Quote"ત્રીજી ટર્મની સરકાર દ્વારા બજેટ રજૂ કરવાને રાષ્ટ્ર દ્વારા એક ગૌરવપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે"
Quote"આ બજેટ વર્તમાન સરકારના આગામી પાંચ વર્ષની દિશા નિર્ધારિત કરશે અને 2047 સુધીમાં વિકાસશીલ ભારતના સ્વપ્ન માટે એક મજબૂત પાયો નાખશે"
Quote"પાર્ટીના રાજકારણથી ઉપર ઉઠો અને સંસદના પ્રતિષ્ઠિત મંચનો ઉપયોગ કરીને રાષ્ટ્ર પ્રત્યે પ્રતિબદ્ધ થાવ"
Quote"2029 સુધી એકમાત્ર પ્રાથમિકતા દેશ, તેના ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો હોવા જોઈએ"
Quote"ચૂંટાયેલી સરકાર અને તેના પ્રધાનમંત્રી પર અંકુશ લગાડવાનું લોકશાહી પરંપરાઓમાં કોઈ સ્થાન નથી"
Quote"પ્રથમ વખત ચુંટાયેલા સભ્યોને આગળ લાવીને તેમના વિચાર રજૂ કરવાની મંજૂરી આપવી જોઈએ"
Quote"આ ગૃહ રાજકીય પક્ષો માટે નથી, આ ગૃહ દેશ માટે છે. તે સાંસદોની સેવા કરવા માટે નથી પરંતુ ભારતના 140 કરોડ નાગરિકોની સેવા કરવા માટે છે"

આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. આ પવિત્ર દિવસે એક મહત્વપૂર્ણ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, અને હું દેશવાસીઓને શ્રાવણનાં આ પ્રથમ સોમવારે શુભેચ્છા પાઠવું છું.

સંસદનું ચોમાસુ સત્ર પણ આજથી શરૂ થઈ રહ્યું છે. દેશ ખૂબ જ ચીવટતાથી નજર રાખી રહ્યો છે કે સંસદનું આ સત્ર સકારાત્મક હોય, સર્જનાત્મક હોય અને દેશવાસીઓના સપનાઓને સાકાર કરવા માટે મજબૂત પાયો નાખનારું હોય.

મિત્રો,

ભારતની લોકશાહીની જે ગૌરવ યાત્રા છે, તેમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ માનું છું. વ્યક્તિગત રુપે મને પણ, અમારા તમામ સાથીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે કે લગભગ 60 વર્ષ પછી એક સરકાર ત્રીજી વખત આવી છે અને ત્રીજી ઇનિંગનું પ્રથમ બજેટ રજૂ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, આ ભારતના લોકતંત્રની ગૌરવયાત્રાની અત્યંત ગરિમાપૂર્ણ ઘટના તરીકે દેશ તેને જોઈ રહ્યો છે. આ બજેટ સત્ર છે. હું દેશવાસીઓને જે ગેરંટી આપતો આવ્યો છું ક્રમશઃ રુપે તેને અમલમાં મૂકવાના ઉદ્દેશ્ય સાથે અમે આગળ વધી રહ્યા છીએ. આ બજેટ અમૃતકલનું મહત્વનું બજેટ છે. અમને 5 વર્ષની જે તક મળી છે, આજનું બજેટ એ 5 વર્ષ માટેના કામની દિશા પણ નક્કી કરશે અને આ બજેટ 2047માં જ્યારે આઝાદીના 100 વર્ષ થશે ત્યારે વિકસિત ભારતનું આપણું સપનું છે, તેને પૂરા કરવાના મજબૂત પાયાવાળા બજેટ લઈને અમે કાલે દેશ સમક્ષ ઉપસ્થિત થઈશું. દરેક નાગરિક માટે ગર્વની વાત છે કે મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં ભારત સૌથી ઝડપથી વિકસતો દેશ છે. છેલ્લા 3 વર્ષમાં સતત 8 ટકા વૃદ્ધિ સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને વિકાસ કરી રહ્યા છીએ. આજે ભારતમાં હકારાત્મક દૃષ્ટિકોણ, રોકાણ અને કામગીરી એક રીતે તકની ટોચ પર છે. ભારતની વિકાસયાત્રામાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

