આયુષ્યમાન ભારત નવા ભારતનું એક ક્રાંતિકારી પગલું છે
આયુષ્યમાન ભારત દેશના 130 લોકોના સમર્પણ અને તાકાતનું પ્રતિક છે : પ્રધાનમંત્રી મોદી
આયુષ્યમાન ભારત તંદુરસ્ત ભારત માટે એક સમગ્રલક્ષી ઉકેલ છે : પ્રધાનમંત્રી

મંચ પર ઉપસ્થિત મંત્રી પરિષદના મારા સાથી ડૉક્ટર હર્ષવર્ધનજી, અશ્વિનીકુમાર ચૌબેજી, જુદા-જુદા રાજ્યોમાંથી આવેલા અને અન્ય સંસ્થાનોમાંથી આવેલા પ્રતિનિધિગણ, આયુષ્માન ભારતની સાથે જોડાયેલ તમામ સાથીઓ, તેમજ અહિં આવેલા સૌ લાભાર્થીઓ.

ભાઈઓ અને બહેનો, આજે ત્રીજી નવરાત્રી છે. આજે માઁના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે દસ ભુજાઓવાળી દેવી ચંદ્રઘંટા ચંદ્રમાઁની શીતળતા અને સૌમ્યતા લઈને સંપૂર્ણ જગતની પીડાનો નાશ કરે છે. ભારતના 50 કરોડથી વધુ ગરીબોની પીડાને હરનારી આયુષ્માન ભારત યોજનાના પહેલા વર્ષ પર ચર્ચાનો આનાથી વધુ સારો સંયોગ વળી બીજો કયો હોઈ શકે છે.

સાથીઓ, આયુષ્માન ભારતનું આ પહેલું વર્ષ સંકલ્પનું રહ્યું છે, સમર્પણનું રહ્યું છે, શિક્ષાનું રહ્યું છે. આ ભારતની સંકલ્પ શક્તિ જ છે કે દુનિયાની સૌથી મોટી આરોગ્ય કાળજી યોજના આપણે ભારતમાં સફળતાપૂર્વક ચલાવી રહ્યા છીએ. અને આ સફળતાની પાછળ સૌથી મોટી સમર્પણની ભાવના છે, સદભાવના છે. આ સમર્પણ દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશનું છે, આ સમપર્ણ દેશના હજારો સરકારી અને ખાનગી દવાખાનાઓનું છે, આ સમર્પણ દરેક કર્મચારી, દરેક તબિબ, આયુષ્માન મિત્ર, આશા વર્કર સામાજિક સંગઠનો, જન પ્રતિનિધિઓ, એટલે કે બધાનું છે.

ભાઈઓ અને બહેનો, આ જ સમર્પણના કારણે જ આજે દેશ વિશ્વાસથી કહી રહ્યો છે, ગર્વ સાથે કહી રહ્યો છે- વર્ષ એક, આયુષ્માન અનેક.

દેશભરના ગરીબ, 46 લાખ ગરીબ પરિવારોને બીમારીની નિરાશામાંથી સ્વસ્થ જીવનની આશા જગાડવી, તે એક બહુ મોટી સિદ્ધિ છે. આ એક વર્ષમાં જો કોઈ એક વ્યક્તિની જમીન, ઘર, ઘરેણા કે બીજો કોઈ સામાન બીમારીના ખર્ચમાં વેચાતો બચ્યો છે, ગીરવે રાખવામાંથી બચ્યો છે; તો તે આયુષ્માન ભારતની ઘણી મોટી સફળતા છે.

