આપણે જ્યારે સરદાર સાહેબની જયંતી મનાવી રહ્યા છીએ અને જ્યારે આપણે એકતાની વાત કરીએ છીએ તો પહેલા તો સંદેશ સ્પષ્ટ છે કે હું ભાજપવાળો છું- સરદાર સાહેબ કોંગ્રેસી હતા. પરંતુ એટલી જ શાનથી એટલા જ આદર સાથે આ કામને કરી રહ્યા છીએ કેમકે દરેક મહાપુરૂષના પોત પોતાના કાળખંડમાં જુદા-જુદા વિચારો રહે છે અને વિચાર સાથે વિવાદ પણ બહુ સ્વભાવિક થાય છે. પરંતુ મહાપુરૂષોના યોગદાનને પછીની પેઢીઓમાં વહેંચવા માટે, ઉપયોગ કરવાનો હક નથી. એમ જોડનારી બાબતો શોધવી, પોતાને જોડવું અને દરેકને જો જોડી શકીએ છીએ તો જોડવાનો પ્રયાસ કરવો. હું પરેશાન છું કે કેટલાક લોકો મારા પર આરોપ લગાવી રહ્યા છે કે આપ કોણ છો સરદાર સાહેબની જયંતી મનાવનારા. એ વાત સાચી છે પરંતુ સરદાર સાહેબ એવા હતા કે જેમના પરિવારનો કોઈ કોપી રાઈટ નથી થયો અને એમેય સાર્વજનિક જીવનમાં જેણે પોતાના પરિવાર માટે કંઈ કર્યું નહતું જે કંઈ પણ કર્યું જેટલું પણ દાયિત્વના રૂપે કર્યું, જવાબદારીના રૂપે કર્યું, માત્ર અને માત્ર દેશ માટે કર્યું.
જો આ વાતો આજની પેઢીને ઉદાહરણના રૂપે પ્રસ્તુત કરીશું તો આપણે કોઈકને કહી શકીએ છીએ કે ભાઈ ઠીક છે પરિવાર છે પરંતુ દેશનું પણ તો જુઓ. તેથી આવા અનેક મહાપુરૂષો, કોઈ એક નથી, અનેક મહાપુરૂષ છે જેમના જીવનને નવી પેઢીની સામે આન, બાન, શાનના રૂપે આપણે પ્રસ્તુત કરવા જોઈએ. બહુ ઓછી વાતો છે જે બહાર આવતી હોય છે. આપણા દેશમાં કોઈકને યાદ રાખવા માટે જેટલું કામ કરવું જોઈએ પરંતુ કેટલાક લોકો એટલા મહાન હતા, એટલા મહાન હતા કે તેમને બોલાવવા માટે પણ 70-70 વર્ષ સુધી પ્રયાસ કર્યા પણ સફળતા મળી નથી. તેથી સરદાર સાહેબના જીવનની અનેક વાતો.
ક્યારેક-ક્યારેક આપણે સાંભળીએ છીએ કે શાસન વ્યવસ્થામાં Women reservation મહિલાઓ માટે અનામત. આપને ઢગલો નામ મળશે જે દાવો કરતા હશે કે પછી તેમના ચેલા દાવો કરતા હશે કે મહિલા અનામતનો યશ ફલાણા ફલાણાને જાય છે. પરંતુ મેં જેટલું વાંચ્યું છે એમાં 1930માં કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ પાર્ટીના અધ્યક્ષ હતા જેઓએ 33%મહિલા અનામતનો પ્રસ્તાવ કરેલો છે. હવે જ્યારે તે મુંબઈ પ્રેસિડેન્સિને ગયું તો તેઓએ તેને કચરાની ટોપલીમાં નાખી દીધો તેને મંજૂર ન થવા દીધો. આ બાબતો દીર્ધ દ્રષ્ટા મહાપુરૂષ કઈ રીતે વિચારે છે તેનું ઉદાહરણ છે.
સરદાર સાહેબના વ્યક્તિત્વની ઝલક મહાત્મા ગાંધીએ એક જગ્યાએ ખૂબજ મજેદાર રીતે લખી છે. અમદાવાદની મ્યુનિસિપલ પાર્ટીના તો અધ્યક્ષ હતા તો ત્યાં વિક્ટોરિયા ગાર્ડન છે. અને આ સરદાર સાહેબ કઈ રીતે વિચારતા હતા તેઓએ વિક્ટોરિયા ગાર્ડનમાં લોકમાન્ય તિલકની પ્રતિમા લગાવડાવી. કેવું લાગ્યું હશે એ સમયે અંગ્રેજોને આપ કલ્પના કરી શકો છો અને કદાચ એ એક માત્ર લોકમાન્ય તિલકજીની પ્રતિમા છે જે સિંહાસન પર બેસીને તેમણે કલ્પના કરી અને બનાવી.
