Manipur is rapidly moving ahead on the path of development on every scale: Prime Minister Modi
Whenever there is discussion about electrifying India’s villages, the name of Leisang village in Manipur will also come: PM Modi
North East, which Netaji described as the gateway of India's independence, is now being transformed as the gateway of New India's development story: Prime Minister

મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,

એ મોટો સંજોગ છે કે ગયા વર્ષે જાન્યુઆરી માસના પ્રારંભે હું સાયન્સ કોંગ્રેસ પ્રસંગે તમારી વચ્ચે આવ્યો હતો અને કાલે પણ હું પંજાબમાં સાયન્સ કોંગ્રેસ કોંગ્રેસનુ ઉદઘાટન કરીને આજે અહિં આવ્યો છું. તમારા બધાની વચ્ચે આવવાનો અનુભવ મારા માટે હંમેશાં સુખદ રહ્યો છે. દેશનો આ એવો વિસ્તાર છે કે જ્યાં દરેક ખૂણામાં એકતા અને વિવિધતા જોવા મળે છે. દરેક ખૂણામાં, દરેક ક્ષેત્રમાં તમે તેનો અનુભવ કરી શકો છો. અહિંની મહિલાઓએ આઝાદીના આંદોલનને જોર આપ્યું હતું, હું આજે મણિપુરની બહેનોને, સ્વતંત્રતા આંદોલનમાં પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારા મણિપુરના તમામ સેનાનીઓને નતમસ્તક સલામ કરૂ છું.

મિત્રો, અહિંના મોઈરાંગમાં અવિભાજીત ભારત સરકારની પહેલી વચગાળાની સરકારની રચના થઈ હતી. પૂર્વોત્તરના આપણા સાથીઓએ તે વખતે આઝાદ હિંદ ફોજને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. એક કહેવત એ સમયે પણ ખૂબ જ પ્રચલિત હતી કે નોન પોક થોંગ હંગાની એટલે કે આઝાદીનાં દ્વારનો રસ્તો પૂર્વમાંથી જ ખુલશે. આઝાદ હિંદ ફોજે આ દ્વારએક વાર ખોલી દીધા પછી દુશ્મન ક્યારેય પણ તેને બંધ કરી શક્યા નહોતા.

મિત્રો, જે મણિપુરને, જેણે પૂર્વોત્તરને ભારતની આઝાદીનુ પ્રવેશ દ્વાર બનાવ્યું તેને હવે નૂતન ભારતની વિકાસ ગાથાનુ દ્વાર બનાવવામાં આપણે સૌ જોડાઈ ગયા છીએ. જ્યાંથી દેશને આઝાદીની રોશની જોવા મળી હતી, ત્યાંથી જ નૂતન ભારતની સશક્ત તસવીર આપ સૌની આંખોને સ્પષ્ટ જોવા મળી રહી છે.

મિત્રો, આ વિચારધારા મુજબ હજુ થોડા સમય પહેલાં જ અહિં લગભગ 1500 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ ધરાવતી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે અને તેના માટે હું મણિપુરના દરેક ભાઈઓ અને બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવુ છું. આ યોજનાઓ તમારા જીવનને સરળ બનાવવાની છે. તેમાં તમારા બાળકોનો અભ્યાસ, યુવાનોને રોજગારી, વૃદ્ધોની દવાઓ અને ખેડૂતોની સિંચાઈ માટેની સુવિધાઓ મજબૂત બનવાની છે.

મિત્રો, આપ સૌ એ બાબતના સાક્ષી છો કે મણિપુર અને પૂર્વોત્તરમાં વિતેલા દાયકાઓમાં અગાઉની સરકારોએ શું કર્યું હતું. તેમના વલણમાં દિલ્હીને તમારાથી દૂર-દૂર રાખવામાં આવ્યું હતું. પહેલીવાર અટલજીની સરકારના સમયમાં દેશના આ મહત્વના ક્ષેત્રને વિકાસના માર્ગે લઈ જવાની પહેલ શરૂ કરવામાં આવી હતી. આજે તેમની એ જ પહેલને કેન્દ્ર સરકાર મજબૂતી સાથે આગળ વધારી રહી છે. અમે દિલ્હીને તમારા દરવાજાઓ સુધી લઈને આવ્યા છીએ. હવે અગાઉની જેમ કેન્દ્ર સરકારના મંત્રીઓ અને અધિકારીઓ કાગળ પર કામ બતાવીને દિલ્હી પાછા ફરતા નથી, એ વખતે પાછા ફરી જતા હતા અને પછી પરત આવતા ન હતા. આજે તે અહિં આવે છે, અહિં રોકાય છે અને તમારી વચ્ચે રહીને તમને સાંભળે છે. તમે જે ઉપાયો સૂચવો છો તે સાંભળે છે અને તમારી મુશ્કેલીઓને સમજે પણ છે.