 

|

મિત્રો,

હું દેશના તમામ સાંસદો સાથે વાત કરું છું, પછી ભલે તેઓ કોઈપણ પક્ષના હોય. આજે હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે ગત જાન્યુઆરીથી અમારી પાસે જેટલી શક્તિ હતી, તે સામર્થ્યને સાથે લઈને જેટલી લડાઈ લડવાની હતી - લડી લીધી, જનતાને જે વાત જણાવવાની હતી - જણાવી દીધી. કોઈને માર્ગ બતાવવાનો પ્રયાસ કર્યો, કોઈએ ગેરમાર્ગે દોરવવાનો પ્રયાસ કર્યો. પરંતુ હવે તે સમયગાળો પૂરો થઈ ગયો છે, દેશવાસીઓએ પોતાનો નિર્ણય આપી દીધો છે. હવે તમામ ચૂંટાયેલા સાંસદોની ફરજ છે, તમામ રાજકીય પક્ષોની વિશેષ જવાબદારી છે કે આપણે પક્ષ માટે જેટલી લડાઈ લડવી હતી તેટલી લડાઈ લડી છે, હવે આવનારા 5 વર્ષ દેશ માટે લડવાના છે, આપણે દેશ માટે સંઘર્ષ કરવો પડશે, એક અને ઉમદા બનીને લડવું પડશે. હું તમામ રાજકીય પક્ષોને પણ કહેવા માંગુ છું કે ચાલો આપણે પાર્ટીથી ઉપર ઉઠીને અને માત્ર દેશને સમર્પિત કરીને સંસદના આ ગૌરવપૂર્ણ પ્લેટફોર્મનો આગામી ચાર, સાડા ચાર વર્ષ સુધી ઉપયોગ કરીએ.

જાન્યુઆરી 2029, જ્યારે ચૂંટણીનું વર્ષ હશે, તે પછી મેદાનમાં જાવ, જો તમારે ગૃહનો પણ ઉપયોગ કરવો હોય તો કરો. તે 6 મહિના માટે તમે જે પણ રમતો રમવા માંગો છો, તે રમો. પરંતુ ત્યાં સુધી ફક્ત દેશને, દેશના ગરીબોને, દેશના ખેડૂતોને, દેશના યુવાનોને, દેશની મહિલાઓને તેમના સામર્થ્ય માટે, તેમને સશક્ત બનાવવા માટે જનભાગીદારીનું એક જનઆંદોલન ઊભું કરીને 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. આજે મારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે 2014 પછી કેટલાક સાંસદ 5 વર્ષ માટે આવ્યા, કેટલાક સાંસદોને 10 વર્ષ માટે તક મળી. પરંતુ ઘણા એવા સાંસદો હતા જેમને પોતાના વિસ્તાર વિશે વાત કરવાની તક મળી ન હતી, સંસદને પોતાના વિચારોથી સમૃદ્ધ કરવાની તક મળી ન હતી, કારણ કે કેટલાક પક્ષોની નકારાત્મક રાજનીતિએ દેશની સંસદના મહત્વના સમયને એક પ્રકારનો વ્યર્થ બનાવી દીધો હતો. તેમની રાજકીય નિષ્ફળતાઓને ઢાંકવા માટે દુરુપયોગ કરવામાં આવ્યો છે. હું તમામ પક્ષોને વિનંતી કરું છું કે  ઓછામાં ઓછા જેઓ પહેલીવાર ગૃહમાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં આપણા માનનીય સાંસદો છે અને તમામ પક્ષોમાં છે તેઓને એક તક આપો, ચર્ચામાં તેમના વિચારો વ્યક્ત કરી શકે તેવી એક તક આપો. બને તેટલા લોકોને આગળ આવવાની તક આપો. અને તમે જોયું જ હશે કે નવી સંસદની રચના પછી સંસદના પ્રથમ સત્રમાં સરકારનો અવાજ દબાવવાનો અલોકતાંત્રિક પ્રયાસ થયો હતો જેને દેશવાસીઓએ 140 કરોડ દેશવાસીઓની બહુમતી સાથે સેવા કરવાનો આદેશ આપ્યો છે. અઢી કલાક સુધી દેશના પ્રધાનમંત્રીનું ગળું દબાવવાનો, તેમનો અવાજ બંધ કરવાનો, તેમનો અવાજ દબાવવાનો લોકતાંત્રિક પરંપરાઓમાં કોઈ સ્થાન હોઈ શકે નહીં. અને આ બધા માટે કોઈ જ પસ્તાવો નથી, હૃદયમાં કોઈ પીડા પણ નથી.

