It is because of 26th November that we celebrate 26th January as our Republic Day: PM Modi
Every person has the right to spend his or her money and no one can stop them in doing so: PM Modi
Due to demonetisation a few people were facing the heat as they didn’t get time to prepare: PM Modi
The common citizen of India has become a soldier against corruption and black money: PM

આદરણીય સુમિત્રાજી અને ઉપસ્થિત તમામ વરિષ્ઠ મહાનુભાવો

26 નવેમ્બરને સંવિધાન દિવસના રૂપમાં મનાવવાનો 2015થી પ્રારંભ કર્યો છે. કલ્પના છે કે આપણી નવી પેઢી આ સંવિધાનની સાથે, તેની પ્રક્રિયાની સાથે, તેના ઉદ્દેશ્યોની સાથે જોડાયેલી રહે. એવું ન હોય કે બધું ચાલે છે પરંતુ કેવી રીતે ચાલે છે તેની ખબર ન હોય. અને એવી ચીજોનું એક નિરંતર પુન: સ્મરણ જરૂરી બને છે. જે મૂળ તત્વોને વારંવાર સ્મરણ કરે છે તો તત્કાલિન સમયના સંદર્ભમાં કરે છે.

જે વિષયનો અર્થ આજથી 40 વર્ષ પહેલા થતો હશે બની શકે છે કે એ વાતનો અર્થ દસ વર્ષ બાદ અલગ રૂપમાં જોવા મળે. એક વિકાસશીલ ફોર્મેટ હોય છે પરંતુ તે ત્યારે થાય છે જ્યારે આ મૂળભૂત ચીજોની સાથે આપણે દરેક ચીજને કસતા રહીએ, તોલતા રહીએ. આપણી સ્કૂલ તથા કોલેજોના તમામ બાળકોને સંવિધાનનું ઓછામાં ઓછું વર્ષમાં એક વખત સામૂહિક રૂપથી તેનું પઠણ થાય, ઉદઘોષ થાય, વ્યાખ્યા થાય, તેનાથી લાભ એ થશે કે સંવિધાનના મહાત્મયનું સામાન્ય જીવનમાં એક સ્થાન બનશે. ખૂબ જ ઓછા દેશોના જીવનમાં એવી ઘટના કદાચ ઘટે છે જેમાં સંવિધાનનો ઉલ્લેખ વારંવાર આવે છે પરંતુ ભારત એક દેશ એવો છે જ્યાં જ્યારે જ્યારે આપણે સંવિધાનનું સ્મરણ કરીએ છીએ આપણને ડો. બાબા સાહેબ આંબેડકરનું પૂણ્ય સ્મરણ સાથ – સાથે યાદ આવે છે એટલે કે બાબા સાહેબ અને સંવિધાન. સંવિધાન એટલે કે બાબા સાહેબ, બાબા સાહેબ એટલે કે સંવિધાન. એવી જીવનની સિદ્ધિ કોઇ પણ વ્યક્તિના જીવનમાં અસંભવ છે જે બાબા સાહેબ આંબેડકરના જીવનમાં આપણે આજે અનુભવ કરી રહ્યા છીએ. બાબા સાહેબ નહોતું કહ્યું. તેમના સમયમાં કદાચ કોઇએ એટલું મહત્વ પણ આપ્યું નહીં હોય પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો આપણને સહુને લાગી રહ્યું છે કે કેટલું મહાન કામ આપણા લોકો માટે થઇ રહ્યું છે.