હું પોતે પણ વિતેલા ચાર વર્ષમાં લગભગ 30 વખત પૂર્વોત્તરમાં આવી ચૂક્યો છું. તમને મળતો રહ્યો છું, વાતો કરતો રહ્યો છું, તેનાથી એક અલગ પ્રકારનો આનંદ આવે છે, અનુભવ મળે છે. મારે અધિકારી પાસેથી અહેવાલ માંગવો પડતો નથી. તમારા લોકો પાસેથી સીધો અહેવાલ મળી જાય છે. પહેલાની સરકાર અને આજે બનેલી સરકાર વચ્ચેનો આ તફાવત છે. આવા અવિરત પ્રયાસોને કારણે અલગતાને અમે પ્રેમમાં ફેરવી દધી છે.

આજે એ જ પ્રકારના પ્રયાસોને પરિણામે સમગ્ર પૂર્વોત્તર પરિવર્તનના એક મોટા પ્રવાહમાં પસાર થઈ રહ્યું છે. 30-30, 40-40 વર્ષથી અટકીને પડેલા પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. તમારા જીવનને સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો હું મણિપુરનું જ એક ઉદાહરણ આપું તો અહિંના ગામના નામ ભારતની વિકાસ યાત્રાનો એક મહત્વનો મુકામ બની ચૂક્યા છે અને તેને એક અલગ ઓળખ પ્રાપ્ત થઈ છે.

મિત્રો, દેશના જે 18 હજાર ગામડાઓને વિક્રમી સમયમાં અંધકારમાંથી મુક્તિ મળી છે તેમાં સૌથી છેલ્લુ ગામ કાંગપોકપી આ જિલ્લાના લેઈશાંગમાં આવેલું છે. જ્યારે પણ ભારતના દરેક ગામને વિજળી પહોંચાડવાના અભિયાનની વાત કરવામાં આવશે ત્યારે લેઈશાંગ અને મણિપુરનું નામ ચોક્કસપણે લેવામાં આવશે.

ભાઈઓ અને બહેનો,

આજે મણિપુરને સવા સો કરોડ રૂપિયાથી વધુ ખર્ચે બનેલી ઈન્ટીગ્રેટેડ ચેકપોસ્ટની ભેટ પણ મળી છે. આ માત્ર એક ચેકપોસ્ટ નથી, ડઝનબંધ સુવિધાઓનું કેન્દ્ર પણ છે. ભારત અને મ્યાનમારની સરહદ પર આવેલી આ ચેકપોસ્ટ યાત્રાળુઓ અને વેપારને સુવિધા પૂરી પાડશે. તેની સાથે સાથે કસ્ટમ ક્લિયરન્સ, વિદેશી મુદ્રાનો વિનિમય, ઈમિગ્રેશન ક્લિયરન્સ, એટીએમ, આરામ ગૃહ જેવી સગવડો પણ અહિં મળવાની છે. અહિં દેશના સન્માન અને સૌ પ્રથમવાર આઝાદ થયેલી ભૂમિના પ્રતીક તરીકે રાષ્ટ્રીય ધ્વજ તેનું સ્મારક બનાવવામા આવ્યો છે.

મિત્રો, આજે જેટલી પણ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે તે વિકાસ તરફની અમારી સરકારની કટિબદ્ધતા તો દેખાડે જ છે, પણ સાથે સાથે અગાઉની સરકારોના કામકાજની પદ્ધતિને પણ તમારી સામે ખૂલ્લી પાડે છે.

