ભારત માતાની જય, ભારત માતાની જય, ભારત માતાની જય, હું એક નારો બોલાવીશ તમારે સૌ મારી સાથે બલોશો – હું કહીશ મહારાજા સુહેલદેવ… તમે સૌ બંને હાથ ઉપર કરીને બોલશો, બે વાર બોલશો, અમર રહે, અમર રહે, મહારાજા સુહેલદેવ… અમર રહે, અમર રહે, મહારાજા સુહેલદેવ… અમર રહે અમર રહે, મહારાજા સુહેલદેવ… અમર રહે અમર રહે,મહારાજા સુહેલદેવ… અમર રહે, અમર રહે.

વિશાળ સંખ્યામાં પધારેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનો.

દેશની સુરક્ષા માટે શૂરવીર આપનારી, વીર સપૂત આપનારી, સેનાનીઓને જન્મ આપનારી, આ ધરતી જ્યાં ઋષિઓ,મુનીઓના ચરણ પડ્યા છે. એવા ગાઝીપુરમાં એક વાર ફરી આવવું મારી માટે ખૂબ સુખદ છે.

તમારા સૌનો ઉત્સાહ અને જોશ હંમેશાથી મારી ઉર્જાનો સ્રોત રહ્યો છે. આજે પણ તમે આટલી મોટી સંખ્યામાં અહિં આવ્યા છે અને આવા ઠંડીના માહોલમાં મને આશીર્વાદ આપવા પહોંચ્યા છે. તેની માટે હું આપ સૌને નમન કરું છું.

સાથીઓ, ઉત્તર પ્રદેશમાં મારા આજના પ્રવાસ દરમિયાન આજે પૂર્વાંચલને દેશનું એક મોટું મેડિકલ કેન્દ્ર બનાવવા, કૃષિ સાથે જોડાયેલા શોધનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવા અને યુપીના લઘુ ઉદ્યોગોને મજબૂત કરવાની દિશામાં અનેક મહત્વપૂર્ણ પગલા ઉઠાવવામાં આવશે. થોડા સમય પહેલા જ ગાઝીપુરમાં બનનારા નવા મેડિકલ કોલેજોનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

આજે અહિયાં પૂર્વાચલ અને સમગ્ર ઉત્તર પ્રદેશનું ગૌરવ વધારનારુ એક વધુ પુણ્ય કાર્ય થયું છે. સમગ્ર દેશના આજે ખૂણે ખૂણાનું આ ગૌરવ વધારનારો અવસર છે. દરેક હિન્દુસ્તાનીને પોતાના દેશ, પોતાની સંસ્કૃતિ, પોતાની મહાક્રોશ તેમની વીરતાનું પુનઃસ્મરણ કરાવવાનું એક પુણ્ય કાર્ય આજે અહિયાં થયું છે. મહારાજા સુહેલદેવની શૌર્ય ગાથા દેશની માટે તેમના યોગદાનને નમન કરીને થોડા સમય પહેલા તેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. પાંચ રૂપિયાની કિંમતની આ ટપાલ ટિકિટ લાખોની સંખ્યામાં દેશભરની પોસ્ટ ઓફિસોના માધ્યમથી દેશના ઘરે ઘર સુધી પહોંચવાની છે. મહારાજા સુહેલદેવને – તેમના મહાન કાર્યોને હિન્દુસ્તાનના દરેક ખૂણામાં, દરેક ઘરમાં પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ આ ટપાલ ટિકિટના માધ્યમથી થવા જઈ રહ્યો છે.

