વિશાળ સંખ્યામાં પધારેલા કાશીના મારા યુવાન સાથીઓ. કાશીના આપ સૌ ભાઈ બંધુ, ભગીનીઓને મારા પ્રણામ હજો.
અમારા કાશીના લોકો મને એટલો પ્રેમ આપે છે સાચે જ કે મન હૃદય ગદગદ થઇ ગયું છે. આપનો દીકરો છું, સમય કાઢીને વારે વારે કાશી આવવાનું મન થાય છે.
ભાઈઓ અને બહેનો, હર હર મહાદેવ!
મારી માટે એ સૌભાગ્યની વાત છે કે દેશની માટે સમર્પિત એક અન્ય વર્ષની શરૂઆત, હું બાબા વિશ્વનાથ અને માં ગંગાના શુભાશિષ સાથે કરી રહ્યો છું. આપ સૌનો આ સ્નેહ, આ આશીર્વાદ મને પ્રતિ ક્ષણ પ્રેરિત કરતા રહે છે અને તમામ દેશવાસીઓની સેવાના સંકલ્પને વધુ મજબુત કરતા રહે છે.
સાથીઓ, આ જ સેવાભાવને આગળ વધારવા માટે આજે અહિંયાં સાડા પાંચસો કરોડ રૂપિયાથી વધુ રકમની પરિયોજનાનું લોકાર્પણ થયું છે અથવા તો શિલાન્યાસ થયો છે.
વિકાસના આ કાર્યો બનારસ શહેર જ નહી પરંતુ આસપાસના ગામડાઓ સાથે પણ જોડાયેલા છે. તેમાં વીજળી, પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો સાથે જોડાયેલ પરિયોજનાઓ તો છે જ, સાથે-સાથે ખેડૂતો, વણકરો અને શિલ્પકારોને નવા અવસરો સાથે જોડનારી પરિયોજનાઓ પણ સામેલ છે.
એટલું જ નહી, બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયને 21મી સદીનું મહત્વપૂર્ણ જ્ઞાન કેન્દ્ર બનાવવા માટે પણ અનેલ પરિયોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. આ પરિયોજનાઓની માટે હું બનારસના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું.
સાથીઓ, હું જ્યારે પણ તમારી વચ્ચે આવું છું તો એક વાત જરૂરથી યાદ અપાવું છું, અમે કાશીમાં જે અણ બદલાવ લાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ તે તેની પરંપરાનું જતન કરીને, તેની પૌરાણિકતાઓને બચાવીને કરવામાં આવી રહ્યા છે. અનંતકાળથી જે આ શહેરની ઓળખ રહી છે, તેને સુરક્ષિત કરીને આ શહેરમાં આધુનિક વ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.
ચાર સવા ચાર વર્ષ પહેલા જ્યારે કાશીવાસી બદલાવના આ સંકલ્પને લઈને નીકળ્યા હતા ત્યારે અને આજમાં અંતર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. દેખાય છે ને? અંતર દેખાય છે કે નથી દેખાતું? બદલાવ જોવા મળી રહ્યો છે? ધરતી પર પરિવર્તન દેખાઈ રહ્યું છે? આભાર.
નહિતર તમે તો તે વ્યવસ્થાના સાક્ષી રહી ચુક્યા છો જ્યારે આપણી કાશીને ભોલેનાથના ભરોસે પોતાના હાલ પર છોડી દેવામાં આવી હતી. આજે મને ઘણો સંતોષ છે કે બાબા વિશ્વનાથના આશીર્વાદથી અમે વારાણસીને વિકાસની નવી દિશા આપવામાં સફળ થયા છીએ.
નહિતર વર્ષો પહેલાના તે દિવસો પણ હતા જ્યારે કાશીની ધ્વસ્ત થઇ રહેલ વ્યવસ્થાઓને જોઇને અહિંયાં આવનારા દરેક વ્યક્તિનું મન ઉદાસ થઇ જતું હતું. વીજળીના તારના જાળ, તેની જેમ જ આ શહેર પણ પોતાની અવ્યવસ્થાઓમાં ઉલઝેલું હતું અને એટલા માટે જ મેં નક્કી કર્યું હતું કે કાશીની ચારે તરફ ફેલાયેલી અવ્યવસ્થાને ચારે તરફના વિકાસમાં બદલવી છે.
આજે કાશીમાં દરેક દિશામાં પરિવર્તન થઇ રહ્યું છે. મને યાદ છે સાંસદ બન્યા પહેલા પણ જ્યારે હું અહિંયાં આવતો હતો તો શહેરભરમાં વીજળીના લટકતા તારોને જોઇને હું હંમેશા વિચારતો હતો કે આખરે ક્યારે બનારસને આમાંથી મુક્તિ મળશે? આજે જુઓ, શહેરના એક મોટા હિસ્સામાં લટકતા તારો ગાયબ થઇ ગયા છે. બાકી જગ્યાઓ પર પણ આ તારોને જમીનની અંદર પાથરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
આજે વીજળીકરણ સાથે જોડાયેલ પાંચ મોટી પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમાં જૂની કાશીને વીજળીના લટકતા તારોથી મુક્તિ અપાવવાનું કામ પણ તેમાં સામેલ છે. આ બધી જ પરિયોજનાઓ દ્વારા વારાણસી શહેર સિવાય આસપાસના અનેક ગામડાઓને પૂરતી વીજળી આપવાના લક્ષ્યને વધુ જોર મળવાનું છે. તેના સિવાય આજે એક બીજા વિદ્યુત ઉપકેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જ્યારે તે તૈયાર થઇ જશે તો આસપાસના ઘણા મોટા ક્ષેત્રને ઓછા વોલ્ટેજની સમસ્યામાંથી છુટકારો મળશે.
