ભારત માતાની જય,
આટલી મોટી સંખ્યામાં અહીં પધારેલા મારા ભાઈઓ અને બહેનો
ચાર વર્ષ પહેલાં તમે મને ખૂબ જ સમર્થન સાથેસમગ્ર દેશની સેવા કરવાની તક આપી હતી. મે મહિનાની આ ગરમીમાંજ્યારે બપોરનો સૂર્ય ખૂબ તપી રહ્યો છે, ત્યારેતમે આટલી મોટી સંખ્યામાં અમને બધાને આશીર્વાદ આપવા અહીં આવ્યા છો તે એ બાબતનો પુરાવો છે કે ચાર વર્ષમાં અમારી સરકાર દેશને સાચા માર્ગેલઈ જવામાં સફળ રહી છે. ભાઈઓ અને બહેનો આટલો પ્રેમ, આટલો સ્નેહ ત્યારે જ મળતો હોય છે જ્યારે સેવકથી તેમનો માલિક ખુશ હોય. આજે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ સરકારનાં ચાર વર્ષ પૂર્ણ થવા પ્રસંગે તમારો મુખ્ય સેવક વધુ એક વાર તમારી સામે માથુ નમાવીને ઊભોરહ્યો છે અને સવા સો કરોડ દેશવાસીઓને આવકારે છે.
સાથીયો, આજે બાગપત,પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને દિલ્હી એનસીઆરમાં વસનારા લોકો માટે આજે ખૂબ જ મહત્વનો દિવસ છે. બે મોટી સડક યોજનાઓનુંઆજે લોકાર્પણ કરવામાં આવી રહ્યુ છે. એકછે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેનું પ્રથમ ચરણ અને બીજો છે ઈસ્ટર્ન પેરિફરલ એક્સપ્રેસવે.
ઈસ્ટર્ન પેરિફરલ એક્સપ્રેસવે માટે રૂ. 11 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.જ્યારે દિલ્હી- મેરઠ એક્સપ્રેસવેના અત્યાર સુધીના હિસ્સા માટેસાડા આઠસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રોજેકટ લગભગ રૂ.5,000 કરોડનો છે.આજે આ નવામાર્ગ પર ચાલવાની મને જ્યારે તક મળી છે ત્યારે મેં અનુભવ્યું છે કે 14 લેનની આ સફર દિલ્હી-એનસીઆરના લોકોના જીવન માટે કેટલી આસાન બની રહેવાની છે. ક્યાંય કોઈ અવરોધ નહીં, કોંક્રીટની સાથે સાથે હરિયાળા પ્રદેશનો સમન્વય કરીને એક થી એકવધુ સારી આધુનિક તકનિકનો એમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભાઈઓ અને બહેનો, માત્ર 18 માસના સમયમાં આ કામપૂરૂ કરવામાં આવ્યું છે. આજે 14 લેનની નવકિમીની સડકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, પરંતુ આ નવ કિમીનું પણ કેટલું મહત્વ છે તે દિલ્હીના પડપડ ગંજ, મયૂર વિહાર, ગાઝીયાબાદ, ઈન્દ્રાપુરમ, વૈશાલી અને નોઈડાના લોકોને સારી રીતે ખ્યાલ આવી ગયો છે. સાથીઓ, જે ઝડપથી આ નવ કિમીની સડક તૈયાર કરવામાં આવી છે, તેટલી જ ઝડપથી મેરઠ સુધી આ એક્સપ્રેસવે નું કામ કરીને જલ્દી બીજુ ચરણ પણ લોકોને સમર્પિત કરી દેવામાંઆવશે અને જ્યારે તે પૂરો થઈ જશે ત્યારેમેરઠથી દિલ્હી સુધીનું અંતરઘટીને 40 થી 45 મિનિટ જેટલું થઈ જશે.
દિલ્હી એનસીઆરમાં માત્ર ભીડની જ સમસ્યા નથી. પ્રદુષણની પણ એક ખૂબ મોટી સમસ્યા છે, જે દર વર્ષે વધીને વિકરાળ સ્વરૂપ ધારણ કરીરહી છે. પ્રદુષણની સમસ્યાનું એક કારણ દિલ્હીમાં આવતા જતા વાહનોઅને લાંબો ટ્રાફિક જામ છે.અમારી સરકારે આ સમસ્યાને ગંભીરતાથી હાથ ઉપર લઈને દિલ્હીની ચારે બાજુ એક્સપ્રેસવે મારફતે આ વિસ્તારોને આવરી લેતો રસ્તો બનાવવાનું કામ શરૂ કર્યું છે. તે બે ભાગમાં બનાવવામાં આવશે. એમાંથી એક ભાગ એટલે કે ઈસ્ટર્ન પેરિફરલ એક્સપ્રેસવે જેનું લોકાર્પણ કરવાનીમને થોડા સમય પહેલાં તક મળી છે.
