Govt's social security schemes help cope with uncertainties of life: PM Modi
Banking the unbanked, funding the unfunded and financially securing the unsecured are the three aspects our Government is focused on: PM Modi
The Jan Suraksha Schemes have very low premium which helps people of all age groups, especially the poor: PM
With Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana, one can get coverage of upto Rs. 2 lakhs by paying a premium of just Rs. 330 per year: PM
Five and half crore people have benefitted from Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: PM
With Pradhan Mantri Suraksha Bima Yojana, one can get coverage of upto Rs. 2 lakhs by paying a premium of just Rs. 12 per year: PM
Our Government is committed to serve the elderly. That is why we have launched Pradhan Mantri Vaya Vandana Yojana; 3 lakh elderly people have been benefitted till now: PM

આ એવા લોકો છે, જેમણે સમયની સાથે સમજણ દાખવીને ઉચિત પગલાં લીધા અને જીવનનાં દરેક પડકારોનો સામનો કરવો પોતાને તૈયાર કર્યા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આજે જે વાતો જણાવીશું એ દેશનાં કરોડો લોકોને પ્રેરિત કરશે. આપણે બધા જાણીએ છીએ કે, જીવનમાં એક વાત નક્કી છે અને એ છે જીવનની અનિશ્ચિતતા. આપણામાંથી કોઈને ખબર નથી કે, આવતીકાલ, આગામી ક્ષણ, આપણા જીવનમાં શું લઈને આવવાની છે.

જનસુરક્ષા યોજનાઓ જીવનની અનિશ્ચિતતાઓ અને પરિસ્થિતિઓનો સામે લડવાની અને લડીને જીતવાની હિમ્મત આપે છે. આ હિમ્મત હવે દેશનાં કરોડો લોકો સુધી પહોંચી છે. પછી એ પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હોય, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હોય, અટલ પેન્શન યોજના હોય કે પ્રધાનમંત્રી વયવંદના યોજના હોય.
જન સુરક્ષા યોજનાઓ સામાન્ય જનતાને, ખાસ કરીને આર્થિક રીતે પછાત વર્ગોને સશક્ત બનાવે છે, જેથી સંકટ સમયે તે મજબૂત રહી શકે, જીવનથી હારી ન જાય. જ્યારે અમારી સરકારે બની, અમે સરકારમાં આવ્યાં, ત્યારે આર્થિક સહાયતાની વાત તો દૂર રહી, ગરીબોની પાસે પોતાનું બેંક ખાતુ પણ નહોતું.

અમે ત્રણ બાબતો પર ભાર મૂક્યો – દલિત, પીડિત, શોષિત, વંચિત, આદિવાસી, મહિલા; આ તમામને સશક્ત બનાવવા માટે બેંકની સુવિધાથી વંચિત લોકો સુધી બેંકની સુવિધા પહોંચાડવા. લઘુ ઉદ્યોગ અને નાનાં વેપારીઓને નાણાકીય સહાયતા ઉપલબ્ધ કરાવવા અને નાણાકીય રીતે અસુરક્ષિત લોકોને આર્થિક સુરક્ષા પ્રદાન કરવી, એટલે કે બેંકની સુવિધાઓ વંચિત લોકોને એ સુવિધાઓ પ્રદાન કરવી, ભંડોળથી વંચિત લોકોને ભંડોળ પૂરું પાડવું અને અસુરક્ષિત લોકોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવી.

તમને બધાને એ જાણીને આનંદ થશે કે, વિશ્વ બેંકના ફિનટેક્સ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રી જન-ધન યોજના એક સફળ નાણાકીય સર્વસમાવેશક કાર્યક્રમ રહ્યો છે, જેમાં છેલ્લાં ત્રણ વર્ષમાં વર્ષ 2014થી વર્ષ 2017નાં ગાળામાં 28 કરોડ નવા બેંક ખાતા ખોલવામાં આવ્યાં. આ સંખ્યા એ સમયગાળા દરમિયાન સમગ્ર વિશ્વમાં ખોલવામાં આવેલા તામમ નવા બેંક ખાતાનો 55 ટકા હિસ્સો છે – અડધાથી વધારે. અગાઉ આપણે ત્યાં એક કહેવત હતી – એક બાજુ રામ, બીજી બાજુ ગામ એટલે એક તરફ આખું હિંદુસ્તાન અને બીજી તરફ આખી દુનિયા.

