નમસ્તે,
તમે આજે આટલી મોટી સંખ્યામાં મને આશીર્વાદ આપવા માટે આવ્યા, દૂર-દૂર તમારા ગામડેથી આજે કરોડો માતાઓ બહેનો મને આશીર્વાદ આપી રહ્યા છો. કોણ હશે કે જેમને એક સૌભાગ્યના કારણે ઊર્જા ન મળતી હોય, કામ કરવાની હિમ્મત ન મળતી હોય. એ તમે જ લોકો છો જેમના આશીર્વાદ, જેમનો પ્રેમ મને દેશને માટે કંઈક ને કંઈક કરવા માટે હંમેશા નવી તાકાત આપતો રહે છે. આપ સૌ તમારામાં પોતાનામાં સંકલ્પ માટે સમૃદ્ધ છો, ઉદ્યમશીલતા માટે સમર્પિત છો અને તમે જૂથના રૂપમાં કઈ રીતે કામ કરો છો, એક સામુહિક પ્રયાસ કઈ રીતે કરવામાં આવે છે. હું સમજુ છું કે દુનિયાની મોટી-મોટી યુનિવર્સિટીઓને આ મારી હિન્દુસ્તાનની ગરીબ માતાઓ બહેનોજેમાંથી કદાચ ખૂબ ઓછા લોકોને ભણવાનું સૌભાગ્ય મળ્યું હશે, પરંતુ એ ટીમ સ્પીરીટ શું હોય છે, સાથે મળીને કામ કેવી રીતે કરવાનું હોય છે, કામનું વિભાજન કઈ રીતે કરવાનું હોય છે, કદાચ કોઈ તેની કલ્પના પણ નથી કરી શકતું.
મહિલા સશક્તિકરણની જ્યારે આપણે વાત કરીએ છીએ તો સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાત હોય છે, મહિલાઓની પોતાની શક્તિને, પોતાની યોગ્યતાઓને, પોતાના હુન્નરને ઓળખવાનો અવસર પ્રાપ્ત થાય. મહિલાઓને કંઈ શીખવાડવાની જરૂર નથી પડતી. તેમની અંદર ઘણી બધી વસ્તુઓ હોય છે. પરંતુ તેમને અવસર નથી મળતો હોતો. જે દિવસે આપણી માતાઓ-બહેનોને અવસર મળી જાય છે તેઓ કમાલ કરીને દેખાડી દે છે, બધી જ અડચણોને દુર કરી નાખે છે. અને મહિલાઓની તાકાત જુઓ શું-શું નથી સંભાળતી તેઓ, સવારથી રાત સુધી જુઓ અને સમયનું વ્યવસ્થાપન કેટલું પરફેક્ટ હોય છે તેમનું, પોતાના પરિવારનું, ગામ, સમાજનું જીવન બદલવા માટે તેનાથી જે પણ થઇ શકે છે તેને તે હંમેશા કરે છે. આપણા દેશની મહિલાઓમાં સામર્થ્ય છે અને સફળતા માટે કંઈક કરી છૂટવાની તાકાત પણ તેઓ રાખે છે, સંઘર્ષ કરવાનો જુસ્સો પણ છે. ત્યારે પણ મહિલાઓનું આર્થિક સામર્થ્ય વધ્યું છે અને હું માનું છું કે મહિલાઓના સશક્તિકરણમાં એક સૌથી મોટી વાત હોય છે કે તેઓ આર્થિક રૂપે આત્મનિર્ભર બની છે. જે દિવસે મહિલા આર્થિક રૂપે આત્મનિર્ભર હોય છે તો તે સકારાત્મક બની જતી હોય છે, પરિવારમાં પણ તે સકારાત્મક બને છે, બાળકોને પણ કહે છે કે આ કરો, આ ન કરો, પતિને પણ કહી શકે છે આ કરો, આ ન કરો અને એટલા માટે મહિલાઓનું આર્થિક રૂપે સ્વતંત્ર બનવું દરેક નિર્ણયની ભાગીદારી વધારવા માટે એક ઘણું મોટું કારણ બને છે અને એટલા માટે આપણા લોકોનો પ્રયાસ રહેવો જોઈએ. મહિલાઓમાં જ્યારે આર્થિક સામર્થ્ય વધે છે, તેના સામાજિક જીવનમાં જે કુરીતિઓ છે તેના પર પણ અસર થાય છે. જ્યારે મહિલાઓ આર્થિક રૂપે સશક્ત બને છે તો સામાજિક બદીઓ અને જે ક્યારેક-ક્યારેક તેને સામાજિક બદીઓ સાથે સમાધાન કરવું પડે છે, નમવું પડે છે, ન ઇચ્છતા હોવા છતાં પણ બદીઓને સ્વીકારવી પડે છે. જો આર્થિક સામર્થ્ય હોય તો તે બદીઓની વિરુદ્ધ ઝજુમવા માટે તૈયાર થઇ જાય છે. આજે તમે કોઈ પણ ક્ષેત્રને જુઓ તો તમને ત્યાં આગળ મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં કામ કરતી જોવા મળશે. કોઈ કલ્પના કરી શકે છે કે આપણી માતાઓ બહેનો વિના પશુપાલનનું કામ થઇ શકે