સાથીઓ, મહારાજા સુહેલદેવ દેશના તે વીરોમાંથી એક રહ્યા છે, જેમણે માંભારતીના સન્માન માટે સંઘર્ષ કર્યો. મહારાજા સુહેલદેવ જેવા નાયક જેમનાથી દરેક વંચિત, દરેક શોષિત પ્રેરણા લે છે.તેમનું સ્મરણ પણ તો ‘સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને વધુ નવી શક્તિ આપે છે. એવું કહેવાય છે કે જ્યારે મહારાજા સુહેલદેવનું રાજ્ય હતું તો લોકો ઘરોમાં તાળા લગાવવાની પણ જરૂરિયાત નહોતા સમજતા. પોતાના શાસનમાં તેમણે લોકોના જીવનને સરળ બનાવવા, ગરીબોને સશક્ત કરવા માટે અનેક કાર્યો કર્યા છે. તેમણે રસ્તાઓ બનાવડાવ્યા, બગીચાઓ બનાવડાવ્યા, શાળાઓ ખોલાવી,મંદિરોની સ્થાપના કરી અને પોતાના રાજ્યને ખૂબ જ સુંદર સ્વરૂપ આપ્યું. જ્યારે વિદેશી આક્રાંતાઓએ ભારત ભૂમિ પર આંખ ઉંચી કરી તો મહારાજા સુહેલદેવ તે મહાવીરોમાંના એક હતા જેમણે તેમનો અડિખમ રીતે સામનો કર્યો અને દુશ્મનોને પરાજિત કર્યા. તેમણે આસપાસના અન્ય રાજાઓને સાથે જોડીને એવી સંગઠન શક્તિ ઉત્પન્ન કરી કે દુશ્મન તેમની સામે ટકી ના શક્યા. મહારાજા સુહેલદેવનું જીવન એક શ્રેષ્ઠ યોદ્ધા, કુશળ રણનીતિકાર, સંગઠન શક્તિના નિર્માતા એવી અનેક પ્રેરણાની તેઓ મૂર્તિ રહ્યા છે. તેઓ સૌને સાથે લઈને ચાલતા હતા. મહારાજા સુહેલદેવ સૌના હતા.

ભાઈઓ અને બહેનો દેશના એવા વીર વીરાંગનાઓને, જેમણે પહેલાની સરકારોને એક રીતે ભુલાવી દીધી, માન નથી આપ્યું, તેમને નમન કરવું એ અમારી સરકારે પોતાની જવાબદારી સમજી છે. અમે અમારી જવાબદારી સમજી છે.

ભાઈઓ અને બહેનો ઉત્તર પ્રદેશના બહરાઈચ જનપદમાં ચિતોરા, જ્યારે પણ આપણે મહારાજા સુહેલદેવને યાદ કરીએ છીએ તો બહરાઈચ જનપદના ચિતોરાને ક્યારેય ભૂલી નથી શકતા. એ જ ધરતી હતી જ્યાં મહારાજાએ આક્રાંતાઓને ખતમ કર્યા હતા, હરાવ્યા હતા. યોગીજીની સરકારે તે સ્થાન પર જ્યાં મહારાજા સુહેલદેવે ભવ્ય વિજય પ્રાપ્ત કરી હતી અને જે મહાપુરુષને હજાર વર્ષો સુધી ભુલાવી દેવામાં આવ્યા હતા. તેમના સ્મારકમાં તે વિજયને યાદ કરાવનારી પેઢીઓ તેમની માટે એક ભવ્ય સ્મારક બનાવવાનો પણ આજે ઉત્તર પ્રદેશની સરકારે નિર્ણય કર્યો છે. હું ઉત્તરપ્રદેશ સરકારને મહારાજા સુહેલદેવના આ સ્મારક માટે આ કલ્પના માટે, ઈતિહાસને પુનર્જીવિત કરવા માટે હૃદયપૂર્વક ખૂબ–ખૂબ અભિનંદન આપું છું અને મહારાજા સુહેલદેવ પાસેથી પ્રેરણા લેનારા દરેક વ્યક્તિને દેશના ખૂણે ખૂણામાં પ્રેરણા મળતી રહે તેની માટે શુભકામનાઓ આપું છું.

આ ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં કેન્દ્ર સરકારનો દ્રઢ નિશ્ચય છે કે જેમણે પણ ભારતની રક્ષા, સુરક્ષા, ભારતના સામાજિક જીવને ઉપર ઉઠાવવામાં યોગદાન આપ્યું છે તેમની સ્મૃતિને ભૂંસાવા દેવામાં નહી આવે. પોતાના ઈતિહાસ,પોતાની પુરાતન સંસ્કૃતિના સ્વર્ણિમ પૃષ્ઠો પર ધૂળ જમા થવા દેવામાં નહી આવે.