ઉપરાંત અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ભારતમાં બેંક ખાતા ધરાવતા લોકોની સંખ્યા વર્ષ 2014માં એટલે અમારી સરકાર બનતાં પહેલા લગભગ 50થી 52 ટકા હતી. આ ખાતાઓની સંખ્યા ત્રણ વર્ષમાં 80 ટકાથી વધારે થઈ છે. વિશેષ સ્વરૂપે મહિલાઓનાં બેંક ખાતામાં વધારો થયો છે. વર્ષોથી વાત થઈ રહી છે કે, અલગ-અલગ દેશોમાં સામાજિક સુરક્ષાની વ્યવસ્થા થઈ છે, પણ ભારતમાં નથી.

જ્યારે અમે સરકારમાં આવ્યાં હતાં, ત્યારે સ્થિતિ આવી હતી. દેશમાં સામાન્ય જન સામાજિક સુરક્ષાથી વંચિત હતા. આ વાત યોગ્ય છે કે ભારતમાં પરંપરાગત સ્વરૂપે સંયુક્ત પરિવારની વ્યવસ્થા હતી. એક-એક પરિવારમાં 20-20, 25-25, 30-30 લોકો સાથે રહેતાં હતાં, તો સામાજિક વ્યવસ્થાની સુરક્ષા કરી હતી. પણ હવે વિભક્ત પરિવારની સંખ્યા વધી રહી છે, વૃદ્ધ માતાપિતાઓ અલગ રહે છે, બાળકો જુદાં રહે છે. સામાજિક વ્યવસ્થાઓ બદલાઈ રહી છે.

અમે આ સ્થિતિમાં પરિવર્તન લાવવા આ નવી પરિસ્થિતિમાં સુરક્ષા પ્રદાન કરવા માટે આજે પ્રધાનમંત્રી જન-ધન યોજના અંતર્ગત જીવન વીમાકવચ અને રુપે કાર્ડ, અકસ્માત કવચનાં માધ્યમથી વીમા સુવિધા ઉપલબ્ધ કરાવી છે. સાથે-સાથે જન સુરક્ષા યોજનાઓ અંતર્ગત બે વીમા અને એક પેન્શન યોજના શરૂ કરી છે.
વર્ષ 2014માં સરકારની વીમા યોજનાઓ અંતર્ગત ફક્ત 4 કરોડ 80 લાખ એટલે કે 5 કરોડથી પણ ઓછા વીમા ધારકો હતાં, પણ અમારી આ પ્રકારની યોજનાઓને પગલે અત્યારે વર્ષ 2018માં આ સંખ્યામાં 10 ગણાથી વધારે વધારો થયો છે તથા લગભગ 50 કરોડ વીમા ધારકો થઈ ગયાં છે.

જન સુરક્ષા અંતર્ગત શરૂ કરવામાં આવેલી યોજનાઓ અલગ-અલગ પરિસ્થિતિઓ માટે છે. વળી આ યોજનાઓ અતિ ઓછા પ્રીમિયમ પર શરૂ કરવામાં આવી છે, જેથી દેશમાં દરેક ક્ષેત્રનાં દરેક તબક્કામાં, દરેક વયજૂથ સાથે જોડાયેલા લોકો તેનો લાભ ઉઠાવી શકે.

હું આજે એ લોકો સાથે વાત કરવાનો છો – હું જાણું છું કે, આ યોજનાઓ એવી છે, જેની સાથે દર્દ જોડાયેલું છે, પીડા જોડાયેલી છે, એક બહુ મોટો માનસિક આઘાત જોડાયેલો છે. પણ જેમણે આ સંકટ સમયનો સામનો કર્યો છે, મુશ્કેલ સમયમાંથી પસાર થયા છે, તેમને આ યોજનામાંથી કેવી રીતે મદદ મળી છે. જ્યારે તેમની વાત દેશનાં અને અમારાં ભલાભોળા ગરીબ નાગરિકો સાંભળે છે, ત્યારે તેમનો વિશ્વાસ વધી જાય છે. તેમને પણ લાગે છે કે, હા, આ યોજનાનો લાભ મને પણ મળવો જોઈએ. એટલે એક રીતે દુઃખને વારંવાર યાદ કરવાનું પણ દુઃખ થાય છે, પણ ક્યારેક કોઈ વ્યક્તિનાં દુઃખમાંથી સંકટની ઘડીમાં જે મદદ મળી છે, તે જો વધુ લોકો જાણે છે તો તેઓ પણ સંભવિત સંકટોથી બચવાનો માર્ગ શોધી શકે છે.

