આઝાદીનો 75મો મહોત્સવ ઉજવવાની સાથે આઝાદીનો મહોત્સવ ભાવિ ભારત માટે સ્પષ્ટ વિઝન અને રોડમેપ નિર્માણ કરવાની તક છે: પ્રધાનમંત્રી
ભૌતિક, ટેકનોલોજિકલ અને નાણાંકીય જોડાણને લીધે નાનાં થઈ જતાં વિશ્વમાં આપણી નિકાસના વિસ્તરણ માટે વિશ્વભરમાં નવી શક્યતાઓ સર્જાઈ રહી છે: પ્રધાનમંત્રી
આપણા અર્થતંત્રનાં કદ અને સંભાવના, આપણા ઉત્પાદન અને સેવા ઉદ્યોગનો વ્યાપ જોતાં નિકાસ વૃદ્ધિ માટે જબરદસ્ત સંભાવના રહેલી છે: પ્રધાનમંત્રી
પાછલી અસરના કરવેરામાંથી છૂટકારો મેળવવા ભારત દ્વારા લેવાયેલ નિર્ણય આપણી પ્રતિબદ્ધતા દર્શાવે છે, નીતિઓમાં સાતત્ય દર્શાવે છે અને તમામ રોકાણકારોને સ્પષ્ટ સંદેશ આપે
ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજના આપણા ઉત્પાદનના વ્યાપને વધારવામાં મદદ કરશે એટલું જ નહીં, પણ વૈશ્વિક ગુણવત્તા અને કાર્યદક્ષતાના સ્તરને પણ વધારશે: પ્રધાનમંત્રી
પાછલી અસરના કરવેરામાંથી છૂટકારો મેળવવા ભારત દ્વારા લેવાયેલ નિર્ણય આપણી પ્રતિબદ્ધતા દર્શાવે છે, નીતિઓમાં સાતત્ય દર્શાવે છે અને તમામ રોકાણકારોને સ્પષ્ટ સંદેશ આપે
છે કે ભારત નવી શક્યતાઓના દરવાજા જ નથી ખોલી રહ્યું પણ ભારતની નિર્ણાયક સરકાર પાસે એનાં વચનો પૂરાં કરવાની સંકલ્પશક્તિ છે: પ્રધાનમંત્રી
કેન્દ્ર સરકાર નિયમનના બોજને ઓછામાં ઓછો કરવા રાજ્યો સાથે નિકટતાથી કાર્ય કરી રહી છે: પ્રધાનમંત્રી

નમસ્કાર,
કેન્દ્રીય મંત્રી મંડળના મારા તમામ સહયોગી ગણ. દુનિયાભરમાં સેવા આપી રહેલા રાજદૂતો, હાઈ કમિશનર્સ, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ અધિકારીગણ. અલગ અલગ એક્સપોર્ટ કાઉન્સિલ તથા ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઇન્સ્ટ્રીના તમામ નેતાગણ. દેવીઓ અને સજ્જનો. આ સમયગાળો સ્વતંત્રતાના અમૃત મહોત્સવનો છે. આ સમયગાળો આઝાદીના 75 વર્ષમાં આપણી સ્વતંત્રતાની ઉજવણનો તો છે જ, કરવાનું તો છે જ પણ સાથે સાથે ભવિષ્યના ભારત માટે એક સ્પષ્ટ વિઝન અને રોડમેપના નિર્માણનો પણ અવસર છે. તેમાં આપણી નિકાસની મહત્વાકાંક્ષાનો અને તેમાં તમારા તમામ સાથીઓના જોડાણ, પહેલ, તમારી ભૂમિકા ઘણી મહત્વની છે. આજે જે વૈશ્વિક સ્તરે થઈ રહ્યું છે તેમાં હું માનું છું કે આપણે તમામ તથા અહીં મારી સમક્ષ ઉપસ્થિત જે લોકો છે તે સૌ તેનાથી વઘારે માહિતગાર છે. આજે ફિઝિકલ, ટેકનોલોજીકલ અને ફાઇનાન્સિયલ જોડાણને કારણે દુનિયા દિન પ્રતિદિન નાની બનતી જાય છે. આ સંજોગોમાં આપણી નિકાસના વ્યાપ માટે દુનિયાભરમાં નવી સંભાવનાઓ બની રહી છે. અને હું સમજું છું કે મારા કરતાં પણ તમે બધા તેનાથી અનુભવી અને પારખું છો. હું આપ સૌને આ પહેલ માટે અને આવી રીતે બંને પક્ષની વાતો રજૂ કરવા માટે જે તક મળી છે તેના માટે અભિનંદન પાઠવું છું. તમે તમામે નિકાસને લઈને આપણી મહત્વાકાંક્ષાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે જે ઉત્સાહ, આશાવાદ અને પ્રતિબદ્ધતા દાખવી છે તે પણ પ્રશંસનીય છે.