સાથીઓ, મહારાજા સુહેલદેવ જેટલા મોટા વીર હતા તેટલા જ મોટા દયાળુ અને સંવેદનશીલ પણ હતા. સંવેદનશીલતાના આ જ સંસ્કાર અમે સરકારમાં, વ્યવસ્થામાં લાવવાના ભરપુર પ્રયાસો કરી રહ્યા છીએ. કેન્દ્ર અને યુપી સરકાર સંપૂર્ણ ઈમાનદારી સાથે પ્રયાસો કરી રહી છે કે ગરીબ, પછાત, દલિત, શોષિત, વંચિત દરેક રીતે સમાજનો આ તબક્કો સશક્ત બને, સામર્થ્યવાન બને, પોતાના હકોને પ્રાપ્ત કરીને રહે. આ સપનું લઈને અમે કામ કરી રહ્યા છીએ. તેમનો અવાજ વ્યવસ્થા સુધી સરળતાથી પહોંચી શકે.

ભાઈઓ અને બહેનો આજે સરકાર સામાન્ય જનતા માટે સુલભ પણ છે અને અનેક સમસ્યાઓના સ્થાયી સમાધાનનો પ્રયત્ન પણ કરી રહી છે. વોટની માટે તાત્કાલિક જાહેરાતો, લેસ કાપવાની પરંપરાને અમારી સરકારે સંપૂર્ણ રીતે બદલી છે.સરકારના સંસ્કાર અને વ્યવહારમાં પરિવર્તન જોવા મળી રહ્યા છે. આ જ કારણ છે કે આજે ગરીબમાં ગરીબની પણ સુનાવણી થવાનો માર્ગ ખુલ્યો છે.

સાથીઓ, સમાજની છેલ્લી પાયરી પર ઉભેલા વ્યક્તિને ગરિમાપૂર્ણ જીવન આપવાનું આ અભિયાન હજુ હમણાં શરૂઆતના તબક્કામાં છે. હજુ એક મજબૂત આધાર બનાવવામાં સરકાર સફળ થઇ છે. આ જ પાયા પર મજબૂત ઈમારત તૈયાર કરવાનું કામ હજુ બાકી છે. પૂર્વાચલમાં સ્વાસ્થ્ય સેવાઓનો વિસ્તાર આ જ દિશામાં ભરવામાં આવેલું એક પગલું છે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ દેશમાં સૌથી ઓછા વિકસિત ક્ષેત્રોમાં પૂર્વાચલને મેડિકલ હબ બનાવવાની દિશામાં સતત ઝડપ લાવવામાં આવી રહી છે.

ભાઈઓ અને બહેનો થોડા સમય પહેલા જે મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તેનાથી આ ક્ષેત્રને આધુનિક ચિકિત્સા સુવિધા તો મળશે જ. ગાઝીપુરમાં નવા અને મેધાવી ડોકટરો પણ તૈયાર થશે. અહિયાંના નવયુવાનોને ડોક્ટર બનવાનું સપનું પોતાના ઘરમાં પૂરું કરવાનો મોકો મળશે. આશરે અઢીસો કરોડના ખર્ચે જ્યારે આ કોલેજ બનીને તૈયાર થઇ જશે તો ગાઝીપુરનું જિલ્લા દવાખાનું ૩૦૦ પથારીનું થઇ જશે. આ દવાખાનામાંથી ગાઝીપુરની સાથે સાથે આસપાસના અન્ય જિલ્લાઓના લોકોને પણ લાભ મળશે. લાંબા સમયથી આ તમારા સૌની માંગણી રહી હતી અને આપ સૌના પ્રિય અમારા સાથી મનોજ સિંહાજી પણ સતત તેને ટેકો આપતા રહ્યા છે. ખૂબ ટૂંક સમયમાં જ આ દવાખાનું આપ સૌની સેવા માટે સમર્પિત થશે. તે સિવાય ગાઝીપુરમાં 100 પથારીનું પ્રસૂતિ દવાખાનાની સુવિધા પણ જોડાઈ ગઈ છે. જિલ્લા દવાખાનામાં આધુનિક એમ્બ્યુલન્સની સુવિધા આપવામાં આવી છે. આવનારા સમયમાં આ સુવિધાઓને વધુ વિસ્તૃત કરવામાં આવશે.