છે, કોઈ કલ્પના કરી શકે છે કે આપણી માતાઓ બહેનોના યોગદાન વિના આપણું કૃષિ ક્ષેત્ર ચાલી શકે છે ખરું. ખૂબ ઓછા લોકોને જાણ છે ગામમાં જઈને જોઈએ તો ખબર પડી જશે કે ખેતીનું કેટલું મોટું કામ આપણી માતાઓ બહેનો કરી રહી છે. પશુપાલન તો એક રીતે સો ટકા આજે દેશમાં જે દૂધ ઉત્પાદન થાય છે, હું માનું છું કે સો ટકા આપણી માતાઓ બહેનોનું યોગદાન છે. પશુપાલનમાં પરિશ્રમ છે તેનું જ પરિણામ છે અને એટલા માટે આપણી માતાઓ બહેનો ખાસ કરીને ગામડામાં, ગ્રામીણ ક્ષેત્રમાં જે રહે છે અને તેમના ઉદ્યમથી લઈને અનેક જરૂરિયાતોને પૂરી કરવા માટે ગામે ગામમાં સામુહિક ઉદ્યમોના ક્ષેત્રને પ્રોત્સાહન મળ્યું છે અને વધારે મળતું થઈ રહ્યું છે. આ પ્રયાસોને ગતિ મળે, તેની સીમારેખાનો વિસ્તાર થાય, વધુમાં વધુ લોકોને તેનો ફાયદો મળે.
ભારત સરકાર દીનદયાળ અંત્યોદય યોજના,
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત તેની ખાતરી આપવા માટે ઘણાં પ્રયાસો કરાઈ રહ્યા છે. આપણા દેશના ગ્રામીણ વિસ્તારોમાં નાના ઉદ્યોગકારો માટે શ્રમિકો માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ, સ્વ-સહાયતા જૂથ અને મેં જોયું છે કે એકદમ ભણેલી ગણેલી મહિલાઓ નહીં હોય તેને સ્વ-સહાય જૂથનો અર્થ શું હોય છે તેને ખબર હોય છે, તે અંગ્રેજીમાં બોલી નાખતી હોય છે. આ શબ્દ એટલો નીચે સુધી પહોંચી ગયો છે, ક્યારેક સ્વ-સહાયતા જૂથ કહીએ તો તેઓ વિચારે છે કે હું શું બોલી રહ્યો છું. એટલો તે વિખ્યાત બની ગયો છે. આ આપણા સેલ્ફ હેલ્પ ગ્રુપ એક રીતે ગરીબોને ખાસ કરીને મહિલાઓની આર્થિક ઉન્નતીનું આધાર બન્યા છે. આ જૂથ મહિલાઓને જાગૃત કરી રહ્યા છે. તેમને આર્થિક અને સામાજિક રૂપે મજબુત પણ બનાવી રહ્યા છે. દીનદયાળ અંત્યોદય યોજના,રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશભરમાં અઢી લાખ ગ્રામ પંચાયતોમાં કરોડો ગ્રામીણ ગરીબ પરિવારો સુધી તેમને પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, સફળ પ્રયાસ કર્યો છે. તેમને સ્થાયી આજીવિકાના અવસરો ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ યોજનાને બધા જ રાજ્યોમાં શરુ કરવામાં આવી છે અને હું બધા જ રાજ્યો અને ત્યાનાં અધિકારીઓને પણ અભિનંદન આપવા માંગું છું, જેમણે આ યોજનાઓને લાખો કરોડો મહિલાઓ સુધી પહોંચાડીને તેમના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છેઅને હું તો જે જિલ્લા સ્તરે અમારા કામ કરનારા અધિકારીઓ છે તેમને આગ્રહ કરીશ કે તેમના પોતાના જિલ્લામાં આવા જે કામ હોય છે. તેમની જે સંવેદનશીલ વાત હોય છે. તેના પર એકાદ પુસ્તક લખવું જોઈએ. તે સરકારી જે દસ્તાવેજ હોય છે તેવું નહી. તમે જુઓ તે અધિકારીઓને પણ અને તેમના પરિવારજનોને પણ એક આનંદ આવશે કે કઈ રીતે અદભુત કામ થઇ રહ્યું છે. તમને જાણીને ખૂબ નવાઈ લાગશે કે અત્યાર સુધી મહિલાઓના લગભગ 45 લાખ સ્વ-સહાય જૂથો બનાવવામાં આવ્યા અને જેનાથી આશરે પાંચ કરોડ મહિલાઓ સક્રિય રૂપે જોડાયેલી છે. એક રીતે પાંચ કરોડ પરિવારોને માટે કમાનારા એક વધુ વ્યક્તિનો ઉમેરો થયો છે. જેનાથી એક વધુ આવકનો સ્રોત ઉભો થયો છે. હું તમને કેટલાક આંકડા જણાવવા માંગુ છું.
