ઓડિશાના રાજ્યપાલ શ્રીમાન પ્રોફેસર ગણેશલાલજી, રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન નવીન બાબુ, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી જુઆલ ઓરમજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો.
આજે હું તાલચેરથી આવી રહ્યો છું. લાંબા સમયથી બંધ પડેલું ખાતરનું કારખાનું, તેનો પુનરુદ્ધાર કરવાનો પ્રારંભ આજે ત્યાં કરવામાં આવ્યો. આશરે 13 હજાર કરોડ રૂપિયાના ખર્ચે. એક રીતે તે ક્ષેત્રની આર્થિક ગતિવિધિનું કેન્દ્ર બનશે.
તે જ રીતે આજે મને અહિં આધુનિક ઓડિશા, આધુનિક ભારત, તેમાં આધુનિક માળખાગત બાંધકામ થાય છે, અને તે અંતર્ગત જ આજે અહિં વીર સુરેન્દ્ર સાંઈ એરપોર્ટનો પ્રારંભ કરવાનો અવસર મળ્યો છે. વીર સુરેન્દ્ર સાંઈ એરપોર્ટ પર આવનારા યાત્રી વીર સુરેન્દ્ર સાંઈનું નામ સાંભળતા જ ઓડિશાની વીરતા, ઓડિશાનો ત્યાગ, ઓડિશાના સમર્પણની ગાથા; તેના પ્રત્યે પણ સ્વાભાવિક રીતે જ આકર્ષિત થશે.
આજે અહિયાં મને એક સાથે અનેક બૃહદ અન્ય યોજનાઓનો પણ શુભારંભ કરવાનો અવસર મળ્યો છે.આ વિમાન મથક એક રીતે ઓડિશાનું બીજું મોટું વિમાન મથક બની રહ્યું છે. હવે આટલા વર્ષો સુધી કેમ ના બન્યું, તેનો જવાબ તમારે લોકોએ શોધવાનો છે, બની શકે છે કે કદાચ મારી રાહ જોવાઈ રહી હતી.
હું ગુજરાતમાંથી આવું છું, અમારે ત્યાં એક જીલ્લો છે કચ્છ. એક રીતે રણપ્રદેશ છે, પેલી બાજુ પાકિસ્તાન છે. તે એક જ જીલ્લામાં પાંચ વિમાન મથકો છે, એકજ જીલ્લામાં. આજે આટલા વર્ષોમાં ઓડિશામાં બીજું વિમાન મથક બની રહ્યું છે. જ્યારે હમણાં સુરેશજી જણાવી રહ્યા હતા કે દેશમાં જે રીતે હવાઈઉડ્ડયનના ક્ષેત્રમાં પ્રગતિ થઈ રહી છે, તમને જાણીને નવાઈ લાગશે કે આપણો દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધી જે કુલ વિમાનો ઉડી રહ્યા છે તેની સંખ્યા આશરે સાડા ચારસો છે, આઝાદીથી લઈને અત્યાર સુધી. અને આ એક વર્ષમાં નવા સાડા નવસો વિમાનોનો ઓર્ડર બુક કરવામાં આવ્યો છે. કોઈ કલ્પના કરી શકે છે ખરું કે આપણે ક્યાંથી ક્યાં પહોંચી રહ્યા છીએ, કેટલી ઝડપથી પહોંચી રહ્યા છીએ.
અને હું સમજુ છું કે વીર સુરેન્દ્ર વિમાન મથક એક રીતે એક એવા ત્રિવેણી સંગમ પર છે કે જે ભુવનેશ્વર, રાંચી, રાયપુર – આત્રણેયની સાથે એકદમ કેન્દ્ર બિંદુ બની રહ્યું છે. તમે કલ્પના કરી શકો છો કે વિકાસની કેટલી સંભાવનાઓને પાંખો આના કારણે લાગવાની છે. એક નવી ઉડાન તેના કારણે ભરવા જઈ રહ્યા છીએ.