ભાઈઓ અને બહેનો, દિલ્હીની અંદર આજે જેટલા વાહનો પહોંચે છે તેમાં હવે 30 ટકા વાહનો ઓછા થઈ જશે. આ વાહનો બહારથી જ સીધાપસાર થઈ જશે. માત્ર મોટી ગાડીઓ અને ટ્રક જ નહીં, પણ 50 હજારથી વધુ કારને પણ હવે દિલ્હી શહેરમાં પ્રવેશ કરવાની જરૂર નહીં પડે તેવી વ્યવસ્થા આ પ્રોજેક્ટ દ્વારા નિર્માણ પામી છે. આટલું જ નહીં, ઈસ્ટર્ન પેરિફરલ એક્સપ્રેસવે એ એક એવો પ્રથમ એક્સપ્રેસવે છે, જે રૉ ગ્રીનફીલ્ડ એક્સપ્રેસવે છે. આ સડક માત્ર 500 દિવસમાં જ તૈયાર થઈ ગઈ છે. સાથીઓ, આજે આ બે મોટા પ્રોજેક્ટસ તમારી સેવા માટે તૈયાર છે. તેમાં સંપૂર્ણ રીતે આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવ્યો છે. વિજળીની જરૂરિયાત પણ સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા વડે પૂરી પાડવામાં આવશે. આનો અર્થ એ થયો કે સમયનીપણ બચત, પ્રદુષણ પણ ઓછુ, બળતણ પણ ઓછુ. પશ્ચિમ ઉત્તરપ્રદેશથી દિલ્હી સુધી દૂધ, શાકભાજી, અનાજ વગેરે પહોંચાડવાનું હવે ખૂબ આસાન બની જશે.
ભાઈઓ અને બહેનો, સવા સો કરોડ દેશવાસીઓનું જીવન સ્તર ઊંચે લઈ જવામાં દેશની આધુનિક માળખાગત સુવિધાઓની ખૂબ જ મોટી ભૂમિકા છે અને તે સૌના સાથ, સૌના વિકાસનો માર્ગ છે. કારણ કે માળખાગત સુવિધાઓ, જાતિગત ભેદભાવ, પંથ, સંપ્રદાય, ઊંચ-નીચ, અમીર-ગરીબ એવો કોઈ ભેદભાવ રાખતી નથી. એટલા માટે સૌના માટે એક સરખી તકપ્રાપ્ત થશે. આટલા માટે અમારી સરકાર દ્વારાહાઈવે, રેલવે, એર વે, વોટર વે, હાઈ વે અને વિજળી સાથે જોડાયેલી માળખાગત સુવિધાઓ પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું છે.
સાથીઓ, વિતેલા 4 વર્ષમાં 3 લાખ કરોડથી વધુ ખર્ચ કરીને અમે 28 હજાર કિમીથી વધુ લંબાઈના નવા ધોરીમાર્ગોબનાવવાનું કામ કર્યું છે. 4 વર્ષ પહેલાં જ્યાં, હું ઈચ્છું છું કે તમે પણ આ બાબતને ધ્યાન પૂર્વકસાંભળો અને મારા દેશના નાગરિકો પણ તેને સાંભળે.4 વર્ષ અગાઉ એક દિવસમાં જ્યાં માત્ર 12કિમીના ધોરીમાર્ગોબનતા હતા, ત્યાં આજે લગભગ 27કિમીના ધોરીમાર્ગોબની રહ્યા છે. આ વર્ષના બજેટમાં ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ રૂ. 5 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે દ્વારા લગભગ 35 હજાર કિમીધોરીમાર્ગોનું બાંધકામ થવાનુંછે. માત્ર ધોરીમાર્ગોજ નહીં, રેલવેનું પણ અભૂતપૂર્વ કામ થઈ રહ્યું છે. જ્યાં રેલવેની કનેક્ટીવિટીનો નહોતી ત્યાં ઝડપથી રેલવેનું નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું છે. સિંગલ લાઈનોનું ડબલ લાઈનમાં રૂપાંતર કરવું, મીટર ગેજનું બ્રોડ ગેજમાં પરિવર્તન કરવું આવા બધા કામો અમે ઝડપભેર હાથ ધરી રહયા છીએ. ટ્રેનોની ગતિ પણ વધારવામાં આવી રહી છે. લગભગ સાડા પાંચ હજાર માનવ રહિત ક્રોસિંગને છેલ્લા 4 વર્ષામાં અમારા દ્વારા દૂર કરવામાં આવ્યા છે. ભાઈઓ અને બહેનો, વિમાન સેવાને સસ્તી કરવા માટે અને દેશમાં નવા વિમાનના રૂટ શરૂ કરવા માટે ઉડાન યોજનાચાલુ કરવામાં આવી છે. વિતેલા વર્ષે લગભગ 10 કરોડ લોકોએ વિમાનની મુસાફરી કરી હતી, એટલે કે એસી ટ્રેનમાં રેલવેના એરકન્ડીશન્ડ ડબ્બામાં જેટલા લોકોએ પ્રવાસ કર્યો તેનાથી વધુ લોકોએ વિમાનમાં પ્રવાસ કર્યો હતો. હું ભારતની 4 વર્ષની આ હકિકત બતાવી રહ્યો છું. હવાઈ ચપ્પલ પહેરનાર વ્યક્તિ પણ વિમાનમાં પ્રવાસ કરે એવું સપનું લઈને અમે કામ કરી રહ્યા છીએ. દેશમાં જળ શક્તિનો પૂરે પૂરો ઉપયોગ કરવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. દેશમાં 100 થી વધુ નવા જળ માર્ગો બનાવવામાં આવી રહ્યા છે. અહિંયા ઉત્તરપ્રદેશમાં પણ ગંગાજીમાં જહાજ ચાલવા માંડ્યા છે. ગંગાજીના માધ્યમથી ઉત્તરપ્રદેશ સીધું સમુદ્ર સાથે જોડાવાનું છે. ખૂબ જલ્દી માલ વાહક જહાજો ઉત્તરપ્રદેશમાં બનેલો સામાન મોટા-મોટા બંદરો સુધી પહોંચાડવા માટેસશક્ત બની જશે. ગંગાજીની જેમ યમુનાજીને ધ્યાનમાં રાખીને એક પછી એક નવી યોજનાઓ બનાવવામાં આવી રહી છે.