2011 થી 2014 અમારી સરકાર બન્યા પહેલા જો 2011 થી 2014 સુધી જે કઈ પણ પ્રગતિ થઇ છે તેને જો જોઈએ તો પાંચ લાખ સ્વ-સહાય જૂથો બન્યા હતા. અને માત્ર 50-52 લાખ પરિવારોને સ્વ-સહાય જૂથ સાથે જોડવામાં આવ્યા હતા. અમારી સરકાર બન્યા પછી 2014 થી 2018 સુધી આ કામને પ્રાથમિકતા આપવામાં આવી આ કામનું મહત્વ સ્વીકારવામાં આવ્યું અને ગયા ચાર વર્ષમાં20 લાખથી વધુ નવા સ્વ-સહાય જૂથો બન્યા છે અને સવા બે કરોડથી વધુ પરિવારોને સ્વ-સહાય જૂથો સાથે જોડવામાં આવ્યા છે.એટલે કે પહેલાની સરખામણીએ સ્વ-સહાય જૂથો ચારગણા વધી ગયા છે અને ચાર ગણા વધુ પરિવારોને તેનાથી લાભ પણ મળ્યો છે.એ જ દર્શાવે છે આ સરકારની કામ કરવાની ગતિ અને જનકલ્યાણ માટે અમારી કેટલી પ્રતિબદ્ધતા છે, માતાઓનું સશક્તિકરણ અમારી કેટલી પ્રાથમિકતા છે. આ યોજના અંતર્ગત ગરીબ મહિલાઓના જૂથને તાલીમથી લઈને ભંડોળ અને માર્કેટિંગથી લઈને કૌશલ્ય નિર્માણમાં દરેક પ્રકારની મદદ આપવામાં આવે છે.
જેમ કે મેં પહેલા જણાવ્યું હતું કે દેશભરના જુદા-જુદા ક્ષેત્રોમાંથી સ્વ-સહાય જૂથના એક સભ્ય આજે આપણી સાથે છે. હું ફરી એકવાર દેશના આર્થિક વિકાસમાં ભાગીદારી કરનારા, પરિવારના આર્થિક જીવનમાં યોગદાન આપનારા અને નવી-નવી પદ્ધતિઓથી ઓછામાં ઓછા ખર્ચે કામ કરનારા જૂથ બનાવીને, ઔપચારિક શિક્ષણ મળ્યું હોય કે ન મળ્યું હોય તેમ છતાં આ પ્રકારની સફળતા પર કાર્ય કરનારી આ તમામ માતાઓ-બહેનોને સાંભળવા માટે હું ખૂબ આતુર છું.
જુઓ કેટલું પરિવર્તન આવ્યું છે આ સૌના જીવનમાં,
સ્વ-સહાય જૂથ કેટલી મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ આપણને અહીં જોવા મળે છે. સ્વ-સહાય જૂથનું આ નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું છે. જુદા-જુદા ક્ષેત્રો અને વ્યવસાયો સાથે જોડાયેલું છે. સરકાર તેમને આગળ વધારવા માટે જરૂરી તાલીમ, આર્થિક મદદ અને અવસર પણ ઉપલબ્ધ કરાવે છે.