મિત્રો,
જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં આપણી હિસ્સેદારી સૌથી વધુ હતી અને એ સમય હતો જ્યારે આપણા દેશનું સૌથી મોટું કારણ વેપાર અને નિકાસમાં ભારત સૌથી શક્તિશાળી દેશ હતો. દુનિયાના લગભગ તમામ હિસ્સામાં આપણી ટ્રેડ લિંક રહી છે અને વેપાર રૂટ પણ રહ્યા છે. આજે જ્યારે આપણે વૈશ્વિક અર્થતંત્રમાં આપણી પુરાણી હિસ્સેદારી પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે પણ આપણી નિકાસની ભૂમિકા અત્યંત મહત્વની છે.  કોરોનાકાળ પછીના મહાવિશ્વમાં ગ્લોબલ સપ્લાય ચેઇનને લઈને આજે એક વ્યાપક ચર્ચા ચાલી રહી છે ત્યારે આપણે આ તકનો લાભ ઉઠાવવા માટે આપણી સંપૂર્ણ તાકાત લગાવી દેવાની છે. તમે બધા જાણો છો કે હાલના સમયમાં આપણી નિકાસ જીડીપીના લગભગ 20 ટકા જેટલી છે. આપણી અર્થ વ્યવસ્થાનું કદ, આપણી સંભાવનાઓ, આપણું ઉત્પાદન અને સર્વિસ ઉદ્યોગના પાયો જોતાં તેમાં ઘણી વૃદ્ધિની શક્યતા છે. એવામાં આજે જ્યારે આપણો દેશ આત્મનિર્ભર ભારતના મિશન પર આગળ ધપી રહ્યો છે તો તેનો એક લક્ષ્યાંક નિકાસમાં ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારતની હિસ્સેદારી કેટલાય ગણી વધારી દેવાનો પણ છે. અને તેથી જ આજે આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે આંતરરાષ્ટ્રીય માગ અનુસાર આપણને આગળ વધવાનો માર્ગ મળે જેથી આપણા બિઝનેસ પોતાનો વિસ્તાર વધારી શકે. આપણા ઉદ્યોગોએ પણ સર્વશ્રેષ્ઠ ટેકનોલોજી તરફ આગળ વધવું પડશે, સંશોધનો પર ફોકસ કરવું પડશે અને સંશોધન અને વિકાસ (આર એન્ડ ડી)માં ભાગીદારી વધારવી પડશે. વૈશ્વિક મૂલ્યોની ચેઇન (ગ્લોબલ વેલ્યૂ ચેઇન) આ જ માર્ગે ચાલીને આગળ ધપશે. સ્પર્ધા અને કૌશલ્યને પ્રોત્સાહિત કરીને જ આપણે તમામ ક્ષેત્રમાં વિશ્વ વિજેતા તૈયાર કરવાના છે.


