કારગિલ વિજયએ ભારતનાં બહાદુર પુત્રો અને પુત્રીઓનાં શૌર્યની વિજય હતી, ભારતની કટિબદ્ધતાની તથા ભારતની ક્ષમતા અને ધૈર્યની વિજય હતી : પ્રધાનમંત્રી
ભારતે પાકિસ્તાનના વિશ્વાસઘાતને પરાજિત કર્યું હતું : પ્રધાનમંત્રી મોદી
છેલ્લાં વર્ષમાં, અમે આપણા જવાનો અને તેમના પરિવારોના કલ્યાણ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધાં છે: પ્રધાનમંત્રી મોદી
આતંકવાદના જોખમનો સામનો કરવા તમામ માનવતાવાદી દળોએ એક થવું જોઈએ: પ્રધાનમંત્રી મોદી

સંરક્ષણ મંત્રી, શ્રીમાન રાજનાથ સિંહજી, રાજ્ય સંરક્ષણ મંત્રી શ્રીપદ નાયકજી, ત્રણેય સેનાઓના પ્રમુખ, અન્ય વરિષ્ઠ અધિકારીઓ, કારગિલના પરાક્રમી સૈનિકો અને તેમના પરિવારજનો, અહિં ઉપસ્થિત અન્ય મહાનુભવ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

કારગિલ વિજય દિવસના આ અવસર પર આજે દરેક દેશવાસી શૌર્ય અને રાષ્ટ્રમાટે સમર્પણની એક પ્રેરણાદાયક ગાથાને યાદ કરી રહ્યો છે. આજના આ અવસર પર હું તે સૌ શુરવીરોને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું, જેમણે કારગિલની ટોચ પરથી તિરંગાને ઉતારવાના ષડ્યંત્રને અસફળ બનાવ્યું. પોતાનું લોહી રેડીને જેમણે બધું જ ન્યોછાવર કર્યું, તેશહીદોને, તેમને જન્મ આપનારી માતાઓને પણ હું નમન કરું છું. કારગિલસહિત જમ્મુ-કાશ્મીરના સૌ નાગરિકોને અભિનંદન, જેમણે રાષ્ટ્ર પ્રત્યે પોતાની જવાબદારીને નિભાવી.

સાથીઓ, 20 વર્ષ પહેલાકારગિલનીટોચ પર જે વિજય ગાથા લખવામાં આવી, તે આપણી પેઢીઓને પ્રેરિત કરતી રહેશે અને તે જ પ્રેરણા વડે વિતેલા બે ત્રણ અઠવાડિયાઓથી દેશના જુદા-જુદા ભાગોમાં વિજય દિવસ સાથે જોડાયેલ કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યા છે. દેશના બધા જ મિલીટરી સ્ટેશનથી લઈને સીમાવર્તી વિસ્તારો, તટીય પ્રદેશોમાં પણ અનેક કાર્યકમો થયા છે.

થોડા સમય પહેલા અહિં પણ આપણા સપૂતોના શૌર્યની યાદ તાજી કરવામાં આવી અને આજની આ પ્રસ્તુતિમાં અનુશાસન, કઠોર પરિશ્રમ, વીરતા, ત્યાગ અને બલિદાનની પરંપરા, સંકલ્પ પણ હતો અને સંવેદનાઓથી ભરેલી ક્ષણો પણ હતી. ક્યારેક વીરતા અને પરાક્રમનું દ્રશ્ય જોઇને તાળીઓ ગૂંજી ઉઠતી હતી, તો ક્યારેક તે મા ને જોઇને દરેકની આંખોમાં આંસૂ વહી રહ્યા હતા. આ સાંજ ઉત્સાહ પણ ભરે છે, વિજયનો વિશ્વાસ પણ ભરે છે અને ત્યાગ અને તપસ્યા સામે માથું ઝૂકાવવા માટે મજબૂર પણ કરે છે.

ભાઈઓ અને બહેનો, કારગિલમાં વિજય ભારતના વીર દીકરા-દીકરીઓના અદમ્ય સાહસની જીત હતી; કારગિલમાં વિજય ભારતના સંકલ્પોની જીત હતી; કારગિલમાં વિજય ભારતના સામર્થ્ય અનેસંયમની જીત હતી; કારગિલમાં વિજય ભારતની મર્યાદા અને શિસ્તની જીત હતી; કારગિલમાં વિજય પ્રત્યેક દેશવાસીની આશાઓ અને કર્તવ્યપરાયણતાની જીત હતી.

