જય શ્રીરામ– જય શ્રીરામ
જય શ્રીરામ– જય શ્રીરામ
જય શ્રીરામ– જય શ્રીરામ
વિશાળ સંખ્યામાં પધારેલા સંસ્કૃતિ પ્રેમી મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. આપ સૌને વિજયાદશમીના પાવન પર્વની અનેક અનેક શુભકામનાઓ.
ભારત ઉત્સવોની ભૂમિ છે. 365 દિવસમાંથીભાગ્યે જકોઈ એક દિવસ બચતો હશે કે હિન્દુસ્તાનના કોઈ ને કોઈ ખૂણામાં કોઈક ને કોઈક ઉત્સવન ઉજવાતો હોય.
હજારો વર્ષની સાંસ્કૃતિક પરંપરાના કારણે અનેક વીર પૌરાણિક ગાથાઓ સાથે જોડાયેલ આ જીવન, ઈતિહાસની ધરોહરને મજબૂત કરનારી સાંસ્કૃતિક વિરાસત- આ બધાને પગલે આપણા દેશે ઉત્સવોએ પણ સંસ્કારનું, શિક્ષણનું અને સામૂહિક જીવનનું એક સતત શિક્ષણ બનાવવાનું કામ કર્યું છે.
ઉત્સવો આપણને જોડે પણ છે, ઉત્સવો આપણને ઘડેપણ છે. ઉત્સવો આપણામાં ઉમંગ પણ ભરે છે, ઉત્સાહ પણ ભરે છે અને નવા-નવા સપનાઓને સજાવવાનું સામર્થ્ય પણ આપે છે. આપણી નસોમાં ઉત્સવ પ્રજ્વલિત રહે છે, એટલામાટે ભારતના સામાજિક જીવનનું પ્રાણ તત્વ ઉત્સવ છે અને આ ઉત્સવ પ્રાણ તત્વ હોવાના કારણે હજારો વર્ષ જૂની આ મહાન પરંપરાને ક્યારેય ક્લબ કલ્ચરમાં જવાની જરૂર નથી પડતી. ઉત્સવ જ તેમના ભાવોની અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ બની રહે છે અને આ જ ઉત્સવોનું સામર્થ્ય હોય છે.
ઉત્સવની સાથે એક પ્રતિભાને નિખારવી, પ્રતિભાને એક સામાજિક ગરિમા આપવી, પ્રતિભાને પ્રસ્તુત કરવી; તે પણ આપણે ત્યાં એક સતત પ્રયાસ ચાલ્યો છે. કળા હોય, વાદ્ય હોય, ગાયન હોય, નૃત્ય હોય; દરેક પ્રકારની કળા આપણા ઉત્સવો સાથે અભિન્ન રૂપે જોડાયેલી છે અને આ જ કારણે ભારતની હજારો વર્ષની સાંસ્કૃતિક વિરાસતમાં આ કળા સાધનાના કારણે, ઉત્સવોના માધ્યમથી કળા આપણી જીવન વ્યવસ્થામાં હોવાના કારણે ભારતીય પરંપરામાં રોબોટ ઉત્પન્ન નથી થતા, જીવતા જાગતા માણસો જન્મે છે. તેની અંદરની માનવતા, તેની અંદરની કરુણા, તેની અંદરની સંવેદના, તેની અંદરની દયા ભાવના; તેને સતતઊર્જા આપવાનું કામ ઉત્સવોના માધ્યમથી થાય છે.
અને એટલા માટે જ હમણાં જ આપણે નવરાત્રીના નવ દિવસ, હિન્દુસ્તાનનો કોઈ ખૂણો એવો નહીં હોય જ્યાં આગળ નવરાત્રિનું પર્વ ન ઉજવાઈ રહ્યું હોય. શક્તિ સાધનાનું પર્વ, શક્તિ ઉપાસનાનું પર્વ, શક્તિ આરાધનાનું પર્વ અને આ શક્તિ અંદરની ઉણપને ઘટાડવા માટે, અંદરની અસમર્થતાઓથી મુક્તિ મેળવવા માટે, અંદર ઘર કરી ગયેલીકેટલીક હલકી-ફૂલકી વસ્તુઓથી મુક્તિ મેળવવા માટે, આ શક્તિની આરાધના એક નવા સ્વરૂપમાં નવી શક્તિનો સંચાર અંદરોઅંદર જ કરે છે.
અનેજ્યારે માઁની ઉપાસના કરનારો આ દેશ, શક્તિ સાધના કરવાવાળો આ દેશ, તે ધરતી પર દરેક માઁ-દીકરીનું સન્માન, દરેક માઁ-દીકરીનું ગૌરવ, દરેક માઁ-દીકરીની ગરિમા, તેનો સંકલ્પ પણ આ શક્તિ સાધનાની સાથે આપણા લોકોની જવાબદારી બને છે; સમાજના દરેક નાગરિકની જવાબદારી બને છે.