સ્વ-સહાય જૂથના માધ્યમથી એક પ્રયોગ મહિલા ખેડૂત અને કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવ્યો છે. તેમાં મહિલા ખેડૂત સશક્તિકરણ પરિયોજના પર કરવામાં આવ્યો જે અંતર્ગત ૩૩ લાખથી વધુ મહિલા ખેડૂતોને તાલીમ આપવામાં આવી. તેની સાથે સાથે જ 25,000થી વધુ સામુદાયિક આજીવિકા સંસાધન વ્યક્તિઓ પણ પસંદ કરવામાં આવ્યા. જેઓ ગ્રામીણ સ્તરે 24X7 મદદ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. આજે કોઈપણ ક્ષેત્ર હોય ખાસ કરીને કૃષિ સાથે સંકળાયેલ ક્ષેત્રોમાં મુલ્ય વર્ધન ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. મને ખુશી છે કે આજે દેશના ખેડૂતો મુલ્ય વર્ધનના મહત્વને સમજવા લાગ્યા છે, તેને અપનાવી રહ્યા છે અને તેમને તેનો લાભ પણ મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં કેટલાક વિશેષ ઉત્પાદનો જેમ કે મકાઈ, કેરી, ફૂલની ખેતી, ડેરી વગેરે માટે મુલ્ય સાંકળના અભિગમને અપનાવવામાં આવ્યો છે. તેની માટે સ્વ-સહાય જૂથ વડે બે લાખ સભ્યોને સહાયતા કરવામાં આવી છે. હમણાં જ આપણે પાટલીપુત્ર બિહારથી અમૃતા દેવીજીને સાંભળ્યા અને જાણ્યું કે કઈ રીતે સ્વ-સહાય જૂથ સાથે જોડાયા પછી ત્યાની ગરીબ મહિલાઓના જીવનમાં પરિવારમાં કઈ રીતે બદલાવ આવ્યો. હું બિહારના જ કેટલાક અન્ય ઉદાહરણો તમને આપવા માંગું છું. ત્યાના સ્વ-સહાય જૂથના અઢી લાખથી વધુ સભ્યો પ્રશિક્ષણ મેળવીને અનાજની વધુ સારી રીતે ખેતી કરી રહ્યા છે. એ જ રીતે લગભગ બે લાખ સભ્યો નવી પદ્ધતિઓ વડે શાકભાજીની ખેતી કરી રહ્યા છે. તે સિવાય બિહારમાં લાખની બંગડીઓ બનાવવા માટે એકમો પણ સ્થાપવામાં આવ્યા છે અને ઉત્પાદક જૂથો પણ બનાવવામાં આવ્યા છે. એ ગર્વની વાત છે કે ત્યાંની બંગડીઓ પોતાની ડીઝાઇન માટે આપણા દેશમાં અને દેશની બહાર પણ પ્રસિદ્ધ છે. હમણાં જે રીતે છત્તીસગઢથી મીના માંઝીએ જણાવ્યું કે કઈ રીતે ઈંટ નિર્માણથી તેમને પોતાના જીવનને વધુ સારું બનાવામાં મદદ મળી. ત્યાં ઈંટ બનાવવા માટે અનેક એકમો સ્થાપવામાં આવ્યા છે. આશરે 2000 સ્વ-સહાય જૂથો તેની સાથે જોડાયેલા છે. આપણને સૌને જાણીને સુખદ નવાઈ લાગે છે કે આમનો વાર્ષિક નફો કરોડો રૂપિયામાં પહોંચી ગયો છે. એ જ રીતે છત્તીસગઢના 22 જિલ્લાઓમાં 122 બીહાન બજાર આઉટલેટ બનાવવામાં આવ્યા છે, ત્યાં સ્વ-સહાય જૂથના 200 પ્રકારના ઉત્પાદનો વેચવામાં આવી રહ્યા છે.