બીજી વિશેષતા ગાંધીજીને આગ્રહ કર્યો કે એનું લોકાર્પણ આપ કરો.
ત્રીજું – તેમણે કહ્યું કે હું નહીં રહું અને ગાંધીજીએ એ દિવસની ડાયરીમાં લખ્યું છે, એ ઉદ્ઘાટનના સમારોહ પર તેમણે લખ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોણ બેઠું છે. એને જો જાણવા હોય તો એ નિર્ણયથી જાણી શકાય છે કે કોઈ સરદાર બેઠા છે. શબ્દ અલગ-અલગ હોઈ શકે છે મને વાક્ય પુરું યાદ નથી પરંતુ ગાંધીજીએ પોતે જ સરદાર અમદાવાદ મ્યુનિસિપલ પાર્ટીમાં આવ્યા છે એનો અર્થ અમદાવાદમાં હિંમત આવી છે. આવા પ્રકારનો ભાવ તેમણે વ્યક્ત કર્યો.
આપણે ઈતિહાસમાં એ વાતને જાણીએ છીએ કે તેને એમ જોતા સારી રીતે રખાતો નથી. કોઈક પક્ષના ઈતિહાસને જોઈએ તો પણ પાનાઓમાં શોધવો પડે છે. દેશ આઝાદ થયો ત્યારે નેતૃત્વ આપવાનો વિષય હતો. રાજ્યો તરફથી જે પ્રસ્તાવ છે તેમાંના અનેક સરદાર સાહેબના પક્ષમાં આવ્યા- પંડિત નેહરુના પક્ષમાં ન આવ્યા. પરંતુ ગાંધીજીનું વ્યક્તિત્વ એવું હતું કે તેમને લાગ્યું કે ના સરદાર સાહેબને બદલે કોઈ હોય તો સારું હશે. નહેરુને બનાવવામાં તેમને કદાચ મનમાં એમ રહ્યું હશે કે, હું નથી જાણતો, એવું હોઈ શકે, હું પણ ગુજરાતી અને તે પણ ગુજરાતીનો બનાવીશ તો ખબર નહીં કદાચ.
ખેર, આ તો મારો સાહિત્યિક તર્ક છે, ઐતિહાસિક પ્રમાણ તો નથી. હું મજાક કરી રહ્યો છું પરંતુ લોકોને લાગે છે કે ભાઈ જુઓ સરદાર સાહેબ કેવા છે. કોઈ પરિવર્તન ન કર્યું, તોફાન ઊભું ન કર્યું, મ્યુનિસિપલ પાર્ટીના અધ્યક્ષનો મામલો હોય તો પણ સારું, મારા પાછળ 30 લોકો છે આવી જાઓ, એવું જ થાય છે ને, એવું ન કર્યું. પરંતુ એવું ન કર્યું એ વાત એટલી વઘુ ઉજાગર નથી થવા દેવાતી પરંતુ સચ્ચાઈને નકારી ન શકાય. પરંતુ સરદાર સાહેબ કોણ હતા, એ વાતની માહિતી એક વધુ ઘટનાથી મળે છે. 01 નવેમ્બર, 1926 એટલે કે બરોબર 90 વર્ષ પહેલા. જ્યારે સરદાર સાહેબ અમદાવાદ મ્યુનિસિપલ પાર્ટીના અધ્યક્ષ હતા અને સ્ટેન્ડિંગ કમિટિની ચૂંટણી હતી. હવે બધાનો આગ્રહ હતો કે અધ્યક્ષ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એક રહે તો આ કારોબારને ચલાવવો સુવિધાજનક હશે. તો બધાના આગ્રહ પર સરદાર સાહેબ ચૂંટણીમાં ઊભા રહ્યા. તેમની સામે એક મિ. દોલતરાય નામની વ્યક્તિ હતી તે ઊભા રહ્યા. અને બન્નેને 23-23 મત મળ્યા. ત્યારે કાસ્ટિંગ વોટ કરવાનો હતો અને દેશને આશ્ચર્ય થશે કે સરદાર પટેલે પોતાની વિરુધ્ધ મત આપ્યો હતો. જે વાત દેશની આઝાદીના સમયે મહાત્મા ગાંધીની નજરની સામે થઈ એ વાત 01 નવેમ્બર 1926, 90 વર્ષ પહેલા એક મહાપુરૂષે જેના પર કોઈ ગાંધીના વ્યક્તિત્વનું દબાણ પણ નહતું એ સમયે. તેમની આત્માની અવાજ કહી રહી હતી મારે આ મ્યુનિસિપલ પાર્ટીને ચલાવવી છે. કાસ્ટિંગ વોટથી હું બેસું એ યોગ્ય નથી. સારું એ હશે કે કાસ્ટિંગ વોટ મારા વિપક્ષને હું આપી દઉં અને તેને હું બેસાડી દઉં, તેમણે બેસાડી દીધા. શું આ બાબતો વર્તમાનના રાજનૈતિક જીવનના દરેક નાની –મોટી વ્યક્તિને શિખવા માટે કામમાં આવવાની છે કે નહીં. જો છે તો તેને ઉજાગર કરવી જોઈએ કે નહીં. બસ એટલું જ કામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. આપ કલ્પના કરો કે કોઈ બહુ જૂનો ઈતિહાસ તો છે નહીં, 47, 48,49નો કાળખંડ.