ઝારસુગડા, સંબલપુર અને છત્તીસગઢની આસપાસના વિસ્તારોને, તેના ઉદ્યોગ જગતના લોકોને, જેઓ રોકાણ કરવા માંગે છે, તેમની માટે સુવિધા ખૂબ જરૂરી હોય છે. ક્યારેક જઈને તે સરળતાથી આવવા જવાનું એક વાર થાય છે તો પછી તેઓ પોતાના વ્યવસાયની દ્રષ્ટીએ પણ જોખમ લે છે, તેને આગળ વધારે છે. આપણા લોકોની વિચારધારા રહી છે કે ‘સૌનો સાથ સૌનો વિકાસ’નો અર્થ ક્ષેત્રીય સંતુલન પણ હોવું જોઈએ. પશ્ચિમી ભારતનો વિકાસ થતો રહે અને પૂર્વી હિન્દુસ્તાનનો વિકાસ ના થતો રહે, તો આ અસંતુલન દેશની માટે સંકટ પેદા કરે છે. અને એટલા માટે અમારો સતત પ્રયાસ છે કે પૂર્વી હિંદુસ્તાનનો વિકાસ થાય. ઓડિશાનો વિકાસ તેનો એક મહત્વનો ભાગ છે. પછી તે પૂર્વી ઉત્તરપ્રદેશ હોય, ઓડિશા હોય, પશ્ચિમ બંગાળ હોય, આસામ હોય, કે ઉત્તર પૂર્વ હોય– આ તમામ ક્ષેત્રનો વિકાસ, તે પોતાનામાં જ ઘણું મહત્વપૂર્ણ છે.
જેમ કે આજે હું અહિયાં એક વિમાન મથકનું ઉદ્ઘાટન કરી રહ્યો ચુ. બે દિવસ પછી પરમ દિવસે હું સિક્કિમમાં વિમાન મથકનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યો છું. તમે કલ્પના કરી શકો છો કે કેટલી ઝડપથી કામ થા રહ્યું છે, કેટલું! આજે મને એક કોલસાની ખાણનું પણ લોકાર્પણ કરવાનો અવસર મળ્યો છે. આપણે જાણીએ છીએ કે આજે જીવનની ગતિવિધિના કેન્દ્રમાં ઉર્જા છે અને ઓડિશા ભાગ્યવાન છે. તેની પાસે કાળા હીરાનો ખજાનો છે. પરંતુ જો તે પડ્યો રહે છે તો બોજ છે, નીકળે છે તો રોનક છે. અને એટલા માટે તેને કાઢવાનું કામ, તેમાંથી ઉર્જા પેદા કરવાનું કામ, તેમાંથી વિકાસની સંભાવનાઓને શોધવાનું કામ, તેની પણ આજે અહિયાં શરૂઆત થઇ રહી છે અને થર્મલ પાવર, તેની જે કોલસાનીપુરવણી થઇ રહી છે, તેની પણ તેની સાથે જ.
આજે એક રેલવેનું પણ હવાઈ જોડાણનું પણ મહત્વ છે, રેલવે જોડાણનું પણ મહત્વ છે. અને બદલતા યુગમાં સંપર્ક, એ સૌથી મોટું અનિવાર્ય અંગ થઇ ગયું છે વિકાસનું. પછી તે ધોરીમાર્ગ હોય, કે રેલવે હોય કે પછી હવાઈ માર્ગ હોય કે જળમાર્ગ હોય, ઈન્ટરનેટ જોડાણમાં ધોરીમાર્ગો પણ એટલા જ જરૂરી થઇ ગયા છે.
આજે પહેલી વાર આદિવાસી ક્ષેત્રની સાથે રેલવેનું જોડાવું, તે પોતાનામાં જ એક ઘણું મોટું પગલું છે. હું માનું છું કે આવનારા દિવસોમાં આ જોડાણ ઓડિશાની ચારેય દિશામાં વિકાસની માટે હશે. હું ફરી એકવાર અહીના તમામ નાગરિકોને વીર સુરેન્દ્ર સાંઈ એરપોર્ટનું લોકાર્પણ કરીને અત્યંત ગર્વનો અનુભવ કરું છું.
ખૂબ ખૂબ ધન્યવાદ.