મારાં પ્રિય દેશવાસીઓ, તમે જોયું હશે કે આ ઘટનાઓ સાંભળીને આપણને બધાને દુઃખ તો થાય છે, પણ કોઈ વ્યક્તિનું અવસાન થવાથી તેમનાં પરિવારને જે ખોટ પડે છે તેની ભરપાઈ કોઈ ન કરી શકે. સ્વયં ભગવાન પણ ન કરી શકે. પણ આ મુશ્કેલ સમયમાં પરિવારને આર્થિક ટેકો મળી જાય, આ મુશ્કેલ સંજોગોમાં તેઓ થોડો સમય ટકી જાય અને પછી તેઓ પોતાનો માર્ગ શોધી લે છે. આ ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત હું ઇચ્છું છું કે મારાં દેશવાસીઓ આ વાતને સમજે, ફક્ત 330 રૂપિયામાં રૂ. 2 લાખ સુધીનું વીમા કવચ મળે છે. દર વર્ષે રૂ. 330 એટલે દરરોજ એક રૂપિયાથી ઓછા પ્રીમિયમ પર વીમા કવચ. આટલાં ઓછાં પૈસામાં બજારમાં અત્યારે કશું મળતું નથી. તેનો લાભ લઈ લો. અત્યાર સુધી આ યોજનાનો લાભ સાડાં પાંચ કરોડ લોકોએ મેળવ્યો છે અને મુશ્કેલીમાં લોકોને કરોડો રૂપિયાનું વળતર પણ મળ્યું છે. આવો, કેટલાંક લોકો પણ અમારી સાથે જોડાયા છે. આપણે તેમની પાસે જઈએ, તેમની વાતો સાંભળીએ.

આપણે બધા જોઈએ છીએ કે, સંકટ અગાઉથી જાણકારી આપીને આવતું નથી. મુશ્કેલીઓ સૂચના આપીને આવતી નથી. વળી તમે ધનિક છો તો મુશ્કેલી આવશે અને તમે ગરીબો છો એટલે મુશ્કેલીઓ નહીં આવે, એવું નથી. તે ધનિક-અમીરમાં માનતી નથી. પણ આપણે આ દુર્ઘટનાનો સામનો કરવા માટે પોતાને તૈયાર કરી શકીએ છીએ, આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરી શકીએ છીએ.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ જ ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત દર વર્ષે 12 રૂપિયા એટલે દર મહિને એક રૂપિયાનાં પ્રીમિયમથી રૂ. 2 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવચ મળે છે. અત્યાર સુધી આ યોજનાને લગભગ 13થી 14 કરોડથી વધારે લોકોએ અપનાવી છે. આ સંખ્યા એટલે કે 13-14 કરોડ, જો દુનિયામાં આપણે મેક્સિકો દેશ જોઈએ અથવા જાપાન દેશને જોઈએ, તો આ દેશની કુલ વસતિ છે, તેનાથી પણ આપણે ત્યાં આ સુરક્ષા કવચ ધરાવતા લોકોની સંખ્યા વધારે છે. આટલું વિસ્તૃત કવચ અને આટલાં ઓછા સમયમાં મોટી સંખ્યામાં લોકોનું તેની સાથે જોડાવું એ દર્શાવે છે કે, લોકોમાં વીમા અને તેનાં લાભને લઈને ઘણી જાગૃતિ આવી છે.