સાથીઓ, વારાણસીને પૂર્વી ભારતના ગેટ વે તરીકે વિકસિત કરવાના ભરપુર પ્રયાસો થઇ રહ્યા છે. અને એટલા માટે સરકારની પ્રાથમિકતા વારાણસીને વિશ્વ કક્ષાના માળખાગત બાંધકામ સાથે જોડવાની છે. 21મી સદીની જરૂરિયાતો અનુસાર ટ્રાન્સપોર્ટ હોય, મેડીકલ સુવિધાઓ હોય, શિક્ષા સુવિધાઓ હોય, તે તમામનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
આજે કાશી એલઈડીના પ્રકાશથી ઝગમગ થઇ રહી છે. શહેરના માર્ગો – પેલે પાર રાત્રે પણ માં ગંગાનો પ્રવાસ દેખાય છે. એલઈડી બલ્બથી પ્રકાશ તો થયો જ છે પરંતુ તમારા લોકોના વીજળીના બિલમાં પણ ઘણો ઘટાડો થયો છે. વારાણસી નગર નિગમે એલઈડી બલ્બ લગાવ્યા બાદ કરોડો રુપિયાની બચત કરી છે.
સાથીઓ ચાર વર્ષ પહેલા જે કાશી આવ્યું હતું, તે જ્યારે આજે કાશીને જુએ છે તો તેને નવા માર્ગોનો વિસ્તાર થતો જોવા મળે છે. વર્ષોથી બનારસમાં રીંગ રોડની ચર્ચા થઇ રહી હતી, પરંતુ તેનું કામ ફાઈલોમાં દબાયેલું પડ્યું હતું. 2014માં સરકાર બન્યા પછી કાશીમાં રીંગ રોડની ફાઈલોને ફરીથી કાઢવામાં આવી છે. પરંતુ યુપીમાં પહેલાની સરકારે આ પ્રોજેક્ટમાં ઝડપ ના આવવા દીધી. તેમને ચિંતા થઇ રહી હતી કે ક્યાંક આ કામ થઇ ગયું તો મોદીનો જયજયકાર થઇ જશે અને એટલા માટે દબાવીને બેઠા હતા.
પરંતુ જેવા તમે લોકોએ યોગીજીની સરકાર બનાવી, સરકાર બન્યા પછી હવે આ કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. હરહુસાથી ગાઝીપુર સુધી ચાર લેનના રસ્તાનું કામ લગભગ પૂર્ણ થવાના આરે છે. હરહુઆથી રાજા તાલાબ અને ચંદૌલી સુધી એક નવા સર્કીટને તૈયાર કરવા પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. એ જ રસ્તામાં ગંગા પર પણ એક પુલ બનાવવામાં આવશે, જેનાથી બનારસમાં આવનારા મોટા ટ્રકોની સંખ્યા ઓછી થઇ જશે.
સાથીઓ, કાશી રીંગ રોડના નિર્માણથી માત્ર કાશી જ નહી, આસપાસના અનેક જીલ્લાઓને પણ લાભ થવા જઈ રહ્યો છે. બિહાર, નેપાળ, ઝારખંડ, મધ્યપ્રદેશ; ત્યાં જવા માટે અહિંયાથી નીકળતા માર્ગોનું ઘણું મહત્વ છે. એ જ કારણ છે કે વારાણસી શહેરની અંદર અને વારાણસીને બીજા રાજ્યો સાથે જોડાનારા માર્ગોને પહોળા કરવામાં આવી રહ્યા છે, તેમનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. વારાણસી હનમના એટલે કે નેશનલ હાઈવે નંબર 7, વારાણસી-સુલતાનપુર માર્ગ, વારાણસી-ગોરખપુર સેક્શન, વારાણસી હંડિયા માર્ગ સંપર્ક પર પણ હજારો કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.