ભાઈઓ અને બહેનો ગાઝીપુરની નવી મેડિકલ કોલેજ હોય, ગોરખપુરનું એમ્સ હોય, વારાણસીમાં બની રહેલ અનેક આધુનિક દવાખાનાઓ હોય, જુના દવાખાનાઓનો વિસ્તાર હોય, પૂર્વાચલમાં હજારો કરોડોની સ્વાસ્થ્ય સુવિધાઓ તૈયાર થઇ રહી છે.

સાથીઓ, ગરીબ અને મધ્યમવર્ગના સ્વાસ્થ્યને આઝાદીના ઈતિહાસમાં પહેલીવાર આટલી પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આયુષમાન ભારત યોજનાપીએમજેએવાય લોકો તેને મોદી કેર પણ કહે છે. આપીએમજેએવાયઆયુષમાન યોજનાનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ યોજનાથી કેન્સર જેવી સેંકડો ગંભીર બીમારીઓની સ્થિતિમાં પાંચ લાખ રૂપિયા સુધીનો મફત ઈલાજ સુનિશ્ચિત થયો છે.માત્ર 100દિવસની અંદર જ દેશભરના આશરે સાડા છ લાખ ગરીબ ભાઈઓ બહેનોનો મફત ઈલાજ કાં તો થઇ ગયો છે અથવા તો અત્યારે દવાખાનામાં ઈલાજ ચાલી રહ્યો છે. તેમાં આપણા ઉત્તર પ્રદેશના પણ 14 હજારથી વધુ બહેનો ભાઈઓને આનો લાભ મળ્યો છે. અને આ તે લોકો છે બે–બે, ચાર–ચાર, પાંચ–પાંચ વર્ષથી ગંભીર બીમારીની સાથે મૃત્યુની રાહ જોઈ રહ્યા હતા. બીક લગતી હતી કે જો ઉપચાર કરાવીશ તો સમગ્ર પરિવાર દેવામાં ડૂબી જશે. તે દવાઓ નહોતા લેતા, મુસીબત સહન કરતા હતા, આયુષમાન ભારત યોજનાએ એવા લોકોને તાકાત આપી છે, સાંત્વના આપી, હવે તેઓ દવાખાનામાં આવ્યા છે, તેમના ઓપરેશનો થઇ રહ્યા છે અને હસતા રમતા તેઓ પોતાના ઘરે પાછા જઈ રહ્યા છે. એટલું જ નહી સરકાર દેશના દરેક પરિવારને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ અને સુરક્ષા વીમા જેવી યોજનાઓ સાથે જોડવાનો પણ પ્રયાસ કરી રહી છે. મુશ્કેલીના સમયમાં 2 લાખ રૂપિયા સુધીની મદદ મળી શકે તેની માટે માત્ર 90 પૈસા પ્રતિદિન અને 1 રૂપિયો મહિને જેટલા થોડા પ્રિમીયમ પર આ યોજનાઓ ચાલી રહી છે. આ બંને યોજનાઓથી દેશભરમાં 20 કરોડથી વધુ લોકો જોડાઈ ચુક્યા છે તેમાં આશરે પોણા બે કરોડ લોકો આપણા ઉત્તરપ્રદેશના પણ છે જે અંતર્ગત ૩ હજાર કરોડ રૂપિયાથી વધુ જરૂરિયાતમંદ પરિવારો સુધી આ રકમ પહોંચી ગઈ છે અને જેમાંથી આશરે 4સો કરોડ રૂપિયાનો દાવો ઉત્તરપ્રદેશના એવા પરિવારોના ઘરે પહોંચી ગયો છે.

સાથીઓ, 4 સો કરોડ રૂપિયા 90 પૈસાના વીમા વડે આ પરિવારો સુધી પહોંચ્યા, તેમના પરિવારોને કેટલી તાકાત મળી હશે.