સાથીઓ, જ્યાં નવી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે ત્યાં નવા ઉદ્યોગો માટે પણ તક ઉભી કરવામાં આવી રહી છે. આવા વિચારની સાથે,આ વર્ષના બજેટમાં ઉત્તરપ્રદેશમાં ડિફેન્સ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.આ કોરિડોરનો વિસ્તાર આગ્રા, અલીગઢ, લખનૌ, કાનપુર ઝાંસી અને ચિત્રકૂટ સુધીનો વિસ્તાર હશે. માત્ર આ જ કોરિડોર દ્વારા અંદાજે અઢી લાખ લોકો માટે રોજગારીની નવી તકોનું સર્જન થશે.
સાથીઓ, ન્યૂ ઈન્ડિયાની તમામ નવી વ્યવસ્થાઓ દેશના યુવાનો અને મધ્યમ વર્ગની આશાઓ અને અપેક્ષાઓને આધારે ઉભી કરવામાં આવી રહી છે. દેશના દરેક ગામને ઈન્ટરનેટ સાથે જોડવા માટે ભારત નેટ યોજના હેઠળ કામ ખૂબ ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે. અમારી સરકારની ઝડપનો અંદાજ તમે એ બાબત પરથી લગાવીશકશો કે કોંગ્રેસ સરકારને જ્યાં 4 વર્ષમાં, મેં તમને જે રીતે હાઈ વે ના બાંધકામના આંકડા આપ્યા હતા તે રીતે આ આંકડાની પણ નોંધ લેવા જેવી છે. કોંગ્રેસની ઉત્તરપ્રદેશએ સરકાર પોતાના4 વર્ષમાં 59 પંચાયતો એટલે કે લગભગ 60 પંચાયતોને જ ઓપ્ટીકલ ફાયબર સાથે જોડી શકી હતી. ક્યાં 4 વર્ષમાં 60 થી ઓછા અને ક્યાં 4 વર્ષમાં એક લાખ ગામ. કેવી રીતે કામ થઈ રહ્યું છે તેનો અનુભવ મારો દેશ સારી રીતે કરી રહ્યો છે. મેક ઈન ઈન્ડિયા યોજના હેઠળ દેશમાં મેન્યુફેક્ચરીંગ ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આનું પરિણામ એ આવ્યું છે કે 4 વર્ષ પહેલાં દેશમાં મોબાઈલ ફોન બનાવતી માત્ર બે જ ફેક્ટરીઓ હતી. તમે અનુમાન લગાવી શકો છો કે આજે આપણે ક્યાં પહોંચ્યા છીએ. તમને એ બાબત જાણીને આનંદ થશે કે કે તેમના સમયમાં બે ફેક્ટરીઓ મોબાઈલ ફોન બનાવતી હતી. આજે 120 ફેક્ટરીઓ મોબાઈલ ફોનનું ઉત્પાદન કરી રહી છે અને એમાંની ઘણી તો અહીં એનસીઆરમાં જ આવેલી છે, જેમાં અનેક યુવાનોને રોજગારી મળી છે. એમાંના ઘણાં લોકો તો અહિંયા કદાચ હાજર પણ હશે.
સાથીઓ, રોજગાર નિર્માણમાં સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ કદના ઉદ્યોગો, જેને આપણે એમએસએમઈ પણ કહીએ છીએ, તેમનું ખૂબ મોટું પ્રદાન છે. ખેતી પછી એમએસએમઈ ક્ષેત્રમાં રોજગારીની સૌથી વધુ તકો ઉપલબ્ધ થઈ રહી છે અને ઉત્તરપ્રદેશમાં તો લગભગ 50 લાખ નાના મોટા લઘુ ઉદ્યોગોનો સમૂહ ઉભો થયો છે. આ ઉદ્યોગોનું વધારે વિસ્તરણ થઈ શકે તે માટે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકાર સાથે મળીને કામ કરી રહી છે. કેન્દ્ર સરકાર એમએસએમઈ ક્ષેત્રને કરવેરામાં પણ મોટી રાહત આપેલી છે. ઉત્તરપ્રદેશની યોગીજીની ભાજપ સરકારે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે. એક જિલ્લો, એક પ્રોડક્ટ યોજના સ્વયં ખૂબ મહત્વની છે. ઉત્તરપ્રદેશ સરકારની આ યોજનાને કેન્દ્ર સરકારના સ્કીલ ઈન્ડિયા મિશન, સ્ટેન્ડઅપ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા મિશન અને પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજનાની સાથે જોડીને અમે તેમને સહયોગ પૂરો પાડવાનો એક રોડ મેપ પણ તૈયાર કર્યો છે. સાથીઓ, વધુ સારો વ્યવસાય અને કારોબાર ત્યારે જ શક્ય બને છે, જ્યારે સુરક્ષિત વ્યવસ્થા યોગ્ય હોય.અહિંયાપશ્ચિમ ઉત્તરપ્રદેશમાં તમે સૌ સાક્ષી છો કે પહેલાં શુ સ્થિતિ હતી. પરંતુ હવે યોગીજીનું નેતૃત્વ ધરાવતી સરકારમાં અપરાધીઓ જાતે શરણે આવી રહ્યા છે. હવે અપરાધીઓ જાતે હવે પછી કોઈ અપરાધ નહીં કરે તેવા સોગંદ લઈ રહ્યા છે. અને હું યોગીજી અને મનોહરલાલજી બંનેને એક વાત માટે અભિનંદન પાઠવું છું. તેમણે ઉત્તરપ્રદેશ અને હરિયાણા વચ્ચે કાયદા અને વ્યવસ્થાના મુદ્દે એટલુ સુંદર સંકલન કર્યું છે અને એકબીજાને મજબૂત સંપર્ક વ્યવસ્થાથી જોડ્યા છે કે જ્યાં પહેલા ગૂનેગારો તોફાન કરતા હતા, ત્યાંથી ભાગીને અન્ય જગ્યાએ આશ્રય લેતા હતા. હવે આ બંનેએ તેમના માટેના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. આ માટે હું આ બંનેને અભિનંદન પાઠવું છું.