સાથીઓ, થોડા સમય પહેલા આવા જ કેટલાક લાભાર્થીઓ સાથે મને વાત કરવાનો અવસર મળ્યો. વીતેલા એક વર્ષમાં, ત્યાં સુધી કે ચૂંટણી દરમિયાન પણ મેં દેશભરમાં આવા તમામ સાથીઓની સાથે સંવાદ કરવાનો સતત પ્રયાસ કર્યો છે. તેમની સાથે વાતચીત કરવાથી તમને એવો અનુભવ થાય છે કે આયુષ્માન ભારત ‘PM-JAY’ ગરીબોના જીવનમાં શું પરિવર્તન લાવી રહી છે અને એક રીતે PM-JAY હવે ગરીબોની જય બની ગઈ છે. જયારે ગરીબનું બાળક સ્વસ્થ હોય છે, જયારે ઘરે ઘરના એકમાત્ર કમાનારા સ્વસ્થ થઇને પછી કામ પર જવા નીકળે છે, ત્યારે આયુષ્માન હોવાનો અર્થ સમજણમાં આવે છે. અનેએટલા માટે આયુષ્માન ભારત ‘PM-JAY’ની સફળતાની માટે સમર્પણ કરનારા, સમર્પિત દરેક વ્યક્તિ, દરેક સંસ્થાની સાથે દેશના કરોડો ગરીબોની અનેક અનેક શુભકામનાઓ છે. આ મહાન કાર્યમાં લાગેલા દરેક સાથીને હું ખૂબ-ખૂબ સાધુવાદ આપું છું, અભિનંદન આપું છું.

ભાઈઓ અને બહેનો, સંકલ્પ અને સમર્પણની સાથે-સાથે આ પહેલા વર્ષમાં અમે અનુભવથી ઘણું બધું શીખ્યું છે. હમણાં અહિં આવતા પહેલા મેં પ્રદર્શનના માધ્યમથી એક વર્ષની યાત્રાને પણ જોઈ છે. કેવી રીતે સમયની સાથે અમે દરેક પડકારને દૂર કર્યા છે, ટેકનીકલ રૂપે સતત વિસ્તરણ કર્યું છે, દરેક શેરધારક સાથે સતત સંવાદ બનાવેલો રાખ્યો છે, શંકાઓ અને આશંકાઓને દૂર કર્યા છે. શિક્ષાનો, સંવાદનો, સુધારાનો આ સિલસિલો આગળ પણ સતત ચાલતો રહેશે.

સાથીઓ, આ યોજનાના પહોંચને, દેખરેખને કઈ રીતે અસરકારક બનાવી શકાય, લાભાર્થીઓ માટે કેવી રીતે તેને સુગમ બનાવી શકાય, દવાખાનાઓની તકલીફોને કઈ રીતે દૂર કરી શકાય; તેને લઈને અહિં બે દિવસ દરમિયાન વિસ્તૃત ચર્ચા થઇ છે. ખાસ કરીને વૈશ્વિક આરોગ્ય કાળજી એટલે કે આ યોજનાની હદ દરેક પરિવાર પર કઈ રીતે લાગુ થાય, તેને લઈને દેશના કેટલાક રાજ્યોએ જે પોતાના અનુભવો વહેંચ્યા છે, તેમના ઉપર ગંભીરતાથી વિચાર થવો જોઈએ. તે આપણા સૌની જવાબદારી છે કે દરેક ગરીબ માટે, દરેક દેશવાસી માટે મુસીબતના સમયમાં દવાખાનાના દરવાજા ખુલ્લા રહેવા જોઈએ, વધુ સારો સારવાર ઉપલબ્ધ હોવો જોઈએ.

ભાઈઓ અને બહેનો, આયુષ્માન ભારત ન્યુ ઇન્ડિયાના ક્રાંતિકારી પગલાઓમાનું એક છે. માત્ર એટલા માટે નહીં કારણ કે તે દેશના સામાન્ય માનવીના, ગરીબના જીવનને બચાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે પરંતુ એટલા માટે પણ કારણ કે તે ભારતના રૂપમાં 130 કરોડ લોકોના સામુહિક સંકલ્પો અને સામર્થ્યનું પણ પ્રતિક છે. આવું હું એટલા માટે કહી રહ્યો છું કે આપણા દેશમાં ગરીબને સસ્તી અને વધુ સારી સ્વાસ્થ્ય સેવા આપવાના પ્રયાસ પહેલા પણ થયા છે. દરેક રાજ્ય, દરેક કેન્દ્રશાસિત પ્રદેશે પોતાના સીમિત સ્તર પર દરેક શક્ય કોશિશ કરી છે. રાજ્યોની તમામ સદભાવના છતાં ના તો ગરીબોને તે લાભ મળી રહ્યો હતો અને ના તો મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં કોઈ સુધારો થઇ રહ્યો હતો. પરંતુ આયુષ્માન ભારતે સિદ્ધ કરી દીધું કે જયારે ભારતની સામુહિક તાકાત જો ક્યાંય પણ લાગી જાય છે તો તેનો લાભ અને શક્તિ ખૂબ વ્યાપક થઇ જાય છે, વિરાટ થઇ જાય છે. આયુષ્માન ભારત દેશના કોઇપણ ભાગના દર્દીને દેશના કોઈ પણ ખૂણામાં લાભ સુનિશ્ચિત કરાવી આપે છે જે પહેલા અશક્ય હતું. આ જ કારણ છે કે વીતેલા એક વર્ષમાં આશરે 50 હજાર લાભાર્થીઓએ પોતાના રાજ્યની બહાર બીજા રાજ્યોમાં આ યોજનાનો લાભ ઉઠાવ્યો છે, એટલે કે સારા દવાખાનામાં જવું.