આજે સાહેબ ગમે એટલા મોટા નેતા હોય એક મ્યુનિસિપલ પાર્ટીના અધ્યક્ષને કહે કે ભાઈ ઠીક છે તારું બધું છે. માની લીધું પરંતુ મારું મન કહે છે કે તમે છોડી દો. છોડશે કોઈ, તેની પૈતૃક સંપત્તિ છે શું તેના મા-બાપે મહેનત કરીને થોડી મેળવી હશે. લોકતંત્રમાં લોકોએ તક આપી છે, પાંચ વર્ષ માટે આપી છે અને જરુર પડી જાય તો ત્રણ વર્ષ બાદ તમે છોડી દો. કોઈ મને જણાવે કે કોઈ છોડશે કે કેમ. અને ખબર નહીં કે છોડશે તો શું કરશે. એ વાત તો આપણે બરોબર સમજીએ છીએ કે કોઈ છોડતું નથી. અહીં પણ સાહેબ જો કોઈ મોટો મહેમાન આવી જાય અને ખુરશી છોડવી હોય તો આપણે આડું જોઈશું. એવું લાગશે કે તેને ખબર નથી કે તેઓ આવ્યા છે. મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે સાહેબ. આપણે બસમાં, વિમાનમાં પ્રવાસ પર જઈએ છીએ, ક્યારેક ટ્રાવેલિંગ કરીએ છીએ, બાજુની સિટ ખાલી છે. આપણે આપણું પુસ્તક મુક્યું, મોબાઈલ ફોન રાખ્યો અને વિમાન ચાલવાની તૈયારીમાં છે, બસ ચાલવાની તૈયારીમાં છે. એટલામાં છેલ્લે માનો કોઈ પેસન્જર આવી જાય તો સીટ તો આપણી હતી નહીં ખાલી હતી. અને આપણે કંઈંક રાખ્યું હતું આપણને એ માણસ એટલો ખરાબ લાગે છે યાર, આ ક્યાં આવી ગયો. બધું ઊઠાવવું પડે છે. હું સાચું કહી રહ્યો છું ને? પરંતુ આપને પુરો ભરોસો છે કે હું આપની વાત નથી જણાવી રહ્યો.
મનુષ્યનો સ્વભાવ છે. પરંતુ આપ કલ્પના કરો કે આ મહાપુરૂષનું વ્યક્તિત્વ કેવું હશે. સરદાર સાહેબની અંદર એવું કયું તેજ પૂંજ હશે. એવા-એવા રજવાડાઓ ગયા જેમના પૂર્વજોએ પોતાની તલવારની ધાર પર મેળવેલી સત્તા હતી, તો ક્યારેક પોતાના બાહુબળથી મેળવેલી હતી. પોતાના પૂર્વજોએ બલિદાન આપ્યા હતા પરંતુ સરદાર સાહેબે કહ્યું ભાઈ સમય બદલાઈ ગયો છે, દેશ જાગી રહ્યો છે અને તેમણે પળભરમાં હસ્તાક્ષર કરી દીધા. પૂર્વજોના સદીઓ જૂના રાજ-રજવાડાઓનો રાજ-પાઠ આપી દીધો એક માણસને સાહેબ. કલ્પના કરો કે એ વ્યક્તિત્વની ઊંચાઈ કેટલી મોટી હશે.
હું ગુજરાતનો છું. ગુજરાતમાં ક્ષત્રિય અને પટેલ, લાંબા અરસાથી એક પ્રકારથી તૂ-તૂ, મૈં-મૈં વાળો મામલો રહ્યો છે. પટેલ ખેતી કરવાવાળા લોકોને લાગતું હતું કે લોકો અમને દબાવે છે. તેમને લાગતું હતું કે તેમનામાં કોઈ સમજ નથી, અમે રાજા છીએ, વગેરે-વગેરે ચાલતું રહે છે આપણા સમાજમાં અહીં અનેક નાની-મોટી બાબતો બનતી રહે છે. સાહેબ કલ્પના કરો એક પટેલનો પુત્ર ક્ષત્રિય રાજનેતા, રાજપુરૂષને કહી રહ્યો છે, છોડી દો અને એક પટેલના પુત્રની વાત માનીને ક્ષત્રિય છોડી દે છે. સમાજમાં આનાથી મોટી તાકાત શી હશે. કેટલી મોટી તાકાત છે આ. અને એ અર્થમાં આપણે જોઈએ. એક-એક બાબત, સરદાર સાહેબના સામર્થ્યને પ્રગટ કરવાનો પ્રયાસ.