સાથીઓ, યુદ્ધ સરકારો નથી લડતી, યુદ્ધ આખો દેશ લડે છે. સરકારો તો આવતી જતી રહે છે, પરંતુ દેશ માટે જે જીવવા અને મરવાની પરવાહ નથી કરતા, તે અજર અમર હોય છે. સૈનિક આજની સાથે આવનારી પેઢીની માટે પોતાના જીવનનું બલિદાન આપે છે. આપણી આવતી કાલ સુરક્ષિત રહે, એટલા માટે તે પોતાની આજને હોમી દે છે. સૈનિક જિંદગી અને મોતમાં ભેદ નથી કરતો, તેમની માટે તો કર્તવ્ય જ સર્વસ્વ હોય છે. દેશના પરાક્રમ સાથે જોડાયેલ આ જવાનોનું જીવન સરકારોના કાર્યકાળ સાથે બંધાયેલ નથી હોતુ. શાસક અને પ્રશાસક કોઈ પણ હોઈ શકે છે, પરંતુ પરાક્રમી અને તેમના પરાક્રમ પર દરેક હિન્દુસ્તાનીનો હક હોય છે.

ભાઈઓ અને બહેનો, 2014માં મને શપથ લીધાના કેટલાક જ મહિનાઓ બાદ કારગિલ જવાનો અવસર મળ્યો હતો. આમ તો હું 20 વર્ષ પહેલાકારગિલ ત્યારે પણ ગયો હતોજ્યારે યુદ્ધ પોતાની ચરમ સીમા પર હતું. દુશ્મન તોપહાડીઓ પર બેસીને પોતાનો ખેલ ખેલી રહ્યા હતા. મોત સામે હતું તેમ છતાં પણઆપણો દરેક જવાન તિરંગો લઈને સૌથી પહેલા ઘાટી સુધી પહોંચવા માંગતો હતો. એક સાધારણ નાગરિકતરીકે મેં મોરચા પર સ્થિત પોતાના સૈનિકોના શૌર્યને તે માટીમાં જઈને નમન કર્યા હતા. કારગિલ વિજયનું સ્થળ મારા માટે તીર્થ સ્થળની અનુભૂતિ કરાવી રહ્યું હતું.

સાથીઓ, યુદ્ધ ભૂમિમાં તો જે માહોલ હતો તે હતો, આખો દેશ આપણા સૈનિકોની સાથે ઉભો રહી ગયો હતો, નવયુવાનો રક્તદાન માટે લાઈનોમાં ઉભા રહી ગયા હતા, બાળકોએ પોતાના ગલ્લાઓ વીર જવાનોની માટે ખોલી નાખ્યા હતા, તોડી નાખ્યા હતા. આજ સમયગાળામાં અટલ બિહારી વાજપેયીજીએ દેશવાસીઓને એક ભરોસો અપાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જે દેશ માટે જીવ ગુમાવે છે, આપણે તેમની જીવનભર જો સારસંભાળ પણ ન રાખી શકીએ તો માતૃભૂમિ પ્રત્યે પોતાના કર્તવ્યનું પાલન કરવાના અધિકારી નહિં ગણાઈએ.

મને સંતોષ છે કે અટલજીના તે ભરોસાને આપ સૌના આશીર્વાદ વડે અમે મજબૂત કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ. વીતેલા પાંચ વર્ષોમાં સૈનિકો અને સૈનિકોના પરિવારોના કલ્યાણ સાથે જોડાયેલ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આઝાદી પછી દાયકાઓ સુધી જેમની રાહ જોવાઈ રહી હતી, તે વન રેન્ક વન પેન્શનને લાગુ કરવાનું કામ અમારી જ સરકારે પૂર્ણ કર્યું.

આ વખતે સરકાર બનતા જ પહેલો નિર્ણય શહીદોના બાળકોની શિષ્યવૃત્તિ વધારવાનો લેવામાં આવ્યો. તે સિવાય રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પણ આજે આપણા વીરોની ગાથાઓ વડે દેશને પ્રેરિત કરી રહ્યું છે. અનેક દાયકાઓથી તેની પણ રાહ જોવાઈ રહી હતી, તે રાહને પણ સમાપ્ત કરવાનું સૌભાગ્ય આપ સૌએ અમને આપ્યું.