ભાઈઓ અને બહેનો, દેશનો કોઇપણ વ્યક્તિ સારવારની માટે પોતાના ઘર, પોતાના જિલ્લા, પોતાના રાજ્યથી દૂર નથી જવા માંગતો, તે પગલું મજબૂરીમાં જ ઉપાડવું પડે છે. દેશના દરેક નાગરિકને ઘરની પાસે જ સારામાં સારી સ્વાસ્થ્ય સુવિધાઓ મળે, તેની માટે દરેક રાજ્ય પ્રયાસ કરી રહ્યા છે. તેપણ સત્ય છે કે દેશના એવા ભાગોમાં, જ્યાં સ્વાસ્થ્ય સુવિધાઓ વધુ સારી છે, ત્યાં દબાણ જરા વધુ છે પરંતુ તે દરેક ભારતીયની ફરજ છે કે દેશનો કોઇપણ નાગરિક આધુનિક સ્વાસ્થ્ય સેવાઓથી વંચિત ન રહી જવો જોઈએ. આયુષ્માન ભારત આ જ ભાવનાને મજબૂત કરી રહ્યું છે.

સાથીઓ, આયુષ્માન ભારત સંપૂર્ણ ભારત માટે સામુહિક સમાધાન સાથે-સાથે સ્વસ્થ ભારતના સંપૂર્ણ સમાધાનની પણ યોજના છે. સરકારની તે વિચારધારાનો વિસ્તાર છે જે અંતર્ગત અમે ભારતની સમસ્યાઓ અને પડકારોને પહોંચી વળવા માટે ટુકડાઓમાં વિચારવાને બદલે સમગ્રતામાં કામ કરી રહ્યા છીએ. કેટલાક દિવસો પહેલા સંયુક્ત રાષ્ટ્રમાં યુનિવર્સલ હેલ્થ કેરને લઇને એક કાર્યક્રમ થયો હતો, જેમાં મને ભારતની વાત કહેવાનો અવસર મળ્યો હતો. ભારતમાં આરોગ્ય કાળજીને લઈને જે રીતે સંપૂર્ણ પહોંચની સાથે કામ થઇ રહ્યું છે, જે માપદંડ પર કામ થઇ રહ્યું છે, એ દુનિયા માટે એક અજાયબી છે, આશ્ચર્યચકિત છે દુનિયા!

ભાઈઓ અને બહેનો, સંયુક્ત રાષ્ટ્રમાં ઉપસ્થિત દુનિયાભરના પ્રતિનિધિઓને મેં જણાવ્યું છે કે કઈ રીતે અમે સ્વસ્થ ભારતને ચાર મજબૂત સ્તંભો પર ઉભું કરી રહ્યા છીએ. પહેલો – અટકાયતી આરોગ્ય કાળજી, બીજો – સસ્તી આરોગ્ય કાળજી, ત્રીજો – પુરવઠામાં સુધારો અને ચોથો- રાષ્ટ્રીય પોષણ અભિયાન જેવી મિશન મોડવાળી દખલગીરીઓ છે.

પહેલા સ્તંભની જો વાત કરીએ તો આજે સ્વચ્છતા, યોગ, આયુષ, રસીકરણ અને તંદુરસ્તી પર ભાર મુકવામાં આવી રહ્યો છે, જેથી દૈનિક જીવન સાથે જોડાયેલી બીમારીઓ ઓછામાં ઓછી થાય. એટલું જ નહી, પશુઓના કારણે પણ ફેલાનારી બીમારીઓ મનુષ્યને પરેશાન કરે છે અને એટલા માટે આ વખતે અમે એક મિશન મોડમાં કામ ઉપાડ્યું છે – પશુઓમાં ફૂટ ટુ માઉથ જે રોગ છે, તે બીમારીથી હિન્દુસ્તાનને મુક્ત કરવાનું. એટલે કે પશુઓની પણ ચિંતા, તેને પણ અમે ભૂલ્યા નથી.