અહીં એક ડિજીટલ મ્યુઝિયમ બનાવાયું છે. આ સંપૂર્ણ સરદાર તો બની જ ન શકે. આપણે બધા મળીને પ્રયાસ કરીએ તો પણ સરદાર એટલા મોટા હતા કે કંઈક ને કંઈક તો છૂટી જ જશે. પરંતુ બધાએ મળીને પ્રયાસ કર્યો છે. અને સંપૂર્ણ સરદારને મેળવવા, જોવા અને સમજવા માટે એક બારી ખોલવાનું કામ આ પ્રયાસમાં છે, હું એટલો જ દાવો કરું છું વધુ નથી કરતો. આધુનિક ટેક્નોલોજીનો ભરપૂર પ્રયાસ કરાયો છે. ઘટનાઓને જીવંત કરવાનો પ્રયાસ કરાયો છે અને મૂળ સંદેશ એ છે કે આજની પેઢીની જવાબદારી છે ભારતની એકતાને બળ આપવાની. આપણે સવાર સાંજ નિહાળતા હોઈશું, એવું લાગે છે કે આપણે વિખેરાઈ જવા માટે રસ્તા શોધી રહ્યા છીએ. જેમ કે આપણે બાયનોક્યુલર લઈને બેઠા છીએ કે કોઈક ખૂણામાં વિખેરવાની વસ્તુ મળે તો પકડો યાર. વિખેરી નાખો, વહેંચો, તોડો. વિવિધતાઓથી ભરેલો આ દેશ ચાલી ન શકે. આપણે પ્રયત્ન પૂર્વક એકતાના મંત્રને જીવવો પડશે. જીવીને દેખાડવું પડશે કે એક પ્રકારથી તે આપણા સાંસ્કૃતિક વારસાના રુપે અંતરસાધ્ય કરવો પડશે પેઢી દર પેઢીએ તેને પ્રસરાવતા રહેવું પડશે.
આપણે આ દેશને વિખેરાવવા ન દઈ શકીએ અને ત્યારે જઈને આપણને આવા મહાપુરૂષનું જીવન તેમની વાતો કામમાં આવે છે. ઈતિહાસ સાક્ષી છે કે કોઈ પણ સમયે તો આંતર વિરોધીઓને કારણે, અહંકારને કારણે, મારા-તારાના ભાવને કારણે આ દેશ સામર્થ્યવાન હતો તેમ છતાં વિખેરાયો હતો. એક ચાણક્ય નામના મહાપુરૂષ હતા 400 વર્ષ પહેલા, તેમણે સમગ્ર હિન્દુસ્તાનને એક કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો અને હિન્દુસ્તાનની સીમાઓને ક્યાં સુધી લઈ ગયો હતો એ માણસ. એ પછી સરદાર સાહેબ હતા જેઓએ આ કામ કર્યું. આપણા લોકોનો પ્રયાસ હોવો જોઈએ. આપે જોયું હશે કે આપણો કોઈ બાળક સ્પેનિશ ભાષા શીખે છે તો આપણે ઘરમાં મહેમાન આવે તેમની સામે નમૂનો રજૂ કરીએ છીએ, મારા પુત્રને સ્પેનિશ આવડે છે, મારી પુત્રીને ફ્રેન્ચ આવડે છે. સારી વાત છે, હું એની આલોચના નથી કરી રહ્યો. દરેકને લાગે છે કે કેરિયરમાં જરુરી છે.પરંતુ ક્યારેય એ વાતનો ગર્વ નથી હોતો કે આપણે પંજાબમાં જન્મ્યા, પરંતુ મારો એક છોકરો મલાયમ ભાષા બહુ સારી બોલે છે, એ કહેવાનો, અમે ઓડિસામાં રહેતા હતા પરંતુ મરાઠી બહુ સારી બોલીએ છીએ, તેને મરાઠી કવિતાઓ આવડે છે. આપણો એક છોકરો છે, રેડિયો પર સવાર-સવારમાં રવીન્દ્ર સંગીત સાંભળે છે તેને બંગાળી ગીત બહુ સારા લાગે છે. રવીન્દ્ર સંગીત તેને ખૂબજ ગમે છે, એવું મન શા માટે ન થવું જોઈએ. હું પંજાબમાં રહું છું પરંતુ ક્યારેક મહેમાન આવે છે તો કહું છું કે મને ઢોંસા બનાવતા આવડે છે, આ તો શીખી ગયા છે. હું કેરળ જઉં તો કોઈ કહે કે મોદીજી આપ આવ્યા છો ચાલો ઢોકળા ખવડાવું છું. આ વસ્તુઓથી તો આપણો થોડો-ઘણો અંતર- સંપર્ક વધી રહ્યો છે. પરંતુ પ્રયત્નપૂર્વક આપણે આપણા દેશને જાણવો જોઈએ, જીવવો જોઈએ. આપણે આપણો વિસ્તાર કરવો જોઈએ. હું કોઈ એક રાજ્યમાં ભલે જન્મ્યો હોઉં, એક ભાષામાં ભલે ભણ્યો, મોટો થયો, પરંતુ આ મારો દેશ છે, બધુ મારું છે. મારે તેની સાથે જોડાવાનું છે. આ ગૌરવનો ભાવ આપણને એકતાના મંત્રને જીવવા માટેનો રસ્તો દેખાડે છે.