સાથીઓ, જ્યારે સરકારો પારદર્શકતા સાથે કામ કરે છે, જ્યારે જનહિત સ્વહિતથી ઉપર રાખવામાં આવે છે,સંવેદનશીલતા જ્યારે સાધનનો સ્વભાવ હોય છે તો એવા મોટા કામ સ્વાભાવિકપણે થાય છે. જ્યારે લક્ષ્ય વ્યવસ્થામાં સ્થાયી પરિવર્તનનું હોય છે ત્યારે આવા મોટા કામ થાય છે. ત્યારે દુરની વિચારધારાની સાથે સાથે સ્થાયી અને ઈમાનદાર પ્રયાસો કરવામાં આવે છે.

સાથીઓ, કાશીનું ચોખા સંશોધન સંસ્થાન હોય, વારાણસી અને ગાઝીપુરમાં બનેલા કાર્ગો કેન્દ્રો હોય, ગોરખપુરમાં બની રહેલા ખાદ્ય કારખાના હોય, બાણસાગર જેવી સિંચાઈ પરિયોજનાઓ હોય, બિયારણથી બજાર સુધીની અનેક વ્યવસ્થાઓ દેશભરમાં તૈયાર થઇ રહી છે. મને જણાવવામાં આવ્યું છે કે ગાઝીપુરમાં જે પેરીશેબલ કાર્ગો સેન્ટર બન્યું છે તેનાથી અહિંના લીલા મરચા અને લીલા વટાણા.. આપણા મનોજજી જણાવી રહ્યા હતા દુબઈના બજારમાં વેચાઈ રહ્યા છે. ખેડૂતોને પહેલાની સરખામણીમાં હવે વધુ ભાવ મળી રહ્યા છે.

આજે જે પણ કામ થઇ રહ્યું છે, તે સંપૂર્ણ પ્રમાણિકતા સાથે ઈમાનદારી સાથે ખેડૂતોની આવક બમણી કરવા માટે થઇ રહ્યું છે. ઓછા ખર્ચમાં વધુ લાભ ખેડૂતોને મળે તે દિશામાં પૂરી લગનથી કામ કરવામાં આવી રહ્યું છે.

ભાઈઓ અને બહેનો વોટ ભેગા કરવા માટે લલચામણા ઉપાયોની શું હાલત થાય છે તે અત્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જોવા મળી રહ્યું છે. સરકાર બદલાતા જ હવે ત્યાં ખાદ્ય માટે, યુરીયા માટે લાઈનો લાગવા લાગી છે,લાકડીઓ ચાલવા લાગી છે. કાળા બજાર કરનારા મેદાનમાં આવી ગયા છે. કર્ણાટકમાં લાખો ખેડૂતોને દેવા માફીનો વાયદો કરવામાં આવ્યો હતો.

ભાઈઓ અને બહેનો આ સચ્ચાઈ સમજો કર્ણાટકમાં હજુ હમણાં હમણાં જ કોંગ્રેસે પાછલા દરવાજેથી સરકાર બનાવી અને દેવા માફીનો ખેડૂતોને વાયદો કર્યો હતો. લોલીપોપ પકડાવી દીધી હતી. લાખો ખેડૂતોની દેવા માફી થવાની હતી અનેકરી કેટલી કહું… કહું… કેટલું કર્યું… કેટલા ખેડૂતોને લાભ મળ્યો કહું… તમને નવાઈ લાગશે. કહું… લાખો ખેડૂતોને દેવા માફીનો વાયદો કરવામાં આવ્યો હતો, વોટ ચોરી લેવામાં આવ્યા. પાછલા દરવાજેથી ચોરી ના રસ્તે સરકાર બનાવી દેવામાં આવી અને આપ્યું કેટલા લોકોને માત્ર… માત્ર… માત્ર… માત્ર… 800 લોકોને.

