લોકસભાના યશસ્વી સ્પીકર શ્રીમાન ઓમ બિરલાજી, ઉપસભાપતિ, રાજ્યસભા શ્રી હરિવંશજી, મંત્રી પરિષદના મારા સહયોગી શ્રીમાન પ્રહલાદ જોશીજી, શ્રી હરદીપ સિંહ પૂરીજી, હાઉસ કમિટીના અધ્યક્ષ ભાઈ સી. આર. પાટીલજી, શ્રીમાન ઓમજી માથુરજી, ઉપસ્થિત તમામસાંસદગણ મંત્રી પરિષદના સાથી અને મહાનુભાવ.
સામાન્ય રીતે એવો અનુભવ રહ્યો છે કે જ્યારે નવું સત્ર શરુ થાય છે તો સાંસદોને રહેવાની વ્યવસ્થામાં ઘણી અસુવિધા રહેતી હોય છે. લાંબા સમય સુધી હોટલ્સ બુક કરાવવી પડે છે. અને જેમ જેમ ખાલી થાય છે પછી તેને સરખા કરાવો, પછી રહો એવું ચક્ર ચાલતું રહે છે કે તેમાંથી બહાર આવવાનો એક સુવિચારિત પ્રયાસ જ્યારે વ્યવસ્થાઓને સ્થાયી રૂપે કઈ રીતે વિકસિત કરવામાં આવે અને બદલાતા સમયની સાથે અનુકૂળ વ્યવસ્થાઓ કઈ રીતે વિકસિત કરવામાં આવે અને સાંસદની માટે પોતાને તો એક ઓરડાથી વધારેની જરૂર નથી હોતી પરંતુ સાંસદની માટે સૌથી મોટું કામ એ રહે છે કે તેના ક્ષેત્રના લોકો બહુ મોટી સંખ્યામાં આવે છે. દૂર-દૂરથી આવે છે અને આવનારા પ્રત્યેકના મનમાં હોય છે કે મારા માટે અહિં રાત્રે રોકાવાની વ્યવસ્થા થઇ જાય અને સાર્વજનિક જીવન જીવનારા લોકોને એ ખબર હોય છે કે જગ્યા હોય કે ન હોય અમે તેમને ના પાડી ન શકીએ.
હવે આ સમસ્યાને બહારના લોકો માટે અનુભવ કરવી બહુ મુશ્કેલ હોય છે અને સાંસદને ખબર હોય છે કે કેટલી મુશ્કેલીઓ આવે છે અને એટલા માટે ગયા સત્રથી જ સુવૈચારિક રીતે પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજો અનુભવ એ પણ રહ્યો છે કે કેટલાક ભવનો ખૂબ જૂના છે અને સમય જતા તેમાં દરરોજ કંઈ ને કઈ રીપેરીંગ કરાવવું પડે છે અને તેના લીધે વ્યવસ્થા કરનારાઓને પણ અસુવિધા રહે છે, રહેનારાઓને પણ અસુવિધા થાય છે, તેણી પણ કોઈ વ્યવસ્થા સરખી રીતે થઇ જાય સ્થાયી રૂપે તેનું સમાધાન થાય તે દિશામાં પણ પ્રયાસ થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં બીજા પણ ભવનોનું કામ જલ્દીથી થાય. સરકાર પોતાના જ વિભાગમાંથી એટલું સરસ રીતે કામ કરે તો બહાર લોકોને આશ્ચર્ય થાય છે કે અરે વાહ ભાઈ ઇન હાઉસ પણ આટલું સુંદર કામ થાય છે તો હું વિભાગના બધા લોકોને અભિનંદન આપુ છું કે જેમણે આ કામને કર્યું. સામાન્ય રીતે સરકારી કામનો અર્થ સમય વધુ લાગવો, લોકો હંમેશા પૂછે છે કે ભાઈ કેટલું મોડું ચાલી રહ્યું છે. ક્યાં સુધીમાં પૂરું થઇ જશે, હા કહે તો છે પણ હજુ કેટલો સમય લગાડશો. આ સમયથી પહેલા પૂરું થયું છે. સરકારી કામ તો પછી કહેછે કે ભાઈ બજેટ તો વધતું જ જશે. આ નક્કી કરેલા બજેટથી ઓછા ખર્ચમાં કરવામાં આવ્યું અને ગુણવત્તામાં કોઈ સમાધાન નથી કરવામાં આવ્યું તો સમયની બચત, ધનની બચત અને સુવિધાઓના વિષયમાં સતર્કતા રાખવામાં આવી છે તો આ રીતે ભવનનું નિર્માણ કરવામાં જે જે સાથીઓએ યોગદાન આપ્યું છે, શાસન વ્યવસ્થાના અધિકારીઓએ જે જે કામ કર્યા છે તે સૌ અભિનંદનના અધિકારી છે.
આ વખતે આપણે જોયું હશે કે સંસદ દ્વારા ખૂબ ઉત્તમ પ્રદર્શનકરવામાં આવ્યુંછે અને તેણી માટે તમામ રાજનૈતિક દળોને શ્રેય જાય છે, તમામ સાંસદોને શ્રેય જાય છે અને ચેર પર બેસનારા મહાનુભવોને પણ એટલો જ શ્રેય જાય છે. પરંતુ જતા જતા બંને સદનોમાંથી એક અવાજ આવ્યો સ્પીકર મહોદયજીએ કહ્યું, અને ઉપરાષ્ટ્રપતિજીએ પણ સદનમાં કહ્યું કે હવેજ્યારે 2022 આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે તો આપણી સંસદની પણ થોડી સ્થિતિ બદલાવી જોઈએ.
એ વાત સાચી છે કે હું છેલ્લા પાંચ વર્ષથી સતત એ વાતને સાંસદો તરફથી સાંભળી રહ્યો છું, મીડિયા જગતના મિત્રો પણ વારે વારે કહી રહ્યા છે કે ભાઈ હવે બહુ જુનું થઇ ગયું કઈક બદલી નાખો. આધુનિક વ્યવસ્થાઓ વડે વિકસિત કરવામાં આવે અનેજ્યારે સદનમાંથી જ માંગણી આવી છે તો સરકારે તેને ગંભીરતાથી લીધી છે. એ રીતે આ જ સંસદના ભવનનો ઉપયોગ કરીને અંદરની વ્યવસ્થાઓને કઈ રીતે આધુનિક કરવામાં આવે જેથી અથવા કોઈ અન્ય ભવન બનાવવું પડે તો તેનું… તેના પર અધિકારીઓ પોતાનું મગજ ચલાવી રહ્યા છે અને મે તેમને આગ્રહ કર્યો છે કે શક્ય હોય તેટલું જલ્દી કરવામાં આવે જેથી આઝાદીના 75 વર્ષની સાથે આ કામને પણ જો આપણે કરી શકીએ તો આપણે કરવું જોઈએ, કરી શકીએ છીએ, જોકે સમય બહુ ઓછો રહ્યો છે પરંતુ છતાં પણ પ્રયાસ કરવો જોઈએ. પરંતુ હું ફરી એકવાર તમામ સાંસદોને આ નવી વ્યવસ્થા વિકસિત થઇ રહી છે તે સૌનેખૂબ-ખૂબ અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું.
હું મંચ પર બેઠેલા તમામમહાનુભાવ તેમનું કંઈક ને કંઈ યોગદાન આમાં રહ્યું છે. તેમનો પણ આભાર પ્રગટ કરું છું.
આભાર સાથીઓ…