સંવિધાન, સમય એવો બદલાઇ રહ્યો છે કે સંવિધાનમાં તો દરેક કોઇ પોતાનો અધિકાર શોધી રહ્યો છે, પોતાના અધિકારોને વધારે અધિક હવા ભરવાનો પ્રયાસ કરે છે. ઘણા ચતુર લોકો સંવિધાનને જ આધાર બનાવીને અધિકારનો દૂરપયોગ કરવાની હદ સુધી પણ ક્યારેક ક્યારેક સીમાઓનું ઉલંઘન કરે છે. એનાથી એક અરાજકતા પેદા થાય છે અને બાબા સાહેબ આમ્બેડકર અરાજકતાના વ્યાકરણની વાત કરતા હતા. આ આપણા બધાની જવાબદારી બને છે, નાગરિક હોય, શાસન વ્યવસ્થા હોય, સરકાર હોય, શાસન વ્યવસ્થાના અલગ અલગ અંગ હોય. દરેકની વચ્ચે તાલમેલ બેસાડવાનો કોઇ સૌથી મોટો સ્ત્રોત છે તો એ આપણું સંવિધાન છે. લુબ્રિકેટિંગની તાકાત છે તો એ સંવિધાનમાં છે, રક્ષા કરવાની તાકાત છે તો એ સંવિધાનમાં છે અને એટલા માટે આ સંવિધાનની આત્માની સાથે આપણું જોડાવવું ખૂબ જ જરૂરી છે, ફક્ત ધારાઓની સાથે જોડાવાની વાત નથી ચાલતી. સંવિધાનની આત્મા અને એટલા માટે આજે તેની પ્રક્રિયાનું જે પુસ્તક નીકળ્યું છે તે કદાચ સંવિધાનની આત્મા માટે તે એક પાનાને ખોલવા માટે કદાચ આપણા કામમાં આવી શકે છે તો હું તેનું પણ સ્વાગત કરું છું.

એ વાત સાચી છે કે દેશ આઝાદ થયો, કર્તવ્ય ભાવનાની તે ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ બાદ. દેશનો દરેક નાગરિક આઝાદીના આંદોલનને પોતાનું કર્તવ્ય માને છે. દેશ આઝાદ થયા સુધી કર્તવ્ય ભાવ એટલી ઊંચાઇ પર પહોંચી ગયો હતો જે શાનદાર હતો અને શતાબ્દીથી પણ વધારે સમય સુધી તે ભાવ સાથે લોકો જીવતા હતા. પરંતુ આઝાદીના તરત જ બાદ તે ઊંચાઇથી અચાનક આપણે એવા નીચે આવ્યા કે કર્તવ્યનો બધો ભાવ અધિકારમાં પરિવર્તિત થઇ ગયો અને અધિકાર, હક, મારું શું, એણે એ પ્રકારથી જીવનને ગ્રથિત કરી લીધું કે કર્તવ્ય જઇ રહ્યું છે.

આપણે સંવિધાનના માધ્યમથી કર્તવ્ય તથા અધિકારનું સમતુલન કેવી રીતે બેસાડીએ દેશની સામે પડકાર છે. અને તે દિશામાં આ પ્રકારના પ્રયત્નોથી રસ્તા શોધી રહ્યા છીએ. આપણે 26મી જાન્યુઆરી ખૂબ જ ગર્વ સાથે મનાવીએ છીએ પરંતુ આપણે એ ન ભૂલીએ કે 26 નવેમ્બર વગર 26મી જાન્યુઆરી અધૂરી છે. 26 જાન્યુઆરીની તાકાત 26 નવેમ્બરમાં છે અને એટલા માટે આ 26 નવેમ્બર સંવિધાન દિવસના રૂપમાં નવી પેઢી માટે વિશેષ રૂપથી તેનું પૂણ્ય સ્મરણ કરીને તેની બારીકાઇઓને જાણવાનો પ્રયાસ અલગ અલગ સ્થાન પર અલગ અલગ કામ કરીને કરતા રહેવું જોઇએ.

ક્યારેક બાળકો માટે સંવિધાન વિશે ઓનલાઇન સ્પર્ધા હોય, નિબંધ લેખન સ્પર્ધા હોય. આ જ બાબતો છે અંતે લોકોને તેની સાથે જોડે છે. વર્તમાન સમયમાં ભ્રષ્ટાચાર, કાળું નાણું, તેની સામે એક મોટી લડાઇ છે જે દેશ લડી રહ્યો છે. દેશના સામાન્ય નાગરિક આ લડાઇમાં સિપાહી બની રહ્યો છે. તેને લાગે છે કે સિત્તેર વર્ષ સુધી આ કાયદાના નિયમોનો દુરપયોગ કરનારાઓએ દેશને ભ્રષ્ટાચારમાં ડુબાડી દીધો છે. સંવિધાન કાયદાનો દૂરપયોગ કરીને કર્યો છે. આ સરકારના આ નિર્ણયના સંબંધમાં ખૂબ જ ઓછી ટીકા થઇ રહી છે પરંતુ અમુક લોકોની ટીકા શું છે, ટીકા છે કે સરકારે પૂરી તૈયારી કરી નહોતી.