જ્યારે કોઈ વ્યક્તિની સાથે કોઈ અનપેક્ષિત દુર્ઘટના થાય, ત્યારે તેનાં સંપૂર્ણ પરિવારની સામે સંકટ ઊભું થઈ જાય છે. તમામ સ્વપ્નો વેરવિખેર થઈ જાય છે. યોજના બનાવી હોય, બે વર્ષમાં કરીશું, ત્રણ વર્ષમાં કરીશું; બધું કાગળ પર રહી જાય છે. છતાં ઘણી વાર જોવામાં આવ્યું છે કે, લોકો વીમાની ઉપેક્ષા કરતાં રહે છે. ઘણી વાર વીમો ઉતરાવી લઈશું એવું વિચારે છે, ઉતરાવીશું, ઉતરાવીશું એવું વિચારવામાં ઘણો સમય પસાર થઈ જાય છે, શું જરૂર છે. અત્યારે આખો દેશ જુએ છે અને હું ઇચ્છું છું કે, વીમાને લઈને આ પ્રકારની માનસિકતા બદલો. વધુને વધુ લોકોએ સામાજિક સુરક્ષા યોજનાઓ સાથે જોડાવું પડે.

થોડાં વર્ષ અગાઉ દરરોજ કમાણી કરતાં અને તેમાંથી ખરીદી કરીને પેટ ભરતાં મનુષ્ય વીમા વિશે વિચારી શકતો નહોતો અને તેનું કારણ વીમાનાં પ્રીમિયમની રકમ હતી. હવે તેઓ પોતાની આવકમાંથી વર્તમાન જરૂરિયાતો પૂરી કરે અથવા તેને ભવિષ્યની ચિંતામાં જોતરી દે, આ વિકટ સ્થિત જળવાઈ રહેતી હતી. જે લોકો શાકભાજી વેચે છે, ઓટો રિક્ષા ચલાવે છે અથવા મજૂરી કરે છે અથવા કોઈ નાનું-મોટું કામ કરીને પોતાનું જીવન ચલાવે છે, તેમનાં માટે વીમાનો વિચાર કરવો પણ અશક્ય હતો.

અત્યારે આ અશક્યને શક્ય બનાવવામાં આવ્યું છે અને મારાં દલિત, પીડિત, શોષિત, વંચિત, ગરીબ, અમારી બહેન-દિકરીઓ, માટે અશક્યને શક્ય બનાવવામાં આવ્યું છે. દર મહિને ફક્ત એક રૂપિયો અને તમને જીવન વીમાની સુવિધા પહોંચાડી દીધી. અત્યાર સુધી સમાજનો જે તબક્કાનું, જે વર્ગોનું ભવિષ્ય ભગવાન ભરોસે હતું, હવે તેમને વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. આવો, આપણે થોડાં વધુ લોકોની વાત કરીએ.
જુઓ, વૃદ્ધાવસ્થા એક મહત્ત્વપૂર્ણ તબક્કો છે. અત્યારે જ્યારે આપણે ઘણી વસ્તુઓ માટે એકબીજા પર નિર્ભર રહેવું પડે છે, ત્યારે આર્થિક સ્વરૂપે સ્વનિર્ભર રહીએ એ માટે પેન્શનનો વિચાર આ જ ઉદ્દેશ પૂર્ણ કરવા માટે થયો હતો. વડીલો અને વૃદ્ધોનાં આશીર્વાદ હંમેશા મળતાં રહે અને તેમનાં આશીર્વાદનાં બળે આપણે બધા આ દેશને આગળ લઈ જવાની દિશામાં સતત પ્રયાસ કરતાં રહીએ. આ સરકાર આપણાં વયોવૃદ્ધ લોકો માટે કટિબદ્ધ સરકાર છે અને આ માટે સરકારે તેમનાં સ્વાસ્થ્યથી લઈને તેમનાં આર્થિક મોરચા સુધી તમામ સુવિધાઓને સરળ બનાવવાનું કામ કર્યું છે.

વૃદ્ધાવસ્થા સાથે સંબંધિત સમસ્યાઓની ગંભીરતાને અનુભવવા કરીને તેનો સામનો કરવા છેલ્લાં ચાર વર્ષમાં ઘણી નીતિઓ અને યોજનાઓ બનાવવામાં આવી છે. ગયા વર્ષે સરકારે પ્રધાનમંત્રી વયવંદના યોજનાની શરૂઆત કરી. આ યોજના અંતર્ગત 60 વર્ષથી વધારે વય ધરાવતાં નાગરિકોને 10 વર્ષ સુધી આઠ ટકા સુનિશ્ચિત વળતર મળે છે. વ્યાજમાં વધઘટ કંઈ પણ હોય, તેની અંદર કોઈ ફરક પડવા દીધો નથી.