આપણા દેશમાં એ વાત પર તો બહુ મોટો ઝગડો થયો છે કે હિન્દી ભાષાને માનીશું કે નહીં માનીએ પરંતુ જો આપણે કાળજીપૂર્વક કુશળતાપૂર્વક તમામ ભાષાઓને પોતાનામાં સમેટી લઈએ તો આ સંઘર્ષ માટેની કોઈ તક નહીં રહે. તમે જુઓ ક્યારેક-ક્યારેક કોઈ શબ્દ આપણને ધ્યાનમાં નથી આવતો તો અંગ્રેજી શબ્દનો પ્રયોગ કરીએ છીએ. પોતાની ભાષામાં નથી સમજતા તો અંગ્રેજી શબ્દો બોલી લઈએ છીએ. પરંતુ ક્યારેક ક્યારેક ધ્યાનમાં આવે છે કે મારી ભાષામાં સારો શબ્દ નથી તો હું અંગ્રેજીની મદદ લઉં છું પરંતુ મરાઠી ભાષા જોઉં, બંગાળી જોઉં, તમિલ જોઉં, તો તેઓએ એના માટે સરસ શબ્દ શોધી કાઢ્યો છે. હું શા માટે તેનો સ્વિકાર ન કરું. પરંતુ મને એનું જ્ઞાન જ નથી એ અજ્ઞાનથી મને મુક્તિ મળવી જોઈએ, પોતાનાને જાણવા જોઈએ.
આ નાનકડો પ્રયાસ છે. એમાં બોલચાલના 100 વાક્યો કાઢો. કેમ છો, નજીકમાં સારું ખાવાનું ક્યાં મળશે, આ શહેરની વસતી કેટલી છે, ઓટોરિક્ષા સ્ટેન્ડ ક્યાં છે, નાના-નાના પ્રશ્નો. મને માંદગી જેવું લાગે છે, નજીકમાં કોઈ ડોક્ટર મળશે કે કેમ, નાના-નાના વાક્ય. દરેક ભાષામાં વાક્ય ઉપલબ્ધ છે જે દિવસે લોકોએ આ હાથમાં લીધું, ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. તેને સારું લાગશે સારું ભાઈ આપણે કેરળ જઈ રહ્યા છીએ તો ચાલોને યાર આ 100 વાક્યો પકડી લઈએ છે ક્યાંય મુશ્કેલી નહીં થાય, એનાથી વાત કરી લઈશું, મળી જશે. આપણો પોતાનો વારસો `એક ભારત શ્રેષ્ઠ ભારત’આ કાર્યક્રમને આજે આપણે આ કાર્યક્રમના માધ્યમથી શુભારંભ કરી રહ્યા છીએ અને શરૂઆતમાં એ પ્રયાસ છે. આપે જોયું હશે કે દરેકને ગ્લોબલ બનવાની આવશ્યકતા પણ છે હું એનો વિરોધી નથી.
એક રાજ્ય રશિયાના એક રાજ્ય સાથે જોડાઈ જશે, એક શહેર અમેરિકાના શહેરથી તો જોડાઈ જશે. પરંતુ મારા પોતાના દેશમાં હું કોઈ શહેરથી જોડાઉં, હું મારા જ દેશમાં કોઈ રાજ્યથી જોડાઉં, હું મારા જ દેશમાં કોઈક યૂનિવર્સિટી સાથે જોડાઉં, આ બાબતો આપણે કેમ નથી કરતા. આ સહજ બાબતો છે જે તાકાત વધારે છે. આજે જે છ રાજ્યોએ બીજાના રાજ્યો સાથે સમજૂતી કરી છે, એનો અર્થ એ થયો કે એક વર્ષ માટે આ રાજ્યો એ રાજ્ય સાથે જુદા-જુદા પ્રકારના એવા કામ કરશે જેથી બન્ને એક બીજાને સારી રીતે સમજે, સહયોગ કરે અને વિકાસની યાત્રામાં સહભાગી બને. કાર્યક્રમોનું સ્વરૂપ બોજવાળું રાખવાની જરુર નથી, હલ્કું-ફુલકું. માની લો કે કેરલે મહારાષ્ટ્ર સાથે સમજૂતી કરી છે, કે ઓડિસા અને મહારાષ્ટ્ર્ હોય કદાચ, માની લો કે ઓડિસા અને મહારાષ્ટ્રે સમજૂતી કરી છે. શું આપણે 2070માં મહારાષ્ટ્રની શાળાઓ અને કોલેજથી જે ટૂરિસ્ટ જશે, તેમને કહેશે કે ભાઈ 2070માં તો આપ ઓડિસા જરુર જજો. ઓડિસાથી જે જશે 2070માં ટૂર માટે, ટૂરમાં તો આપ જાઓ જ છો, આપ આ વખતે મહારાષ્ટ્ર જાઓ. પછી એ પણ નક્કી કરી શકીએ છીએ કે આ યૂનિવર્સિટી એ જિલ્લામાં ગઈ તો આ યૂનિવર્સિટી એ જિલ્લામાં જશે, જોડી શકીએ છીએ.
