This decade will be for Indian entrepreneurs: PM
Our approach is to ’Reform with intent, Perform with integrity, Transform with intensity’, says PM
Our focus is on governance that is professional and process driven: PM

આપ સૌને નવા વર્ષની શુભકામના. કિર્લોસ્કર જૂથ અને તેમના માટે આ વખતે બમણી ઉજવણી છે. રાષ્ટ્ર નિર્માણના સો વર્ષનો સહયોગ પૂરો થઈ રહ્યો છે અને હું કિર્લોસ્કર જૂથને ખુબ-ખુબ અભિનંદન આપું છું.
મિત્રો, કિર્લોસ્કર ગ્રુપની સફળતાએ ભારતીય ઉદ્યોગો અને ભારતીય ઉદ્યોગસાહસિકોની પણ સફળતા છે. સિંધુ ખીણ સંસ્કૃતિથી આજ સુધી, ભારતીયોના સાહસની ભાવના દેશના વિકાસને નવી ઉર્જા, નવી ગતિ આપી રહી છે. જ્યારે દેશ ગુલામીની સાંકળોમાં ફસાઈ ગયો હતો, ત્યારે શ્રી લક્ષ્મણરાવ કિર્લોસ્કરજી અને આવા ઉદ્યોગપતિઓએ ભારતની ભાવનાને જીવંત રાખી હતી, આ ભાવના કોઈ પણ સંજોગોમાં તેમણે નબળી ન થવા દીધી.

આ ભાવનાથી જ દેશને આઝાદી પછી પણ આગળ વધવામાં મદદ મળી. લક્ષ્મણ રાવ કિર્લોસ્કરજીના વિચાર અને સ્વપ્નને ઉજવવાનો આજનો દિવસ નથી, ઉદ્યોગસાહસિકો માટે પણ નવીનતા અને સમર્પણથી પ્રેરણા લેવાની અમૂલ્ય તક છે. આજના દિવસે લક્ષ્મરાવજીના જીવનચરિત્રનું નામ પણ ખૂબ જ સારું રખાયું છે યાંત્રિકી યાત્રા- તેનું વિમોચન કરવું મારા માટે પણ એક લહાવો છે. અને મને ખાતરી છે કે તેમની આ યાત્રાના મહત્વપૂર્ણ લક્ષ્યો ભારતના સામાન્ય યુવાનોને નવીનતા અને સાહસિક ભાવના માટે પ્રેરણારૂપ રહેશે.

મિત્રો, કંઇક કરવાની આ ભાવના, જોખમો લેવાની આ ભાવના, નવા ક્ષેત્રમાં વિસ્તરવાની આ લાગણી હજી પણ દરેક ભારતીય ઉદ્યોગસાહસિકની ઓળખ છે. ભારતનો ઉદ્યોગસાહસિક દેશના વિકાસ માટે, તેની ક્ષમતાઓ અને સફળતાનો વિસ્તાર કરવા માટે ઉત્સુક છે. તમે વિચારતા જ હશો કે આજે જ્યારે વિશ્વના અર્થતંત્ર વિશે અને આપણા અર્થવ્યવસ્થાની ગતિ વિશે વિવિધ પ્રકારનાં સમાચારો આવે છે ત્યારે હું આટલા આત્મવિશ્વાસ સાથે આ કેવી રીતે કહું છું.

મિત્રો, ભારતીય ઉદ્યોગજગત પર મારો વિશ્વાસ છે. સંજોગો બદલવા માટે, દરેક પડકારને પહોંચી વળવા માટે જરૂરી ઈચ્છાશક્તિ ભારતીય ઉદ્યોગના નસ-નસમાં સમાયેલી છે. અને તેથી આજે આપણે એક નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ, નવા દાયકામાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે મને એમ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ દશક ભારતીય ઉદ્યમીઓ, ભારતના ઉદ્યોગપતિઓ માટે હશે.

મિત્રો, આ દાયકામાં પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય એક પડાવ માત્ર છે. આપણા સપના મોટા છે, આપણી આશા મોટી છે, આપણા લક્ષ્યો વધારે છે. અને તેથી 2014 થી દેશમાં એક સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ઉદ્યોગના સપના, તેમના વિસ્તરણને કોઈ અવરોધ ન આવે. આ સમય દરમિયાન પ્રત્યેક નિર્ણય, દરેક પ્રક્રિયા પાછળ એક વિચાર રહેલો છે જે ભારતમાં કામ કરનારા દરેક ઉદ્યમી સામે આવતી દરેક પ્રકારનો વિલંબ ઓછો થાય, એમના માટે એક ઉતમ બિઝનેસ એનવાયરમેંટ બને.

