મીનાક્ષી સુંદરેશ્વર મંદિર માટે સુવિખ્યાત નામ અને એક એવું સ્થળ છે કે જે ભગવાન શિવના દિવ્ય આશીર્વાદથી જેનું નામ પડ્યું છે, એવા સ્થળ, મદુરાઈમાં આવીને આજે હું ખૂબ જ પ્રસન્નતા અનુભવી રહ્યો છું.
દેશમાં ગઈકાલે પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો. અમુક અંશે આજના દિવસે મદુરાઈ ખાતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયુટ ઑફ મેડીકલ સાયન્સ (એઈમ્સ)ના શિલારોપણનો કાર્યક્રમ એ આપણા “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.
મિત્રો,
આપણે સૌ જાણીએ છીએ કે દિલ્હીમાં એઈમ્સે આરોગ્ય કાળજીમાં પોતાની માટે એક બ્રાંડ નેમ પ્રશસ્ત કર્યું છે.
મદુરાઈમાં એઈમ્સની સ્થાપના થવાથી હવે આપણે કહી શકીએ છીએ કે આરોગ્ય કાળજીની આ બ્રાંડને– કન્યાકુમારીથી કાશ્મીર અને મદુરાઈ સુધીઅને ગુવાહાટીથી ગુજરાત સુધી દેશના ખૂણે-ખૂણામાં લઇ જવામાં આવી છે. મદુરાઈમાં આ એઈમ્સની સ્થાપના સોળસો કરોડથી વધુ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. તેનાથી તમિલનાડુની સમગ્ર જનતાને ફાયદો થશે.
મિત્રો,
એનડીએ સરકાર એ આરોગ્ય ક્ષેત્રને સૌથી મહાન તક આપી રહી છે જેથી કરીને પ્રત્યેક વ્યક્તિ તંદુરસ્ત બની શકે અને આરોગ્ય કાળજી એ સસ્તી બની શકે.
પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત અમે સમગ્ર ભારતમાં સરકારી મેડીકલ કોલેજોના અપગ્રેડેશનને ટેકો આપ્યો છે. આજે મને ખુશી છે કે હું મદુરાઈના સુપર સ્પેશિયાલીટી બ્લોકસ, તાન્જાવુંર અને તીરૂનેલવલ્લી મેડીકલ કોલેજનું ઉદ્ઘાટન કરી રહ્યો છું.
મિશન ઇન્દ્રધનુષ એ જે ગતિ અને ઝડપે કામ કરી રહ્યું છે તે અટકાયતી આરોગ્યકાળજીમાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરી રહ્યું છે. પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન એ સુરક્ષિત પ્રસુતિને એક જન આંદોલન બનાવી રહ્યા છે.
છેલ્લા સાડા 4 વર્ષથી અન્ડર ગ્રેજ્યુએટ મેડીકલ બેઠકોની સંખ્યા લગભગ 30 ટકા જેટલી વધી ગઈ છે. આયુષ્માન ભારતનો પ્રારંભ એ પણ એક વિશાળ પગલું છે.
તે આપણા દેશ માટે સમગ્રપણે આરોગ્ય કાળજીનાં લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાની ખાતરી કરવા માટે સુઆયોજિત અને વિચારીને કરવામાં આવેલ પ્રયોગ છે. આયુષ્માન ભારત બૃહદપણે આરોગ્યના મુદ્દાને પહોંચી વળવા માટે અગ્રગણ્ય પગલાઓ ભરવાનું કાર્ય કરે છે.
વ્યાપક પ્રાથમિક કાળજી અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે 1.5 લાખ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પરિવારદીઠ દર વર્ષે અંદાજે 10 કરોડ જરૂરિયાતમંદ પરિવારોને દવાખાનામાં દાખલ થવાની સ્થિતિમાં 5 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે.
તે વિશ્વમાં સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે.
મને એ વાત જાણીને ખુશી થઇ છે કે તમિલનાડુના 1 કરોડ 57 લાખ લોકોને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે.
માત્ર ત્રણ મહિનાથી વધુના સમયગાળા દરમિયાન આશરે 89 હજાર લાભાર્થીઓને દાખલ કરવામાં આવ્યા છે અને બસો કરોડ રૂપિયાથી વધુની રકમ દાખલ કરવામાં આવેલ તમિલનાડુઅ લાભાર્થીઓ માટે મંજૂર કરવામાં આવી છે.
રોગનિયંત્રણના મોરચા પર અમે રાજ્યોને ટેકનીકલ અને નાણાકીય સહાય પૂરી પાડીએ છીએ. અમારી સરકાર 2025 સુધીમાં ટીબી નાબૂદી માટે કટિબદ્ધ છે. મને એ જાણીને ખુશી થઇ કે રાજ્ય સરકાર ટીબી મુક્ત ચેન્નાઈની પહેલને આગળ વધારી રહી છે અને પોતાની જાતે જ 2023 સુધીમાં રાજ્યમાં ટીબીને દૂર કરવા માટેના પ્રયાસો કરી રહી છે.
હું રાજ્યને પુનરાવર્તિત રાષ્ટ્રીય ટીબી નિયંત્રણ કાર્યક્રમના તમામ પાસાઓના અમલીકરણ પ્રત્યે તેમની કટિબદ્ધતા માટે શુભેચ્છાઓ આપું છું.
હું ખાતરી આપું છું કે ભારત સરકાર આ બધા રોગોને પહોંચી વળવા માટે રાજ્યના તમામ પ્રયત્નો માટે જરૂરી તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
આજે મને તમિલનાડુમાં 12 પોસ્ટ ઓફીસ પાસપોર્ટ સેવા કેન્દ્રોનું લોકાર્પણ કરતા ઘણી ખુશી અનુભવાઈ રહી છે.
આ પહેલ આપણા નાગરિકો માટે “જીવન જીવવાની સરળતા”ને સુધારવા માટેનું વધુ એક પગલું છે.
ફરી એકવાર હું ખાતરી આપું છું કે મારી સરકાર એ સમગ્રતયા આરોગ્ય આવરણની ખાતરી કરવા માટે આરોગ્ય કાળજીના ક્ષેત્રમાં થતી પહેલોને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે.
જય હિન્દ!!!