ભાઈઓ અને બહેનો, બનારસની અંદર પણ હજારો કરોડો રૂપિયાની અનેક માર્ગ પરીયોજનો ચાલી રહી છે. મહમુરગંજથી મંડુઆડીહ આવતા જતા લોકોને પહેલા કેટલી તકલીફ પડતી હતી. શાળાએ આવતા જતા બાળકોને કઈ રીતે તકલીફો ઉઠાવવી પડતી હતી; તે પણ તમને યાદ કરાવવાની જરૂર નથી. વર્ષો સુધી રાહ જોયા બાદ મંડુઆડીહ ફ્લાયઓવરનું કામ પણ પૂરું થઇ ચુક્યું છે. તે જ ગંગા નદી પર બનેલા સામનેગાટ પુલનું કામ પૂર્ણ થવાથી રામનગર આવવા જવાનું વધુ સરળ બની ગયું છે. શહેરનો અંધુરા પુલ જેટલો જુનો હતો તેટલી જ જૂની તેને પહોળો કરવાની માંગણી હતી. અનેક દાયકાઓથી અંધુરા પુલને પહોળો કરવાનું કામ અટકેલું પડ્યું હતું. આ કામને પણ પૂરું કરવામાં આવ્યું છે. તેના સિવાય બોજુવીડ-સિંદૌરા માર્ગને પહોળો કરવાનું કામ, શીવપુર-ફૂલવરિયા માર્ગને 4 લેનનો કરવાનું કામ, રાજા તાલાબ પોલસીચોકીથી જખીની સુધી માર્ગને પહોળો કરવાનું કામ હોય, શહેરના જુદા જુદા ભાગોમાં આજે ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે. આસ્થા અને પર્યટનની દ્રષ્ટીએ મહત્વપૂર્ણ પંચકોસી માર્ગના વિકાસનું કામ પણ આજે તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે.
ભાવતપુલથી કચેરી માર્ગ સુધી બની રહેલ રસ્તા પર લગભગ 750 કરોડ રૂપિયા ખર્ચ કરી દેવામાં આવી રહ્યા છે. પહેલા આ માર્ગ કેટલો સાંકડો હતો, તેનાથી તમે સૌ સુપેરે પરિચિત છો. કેટલીક જ મીનીટોનો રસ્તો કાપવામાં કલાકોનો સમય લાગી જતો હતી. ભારે જામના લીધે અનેક વાર ફ્લાઈટ પણ અને ટ્રેન સુદ્ધા છૂટી જતી હતી. જ્યારે આ રસ્તો સંપૂર્ણ રીતે તૈયાર થઇ જશે તો આ બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મળવાનું નક્કી છે.
સાથીઓ, વારાણસીમાં થઇ રહેલા વિકાસના સાક્ષી અહિંયાં આગળ એરપોર્ટ પર આવનારા લોકો પણ બની રહ્યા છે. વિમાનથી બનારસ આવનારા લોકો અને પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ચાર વર્ષ પહેલા જ્યાં બાવતપુર એરપોર્ટ પર આઠ લાખ લોકો આવતા જતા હતા, ત્યારે હવે આ આંકડો 21 લાખ સુધી પહોંચી ગયો છે.
સ્માર્ટ બનારસમાં સ્માર્ટ પરિવર્તન થાય તેની માટે વાહનવ્યવહારના દરેક પ્રકારના માધ્યમોને આધુનિક બનાવવાનું કામ થઇ રહ્યું છે. ટ્રાફિક વ્યવસ્થાને સંકલિત કરવામાં આવી રહી છે. જેથી કરીને કોઈ એક પરિવહન વ્યવસ્થા પર બોઝ ના પડે. અહિંયાં બની રહેલા ઇન્ટીગ્રેટેડ કમાંડ અને કંટ્રોલ સેન્ટર સમગ્ર શહેરના વહીવટ અને જાહેર સુવિધાઓ પર નિયંત્રણ કરનારા છે.
બનારસ અને બનારસમાં ઝડપથી બની રહેલ મલ્ટી મોડલ ટર્મિનલનું કામ પૂરું થવાથી આ શહેર ટ્રાન્સપોર્ટ અને લોજીસ્ટીકના મોટા કેન્દ્ર તરીકે ઉભરવાનું છે. તેનાથી માર્ગ, રેલ અને જળ પરિવહન, ત્રણેયનો સંપર્ક વધશે, જેનો મોટો લાભ અહીના વેપાર અને ઉદ્યોગને મળવાનો છે.
સાથીઓ, કાશી આવતા જતા લોકોનો સમય બચે, તેની માટે ગંગા પર ફેરી ચલાવવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. વારાણસીથી હલ્દીયા સુધી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1નું કામ પણ ચાલી રહ્યું છે. સીએનજી વડે ગાડીઓ ચલાવવાની દિશામાં ઝડપી ગતિએ કામ થઇ રહ્યું છે.
ભાઈઓ અને બહેનો, સોશ્યલ મીડિયા પર જ્યારે લોકોને વારાણસી કેંટ સ્ટેશનના ફોટા પોસ્ટ કરતા જોઉં છું તો મારી પ્રસન્નતા બમણી થઇ જાય છે. કેંટ સ્ટેશન હોમંડુઆડીહ હોય કે પછી સીટી સ્ટેશન; બધા પર વિકાસના કાર્યોને ગતિ આપવામાં આવી છે. તેમને આધુનિક બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. રેલવેથી કાશી આવનારા લોકોને હવે સ્ટેશન પર જ નવા કાશીની ઝલક જોવા મળે છે.
સાથીઓ, તેના સિવાય વારાણસીને અલ્હાબાદ અને છપરા સાથે જોડનારા ટ્રેકની ડબલિંગનું કામ પણ પ્રગતિ પર છે. વારાણસીથી લઈને બલિયા સુધી વિદ્યુતીકરણનું કામ પણ પૂર્ણ થઇ ચુક્યું છે. વારાણસી-અલાહાબાદ સીટી ખંડના બેવડીકરણ અને વિદ્યુતીકરણનું કામ ચાલુ છે.