સાથીઓ,
નિકાસ વધારવા માટે ચાર પાસા અત્યંત મહત્વના છે. પહેલું તો દેશમાં ઉત્પાદન કેટલાય ગણું વધે અને ગુણવત્તા આધારિત  સ્પર્ધા હોવી જોઇએ. અને જે રીતે સાથીઓએ કહ્યું કે આજે દુનિયામાં એક એવો વર્ગ તૈયાર થયો છે જે કિંમત કરતાં ગુણવત્તા પર વધારે ફોકસ કરે છે. આપણે આ બાબતને ધ્યાનમાં રાખવાની છે. બીજું ટ્રાન્સપોર્ટમાં લોજિસ્ટિકની સમસ્યા દૂર થવી જોઇએ. તેમાં રાજ્ય સરકારે પણ, કેન્દ્ર સરકારે પણ અને જે ખાનગી ભાગીદાર હોય છે તે તમામે પોતાની ભૂમિકા અદા કરવી પડશે. ત્રીજું નિકાસની સાથે સરકાર ખભે ખભા મિલાવીને ચાલે. આ કોઈ રાજ્ય સરકારો તેમાં સામેલ નથી. રાજ્યમાં જે પ્રકારની એક્સપોર્ટ કાઉન્સિલ છે તે જો સામેલ નથી અને કોઈ એક વેપારી પોતાની રીતે નિકાસ કરવા માગે છે, આઇસોલેટ દુનિયામાં તો તેમાં આપણને જે પરિણામ જોઇએ છીએ તે નહીં મળે. આપણે સાથે મળીને જ પ્રયાસ કરવો પડશે. અને ચોથું પાસું છે જે આજના આ આયોજન સાથે સંકળાયું છે તે છે ભારતીય પ્રોડક્ટ માટે આંતરરાષ્ટ્રીય બજાર. આ ચારેય પાસા એકત્રિત થશે ત્યારે જ ભારતના સ્થાનિક વિશ્વ રચાશે અને ત્યારે જ મેઇક ઇન ઇન્ડિયા ફોર વર્લ્ડ (વિશ્વ માટે ભારત)નો આપણો લક્ષ્યાંક બહેતર રીતે હાંસલ કરી શકાશે.


મિત્રો,
આજે દેશમાં જે  સરકાર છે, રાજ્યોમાં જે સરકારો છે તે બિઝનેસ જગતની જરૂરિયાતોને સમજીને આગળ ધપવાનો પ્રયાસ કરી રહી છે. આત્મનિર્ભર ભારતમાં આ અભિયાન હેઠળ મંજૂરીમાં ઘણી રાહત આપવામાં આવી છે. તેનાથી આર્થિક પ્રવૃત્તિને સુચાર રૂપે ચલાવવાનું સરળ બન્યું છે. ત્રણ લાખ કરોડની ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી યોજનાથી એમએસએમઈ તથા અન્ય પ્રભાવિત ક્ષેત્રોને રાહત મળી છે. રિકવરી અને વિકાસને પ્રોત્સાહિત કરવા માટે તાજેતરમાં જ દોઢ લાખ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

મિત્રો,
ઉત્પાદન સંબંધિત લાભાલાભની યોજનાથી આપણા ઉત્પાદનનો વ્યાપ જ નહીં પણ સાથે સાથે વૈશ્વિક ધોરણે ગુણવત્તા અને કાર્યક્ષમતાનું સ્તર પણ વધારવામાં મદદ મળશે. તેનાથી આત્મનિર્ભર ભારતના મેઇડ ઇન ઇન્ડિયાની નવી ઇકોસિસ્ટમ વિકસિત કરવામાં ખૂબ સરળતા રહેશે અને તેને વિકસિત કરી શકાશે. દેશને ઉત્પાદન અને નિકાસમાં નવા વૈશ્વિક ચેમ્પિયન મળશે. મોબાઇલ ફોનના ક્ષેત્રમાં તો આપણે તેનો અનુભવ કરી રહ્યા છીએ. સાત વર્ષ અગાઉ આપણે લગભગ આઠ અબજ ડોલરના મોબાઇલ ફોનની આયાત કરતા હતા જે બહારથી મંગાવતા હતા. હવે તે ઘટીને બે અબજ ડોલરની થઈ ગઈ છે. આઠ અબજ ડોલરથી બે અબજ ડોલર પર આવી ગયા છીએ. સાત વર્ષ અગાઉ ભારત માત્ર 0.3 અપજ ડોલરના મોબાઇલની નિકાસ કરતું હતું પણ હવે તે વધીને ત્રણ અબજ ડોલરથી પણ વધી ગયું છે.