મેં બીજા સ્તંભની વાત કરી. બીજો સ્તંભ એટલે કે દેશના સામાન્ય જનને ઉત્તમ અને સસ્તો સારવાર મળે, તેની માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ભાઈઓ અને બહેનો, આ બંને સ્તંભોને આયુષ્માન ભારત યોજના ખૂબ મજબૂતી આપી રહી છે. પછી તે દેશભરમાં દોઢ લાખથી વધુ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોનું નિર્માણ હોય કે પછી દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીના મફત સારવારની સુવિધા, આયુષ્માન ભારતની ભૂમિકા જ મહત્વની છે.

સાથીઓ, આયુષ્માન ભારત અમારા ત્રીજા સ્તંભ એટલે કે પુરવઠા બાજુની મજબૂતીનો પણ સક્ષમ આધાર બનાવી રહી છે. આયુષ્માન ભારતથી દેશમાં સ્વાસ્થ્ય સેવાઓની માંગમાં વૃદ્ધિ થઇ રહી છે. હવે તે ગરીબ દર્દી પણ દવાખાનામાં પહોંચી રહ્યો છે જે ક્યારેય સારવારના વિષયમાં વિચારતો સુદ્ધા નહોતો. ખાનગી દવાખાનાઓમાં તો સારવારની તે કલ્પના જ નહોતો કરી શકતો. આજે PM-JAYની સેવા આપનારા 18 હજારથી વધુ દવાખાનાઓમાંથી ઓછામાં ઓછા 10 હજાર એટલે કે આવા અડધાથી વધુ દવાખાના ખાનગી ક્ષેત્રના છે. આવનારા સમયમાં આ ભાગીદારી હજી વધુ વધવાની છે.

સાથીઓ, જેમ જેમ માંગ વધી રહી છે, તેમ-તેમ દેશમાં નાના શહેરોમાં આધુનિક મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળ પથરાઈ રહી છે. આવનારા સમયમાં અનેક નવા દવાખાના બનવાના છે. રોજગારના નવા અવસર મળવાના છે. એક અનુમાન અનુસાર આવનારા પાંચ સાત વર્ષોમાં માત્ર આયુષ્માન ભારત યોજનાથી ઉત્પન્ન થયેલી માગના કારણે જ આશરે 11 લાખ નવા રોજગાર નિર્મિત થશે. તે કેટલો મોટો આંકડો છે કે તેનો અંદાજો એ વાત ઉપરથી જ લગાવી શકાય તેમ છે કે માત્ર રેલવે જ આના કરતા રોજગારનું વધુ નિર્માણ કરે છે.

ભાઈઓ અને બહેનો, રોજગારની આ સંભાવનાઓની માટે આપણા યુવા સાથીઓને તાલીમ આપવી ખૂબ જરૂરી છે. આ જ કારણ છે કે મેડિકલ શિક્ષણ સાથે જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તાર આપવામાં આવી રહ્યો છે અને નીતિઓમાં સતત સુધારા કરવામાં આવી રહ્યા છે. એક બાજુ દેશમાં મેડિકલ શિક્ષણમાં બેઠકોની સંખ્યા વધારવામાં આવી છે ત્યાં જ તેમાં પ્રવેશથી લઈને નિયમન સુધી એક સળંગ અને પારદર્શક વ્યવસ્થા બનાવવામાં આવી રહી છે. દેશભરમાં 75 નવા સરકારી મેડિકલ કોલેજો બનાવવાનો નિર્ણય હોય કે પછી દેશમાં નવા નેશનલ મેડિકલ કમિશનનું નિર્માણ, તેનાથી મેડિકલ ક્ષેત્રને નિશ્ચિતપણે લાભ થવાનો છે.

નેશનલ મેડિકલ કમીશનથી દેશમાં મેડિકલ શિક્ષણના વિસ્તરણને ગતિ મળશે, તેની ગુણવત્તામાં સુધારો આવશે અને ભ્રષ્ટાચારની ફરિયાદો પણ દૂર થશે.