તમે મને કહો આ કેવા વાયદા આ કેવા ખેલ… આ ખેડૂતોની સાથે કેવો દગો થઇ રહ્યો છે તેને તમે સમજો ભાઈઓ અને બહેનો. જેમની નથી થઈ દેવા માફી તો નથી થઇ પરંતુ હવે તેમની પાછળ પોલસી છોડી દેવામાં આવી છે…જાઓ પૈસા જમા કરાવો.

સાથીઓ, તત્કાલીન રાજનૈતિક લાભ માટે જે વાયદાઓ કરવામાં આવે છે, જે નિર્ણયો લેવામાં આવે છે તેનાથી દેશની સમસ્યાઓને સ્થાયી સમાધાનનથી મળી શકતું.

2009ની ચૂંટણી પહેલા શું થયું હતું આપ સૌ તેના સાક્ષી છો, 2009ની ચૂંટણી પહેલા પણ તેઓ આવી જ લોલીપોપ પકડાવનારાઓએ દેવામાફીનો વાયદો કર્યો હતો. દેશભરના ખેડૂતોની દેવામાફીનો વાયદો કર્યો હતો. હું અહિયાં જે ખેડૂત છે હું જરા તેને પૂછવા માંગું છું 10 વર્ષ પહેલા 2009માં શું તમારું દેવું માફ થયું હતું ખરું, માફ થયું હતું ખરું, તમારા ખાતામાં પૈસા આવ્યા ખરા, શું તમને કોઈ મદદ મળી ખરી. વાયદો થયો હતો કે નહોતો થયો. સરકાર બની હતી કે નહોતી બની અને તમને ભૂલી નાખવામાં આવ્યા હતા કે નહોતા ભુલાવી દેવામાં આવ્યા. એવા લોકો ઉપર ભરોસો કરશો ખરા… આ લોલીપોપ કંપની પર ભરોસો કરશો ખરા… આ જુઠ્ઠું બોલનારા લોકો પર ભરોસો કરશો ખરા… આ જનતાને દગો આપનારાઓ ઉપર ભરોસો કરશો ખરા…

ભાઈઓ અને બહેનો તમને નવાઈ લાગશે ત્યારે છ લાખ કરોડ રૂપિયાનું દેવું ખેડૂતો ઉપર હતું સમગ્ર દેશમાં છ લાખ કરોડ રૂપિયાનું પરંતુ માફ કરવાની જાહેરાત કરવામાં આવી તો તે કેટલાની કરવામાં આવી તે તમને ખબર છે… છ લાખ કરોડનું દેવું હતું અનેચૂંટાઈ આવ્યા બાદ, સરકાર બન્યા બાદ કેવા નાટકો કરવામાં આવ્યા, કઈ રીતે ખેડૂતોની આંખમાં ધૂળ નાખવામાં આવી તે આ આંકડો પોતે બોલે છે. છ લાખ કરોડની સામે કેટલા રૂપિયાનું દેવું માફ કરી દેવામાં આવ્યું ખબર છે તમને હું કહું… યાદ રાખશો ને… યાદ રાખશો આ લોકો આવી જાય લોલીપોપ પકડાવવા, બીજીવાર યાદ કરાવશો, પાક્કું કરાવશો ને… છ લાખ કરોડ રૂપિયાનું દેવું ખેડૂતોનું અને ક્યાં 60 હજાર કરોડ… એટલું જ નહી.. આપ્યું તે પણ કોણે આપ્યું જ્યારે સીએજીનો અહેવાલ આવ્યો તો ખબર પડી કે તેમાં 35 લાખ ખૂબ મોટી રકમ આ 35 લાખ લોકોના ઘરમાં ગઈ અને તેઓ ન તો ખેડૂતો હતા, ન દેવાદાર હતા, ન દેવામાફીના હકદાર હતા. આ રૂપિયા તમારા ગયા કે ન ગયા, આ ચોરી થઇ કે ન થઇ જેમનું દેવું માફ થયું તેમાંથી પણ લાખોને પ્રમાણપત્ર આપવામાં નથી આવ્યા. જેના પગલે તેનું વ્યાજ ચડતું ગયું અને પછીથી તે બિચારા ખેડૂતને દેવું વ્યાજ સહીત વધારે આપવું પડ્યું. આ પાપ આ લોકોએ કર્યું છે.