માળખાગત બાંધકામની સાથે સાથે વારાણસી દેશના બાકીના ભાગો સાથે રેલ સંપર્કમાં પણ અનેક ગણો વધારો થયો છે. વારાણસીથી અનેક નવી ગાડીઓની શરૂઆત છેલ્લા ચાર વર્ષમાં કરવામાં આવી ચેહ. વારાણસીથી નવી દિલ્હી, વડોદરા, પટના જવા માટે જુદી જુદી મહામના એક્સપ્રેસ, વારાણસી પટના જનશતાબ્દી એક્સપ્રેસ જેવી આધુનિક સુવિધાઓવાળી ટ્રેનોએ બધાનું ધ્યાન આકર્ષ્યું છે. હુબલી હોય, મૈસુર હોય, ગુવાહાટી હોય; દેશના અન્ય શહેરોની સાથે વારાણસીનો રેલવે સંપર્ક વધુ મજબુત થયો છે.
સાથીઓ, આજે કાશીમાં માત્ર આવવા જવાનું જ સરળ થયું છે એવું નથી પરંતુ શહેરના સૌન્દર્યને પણ નિખારવામાં આવ્યું છે. આપણા ઘાટ હવે ગંદકીથી નહી પરંતુ પ્રકાશથી અતિથીઓનો સત્કાર કરે છે. માં ગંગાના જળમાં હવે નાવની સાથે સાથે કુરુંજની પણ સવારી શક્ય બની શકી છે. આપણા મંદિરો, પૂજા સ્થળો સુધી શ્રદ્ધાળુઓને પહોંચવામાં તકલીફ ના પડે, તેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પર્યટનથી પરિવર્તનનું આ અભિયાન સતત ચાલી રહ્યું છે.
ભાઈઓ અને બહેનો, વીતેલા ચાર વર્ષોથી કાશીની વિરાસત, આપણી ધરોહરને સાચવવાનું, તેમને સુધારવાનું કામ કરવામાં આવી રહ્યું છે. મૈદાગીરસિત ટાઉન હોલ એવી જગ્યા છે જ્યાં ગાંધીજીએ સ્વતંત્રતા આંદોલનની અલખ જગાડી હતી. આપણે હેરીટેજ ભવનનું ગૌરવ પાછું લાવવાનું કામ કર્યું છે. તે પાછો પોતાના મૂળ સ્વરૂપમાં દેખાવા લાગ્યો છે.
વારાણસીના મોટા અને મુખ્ય બગીચાઓનો જીર્ણોદ્ધાર, વિકાસ અને સૌન્દર્યીકરણ પણ કરવામાં આવ્યું છે. સારનાથમાં પ્રવાસીઓ માટે લાઈટ અને સાઉન્ડ શોની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બુદ્ધ થીમ પાર્ક, સારંગનાથ તળાવ, ગુરૂધામ મંદિર, માર્કંડેય મહાદેવ મંદિર જેવા આસ્થા સાથે જોડાયેલ અનેક સ્થળોનું સૌન્દર્યીકરણ પણ કરવામાં આવી ચુક્યું છે.
ભૈરવ કુંડ, સારંગનાથ કુંડ, લક્ષ્મી કુંડ અને દુર્ગા કુંડની સાફ સફાઈ અને સુંદરતાનું કામ પણ પૂરું થઇ ગયું છે. છેલ્લા ચાર વર્ષોની અંદર બીજા દેશોના અનેક શીર્ષ નેતાઓનું સ્વાગત કાશીવાસીઓએ કર્યું છે, અદ્ભુત સ્વાગત કર્યું છે. જાપાનના પ્રધાનમંત્રી શિન્જો આબે, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રો, જર્મનીના રાષ્ટ્રપતિ ફૈંક વોલ્ટરે કાશીના આતિથ્યની સમગ્ર દુનિયામાં સરાહના કરી છે, જ્યાં પણ ગયા ત્યાં તેની વાત કરી છે. જાપાને તો કાશીની માટે કન્વેન્શન સેન્ટરની ભેટ પણ આપી છે.
સાથીઓ, બનારસના આતિથ્ય પર આવતા વર્ષની શરૂઆતમાં પણ દુનિયાભરના લોકોની નજર રહેવાની છે. જાન્યુઆરીમાં દુનિયાભરમાં વસેલા ભારતીયોનો કુંભ, અહિંયાં કાશીમાં લાગવાનો છે. અને તેની માટે સરકાર પોતાના સ્તર પર કામ કરી રહી છે. પરંતુ તમારો સહયોગ પણ જરૂરી રહેશે. એક એક કાશીવાસીએ તેની માટે આગળ આવવું પડશે. કાશીની ગલી ગલી, ખૂણે ખૂણા, ચાર રસ્તાઓ પર બનારસનો રસ, બનારસનો રંગ, બનારસની સંસ્કૃતિક વિરાસત જોવા મળવી જોઈએ. સાફ સફાઈથી લઈને આતિથ્ય સત્કારની એવી મિસાલ આપણે બનાવવાની છે કે આપણા પ્રવાસી ભાઈ બહેન જીવનભર યાદ રાખી શકે. અને હું તો ઈચ્છીશ કે પ્રવાસી ભારતીય દિવસમાં દુનિયાભરના જે લોકો અહિંયાં આવશે, તેઓ એવો અનુભવ કરીને જાય, એવો અનુભવ કરીને જાય કે તેઓ હંમેશા માટે કાશીના પ્રવાસનના રાજદૂત બની જાય. તેઓ જ્યાં પણ જાય, કાશીના વખાણ કરતા રહે.