 

|

હું આજે ભારપૂર્વક કહેવા માંગુ છું કે દેશવાસીઓએ અમને કોઈ પાર્ટી માટે નહીં પણ દેશ માટે અહીં મોકલ્યા છે. આ ગૃહ પાર્ટી માટે નથી, આ ગૃહ દેશ માટે છે. આ ગૃહ માત્ર સાંસદોની સંખ્યા પૂરતું મર્યાદિત નથી, તે 140 કરોડ દેશવાસીઓ માટે છે. હું માનું છું કે આપણા તમામ માનનીય સાંસદો સંપૂર્ણ તૈયારી સાથે ચર્ચાને સમૃદ્ધ બનાવશે, ભલે ગમે તેટલા વિરોધી વિચારો હોય, વિરોધી વિચારો ખરાબ નથી હોતા, નકારાત્મક વિચારો ખરાબ હોય છે. જ્યાં વિચારની મર્યાદા પૂરી થાય છે ત્યાં દેશને નકારાત્મકતાની જરૂર નથી, દેશને એક વિચારધારા સાથે, પ્રગતિની વિચારધારા, વિકાસની વિચારધારા, દેશને નવી ઉંચાઈઓ પર લઈ જનારી વિચારધારા સાથે આગળ વધવાનું છે. હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે આપણે ભારતના સામાન્ય માણસની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા લોકશાહીના આ મંદિરનો સકારાત્મક ઉપયોગ કરીશું.

 

 

  • Shubhendra Singh Gaur March 03, 2025

    जय श्री राम ।
  • Shubhendra Singh Gaur March 03, 2025

    जय श्री राम
  • कृष्ण सिंह राजपुरोहित भाजपा विधान सभा गुड़ामा लानी November 21, 2024

    जय श्री राम 🚩 वन्दे मातरम् जय भाजपा विजय भाजपा
  • Bantu Indolia (Kapil) BJP September 29, 2024

    jay shree ram
  • Devender Chauhan September 26, 2024

    radhe radhe
  • Devender Chauhan September 26, 2024

    jai shree ram
  • Devender Chauhan September 26, 2024

    jai ho baba ki
  • Devender Chauhan September 26, 2024

    har har mahadev jai
  • Amrita Singh September 26, 2024

    हर हर महादेव
  • Vivek Kumar Gupta September 26, 2024

    नमो ..🙏🙏🙏🙏🙏
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'New India's Aspirations': PM Modi Shares Heartwarming Story Of Bihar Villager's International Airport Plea

Media Coverage

'New India's Aspirations': PM Modi Shares Heartwarming Story Of Bihar Villager's International Airport Plea
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 માર્ચ 2025
March 07, 2025

Appreciation for PM Modi’s Effort to Ensure Ek Bharat Shreshtha Bharat