ભાઈઓ અને બહેનો આ લોકો બીજીવાર પણ દેવું લેવા માટે લાયક નથી રહ્યા. તેમને દારૂ પાસે જવું પડ્યું, તેમને ખાનગીમાં ધિરાણ લેવા જવું પડ્યું. મોંઘા ધિરાણો લેવા પડ્યા.

સાથીઓ, આ પ્રકારની દેવા માફીનો લાભ કોને થયો ઓછામાં ઓછો ખેડૂતોને તો નથી જ થયો. એટલા માટે મારો આગ્રહ હશે કે કોંગ્રેસના આ જુઠઅને બેઈમાનીથી સતર્ક રહો. યાદ રાખો કે કોંગ્રેસની સરકારે તો સ્વામીનાથન આયોગની સિફારિશ સુદ્ધા પણ લાગુ નહોતી કરી. કોંગ્રેસના કારણે જ ખેડૂતોને કુલ ખર્ચના દોઢ ગણા મુલ્ય આપવાની સિફારિશવાળી ફાઈલો વર્ષો સુધી આ કોંગ્રેસવાળાઓ તેની ઉપર બેસી રહ્યા હતા, બેઠેલા હતા. કાઢતા નહોતા, જો કોંગ્રેસે પોતાના સમયમાં આજથી 11 વર્ષ પહેલા જો સ્વામીનાથન કમિશનનો સ્વીકાર કર્યો હોત, લાગુ કર્યો હોત, કુલ ખર્ચના દોઢ ગણા ભાવ ખેડૂતોને આપવાનું નક્કી કર્યું હોત તો આજે મારો ખેડૂત દેવાદાર હોત જ નહી, તેને દેવાની જરૂર જ ના પડત. પરંતુ તમારું પાપ, તમે તે ફાઈલને દબાવીને રાખી, ખેડૂતને ભાવ ન આપ્યો, એમએસપી ન આપી, ખેડૂત બરબાદ થઇ ગયો, દેવાદાર થઇ ગયો. આ તમારા પાપોનું પરિણામ છે. આ ફાઈલને ભાજપા સરકારે બહાર કાઢી અને ભાવ સહીત 22 પાકોનું એમએસપી કુલ ખર્ચના દોઢ ગણું નક્કી કરવામાં આવ્યું.

ભાઈઓ અને બહેનો એવા અનેક કામો છે જે વીતેલા ચાર વર્ષોથી કરવામાં આવી રહ્યા છે. જે નાનો ખેડૂત છે તેને પણ અમારી સરકાર બેંકો સાથે જોડી રહી છે. બજારોમાં નવું માળખાગત બાંધકામ નવી સુવિધાઓ હવે તૈયાર થઇ રહી છે.ટેકનોલોજીના માધ્યમથી બજારોને હવે તૈયાર કરવામાં આવી રહ્યા છે. નવા કોલ્ડ સ્ટોરેજ, મેગા ફૂડ પાર્ક તેની પણ શ્રુંખલા હવે તૈયાર થઇ રહી છે.

સાથીઓ, ખેડૂતના પાકથી લઈને ઉદ્યોગોની માટે જરૂરી આધુનિક માળખાગત બાંધકામ પણ આ જ સરકાર તૈયાર કરાવી રહી છે. પૂર્વાચલના વધુ સારા સંપર્ક માટે વીતેલા સાડા ચાર વર્ષમાં અનેક કામ પુરા થઇ ચુક્યા છે અને અનેક પ્રોજેક્ટ્સ આવનારા સમયમાં પુરા થવા જઈ રહ્યા છે. પૂર્વાચલ એક્સપ્રેસ વે ઉપર ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે.

ગયા વખતે જ્યારે હું ગાઝીપુર આવ્યો હતો તો તાડીઘાટ ગાઝીપુર રેલ રોડ પુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. મને જણાવવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં જ આ સેવા પણ તૈયાર થઇ જશે. તેનાથી પૂર્વાંચલના લોકોને દિલ્હી અને હાવડા જવા માટે એક વૈકલ્પિક રસ્તો મળશે.

સાથીઓ, વીતેલા સાડા ચાર વર્ષોમાં પૂર્વીય ઉત્તરપ્રદેશમાં રેલ્વેના ઘણા મહત્વપૂર્ણ કામો થયા છે. સ્ટેશન આધુનિક થઇ રહ્યા છે, લાઈનો બમણી અને તેનું વિદ્યુતીકરણ થઇ રહ્યું છે. અનેક નવી ટ્રેનો શરુ થઇ છે. ગામડાના રસ્તાઓ હોય, રાષ્ટ્રીય ધોરીમાર્ગો હોય, કે પછી પૂર્વાચલ એક્સપ્રેસ વે… જ્યારે આ તમામ પ્રોજેક્ટ પુરા થઇ જશે તો આ ક્ષેત્રનું ચિત્ર જ બદલાઈ જવાનું છે. હમણાં તાજેતરમાં જે વારાણસીથી લઈને કોલકાતા સુધી નદી માર્ગની શરૂઆત કરવામાં આવી છે તેનો પણ લાભ ગાઝીપુરને મળવાનો નક્કી છે. અહિયાં જેટી બનવાની છે જેનો શિલાન્યાસ પણ થઇ ગયો છે. આ તમામ સુવિધાઓના બનવાથી આ સંપૂર્ણ ક્ષેત્ર વેપાર અને કારોબારનું કેન્દ્ર બનશે, અહિયાં ઉદ્યોગ ધંધાઓ લાગશે, યુવાનોને રોજગારના નવા અવસરો મળશે.

સાથીઓ, સ્વરાજના આ સંકલ્પ તરફ અમે સતત પગલા ભરી રહ્યા છીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના હોયસ્વચ્છ ભારત અભિયાન હોયઉજ્જવલા યોજના હોયઆયુષમાન ભારત યોજના હોયમુદ્રા યોજના હોયસૌભાગ્ય યોજના હોયતે માત્ર યોજનાઓ જ નથી પરંતુ સશક્તીકરણના માધ્યમ છે. વિકાસની પંચધારા બાળકોનો અભ્યાસ,યુવાનોની કમાણી, વડીલોની દવાઓ, ખેડૂતોને સિંચાઈ અને જન જનની સુનાવણીની માટે મજબૂત કડીઓ છે.

ભાઈઓ અને બહેનો આવનારો સમય તમારો છે, તમારા બાળકોનો છે, યુવા પેઢીનો છે. તમારા ભવિષ્યને સુધારવા માટે તમારા બાળકોના ભવિષ્યને બનાવવા માટે તમારો આ ચોકીદાર ખૂબ ઈમાનદારી સાથે ખૂબ લગન સાથે દિવસ રાત એકકરી રહ્યો છે. તમે તમારો વિશ્વાસ અને આશીર્વાદ આ જ રીતે બનાવી રાખજો કારણ કે ચોકીદારના લીધે કેટલાક ચોરોની રાતની ઊંઘ ઉડી ગઈ છે. મારી ઉપર તમારો વિશ્વાસ અને આશીર્વાદ જ એક દિવસ… એક દિવસ એવો આવશે આ ચોરોને સાચી જગ્યા સુધી લઇ જશે.

એક વાર ફરી તમને નવા મેડિકલ કોલેજ માટે ખૂબ–ખૂબ અભિનંદનની સાથે ફરી એકવાર મહારાજા સુહેલદેવના મહાન પરાક્રમોને પ્રણામ કરતા, હું મારી વાતને સમાપ્ત કરું છું. બે દિવસ પછી 2019નું વર્ષ શરુ થશે આ નવા વર્ષની માટે પણ હું તમને ખૂબ–ખૂબ શુભકામનાઓ આપું છું.

ભારત માતાની જય…. ભારત માતાની જય!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Waqf Law Has No Place In The Constitution, Says PM Modi

Media Coverage

Waqf Law Has No Place In The Constitution, Says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to participate in ‘Odisha Parba 2024’ on 24 November
November 24, 2024

Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.

Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.