અને એટલા માટે આ વખતે મેં મન કી બાતમાં કહ્યું હતું કે આપણે ત્યાં ઉત્સવ યુગ કાળ અનુસાર પરિવર્તિત થતા રહે છે. આપણે એક એવો સમાજ છીએ, જે ગર્વની સાથે પરિવર્તનને સ્વીકાર કરે છે. આપણે પડકારોની સાથે પડકાર ફેંકનારા લોકો પણ છીએ અને જરૂરીયાત મુજબ પોતાની જાતને બદલનાર લોકો પણ છીએ.
સમય રહેતા પરિવર્તન લાવવું અને તેનું જ કારણ છેજ્યારે કોઈ કહે છે કે આપણું અસ્તિત્વ નાબૂદ નથી થતું, કેમ નાબૂદ નથી થતું- તેનું આ જ કારણ છે કેજ્યારે આપણા સમાજમાં કોઈ દુષણ આવે છે તો આપણા સમાજની અંદરથી જ તે દુષણોની વિરુદ્ધ સંઘર્ષ કરનારા મહાપુરુષો પણપેદા થાય છે. આપણા જ સમાજમાં ઘર કરી ગયેલી, સમાજમાં સ્વીકાર કરવામાં આવેલી બદીઓ વિરુદ્ધ આપણા જ સમાજનો વ્યક્તિજ્યારે લડાઈ લડવા નીકળે છે, શરૂઆતમાં સંઘર્ષ થાય છે પછીથી તે જ આદરણીય તપસ્વી આચાર્ય, તે જ આપણો યુગ પુરુષ, તે જ આપણો પ્રેરણા પુરુષ બની જાય છે.
અને એટલા માટે આપણે પરિવર્તનને નિરંતર સ્વીકાર કરનારા લોકો છીએ અનેજ્યારે પરિવર્તનને સ્વીકાર કરનારા લોકો છીએ ત્યારે, મેં આ વખતે મન કી બાતમાં કહ્યું હતું કે દિવાળીના પર્વ પર આપણે મહાલક્ષ્મીનું પૂજન કરીએ છીએ. લક્ષ્મીનું આગમનખૂબ જ આતુરતાથી આપણે કરીએ છીએ. આપણા મનમાં સપના હોય છે કે આવનારું વર્ષ આવતી દિવાળી સુધી આ લક્ષ્મી આપણા ઘરમાં જ રહે, લક્ષ્મી આપણી વધતી જ રહે, તેવો આપણા મનનો ભાવ રહેતો હોય છે.
મેં મન કી બાતમાં કહ્યું હતું કે જે દેશમાં લક્ષ્મીની પૂજા થતી હોય, આપણા ઘરમાં પણ લક્ષ્મી હોય છે, આપણા ગામડા, આપણીશેરીઓમાં પણ લક્ષ્મીજી હોય છે, આપણી દીકરીઓ લક્ષ્મીનું રૂપ હોય છે. આપણે આપણા ગામમાં, આપણીશેરીઓમાં, આપણા વોર્ડમાં, આપણા શહેરમાં, આ દિવાળી પર જે દીકરીઓએ પોતાના જીવનમાં કંઈક હાંસલ કર્યું છે, સિદ્ધિ મેળવી છે, જે દીકરીઓ બીજાઓને પ્રેરણા આપી શકે છે; આપણે સામૂહિક કાર્યક્રમો કરીને તે દીકરીઓને સન્માનિત કરવી જોઈએ, તે જ આપણું લક્ષ્મી પૂજન હોવું જોઈએ, તે જ આપણા દેશની લક્ષ્મી હોય છે અને એટલા માટે આપણે ત્યાં ઉત્સવોનું પણ સમયાનુસાર પરિવર્તન આપણે સ્વીકાર કર્યું છે.
આજે વિજયાદશમીનું પાવન પર્વ છે અને સાથે-સાથે આજે આપણી વાયુસેનાનો પણ જન્મદિવસ છે. આપણા દેશની વાયુસેના જે રીતે પરાક્રમની નવી-નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે, આજે તે અવસર છે વિજયાદશમીનું પાવન પર્વ અનેજ્યારે ભગવાન હનુમાનને યાદ કરીએ છીએ ત્યારે ખાસ કરીને આવો આપણે વાયુસેનાને પણ યાદ કરીએ. અને આપણી વાયુસેનાના તમામ આપણા બહાદુર જવાનોને પણ યાદ કરીએ અને તેમની માટે પણ શુભકામનાઓ વ્યક્ત કરીએ, તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરીએ.
આજે વિજયાદશમીનું પર્વ છે, આસુરી શક્તિ પર દૈવી શક્તિનું પર્વ છે, વિજયનું પર્વ છે. પરંતુ સમય રહેતા આપણે દરેક ક્ષણે આપણી અંદરની આસુરી શક્તિને પરાસ્ત કરવી પણ તેટલી જ જરૂરી હોય છે અને ત્યારે જઈને આપણે રામનો અનુભવ કરી શકીએ છીએ. અને એટલા માટે પ્રભુ રામનો અનુભવ કરવા માટે, આપણે પણ આપણા જીવનમાં વિજયશ્રી મેળવવા માટે, ડગલે ને પગલે વિજયશ્રી પ્રાપ્ત કરવાના સંકલ્પની સાથે આપણી અંદરની ઊર્જા, અંદરની શક્તિને સામર્થ્ય આપતા આપણા અંદરની કમીઓ, અંદરની નબળાઈઓ, અંદરની આસુરી પ્રવૃત્તિઓને નષ્ટ કરવી એ જ આપણું સૌથી પહેલું કર્તવ્ય બને છે.
