અહિં આવતા પહેલા કોઈએ મને કહેલું કે લેહમાં બહુ ઠંડી છે. શૂન્યથી ક્યાંય નીચે તાપમાન છે. આટલી ઠંડીમાં તમે બધા અહિં આવ્યા, ખરેખર હું ભાવ-વિભોર છું અને આપ સૌને નમન કરું છું. એરપોર્ટથી ઉતર્યા પછી ઘણી મોટી ઉંમરની માતાઓ એરપોર્ટની બહાર આશીર્વાદ આપવા માટે આવી હતી. આટલા માયનસ તાપમાનમાં પણ તેઓ ખુલ્લામાં ઉભી હતી. હું પણ કારથી નીચે ઉતરીને તેમને નમન કરવા માટે નીચે જતો રહ્યો. મનને એટલું આંદોલિત કરી નાખ્યું કે આ પ્રેમ, આશીર્વાદ આ માતાઓનો સ્નેહ અને તે પણ આટલી વિપરીત પરિસ્થિતિમાં પ્રકૃતિ સાથના આપતી હોય ત્યારે એક નવી ઉર્જા મળે છે, નવી તાકાત મળે છે. તમારા લોકોના આ પોતાપણા, આ સ્નેહને જોઈને મને જે થોડી બહુ પણ ઠંડી લાગી રહી હતી હવે તેનો પણ અનુભવ નથી થઇ રહ્યો.
મંચ પર બિરાજમાન જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ, શ્રીમાન સતપાલ મલિકજી, મંત્રીમંડળના મારા સહયોગી અને આ જ જમ્મુ કાશ્મીરની ધરતીના સંતાન ડૉ. જીતેન્દ્ર સિંહજી, જમ્મુ કાશ્મીર વિધાન પરિષદના અધ્યક્ષ શ્રીમાન હાજી અનાયત અલીજી, લદ્દાખ સ્વેગ પહાડી વિકાસ પરિષદ લેહના અધ્યક્ષ શ્રીમાન જે. ટી. નમગયાલજી, લદ્દાખ સ્વેગ પહાડી વિકાસ પરિષદ લેહના અધ્યક્ષ શ્રીમાન ફિરોઝ અહમદજી, વિધાનપરિષદના સદસ્ય શ્રીમાન ચેરીંગ ડોરેજી અને અહિયાં ઉપસ્થિત મારા વ્હાલા ભાઈઓ અને બહેનો…
લદ્દાખ વીરોની ભૂમિ છે. પછી તે 1947 હોય કે પછી 1962ની જંગ કે પછી કારગીલનું યુદ્ધ, અહિયાંના વીર ફૌજીઓએ લેહ અને કારગીલના જાંબાઝ લોકોએ દેશની સુરક્ષા નિશ્ચિત કરી છે. આટલા સુંદર પહાડોથી સુસજ્જિત લદ્દાખ અનેક નદીઓનું સ્ત્રોત પણ છે. અને સાચા અર્થમાં આપણા સૌની માટે સ્વર્ગનો ઉપહાર છે. 9-10 મહિનામાં મને ફરી એકવાર આપ સૌની વચ્ચે આવવાનો અવસર મળ્યો છે. તમે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં રહો છો. દરેક મુશ્કેલીઓને પડકાર ફેંકો છો. તે મારા માટે ખૂબ મોટી પ્રેરણા હોય છે કે, તમારા બધા માટે અડગપણે કામ કરવાનું છે. જે સ્નેહ તમે મને આપો છો.. મારે વ્યાજ સાથે વિકાસ કરીને તેને પાછું વાળવાનો છે. મને એ અહેસાસ છે કે, મોસમ તમારા બધા માટે અનેક મુશ્કેલીઓ લઇને આવે છે. વીજળીની સમસ્યા હોય છે, પાણીની તકલીફ હોય છે. બીમારીની સ્થિતિમાં મુશ્કેલી પડે છે. પશુઓની માટે ચારાની વ્યવસ્થા કરવી પડે છે. દૂર-દૂર સુધી ભટકવું પડે છે. મને અહિં ઘણું સૌભાગ્ય મળ્યું છે તમારી વચ્ચે રહેવાનું, પહેલા જ્યારે હું મારી પાર્ટીના સંગઠનનું કામ કરતો હતો. તો ખૂબ લાંબા સમય સુધી તમારા લોકોની વચ્ચે રહ્યો છું. મેં અહિયાં આગળ રહીને પોતે જોયું છે, લોકોને મુશ્કેલીઓનો સામનો કરતા જોયા છે.
સાથીઓ, આ જ મુસીબતોને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. અને એટલા માટે હું પોતે વારંવાર લેહ, લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર આવતો રહેતો હોઉ છું. ગઈ વખતે વીજળી સાથે જોડાયેલા અનેક પ્રકારની પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું તો આજે પણ તમારા જીવનને સરળ બનાવનારી આશરે ૩ હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ હમણાં-હમણાં જ તમે જોયું કે, કરવામાં આવ્યું છે.
દ્રજ હાયડ્રો ઈલેક્ટ્રિકલ પ્રોજેક્ટ વડે લેહ અને કારગીલના અનેક ગામડાઓને પૂરતી માત્રામાં અને સસ્તી વીજળી ઉપલબ્ધ થઇ શકશે. ત્યાં જ શ્રીનગર ઉલ્લેસ્તીન દરાજ કારગીલ ટ્રાન્સમિશન રૈક છે તો મને જ શિલાન્યાસ કરવાનો અવસર મળ્યો હતો. અને આજે લોકાર્પણ પણ મને જ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. 2 હજાર કરોડથી વધુની આ પરિયોજના વડે હવે લેહ લદ્દાખની વીજળીની સમસ્યા ઓછી થવાની છે.
સાથીઓ, અમારી સરકારની કામ કરવાની રીત આવી જ છે. લટકાવવું અને ભટકાવવાની જૂની સંસ્કૃતિ હવે દેશ પાછળ છોડી ચુક્યો છે અને આવનારા પાંચ વર્ષમાં મારે આ લટકાવવા અને ભટકાવવાની પરંપરાને દેશ નિકાલ આપી દેવો છે. જે પરિયોજનાનો શિલાન્યાસ કરવામાં આવે છે, સંપૂર્ણ શક્તિ લગાવવામાં આવે છે કે તેનું કામ સમયસર પૂરું કરી દેવામાં આવે.
ભાઈઓ અને બહેનો આજે જે પરિયોજનાનું લોકાર્પણ, ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે તેનાથી વીજળીની સાથે સાથે લેહ લદ્દાખનો દેશ અને દુનિયાના બીજા શહેરો સાથે સંપર્ક સુધરશે, પર્યટન વધશે, રોજગારના અવસરો વધશે અને અહિયાંના યુવાનોને અભ્યાસ માટે અહિયાં આગળ જ સારી સુવિધાઓ પણ મળશે. અહિયાંની ઋતુ એટલી સુંદર છે કે જો આપણે અહિયાં શ્રેષ્ઠ પ્રકારનું શૈક્ષણિક સંસ્થાન ઉભુ કરી નાખીએ તો હું વિશ્વાસ સાથે કહું છું કે હિન્દુસ્તાનના ખૂણે ખૂણામાંથી નવયુવાનો લેહ લદ્દાખમાં આવીને અભ્યાસ કરવાનું પસંદ કરશે અને આપણે તે સપનાઓને જોવા જોઈએ અને મારા મગજમાં આવા સપનાઓ પડેલા છે.
સાથીઓ, આપણા સૌના સન્માનનીય મહાન કુશક બકુલા રીંપોચીજેએ પોતાનું આખું જીવન એક સપના માટે ખપાવી દીધું હતું. લેહ લદ્દાખને શ્રેષ્ઠ ભારત સાથે જોડવું અને દેશની એકતા અને અખંડિતતાની ભાવનાને મજબૂત કરવી એ જ પૂજ્ય રીંપોજીનું સૌથી મોટુ સપનું હતું.
કેન્દ્ર સરકાર તેમના સપનાઓને સાકાર કરવા માટે અહિયાં કનેક્ટિવિટીને એક નવો વિસ્તાર આપી રહી છે. લેહ લદ્દાખને રેલવે ને હવાઈ માર્ગ સાથે જોડનારા બે મોટા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ ક્ષેત્રને સૌપ્રથમવાર રેલવે નકશા સાથે જોડનારી રેલવે લાઈન અને કુશોક બકુલા રીંપોચી એરપોર્ટની નવી અને આધુનિક ટર્મિનલ ઈમારત બંને જ અહિં વિકાસને વધુ ગતિ આપનારા સાબિત થશે.
સાથીઓ, ત્રણ દાયકા પહેલા અહિં જે ઈમારત બનાવવામાં આવી હતી. સમયની સાથે તેને આધુનિકતા સાથે જોડવા, તેમાં નવી સુવિધાઓનો વિકાસ કરવા અંગે પહેલા ક્યારેય વિચારવામાં નથી આવ્યું. આજે નવી ટર્મિનલ ઈમારતનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે અને ખૂબ ઝડપથી જ તેનું લોકાર્પણ પણ કરવામાં આવશે. અને હું તમને વિશ્વાસ અપાવું છું જેનો શિલાન્યાસ પહેલા કર્યો હતો તેનું લોકાર્પણ આજે કરી રહ્યો છું, આજે જેનો શિલાન્યાસ કરી રહ્યો છું તમારા આશીર્વાદથી તેનું લોકાર્પણ કરવા માટે પણ હું જ આવીશ. આ ટર્મિનલ અત્યંત આધુનિક સુવિધા આપવાની સાથે-સાથે હવે વધુ યાત્રીઓને સાચવવામાં સક્ષમ થઇ શકશે.
એ જ રીતે બિલાસપુર, મનાલી, લેહ રેલવે લાઈન પર શરૂઆતનો સર્વે થઇ ચૂક્યો છે. અનેક સ્થળો પર કામ શરુ પણ થઇ ગયું છે. જ્યારે આ રેલવે લાઈન તૈયાર થઇ જશે ત્યારે દિલ્હીથી લેહનું અંતર ખૂબ જ ઓછું થઇ જશે. ઠંડીમાં તો અહિંના તમામ રસ્તાઓ બાકીના ભારતથી સંપૂર્ણ રીતે કપાઈ જાય છે. આ રેલવે લાઈન ઘણી હદ સુધી આ સમસ્યાને દૂર કરશે.
સાથીઓ, કોઇપણ ક્ષેત્રમાં જ્યારે સંપર્ક સારો થવા લાગે છે તો ત્યાંના લોકોનું જીવન તો સરળ બને જ છ, કમાણીના સાધનો પણ વધે છે. પ્રવાસનને તેનો સૌથી વધુ લાભ મળે છે. લેહ લદ્દાખનો વિસ્તાર તો અધ્યાત્મ, કળા, સંસ્કૃતિ, પ્રકૃતિની સુંદરતા અને એડવેન્ચર સ્પોર્ટ્સ માટે દુનિયાનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. અહિં પ્રવાસનના વિકાસ માટે એક વધુ પગલું સરકારે ઉપાડ્યું છે. આજે અહિં પાંચ નવા ટ્રેકિંગ રૂટને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે આ રૂટ પર પ્રોટેક્ટેડ એરિયા પરવાનગીની સમયમર્યાદા પણ સાત દિવસથી વધારીને 15 દિવસ સુધી કરી નાખી છે. તેનાથી અહિયાં આવનારા પ્રવાસીઓ શાંતિથી પુરે-પુરો સમય કાઢીને પોતાની યાત્રાનો આનંદ લઇ શકશે અને અહિયાંના યુવાનોને વધુ રોજગાર મળી શકશે.
સાથીઓ, મને જણાવવામાં આવ્યું છે કે આ વખતે ૩ લાખથી વધુ પ્રવાસીઓ લેહમાં આવ્યા છે અને આશરે 1 લાખ લોકોએ કારગીલની મુલાકાત લીધી છે. એક રીતે જોઈએ તો કાશ્મીરમાં જેટલા પણ પ્રવાસીઓ આવ્યા છે તેના અડધા આ જ ક્ષેત્રમાં આવ્યા છે. તે દિવસ દૂર નથી જ્યારે લેહ લદ્દાખનું પ્રવાસન નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરશે.
ભાઈઓ અને બહેનો, કેન્દ્ર સરકાર દેશભરમાં વિકાસની પંચધારા એટલે કે બાળકોનું શિક્ષણ, યુવાનોને કમાણી, વડીલોને દવા, ખેડૂતોને સિંચાઈ અને જન જનની સુનાવણી તેને સુનિશ્ચિત કરવામાં લાગેલી છે. આ લેહ લદ્દાખ અને કારગીલમાં પણ આ બધી જ સુવિધાઓને મજબૂત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. લદ્દાખમાં કુલ વસ્તીના 40 ટકા ભાગ યુવાન વિદ્યાર્થીઓનો છે. તમારા સૌની લાંબા સમયથી અહિં યુનિવર્સિટી બનાવવાની માંગણી રહી છે. આજે તમારી આ માંગણી પણ પૂરી થઇ છે અને તેની માટે પણ આપ સૌને અને ખાસ કરીને મારા નવયુવાન સાથીઓને હું ખૂબ-ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું. આજે તે ક્લસ્ટર યુનિવર્સિટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમાં નુબ્રા, લેહ અને જસ્કા કારગીલમાં ચાલી રહેલી ડીગ્રી કોલેજોના સંસાધનોનો ઉપયોગ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની સુવિધા માટે લેહ અને કારગીલમાં પણ વહીવટી કચેરીઓ રહેશે.
સાથીઓ, લેહ લદ્દાખ દેશના તે ભાગોમાં છે, જ્યાં અનુસુચિત આદિવાસીઓ મારા જનજાતિના ભાઈ બહેનોની વસ્તીખાસ્સી માત્રામાં છે. બે દિવસ પહેલા કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કર્યું છે, તેમાં એસસી એસટીના વિકાસ પર ઘણો ભાર મુકવામાં આવ્યો છે. અનુસુચિત આદિવાસીઓના કલ્યાણ માટે બજેટમાં લગભગ 30 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે.જ્યારે દલિતોના વિકાસ માટે આશરે 35 ટકાથી વધુની ફાળવણી બજેટમાં આ વખતે કરવામાં આવી છે. બજેટમાં એસસી એસટીના કલ્યાણ માટે જે 11 હજાર કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી શિક્ષણ, સ્વાસ્થ્ય અને બીજી સુવિધાઓમાં વૃદ્ધિ થવાની છે.
ભાઈઓ અને બહેનો, કેન્દ્ર સરકાર દેશના તે દરેક નાગરિકને વિકાસની મુખ્યધારા સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. જેમને કેટલાક કારણોસર વિકાસનો સંપૂર્ણ લાભ નથી મળી શક્યો. આ બજેટમાં સરકારે બજેટમાં ફરતા સમુદાયની માટે પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એવા લોકો છે કે જેઓ પોતાની જીવનશૈલીના કારણે અનેક વાર ઋતુના કારણે એક જ સ્થાન ઉપર ટકીને નથી રહી શકતા, એવામાં આવા લોકો સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવો પણ ખૂબ અઘરો થઇ જતો હોય છે. હવે આ લોકોની માટે સરકારે એક કલ્યાણ વિકાસ બોર્ડ બનાવવાનો નિર્ણય લીધો છે જેથી કરીને સરકાર જે વિકાસ કાર્યોને લઇને આગળ ચાલી રહી છે. તે વિકાસકાર્યોનો લાભ આ પરિવારો સુધી, આ સામુહિક સમુદાયો સુધી જે આઝાદીના 70 વર્ષ પછી પણ નથી પહોંચી શક્ય તેમને ઝડપી ગતિએ મળી રહે. અને આ લોકો કોણ છે… મદારી, બંજારા અને જે બળદગાડામાં ફરનારા લુહાર હોય છે તેવા.. સંપૂર્ણ રીતે ફરતા સમુદાયો હોય છે આ. સ્થળાંતર કરતા રહે છે રોકાતા નથી, પોતાના પશુધનને લઈને ચાલતા જ રહેતા હોય છે. પોતાના સ્થળ પર આવતા આવતા બે વર્ષ લાગી જાય છે. એવા પરિવારોની ચિંતા કરવી તેવો એક ખૂબ મોટો નિર્ણય અમે લીધો છે.
સાથીઓ તે સિવાય બજેટમાં દેશના ખેડૂતોની માટે પણ એક ઐતિહાસિક જાહેરાત સરકારે કરી છે. પ્રધાનમંત્રી ખેડૂત સન્માન ભંડોળ ટૂંકા સ્વરુપમાં તેને કહે છે પીએમ કિસાન. આ યોજનાનો લાભ લેહ લદ્દાખના અનેક ખેડૂત પરિવારોને પણ થવાનો છે. સરકારે નિર્ણય લીધો છે કે, જે ખેડૂતોની પાસે પાંચ એકરથી ઓછી જમીન છે અને અહિયાં તો લગભગ બધા જ એવા છે. બધા જ પાંચ એકર કરતા ઓછી જમીનવાળા… તેમના બેંક ખાતામાં સીધા 6 હજાર રૂપિયા દર વર્ષે દિલ્હી… કેન્દ્ર સરકારની તરફથી સીધા તેમના ખાતામાં જમા થઇ જશે. તે બે-બે હજારના ત્રણ હપ્તામાં તમને મળશે. ઋતુ અનુસાર નક્કી કરવામાં આવ્યું છે. જેનો પહેલો હપ્તો મારો પ્રયત્ન છે કે ખૂબ જ ટૂંક સમયમાં પહોંચી જશે અને એટલા માટે મેં દેશની તમામ રાજ્ય સરકારોને તેની માર્ગદર્શિકા આજે જ મોકલવાનો છું. સૂચનાઓ મોકલી દીધી છે કે તમારે ત્યાં ખેડૂતો.. તેમની યાદી, તેમનો આધાર નંબર તરત જ મોકલી આપો. જેથી કરીને ત્યાંથી પૈસા તેમના ખાતામાં જમા થઇ જાય અને એવું નથી કે ભાઈ વાતો કરવી, વાયદાઓ કરવા અને પછી ઠેલવાનું.. જી ના, મારે લાગુ કરવું છે. અને બધા જ રાજ્યોનું તંત્ર જેટલુ સક્રિય હશે તેટલો ઝડપથી લાભ પહોંચવાનો છે.
અને એટલા માટે અહિંના બટેકા, વટાણા, ફુલાવર તેના ઉત્પાદક ખેડૂતોને પ્રોત્સાહન મળવાનું છે. અને અહિંના ફુલાવર માટે તો મને બરાબર યાદ છે. હું સંગઠનમાં કામ કરતો હતો તો દિલ્હીથી આવતો હતો અને દિલ્હી પાછો જતો હતો. તો જે કાર્યકર્તાઓ મારા ઓળખીતા હતા તેઓ મને એક જ આગ્રહ કરતા હતા કે સાહેબ સામાનનો જે ખર્ચો થશે એ અમે આપી દઈશું. પણ એક ફુલાવર ઉપાડીને લેતા આવજો. અને હું પણ અહિંથી ઘણા બધા શાકભાજી લઇ જતો હતો. તે પરિવારોને બહુ સારું લાગતું હતું આ શાકભાજી ખાવાનું અને આ નવી યોજનાની માટે હું બધું જ કહું છું ખેડૂતોની માટે અદભૂત યોજના છે. તેમને એક ઘણી મોટી તાકાત આપનારી છે. અને જે દિલ્હીમાં એર કંડીશનર રૂમોમાં બેસે છે ને તેમને ખબર નથી હોતી. દુર્ગમ પહાડોમાં, રણ વિસ્તારમાં, પછાત વિસ્તારોમાં ગરીબ ખેડૂત જે છે ને તેની માટે છ હજાર રૂપિયા કેટલી મોટી વાત હોય છે. આ એર કંડીશનર રૂમોમાં બેઠેલા લોકોને ખબર સુદ્ધા નથી હોતી. તેમને સમજણ જ નથી હોતી.
આ નવી યોજના માટે હું આપ સૌને દેશભરના ખેડૂતોને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, લેહ લદ્દાખ કારગીલ એ ભારતના શીશ છે, આપણું મસ્તક છે, મા ભારતીનો આ તાજ આપણું ગૌરવ છે, વીતેલા સાડા ચાર વર્ષોથી આ ક્ષેત્ર આપણી વિકાસની પ્રાથમિકતાઓના કેન્દ્રમાં રહ્યું છે. મને ખુશી છે કે લદ્દાખ સ્વાયત્ત પર્વતીય વિકાસ પરિષદ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. અને કાઉન્સિલને ટપાલ સાથે જોડાયેલ બાબતોમાં હવે વધુ અધિકાર આપવામાં આવ્યા છે.
હવે ક્ષેત્રના વિકાસની માટે આવનારા પૈસા અહિંની સ્વાયત્ત પરિષદ જ જાહેર કરે છે. પરિષદના અધિકારોની સીમા અને નિર્ણયો લેવાની શક્તિને પણ વધારવામાં આવી છે. તેનાથી અહિંના મહત્વપૂર્ણ વિષયોને વધુ ઝડપથી અને વધુ સંવેદનશીલતા સાથે ઉકેલી શકાય તેમ છે. હવે તમારે તમારી જરૂરિયાતો માટે વારે-વારે શ્રીગર અને જમ્મુ જવું નહી પડે. પરંતુ મોટા ભાગનું કામ અહિં લેહ લદ્દાખમાં જ પુર્ણ થઇ જશે.
સાથીઓ, કેન્દ્ર સરકાર ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના મૂળ મંત્ર પર કામ કરી રહી છે. દેશનો કોઇપણ વ્યક્તિ, કોઇપણ ખૂણો, વિકાસથી અળગો ન રહે તેના માટે સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર લઈને અમે છેલ્લા સાડા ચાર વર્ષથી સતત દિવસ રાત પ્રયત્નો કરી રહ્યા છીએ.
હું અહિંના લોકોને એ વિશ્વાસ અપાવું છું કે લેહ લદ્દાખ કારગીલના વિકાસ માટે કોઈપણ પ્રકારની કસર છોડવામાં નહીં આવે.
કેન્દ્ર સરકાર હમણા અમારા મિત્રએ ઘણી લાંબી યાદી વાંચી નાખી પરંતુ હું તમને વિશ્વાસ અપાવું છું કે, હું આટલી ઝીણવટતાઓમાં નથી જતો. પરંતુ હું અહિં બધાથી પરિચિત છું અને મારો એ સૌથી મોટો ફાયદો છે, હું એક એવો પ્રધાનમંત્રી છું કે જે હિન્દુસ્તાનના દરેક ખૂણામાં ભટકીને આવેલો છે. એટલા માટે મને દરેક વસ્તુઓનો ઘણો-ખરો અંદાજો છે. ઝીણવટતાઓથી જાણી લઉં છું પરંતુ મને અનુભવ હોય છે. હું તમને વિશ્વાસ અપાવું છું કેન્દ્ર સરકાર તમારી આશાઓ અને આકાંક્ષાઓનું સંપૂર્ણ સન્માન કરે છે. અને આજે આ શિલાન્યાસ અને લોકાર્પણનો કાર્યક્રમ તેની જ એક શ્રુંખલા છે.
એક વાર ફરી જીવનની સરળ બનાવનારી તમામ પરિયોજનાઓની માટે તમને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. ઠંડીની આ ઋતુમાં તમે લોકો દૂર-દૂરથી મને આશીર્વાદ આપવા માટે આવ્યા, મોટી સંખ્યામાં પહોંચ્યા તેની માટે હું આપ સૌનો ખૂબ-ખૂબ આભારી છું. મારી સાથે સંપૂર્ણ તાકાત સાથે બોલો…..
ભારત માતાની ……. જય
ભારત માતાની ……. જય
ભારત માતાની ……. જય
ભારત માતાની ……. જય
ખૂબ-ખૂબ આભાર!