સાથીઓ, આયુષ્માન ભારત યોજનાને પણ વપરાશકર્તાઓને અનુકુળ બનાવવા માટે તેને ફૂલ પ્રૂફ બનાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને મને જણાવવામાં આવ્યું છે કે તેની સાથે જોડાયેલા આઈટી સિસ્ટમને PM-JAY 2.૦ના રૂપમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે અને તેમાં સતત સુધારો કરવામાં આવી રહ્યો છે. આજે જે એપ લોન્ચ કરવામાં આવી છે, તેનાથી લાભાર્થીને ખૂબ મદદ મળવાની છે. પરંતુ સાથીઓ આ યોજનાને વધુ સક્ષમ વધુ વ્યાપક બનાવવા માટે આપણે હજુ વધારે ટેકનિકલ સમાધાનોની જરૂરિયાત છે. આયુષ્માન ભારતના જુદા જુદા ઘટકો છે, તેમને અંદરો અંદર જોડવા માટે એક અસરકારક અને સુગમ તંત્રની જરૂર છે. આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોથી લઈને મોટા દવાખાનાના ઓપરેશન થીયેટર સુધી, ડાયગ્નોસિસ, રેફરલ અને ફોલો અપ કેરનું એક ટેકનોલોજી આધારિત તંત્ર આપણે વિકસિત કરવાનું છે. આપણે તે સ્થિતિ તરફ વધવાનું છે જ્યાં ગામના આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રમાં દાખલ થયેલ કોઇપણ વ્યક્તિનો આરોગ્ય ડેટા તે વ્યક્તિની બીમારીના ડાયગ્નોસિસમાં કામમાં આવે. આ જ ડેટા મોટા દવાખાનાઓ માટે રીફર કરવાથી આગળના સારવારની માટે અસરકારક ભૂમિકા નિભાવી શકે. તેના માટે આપણે સૌએ વિચારવું પડશે, નવી પેઢીના લોકોને જોડવા પડશે.

સાથીઓ, આજે લોન્ચ કરવામાં આવેલ PM-JAY સ્ટાર્ટ અપ ગ્રાન્ડ ચેલેન્જ મહત્વની ભૂમિકા નિભાવનાર છે અને હું દેશની યુવા શક્તિને, ખાસ કરીને આઈટી વ્યવસાયિકોને આગ્રહ કરીશ કે આ માનવતાનું કામ છે, આ ચેલેન્જને તમે જ ઉપાડી લો અને આવનારા સમયમાં તમે એક શ્રેષ્ઠ ઉપાય લઇને આવો. તેના માધ્યમથી દેશભરમાં આરોગ્ય ક્ષેત્રમાં કામ કરનારા સ્ટાર્ટ અપ્સને આયુષ્માન ભારત સાથે જોડવામાં આવી રહ્યા છે. હું દેશના તમામ યુવા ઉદ્યોગસાહસિકોને, નવિનીકરણ કરનારાઓને આ અવસરનો લાભ ઉઠાવવા માટે ફરી એકવાર આમંત્રિત કરું છું.

ભાઈઓ અને બહેનો, ન્યુ ઇન્ડિયાનું આરોગ્ય અને કાળજી તંત્ર ખરેખર સમગ્ર દુનિયાની માટે એક મિસાલ બનવાનું છે. તેમાં પણ આયુષ્માન ભારત યોજનાનું ઘણું મોટું યોગદાન રહેશે. દેશના કરોડો લોકોને આયુષ્માન બનાવવાની આપણી પ્રતિબદ્ધતા વધુ મજબૂત થાય, આપણા દરેક પ્રયાસ સફળ થાય. એજ કામના સાથે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ-ખૂબ આભાર, ખૂબ-ખૂબ શુભકામનાઓ!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to attend Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 22, 2024
PM to interact with prominent leaders from the Christian community including Cardinals and Bishops
First such instance that a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India

Prime Minister Shri Narendra Modi will attend the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi at 6:30 PM on 23rd December.

Prime Minister will interact with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent lay leaders of the Church.

This is the first time a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India.

Catholic Bishops' Conference of India (CBCI) was established in 1944 and is the body which works closest with all the Catholics across India.