પહેલા જતા હતા તો ધર્મશાળા કે હોટલમાં રહેતા હતા, આ વખતે નક્કી કરો કે ના આ યોજનાના અંતર્ગત આવ્યા છો, 100 વિદ્યાર્થી આવ્યા છે. અમારી કોલેજના 100 વિદ્યાર્થીના ઘરમાં આપના 100 લોકો રહેશે. 100 પરિવાર. અને જ્યારે ઘરમાં રહેશે તો સવારે કેવી રીતે ઊઠે છે, કઈ રીતે પૂજા કરે છે, કઈ રીતે ખાય છે, શું વેરાઈટી હોય છે, મા બાપ સાથે કેવો વ્યવહાર. બધી વસ્તુઓ તે પોતાની રીતે જીવવા લાગશે. હવે આના માટે ટૂર કરતા ખર્ચ પણ ઓછો થઈ જશે. ખર્ચો મારા ધ્યાનમાં જરા જલદી આવે છે.
હવે મને જણાવો. મેં તાજેતરમાં જોયું છે કે સમગ્ર દેશમાં દેશભક્તિનો એક ભાવ પ્રખર રૂપે વધે છે. દરેક જણ દિવાળીનો દીવો પ્રગટાવે છે પરંતુ તેને એ દેશનો જવાન દેખાય છે. દેશના જવાનોની શહાદત દેખાય છે, ભાવ પેદા થયો છે. શું આપણે પાંચ સારા ગીત. હવે મહારાષ્ટ્રના લોકો સ્કૂલોમાં પાંચ ગીત એક વર્ષમાં ઉડિયા ભાષામાં ગાવાનું શરૂ કરે અને ઉડિયા ભાષા ભણનારા ઓડિસાવાળા પાંચ મરાઠી ગીત એક વર્ષમાં ઉડિયા ભાષામાં ગાવાનું શરૂ કરે તો જ્યારે મળશે ત્યારે શો ભાવ જાગશે, આપ જ જણાવી દો. આપણી એક કહેવત છે કે કોઈક ભાષામાં આપણે બોલતા હોઈશું પરંતુ આપે જોયું હશે કે આપણી કહેવતોનો જે કેન્દ્રીય હાર્દ હોય છે તે સામાન્ય હોય છે. શબ્દ અલગ હશે અભિવ્યક્તિ અલગ હશે પરંતુ જ્યારે સાંભળીશું અને અર્થ સમજીશું તો જાણો છો, સારું આ કથા કહેવત તો અમારા હરિયાણવીમાં પણ છે, યાર અમે પણ ક્યારેક ક્યારેક બોલીએ છીએ. એનો અર્થ એ છે કે આપણને જોડનારી તાકાત તો છે જ. એક વખત ખબર પડી જાય છે યાર તમે પણ તો એ જ વાત કરી રહ્યા છો જે હું કરું છું. મતલબ કે તમે અને હું ભાષા અલગ હોય પરંતુ અલગ નથી. આપણે એક છીએ. આ આપમેળે પેદા થશે.
