपनी बात समाप्त करता हूं, मैं आप सभी को भारत आने के लिए भी निमंत्रित करूंगा, मुझे गयाना के ज्यादा से ज्यादा जनप्रतिनिधियों का भारत में स्वागत करते हुए खुशी होगी। मैं एक बार फिर गयाना की संसद का, आप सभी जनप्रतिनिधियों का, बहुत-बहुत आभार, बहुत बहुत धन्यवाद।