ભાઈઓ અને બહેનો, અમે મહિલાઓના સન્માન અને સશક્તિકરણની બાબતને અગ્રતા આપી રહ્યા છીએ. સ્વચ્છ ભારત ઝૂંબેશ હેઠળ અમે દેશમાં સાડા સાત કરોડ શૌચાલય બનાવ્યા હોય કે પછી ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવેલા 4 કરોડ ગેસ કનેક્શન હોય. આ બાબતથી મહિલાઓનું જીવન આસાન બનાવવામાં ખૂબ મોટી સેવા થઈ છે. બીજી તરફ મુદ્રા યોજના હેઠળ લગભગ 13 કરોડ જેટલા ધિરાણ આપવામાં આવ્યા છે. તેમાંથી 75 ટકા ધિરાણો મહિલા ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવ્યા છે. કોઈ કલ્પના પણ નહીં કરી શકે છે કે ભારતમાં મુદ્રા યોજના હેઠળ લોન લેનાર 13 કરોડ લોકોમાં 75 ટકા જેટલી મારા દેશની બહેનો છે, માતાઓ છે. વિતેલા 4 વર્ષમાં અમે દિકરીઓને સન્માન આપ્યું છે અને તેમને વધુ સશક્ત બનાવી છે. સાથીઓ, મહિલાઓની સાથે સાથે દલિતો અને પછાત વર્ગોનું સશક્તિકરણ કરવાની દિશામાં અને તેમના સન્માન માટે વિતેલા 4 વર્ષમાં અમે એક પછી એક ખૂબ મહત્વના પગલાં લીધા છે. સ્વરોજગાર હોય કે સામાજિક સુરક્ષા હોય. આજે અનેક યોજનાઓ આ દિશામાં કામ કરી રહી છે. મુદ્રા યોજનાના માધ્યમથી જે લોન આપવામાં આવી છે તેમાં અડધાથી વધારે તો દલિત અને પછાત વર્ગના લોકોને મળી છે. સ્ટેન્ડઅપ યોજના હેઠળ પણ દલિતો અને મહિલા ઉદ્યોગસાહસિકોને એક નવી યોજનાનોલાભ મળ્યો છે. અમારી સરકાર માટે સૌભાગ્યની બાબત છે કે અમે બાબા સાહેબ આંબેડકર સાથે જોડાયેલા 5 સ્થળોને પંચતીર્થ તરીકે વિકસીત કર્યા છે. સાથીઓ, હું મારા અનુભવનેઆધારે તમને કહી શકું છું કે જેમના મનમાં સ્વાર્થ છે તે લોકો માત્ર મગરના આંસુ સારવાની રાજનીતિ કરી રહ્યા છે. આ લોકો પ્રજાલોભાઈ જાય તેવી રાજનીતિ કરે છે, પરંતુ તે લોકો ખરેખર દલિત, પીડિત, શોષિત, વંચિત, ઉપેક્ષિત અથવા તેમના હિતની બાબતમાં વિચારતા હોય તેવા લોકો પ્રજા હિતની તકની સાથે સાથે તેમને સુરક્ષા અને ન્યાય પણ પ્રાપ્ત થાય તે માટે વિતેલા 4 વર્ષમાં ખૂબ જ મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે.
દલિતો ઉપર, આદિવાસીઓ ઉપર અત્યાચારના કાયદાઓને અમે ખૂબ આકરા બનાવ્યા છે. દલિતો પર થનારા અત્યાચારોની યાદી જેમા અલગ અલગ 22 અપરાધોનો સમાવેશ થતો હતો તેને વધારીને અમે 47 સુધી લઈ ગયા છીએ. દલિતોના અત્યાચારો સાથે જોડાયેલા કેસની ખૂબ ઝડપથી સુનાવણી થઈ શકે તે માટે ખાસ અદાલતો તૈયાર કરવામાં આવી છે.