ભાઈઓ અને બહેનો,

દોરાઈથાપી બેરેજની ફાઈલ 1987માં શરૂ કરવામાં આવી હતી. તમે યાદ રાખો આ બાબતોની ફાઈલ 1987માં ચાલુ કરવામાં આવી હતી અને તેના બાંધકામની કામગીરી 1992માં રૂ. 19 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી મામલો અટકી પડ્યો હતો. 2004માં તેને વિશેષ આર્થિક પેકેજનો હિસ્સો બનાવવામાં આવ્યો હતો, પરંતુ 10 વર્ષ સુધી આ પ્રોજેક્ટ લટકી પડ્યો હતો.

2014માં જ્યારે અમે આવ્યા ત્યારે સમગ્ર દેશના લગભગ 100 જેટલા પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યાર પછી આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને 19 કરોડના આ પ્રોજેક્ટમાં રૂ. 500 કરોડનો ખર્ચ કર્યા પછી તે હવે તૈયાર થઈ ગયો છે. જો એ સમયે આ પ્રોજેક્ટ થયો હોત તો 19-20 કરોડમાં બની ગયો હોત. તેમની ગૂનાહિત બેદરકારીનું એ પરિણામ છે કે 19-20 કરોડનો પ્રોજેક્ટ રૂ. 500 કરોડ સુધી પહોંચી ગયો હતો. આ પૈસા ભારતના નાગરિકોના છે, આ પૈસા તમારા છે. તેમણે તે બરબાદ થવા દીધા છે.

મિત્રો,

આ પ્રોજેક્ટ જો વહેલો પૂરો થઈ ગયો હોત તો અહિંના હજારો ખેડૂતોને પાણીના એક એક ટીપા માટે વલખાં મારવા પડ્યા ન હોત. એ રીતે અહિંના યુવાનોને રોજગારી આપી શકે તેવું થંઘલ સુરંગ ઈકો-ટુરિઝમ સંકુલ પણ વર્ષ 2011માં શરૂ કરવામાં આવ્યું હતું. તેના કામને અમારી સરકારે ગતિ આપી હતી અને આજે તે તમારી સેવામાં તૈયાર થઈ ગયું છે. તપુલના ઈન્ટીગ્રેટેડ ટુરિસ્ટ ડેસ્ટીનેશન પ્રોજેક્ટની સ્થિતિ પણ લગભગ આ જ બની રહી હતી. વર્ષ 2009માં અમે આ પ્રોજેક્ટ ઉપર કામ શરૂ કર્યું હતું. અમારી સરકારે આ કામને ઝડપભેર આગળ વધારીને આજે મણિપુરમાં ટુરિઝમને નવો વ્યાપ આપનારી સુવિધાઓ તમને સમર્પિત કરી છે.

મિત્રો, ખેડૂત હોય કે પછી નવયુવાન હોય, દરેક વર્ગ માટે પાછલી સરકારોએ અટકાવવાની, ભટકાવવાની અને લટકાવવાની સંસ્કૃતિને કારણે ભારે નુકશાન થયું છે. અમારી સરકાર તંત્રમાં ઢીલાશ અને બેદરકારીની જૂની આદતો બદલવાનો પ્રમાણિક પ્રયાસ કરી રહી છે. તમે વિચારી રહ્યા હશો કે મોદીએ એવું શું કર્યું કે અહિંયા આ યોજનાઓ આટલી ઝડપભેર આવી છે. તમે પણ આ બાબતે જરૂર વિચાર કરતાં હશો.

તમે ઝડપભેર થયેલા કામોને જોઈ રહ્યા છો, પરંતુ હું આજે તમને પણ અને દેશવાસીઓને પણ બતાવવા માંગુ છું કે આખરે તેની પાછળની કથા શું છે? આવુ કેવી રીતે થઈ રહ્યું છે? પહેલા નહોતા થતા તે કામ હવે કેવી રીતે થઈ રહ્યા છે? લોકો પણ એ જ છે, અધિકારીઓ પણ એ જ છે, કચેરીઓ પણ એ જ છે, ફાઈલો પણ એ જ છે, લોકોની જરૂરિયાતો પણ એ જ છે, તો કામ કેમ થતા નહોતા ભાઈ? અમે કેવો રસ્તો શોધી કાઢ્યો.