મિત્રો, દેશની જનતા ત્યારે જ તેમની સાચી સત્તા પર આવી શકે છે જ્યારે સરકાર, ભારત, ભારતીય અને ઉદ્યોગની સાથે ઉભી હોય, કોઈ અવરોધ તરીકે નહીં, પરંતુ તેમના ભાગીદાર તરીકે. ગત વર્ષોમાં દેશે આ રસ્તો અપનાવ્યો છે. ગત વર્ષોમાં, reform with intent, perform with integrity, transform with intern city, process driven and professional governance માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઉદ્યોગની મુશ્કેલીઓને સમજવામાં આવી છે, અને તે દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

મિત્રો, આજકાલ insolvency અને bankruptcy code IBCની ખૂબ ચર્ચા થાય છે, પરંતુ તે ફક્ત આટલા પૈસા પાછા આવ્યા, તેટલા પૈસા પાછા આવ્યા – તે ત્યાં સુધી મર્યાદિત છે. પરંતુ તે તેનાથી પણ આગળ છે. તમે બધા વધુ સારી રીતે જાણો છો કે ઘણી વાર કેટલીક પરિસ્થિતિઓમાં ધંધામાંથી બહાર નીકળવું યોગ્ય માનવામાં આવે છે. તે જરૂરી નથી કે કંપની સફળ નથી થઈ રહી, તેની પાછળ કાવતરું હોવું જોઈએ, ખોટો હેતુ છે, લોભ છે; આ જરૂરી નથી. દેશમાં આવા ઉદ્યોગસાહસિકો માટે રસ્તો તૈયાર કરવો જરૂરી હતો અને આઈબીસીએ આ માટે પાયો નાખ્યો. જો આજે નહીં તો આવતીકાલે એ વાત પર ચોક્કસપણે અભ્યાસ કરવામાં આવશે કે કેટલા ભારતીય ઉદ્યોગ સાહસિકોનું આઈબીસીએ ભવિષ્ય બચાવ્યું હતું, તેમને કાયમ માટે પાયમાલ થતા અટકાવ્યા.

મિત્રો, તમે જાણો છો કે ભારતની ટેક્સ પ્રણાલીમાં પહેલા કેવા પ્રકારની ખામીઓ હતી. ઇન્સ્પેક્ટર રાજ, ટેક્સ નીતિઓમાં મૂંઝવણ, અને જુદા જુદા રાજ્યોમાં કરવેરાને લીધે ભારતીય ઉદ્યોગની ગતિને બ્રેક મારી રાખી હતી. દેશ હવે આ બ્રેકને હટાવી ચૂક્યો છે. આપણી કર પ્રણાલીમાં પારદર્શિતા લાવવા, કાર્યક્ષમતા વધારવા, જવાબદારી વધારવા, કરદાતા અને કર વિભાગ વચ્ચે માનવ દખલને દૂર કરવા માટે એક નવી સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. આજે દેશમાં કોર્પોરેટ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સના દરો જેટલા ઓછા છે એટલા પહેલા ક્યારેય નહતા.