ભાઈઓ અને બહેનો, સરકારે પછાત જાતિઓને પેટા કેટેગરીમાં વહેંચવા માટે એક કમિશનની રચના કરી છે. સરકાર એવુ ઈચ્છે છે કે ઓબીસી સમુદાયમાં જે અત્યંત પછાત લોકો છે તેમને સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓમાં એક ચોક્કસ સીમામાં રહીને અનામતનો અને એથી વધુ ફાયદો પ્રાપ્ત થાય. અને એટલા માટે જ ઓબીસી સમુદાયમાં પેટા કેટેગરી બનાવવા માટે અમે કમિશનની પણ રચના કરી છે. સાથીઓ, સરકાર ઓબીસી કમિશનને બંધારણિય દરજ્જો પણ આપવા માંગે છે અને ઓબીસી સમાજની આ માંગણી છેલ્લા 20- 25 વર્ષથી ચાલતી હતી, પરંતુ ઉત્તરપ્રદેશએ વખતે બેઠેલી સરકારે આ બાબતે પરવા કરી ન હતી. અમે આ માટે કાયદો લઈ આવ્યા. સંસદમાં ઓબીસી કમિશનને બંધારણિય દરજ્જો મળે તેના માટે મહત્વના કાયદાઓ બનાવ્યા. પરંતુ કોંગ્રેસ પક્ષના લોકોને આ બધુ મંજૂર નહોતુ. તેમના સાથી દળોનેપણ આ બધુ મંજૂર ન હતુ અને એટલા માટે જ તેમણે અવરોધ ઉભો કરીને ઉભા રહી ગયા. અને આ કાયદાને પણ લટકાવીને ઉભા છે. હું ઓબીસી સમાજને વિશ્વાસ આપું છું કે જે પગલાં મોદી સરકારે લીધા છે તે પગલાં મોદી પૂર્ણ કરીને જ રહેશે. ભાઈઓ અને બહેનો, સાચી હકિકત એ છે કે ગરીબોના માટે, દલિતો, પછાત, આદિવાસીઓ વગેરે માટે જે પણ કામ હાથ ધરવામાં આવ્યું છે તે કોંગ્રેસ અને તેમની સાથે રહેલા પક્ષો એમાં અવરોધ ઉભા કરી રહ્યા છે. તેમને દેશના વિકાસની પણ મજાક લાગે છે. તેમને સ્વચ્છ ભારત માટે કરવામાં આવી રહેલુ કામ પણ મજાક લાગે છે. જ્યારે અમારી સરકાર ગરીબ મહિલાઓને ગેસનું જોડાણ મફત આપતી હતી ત્યારે આ લોકો તેની મજાક ઉડાવી રહ્યા હતા. જ્યારે ગરીબો માટે બેંકના ખાતા ખૂલતા હતા ત્યારે પણ આ ગરીબ વિરોધી માનસિકતા ધરાવતા લોકો મજાક ઉડાવી રહ્યા હતા. પેઢી દર પેઢી પરિવારમાં સત્તાની આદતવાળા આ લોકો ગરીબો માટે કરવામાં આવી રહેલા દરેક કામને મજાક સમજી રહ્યા છે. કેબિનેટના દસ્તાવેજને ફાડીને ફેંકી દેનાર લોકો સંસદમાં સર્વ સંમતિથી પસાર કરાયેલા કાયદાનેઈજ્જત આપવા અંગે પણ યોગ્ય માનસિકતાધરાવતા નથી.
આજે દેશના લોકો જોઈ રહ્યા છે કેપોતાના રાજકીય ફાયદા માટે લોકો સુપ્રિમ કોર્ટના હૂકમ અંગે પણ ખોટુ બોલવાની હિમ્મત કરી રહ્યા છે.આ લોકો એવુ પણ વિચારતા નથી કે તેમના જૂઠને કારણે દેશમાં કેવા પ્રકારની અસ્થિરતાનું વાતાવરણ પેદા થઈ રહ્યું છે.દલિતો ઉપર અત્યાચાર સાથે જોડાયેલા કાયદાની બાબત હોય કે પછી, ખોટુ બોલીને તથા અફવા ફેલાવીને આ લોકોમાં ભ્રમ ઉભો કરવાનુ કાવતરૂ આ લોકો કરી રહ્યા છે.હું તો સાંભળી રહ્યો છું કે તેમણે એક નવું જૂઠ મેદાનમાં ઉતાર્યું છે અને તે વિસ્તારના લોકો સુધી તે જૂઠ પહોંચી ગયું હશે.અને એવી જૂઠી વાત પણ ફેલાવવામાં આવી રહી છે કે જે ખેડૂત ખેતર ભાડા કરાર ઉપર કેભાગીદારી દ્વારા આપશે તેને 18 ટકા જીએસટી લાગુ પડશે.ચૂંટણીમાં હારી ગયેલા લોકો રાજનીતિ કરવામાં તો કૈંક તો મર્યાદા રાખો, આટલુ બધુ અસત્ય…
તમે મારા દેશના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો.તમને આ બાબતની ખબર નહીં હોય કે તમે કેટલુ મોટુ પાપ આચરી રહ્યા છો.હું મારા ખેડૂત ભાઈઓને કહેવા માગુ છું કેઆ પ્રકારની કોઈ અફવા ઉપર ધ્યાનન આપે. પરંતુ, જે લોકો અફવા પેલાવી રહ્યા છે તેમની સામે ફરિયાદ કરે અને હું આપને વચન આપું છું કે આવો જૂઠનોપ્રપંચ કરનારા લોકોસામે કાયદો તેનું કામ કરશે.