મિત્રો, 2014માં પ્રધાન મંત્રી બન્યા પછી મારી સામે ખૂબ મોટો પડકાર આવીને ઉભો હતો. દાયકાઓથી અધૂરા, અટકી પડેલા, લટકી પડેલા અને ભટકી પડેલા આ બધા પ્રોજેક્ટસને પૂરાં કરવાના હતા. અગાઉની સરકારોને જે અભિગમ હતો તેના કારણે કેટલી ધીમી ગતિથી કામ થતા હતા. તેમના મનમાં તો એવું હતું કે કોઈ જગ્યાએ પત્થર લગાવી દો અને ચૂંટણી જીતી જાવ.

ક્યાંક રિબન કાપી દો અને ચૂંટણી જીતી જાવ. ક્યાંક પ્રેસ નોટ આપો અને ચૂંટણી જીતી જાવ. આવો જ ખેલ ચાલી રહ્યો હતો. તમને સાંભળીન આશ્ચર્ય થશે કે 100 કરોડના પ્રોજેક્ટ 200, 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને પૂરા કરવામાં આવતા હતા. છેવટે પૈસાની આ બરબાદી, સાધનોની આ બરબાદી અને તને હું કેવી રીતે સહન કરી શકું. મને ખૂબ જ પરેશાની થતી હતી. પાઈ પાઈ બરબાદ થતી રહેતી હતી. આ બાબત મને ખૂબ જ બેચેન બનાવી દેતી હતી. હું એ બાબત પણ જોઈ રહ્યો હતો કે જો આ પ્રોજેકટ સમયસર પૂરો કરવામાં આવ્યો હોત અને કામ થયું હોત તો અહિંના લોકોને કેટલો લાભ થયો હોત અને એ માટે મેં પ્રધાન મંત્રી કાર્યાલયમાં એક વ્યવસ્થા વિકસાવી હતી, એક પદ્ધતિ વિકસાવી હતી. તેમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેને પ્રગતિ નામ આપવામાં આવ્યું હતું.

પ્રગતિની બેઠકમાં મેં કેન્દ્ર સરકારના અધિકારીઓ અને રાજ્ય સરકારને અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાવાનું પસંદ કર્યું હતું. એક એક યોજના અંગે ઘણાં બધા સવાલ જવાબ કરવામાં આવતા હતા. ક્યાં શું મુશ્કેલી છે તે સમજવાની મેં કોશિષ કરી હતી. તે પછી ફરીથી અમે બધાંએ મળીને એક બીજા સાથે બેસીને, વીડિયો કેમેરાની સામે જ આ તકલીફો દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. હું ઓફિસરોને પ્રોત્સાહિત પણ કરૂં છું, તેમને સમજાવું પણ છું, તેમને સંપૂર્ણ સહયોગ મળી રહેશે તેનો વિશ્વાસ પણ આપતો રહું છે.

મિત્રો, આવી રીતે સળંગ બેઠકોનો દોર ચાલતો ચાલતો રહ્યો હતો. ડઝન બંધ બેઠકોમાં અત્યાર સુધીમાં 12 લાખ કરોડ રૂપિયાની યોજનાઓ અંગે અમે ચર્ચા કરી અને 12 લાખ કરોડની આ યોજનાઓ જે ખાડામાં પડેલી હતી, ફાઈલોની વચ્ચે અટવાઈ પડી હતી, તેની તકતીઓ પણ ખોવાઈ ગઈ હતી. આવી બધી યોજનાઓ શોધી શોધીને આજે તેને અમલમાં મૂકી ચાલુ કરવાની દિશામાં કામ કરવામાં આવ્યું છે. આને કારણે દેશમાં સેંકડો યોજનાઓ કે જે દાયકાઓથી અટકીને પડી હતી તેમાં વેગ આવ્યો છે. આ એક નવી કાર્ય સંસ્કૃતિ છે, જેને અમે સરકારમાં વિકસીત કરવાનો પ્રયાસ કર્યો છે. અટવાયેલા કામો પૂરા કરવાનું અભિયાન શરૂ કર્યું છે. દરેક વિભાગ, દરેક અધિકારી એક બીજા સાથે મળીને ટીમ બનાવીને કામ કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને કામ કરી રહી છે. રાજ્યોની તકલીફો કેન્દ્ર સમજે, કેન્દ્રની આવશ્યકતા પણ રાજ્ય સરકાર સમજે એવું એક ઉત્તમ પ્રકારના ફેડરાલીઝમની સંસ્કૃતિ અમે વિકસાવી છે.