જો આ વળતર આઠ ટકાથી ઓછું આવે, તો સરકાર પોતાની તિજોરીમાંથી તેની ભરપાઈ કરી દે છે, ચૂકવણી કરી દે છે. આ યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિક માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક આધારે વળતર મેળવવાનો વિકલ્પ પણ પસંદ કરે છે. આ યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિક 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. અત્યાર સુધી લગભગ ત્રણ લાખથી વધારે લોકો આ યોજનાનો લાભ પ્રાપ્ત કરી રહ્યાં છે. ઉપરાંત સરકારે વરિષ્ઠ નાગરિકોને કરવેરામાં છૂટછાટ પણ આપી છે. તેમનાં માટે આવક પર કરવેરામાં છૂટની મૂળભૂત મર્યાદા રૂ. અઢી લાખથી વધારીને રૂ. ત્રણ લાખ કરવામાં આવી છે. તેની સાથે સાથે વ્યાજ પર કપાતની મર્યાદા, જે અગાઉ રૂ. 10,000 હતી તેને વધારીને રૂ. 50,000 કરવામાં આવી છે. એટલે હવે જમા રકમમાંથી પ્રાપ્ત રૂ. 50,000 સુધીનાં વ્યાજને કરવેરા મુક્ત કરવામાં આવ્યું છે.

આ રીતે વરિષ્ઠ નાગરિકો, તેમનાં માટે જેટલી પહેલ કરવામાં આવી, તેનો લાભ શું થયો, તેને જો આપણે આંકડાઓમાં હિસાબ જોઈએ તો ધારો કે એક વરિષ્ઠ નાગરિક, આપણાં એક વરિષ્ઠ નાગરિક, જેમની વાર્ષિક આવક રૂ. પાંચ લાખ છે, તો 2013-14માં અમારી સરકાર સત્તામાં આવી એ અગાઉ તેમને લગભગ કરવેરા પેટે રૂ. 13,000થી રૂ. 13,500 ચુકવવાની જરૂર પડતી હતી. પણ જ્યારે અમારી સરકાર સત્તામાં આવી છે, ત્યારે અમે સંપૂર્ણ ફૉર્મ્યુલા બદલી નાંખી.

આ 2018-19માં આ રકમ બે હજાર છસ્સો રહી ગઈ. એટલે કે તેમને કરવેરા પેટે રૂ. 13,000 ચુકવવા પડતાં હતાં, એ હવે ફક્ત રૂ. 2600 ચુકવવા પડશે. એટલે તેમની કરવાની રકમ એક-તૃતિયાંશ રહી ગઈ છે. તમે જુઓ કેટલું મોટું પરિવર્તન આવ્યું છે. આર્થિક મોરચા પર જ નહીં, પણ વરિષ્ઠ નાગરિકો અને તેમનાં કલ્યાણ સાથે સંબંધિત અન્ય પાસાંઓ પર પણ સરકારે આયોજનબદ્ધ રીતે કામ કર્યું છે.

અમે બધા જાણીએ છીએ કે ઉંમર પસાર થવાની સાથે સાથે હેલ્થ સંબંધિત સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ આવવાનું શરૂ થઈ જાય છે. દવાઓ અને સારવારનો ખર્ચ વધી જાય છે, તેને ધ્યાનમાં રાખીને જન ઔષધિ યોજના શરૂ કરવામાં આવી, જેથી દવાઓ સસ્તી કિંમતે ઉપલબ્ધ થાય. આ રીતે સ્ટેન્ટની કિંમતો પણ ઓછી થઈ ગઈ. ઘૂંટણનાં ઓપરેશન પણ અગાઉની સરખામણીમાં સસ્તાં અને વાજબી થઈ ગયાં છે.

પહેલા વરિષ્ઠ નાગરિકોને પોતે હયાત હોવાનું પ્રમાણ પોતે જઈને આપવું પડતું હતું. પણ હવે તેને વધારે સરળ બનાવી લાઇફ સર્ટિફિકેટ, જીવન પ્રમાણની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. અમારો પૂરો પ્રયાસ છે કે, દેશનાં વરિષ્ઠ નાગરિકોને વિવિધ સુવિધાઓ સરળ અને સ્વાભાવિક રીતે ઉપલબ્ધ થાય, તેની આસપાસ જ મળે, જેથી તેમને વધારે દોડધામ ન કરવી પડે. તેઓ સ્વસ્થ રહે અને સ્વાભિમાન સાથે પોતાનું જીવન જીવી શકે. અમે આ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કર્યું છે.

