નમસ્કાર સાથીઓ, 2019નું આ છેલ્લુ સત્ર છે અને આ ખૂબ મહત્વપૂર્ણ સત્ર પણ છે કેમ કે રાજ્યસભાનું આ 250મું સત્ર છે. 250 સત્રોની આ યાત્રા ખૂબ જ પ્રેરક સ્મૃતિઓ સાથે રાજ્યસભાનું આ 250મુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. આ જ પ્રકારે આ સત્ર દરમિયાન 26 તારીખે આપણો સંવિધાન દિવસ છે અને આપણા સંવિધાનના 70 વર્ષ થઇ રહ્યાં છે. આ સંવિધાન દેશની એકતા, અખંડતા, ભારતની વિવિધતા, ભારતની સુંદરતાને પોતાનામાં સમેટેલી છે, અને દેશ માટે તે ચાલક ઊર્જા શક્તિ છે.
સંવિધાનના 70 વર્ષ પોતાનામાં, આ સદનના માધ્યમથી દેશવાસીઓ માટે એક જાગૃતિનો અવસર બની શકે છે. હમણાં લગભગ બધા જ પક્ષોના નેતાઓને મળવાનો અવસર પ્રાપ્ત થયો અને આ સત્ર પણ છેલ્લા સત્રની જેમજ નવી સરકાર બન્યા પછી બધા જ પક્ષોના સહયોગને કારણે, બધા જ માનનીય સાંસદોના સહયોગને કારણે, દરેકની સક્રિય સકારાત્મક ભૂમિકાને કારણે ગત સત્ર અભૂતપૂર્વ સિદ્ધિઓથી ભરેલું હતું
અને એ મારે સાર્વજનિક રૂપે ગર્વ સાથે કહેવું જોઇએ કે આ સિદ્ધિ સરકારની નથી હોતી, આ સિદ્ધિ ટ્રેજરી બેંચની નથી હોતી, આ સિદ્ધિ આખા સદનની હોય છે અને દરેક સાંસદ તેનો હકદાર છે અને એટલા માટે હું ફરી એકવાર સકારાત્મક સક્રિય ભૂમિકા માટે બધા સાંસદોનો આભાર વ્યક્ત કરૂં છું અને આશા રાખુ છું કે આ સત્ર પણ દેશના વિકાસની યાત્રાને, દેશને ગતિ આપવામાં, વિશ્વ જે ગતિથી આગળ વધી રહ્યું છે તેની સાથે કદમ મેળવવાનું સામર્થ્ય આપણે આપણી સંસદમાં પણ પ્રગટ કરીએ. અમે દરેક મુદ્દા પર ખુલીને ચર્ચા કરવા માગીએ છીએ, ઉત્તમોત્તમ ચર્ચા થાય એ જરૂરી છે. વાદ હોય, વિવાદ હોય, સંવાદ હોય, દરેક પોતાની બુદ્ધિ શક્તિનો પ્રચુર માત્રામાં ઉપયોગ કરે અને સદનની ચર્ચાને સમૃદ્ધ બનાવવામાં પોતાનું યોગદાન આપે અને તેનાથી જે અમૃત નીકળે તે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કામમાં આવે છે. તો આ દરેક સાંસદોને શુભકામનાઓ આપતા, આપ સૌને પણ ખૂબ-ખૂબ ધન્યવાદ કરૂં છું