મિત્રો, અમે જે સંકલ્પ લઈએ છીએ તેને સિદ્ધ કરવા માટે તન અને મન લગાવીને પરિશ્રમ કરતાં રહીએ છીએ અને મહેનત કરીને પૂર્ણ કરીએ છીએ. અમને એ બાબતની ખાત્રી થઈ છે કે યોજનાઓમાં વિલંબ કરવાના કારણે સૌથી વધુ નુકશાન દેશની ભાવિ પેઢીને થયું છે, જે સપનાંઓ સેવે છે અને જે કશુંક કરવા માંગે છે તેમને આવી લાગણી થઈ રહી છે. જે લોકો તકલીફવાળી જીંદગી જીવી રહ્યા છે તેવા ગરીબ લોકોએ મુસીબતોનો બોજ ઉઠાવવો પડ્યો છે. સામાન્ય માનવીને ઘણું નુકશાન થયું છે તેના કેટલાંક ઉદાહરણો હું તમને આપવા માંગુ છું.

મણિપુરના આહાર સુરક્ષા માટે મહત્વની ગણાતી સાવમબંગના ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોદામનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું છે. ડિસેમ્બર 2016માં આ યોજના અંગે કામગીરી શરૂ કરવામાં આવી હતી. અમે આ કામ પૂરૂ કરીને બતાવ્યું છે અને આજે તેનું લોકાર્પણ પણ કરી દીધું છે. યોજના સમયસર પૂરી થવાના કારણે અમે વધુ ખર્ચમાંથી પણ બચી ગયા છીએ અને મણિપુરની જરૂરિયાત માટેનું અનાજ સંઘરવા માટે 10 હજાર મેટ્રિક ટનની વધારાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. મણિપુરની સંગ્રહ ક્ષમતાને બમણી કરવા માટે અનેક પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પણ જલ્દીથી પૂરી થવાની છે.

આવી રીતે ઉખરૂલ અને તેની આજુબાજુ વસતા હજારો પરિવારોની પાણીની જરૂરિયાત તરફ ધ્યાન આપીને બફર વોટર રિઝર્વોયરનું કામ પણ નવેમ્બર 2015માં શરૂ કરવામાં આવ્યું છે અને તે પૂર્ણ પણ થઈ ગયું છે. આજે તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ વર્ષ 2035 સુધીની જરૂરિયાતો પૂરી કરશે.

ચુરાચાંદપુર, ઝોન-થ્રી પ્રોજેક્ટનું પણ વર્ષ 2014માં કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને આજે 4 વર્ષ પછી તેનું પણ લોકાર્પણ થઈ ગયું છે. તેનાથી વર્ષ 2030-31 સુધીમાં લગભગ 1 લાખ વસતિની પાણીની જરૂરિયાત પૂરી થશે. લંબુઈમાં શાળાના બાળકો અને તેમની આસપાસની જરૂરિયાતો પૂરી થશે. લંબુઈમાં શાળાના બાળકો અને તેમની આસપાસ વસતા હજારો પરિવારોની તરસ છીપાવનારી આ યોજનાની કામગીરી પણ વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી અને 3 વર્ષ પછી તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ભાઈઓ અને બહેનો, સરકારના સંસ્કારોમાં કેટલું અંતર હોય છે તેની એક નાની સરખી ઝલક તરીકે આ બાબત મેં તમારી સમક્ષ રજૂ કરી છે. ઉત્તર- પૂર્વમાં એવા અનેક પ્રોજેક્ટસ છે, જેને અમારી સરકાર નિશ્ચિત સમય મર્યાદા પહેલાં પૂરા કરવા તરફ આગળ વધી રહી છે. અમારી સરકાર જૂની વ્યવસ્થાઓને બદલવા માટે સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે. આવનારા થોડા સમયમાં અહિંયા ખબામ લામખાઈથી હન્નાચાંગ હેંગાંગની વચ્ચે રોડ પ્રોજેક્ટ, ઈમ્ફાલમાં ઈફેક્સિયસ ડિસીઝ સેન્ટર (રોગ નિદાન કેન્દ્ર), નવું સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અને મિની રમત ગમત સંકુલનું કામ પણ આગળ વધારવામાં આવશે.