વૃદ્ધાવસ્થામાં આર્થિક રીતે કોઈ પર નિર્ભર ન રહેવું પડે અને જીવન ગૌરવપૂર્ણ હોય. પેન્શન સ્વરૂપે એક નિશ્ચિત રકમ મળતી રહે. સરકારે આ સુનિશ્ચિત કરવા માટે અટલ પેન્શન યોજના શરૂ કરી. આ યોજના અંતર્ગત અત્યાર સુધી એક કરોડથી વધારે સબસ્ક્રાઇબર્સ છે, જેમાં લગભગ 40 ટકા આપણી અર્ચના બેન જેવી બહેનો છે. તેમાંથી અત્યાર સુધી ચાર હજાર રૂપિયાથી વધારે રકમ જમા થઈ ગઈ છે.

સંપૂર્ણપણે જોઈએ તો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અને અટલ પેન્શનલ યોજના – આ ત્રણ યોજનાઓનાં માધ્યમથી ફક્ત ત્રણ વર્ષમાં આશરે 20 કરોડ લોકોને વીમા યોજનાઓની સુરક્ષિત જાળ અંતર્ગત લાવવામાં આવી છે. તેમાંથી 52 ટકા – 50 ટકાથી વધારે લોકો અમારાં ગામડાઓની છે, ગ્રામીણ વિસ્તારો સાથે સંબંધિત છે.

તમામ યોજનાઓનાં મૂળમાં બે વાત મહત્ત્વપૂર્ણ છે – સૌપ્રથમ તમામને વીમા કવચ મળે અને ઓછામાં ઓછા પ્રીમિયમ પર મળે, જેથી ગરીબથી ગરીબ વ્યક્તિ પણ તેનો લાભ ઉઠાવી શકે. અમારી સરકાર ગરીબો પ્રત્યે સંવેદનશીલ છે, ગરીબોનાં કલ્યાણને મહત્ત્વ આપે છે અને તેમને સશક્ત બનાવવા માટે સતત પ્રયાસ કરે છે.
અત્યારે આપણે અલગ-અલગ યોજનાનાં લાભાર્થીઓ પાસેથી સાંભળ્યું કે મુશ્કેલ સમયમાં કેવી રીતે તેમનાં અને તેમનાં પરિવારને આર્થિક સહાયતા મળી, તેમને એક સહારો મળ્યો.

મારું માનવું છે કે, તેમની વાતો આપણા બધા માટે પ્રેરણાનું ઝરણું છે. આ દર્શાવે છે કે, વીમા સુરક્ષા આપણાં બધા માટે કેટલી જરૂરી છે. મારી તમને બધાને વિનંતી છે કે, તમે બધા પણ આ વીમા યોજનાઓનો લાભ લો અને સાથે સાથે તમારાં ઘરની આસપાસ કોઈ વ્યક્તિ હોય, તમારી ઓફિસમાં કોઈ વ્યક્તિ હોય, તમે તેમને પણ આ યોજનાઓ વિશે જણાવો, તેનો લાભ લેવા પ્રોત્સાહન આપો.

અહીં જેટલા લાભાર્થી છે, તમે લોકો તો તેની ઉપયોગિતાનું જીવંત ઉદાહરણ છે, હું તમને લોકોને આગ્રહ કરું છું કે તમે તમારી આસપાસનાં લોકોને આ માટે પ્રેરિત કરી શકો ચો. હું તમને જણાવું કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના માટે તમે કોઈ પણ બેંક કે પોસ્ટ ઓફિસ જઈને પોતાની નોંધણી કરાવી શકો છો.

અટલ પેન્શન યોજના માટે તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને ત્યાં પોતાની નોંધણી કરાવી શકો છો અને પ્રધાનમંત્રી વયવંદના યોજના માટે દેશભરમાં કોઈ પણ એલઆઈસી ઓફિસમાં જઈને તમે તેનો લાભ લઈ શકો છો.