સાથીઓ,
ઉત્પાદન અને નિકાસ સાથે સંકળાયેલી અન્ય એક સમસ્યા ઉકેલવા માટે સરકારનું ફોકસ છે. દેશમાં લોજિસ્ટિકનો સમય અને ખર્ચ ઘટાડવો તે કેન્દ્ર અને રાજ્ય સરકાર એમ બંને સરકારની પ્રાથમિકતા રહી છે અને હોવી જોઇએ. આ માટે ભલે નીતિવિષયક નિર્ણય હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણના સ્તરે આપણે કાર્ય કરવુ જોઇએ અને ઝડપથી આગળ વધવું જોઇએ. આજે આપણે મલ્ટિમોડેલ ટેકનોલોજી તરફ ઝડપથી આગળ ધપી રહ્યા છીએ.

મિત્રો,
આપણે હમણાં જ સાંભળ્યું કે બાંગ્લાદેશે માહિતી આપી કે હવે રેલવે માર્ગે ચીજો આવવા લાગી છે. એકદમ જ વધારો થઈ રહ્યો છે. મિત્રો, સરકાર તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહામારીની અસર વચ્ચે તેમાં સૌથી ઓછી અસર કેવી રીતે પડે. અમારો સંપૂર્ણ પ્રયાસ એ છે કે વાયરસનું સંક્રમણ અંકુશમાં રહે. દેશમાં આજે વેક્સિનેશનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશવાસીઓ અને ઉદ્યોગોની તમામ જરૂરિયાત, તમામ મુશ્કેલીઓને દૂર કરવા માટે શક્ય તેટલા તમામ પગલાં ભરવામાં આવ્યા છે.  વીતેલા સમયમાં હાથ ધરાયેલા પ્રયાસોનું પરિણામ આજે તમે જોઇ શકો છો. આપણા ઉદ્યોગ, આપણા વેપારે પણ આ દરમિયાન સંશોધનો કર્યા છે અને નવા પડકારને અનુરૂપ પોતાને ઢાળી દીધા છે. ઉદ્યોગોએ દેશને મેડિકલ ઇમરજન્સીનો સામનો કરવામાં મદદ કરી અને વિકાસને પુનર્જીવિત કરવામાં પણ ભૂમિકા અદા કરી હતી. આ જ કારણ છે કે આજે ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સની સાથે સાથે કૃષિ ક્ષેત્રે પણ આપણી નિકાસે એક નવી ઉંચાઈ પ્રાપ્ત કરી છે. આજે આપણે  અર્થ વ્યવસ્થામાં રિકવરી જ નહીં પરંતુ ઉંચા વિકાસને લઈને પણ સકારાત્મક સંકેત જોઈ રહ્યા છીએ. દુનિયાની અનેક મોટી અર્થ વ્યવસ્થાના પણ ઝડપથી રિકવર થવાના, બેઠી થવાના સંકેત આવી રહ્યા છે. આથી જ નિકાસને લઈને મોટા લક્ષ્યાંકો રાખવાના તથા તેને હાંસલ કરવા માટે મારા મતે આ બહેતર સમય છે. આ માટે પણ સરકાર દરેક સ્તરે જરૂરી પગલાં ભરી રહી છે. તાજેતરમાં જ સરકારે નિકાસકારો અંગે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી આપણા નિકાસકારોને વીમા કવરરૂપે લગભગ 88 હજાર કરોડ રૂપિયાનો વેગ મળશે. આ જ રીતે નિકાસ પહેલને પણ વાજબી કરવા માટે તેને  WTO આધારિત બનાવવાથી પણ આપણી નિકાસને વેગ મળશે.

સાથીઓ,
દુનિયાના અલગ અલગ દેશોમાં વેપાર કરનારા આપણા નિકાસકારો સારી રીતે જાણે છે કે સ્થિરતાની કેટલી મોટી અસર પડતી હોય છે. ભારતે પાછલી અસરથી કર મુક્તિનો મોટો નિર્ણય લીધો છે તે બાબત અમારી વચનબદ્ધતા દર્શાવે છે, નીતિઓમાં સાતત્ય દર્શાવે છે. આ બાબત તમામ રોકાણકારોને સ્પષ્ટ સંદેશ આપે છે  કે  આગળ ધપી રહેલું ભારત માત્ર નવી સંભાવનાઓના દ્વાર જ ખોલી રહ્યું નથી પરંતુ ભારતની નિર્ણાયક સરકાર પોતાના વચન પૂરા કરવાની ઇચ્છાશક્તિ પણ ધરાવે છે.