છતીસગઢ સાથે જોડાયેલો હું મારો પોતાનો એક વ્યાક્તિગત અનુભવ આપ સૌની સાથે વહેંચવા માંગું છું. કદાચ તમે લોકોએ ટીવી પર જોયું હશે કે કેટલાક દિવસો અગાઉ હું છત્તીસગઢ ગયો હતો, જ્યાં મને ઈ-રીક્ષામાં સવારી કરવાનો અવસર મળ્યો. તે ઈ-રીક્ષા એક મહિલા ચલાવી રહી હતી. છત્તીસગઢનો તે વિસ્તાર પહેલા નકસલવાદ, માઓવાદની હિંસાથી ગ્રસ્ત હતો. ત્યાં આગળ આવવા-જવાનું કોઈ સાધન નહોતું. પરંતુ સરકારે આ સમસ્યાને દુર કરવાનો પ્રયાસ કર્યો. અને તેનું જ પરિણામ છે કે આજે ત્યાં અનેક ઈ-રીક્ષાઓ ચાલે છે. દેશમાં અનેક દુર્ગમ એવા વિસ્તારો છે કે જ્યાં આવાગમન માટે વાહનો ઉપલબ્ધ નથી. આ કાર્યક્રમમાં ગ્રામીણ પરિવારોને આ વિસ્તારોમાં વાહનો ખરીદવા માટે નાણા પુરા પાડવામાં આવ્યા. તેનાથી આવાગમન તો સરળ બન્યું જ છે પરંતુ તેની સાથે-સાથે આ ગ્રામીણ પરિવારોની માટે આવકનો એક સારો સ્રોત પણ બની ગયો છે.
જુઓ આપણે હમણાં રેવતી પાસેથી ઘણી વાતો સાંભળી. એ વંદનાજીને સાંભળ્યા કે કઈ રીતે આ યોજના હેઠળ કૌશલ્ય વિકાસ, કૌશલ્ય તાલીમથી તેમને મદદ મળી છે. તાલીમથી શું બદલાવ આવ્યો છે. આ તેનું ઉદાહરણ છે, દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ ગ્રામીણ યુવાનોના કૌશલ્ય વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. યુવાનોને રોજગારી અને સ્વ–રોજગારી બંને માટે તાલીમ આપવામાં આવી રહી છે, જેથી દેશના યુવાનો પોતાની આશાઓ આકાંક્ષાઓ અનુસાર આગળ વધી શકે. કૌશલ્ય વર્ધનની તાલીમથી લોકો માટે રોજગારના નવા અવસરો ઉપલબ્ધ થઇ રહ્યા છે અને લોકોના જીવનમાં તેનાથી સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. દેશના દરેક જિલ્લામાં ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે જેથી કરીને યુવાનોને તાલીમની સુવિધા તેમને પોતાના ઘરની નજીક જ મળી શકે. અહિં ગામના યુવાનોને અર્થ ઉપાર્જન કરનારા વ્યાવસાયો શરુ કરવા માટે પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ વર્ષે મે મહિના સુધીમાં લગભગ 600 ગ્રામીણ સ્વ-રોજગાર પ્રશિક્ષણ સંસ્થાન દેશમાં કામ કરી રહ્યા છે. તે અંતર્ગત લગભગ લગભગ 28 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. અને તેમાંથી 19-20 લાખ યુવાનોને રોજગાર સાથે જોડી દેવામાં આવ્યા છે. હમણાં આપણે મધ્ય પ્રદેશથી સુધા બઘેલજીને પણ સાંભળ્યા. જેઓ સેનેટરી નેપકીનના પેકેજીંગનું કામ કરે છે. સ્વ-સહાય જૂથના સાડા પાંચ હજારથી વધુ સભ્યો આ કામને કરી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં સેનેટરી પેડ ઉત્પાદન એકમ બનાવવામાં આવ્યા છે જે 35 જિલ્લાઓમાં કાર્યરત છે. સ્વ-સહાય જૂથના સાડા પાંચ હજારથી વધુ સભ્યો આ કામને કરી રહ્યા છે. મધ્ય પ્રદેશમાંથી એક વધુ ઉદાહરણ હું તમને બતાવીશ. ત્યાં આગળ લગભગ 500 આજીવીકા ફ્રેશ સ્ટોર ખોલવામાં આવ્યા છે. જ્યાં દર વર્ષે એક ટનથી વધુ આજીવિકા મસાલાઓનું વેચાણ થાય છે. એક રીતે ત્યાં આગળ આજીવિકા એક બ્રાંડ બની ગયું છે. હમણાં આપણે રેખાજી સાથે વાત કરી અને જાણ્યું કે કઈ રીતે સ્વ-સહાય જૂથના માધ્યમથી એક પ્રયોગ બેન્કિંગના ક્ષેત્રમાં કરવામાં આવ્યો છે. ગામડા કે દુરસુદૂરના ક્ષેત્રો સુધી બેન્કિંગ કે નાણાકીય સેવાઓ પહોંચાડવા માટે સ્વ-સહાય જૂથના સભ્યોને બેંક મિત્રના રૂપમાં બેંક સખીના રૂપમાં પસંદ કરવામાં આવ્યા છે. આજે આશરે 2000 સ્વ–સહાય જૂથો દેશભરમાં બેંક મિત્ર કે બેંક સખી બેન્કિંગ સહાયના રૂપમાં કામ કરી રહ્યા છે. મને જણાવવામાં આવ્યું છે કે તેનાથી આશરે સાડા ત્રણસો કરોડ રૂપિયાની લેવડ–દેવડ થઇ છે.