ભાઈઓ અને બહેનો, પાકિસ્તાન શરૂઆતથી જ કાશ્મીરને લઇને ષડ્યંત્ર કરતું રહ્યું. 1948માં, 1965માં, 1971માં, તેણે આ જ કર્યું.પરંતુ 1999માં તેનું છળ, પહેલાની જેમ ફરી એક વાર છળને પ્રગટ કરવામાં આવ્યું. તેના છળ વડે આપણે આપણી જાતને છેતરાવા ના દીધી. તે સમયે અટલજી એ કહ્યું હતુ, ‘આપણા પાડોશીને લાગતું હતુ કેકારગિલને લઈને ભારત પ્રતિરોધ કરશે, વિરોધ પ્રગટ કરશે અને તણાવથી દુનિયા ડરી જશે. હસ્તક્ષેપ કરવા માટે, પંચાયત કરવા માટે કેટલાક લોકો કૂદી પડશે અને એક નવી રેખા દોરવામાં તેઓ સફળ થઇ જશે. પરંતુ આપણે જવાબ આપીશું, પ્રભાવશાળી જવાબ આપીશું, તેની આશા તેમને નહોતી.’

સાથીઓ, રોદણા રોવાને બદલે પ્રભાવી જવાબ આપવાનું આ જ રણનીતિગત પરિવર્તન દુશ્મન પર ભારે પડી ગયું. આ પહેલા અટલજીની સરકારે પાડોશીની સાથે જે શાંતિની પહેલ કરી હતી, તેના કારણે જ દુનિયાની દૃષ્ટિ બદલાવા લાગી હતી. તે દેશ પણ આપણા પક્ષને સમજવા લાગ્યા હતા, જે પહેલા આપણા પાડોશીની હરકતો પર આંખો મીંચીને બેઠા હતા.

ભાઈઓ અને બહેનો, ભારતનો ઈતિહાસ સાક્ષી છે કે ભારત ક્યારેય આક્રાંતા નથી બન્યું. માનવતાના હિતમાં શાંતિપૂર્ણ આચરણ એ આપણા સંસ્કારોમાં છે. આપણો દેશ આ જ નીતિ પર ચાલે છે. ભારતમાં આપણી સેનાની છબી દેશની રક્ષા કરનારની છે તો સમગ્ર વિશ્વમાં માનવતા અને શાંતિના રક્ષકની પણ છે.

જ્યારે હું ઇઝરાયેલ જાઉં છું તો ત્યાંના નેતા મને તે તસ્વીરો દેખાડે છે જેમાં ભારતના સિપાહીઓએ હાઈફાને મુક્ત કરાવ્યું હતું. જ્યારે હું ફ્રાંસ જાઉં છું તો ત્યાંનું સ્મારક વિશ્વયુદ્ધના સમયે ભારતીયોના બલિદાનની ગાથા ગાય છે.
વિશ્વયુદ્ધમાં પૂરી માનવતાની માટે એક લાખથી વધુ ભારતીય જવાનોની શહીદીને ભૂલી શકાય તેમ નથી અને વિશ્વ એ પણ નથી ભૂલી શકે એમ કે સંયુક્ત રાષ્ટ્ર પીસ કીપિંગ મિશનમાં સર્વોચ્ચ બલિદાન આપનારાઓની સૌથી વધુ સંખ્યા ભારતીય સૈનિકોની છે. કુદરતી આપત્તિઓમાં સેનાના સમપર્ણ અને સેવાની ભાવના, સંવેદનશીલ ભૂમિકા અને જન જન સુધી પહોંચવાની ક્ષમતાએ વર્ષો વર્ષ દરેક ભારતીયના હૃદયને સ્પર્શ્યું છે.

સાથીઓ, આપણા શુરવીર, આપણી પરાક્રમી સેના પરંપરાગત યુદ્ધમાં પારંગત છે. પરંતુ આજે સમગ્ર વિશ્વ જે સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે તેમાં યુદ્ધનું સ્વરૂપ બદલાઈ ગયું છે. આજે વિશ્વ, આજે માનવજાતપ્રૉક્સિ વૉરનો શિકાર છે, જેમાં આતંકવાદ સંપૂર્ણ માનવતા સમક્ષ એક બહુ મોટો પડકાર બનીને ઉભો થયો છે. પોત-પોતાની ચાલોમાં યુદ્ધમાં પરાજીત કેટલાક લોકોપ્રૉક્સિ વૉરના સહારે પોતાનો રાજનૈતિક ઉદ્દેશ્ય પૂરો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે.

આજે સમયની માંગ છે કે માનવતામાં વિશ્વાસ ધરાવનારી બધી જ શક્તિઓ સશસ્ત્ર દળોની સાથે સમર્થનમાં ઉભી થાય, ત્યારે જ આતંકવાદનો પ્રભાવી રીતે સામનો કરી શકાય તેમ છે.