હું સમજું છું કે મુદ્દો એ નથી કે સરકારે પૂરી તૈયારી નહોતી કરી. એવા લોકોની પીડા એ વાતની છે કે સરકારે કોઇને તૈયારી કરવાનો સમય આપ્યો નહોતો. દુઃખ એ વાતનું છે કે જો તેમને એક 72 કલાક પણ તૈયારી કરવાના મળી ગયા હોત તો વાહ – વાહ મોદી જેવું કોઇ નથી, કેટલું મોટું મહત્વનું પગલું ભર્યું છે અને એટલા માટે પણ આટલો મોટો દેશ છે નિર્ણય ખૂબ જ મોટો છે. દેશનું ઉજ્જવળ ભવિષ્ય જોનારા લોકો પાસેથી એટલી અપેક્ષા છે કે આવો આપણે બધા મળીને સામાન્ય માનવીની મુશ્કેલીઓને દુર કરીએ. આ મહાયજ્ઞમાં સફળ થઇને વિશ્વની સામે ભારતને એક તાકાતવાન દેશના રૂપમાં ઊભો કરીએ, આખો દેશ, આખી દુનિયા જ્યારે સર્વે થાય છે, ભ્રષ્ટાચારની લાઇનમાં ખૂબ જ અગ્રિમ પંક્તિમાં ભારતનું નામ દેખાય છે, ભારતે નીચું જોવું પડે છે. આપણે ગર્વથી માથું ઊંચું કરવું છે અને એટલા માટે નિર્ણય લેવા પડે છે અને નિર્ણયનું અનુપાલન કરીને સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરવાની હોય છે અને હું નિમંત્રણ આપું છું તમામ રાજકીય પક્ષોને, સામાજિક સંસ્થાઓને, મીડિયાને બીજી ડિઝિટલ કરન્સી દરેક જણને તેના પૈસાનો હક છે, દરેક જણને તેના પૈસાનો ઉપયોગ કરવાનો હક છે, કોઇ રોકતું નથી પરંતુ જરૂરી નથી કે દરેક વખતે નોટ હાથમાં હોય ત્યારે જ ઉપયોગ થાય. આજે વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. તમે તમારા મોબાઇલ ફોનથી પણ તમારા બધા રૂપિયા જ્યાં ખર્ચ કરવા છે ત્યાં કરી શકો છો, તમારી પાઇ – પાઇ પર તમારો હક છે. હું આ માધ્યમથી જ્યારે સંવિધાનની ચર્ચા થઇ રહી છે. સંવિધાન આ વ્યવસ્થાઓનું રક્ષક છે.