મિત્રો, ભલે કેન્દ્રની સરકાર હોય કે મણિપુરની બિરેનસિંહજીની સરકાર હોય. અમારૂં વિઝન સબ કા સાથ સબ કા વિકાસ રહ્યું છે અને તેમાંથી કોઈપણ વ્યક્તિ કે કોઈપણ વિસ્તાર બાકી રહે નહીં તે બાબત ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પર્વત વિસ્તારમાં જાવ અથવા ગામ વિસ્તારમાં જાવ જેવા કાર્યક્રમે હેઠળ અહિંની રાજ્ય સરકાર દૂર દૂરના વિસ્તારો સુધી પહોંચી રહી છે. લોકભાગીદારીને સરકારી યોજનાઓનો હિસ્સો બનાવવામાં આવ્યો છે તે પ્રયાસ પ્રશંસનીય છે. અને આ જ કારણથી આજે મણિપુર બંધ અને રસ્તા રોકોના દોરમાંથી બહાર નિકળીને આશાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવાના પ્રયાસમાં જોડાઈ ગયું છે. આ દેશ તેનો સાક્ષી છે અને આ બાબત જણાઈ રહી છે.

મિત્રો, વિકાસના માટે, શાંતિ અને બહેતર કાયદા અને વ્યવસ્થાની જરૂર પડતી હોય છે. કનેક્ટીવિટી પણ એટલી જ મહત્વની છે અને એટલા જ માટે અમે પરિવહન વડે પરિવર્તનની કામગીરીના વિઝનથી કામ કરી રહ્યા છીએ. વિતેલા સાડા ચાર વર્ષમાં સમગ્ર ઉત્તર- પૂર્વમાં લગભગ અઢી હજાર કિમી.ના નેશનલ હાઈવે સાથે જોડાણ કરવામાં આવ્યું છે. મણિપુરને પણ વર્ષ 2014 પછી 300 કી.મી. થી વધુ લંબાઈના નેશનલ હાઈવે સાથે જોડવામાં આવ્યું છે.

રાજ્ય સરકારની સાથે મળીને લગભગ 2000 કરોડ રૂપિયાના વિવિધ પૂલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અહિંયા ઉત્તર- પૂર્વના તમામ રાજ્યોની રાજધાનીઓને રેલવે સાથે જોડવાનું કામ પણ થઈ રહ્યું છે. અંદાજે રૂ.50 હજાર કરોડના ખર્ચે 15 નવી રેલવે યોજનાઓ બાબતે કામ ચાલી રહ્યું છે. મણિપુરથી જીરીબામ અને ત્યાંથી ટુપુલ-ઈમ્ફાલની વચ્ચે નવી રેલવે લાઈન બનાવવામાં આવી રહી છે. દેશમાં ઈજનેરી કૌશલ્યનું ઉદાહરણ પૂરૂ પાડીને જીરીબામ-ઈમ્ફાલ રેલવે બ્રિજ પૂર્વોત્તર ભાગના વિકાસ માટે મોટો આધાર બની રહેવાનો છે.