જુઓ કમ્યુનીટી રિસોર્સ પર્સનના રૂપમાં કઈ રીતે કામ થાય છે, તમને જાણ છે જ કે અનેક મહિલાઓ એવી છે જે આ કાર્ય સાથે ઘણા સમયથી જોડાયેલી છે. તેઓ આ કાર્યક્રમને પોતે તો ચલાવે જ છે સાથે જ કમ્યુનીટી રિસોર્સ પર્સનના રૂપમાં નવા ગામડાઓ પણ જઈને ત્યાની મહિલાઓને આની માટે પ્રેરિત કરે છે. અત્યાર સુધીમાં 2 લાખ કમ્યુનીટી રિસોર્સ પર્સન દ્વારા આ કાર્યક્રમને આખા દેશમાં આગળ વધારવામાં આવી રહ્યા છે અને આ સંખ્યા દિનપ્રતિદિન વધુ આગળ વધી રહી છે. દીનદયાળ ઉપાધ્યાય યોજના અંતર્ગત સરકારી અનુદાન સિવાય બેંકો દ્વારા ધિરાણ અપાવાની પણ જોગવાઈ છે. બેંકોને મળનારી લોનથી લોકોને વ્યવસાયને વધારવામાં ઘણો લાભ મળે છે. સાથે જ એક વાત જે તમને સૌને સારી લાગશે કે લોનને પાછુ આપવાની ચુકવણી એટલે કે રીપેમેન્ટ પણ સમયસર કરવામાં આવી રહ્યા છે.
અને મેં જોયું છે કે ક્યારેય પણ આ સ્વ-સહાય જૂથના પૈસા પહોંચાડવામાં ક્યારેય બેંકને વાર નથી લાગી. લગભગ 99 ટકા પૈસા પાછા આવી ગયા છે. આ આપણા ગરીબ પરિવારના સંસ્કાર હોય છે. ગરીબોની અમીરી હોય છે જેમાં આ તાકાત છે. હમણાં જ આપણે લક્ષ્મીજી પાસેથી સાંભળ્યું કે કઈ રીતે અને તેમની સાથે ત્રીસ અન્ય મહિલાઓ પાપડ, પોતાના ઉત્પાદનોને વેચીને કઈ રીતે નફો કમાઈ રહી છે. અહિયાં હું તમને કહેવા માંગીશ કે આજે આ ખાસ અવસર પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે સ્વ-સહાય જૂથના ઉત્પાદનો સાચી કિંમતે વેચાય. તેમની માટે સારા બજારો ઉપલબ્ધ થાય. તેની માટે ભારત સરકાર દરેક રાજ્યમાં દર વર્ષે બે સરસ મેળાઓનાં આયોજનને માટે અનુદાન આપે છે. તેના સારા પરિણામો જોવા મળી રહ્યા છે. દર વર્ષે સ્વ-સહાય જૂથના ઉત્પાદનોની માંગ વધી રહી છે. જેનાથી તેમની આવકમાં પણ વૃદ્ધિ થઇ રહી છે. તેના સિવાય સ્વ-સહાય જૂથને જેમ (જીઈએમ) એટલે કે સરકારી ઈ માર્કેટથી પણ લાભ મળી રહ્યો છે. પારદર્શી વ્યવસ્થાને વધારવી અને તેને પ્રોત્સાહન આપવા માટે સરકાર ડિજિટલ પદ્ધતિએ સામાનની ખરીદી અને વેચાણને પ્રોત્સાહન આપી રહી છે. સરકારમાં હવે આના જ માધ્યમથી ટેન્ડર આપવામાં આવી રહ્યા છે અને સરકારી સામાનની ખરીદી કરવામાં આવી રહી છે. અને તેની માટે હું તમામ સ્વ-સહાય જૂથની બહેનો જેઓ તમે કંઈ ને કંઈ ઉત્પાદન કરો છો, કંઈ ને કંઈ પ્રોડક્ટ બનાવો છો, તમે આ સરકારનું જે પોર્ટલ છે જીઈએમ તેમાં જઈને રજીસ્ટર કરાવીદો. જેથી કરીને તમે લોકો પણ જો સરકારને કંઈ જરૂર હોય તો તેની જાણકારી આવી જાય તો તમે પણ કહી શકો છો કે તમે પણ પૂરી પાડી શકો છો અને સરકાર ખરીદી શકે છે આ વસ્તુઓને.