ભાઈઓ અને બહેનો, આજના યુદ્ધો અંતરીક્ષ સુધી પહોંચી ગયા છે અને સાયબર વિશ્વમાં પણલડવામાં આવે છે. એટલા માટે સેનાને આધુનિક બનાવવી, આપણી જરૂરિયાત છે, આપણીપ્રાથમિકતા છે. આધુનિકતા આપણી સેનાની ઓળખ બનવી જોઈએ. જળ હોય, જમીન હોય, આકાશ હોય, આપણી સેના પોત-પોતાના ક્ષેત્રમાં ઉચ્ચતમ શિખરને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવે અને આધુનિક બને, એઅમારો પ્રયાસ છે.

રાષ્ટ્રની સુરક્ષા માટે ન તો કોઈના દબાણમાં કામ થશે, ન તો પ્રભાવમાં અને ન તો કોઈ તંગીમાં. પછી ભલે તે ‘અરીહંત’ન માધ્યમથી પરમાણુ ત્રિકોણની સ્થાપના હોય કે પછી ‘એ-સેટ’ પરીક્ષણ, ભવિષ્યની સંરક્ષણ જરૂરિયાતો, પોતાના સંસાધનોની સુરક્ષા માટે દબાણોની પરવાહ કર્યા વિના અમે પગલા ભર્યા છે અને ભરતા રહીશું.

ઊંડા સમુદ્રોથી લઈને અસીમ અંતરીક્ષ સુધી, જ્યાં જ્યાં પણ ભારતના હિતોની સુરક્ષાની જરૂર હશે; ભારત પોતાના સામર્થ્યનો ભરપૂર ઉપયોગ કરશે. આ જ વિચારધારા સાથે દેશમાં સેનાના આધુનિકીકરણનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.

આધુનિક રાઈફલોથી લઈને ટેંક, તોપ અને લડાયક વિમાનો સુધી, આપણે ભારતમાં ઝડપથી બનાવી રહ્યા છીએ. સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયાની માટે ખાનગી ક્ષેત્રની વધુ ભાગીદારી અને વિદેશી રોકાણ માટે પણ અમે પ્રયાસગતિમાન કર્યા છે. જરૂરિયાત અનુસાર આધુનિક અસ્ત્ર શસ્ત્ર પણ મંગાવવામાં આવી રહ્યા છે.

આવનારા સમયમાં આપણી સેનાને દુનિયાનો સૌથી આધુનિક સાજ સામાન મળવાનો છે. પરંતુ સાથીઓ, સેનાના અસરકારક હોવા માટે આધુનિકતાની સાથે જ એક વધુ વાત મહત્વપૂર્ણ છે. તે છે સંયુક્તતા. ભલે ગણવેશ કોઇપણ પ્રકારનો હોય, તેનો રંગ કોઇપણ હોય, કોઇપણ પહેરે, પરંતુ ઉદ્દેશ્ય એક જ હોય છે; મન એક જ હોય છે. જે રીતે આપણા દેશમાં ઝંડામાં ત્રણ અલગ અલગ રંગો છે, પરંતુ તે ત્રણ રંગો એક સાથે મળીને જે ઝંડો બને છે, જે જીવવા મરવાની પ્રેરણા આપે છે. એ જ રીતે આપણી સેનાના ત્રણ અંગોને આધુનિક સામર્થ્યવાન હોવાની સાથે સાથે જ વ્યવહાર અને વ્યવસ્થામાં પરસ્પર જોડવા એ સમયની માંગ છે.

સાથીઓ, સેનાના સશક્તિકરણની સાથે-સાથે અમે સીમા સાથે જોડાયેલા ગામડાઓને પણ રાષ્ટ્રની સુરક્ષા અને વિકાસમાં ભાગીદાર બનાવી રહ્યા છે. પછી ભલે બીજા દેશો સાથે લાગેલી આપણી સરહદો હોય કે પછી સમુદ્રી તટ પર પથરાયેલાગામડાઓ, ઇન્ફ્રાસ્ટ્રકચરનેને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. આપણને એ બહુ સારી રીતે અહેસાસ છે કે સીમા પર વસેલા ગામડાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મુશ્કેલ પરિસ્થિતિઓના કારણે સીમા પર વસેલા લોકોને પલાયન થવા માટે મજબૂર થવું પડે છે.