મિત્રો, હાઈવે અને રેલવેની સાથે સાથે અહિંની એર કનેક્ટિવિટીમાં પણ સુધારો કરવામાં આવી રહ્યો છે. ઈમ્ફાલને જીરીબામ, તામેંગલાંગ અને મોરેહ જેવા દૂર-દૂરના વિસ્તારો સાથે હેલિકોપ્ટર સેવા વડે જોડવામાં આવી રહ્યું છે. ઉડાન યોજના હેઠળ પાંચ હેલિપેડ બનાવવામાં આવ્યા છે, જે ઈમ્ફાલ એરપોર્ટ સાથે જોડાશે. ઈમ્ફાલ ઈન્ટરનેશનલ એરપોર્ટનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે અને આવનારા દિવસોમાં એક એરકાર્ગો ટર્મિનલ પણ શરૂ થઈ જશે. મણિપુરમાં હાઈવે, રેલવે, એર વે ની સાથે સાથે આઈવે પણ બનાવવામાં આવી રહ્યા છે. ઈન્ફોર્મેશન વે મારફતે ખૂબ ઝડપથી મણિપુરની તમામ પંચાયતો અને જિલ્લાઓને ડિજિટલ બ્રોડબેન્ડ આઈવે સાથે જોડવામાં આવશે, જેના કારણે સામાજીક યોજનાઓનો લાભ સીધો નાગરિકો સુધી પહોંચી શકશે. તેના માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

ભાઈઓ અને બહેનો,

કનેક્ટિવિટીની સાથે-સાથે અહિંની વિજળી વ્યવસ્થાને પણ મજબૂત કરવામાં આવી રહી છે. આજે જ 400 કિલોવોટની સિલ્વર ઈમ્ફાલ લાઈનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. 700 કરોડ રૂપિયાથી વધુ ખર્ચે તૈયાર કરવામાં આવેલી લાઈનને કારણે વિજ કાપની સમસ્યા પણ દૂર થઈ જશે.

મિત્રો, મણિપુર દરેક પ્રકારે આજે વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. સ્વચ્છ ભારત અભિયાનમાં પણ મણિપુરે પોતાને જાહેરમાં શૌચથી મુક્ત કરી દીધુ છે. ચંદેલ જિલ્લો કે જેનો દેશના 100 થી વધુ મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં સમાવેશ થાય છે ત્યાં પણ તમામ માપદંડો મુજબ ઘણાં બધા સુધારા થયેલા જોવા મળી રહ્યા છે.

ભાઈઓ અને બહેનો,

મણિપુરના યુવાન સાથીઓને ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાયી શિક્ષણ મળી રહે તે માટે દેશના અન્ય ભાગોમાં જવુ ના પડે તે માટે અનેક યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. આજે શિક્ષણ, કૌશલ્ય અને રમત ગમત સાથે જોડાયેલા પ્રોજેકટની પણ શિલારોપણ વિધિ કરવામાં આવી છે. ધનમંજૂરી વિશ્વ વિદ્યાલયમાં માળખાગત સુવિધાઓ સાથે જોડાયેલા પ્રોજેકટ હોય કે પછી ઈજનેરી કોલેજ સાથે જોડાયેલા પ્રોજેકટ હોય. આ બધા પ્રોજેક્ટને કારણે યુવાન મિત્રોને સગવડ મળવાની છે.

મિત્રો,

મહિલા સશક્તિકરણમાં પણ મણિપુર આગળ વધી રહ્યું છે. મણિપુરની બહેનોના આર્થિક સામર્થ્યને વધુ મજબૂત કરવા માટે અમારી સરકાર અહિંયા ત્રણ નવા એમા માર્કેટનું કામ પણ શરૂ કરી રહી છે. આ ઉપરાંત સરકાર મારફતે લગભગ 5 લાખ બહેનોના જન ધન ખાતા બેંકોમાં ખોલવામાં આવ્યા છે. મુદ્રા યોજના હેઠળ જે સવા લાખ ધિરાણો અહિંના યુવાનોને મળ્યા છે તેમાં અડધી સંખ્યા મહિલા ઉદ્યમીઓની છે. આ ઉપરાંત અહિંના એક લાખ બહેનોને ઉજ્જવલા યોજના મારફતે એલપીજી જોડાણો પણ આપવામાં આવ્યા છે.