સાથીયો, અમારી સરકાર ગ્રામોદયથી ભારત ઉદયના અભિગમને આધારે કામ કરી રહી છે.જ્યારે અમે ગ્રામોદયની વાત કરીએ છીએ ત્યારેતેનું કેન્દ્ર બીંદુ મારા દેશનો અન્નદાતા, મારા દેશનો ખેડૂત છે. મારા ગામડાનો નાનો કારીગર છે. મારા ગામના ખેતરમાં કામ કરતો દરેક કામદાર છે.આ વર્ષે ગામડાંમાં ખેતી અને તેની સાથે જોડાયેલી માળખાગત સુવિધાઓનેમજબૂતબનાવવા માટેરૂ. 14 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
એ ઉપરાંત પણ યુરિયાનું 100 ટકા નીમ કોટીંગ, પ્રધાનમંત્રી સિંચાઈ પ્રોજેકટ, અને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના વ્યાપનો વિસ્તાર કરીને પણખેડૂતોને એક બાહેધરીઆપવામાં આવી છે, લાભ પહોંચાડવામાંઆવ્યો છે. ખેડૂતો માટેદોઢ ગણા ટેકાના ભાવ આપવાનુ પણ અમારી સરકારે સુનિશ્ચિત કર્યું છે અને હૂં અમારા બંને મુખ્ય પ્રધાનોને અભિનંદન આપું છું કે તેમણે એમએસઈના નવા નિયમો હેઠળ ખેડૂતો પાસેથી જેટલો વધુ માલ ખરીદી શકાય તેટલો માલ ખરીદવાની યોજના તૈયાર કરીછે અને ભૂતકાળના તમામ વિક્રમોતોડી નાખ્યા છે. અમારી ખેડૂતો માટે સમર્પિત બંનેસરકારોના મુખ્યમંત્રીઓને હું અભિનંદન પાઠવું છું.
ખેતરમાંથી નીકળીને બજાર સુધી પહોંચતાં પહેલાંખેડૂતોના પાક નકામો થઈ જાયનહી તે માટે અમે રૂ. 6 હજાર કરોડનું રોકાણ કરવાના છીએ.આ માટેપ્રધાનમંત્રી કિસાન સંપત્તિ (સંપદા)યોજના ઉપર કામ કરી રહ્યા છીએ. આ યોજના પશ્ચિમ ઉત્તરપ્રદેશના બટાકા પેદા કરતાખેડૂતોને વિશેષ મદદ કરવાની તાકાત ધરાવે છે.આ બજેટમાં જે ઓપરેશન ગ્રીનની જાહેરાત કરવામાં આવી છે.તે પણ નવી પુરવઠાસાંકળ વ્યવસ્થા સાથે જોડાયેલી બાબત છે. તે દ્વારા ફળ, ફૂલ અને શાકભાજીનું ઉત્પાદન કરતા અહીંના ખેડૂતો માટે તે ખૂબ જ ઉપયોગી સાબીત થશે.
ભાઈઓ અને બહેનોઓર્ગેનિક ખેતી, મધમાખી ઉછેર, સૌર ફાર્મ,આવા તમામ વિકલ્પોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.ખેતીના આ બધા પેટા વિભાગોમાંકામ કરનારા ખેડૂતોને ધિરાણ મેળવવામાં પણ આસાન બની રહે એ માટે વિસ્તૃત યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે.
અહીંયાં શેરડીની ખેતી કરતા ખેડૂતોને માટે પણ અમારી સરકાર સતત કામ કરી રહી છે.ગયા વર્ષે અમેશેરડીના ટેકાના ભાવમાં 11 ટકાનો વધારો કર્યો હતો.તેનાથીશેરડીની ખેતી કરતા પાંચ કરોડ ખેડૂતોને સીધો ફાયદો થયો હતો.ઈથેનોલ સાથે જોડાયેલી નીતિમાં મોટો ફેરફાર કરીને હવે પેટ્રોલમાં ઈથેનોલનુ10ટકા મિશ્રણ કરવાની બાબતને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. શેરડીની ખેતી કરતા ખેડૂતોને ખાંડની મિલો તરફથીબાકી રકમની ચૂકવણી કરવામાં મોડું થાય નહીં તે માટે સરકારે નિર્ણય કર્યો છે કે એક ક્વિન્ટલ શેરડી ઉપર રૂ.5.50 પૈસાની આર્થિક મદદ ખાંડની મિલોને કરવામાં આવશે, પરંતુ આ રકમ ખાંડની મિલોના માલિકોના હાથમાં નહીં આવે. આ બાબતે પણ અનેક પ્રકારનો પ્રપંચ થતો હતો તેની અમને ખબર છે અને એટલા માટે અમે નક્કી કર્યું હતું કે આ રકમ ખાંડની મિલોને સીધી આપવાના બદલે શેરડીની ખેતી કરતા ખેડૂતોના બેંકના ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે. આને કારણે શેરડી ઉગાડતા ખેડૂતોના પૈસા ખાંડની મિલોમાં ફસાઈ જશે નહીં. હું અહિંના શેરડીની ખેતી કરતા ખેડૂતોને આશ્વાસન આપવા માંગુ છું કે સરકાર તેમની ફરિયાદો બાબતે સંવેદનશીલ છે અને ખૂબ કડકાઈથી કામ કરીને શેરડીની ખેતી કરતા ખેડૂતોને સમસ્યાઓનુંસમાધાન કરવા માટે કટિબદ્ધ છે.