હું દેશવાસીઓને અને ખાસ કરીને સમાજનું નેતૃત્વ કરનારા દરેક શખસને, હું મીડિયાને આગ્રહ કરું છું કે જે દેશની પાસે પાંસઠ ટકા લોકો યુવાન હોય, 35 વર્ષથી ઓછી ઉંમરના યુવાન હોય, જે દેશમાં 100 કરોડથી વધારે મોબાઇલ ફોન હોય, જે દેશમાં હવે ટેક્નોલોજી, મોબાઇલ ફોનથી પણ કારોબર કરવા માટે સુવિધા ઉપલબ્ધ હોય, તમામ બેન્કની પોતાની એપ હોય, તો આપણે કેમ લોકોને પ્રેરિત ન કરીએ, લોકોને પ્રશિક્ષિત કરીએ અને આ કોઇ મુશ્કેલ કામ નથી. જ્યારે આજે આપણે વોટ્સએપ ક્યાં શીખવા ગયા હતા, કોઇ એન્જીનિયર કોલેજમાં જઇને, આઇટી કોલેજમાં જઇને, અભણમાં પણ અભણ માણસને ખબર છે કે વોટ્સએપ કેવી રીતે જોવાનું છે. વોટ્સએપ કેવી રીતે ફોરવર્ડ કરવાનું છે. જેટલી સરળતાથી વોટ્સએપ ફોરવર્ડ થાય છે એટલી જ સરળતાથી આપણે શોપિંગ પણ કરી શકીએ છીએ. પોતાના મોબાઇલ ફોનથી. દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે પારદર્શકતા લાવવાની જરૂર છે, ડિઝિટલ કરન્સી તરફ જવાની જરૂર છે અને હિન્દુસ્તાનના 500 શહેર, 500 શહેર જો એક અઠવાડિયામાં ઇચ્છે તો આ કામને કરી શકે છે. તમને હેરાની થશે કે 8 નવેમ્બરે આ નિર્ણયના પરિણામનો સૌથી મોટો ફાયદો કોણે ઉઠાવ્યો, મેં કાલે હિસાબ લીધો. અમુક નગરપાલિકા, મહાનગરપાલિકાઓનું ખૂબ જ ઓછું, ગણતરીની પાલિકા, મહાનગરપાલિકા. કોઇ 40-50 મને જણાવવામાં આવી. પહેલા ત્રણ સાડા – ત્રણ હજાર કરોડ ટેક્સ આવતો હતો, 8 નવેમ્બર બાદ 13 હજાર કરોડ તેમના ખજાનામાં જમા થઇ ગયા છે. આ પૈસા કોના કામમાં આવશે. તે ગામમાં ગરીબ વસતીમાં ક્યાંક રસ્તો બનશે, ક્યાંક વિજળી આવશે, ક્યાંક પાણીના નળ લાગશે, એક સમાજ જીવનમાં ક્રાંતિની દિશામાં કામ કરી રહ્યા છે. અને એટલા માટે રાજકારણથી ઉપર પણ સમાજ જેમના ઘણા કામ કરવાના હોય છે સંવિધાન આપણને તે પ્રેરણા આપે છે. સંવિધાન આપણને આપણી વિરાસતોને સંભાળવાની જવાબદારી આપે છે. લખ્યું છે કે તેમાં આપણી મહાન વિરાસતોને સંભાળવાની આ આપણી જવાબદારી છે.

આવો આપણે બધા મળીને બાબા સાહેબ આંબેડકરે જે મહાન કાર્ય કર્યું છે તેના શબ્દોને તથા ભાવોને પેઢી દર પેઢી સમયને અનુકૂળ સંદર્ભમાં આપણે તેને જીવીને શીખીએ, જીવીને દેખાડીએ અને દેશને દરેક પળે નવી તાકાત, નવી ઊર્જા આપતા રહીએ.

હું સુમિત્રાજીનું હ્દયથી અભિનંદન કરું છું, આ વખતે સંસદ નહોતી, 26મી તારીખે રજા હતી છતાં પણ તેમણે આ સંવિધાન દિવસના મહત્વને જાળવી રાખીને આટલો મોટો નિર્ણય લીધો. રાજ્યોમાં પણ તેની પહેલ કરી, સ્કૂલ કોલેજમાં પહેલ કરવામાં આવી અને ધીરે ધીરે કરીને આ પણ એક મહત્વપૂર્ણ અવસરના રૂપમાં બનશે, એ વિશ્વાસ છે આપણને, અત્યારે મને આવવાની તક મળી, મારા સમયની મુશ્કેલીના કારણે તમને પણ જરા જલદી જલદી આવવું પડ્યું તેના માટે હું ક્ષમા માગુ છું.

ખૂબ – ખૂબ ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian Toy Sector Sees 239% Rise In Exports In FY23 Over FY15: Study

Media Coverage

Indian Toy Sector Sees 239% Rise In Exports In FY23 Over FY15: Study
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi highlights extensive work done in boosting metro connectivity, strengthening urban transport
January 05, 2025

The Prime Minister, Shri Narendra Modi has highlighted the remarkable progress in expanding Metro connectivity across India and its pivotal role in transforming urban transport and improving the ‘Ease of Living’ for millions of citizens.

MyGov posted on X threads about India’s Metro revolution on which PM Modi replied and said;

“Over the last decade, extensive work has been done in boosting metro connectivity, thus strengthening urban transport and enhancing ‘Ease of Living.’ #MetroRevolutionInIndia”