જુઓ જો તેઓ ઘેટા પાળે છે અને ઉન વેચે છે તો હું એક સલાહ આપું છું તમને. હું જ્યારે ગુજરાતમાં હતો તોમેં એક નાનકડો પ્રયોગ કર્યો હતો અને આ પ્રયોગનો આ જે ઘેટા બકરા ચરાવનારા એ નાના-નાના કામ કરનારા લોકો હતા તો તમે જોયું હશે કે આજકાલ આ મોટા-મોટા સલુન હોય છે ત્યાં જે હજામત કરનારા લોકો હોય છે તેઓ એક મશીન હોય છે ટ્રીમર આપણે લોકો જે દાઢીને સરખી કરીએ છીએ ટ્રીમરનો ઉપયોગ કરીએ છીએ તો આવા ટ્રીમર મેં આ ઘેટા ચરાવનારાઓને આપ્યા અને કહ્યું કે તમે કાતરથી જે વાળ કાપો છો ઘેટાના તો તેના ઉનના ટુકડા થઇ જાય છે તો તમને કમાણી ઓછી થશે. તમે આ ટ્રીમરથી મશીનથી કાપો તો લાંબા તાર વાળું ઉન મળશે. તમને નવાઈ લાગશે કે તેના લીધે મહેનત પણ ઓછી થઈ ગઈ છે. તે ઘેટાને તકલીફ થતી હતી તે પણ ઓછી થઇ ગઈ.અને લાંબા તારનું ઉન મળવા લાગ્યું તેમને બજારમાં સારી કિંમત મળવા લાગી. તમારે ત્યાં જે બહેનો છે. તેમને જો આ તાલીમ આપી દેવામાં આવે છે તો તે તમારે ત્યાં તો ઉનના કપડાનું ઘણું કામ છે, સારા દોરા બની શકે તેમ છે તો ઘણી મોટી કમાણી થઇ શકે છે તો તમે જરુરથી ત્યાં તે દિશામાં વિચારજો અને કુપવાડા વિસ્તારમાં જે મેં પહેલા જોયું છે કે આ કામની ઘણી તાકાત હતી અને દૂધના ક્ષેત્રમાં પણ તમારા વિસ્તારમાં પણ ઘણી મદદમળતી હતી.
તમારા લોકોની વાર્તાઓ તમારા લોકોના અનુભવો હું સમજુ છું કે જે પણ સાંભળશે અને જો ખુલ્લા મનથી સાંભળશે સારું વિચારવાની ભાવનાથી સાંભળશે તો હું જરૂર માનું છું. આપણા દેશની માતાઓ બહેનોની તાકાત કેટલી છે થોડો પણ સહારો મળી જાય તો કઈ રીતે પોતાની દુનિયા ઉભી કરી શકે છે. કઈ રીતે હળીમળીને કામ કરી શકે છે. કઈ રીતે નેતૃત્વ આપી શકે છે. એક નવા ભારતનો પાયો નાખવા માટે તેઓ કઈ રીતે પરિશ્રમ કરી રહ્યા છે. હું સમજુ છું કે સાંભળનારાઓ આપણા સૌની માટે તેમની એક એક કહાની ખૂબ જ પ્રેરક છે. તેનાથી દેશને ઘણી તાકાત મળશે. તેનાથી આપણી દરેક મહિલાને કઈક નવું કરવાનો માર્ગ મળે છે, ઉત્સાહ મળે છે. અને નિરાશા ફેલાવનારાઓની સંખ્યા ઓછી તો નથી જ. બદીઓ ફેલાવનારાઓની સંખ્યા ઓછી નથી. પરંતુ સચ્ચાઈનો રસ્તો છોડવો નહી. પરિશ્રમ કરનારાઓની પૂજા કરવાનું પણ છોડવાનું નહી. પોતાના જોરે દેશને આગળ વધારવો, પોતાની જાતને આગળ વધારવી, પરિવારને આગળ વધારવો, પોતાના બાળકોનું ભણતર કરાવવું, મુશ્કેલ જિંદગીમાંથી નીકળીને જીવવું એ પોતાનામાં જ દરેક વ્યક્તિને નિરાશા સામે ઝઝૂમવાની તાકાત આપે છે. અને દેશની એ જ તો તાકાત છે. અને એટલા માટે જ મને ખૂબ જ સારું લાગ્યું તમને લોકોને સાંભળીને, તેનાથી મને પણ ઊર્જા મળી છે. મને પ્રેરણા મળી