ભાઈઓ અને બહેનો, ગામડાંના વિકાસની સાથે સાથે અમે શહેરોના વિકાસને પણ 21મી સદીના ધોરણે તૈયાર કરી રહ્યા છીએ. સ્માર્ટ સીટી, અમૃત યોજનાના માધ્યમથી શહેરોમાં માળખાગત સુવિધાઓ મજબૂત કરવામાં આવી રહી છે. શહેરોની અંદર રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘર પ્રાપ્ત થાય તેના માટે અમે મોટા પાયે પ્રયાસ કરી રહ્યા છીએ. કોંગ્રેસની સરકારોની તુલનામાં ઘણી વધુ ઝડપથી આ કામ અમે કરી રહ્યા છીએ. વર્ષ 2004થી શરૂ કરીને વર્ષ 2014 સુધીના 10 વર્ષમાં કુલ સાડા 13 લાખ ઘર શહેરોમાં બાંધવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. વિતેલા 4 વર્ષોમાં અમે 46 લાખ ઘર માટે મંજૂરી આપી છે. 50 લાખની નજીક પહોંચી ગયા છીએ. કોંગ્રેસ દ્વારા 10 વર્ષમાં અમે ત્રણ ગણાથી વધુ કામ કર્યું છે. કોંગ્રેસે 10 વર્ષમાં સાડા પાંચ લાખ ઘરની ચાવીઓ શહેરના લોકોને સોંપી હતી, જ્યારે અમારી સરકારે માત્ર ચાર વર્ષની અંદર જ આઠ લાખથી વધારે શહેરી લાભાર્થીઓને રહેવા માટે ઘરની ચાવી આપી છે.
ભાઈઓ અને બહેનો, વધતી જતી વસતિના પડકારોને પાર પાડવા માટે શહેરી વ્યવસ્થાઓને સજ્જ કરવામાં આવી રહી છે. એક પરિવારના 38 વર્ષના રાજમાં કેવી રીતે શહેરોનો અસમતોલ વિકાસ થયો, કોઈ પણ પ્રકારનું આયોજન કર્યા વગર યોજનાઓને આગળ લઈ જવામાં આવી હતી. તેને કારણે દેશની સમસ્યાઓનું મૂળ જ્યાં હતું ત્યાંને ત્યાં જ રહ્યું છે તે તમે સારી રીતે જોઈ શકો છો. શહેરોમાં ગટરનું પાણી નિકાલ કરવાની વ્યવસ્થા નથી કે સફાઈની વ્યવસ્થા પણ નથી. આપણી નદીઓ સાથે એવો પનારો પડ્યો છે કે નદીઓ દ્વારા શહેરની ગંદકી વહાવીને સમુદ્ર સુધી લઈ જવામાં આવે છે. ખાસ કરીને આપણી મા ગંગા તો વધતી જતી વસતિ અને વધતા જતા ઔદ્યોગિક પ્રદુષણથી ખૂબ દૂષિત થઈ ગઈ છે. એટલા માટે જ આ સરકાર દ્વારા નમામી ગંગે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. સરકારે માત્ર ગંગાની સફાઈને જ અગ્રતા આપી નથી, પણ હવે એ બાબત પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે કેશહેરોમાં પેદા થતી ગંદકી પણ ગંગામાં જવી જોઈએ નહીં. સરકાર દ્વારા અત્યાર સુધીમાં લગભગ રૂ.21,000 કરોડની 200થી વધુ યોજનાઓને મંજૂરી આપવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત ગંગા નદીના કિનારા પર વસેલા ગામડાંઓને અગ્રતાના ધોરણે જાહેરમાં હાજતથી મુક્ત બનાવવામાં આવી રહ્યા છે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવાપાંચ રાજ્યોમાં થઈને ગંગા નદી પસાર થાય છે. ત્યાં ગંગા કિનારે ઘણાં ગામડામાં આ મિશન ખૂબ જ સફળ થઈચૂક્યુ છે.
સાથીઓ, ગંગાની સફાઈ બાબતે દેશમાં અગાઉ પણ ઘણી મોટી મોટીવાતો કરવામાં આવતી હતી, પરંતુ આ સરકાર વાતો કરવામાં નહીં, પરંતુ કામને પૂરૂકરવામાં ધ્યાન આપી રહી છે. આ અમારી કાર્ય સંસ્કૃતિ છે. આ અમારી મૂડી છે. જનતાની કમાણીનો એક એક પૈસો જનતા માટે જ ખર્ચાય તેનું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આને કારણે અમે એ બાબત પણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યા હોય તે પણ સારી રીતે ચાલે. કારણ કે કોંગ્રેસની એ પણ સંસ્કૃતિ રહી છે કે પ્લાન્ટ તો તૈયાર કરવામાં આવતા હતા, પણ તે પોતાની ક્ષમતા મુજબ કામ કરી શકતા નહોતા અને લાંબો સમય ચાલતા પણ ન હતા. ગંગાજી સાથે જોડાયેલી મહત્વની યોજનાઓમાંથી અમે હવે કોંગ્રેસ સંસ્કૃતિને હટાવવાનું કામ કરી રહ્યા છીએ.
સાથીઓ, હવે જે પણ પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે એ બાબતની પણ ખાતરી રાખવામાં આવી રહી છે કે આવા પ્લાન્ટ 15 વર્ષ પછીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે. આથી અમારો આગ્રહ માત્ર સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવાનો જ નહીં, તેને ચલાવવાનો પણ છે.
ભાઈઓ અને બહેનો, જેમણે 70 વર્ષ સુધી, દેશની સાથે, દેશના ગરીબો સાથે, મધ્યમ વર્ગ, કિસાનોઅને નવ યુવાનોની સાથે જે છળ કર્યું છે તેમને ભ્રમમાં રાખ્યા છે, તેમની સાથે છેતરપિંડી કરી છે તે લોકો હવે એનડીએ સરકાર પર લોકોનો વિશ્વાસ જોઈને ખૂબ જ ગભરાઇ ગયા છે.