આ સ્થિતિને બદલવા માટે વીતેલા પાંચ વર્ષોમાં સરહદીય વિસ્તાર વિકાસ કાર્યક્રમને સશક્ત કરવામાં આવ્યો છે. દેશના 17 રાજ્યોને સાડા ચાર હજાર કરોડ રૂપિયાથી વધુની મદદ આ જ એક કામ માટે આપવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલા લોકોને અનામત- તે પણ આ જ શ્રુંખલામાં લેવામાં આવેલ એક મહત્વનો નિર્ણય છે. મને પૂરો વિશ્વાસ છે કે દેશના દરેક નાગરિક અનેઆપણા શુરવીરોના સહયોગાત્મક પ્રયાસો વડે દેશની સુરક્ષા અભેદ્ય છે અને અભેદ્ય રહેશે. જ્યારે દેશ સુરક્ષિત હશે, ત્યારે જ વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી શકાશે. પરંતુ રાષ્ટ્ર નિર્માણના પથ પર આપણે કેટલીક વાતોનું ધ્યાન પણ રાખવું પડશે.

ભાઈઓ અને બહેનો, 1947માં શું માત્ર એક ભાષા વિશેષ બોલનારા જ આઝાદ થયા હતા કે પછી માત્ર એક પંથના લોકો જ આઝાદ થયા હતા? શું માત્ર એક જાતિના લોકો જ આઝાદ થયા હતા? જી નહિં, આખું ભારત આઝાદ થયું હતુ.

જ્યારે આપણે આપણુ બંધારણ લખ્યું હતુ તો શું માત્ર એક ભાષા, પંથ કે જાતિના લોકોની માટે લખ્યું હતું? જી નહિં, સંપૂર્ણ ભારત માટે લખ્યું હતુ અનેજ્યારે 20 વર્ષ પહેલા આપણા 500થી વધુ વીર સેનાનીઓએકારગિલની બર્ફીલી પહાડીઓમાં શહાદત વહોરી હતી, તો કોની માટે વહોરી હતી? વીર ચક્ર મેળવનારા તમિલનાડુના રહેનારા, બિહાર રેજીમેન્ટના મેજર સર્વાણનહીરોઑફ બટાલિકે કોના માટે વીરગતી મેળવી હતી? વીર ચક્ર મેળવનારા, દિલ્હીના રહેવાસી રાજપૂતાના રાઈફલ્સના કેપ્ટન હનીફ ઉદ્દીને કોના માટે કુરબાની આપી હતી? અને પરમ વીર ચક્ર પ્રાપ્ત કરનારા, હિમાચલ પ્રદેશના સપૂત, જમ્મુ એન્ડ કાશ્મીર રાઈફલ્સના કેપ્ટન વિક્રમ બત્રાએજ્યારે કહ્યું હતું- યે દિલ માંગે મોર, તોતેમનું દિલ કોના માટે માંગી રહ્યું હતું? પોતાના માટે નહિં, કોઈ એક ભાષા, ધર્મ કે જાતિ માટે નહિં, આખા ભારત માટે, માભારતીની માટે.

આવો, આપણે સૌ સાથે મળીને નક્કી કરી લઈએ કે આ બલિદાન, આ કુરબાનીઓ આપણે વ્યર્થ નહિ જવા દઈએ. આપણે તેમની પાસેથી પ્રેરણા લઈશું અને તેમના સપનાઓનું ભારત બનાવવા માટે આપણે પણ આપણી જિંદગી હોમતા રહીશું.

આજે આ કારગિલના વિજય પર્વ પર આપણે વીરો પાસેથી પ્રેરણા લઈને, તે વીર માતાઓ પાસેથી પ્રેરણા લઈને, દેશની માટે પોતાના કર્તવ્યોને આપણે આપણી જાતને સમર્પિત કરીએ. આ જ એક ભાવના સાથે તે વીરોને નમન કરતા આપ સૌ મારી સાથે બોલો-

ભારત માતાની – જય,

ભારત માતાની – જય,

ભારત માતાની – જય

ખૂબખૂબ આભાર!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian Toy Sector Sees 239% Rise In Exports In FY23 Over FY15: Study

Media Coverage

Indian Toy Sector Sees 239% Rise In Exports In FY23 Over FY15: Study
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi highlights extensive work done in boosting metro connectivity, strengthening urban transport
January 05, 2025

The Prime Minister, Shri Narendra Modi has highlighted the remarkable progress in expanding Metro connectivity across India and its pivotal role in transforming urban transport and improving the ‘Ease of Living’ for millions of citizens.

MyGov posted on X threads about India’s Metro revolution on which PM Modi replied and said;

“Over the last decade, extensive work has been done in boosting metro connectivity, thus strengthening urban transport and enhancing ‘Ease of Living.’ #MetroRevolutionInIndia”