હું તમને અન્ય એક વાત પણ કહેવા ઇચ્છું છું. વરિષ્ઠ નાગરિકો માટે કેવી-કેવી યોજનાઓ છે, તેઓ સન્માનપૂર્વક જીવન પસાર કરે, તેના માટે આવી યોજનાઓ છે. પણ મારાં દેશનાં વરિષ્ઠ નાગરિકો પણ સન્માનપૂર્વક જીવન જીવનારા લોકો છે, તેઓ બહુ પ્રેરણાદાયક છે. તમે લોકોને કદાચ ખબર નહીં હોય, હજુ આ અંગે બહાર ચર્ચા પણ થઈ નથી. જ્યારે મેં દેશવાસીઓને લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, ગેસની સબસિડીની શું જરૂર છે, છોડી દો ને. અને આ દેશનાં એક કરોડ – સવા કરોડ લોકોએ ગેસ સબસિડી છોડી દીધી હતી.

અત્યારે રેલવેમાં આપણાં વરિષ્ઠ નાગરિકોને રેલવેની ટિકિટમાં થોડાં રૂપિયાની રાહત મળી છે, પણ રેલવેવાળાઓએ પોતાનાં ફોર્મમાં લખ્યું છે કે, તમે આ સબસિડી છોડવા ઇચ્છો છો? તમે ટિકિટની સંપૂર્ણ રકમ આપવા ઇચ્છો છો?
આપણને બધાને ગર્વ થશે કે મારાં દેશનાં લાખો વરિષ્ઠ નાગરિકો, જેમને આનો લાભ મળી શકતો હતો, ઓછાં રૂપિયે રેલવેની ટિકિટની સફર કરી શકતાં હતાં, પણ દેશ માટે લાખો આવાં વરિષ્ઠ નાગરિકો આગળ આવ્યાં, જેમણે રેલવેમાં ટિકિટમાં મળતી સબસિટી લેવાનો ઇનકાર કર્યો, ટિકિટનાં પૂરાં રૂપિયા આપ્યાં અને સફર કરી. કોઈ ઢોલનગારાં પીટવામાં ન આવ્યાં, કોઈ અપીલ કરવામાં ન આવી. મેં ક્યારેય તેની ચર્ચા ન કરી. ફક્ત એક ફોર્મ પર લખ્યું હતું, પણ તેમણે સન્માનથી જીવતાં આપણાં વરિષ્ઠ નાગરિકોએ આટલો મોટો ત્યાગ કર્યો, આ દેશ માટે કોઈ નાનાં સમાચાર નથી.

અને જ્યારે મારાં દેશનાં લોકો આટલું બધું કરે છે, ત્યારે મારાં વરિષ્ઠ નાગરિકો લોકો આટલું કરે છે, ત્યારે અમને બધાને પણ તમારાં માટે દરરોજ કશું ને કશું નવું કરવાનું મન થાય છે, કઇંક સારું કરવાનું મન થાય છે. આવો, આપણે બધા મળીને આપણાં દેશનાં ગરીબોનું ભલું કરીએ, આપણી માતાઓ-બહેનોનું કલ્યાણ થાય, આપણાં વયોવૃદ્ધ – તમામ મહાનુભાવોનું જીવન ગૌરવપૂર્ણ બનાવવાની તક પ્રાપ્ત થાય, આ માટે પ્રયાસ કરતાં રહીએ. હું એક વાર ફરી તમારાં બધાનો ઘણો આભાર વ્યક્ત કરું છું.

ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator

Media Coverage

India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi pays homage to Dr Harekrushna Mahatab on his 125th birth anniversary
November 22, 2024

The Prime Minister Shri Narendra Modi today hailed Dr. Harekrushna Mahatab Ji as a towering personality who devoted his life to making India free and ensuring a life of dignity and equality for every Indian. Paying homage on his 125th birth anniversary, Shri Modi reiterated the Government’s commitment to fulfilling Dr. Mahtab’s ideals.

Responding to a post on X by the President of India, he wrote:

“Dr. Harekrushna Mahatab Ji was a towering personality who devoted his life to making India free and ensuring a life of dignity and equality for every Indian. His contribution towards Odisha's development is particularly noteworthy. He was also a prolific thinker and intellectual. I pay homage to him on his 125th birth anniversary and reiterate our commitment to fulfilling his ideals.”