તેમની પરેશાની એ છે કે ચાર વર્ષ પછી પણ આટલી ગરમીમાંઅહીં આટલો મોટો જન સમુદાય તેમને ઊંઘવા નહીં દેતો હોય. સાચી વાત એ છે કે કે તેમને ક્યારેય પણ દેશના લોકતંત્રમાં વિશ્વાસ રાખ્યો નથી કે પછી બંધારણને આધારે ચાલતી સંસ્થાઓમાં પણ વિશ્વાસ રાખ્યો નથી. વિતેલા 4 વર્ષમાં વારંવાર તેમની આ માનસિકતા ખૂલ્લી પડીને સામે આવી ચૂકીછે. દેશની સર્વોચ્ચ અદાલત ઉપર આ લોકોએ કેવી રીતે વિશ્વાસનું સંકટ ઉભુ કર્યું હતું તે વિતેલા દિવસોમાં લોકોએ જોયું છે.
દેશના ચૂંટણી પંચને, ઈવીએમને તેમણે કેવી રીતે શંકાના વ્યાપ હેઠળ મૂકી દીધુ તે પણ દેશના લોકો સારી રીતેજાણે છે. દેશની રિઝર્વ બેંકને, તેમની નીતિઓ ઉપર પણ તેમણે કેવા પ્રશ્ન ચિહ્નો ઉભા કરી દીધા છે. વિશ્વાસનું સંકટ પેદા કરવાનું તેમણે કેવું કામ કર્યું છએ તે આપણે જોયું છે. દેશની જે એજન્સીઓ તેમના કાળા કામોની તપાસ કરી રહી છ તેમને પણ તે ન્યાયના કઠેડામાં ઉભી કરીરહ્યા છે અને આ બધુ તો ઠીક, તેમને હવે દેશનું મિડિયા પણ પક્ષપાતી હોય તેવુ લાગવા માંડ્યું છે.
ભાઈઓ અને બહેનો, એક પરિવારની પૂજા કરનારા લોકો ક્યારેય પણ લોકશાહીની પૂજા કરી શકતા નથી. આ લોકો સર્જીકલ સ્ટ્રાઈક કરનારી દેશના સેનાના સાહસને પણ નકારી રહ્યા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ ભારતની સેનાની પ્રશંસા કરી રહી હતી ત્યારે તે તેમની સામે પણ દંડો લઈને દોડી જતા હતા. દેશની જે એજન્સીઓ તેમના સમયમાં વિકાસના આંકડા આપતી હતી તે એજન્સીઓ જ્યારે એવી જ રીતે નવી સરકારના આંકડા આપી રહી છે, અને કહી રહી છે કે દેશમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. આવુ કહેવાય ત્યારે આ એજન્સીઓની વિશ્વાસપાત્રતા ઉપર પણ તે સવાલ ઉઠાવી રહ્યા છે. એ પણ એટલે સુધી કે કોઈ મહેમાન પણ આ સરકારની પ્રશંસામાં કશુંક બોલે તો તમામ મર્યાદાને નેવા પર મૂકીને તેમની સામેપણ આ લોકો સવાલ ઉભા કરે છે, તેની ટીકા કરે છે.
સાથીઓ,દેશની જનતાનો વિશ્વાસ જે લોકો પરથી ઉઠી ગયો છે તેવા લોકો આટલા હેબતાઈ જાય, તેમને પરેશાની ઉભી થાય તેના કારણો તમે પણ જાણો છો અને હું પણ જાણું છું. મોદીની વિરોધમાં આ લોકો દેશનો વિરોધ કરવા લાગ્યા છે. આવી અપેક્ષા ઓછામાં ઓછી મારી તો નહોતી જ. આમ છતાં જે લોકો પાસે તમારો વિશ્વાસ હોય, તમારા આશિર્વાદ હોય, દેશના સવાસો કરોડ લોકોનો વિશ્વાસ હોય તે આવા લોકોના લાખો આક્રમણોથી પણ ક્યારેય ડગતા નથી, ક્યારેય અટકતા નથી, ક્યારેય થાકતા નથી.
સાથીઓ, મારા દેશવાસીઓ, તમે તમામ બાબતોને પૂરે પૂરી તપાસ કરીને જોઈ લો કે આ તરફ કયા લોકો છે, સામેની બાજુ કયા લોકો છે. બરાબર તપાસ કરીને જોઈ લો. એ તરફ જે લોકો છે તેમના માટે તેમનો પરિવાર જ દેશ છે. મારા માટે મારો દેશ જ મારો પરિવાર છે. દેશના સવા સો કરોડ લોકો મારા પરિવારના સભ્યો છે. કમાણી માટે મારી પાસે માત્ર તમારા આશિર્વાદ છે, તમારો પ્રેમ છે, તમારો વિશ્વાસ છે. કરવા માટે મારી પાસે માત્ર ને માત્ર સવા સો કરોડ દેશવાસીઓની સેવા છે. આપ સૌના સહયોગથી સવા સો કરોડ દેશવાસીઓ સાથે ખભાથી ખભો મિલાવીને ચાલવાથી એક ભારત, શ્રેષ્ઠ ભારત નો અમારો સંકલ્પ વધુ મજબૂત બની રહેવાનોછે. આપ સૌ અહીં આટલી મોટી સંખ્યામાં આવ્યા છો તેના માટે હું આપનો ખૂબ-ખૂબ આભાર માનું છું અને આજે જે માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યુંછે, એનું મહત્વ માત્ર આ વિસ્તાર માટે જનહી પણ 21મી સદીનું ભારત કેવુ હશે તેનુ એક સેમ્પલછે. તે આપના ઘરના કિનારે છે.
ખૂબ-ખૂબ ધન્યવાદ.