મિત્રો,

યુવાનો માટે ઉદાહરણરૂપ અને દેશમાં મહિલા શક્તિનું એક મોટુ ઉદાહરણ પૂરૂ પાડનારી મેરી કોમની જન્મભૂમિ અને કર્મભૂમિ રમત ગમત ક્ષેત્રે સંભાવનાઓથી ભરપૂર છે. ઉત્તર- પૂર્વને ભારતનું સ્પોર્ટીંગ સુપર પાવર બનાવવામાં તે ખૂબ મોટી ભૂમિકા બજાવવાનું છે. વિતેલા 3 થી 4 વર્ષમાં જેટલી પણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ થઈ છે તેમાં દેશના ઉત્તર- પૂર્વના ખેલાડીઓએ જોર લગાવીને ઉત્સાહપૂર્વક પોતાની ક્ષમતા પ્રદર્શિત કરી છે. હવે પૂર્વોત્તરના સામર્થ્યનું મણિપૂરના રાષ્ટ્રીય ખેલ વિશ્વ વિદ્યાલય વડે વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. આજે જે યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે તેમાં હોકી સ્ટેડિયમમાં ફ્લડ લાઈટ અને સ્ટેડિયમમાં એસ્ટ્રોટર્ફ બનાવવાની યોજનાનો પણ સમાવેશ થાય છે.

અમારો એ પ્રયાસ રહ્યો છે કે દેશના નાના નાના વિસ્તારોમાં રમત ગમતની બહેતર સુવિધાઓ પૂરી પાડવામાં આવે. તેની સાથે સાથે અમે તાલિમ અને પસંદગીની પારદર્શક વ્યવસ્થાઓની ગોઠવણ પણ કરી રહ્યા છીએ. તેના પરિણામે કોમનવેલ્થ ગેમ્સમાં, એશિયન ગેમ્સમાં, પેરા એશિયન ગેમ્સમાં, યુથ ઓલિમ્પીકમાં અને અન્ય વર્લ્ડ ચેમ્પિયનશીપમાં આપણે જોઈ રહ્યા છીએ કે દેશના ખેલાડીઓ આપણું ગૌરવ વધારી રહ્યા છે.

ભાઈઓ અને બહેનો,

ભ્રષ્ટાચાર રમત-ગમતમાં હોય કે પછી સરકારની અન્ય યોજનાઓમાં હોય. દેશ આવી બાબતોને ચલાવી લેતો નથી. અને આ જ કારણથી અમારી સરકાર એવા લોકોને પણ કાયદાના કઠેડા સુધી લઈ આવી છે. આવી બાબત અંગે અગાઉ કોઈ વિચારી પણ શકતું ન હતું. તમે પણ જોઈ રહયા છો કે દેશને જેમણે દગો કર્યો છે અને જેમણે ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી દીધો હતો એવા લોકોને આજે અદાલતનો સામનો કરવો પડી રહયો છે. દેશના ઈમાનદાર કરદાતાઓના પૈસાથી પોતાના લોકોનું ભલુ થાય તે રીતે તેને યોગ્ય જગાએ પહોંચાડીને અમે થંભીશું.

તમને આ વિશ્વાસ અપાવવા માટે હું અહિંયા આવ્યો છું. વિકાસથી યુક્ત અને ભ્રષ્ટાચારથી મુક્ત નૂતન ભારતનો સંકલ્પ લઈને આગળ વધતાં તમારા આશિર્વાદ અમને હંમેશા મળતા રહ્યા છે અને મળતા રહેશે. વધુ એક વખત હું આપ સૌને આજની યોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણ બાબતે અભિનંદન પાઠવું છું. ‘પુમ પુમ ના માકષુ, અમુક્કા હન્ના ખુરમજારી.’

ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય.

ખૂબ-ખૂભ ધન્યવાદ…

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi govt created 17.19 crore jobs in 10 years compared to UPA's 2.9 crore

Media Coverage

PM Modi govt created 17.19 crore jobs in 10 years compared to UPA's 2.9 crore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets on the occasion of Urs of Khwaja Moinuddin Chishti
January 02, 2025

The Prime Minister, Shri Narendra Modi today greeted on the occasion of Urs of Khwaja Moinuddin Chishti.

Responding to a post by Shri Kiren Rijiju on X, Shri Modi wrote:

“Greetings on the Urs of Khwaja Moinuddin Chishti. May this occasion bring happiness and peace into everyone’s lives.