મિત્રો,
નિકાસને લઇને અમારા જે પણ લક્ષ્યાંક છે, જે પણ સુધારણા છે તેમાં દેશની પ્રત્યેક રાજ્ય સરકારની ભાગીદારી છે. રોકાણ હોય, વેપાર કરવામાં સરળતા હોય (ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ), છેલ્લે સુધીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો તેમાં રાજ્યોની ભૂમિકા મહત્વની હોય છે. નિકાસ હોય કે રોકાણ હોય તેને વધારવા માટે નિયમનનું બંધન ઓછામાં ઓછું હોય તેના માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે. રાજ્યોમાં નિકાસ મથક બને તે માટે એક તંદુરસ્ત સ્પર્ધાને પ્રમોટ કરવામાં આવી રહી છે. દરેક જિલ્લામાં કોઈ એખ પ્રોડક્ટ પર ફોકસ કરવા માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.


મિત્રો,
નિકાસને લઈને અમારો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક એક સર્વાંગી અને વિગતવાર એકશન પ્લાનથી જ હાંસલ થઈ શકે છે. આપણે આપણી વર્તમાન નિકાસને પણ વેગીલી બનાવવાની છે અને નવી પ્રોડક્ટ માટે બજારમાં એક નવું નિર્ધારિત મથક તૈયાર કરવાનું કાર્ય પણ કરવાનું છે. અને હું તમને કેટલાક સૂચન પણ કરવા માગીશ. આપણા જે મિશન છે તે  એ બાબત સુનિશ્ચિત કરી શકે છે કે આજે તે જે દેશમાં છે નાના દેશ છે તેની હું વાત કરી રહ્યો નથી પરંતુ અન્ય દેશોમાં આજે માની લો કે ત્રણ જ સ્થળે ભારતની ચીજ જઈ રહી છે, ત્રણ જ ગંતવ્ય સ્થાન છે. શું આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે આપણે પાંચ નવા સ્થાન તેમાં સામેલ કરી શકીએ છીએ કે જયાં ભારતમાંથી કોઈને કોઈ ચીજની નિકાસ થતી હોય. મારું માનવું છે કે આપણે આમ કરી શકીએ છીએ. શું આપણે મિશન આઝાદીના 75 વર્ષ નિમિત્તે એ નક્કી કરી શકીએ છીએ કે આપણા દેશમાં ભારતથી કમસે કમ હાલમાં જે ચીજો આવે છે તેમાં વધારાની નવી 75 પ્રોડક્ટ આપણે આપણા દેશમાંથી જ્યાં આપણે મિશન માટે કામ કરી રહ્યા છીએ તે દેશમાં લઈ જઇએ. આવી જ રીતે ત્યાં જે ભારતવંશીઓ છે, ઇન્ડિયન ડાયસપોરા આપણે જોયો છે તે છેલ્લા સાત વર્ષમાં ખૂબ સક્રિય રહ્યો છે. આ રીતે ખભાથી ખભા મિલાવીને કાર્ય કરવાના તમારા તમામના પ્રયાસોથી જોડાયો છે. આપણે રાજ્ય મુજબ ભારતવંશીઓનું એક જૂથ બનાવીએ અને આઝાદીના 75 વર્ષમાં તેને વિવિધ રાજ્ય સાથે આવી જ રીતે એક વિષયને લઈને નિકાસના વિષયને લઈને વર્ચ્યુઅલ શિખર યોજી શકીએ છીએ. ઉદાહરણ તરીકે માની લો કે બિહાર સરકાર આયોજન કરે. ભારત સરકાર પણ સાથે હોય. બિહારથી જે