આજે વિજયાદશમીના પર્વ પર અને જ્યારે મહાત્મા ગાંધીની 150મી જયંતી આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે બધા જ દેશવાસીઓ સંકલ્પ લે-
આપણે દેશની ભલાઈ માટે એક સંકલ્પ આ વર્ષમાં પૂર્ણ કરીને જ રહીશું, જેનાથી કોઈ ને કોઈ દ્વારા દેશની ભલાઈનું કામ થાય. જો હું પાણી બચાવું છું, તે પણ એક સંકલ્પ હોઈ શકે છે. હું ક્યારેય ખાવાનું ખાઉં છું- એંઠું નહી છોડું, તે પણ સંકલ્પ હોઈ શકે છે. હું વીજળી બચાવું- તે પણ સંકલ્પ હોઈ શકે છે. હું ક્યારેય પણ દેશની સંપત્તિનું નુકસાન નહી થવા દઉં- તે પણ સંકલ્પ હોઈ શકે છે.
આપણે એવો કોઈ સંકલ્પ અને વિજયાદશમીના પર્વ પર સંકલ્પ લઈને, મહાત્મા ગાંધીની 150મી જયંતી હોય, ગુરુ નાનક દેવજીનું 550મું પ્રકાશ પર્વ હોય, આવો પવિત્ર અવસર હોય, આવો સંયોગ બહુ ઓછો મળે છે. આ સંયોગને ઉપયોગ કરીને, તેમાંથી જ પ્રેરણા મેળવીને આપણે પણ કોઈ ને કોઈ સંકલ્પ લઈએ આપણા જીવનમાં અને વિજયશ્રી પ્રાપ્ત કરીને જ રહીશું, તે પણ સુનિશ્ચિત કરીએ.
સામુહિકતાની શક્તિ કેટલી હોય છે. સામુહિકતાની શક્તિ- ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે યાદ કરીએ તો એક આંગળી પર ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો પરંતુ બધા જ ગોવાળિયાઓને તેમની લાકડીની સામૂહિક તાકાત વડે તેને ઉપાડવામાં તેમણે સાથે જોડ્યા હતા.
પ્રભુ રામજીના જીવનમાં જોઈએ- સમુદ્ર પાર કરવો હતો, પુલ બનાવવો હતો, બ્રિજ બનાવવો હતો- સામૂહિક શક્તિ, તે પણ પોતાના સાથીના રૂપમાં જંગલોમાંથી જે સાથીઓ મળ્યા હતા, તેમને સાથે લઈને સામૂહિક શક્તિના માધ્યમથી પ્રભુ રામજીએ પુલ પણ બનાવી દીધો હતો અને લંકા પણ પહોંચી ગયા. આ સામર્થ્ય સામૂહિકતામાં હોય છે. આ ઉત્સવ સામૂહિકતાની શક્તિ આપે છે. તે શક્તિના ભરોસે જ આપણે પણ આપણા સંકલ્પોને પાર કરીએ.
પ્લાસ્ટિકથી મુક્તિ અપાવવા માટે આપણે આપણી જાતમાં પ્રયાસ કરીએ. આપણા ગામ, ગલી, શેરીઓને જોડીએ, એક આંદોલનના રૂપમાં ચલાવીએ- નોસિંગલ યુઝ પ્લાસ્ટિક અને એટલા માટે આપ્રકારનો વિચાર લઈને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્તિનો આપણો પોતાનો સંકલ્પ હોવો જોઈએ.
આજે પ્રભુ રામજીના આ વિજયોત્સવના પર્વને હજારો વર્ષોથી આપણે વિજય પર્વના રૂપમાં ઉજવતા આવ્યા છીએ. રામાયણ ભજવીને સંસ્કાર સરિતા વહાવવાનો પ્રયાસ કરીએ છીએ. પેઢી દર પેઢી આ સંસ્કાર સંક્રમણ ચાલતું રહે છે.
આજે આ દ્વારકા રામલીલા સમિતિ દ્વારા પણ આ પ્રસ્તુતિ દ્વારા યુવા પેઢીને, નવી પેઢીને આપણીસાંસ્કૃતિક વિરાસત વડે પરિચિત કરાવવાનો જે પ્રયાસ થઇ રહ્યો છે, હું અંતઃકરણ પૂર્વક તેમને અભિનંદન આપું છું.
તમને પણ વિજયાદશમીની અનેક અનેક શુભકામનાઓ આપું છું. અને મારી સાથે ફરીથી બોલો-
જય શ્રીરામ– જય શ્રીરામ
જય શ્રીરામ– જય શ્રીરામ
જય શ્રીરામ– જય શ્રીરામ
ખૂબખૂબ આભાર!