દેશમાં વિખેરવા માટે ઘણાં રસ્તા શોધવામાં આવ્યા છે એકતાને તો આપણે ચાલે છે એમ માની લીધી અને તેના કારણે વિખેરાઈ જવાથી કેવી બરબાદી નોંતરી તેના પર આપણું ધ્યાન નથી ગયું. 50 વર્ષમાં એટલી બુરાઈઓને આપણે પોતાની અંદર પ્રવેશ કરવા દીધી છે કે એ ખરાબ છે, એ ખબર નથી પડતી. એટલી હદ સુધી ઘૂસી ગઈ છે. ત્યારે જઈને આપણે પ્રયત્નપૂર્વક એકતા વાળી જેટલી વસ્તુઓ છે તેને પકડવી પડશે અને હું એને માત્ર સ્કૂલ-કોલેજ સુધી સીમિત રાખવા નથી માગતો. માની લો કે ઓડિસાનો ખેડૂત માછલીના કામમાં બહુ સારું કામ કરી રહ્યો છે. નાના-નાના તળાવમાં પણ સારી માછલી તૈયાર કરે છે, સારું માર્કેટ મળે છે તો મહારાષ્ટ્રમાં પણ નાના-નાના તળાવમાં માછલી પેદા કરનારાને આવીને શિખવાડી શકે છે. મહારાષ્ટ્રના લોકો ઓડિસામાં જઈને સારી માછલી, વધુ માછલી કઈ રીતે થાય છે એ શીખી શકે છે શિખવાડી શકે છે. આર્થિક દ્રષ્ટીએ પણ લાભદાયી છે. માની લો કે તેમની ખેતી, પૈડી-ચોખાની ખેતી કરવાની તેમની આગવી રીત છે. ત્યાં વધુ પાણી છે, અહીંયા ડાંગરની ખેતી કરવામાં મુશ્કેલી છે, શું તેમને ઓછા પાણીથી ડાંગરની ખેતી કરતા શિખવાડી શકાય. અને તેમની એ વધુ જરૂર છે કે એ શું છે જે ખેડૂતોને દેખાડી શકાય. ખેત ક્રાંતીનું એ કારણ બની શકે કે ન બની શકે. વગર કોઈ યૂનિવર્સિટીની મદદથી બે ક્ષેત્રના ખેડૂતો પોતાના અનુભવોને વહેંચે તો બની શકે છે કે નવી વસ્તુ દુનિયાને આપી શકે.
ફિલ્મો હવે તો ડબિંગ થઈ શકે છે, બહુ કંઈ મોધું પણ નથી હોતું. જો માની લો કે મહારાષ્ટ્ર ઉડિયા ફિલ્મોનો ફેસ્ટિવલ યોજો. બોલિવૂડ વાળાઓને મુશ્કેલી નહીં થાય, પરંતુ એમ કરો. મુંબઈમાં ન કરતા ક્યાંક બીજે કરજો. કરે અને માનો કે ઓડિસાવાળા મરાઠી ફિલ્મોને કરે. ભાષાને સહજ સમજી શકાશે. ક્યારેક ઓડિસા અને મહારાષ્ટ્રના તમામ વિધાયકોનું સંયુક્ત સંમેલન થઈ શકે છે કે કેમ. અને માત્ર બન્ને રાજ્યોની સારી બાબતો પર ચર્ચા કરે, ઓડિસાના વિપક્ષી દળવાળાને પણ સારી વાત કહેવી પડશે, મહારાષ્ટ્રના વિપક્ષી દળે પણે સારી વાતો બોલવી પડશે. બધા મળીને સારી વાત કરશે તો સારા માર્ગ તરફ જવાનો રસ્તો ખૂલી જશે.
મારા કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા દેશમાં એક બીજા પાસેથી શીખવાનું, મેળવવાનું, સમજવાનું ઘણું બધું છે. આપણું જ્ઞાન આપણી અનભિજ્ઞતા આ આપણી સૌથી મોટી રુકાવટ બની ગઈ છે.`એક ભારત શ્રેષ્ઠ ભારત’ એક જનઆંદોલનમાં પરિવર્તિત કરવું છે. વિશેષ રૂપે પરિવર્તિત કરવું છે. આજે સરદાર સાહેબની જન્મજયંતી પર આ અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે. માત્ર અને માત્ર જોડવા માટે અને જોડવા માટે કોઈ નવું એકતાનું ઈન્જેક્શન નથી આપવાનું. રાખ લાગેલી છે માત્ર તેને ખંખેરીને જ્વાલાને પ્રજ્જવલિત કરવાની છે, કોઈ ચેતનાને પ્રજ્જવલિત કરવાની છે. એ જ વાતને લઈને હું ખાસ કરીને આપને આગ્રહ કરીશ કે આપ જરુર ઊતાવળ હશે તો પણ ચોક્કસ પ્રદર્શન જોઈને જશો અને અન્ય લોકોને પણ પ્રેરિત કરશો. અને આ પ્રદર્શનને માત્ર વિદ્યાર્થીઓ જુએ એવું નથી, સમાજના પ્રબુધ્ધ લોકો પરિવાર સાથે આવવાની ટેવ પાડે, તેમને ખબર પડે કે આ મહાપુરૂષ કોણ હતા, શું-શું કરતા હતા. અને જે જીવન જીવીને ગયા છે એનાથી મોટી પ્રેરણા અન્ય ન હોઈ શકે. મને વિશ્વાસ છે કે આ પ્રયાસ માત્ર સરદાર સાહેબને અંજલિ જ નથી પરંતુ સરદાર સાહેબે જે રસ્તો આપણને દેખાડ્યો છે એ રસ્તા પર ચાલવાનો પ્રમાણિક પ્રયાસ છે.