ચીજોની નિકાસ થાય છે તેના તમામ નિકાસકારો પણ હોય અને એ દેશમાં વસતા બિહારના નાગરિકો હોય તેઓ પણ તેની સાથે સંકળાય. અને બિહારની એવી કઈ ચીજ છે જે તે દેશમાં પહોંચવી જોઇએ. મને લાગે છે કે આ ડાયસપોરા લાગણીની રીતે જોડાયેલો હશે. તે તેમાં માર્કેટિગનું બ્રાન્ડિંગ કરવામાં પણ મદદ કરી શકે છે અને આપણી ચીજો ઝડપથી ફેલાઈ શકે છે તેનો વ્યાપ વધી શકે છે. આ જ રીતે રાજ્ય સરકાર એ પણ નક્કી કરી શકે છે કે અમે અમારા રાજ્યની પાંચ કે દસ એવી મુખ્ય પ્રાથમિકતાની ચીજો નક્કી કરી શકીએ છીએ જેની અમારે નિકાસ કરવાની છે અને દુનિયાના કમ સે કમ 75 દેશમાં મારા રાજ્યમાંથી કોઇને કોઈ ચીજ જવી જોઇએ. તેઓ રાજ્યોની અંદર જ લક્ષ્યાંક બનાવી શકે છે. એટલે કે આઝાદીના 75 વર્ષ દુનિયાભરમાં પહોંચાડવા માટે નવા નવા ઉપાયો અપનાવીને આપણે સંપૂર્ણ સક્રિય રીતે પ્રયાસ કરી શકીએ છીએ. આપણી ઘણી પ્રોડક્ટ એવી હશે જેની દુનિયાને ખબર પણ નહીં હોય. જેમ કે આપણા એલઈડી બલ્બ. ભારતે એટલો સસ્તો એલઇડી બલ્બ બનાવ્યો છે કે દુનિયા ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરી રહી છે. ઉર્જા બચાવવાની ચિંતા કરી રહી છે. આ જ વિષયને લઈને આપણે વિશ્વભરમાં એલઇડી બલ્બ પહોંચાડીએ. સસ્તા દામે પહોંચાડીએ. આપણે ગ્લોબલ વોર્મિગથી દુનિયામાં માનવતાનું એક કાર્ય પણ કરીશું. અને સાથે સાથે ભારતને એક મોટું માર્કેટ મળી રહેશે. આવી તો ઘણી ચીજો છે. મેં તો માત્ર ઉદાહરણ પૂરતું જ આ નામ આપ્યું છે. આપણે આવી ઘણી ચીજો કરી શકીએ છીએ. અત્યારે આપણી અડધી નિકાસ માત્ર ચાર જ મોટા સ્થાને થાય છે. આવી જ રીતે આપણી લગભગ 60 ટકા નિકાસ, એન્જિનિયરિંગનો સામાન, રત્નો અને દાગીના, પેટ્રોલિયમ અને કેમિકલ પ્રોડક્ટ અને ફાર્માસ્યુટિકલ્સ સાથે સંકળાયેલી ચીજો છે. મારું માનવું છે કે આટલો મોટો વિશાળ દેશ, આટલી વિવિધતાથી સંપન્ન દેશ, આટલી બધી વિરલ પ્રોડક્ટ ધરાવતો દેશ જો દુનિયામાં પહોંચે નહીં તો આપણે આત્મમંથન કરવું જોઇએ. તેમાં રહેલી જે ખામીઓ છે તે આપણે દૂર કરવાની છે. અને સાથે મળીને, સાથે બેસીને તેના ઉપાયો શોધવાના છે. આવી પરિસ્થિતિને આપણે સાથે મળીને બદલવાની છે. આપણે નવા સ્થાનો પણ શોધવાના છે અને નવી પ્રોડક્ટ પણ દુનિયા સુધી પહોંચાડવાની છે. માઇનિંગ, કોલસા, સંરક્ષણ અને રેલવે જેવા નવા ક્ષેત્રો શરૂ કરવાથી આપણા આંતરપ્રિન્યોરને નિકાસ વધારવા માટે નવી તકો મળશે. શું આ નવા ક્ષેત્રો માટે આપણે ભાવિ રણનીતિ ઘડી શકીએ છીએ?