મિત્રો, goods and services tax reform અથવા public sector bank reform, ની માંગ લાંબા સમયથી થઈ રહી હતી, દરેકે માંગ કરી. જો આજે આ બધું સાચું પડયું છે તો આ વિચારને કારણે કે ભારતના ઉદ્યોગ સામેના દરેક અવરોધો દૂર કરવામાં આવે, તેને વિસ્તૃત કરવાની માટેની દરેક તક આપવામાં આવે.
મિત્રો, કેટલાક લોકો એવી છાપ બનાવવા માટે પોતાની ઉર્જા વાપરે છે કે ભારત સરકાર ઉદ્યમીઓની પાછળ ડંડો લઈને ચાલી રહી છે. કેટલાક બેઈમાન અને ભ્રષ્ટાચારીઓની સામે કાર્યવાહીને ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી પર સખ્તાઈનું રૂપ આપવું, હું સમજુ છું એક પ્રકારનો મોટો દુષ્પ્રચાર છે. ભારતીય ઉદ્યોગ, એક પારદર્શી વાતાવરણમાં ભય વિના, અડચણ વિના, આગળ વધે, દેશ માટે સંપત્તિ ઊભી કરે, પોતાના માટે સંપત્તિ ઉભી કરે, એજ આપણા સૌનો પ્રયત્ન રહ્યો છે. એ સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે ભારતીય ઉદ્યોગ જગતને કાયદાની જાળમાંથી મુક્તિ મળે. દેશમાં દોઢ હજારથી વધુ જૂના કાયદા આ પ્રયત્નના લીધે જ સમાપ્ત કરવામાં આવ્યા છે. કંપની લૉ સાથે જાડાયેલ નાની નાની ટેકનીકલ ખામીઓ માટે પણ ઉદ્યમીઓ પર કોઈપણ રીતે ફોજદારી કાર્યવાહી થતી નથી, હું તેના વિસ્તારમાં જવા નથી માંગતો. હવે આવી અનેક ભૂલોને ડીક્રિમિનાઈઝ કરી દેવાઈ છે. જે લેબર કોર્ટ પર અત્યારે કાર્ય ચાલી રહ્યું છે, તેમાં પણ શ્રમ કાયદાને સરળ કરવાની પ્રક્રિયા છે, તેનો લાભ પણ ઈન્ડસ્ટ્રી અને કાર્યજૂથ, શ્રમિકો બંનેને થશે.

મિત્રો, ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે દેશમાં તાત્કાલિક ઉપાયોની સાથે જ લાંબા ગાળાના ઉકેલ પર એક સાથે કાર્ય ચાલી રહ્યું છે. દેશમાં એવા નિર્ણયો લેવાઈ રહ્યા છે જેનાથી માત્ર વર્તમાન નહીં પરંતુ આવનારી પેઢીને પણ લાભ મળશે.

મિત્રો, ગત પાંચ વર્ષમાં દેશમાં નિષ્ઠાની સાથે કાર્ય કરવાનો, પૂર્ણ ઈમાનદારી સાથે કાર્ય કરવાનો, પૂરી પારદર્શકતા સાથે કાર્ય કરવાનું વાતાવરણ આજે દેશમાં સર્વત્ર જણાઈ રહ્યું છે. આ વાતાવરણે દેશને મોટું લક્ષ્ય નક્કી કરવાનો અને નક્કી સમય પર તેને પ્રાપ્ત કરવાનો જુસ્સો આપ્યો છે. ભારતમાં 21મી સદીના બુનિયાદી માળખા માટે 100 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થાય, લોકોના સરળ જીવન માટે દરેક સ્તરે યોજનાઓ બને, દેશની માનવ મૂડી પર રોકાણ કરવું, દરેક સ્તર પર કાર્ય ચાલી રહ્યુ છે અને પહેલા કરતાં ઘણી ઝડપથી કાર્ય થઈ રહ્યું છે.

મિત્રો, હું જે ‘તીવ્રતા સાથે પરિવર્તનની’ વાત તમારી સાથે કરી રહ્યો છું, તે આંકડાઓમાં પણ જોઈ શકાય છે. ઝડપથી જમીની સ્તર પર કાર્ય કરવાનું પરિણામ એ છે કે માત્ર પાંચ વર્ષમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના ક્રમમાં 79 ક્રમાંકનો સુધારો આવ્યો છે. ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે દેશમાં જે ઝડપી ગતિથી નીતિઓ બનાવાઈ છે, નિર્ણય લેવાયા છે, તેનું જ પરિણામ છે કે માત્ર પાંચ વર્ષમાં ગ્લોબલ ઈનોવેશનવ ઈન્ડેક્સમાં 20 ક્રમાંકનો સુધારો આવ્યો છે. સતત કેટલાય વર્ષોથી એફડીઆઈ આકર્ષિત કરનારા વિશ્વના ટોપ 10 દેશોમાં ભારતનું સ્થાન એ ઘણી મોટી સિદ્ધિ છે.

મિત્રો, ગત કેટલાક વર્ષોમા દેશમાં બીજું એક ખૂબ મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તન આવ્યું છે, યુવાન ઉદ્યમીઓની સંખ્યામાં. આજે દેશના યુવાન ઉદ્યમી, નવા આઈડિયા, નવા વેપાર મોડેલો લઈને સામે આવી રહ્યા છે. હવે એ સમયગાળો પણ વીતી રહ્યો છે જ્યારે ઈન્ડસ્ટ્રીને કંઈક ખાસ ક્ષેત્રો જેવા કે કોમોડીટીઝ, ખાણ, હેવી ઈન્જીનિયરિંગ પર જ ભાર રહેતો હતો. આપણા આજના યુવાનો નવા ક્ષેત્રોનો પણ વિસ્તાર કરી રહ્યા છે. અને તેમાં પણ ખાસ એ કે દેશના નાનામાં નાના શહેરોથી નીકળીને નવયુવાનો મોટા લક્ષ્યો હાંસલ કરી રહ્યા છે.

મિત્રો, એક જમાનો હતો જ્યારે કહેવાતું હતું કે મુંબઈ ક્લબ દેશના ઉદ્યમીઓનું તેમના વેપારી ઇન્ટરેસ્ટનું પ્રતિનિધિત્વ કરતું હતું. હવે આજે જો એવું કોઈ ક્લબ બને તો તેને ભારત ક્લબ જ કહેવાશે. જેમાં અલગ-અલગ ક્ષેત્રોમાં અલગ-અલગ સેક્ટર્સ, જૂના દિગ્ગજો અને નવા ઉદ્યોગ સાહસિકો, દરેકનું પ્રતિનિધિત્વ થશે. હું સમજું છું કે ભારતના બદલાતા વેપાર કલ્ચર, તેનો વિસ્તાર, તેનું સામર્થ્ય, તેનું ઉત્તમ ઉદાહરણ હશે. અને તેના માટે ભારતના સામર્થ્યને, ભારતીય ઉદ્યમીઓના સમાર્થ્યને કોઈ ઓછું આંકે તો તે ભૂલ કરી રહ્યા છે, નવ વર્ષની શરૂઆતમાં આજે આ મંચ પરથી હું ભારતીય ઉદ્યોગ જગતને ફરી કહીશ કે નિરાશાને પોતાની પાસે પણ ફરકવા દેશો નહિ. નવી ઉર્જાની સાથે આગળ વધો, પોતાના વિકાસ માટે તમે દેશના જે પણ ખૂણાંમાં જશો, ભારત સરકાર તમારા ખભે થી ખભો મિલાવી ચાલશે. હાં તમારો માર્ગ કયો હશે, કયો હોવો જોઈએ આ બાબતમા હું લક્ષ્મણરાવજીના જીવનથી જ પ્રેરણા લઈ તેનું વિસ્તરણ કરવા માંગુ છુ.

મિત્રો, લક્ષ્મણરાવજી દેશના તે પ્રેરક વ્યક્તિઓમાંના એક હતા, જેમણે ભારતની જરૂરિયાતો અનુસાર ટેકનોલોજીનો ઉપયોગ અને મશીનના નિર્માણનું બીડું ઝડપ્યું. દેશી જરૂરિયાતો અને તેના સાથે જોડાયેલ નિર્માણનો એ વિચાર ભારતના વિકાસની ગતિને અને ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના વિકાસની ગતિમાં ઝડપ લાવશે. આપણે zero defect, zero effect ના મંત્ર પર ચાલતા વિશ્વ સ્તર પર પ્રોડક્ટનું સમાધાન, ગ્લોબલ એપ્લિકેશનની બાબતમાં વિચારવું પડશે. તે પ્રમાણે આપણી યોજનાઓને અમલમાં લાવવી પડશે. હું અહીં બે યોજનાઓની ચર્ચા કરવા માગું છું. એક છે, નાણાકીય વ્યવહાર સાથે જોડાયેલ યુપીઆઈ યોજના અને બીજી દેશભરમાં એલઈડી બલ્બ પહોંચાડનારી ઉજાલા યોજના.

મિત્રો, આજે ભારત ઝડપી બેન્કીંગ વ્યવહારો ઈચ્છે છે, ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ થતા જોવા માગે છે. માત્ર ત્રણ વર્ષમાં યુપીઆઈના વધતા નેટવર્કે તેની આ ઈચ્છાને પૂર્ણ કરી છે. આજે એ સ્થિતિ છે કે 24 કલાક – સાત દિવસ દેશ સરળ અને ઓનલાઈન વ્યવહાર કરી રહ્યો છે. આજે ભીમ એપ ખૂબ મોટી બ્રાન્ડ બની ચૂકી છે.
મિત્રો, 2018-19ના નાણાકીય વર્ષમાં, યુપીઆઈ દ્વારા લગભગ 9 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા. આ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર સુધી લગભગ 15 લાખ કરોડ રૂપિયાની લેવડ-દેવડ યુપીઆઈ દ્વારા થઈ ચૂકી છે. તમે અનુમાન લગાવી શકો છો કે દેશ કેટલી ઝડપથી ડિજિટલ લેવડ-દેવડને અપનાવી રહ્યો છે.

મિત્રો, દેશને એવા સમાધાનની જરૂર હતી જે વીજળી પાછળ ઓછો ખર્ચ કરે, પ્રકાશ વધુ આપે અને તેની કિંમત પણ ઓછી હોય. આ જ જરૂરિયાતને ઉજાલા યોજનાએ જન્મ આપ્યો. એલઈડી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે જરૂરી પગલા લેવાયા. નીતિઓમાં પરિવર્તન કરવામાં આવ્યું. જેનાથી બલ્બની કિંમતમાં ઘટાડો થયો અને એકવાર લોકોએ તેના લાભનો અનુભવ કર્યો તો માગ પણ વધી. કાલે જ ઉજાલા યોજનાને 5 વર્ષ પૂર્ણ થયા છે. એ આપણા સૌ માટે સંતોષની વાત છે કે આ દરમિયાન દેશભરમાં 36 કરોડ થી વધુ એલઈડી બલ્બ વહેંચાઈ ગયા છે. એટલું જ નહીં દેશના ટ્રેડિશનલ સ્ટ્રીટ લાઈટ સિસ્ટમને એલઈડી આધારિત બનાવવા માટે પણ 5 વર્ષથી પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જે અંતર્ગત એક કરોડ થી વધુ એલઈડી સ્ટ્રીટ લાઈટ નંખાઈ ગઈ છે. આ બંને પ્રયાસોથી લગભગ 5,500 કરોડ kilowatt/hour વીજળીની બચત દર વર્ષે થઈ રહી છે. જેનાથી દર વર્ષે હજારો કરોડ રૂપિયાના વીજળી ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે અને કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનનમાં ઘટાડો થઈ રહ્યો છે અને આ આપણા સૌ માટે આનંદની વાત છે કે ભારતમાંથી નીકળેલા નવાચારો પછી યુપીઆઈ હોય કે ઉજાલા, દુનિયાના કોઈપણ દેશો માટે પણ પ્રેરણાનું માધ્યમ બની રહ્યા છે.

મિત્રો, આવી જ સફલ્ય ગાથાઓ આપણા મેક ઈન ઈન્ડિયા અભિયાન, આપણા ઉદ્યોગ જગતની શક્તિ છે, તાકાત છે, મને એવી જ સાફલ્ય ગાથાઓ ભારતીય ઉદ્યોગ જગતમાંથી, દરેક ક્ષેત્રમાં જોઈએ. જળ-જીવન મિશન હોય, નાવીન્ય ઉર્જા હોય, ઈલેક્ટ્રીક મોબિલીટી હોય, આપત્તિ વ્યવસ્થાપન હોય, સંરક્ષણ હોય, દરેક ક્ષેત્રમાં તમારા માટે અનેક સાફલ્ય ગાથાઓ તમારી રાહ જોઈ રહી છે. સરકાર બધા જ પ્રકારે તમારી સાથે છે, તમારી દરેક જરૂરિયાત સાથે છે.

તમે આ વાતાવરણનો સંપૂર્ણ લાભ ઉઠાવો, સતત નવાચાર કરતા રહો, રોકાણ કરતા રહો, રાષ્ટ્ર સેવામાં તમારું યોગદાન આપતા રહો, તેવી કામના સાથે જ હું મારી વાત સમાપ્ત કરું છું અને એક વાર ફરી કિર્લોસ્કર સમૂહને, કિર્લોસ્કર પરિવારને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું, અદભૂત શતાબ્દી બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Private equity investments in Indian real estate sector increase by 10%

Media Coverage

Private equity investments in Indian real estate sector increase by 10%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 ડિસેમ્બર 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India