ભાઈઓ અને બહેનો, સ્વચ્છતાના મામલે પણ કાશીએ પરિવર્તન જોયું છે. આજે અહીયાના ઘાટો, માર્ગો, અને ગલીઓમાં સ્વચ્છતા સ્થાયી બનતી જઈ રહી છે. માત્ર સાફ સફાઈ જ નહી પરંતુ કચરાના નિકાલના પણ મજબુત ઉપાયો કરવામાં આવી રહ્યા છે. કચરાથી આધુનિક ટેકનોલોજી દ્વારા ખાતર બનાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. કરસરામાં કચરામાંથી ખાતર બનાવવાનું બહુ મોટું કારખાનું સ્થાપિત કરવામાં આવ્યું છે. દરરોજ સેંકડો મેટ્રિક ટન કચરાનું નિવારણ થઇ રહ્યું છે. કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવવાનું કામ થઇ રહ્યું છે. કરસરામાં જ વેસ્ટ એન્ડ એનર્જી પ્લાન્ટની પણ સ્થાપના કરવામાં આવી છે. આ પ્લાન્ટથી વીજળી ઉત્પન્ન કરવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. તેના સિવાય ભવનિયા પોખરી, પહાડીયા મંડી અને આઈડીએ પરિસરમાં બાયો ફયુલ બનાવનારા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે.
સાથીઓ, માં ગંગાની સફાઈ માટે ગંગોત્રીથી લઈને ગંગા સાગર સુધી એક સાથે પ્રયાસો ચાલી રહ્યા છે. માત્ર સાફ સફાઈ જ નહી પરંતુ શહેરોની ગંદકી ગંગામાં ના પડે તેની માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને તેની માટે અત્યાર સુધી લગભગ 21 હજાર કરોડની 200થી વધુ પરિયોજનાઓને મંજૂરી આપી દેવામાં આવી છે.
બનારસમાં પણ 600 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓને માત્ર આ જ ઉદ્દેશ્યથી શરુ કરવામાં આવી છે. બીનાપુર અને રામાણા મેન્સીવરેજ ટ્રિપલ પ્લાન્ટનું નિર્માણ ઝડપી ગતિ પર છે. સીવર પ્લાન્ટની સાથે સાથે તેની સાથે જોડાયેલ માળખાગત બાંધકામ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. શહેરભરમાં હજારો નવા સીવર ચેમ્બરોના નિર્માણની સાથે સાથે 150થી વધુ સામુદાયિક શૌચાલયોનું નિર્માણ પણ કરવામાં આવી ચુક્યું છે. સીવરની સાથે સાથે પેયજળની વ્યવસ્થા સુધારવા માટે પણ કામ ચાલી રહ્યું છે. હજારો ઘરોમાં પાણીના જોડાણો અને પાણીના મીટરો લગાવવાનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.
સાથીઓ, વારાણસી શેહર જ નહી પરંતુ આસપાસના ગામડાઓને પણ રસ્તા, વીજળી, પાણી જેવી સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. સંસદના રૂપમાં જે ગામડાઓને વિશેષ રૂપે વિકસિત કરવાની જવાબદારી મારી પાસે છે, તેમાંથી એક નાગેપુર ગામની માટે આજે પાણીના મોટા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાગેપુર હોય, જયાપુર હોય, કકરિયા હોય કે પછી ડોમરી હોય, બધા જ ગામડાઓને સંપૂર્ણ રીતે માર્ગ, પાણી, વીજળી, જળ જેવી સુવિધાઓ વડે જોડવામાં આવી રહ્યા છે. ખેલકૂદની માટે મેદાન, સ્વરોજગાર કેન્દ્રો, કૃષિ ખેતી માટેની વધુ સારી વ્યવસ્થા અને યોગ્ય સ્વાસ્થ્ય સેવાઓ જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
સાથીઓ તમારા સક્રિય સહયોગથી કાશી આજે પૂર્વી ભારતના એક આરોગ્ય કેન્દ્રના રૂપમાં ઉભરવા લાગી છે. જુદા જુદા ક્ષેત્રોમાં બની રહેલા નવા દવાખાનાઓ આવનારા દિવસોમાં વારાણસીને સમગ્ર પૂર્વી ભારતનું મોટું મેડીકલ સેન્ટર બનાવવા જઈ રહ્યા છે. બીએચયુમાં બનેલ આધુનિક ટ્રોમાં સેન્ટર હજારો લોકોના જીવનને બચાવવાનું કામ કરી રહ્યું છે. બનારસમાં બની રહેલા નવા કેન્સરના દવાખાનાઓ, સુપર સ્પેશ્યાલીટી દવાખાના, લોકોને ઈલાજની આધુનિક સુવિધાઓ આપવામાં મોટી ભૂમિકા નિભાવવા જઈ રહ્યા છે.