મિત્રો,
આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા તમામ રાજદૂતો, વિદેશ મંત્રાલયના સાથીઓને હું એક અન્ય બાબતનો પણ આગ્રહ કરીશ. તમે જે દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો તે દેશની જરૂરિયાતોને તમે ખૂબ સારી રીતે સમજો છો. તે દેશમાં કઈ ચીજની માંગ છે, ભારતના કયા ક્ષેત્રમાંથી તે માંગ પૂરી કરી શકાય છે તેનો બહેતર અંદાજ પણ તમને હોય જ છે. અને છેલ્લા સાત વર્ષમાં અમે એક નવો પ્રયોગ કર્યો છે કે  જે મિશનના લોકો ભારત આવે છે તે તેને રાજયોમાં મોકલે છે. રાજય સરકારો સાથે તેમની બે ત્રણ દિવસની વાતચીત કરાવે છે.  જેથી તેઓને એ રાજ્યોમાંથી કેટલીક પોતાની વાતો લઈ જવામાં સવલત રહે. આ કામ અગાઉથી જ ચાલી રહ્યું છે. આવામાં ભારતના નિકાસકારો માટે, વ્યાપારી ઉદ્યોગ માટે તમામ માટે તમે એક મજબૂત સેતૂની માફક છો. હું ઇચ્છું છું કે અલગ અલગ દેશોમાં ઉપલબ્ધ ઇન્ડિયા હાઉસ, ભારતની ઉત્પાદન શક્તિમાં પણ પ્રતિનિધિ બને.  સમયાંતરે તમે અહીની વ્યવસ્થાને સતર્ક કરતા રહેશો, માર્ગદર્શન આપતા રહેશો તો તેનો લાભ નિકાસને વધારવામાં થશે. હું વાણિજ્ય મંત્રાલયને પણ કહીશ કે તેઓ એવી વ્યવસ્થા ઘડી કાઢે જે આપણા નિકાસકારો અને મિશનો વચ્ચે સતત સંપર્ક જાળવી રાખે. અને હું માનું છું કે આજે આ વર્ચ્યુઅલ વ્યવસ્થાને કારણે આ તમામ બાબતો આપણે ઝડપથી અને આસાનીથી કરી શકીએ તેમ છીએ. અગાઉ પ્રવાસ કરવો. મિટિંગ કરવી એ બધું અઘરું હતું પરંતુ કોરોના બાદ સમગ્ર દુનિયામાં એકંદરે એક વ્યવસ્થા સ્વિકૃત બની ગઈ છે. હું માનું છુ કે આ વર્ચ્યુઅલ આદતને એટલી વધારી દેવી જોઇએ  અને આપણી આ પ્રકારની તમામ પક્ષીય, તમામ હિસ્સેદારોની સંયુક્ત પહેલનો પ્રયાસ વધુ નિર્ણાયક બની રહેશે.


સાથીઓ,
આપણી નિકાસથી આપણા અર્થતંત્રને મહત્તમ લાભ થાય તેના માટે આપણે આપણા દેશની ભીતરમાં પણ સીમલેસ અને હાઈ કનેક્ટિવિટી સપ્લાય ચેઇનનું નિર્માણ કરવું પડશે. તેના માટે આપણે એક નવા સંબંધો, નવી ભાગીદારી રચવાની જરૂર છે. તમામ નિકાસકારોને મારો આગ્રહ છે કે તે આપણા એમએસએમઈ, આપણા ખેડૂતો, આપણા માછીમારોની સાથેની ભાગીદારી મજબૂત કરે. આપણા સ્ટાર્ટ અપ્સને પ્રમોટ કરે. આપણા ઘણા નિકાસકારોબની જશે. કદાચ આજે સ્ટાર્ટ અપની આપણી યુવાન પેઢી દુનિયામાં ઘણું મોટું યોગદાન આપી શકે તેમ છે. તેઓ તેનાથી પરિચિત નહીં હોય. શકય હોય તો એક દિવસ વાણિજ્ય મંત્રાલય પહેલ કરે. આપણા સ્ટાર્ટ અપ્સ, આપણા નિકાસકારો, આપણા રોકાણકારો એક સંયુક્ત વર્કશોપ યોજે. એક બીજાની તાકાતનો પરિચય થાય. દુનિયાભરના માર્કેટનો પરિચય થાય. બની શકે છે કે આપણે ઘણું બધું કરી શકીએ છીએ. આપણે તેમને સહકાર આપીએ. જ્યાં સુધી ગુણવત્તા અને કાર્યક્ષમતાનો સવાલ છે તો આપણે આપી