છે અને મને વિશ્વાસ છે કે આજે આ કાર્યક્રમમ તમે લોકોએ જે વાતો કરી છે. અને મને વિશ્વાસ છે કે તમારામાંથી ઘણા લોકો છે જેમને કહેવાનું છે. દરેકની પોતાની જ એક વાર્તા હોય છે, દરેકનો પોતાનો અનુભવ હોય છે. દરેકે મુસીબતમાંથી રસ્તો કાઢ્યો છે અને આ તમારું કામ છે પરિશ્રમ છે તમારી હિમ્મત છે. કોઈને આનો શ્રેય નથી જતો માત્ર તમને જ જાય છે અને એટલા માટે જ તમારાથી વધીને કોઈ પ્રેરણા નથી. પરંતુ જે વાતોને જે બહેનોને ઘણું બધું કહેવું છે તે કહી નથી શક્યા, હું ઈચ્છીશ કે તમે તમારી વાત મારા સુધી પહોંચાડો. હું તમને સાંભળીશ. અને ક્યારેક જો હું તમારામાંથી મારી જે વાત તમારી પાસેથી આવી હશે મન કી બાતમાં પણ ક્યારેક સંભળાવીશ. કારણ કે દેશને આનાથી જ પ્રેરણા મળે છે. રોવા-ધોવાનું કરવાવાળા તો કરતા રહે છે. સારું કરવાવાળા પણ પ્રેરણા આપે છે. હવે તેને કામ લઈને આગળ વધવાનું છે. તો હું તમને પ્રાર્થના કરું છું. તમારી પાસે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની આદત પડી ગઈ હશે. જો નથી લાગી તો તમારે ત્યાં કોમન સર્વિસ સેન્ટર હોય છે. તમે જોયું હશે કે નરેન્દ્ર મોદી એપ છે. તમે તેના પર જઈને તમે તમારા જૂથનો ફોટો નાખો. તમે તમારા સમૂહની બહેનોના ઈન્ટરવ્યુ તેમાં બોલીને તેની અંદર મુકો. કયું કામ કર્યું કઈ રીતે કર્યું. કેવી મુસીબતોમાંથી તમે નીકળ્યા અને શું શું સારું કામ કર્યું છે. તે બધું જ તમે તેની પર નાખી દો. હું તેને જોઇશ, વાંચીશ, સાંભળીશ અને તમે તેમાં નાખશો તોલોકો પણ જોશે અને પછી તેમાંથી હું બે ચાર વાતો જ્યારે પણ મને મન કી બાતમાં સમય મળશે હું જરૂરથી તમારી વાતો દુનિયાને જણાવીશ. તમે તમારી માટે તો કર્યું જ છે, પરંતુ તમે આવ કરોડો કરોડો બહેનોને પણ એક નવી હિમ્મત આપી છે, નવો ઉત્સાહ આપ્યો છે. હવે તો કોમન સર્વિસ સેન્ટર ખૂબ જ વિખ્યાત થઇ ગયા છે. દેશના ત્રણ લાખ ગામોમાં કોમન સર્વિસ સેન્ટર છે. હવે તો આપણી દીકરીઓ જ કોમન સર્વિસ સેન્ટર ચલાવી રહી છે. ત્યાં જઈને તમે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારી જે સફળતાની ગાથા છે તેને જરૂરથી મારા સુધી મોકલો. આખો દેશ અને દુનિયા તેને જોશે. કઈ કઈ રીતે આપણા દુરસુદૂરના ગામડાઓમાં રહેનારી બહેનો પણ કેટલું શ્રેષ્ઠ કામ કરી રહી છે. કેવી કેવી નવી રીતો શોધી કાઢે છે. ખૂબ સારું લાગ્યું આજે તમને લોકોને મળવાનો મોકો મળ્યો. તમે આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા આવ્યા. મારા તરફથી તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ છે અને તમને ખૂબ-ખૂબ અભિનંદન છે.
ખૂબ-ખૂબ આભાર!!