હમણાં તાજેતરમાં જ બીએચયુએ એમ્સની સાથે એક વિશ્વ કક્ષાના આરોગ્ય સંસ્થાન બનાવવા માટે પણ સમજુતી કરાર કર્યા છે. સાથીઓ આજે બીએચયુમાં પ્રાદેશિક ઓપ્થેલ્મોલોજી એટલે કે ક્ષેત્રીય નેત્ર સંસ્થાનનું પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. 54 વર્ષ પહેલા લાલ બહાદુર શાસ્ત્રીજીએ અહિંયાં નેત્ર વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. તેને રીજનલ સેન્ટરના રૂપમાં વિસ્તૃત કરવાનો અવસર આજે મને પ્રાપ્ત થયો છે. જ્યારે આ સુવિધા બનીને તૈયાર થઇ જશે તો પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને નેપાળ સુધીના કરોડો લોકોને તેનો લાભ મળવાનો છે.
એટલું જ નહી પરંતુ કાશી વાસીઓને હવે આંખોની ગંભીર બીમારીઓના ઈલાજની માટે મોટા મોટા શહેરોમાં જવું નહી પડે. તેમાંથી મોતિયથી લઈને આંખોની ગંભીરમાં ગંભીર બીમારીમાં થનારા ઈલાજ પર ખર્ચ પણ ઘણો ઓછો થઇ જશે. એટલું જ નહી, આ સંસ્થાન હવે ઉચ્ચસ્તરના આંખોના ડોક્ટર્સ પણ તૈયાર કરશે અને રીસર્ચમાં ગુણવત્તા નિશ્ચિત સુનિશ્ચિત કરશે.
સાથીઓ, બનારસમાં નવા દવાખાનાઓનું નિર્માણ તો થઇ જ રહ્યું છે પરંતુ પહેલાથી જે દવાખાનાઓ હયાત છે તેમના વિષે પણ વિચારવામાં આવી રહ્યું છે. પાંડેપુરમાં 150 કરોડના ખર્ચે ઈએસઆઈ દવાખાનાનું આધુનીકરણ કરવામાં આવ્યું છે. તેના સિવાય બનારસમાં પહેલાથી જ કામ કરી રહેલા દવાખાના મેંબેડોની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. ખાનગી ક્ષેત્રમાં પણ અહિંયાં દવાખાના ખોલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. તે સિવાય બ્લોક અને તાલુકા સ્તરે પણ અનેક સ્વાસ્થ્ય કેન્દ્રો અને દવાખાનાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
સાથીઓ, યુપીમાં ભાજપાની યોગીજી સરકાર બન્યા પછી આ બધા જ કાર્યોમાં અભૂતપૂર્વ ઝડપ આવી છે. હું યોગીજી અને તેમની આખી ટીમને આયુષ્માન ભારત, તેની સાથે જોડાવા બદલ અભિનંદન આપું છું. દેશના 50 કરોડ ગરીબ ભાઈ બહેનોને પાંચ લાખ રૂપિયા સુધીનો મફત ઈલાજ સુનિશ્ચિત કરનારી આ યોજનાની ટ્રાયલ યુપી સહિત દેશના અનેક ભાગોમાં ચાલી રહી છે. 23 સપ્ટેમ્બરથી આ યોજનાને દેશભરમાં લાગુ કરવામાં આવશે.
ભાઈઓ અને બહેનો, સ્વાસ્થ્યની સાથે સાથે જ શિક્ષણ વ્યવસ્થાને મજબુત કરવા પર પણ સરકારે ભાર મુક્યો છે. આ માલવિયાજી અને તેમના જ સપના હતા કે એક જ પરિસરમાં પ્રાચીન વિદ્યાઓની સાથે-સાથે આધુનિકતાનું શિક્ષણ આપવામાં આવે. તેમના આ જ સપના એટલે કે આપણા બીએચયુને વિસ્તૃત કરવા માટે આજે અનેક કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
વેદના જ્ઞાનથી લઈને 21મી સદીના વિજ્ઞાન અને ભવિષ્યની ટેકનોલોજીના સમાધાન આપનારા પાસાઓ આજે અહિંયાં જોડવામાં આવ્યા છે. વેદથી લઈને વર્તમાન સુદ્ધાને જોડવામાં આવ્યા છે. આજે અહિંયાં એક બાજુ વૈદિક વિજ્ઞાન કેન્દ્રનો શિલાન્યાસ થયો છે તો બીજી બાજુ અટલ ઇન્ક્યુંબેશન સેન્ટરની પણ શરૂઆત થઇ છે.
યુવા સાથીઓ, આપણને સૌને જેટલો આપણી પુરાતન સંસ્કૃતિઓ, સભ્યતા પર ગર્વ છે તેટલો જ ભવિષ્યની ટેકનોલોજી પ્રત્યે આપણું આકર્ષણ છે. 80 કરોડથી વધુ યુવાનોની શક્તિથી ભરેલો આ દેશ ઝડપથી બદલાતા ટેકનોલોજીકલ લેન્ડસ્કેપમાં પોતાની છાપ છોડી રહ્યો છે. ભવિષ્યની ટેકનોલોજી સાથે ભારતના આ જ કદમ તાલથી તાલ મેળવીને બીએચયુમાં અટલ ઇન્કયુબેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. બીએચયુનું આ ઇન્કયુબેશન સેન્ટર આવનારા સમયમાં અહિંયાં સ્ટાર્ટ અપની માટે નવી ઊર્જા આપવાનું કામ કરશે.
મને જાણકારી આપવામાં આવી છે કે દેશભરમાંથી લગભગ 80 સ્ટાર્ટ અપની અરજીઓ આની સાથે જોડાવા માટે આવી ચુકી છે અને 20 સ્ટાર્ટ અપ તો પહેલેથી જ અહિંયાં જોડાઈ ગયા છે. આ કેન્દ્રની માટે હું બનારસના યુવાનો અને ખાસ કરીને જેઓ આ પ્રકારનું સાહસ ધરાવે છે, વિચાર ધરાવે છે તેમને હું અભિનંદન આપું છું.
સાથીઓ, ખેડૂતો અને ગ્રામિણ અર્થવ્યવસ્થાઓને ગતિ આપવાનું કામ પણ વીતેલા ચાર વર્ષોથી ઝડપી ગતિએ થયું છે. રાજા તળાવમાં બનેલા પેરીશેબલ કાર્ગો કેન્દ્રનું જુલાઈમાં જ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કાર્ગો સેન્ટર વારાણસી અને આસપાસના ખેડૂતોના પાકને માત્ર ખરાબ થવાથી જ બચાવી નથી રહ્યો પરંતુ આવક વધારવા અને મુલ્ય ઉમેરણ કરવામાં પણ મદદ કરી રહ્યું છે. અહિંયાં માત્ર બટેકા, ટામેટા સહિત અન્ય ફળો શાકભાજીઓના સંગ્રહની જ સુવિધા ઉપલબ્ધ નથી પરંતુ તે રેલવે સ્ટેશન સાથે પણ જોડાયેલું છે. તેનાથી ફળો શાકભાજીઓને બીજા શહેરો સુધી મોકલવામાં પણ સરળતા રહે છે.
આ કાર્ગો સેન્ટર સિવાય હવે આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્રનું કામ પણ લગભગ લગભગ સમાપ્ત થવાના આરે છે. એટલે કે ભવિષ્યમાં કાશી ધાન્યની ઉન્નત નસલોના સંગ્રહમાં પણ અગ્રીમ ભૂમિકા નિભાવવાનું છે. વારાણસીના ખેડૂત ભાઈ બહેનોને ખેતી સિવાય બીજા વ્યવસાયોમાંથી પણ આવક થઇ શકે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખેડૂત ભાઈઓ, અભેનોને ખેતીની સાથે સાથે પશુપાલન અને મધમાખી પાલનની માટે પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
થોડા સમય પહેલા ખેડૂતો, અહિંયાં મધમાખીથી ભરેલા બોક્સ આજે અહિંયાં આપવામાં આવ્યા. અહિંયાં તો માત્ર ફોટા આપવામાં આવ્યા છે પરંતુ તેમને આપી દેવામાં આવ્યા છે. તેની પાછળ પણ એ જ ઉદ્દેશ્ય છે. મધમાખી હોવી એ માત્ર આપણા પાકને વધારવામાં જ વૃદ્ધિ નથી કરતી પરંતુ મધના રૂપમાં વધારાની આવકનો પણ સ્ત્રોત છે. તમને એ જાણીને ખુશી થશે કે આજે દેશ રોકોર્ડ માત્રામાં અનાજ ઉત્પન્ન કરવાની સાથે સાથે રેકોર્ડ માત્રામાં મધ પણ ઉત્પાદન કરી રહ્યો છે.
બહીઓ અને બહેનો, બનારસ અને પૂર્વી ભારત વણકરો, શિલ્પકારો, માટીને સોનું બનાવનારા કલાકારોની ધરતી છે. વારાણસીના હથકરધા અને હસ્તશિલ્પ ઉદ્યોગને ટેકનીકલ સહાયતા આપવા અને કારીગરોને નવા બજારો સાથે જોડવા માટે વેપાર સુવિધા કેન્દ્રોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. તેના સિવાય વણકરોને સારા ઉત્પાદનની સુવિધા માટે 9જગ્યાઓ પર કોમન ફેસીલેટેશન કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે. હવે વણકર ભાઈ બહેનોને વાપ મશીન આપવામાં આવી રહી છે તેનાથી વણકરોનું કામ વધુ સરળ બની જશે.
વણકર જ નહી, માટીના વાસણો અને માટીમાંથી કલાકૃતિઓ બનાવનારા ભાઈઓ બહેનોને પણ ટેકનોલોજીની તાકાત આપવામાં આવી રહી છે. આજે અહિંયાં આ કાર્યક્રમમાં અનેક ભાઈ બહેનોને ઇલેક્ટ્રિક ચાર્જ આપવામાં આવ્યા છે. તેના સિવાય માટી ચૂંથવા અને સૂકવવા માટે આધુનિક મશીનો તેમને આપવામાં આવી રહી છે. તેનાથી તમારા અહિંયાં શ્રમની બચત થશે, ત્યાં જ ઓછા સમયમાં સારી ગુણવત્તાવાળા વાસણો કે પછી સજાવટના સામાન બનાવી શકાશે.
સાથીઓ, વારાણસીના દરેક વર્ગ, દરેક તબક્કાના જીવન સ્તરને પર ઉઠાવવા માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે. કાશી હવે દેશના તે પસંદગીના શહેરોમાં સામેલ છે જ્યાંના ઘરોમાં પાઈપમાંથી ગેસ પહોંચી રહ્યો છે. તે સિવાય અલાહાબાદથી બનારસ સુધી પાઈપલાઈન પાથરવામાં આવી છે. અત્યાર સુધી બનારસમાં આઠ હજારથી વધુ ઘરો સુધી પાઈપલાઈનવાળા ગેસનું જોડાણ પહોંચી ચુક્યું છે. આવનારા સમયમાં તેને 40 હજારથી વધુ ઘરો સુધી પહોંચાડવા માટે કામ ચાલી રહ્યું છે. તે સિવાય ઉજ્જવલા યોજના અંતર્ગત કરવામાં આવેલ 60 હજારથી વધુ ગેસના જોડાણોને પણ બનારસની આસપાસના ગામડાઓમાં મહિલાઓના જીવનને સરળ બનાવવાનું કામ કર્યું છે.
સાથીઓ, ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના રસ્તા પર ચાલીને કાશી એક નવા ઉત્સાહની સાથે, નવા જોશની સાથે પોતાનું ભવિષ્ય નિર્ધારિત કરી રહ્યું છે. હજારો કરોડોના પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ છે. માળખાગત બાંધકામના જે પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે તેમાંથી અનેક આવનારા કેટલાક મહિનાઓમાં પુરા થવાની સ્થિતિમાં છે. રીંગ રોડ, એરપોર્ટથી કચેરી સુધીનો રસ્તો, ચોખા સંશોધન સંસ્થાન, બીનાપુર-ગોએઠાના સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મલ્ટી મોરલ ટર્મિનલ, વિશ્વસ્તરીય કેન્સરના દવાખાના જેવા મોટા પ્રોજેક્ટ્સ પુરા થશે તો આ શહેરના વિકાસને નવી ઊંચાઈ મળશે.
સાથીઓ, આ બધી જ પરિયોજનાઓ વારાણસીમાં અહીયાના નવયુવાનોને રોજગારના અસીમ અવસર પણ ઉપલબ્ધ કરાવી રહી છે. બનારસમાં થઇ રહેલા વિકાસે અહિંયાંના ઉદ્યમીઓ માટે પણ નવી સંભાવનાઓના દ્વાર ખોલી નાખ્યા છે. આવો, આપણે સંપૂર્ણ સમપર્ણની સાથે બનારસમાં થઇ રહેલા પરિવર્તનના આ સંકલ્પને વધુ મજબુત બનાવીએ. નવી કાશી, નવા ભારતના નિર્માણમાં આગળ વધીને પોતાનું યોગદાન આપીએ.
એક વાર ફરી આપ સૌને નવા શરુ થઇ રહેલા તમામ પ્રોજેક્ટ્સની માટે અભિનંદન આપું છું. તમે આ મ જ મને તમારો સ્નેહ અને આશીર્વાદ વડે પ્રેરણા આપતા રહો. એ જ કામના સાથે અને ભાઈઓ બહેનો, તમે ભલે મને પ્રધાનમંત્રીના પદની જવાબદારી સોંપી હોય પરંતુ હું એક સાંસદ તરીકે પણ તમને મારા કામનો હિસાબ આપવા માટે જવાબદાર છું. અને આજે મે તમને ચાર વર્ષમે એક સાંસદના રૂપમાં કામ કર્યું, તેની એક નાનકડી ઝાંખી બતાવી છે. અને હું માનું છું કે જન પ્રતિનિધિ તરીકે તમારા સેવક તરીકે, તમે મારા માલિક છો, તમે મારા હાઈ કમાંડ છો. અને એટલા માટે પાઈ પાઈનો હિસાબ આપવો, પળ પળનો હિસાબ આપવો એ મારી જવાબદારી બને છે.
અને એક સાંસદના રૂપમાં આજે મને ખુશી છે કે તમારી વચ્ચે આ વિકાસની વાતોને તો તમારી સામે પ્રસ્તુત કરવાનું મને સૌભાગ્ય મળ્યું. હું ફરી એકવાર તમારા સ્નેહની માટે, તમારા આશીર્વાદની માટે, તમારા અપ્રતિમ પ્રેમની માટે હૃદયથી ખૂબ-ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું.
મારી સાથે બોલો – ભારત માતાની – જય
ભારત માતાની – જય
ભારત માતાની – જય
ખૂબ-ખૂબ આભાર!