દવાઓ, વેક્સિનના મામલામાં દુનિયામાં ઘણું પુરવાર કરી ચૂક્યા છીએ. ટેકનોલોજીના બહેતર ઉપયોગથી આપણે કેવી રીતે ગુણવત્તા બહેતર કરી શકીએ છીએ તેનું એક ઉદાહરણ છે આપણું મધ ક્ષેત્ર. હું નાના નાના ઉદાહરણ એટલા માટે આપી રહ્યો છું કે નાની નાની ચીજો પણ કેટલી શક્તિ સાથે ઉભરી શકે છે. હું તમને મધનું ઉદાહરણ આપી રહ્યો છું. મધની ગુણવત્તા સુનિશ્ચિત કરવી, આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ઓળખ વધારવી અનિવાર્ય હતી. અમે મધના પરિક્ષણ માટે ટેકનોલોજી આધારિત એક નવી ટેસ્ટિંગ પદ્ધતિ જારી કરી. પરિણામ એ આવ્યું કે ગયા વર્ષે અમે લગભગ  9.7 કરોડ ડોલરના મધની નિકાસ કરી. શું આપણે આવી જ રીતે પ્રોસેસિંગ ફૂડ, ફળો, ફિશરીઝ અંગે સંશોધન ના કરી શકીએ ? આજે દુનિયાભરમાં સર્વાંગી આરોગ્ય સંભાળનું વાતાવરણ રચાયેલું છે. ફરીથી બેઝિક પર પાછા ફરવાનું વાતાવરણ સર્જાયું છે. આપણા યોગને કારણે ભારત તરફ નજર દોડાવવામાં આવી રહી છે. આવામાં આપણા કાર્બનયુક્ત કૃષિ ઉત્પાદનમાં દુનિયામાં સૌથી મોટું માર્કેટની સંભાવના છે. આપણી ઓર્ગેનિક ચીજોને આપણે કેવી રીતે પ્રમોટ કરીએ.


મિત્રો,
હાલનો સમય બ્રાન્ડ ઇન્ડિયા સાથે નવા લક્ષ્યાંકોની સાથેની સફરનો છે. આ સમય આપણા માટે ગુણવત્તા અને વિશ્વસનીયતાની નવી ઓળખ સ્થાપિત કરવાનો સમય છે. આપણે એ પ્રયાસ કરવાનો છે કે દુનિયાના ખૂણે ખૂણે ભારતની અત્યંત મૂલ્યવાન અને કિંમતી પ્રોડક્ટ મળે કેમ કે આપણે આ વિશે। સેવા પ્રત્યે આપણે ભાર મૂકવો પડશે. આપણે આપણી ચીજોમાં સતત મૂલ્યવાન ઉમેરો કરતા રહેવું પડશે. તેને લઈને એક સ્વાભાવિક માંગ પેદા થવી જોઇએ તેનો આપણે પ્રયત્ન કરવો જોઇએ. હું ઉદ્યોગોને, તમામ રોકાણકારોને પણ ખાતરી આપું છું કે સરકાર તમને તમામ રીતે સપોર્ટ કરશે. આવો આપણે આત્મનિર્ભર ભારત, વૈભવશાળી ભારતના સંકલ્પને સાથે મળીને સિદ્ધ કરીએ. તમને તમામને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ સપ્તાહ બાદ વિશ્વભરમાં આપણા મિશનો અને ભારતમાં પણ આપણે 15મી ઓગસ્ટની ઉજવણી કરીશુ. આઝાદીના અમૃત મહોત્સવનો સત્તાવાર પ્રારંભ પણ થઈ જશે. હું ઇચ્છું છુ કે તે આપણા માટે પ્રેરણાનું કારણ બની જાય. દુનિયામાં પ્રભાવ પેદા કરવા માટે, દુનિયામાં પહોંચવા માટે આઝાદીના 75 વર્ષ આપણા માટે એક મોટી પ્રેરણાનો અવસર છે. અને 2047 દેશની સ્વતંત્રતાના 100 વર્ષની ઉજવણી કરશે. આમ આ 25 વર્ષનો સમય આપણા માટે અત્યંત મૂલ્યવાન સમય છે. આપણે એક પળ પણ ગુમાવ્યા વિના એક રોડમેપ લઈને આગળ ધપીશું. અને મને વિશ્વાસ છે કે આજની વાતોથી કે આપણે બધા આ સંકલ્પને પરિપૂર્ણ કરીશું. આપણે આ સંકલ્પને પાર કરીશું. આવા જ સંપૂર્ણ વિશ્વાસ સાથે હું તમને સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi