QuoteSeveral projects in Delhi which were incomplete for many years were taken up by our government and finished before the scheduled time: PM
QuoteAll MPs have taken care of both the products and the process in the productivity of Parliament and have attained a new height in this direction: PM
QuoteParliament proceedings continued even during the pandemic: PM Modi

નમસ્કાર !

લોકસભાના અધ્યક્ષ શ્રીમાન ઓમ બિરલાજી, મંત્રી મંડળના મારા સાથીદાર શ્રીમાન પ્રહલાદ જોષીજી, શ્રી હરદીપ પુરીજી, આ સમિતિના ચેરમેન શ્રીમાન સી.આર. પાટીલજી, સંસદ સભ્યો, દેવીઓ અને સજજનો ! !

દિલ્હીમાં લોક પ્રતિનિધિઓ માટે નિવાસની આ નવી સુવિધા માટે હું આપ સૌને ખૂબ-ખૂબ ધન્યવાદ પાઠવુ છું.! આજે વધુ એક સુભગ સંયોગ એ પણ છે કે આજે આપણા કર્તવ્યવાન, મિતભાષી, આપણા અધ્યક્ષ શ્રીમાન ઓમ બિરલાજીનો જન્મ દિવસ છે. હું ઓમજીને ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવુ છું. તમે સ્વસ્થ રહો, દીર્ઘાયુ રહો અને દેશની સતત સેવા કરતા રહો એવી હું ઈસ્વરને પ્રાર્થના કરૂ છું.  

સાથીઓ,

સાંસદો માટે ગયા વર્ષે નોર્થ એવન્યુમાં ઘર બનીને તૈયાર થયાં હતાં અને આજે બીડી રોડ ઉપર પણ આ ત્રણ ટાવર ફાળવણી માટે તૈયાર છે. ગંગા, યમુના, સરસ્વતી આ ત્રણ ટાવરનો સંગમ તેમાં નિવાસ કરનારા લોક પ્રતિનિધિઓને સ્વસ્થ રાખે, કાર્યરત રાખે, અને સંતોષી બનાવે તેવી હું ઈચ્છા વ્યકત કરૂ છું. આ ફલેટમાં એવી તમામ સુવિધાઓ આપવામાં આવી છે કે જે લોક પ્રતિનિધિઓને પોતાની જવાબદારીનું વહન કરવામાં સહાયક બનશે. સંસદ ભવનની નજીક હોવાને કારણે પણ તેમાં રહેનારા સાંસદોને ખુબજ સરળતા થશે.

સાથીઓ,

દિલ્હીમાં સાંસદો માટે આવાસોની તકલીફ વર્ષોથી હંમેશાં રહી છે અને જે રીતે હમણાં બિરલાજી વાત કરી રહ્યા હતા તે મુજબ ઘણા લાંબા સમયથી સાંસદોએ હોટલમાં રહેવુ પડતું હતું. તેના કારણે મોટો આર્થિક બોજ પણ પડતો હતો. તેમને પણ આ સારૂ લાગતુ ન હતું પણ મજબૂરીને કારણે આવું કરવું પડતું હતું. પણ આ સમસ્યા દૂર કરવા માટે ગંભીરતાપૂર્વક પ્રયાસો, ખાસ કરીને વર્ષ 2014 પછી શરૂ થયા હતા. વર્ષોથી ચાલી આવતી આ સમસ્યા ટાળવાથી નહી પણ તેનો ઉપાય શોધવાથી સમાપ્ત થઈ છે. માત્ર સાંસદોના નિવાસ જ નહી પણ અહીં દિલ્હીમાં એવા અનેક પ્રોજેકટ હતા જે ઘણા વરસોથી અધૂરા પડયા હતા, લટકેલા પડયા હતા. ઘણી ઈમારતોનું નિર્માણ આ સરકારના કાર્યકાળમાં દરમિયાન જ શરૂ થયુ અને નિર્ધારિત સમયમાં અથવા તો નિર્ધારિત સમય પહેલાં પૂરૂ પણ થયુ છે. જ્યારે અટલ બિહારી બાજપેયીજીની સરકાર હતી ત્યારે અટલજીના સમયમાં આંબેડકર નેશનલ મેમોરિયલની ચર્ચા શરૂ થઈ હતી. તેનું નિર્માણ, આટલા વર્ષ થયાં, આ સરકાર રચાઈ તે પછી 23 વર્ષની લાંબી પ્રતિક્ષા પછી ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરનું નિર્માણ આ સરકારના શાસન દરમિયાન જ થયુ. સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશનની નવી ઈમારતનું નિર્માણ પણ આ સરકારના કાર્યકાળ દરમિયાન થયુ. દેશમાં દાયકાઓથી વૉર મેમોરિયલની વાત થઈ રહી હતી. આપણા દેશના જવાનો ઘણા લાંબા સમયથી એની પ્રતિક્ષા કરી રહ્યા હતા. દેશના વીર શહીદોની સ્મૃતિમાં ઇન્ડિયા ગેટ પાસે વૉર મેમોરિયલનુ નિર્માણ કરવાનું સૌભાગ્ય પણ આ સરકારના કાર્યકાળ દરમિયાન જ પ્રાપ્ત થયુ છે. દેશના હજારો પોલિસ કર્મચારીઓએ કાયદો વ્યવસ્થાની જાળવણી કરવામાં પોતાનું જીવન સમર્પી દીધુ છે. પોલિસના હજારો જવાન શહીદ થયા છે. તેમની યાદમાં પણ નેશનલ પોલિસ મેમોરિયલનુ નિર્માણ પણ આજ સરકારે કર્યુ છે. આજે સાંસદો માટે નવા આવાસોનું લોકાર્પણ પણ આ શ્રુંખલામાં એક જરૂરી અને મહત્તવનું કદમ છે. મને એ વાતનો આનંદ છે કે સાંસદોની ખૂબ લાંબી પ્રતિક્ષાનો અંત આવ્યો છે. આ ફલેટના બાંધકામમાં પર્યાવરણનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. ઉર્જા સંરક્ષણના ઉપાય હોય, સોલાર પ્લાન્ટ હોય, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય, ગ્રીન બિલ્ડીંગના આ બધા કન્સેપ્ટ આ ભવનોને આધુનિક બનાવે છે.

|

સાથીઓ,

હું લોકસભા અધ્યક્ષજી, લોકસભા સચિવાયલ અને તેના નિર્માણની કામગીરીમાં જોડાયેલો શહેરી વિકાસ વિભાગ હોય કે અન્ય વિભાગો હોય, આ તમામને અભિનંદન પાઠવુ છું કે તેમણે આટલા ઓછા સમયમાં આટલી ઉત્તમ સુવિધાનું નિર્માણ શકય બનાવ્યુ છે અને આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે આપણા લોકસભાના અધ્યક્ષજી તો આમ પણ ગુણવત્તામાં અને બચતમાં પણ વિશ્વાસ ધરાવે છે. ગૃહની અંદર પણ તે ખાત્રી રાખે છે કે સમયની પણ બચત થાય અને ચર્ચામાં પણ ગુણવત્તા જળવાઈ રહે, અને આ ભવનના નિર્માણમાં પણ તેમણે આ બાબતનો સારી રીતે અને સફળતાપૂર્વક ખ્યાલ રાખ્યો છે. આપણને સૌને યાદ હશે કે હમણાં ચોમાસુ સત્રમાં પણ આપણે અધ્યક્ષજીની આ પ્રકારની કાર્યશૈલીની ઝલક જોઈ હતી. કોરોના કાળમાં અનેક પ્રકારની સાવચેતીઓની વચ્ચે, નવી વ્યવસ્થા સાથે સંસદનુ સત્ર ચાલ્યુ. પક્ષ અને વિપક્ષના તમામ સાથીઓએ એક એક પળનો સદુપયોગ કર્યો. બંને ગૃહે એક પછી એક કામ કરવાનુ હોય કે પછી શનિવાર અથવા રવિવારે કાર્યવાહી કરવાની હોય તમામ લોકોએ સહયોગ આપ્યો હતો, તમામ પક્ષોએ સહયોગ આપ્યો હતો.

સાથીઓ,

આપણી સંસદની ઉર્જામાં જે વધારો થયો છે, તેની પાછળ પણ એક મોટું કારણ છે. એક રીતે કહીએ તો તેની શરૂઆત પણ વર્ષ 2014માં થઈ છે. એ સમયે દેશ એક નવી દિશામાં આગળ ધપવા માગતો હતો, પરિવર્તન ઈચ્છતો હતો, એટલા માટે કે આ સમયે દેશની સંસદના 300થી વધુ સંસદ સભ્યો પ્રથમ વખતે ચૂંટાઈને આવ્યા હતા, અને હું પણ પહેલી વાર ચૂંટાઈને આવનારામાંનો એક હતો. 17મી લોકસભામાં 260 સાંસદ એવા છે કે જે પહેલી વાર ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા છે. એનો અર્થ એ થયો કે આ વર્ષે 400થી વધુ સંસદ સભ્યો એવા છે કે જે પહેલી વાર અથવા તો બીજી વાર ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા છે. એટલુ જ નહી પણ 17મી લોકસભામાં સૌથી વધુ મહિલા સાંસદોની ચૂંટીને મોકલવાનો વિક્રમ નોંધાયો છે. દેશની આ યુવા વિચાર ધારા, આ નવો મિજાજ સંસદની વ્યવસ્થામાં જોવા મળી રહ્યો છે. અને તેનુ કારણ એ છે કે દેશની વર્તમાન કાર્ય પ્રણાલીમાં, શાસનમાં એક નવી વિચાર ધારા અને નવી પધધતિ અને ઉપાયો જોવા મળી રહે છે. અને એ કારણે જ દેશની સંસદ આજે એક નવા ભારત માટે કદમ ઉઠાવી રહી છે. ખૂબ ઝડપથી નિર્ણયો લઈ રહી છે. 16મી લોકસભાએ અગાઉની તુલનામાં 15 ટકા વધુ વિધેયકો મંજૂર કર્યાં છે. 17મી લોકસભાના પ્રથમ સત્રના નિર્ધારિત સમયમાં 135 ટકા કામ થયુ છે. રાજ્ય સભાએ પણ સો ટકા કામ કર્યુ છે.આ દેખાવ છેલ્લા બે દાયકામાં સૌથી સારો રહ્યો છે. છેલ્લા શિયાળુ સત્રમાં પણ લોકસભાની ઉત્પાદકતા 110 ટકા કરતાં વધુ રહી છે.

 

|

સાથીઓ,

સંસદની આ ઉત્પાદકતામાં આપ સૌ સાંસદોએ પ્રોડકટસ અને પ્રક્રિયા બંનેનુ ધ્યાન રાખ્યુ છે. આપણી લોકસભા અને રાજયસભા બંનેના સાંસદોએ આ દિશામાં એક નવી ઉંચાઈ હાંસલ કરી છે, અને ચોકકસપણે એમાં એ સાંસદોનુ પણ યોગદાન છે કે જે હવે આ સંસદનો હિસ્સો નથી. તમે જુઓ, આપણે કેટલુ બધુ હાંસલ કરી શકયા છીએ. સાથે મળીને કેટલી નવી બાબતો હાંસલ કરી છે. માત્ર વિતેલા એક- દોઢ વર્ષની જ વાત કરૂ તો, દેશના ખેડૂતોને વચેટીયાઓની ચુંગાલમાંથી મુક્ત કરવાનુ કામ કર્યુ છે. ઐતિહાસિક શ્રમ સુધારા કરવામાં આવ્યા છે. કામદારોના હિતનુ રક્ષણ કરવામાં આવ્યુ છે. દેશે જમ્મુ અને કાશ્મીરના લોકોને પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાનુ અને અનેક કાયદાઓ સાથે જોડવાનુ કામ કર્યુ છે. પહેલી વાર જમ્મુ-કાશ્મીરમાં ભ્રષ્ટાચાર સામે કામ ચલાવી શકાય તેવો કાયદો બનાવવામાં આવ્યો છે. દેશની મહિલાઓને તીન તલાક જેવા સામાજિક કુરિવાજોમાંથી પણ મુક્ત કરવામાં આવી છે.  

તે પહેલાંના સમયની વાત કરીએ તો, માસુમ કન્યાઓ ઉપર બળાત્કાર કરનારા લોકોને મોતની સજાની જોગવાઈ પણ આ ગાળા દરમિયાન કરવામાં આવી છે. આધુનિક અર્થ વ્યવસ્થા માટે જીએસટી, ઈનસોલ્વન્સી અને બેંકરપ્સી જેવા કેટલા મોટા મોટા નિર્ણયો કરવામાં આવ્યા છે. આ રીતે ભારતની એક સંવેદનશીલ ઓળખ ઉભી થઈ છે. આ કટિબધ્ધતા પૂરી કરવા માટે આપણે સૌએ સાથે મળીને નાગરિકતા સંશોધન કાનૂન પણ પાસ કર્યો છે. આપણાં કામ, આપણી આ સફળતાઓ, જો આપણી પ્રોડકટ હોય તો તે કામ કરવાની પ્રક્રિયા પણ એટલી જ શાનદાર રહી છે. કદાચ ઘણા બધા લોકોનુ ધ્યાન નહી ગયુ હોય પણ 16મી લોકસભામાં 60 ટકા વિધેયક એવાં છે કે જેને પાસ કરવા માટે સરેરાશ બે થી ત્રણ કલાકની ચર્ચા થઈ છે. અગાઉની લોકસભામાં વધુ વિધેયક મંજૂર થયાં, તો પણ આપણે સૌથી વધુ ચર્ચા કરી છે. આ બાબત દર્શાવે છે કે આપણે પ્રોડકટ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે અને પ્રક્રિયાને પણ શોભાવી છે અને આ બધુ કામ આપ સૌ સંસદ સભ્યોએ કર્યુ છે. આ કામ તમારે કારણે થઈ શક્યુ છે. તેના માટે હુ આપ સૌ સાંસદોનો જાહેર આભાર માનુ છું. ધન્યવાદ આપુ છું, અભિનંદન પાઠવુ છું.

સાથીઓ,

સામાન્ય રીતે એવુ કહેવામાં આવે છે કે યુવાનો માટે 16- 17- 18 વર્ષની ઉંમર, જ્યારે તે 10માથી માંડીને 12મા ધોરણમાં હોય છે તે સમય ખૂબ જ મહત્વનો હોય છે. 16- 17- 18 વર્ષની ઉંમર કોઈ પણ લોકતંત્ર માટે પણ એટલી જ મહત્વની હોય છે. હમણાં 2019ની ચૂંટણીઓ સાથે આપણે 16મી લોકસભાનો કાર્યકાળ પૂરો કર્યો છે. આ સમય દેશની પ્રગતિના માટે, દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વનો બની રહ્યો છે. 2019 પછી 17મી લોકસભાનો કાર્યકાળ શરૂ થયો હતો. આ સમયગાળા દરમિયાન જે કદમ ઉઠાવવામાં આવ્યાં છે તેના કારણે આ લોકસભાની ઈતિહાસમાં નોંધ લેવાઈ છે. હવે તે પછી 18મી લોકસભા આવશે. મને વિશ્વાસ છે કે હવે પછીની લોકસભા પણ દેશને નવા દાયકામાં લઈ જવા માટે ખૂબ મહત્વની ભૂમિકા નિભાવશે. અને એટલા માટે મેં ખાસ કરીને તમારી સમક્ષ 16- 17- 18 વર્ષનુ મહત્વ રજૂ કર્યુ છે. દેશની સામે કેટલુ બધુ છે, જે આપણને આ ગાળા દરમિયાન હાંસલ થયુ છે. આત્મનિર્ભર ભારત અભિયાન હોય કે પછી, અર્થશાસ્ત્ર સાથે જોડાયેલા ધ્યેય હોય, કે પછી આ પ્રકારના અનેક સંકલ્પો હોય, એ બધા આપણે આ સમય દરમિયાન સિધ્ધ કરવાના છે. અને એટલા માટે જ 16- 17 અને 18મી લોકસભાનો આ કાલ ખંડ આપણા યુવા દેશ માટે ખૂબ જ મહત્વનો બની રહે છે. દેશના માટે આટલો મોટો મહત્વપૂર્ણ હિસ્સો બનવાનુ સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયુ છે, અને એટલા માટે આપ સૌની એ જવાબદારી બની રહે છે કે જ્યારે લોકસભામાં અલગ અલગ કાર્યકાળનો જ્યારે અભ્યાસ કરવામાં આવે ત્યારે આ કાર્યકાળને દેશની પ્રગતિના સુવર્ણ અધ્યાય તરીકે યાદ કરવામાં આવે.

|

સાથીઓ,

આપણે ત્યાં કહેવામાં આવે છે કે क्रियासिद्धि: सत्वेभवति महताम् नोपकरणे

એનો અર્થ થાય છે કે કર્મની સિધ્ધિ આપણા સત્ય સંકલ્પ ઉપર, આપણી નિયતિથી જ નક્કી થાય છે.  

આજે આપણી પાસે સાધન પણ છે અને દ્રઢ સંકલ્પ પણ છે. આપણે આપણા સંકલ્પો માટે જેટલા વધુ પ્રયાસ કરીશું. સિધ્ધિ એટલી જ જલ્દી તથા મોટી પ્રાપ્ત થશે. મને વિશ્વાસ છે કે આપણે સૌ મળીને 130 કરોડ દેશવાસીઓનાં સપનાં જરૂરથી પૂરાં કરીશું. આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પૂરૂ કરીશું. આવી શુભ કામના સાથે ફરી એક વાર આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવુ છું.  

ખૂબ-ખૂબ ધન્યવાદ !!  

  • शिवकुमार गुप्ता March 12, 2022

    जय भारत
  • शिवकुमार गुप्ता March 12, 2022

    जय हिंद
  • शिवकुमार गुप्ता March 12, 2022

    जय श्री राम
  • शिवकुमार गुप्ता March 12, 2022

    जय श्री सीताराम
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India Doubles GDP In 10 Years, Outpacing Major Economies: IMF Data

Media Coverage

India Doubles GDP In 10 Years, Outpacing Major Economies: IMF Data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tributes to Bhagat Singh, Rajguru, and Sukhdev on Shaheed Diwas
March 23, 2025

The Prime Minister, Shri Narendra Modi today paid tributes to the great freedom fighters Bhagat Singh, Rajguru, and Sukhdev on the occasion of Shaheed Diwas, honoring their supreme sacrifice for the nation.

In a X post, the Prime Minister said;

“Today, our nation remembers the supreme sacrifice of Bhagat Singh, Rajguru and Sukhdev. Their fearless pursuit of freedom and justice continues to inspire us all.”