આદરણીય અધ્યક્ષ મહોદયજી, આ સદનના તમામ સભ્યો માટે આ અત્યંત હર્ષ અને ગર્વનો સમય છે. તમને આ પદ ઉપર આસીન થતા જોવા તે ગર્વની બાબત છે. આ સદનમાં જૂના તમામ સભ્યો તમારાથી સારી રીતે પરિચિત છે. ધારાસભ્ય તરીકે પણ રાજસ્થાનમાં તમે જે સક્રિય ભૂમિકા નિભાવી છે, તેનાથી રાજનૈતિક જીવન સાથે જોડાયેલા લોકો પરિચિત છે.
અમારા સૌના માટે ગર્વનો વિષય છે કે સ્પીકર પદ પર આજે એક એવા વ્યક્તિત્વની અમે પસંદગી કરી રહ્યા છીએ, સર્વસંમતિથી તેમને સ્વીકૃતિ આપી રહ્યા છીએ કે જે સાર્વજનિક જીવનમાં વિદ્યાર્થી કાળથી વિદ્યાર્થી સંગઠનો સાથે જોડાતા, યુનિવર્સિટીની વિદ્યાર્થી પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરતા જીવનનો સૌથી વધુ ઉત્તમ સમય કોઇપણ પ્રકારના બ્રેક વિના અખંડ અવિરત સમાજ જીવનની કોઈ ને કોઈ ગતિવિધિ સાથે જોડાયેલ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના રૂપમાં પણ વિદ્યાર્થી આંદોલનમાંથી નીકળીને યુવા મોરચા સંગઠનમાં આશરે 15 વર્ષ સુધીજિલ્લામાં, રાજ્યમાં અને રાષ્ટ્રીય સ્તર પર કામ કર્યું. મને વર્ષો સુધી સંગઠનનું કાર્ય કરવાનો અવસર મળ્યો છે તેના કારણે મારા સાથીના રૂપમાં પણ આપણને બંનેને સાથે કામ કરવાનો અવસર મળ્યો છે અને કોટા એ ધરતી છે કે જે આજકાલ શિક્ષણની કાશી બની ગઈ છે. જેના પણ મન મસ્તિષ્કમાં કારકિર્દી બનાવવાની પ્રાથમિકતા છે તે કોટાને પસંદ કરે છે. કોટામાં રહેશે, કોટામાં ભણશે, કોટાથી જ પોતાની જિંદગી બનાવશે. રાજસ્થાનના ખૂણામાં નાનકડું શહેર આજે એક પ્રકારે લઘુ ભારત બની ગયું છે અને કોટાનું આ પરિવર્તન જે નેતૃત્વની સામે થયું છે, જેના યોગદાનથી થયું છે, જેની પહેલના લીધે થયું છે તે નામ છે શ્રીમાન ઓમ બિરલાજી.
સામાન્ય રીતે રાજનૈતિક જીવનમાં આપણા લોકોની એક છબી બનેલી રહે છે કે આપણે ચોવીસ કલાક રાજનીતિ કરતા રહીએ છીએ, આમથી તેમ કરીએ છીએ, તુ-તુ મૈ-મૈ કરતા રહીએ છીએ, કોણ હાર્યા કોણ જીત્યા એમાં જ લાગેલા રહીએ છીએ. પરંતુ તે સિવાય એક સચ્ચાઈ હોય છે કે જે ક્યારેક-ક્યારેક ઉજાગર નથી થતી હોતી. વર્તમાનમાં દેશે અનુભવ કર્યો છે કે રાજનૈતિક જીવનમાં જેટલી વધુ માત્રામાં સામાજિક સેવાનો હિસ્સો રહ્યો છે, સમાજમાં સ્વીકૃતિ વધુ મળી છે. હાર્ડકોર રાજનીતિનો જમાનો લગભગ જતો રહ્યો છે. ઓમ બિરલાજી એવી હસ્તિ છે કે જે જન પ્રતિનિધિના સ્વરૂપે રાજનીતિ સાથે જોડાવું સ્વાભાવિક હતું પરંતુ તેમની સંપૂર્ણ કાર્યશૈલી સમાજ સેવા કેન્દ્રી જ રહી છે. સમાજ જીવનમાં ક્યાંય પણ જો તેમને પીડા જોવા મળી તો સૌથી પહેલા પહોંચનારા વ્યક્તિઓમાંના તેઓ એક રહ્યા છે. મને બરાબર યાદ છે જ્યારે ગુજરાતમાં ભયંકર ભૂકંપ આવ્યો. ઘણા લાંબા સમય સુધી તેઓ કચ્છમાં રહ્યા, પોતાના વિસ્તારના યુવા સાથીઓને લઇને આવ્યા. સ્થાનીય કોઈ વ્યવસ્થાનો ઉપયોગ કર્યા વિના પોતાની પાસે જે પણ વ્યવસ્થાઓ ઉપલબ્ધ હતી, તેના આધાર પર તેમણે લાંબા સમય સુધી સેવાનું કામ કર્યું. જ્યારે કેદારનાથનો અકસ્માત થયો તો તેઓ પાછા ઉત્તરાખંડમાં જોવા મળ્યા, ત્યાં પણ પોતાની ટોળી લઈને સમાજ સેવાના કામમાં લાગી ગયા અને પોતાના કોટામાં પણ જો કોઈની પાસે ઠંડીની ઋતુમાં ધાબળા નથી તો આખી રાત કોટાની ગલીઓમાં નીકળવું, જન ભાગીદારી વડે ગરમ ધાબળા વગેરે એકઠા કરવા અને તેમને પહોંચાડવા. તેમણે એક વ્રત લીધું હતું સાર્વજનિક જીવનમાં આપણને સૌ સાંસદો માટે ક્યારેક એ પ્રેરણા આપનારું છે. તેમનું એક વ્રત હતું કે કોટામાં કોઇપણ વ્યક્તિ ભૂખ્યું નહિ સુવે અને તેઓ એક પ્રસાદમ નામની યોજના ચલાવતા હતા, આજે પણ ચાલી રહી છે. તે પ્રસાદમ યોજના અંતર્ગત જન ભાગીદારીથી ભૂખ્યા લોકોને શોધી-શોધીને તેમનેખાવાનું ખવડાવવું તે તેમનું નિયમિત કામ બની ગયું. તે જ રીતે ગરીબ છે, દુઃખી છે, જો કપડા નથી તો તેમણે પરિધાન યોજના બનાવી. તે પરિધાન યોજના આંદોલનના આધાર પર તેઓ જન ભાગીદારીથી સામાજિક સંવેદના સાથે સતત જોડાયેલા રહીને, જો કોઈની પાસે પગરખા નથી તો જનભાગીદારી વડે પગરખા એકઠા કરવા, ગરમીની ઋતુમાં તેને પગરખા પહેરાવી દેવા. જો કોઈ બીમાર છે, ક્યાંક રક્તદાનનું કામ જરૂરી છે. અનેક દવાખાનાઓમાં અન્ય સેવાઓ આપવી છે. એક રીતે તેમણે પોતાની રાજનીતિનું કેન્દ્ર બિંદુ જનઆંદોલન કરતા વધુ જન સેવાને બનાવ્યું અને એવું એક સંવેદનશીલ વ્યક્તિત્વ આજેજ્યારે સ્પીકર પદ પર આપણને સૌને અનુશાસિત પણ કરશે, અનુપ્રેરિત પણ કરશે અનેતેના દ્વારા આ સદન દેશને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપી શકે. એક ઉત્પ્રેરકતરીકે, એક પદાસીનની જવાબદારીના રૂપમાં અને વર્ષોની સામાજિક સંવેદનાવાળી જિંદગી જીવવાના કારણે મને વિશ્વાસ છે કે તેઓ શ્રેષ્ઠ રીતે આ બધી બાબતોને કરી શકશે.
સદનમાં પણ આપણે જોયું છે કે તેઓ હસે છે તો પણ ખૂબ ધીમેથી હસે છે. તેઓ બોલે છે તો પણ ખૂબ ધીમેથી બોલે છે અને એટલા માટે સદનમાં મને ક્યારેક ડર લાગે છે કે તેમની જે નમ્રતા છે, વિવેક છે, ક્યાંક તેનો કોઈ દુરુપયોગ ન કરી બેસે. પરંતુ આજકાલ તો, પહેલા એવું થતું હતું કે કદાચ લોકસભાના સ્પીકરને મુશ્કેલીઓ વધુ રહેતી હતી. રાજ્યસભાના ચેરમેનને ઓછી રહેતી હતી, પરંતુ હવે ઊંધું થઇ ગયું છે. આપણેજ્યારે પાછલા સત્રને યાદ કરીશું તો દરેકના મોંઢેથી એ તો નીકળશે જ કે અમારી જે અધ્યક્ષ મહોદયા હતા, હંમેશા હસતા રહેવું, ખુશ ખુશહાલ રહેવું અને ગુસ્સો કરવો પણ છે તો ગુસ્સો કરીને પછી હસી પડવું. પરંતુ તેમણે પણ શ્રેષ્ઠતમ પદ્ધતિએ એક નવી પરંપરાને વિકસિત કરી. આ સદન તરફથી, ટ્રેઝરી બેંચ તરફથી શાસનમાં બેઠેલા તમામ જવાબદાર મંત્રી પરિષદ તરફથી હું અધ્યક્ષ મહોદય તમને વિશ્વાસ અપાવું છું કે તમારા કામને સરળ બનાવવામાં અમે જે પણ ભૂમિકા અમારા માથે હશે તેને શત પ્રતિશત પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું અને તમારો હક યથાવત રહેશે કે આ બેંચ તરફથી પણ જો નિયમોનું ઉલ્લંઘન થાય છે, વ્યવસ્થાઓમાં અવરોધો ઉત્પન્ન કરવામાં આવે છે તો તમને પુરેપુરો હક રહેશે કે અમને પણ અમારા સ્તરના લોકોને પણ તમે એટલા જ આગ્રહથી કહો, અમે તેનું સ્વાગત કરીશું કરણ કે સદનની ગરિમા બનાવવી તેમાં આપણા સૌનું યોગદાન રહેવું એ ખૂબ જરૂરી છે. અને મને વિશ્વાસ છે કે પહેલા તો ત્રણ ચાર વર્ષ તો સારા જતા હતા, ચૂંટણીના વર્ષમાં થોડી ગરબડ થતી હતી પરંતુ હવેજ્યારે દર ત્રણ ચાર મહિના પછી કોઈ એક ચૂંટણી જોવા મળે છે તો લાગે છે કે અહિયાંથી જ કોઈ સંદેશ આપશે, તો એવી સ્થિતિમાં તમને પણ જરા વધુ તણાવ રહેવાનો છે, પરંતુ તેમ છતાં સારી ચર્ચા થાય, ઉત્તમ ચર્ચા થાય, બધા જ વિષયો ઉપર ચર્ચા થાય, સાથે મળીને નિર્ણય લેવામાં આવે, તેમાં તમને સંપૂર્ણ રીતે આ સદન પણ યોગદાન આપશે. એવી એક આશાની સાથે મારા તરફથી, સદન તરફથી, ટ્રેઝરી બેંચતરફથી આપને ખૂબખૂબ શુભકામનાઓ આપું છું. આભાર!