હું ફરી એક વખત પાર્થસારથી જી, તેમની સમગ્ર ટીમને આ ભગીરથ કાર્ય માટે અભિનંદન પાઠવું છું. જે રીતે આપ એક મ્યુઝિયમ જોઈ રહ્યા છો મેં એક પ્રયાસ શરૂ કર્યો છે, આઝાદીના આંદોલનની વાતોનો. સાચે જ કહું છું કે આપણે દેશના નાગરિકો સાથે ખૂબજ અન્યાય કર્યો છે. આઝાદીનું આંદોલન નેતાઓનું આંદોલન નહતું. આઝાદીનું આંદોલન જનસામાન્યનું આંદોલન હતું. ખૂબજ ઓછા લોકોને ખબર હશે કે 1857માં આ દેશના આદિવાસીએ બિરસા મુંડા સહિત જેટલું બલિદાન આ દેશના આદિવાસીઓએ આપ્યું છે એની આપણે કલ્પના કરી શકીએ એમ નથી. પરંતુ ન તો આપમાંથી કોઈને આ ભણાવાયું હશે કે ન તો કોઈને ખબર હશે. અમે વિચાર્યું છે કે શરૂઆતમાં દરેક રાજ્યમાં જ્યાં-જ્યાં આદિવાસી જનસંખ્યા અને આદિવાસીઓ સાથે સંકળાયેલી ઘટનાઓ છે, એક ખાસ મ્યુઝિયમ આઝાદીના આંદોલનમાં આદિવાસીઓના યોગદાન, એના પર અમે બનાવીશું. આ દેશના લોકોએ અમને એટલું બધું આપ્યું છે. આપણે એ બાબતોને જાણવા માટે પ્રાયસ કરીએ. ધીરે-ધીરે હું આ બાબતોને વધુ આગળ વધારવા માગું છું અને ટેક્નોલોજીના કારણે આ બાબતો ઓછા ખર્ચે થઈ શકે છે, નાની જગ્યાઓમાં થઈ શકે છે. અને આવનારી વ્યક્તિ પોતાના સિમિત સમયમાં પણ ઘણી બધી વસ્તુઓને ખૂબજ સારી રીતે અનુભવી શકે છે. થ્રીડી હોવાને લીધે વધુ લાભ થઈ શકે છે. સંવાદ થવાને લીધે બાળકો માટે એ શિક્ષણનું કારણ બની શકે છે. આ `એક ભારત શ્રેષ્ઠ ભારત’માં મારી કલ્પના એ છે કે રાજ્ય પોતાના રાજ્યથી સંબંધિત ઓછામાં ઓછા 5000 પ્રશ્નોની એક ડેટા બેંક બનાવે. રાજ્યના સંબંધમાં પ્રશ્નો હોય, એમાં ઉત્તર પણ હોય. ઓન લાઈન ઉપલબ્ધ હોય કે ભાઈ રાજ્યનો સૌથી પહેલો હોકી ખેલાડી કોણ હતો, રાજ્યનો સૌથી પહેલો કબડ્ડી ખેલાડી કોણ હતો, નેશનલ ખેલાડી કોણ-કોણ છે? કઈ ઈમારત ક્યારે કોણે બનાવી હતી? છત્રપતિ શિવાજી મહારાજ ક્યાં રહેતા હતા, શું સમગ્ર ઈતિહાસની લોકકથાઓ હોય, 5000 પ્રશ્નોની ક્વિઝ બેન્ક છે, ઓડિસાના 5000 પ્રશ્નોની ક્વિઝ બેન્ક છે. મહારાષ્ટ્રના બાળકો ઓડિસાની ક્વિઝ સ્પર્ધામાં જાય, ઓડિસાના બાળકો મહારાષ્ટ્રની ક્વિઝ સ્પર્ધામાં ભાગ લે. એની મેળે જ બન્ને રાજ્યોના બાળકોને ઓડિસા પણ સમજમાં આવી જશે અને મહારાષ્ટ્ર પણ સમજમાં આવી જશે. આ સમગ્ર દેશમાં લાખો પ્રશ્નોની બેંક બની શકે છે જે સહજ રૂપે હોય. જે ક્લાસરૂમમાં નથી ભણાવી શકાતું એ મેળવી શકાય છે. તો એક મોટા વ્યાપક ફલક પર અને જેમાં ડિજીટલ વર્લ્ડનો વધુ ઉપયોગ કરતા `એક ભારત શ્રેષ્ઠ ભારત’ ચલાવવાનો પ્રયાસ છે.
હું ફરી એક વખત આ પ્રયાસ કરનાર બધા લોકોને અભિનંદન પાઠવું છું. સરદાર સાહેબને આદર પૂર્વક નમન કરું છું, અંજલિ આપું છું અને દેશની એકતા માટે કામ કરવા માટે દેશવાસીઓને પ્રાર્થના કરું છું. આભાર