મહામહિમ રાષ્ટ્રપતિજી, ઉપસ્થિત સર્વે વરિષ્ઠ મહાનુભાવ અને આજે જેઓ સન્માનથી પુરસ્કૃત થયા છે એવા દરેક સમાજના સમર્પિત મહાનુભાવ. હું સૌપ્રથમ તો આપ સૌની ક્ષમા ચાહુ છું, કારણ કે કાર્યક્રમ થોડો મોડો શરૂ થયો કેમ કે, હું કોઇક અન્ય કાર્યમાં વ્યસ્ત થઈ ગયો હતો અને જેના કારણે મને અહિં આવવામાં મોડું થયું છે, એટલા માટે હું આપ સૌની માફી માગું છું. આજે ગાંધી શાંતિ પુરસ્કાર માટે જે વ્યક્તિઓ તથા સંગઠનોને સન્માનિત કરવામાં આવ્યા છે, એક પ્રકારે આ વર્ષ મહત્વપૂર્ણ છે કારણ કે પૂજ્ય બાપુની 150મી જયંતી દેશ અને દુનિયા ઉજવી રહી છે. પૂજ્ય બાપુ જીવનભર જે વાતોને લઇને, જેને એમણે પોતાના જીવનમાં ઊતારી અને જેને સમાજ જીવનમાં સંસ્કારિત કરવા માટેનો અવિરત પ્રયાસ કર્યો. આવા જ કાર્યોને લઇને, જે સંગઠન સમર્પિત છે, જે લોકો સમર્પિત છે તેઓ આ સન્માન માટે પસંદગી પામતા હોય છે. કન્યાકુમારીનું વિવેકાનંદ કેન્દ્ર હોય, એકલ વિદ્યાલય હોય, તેઓ સમાજ જીવનના છેવાડે રહેલા લોકોને શિક્ષણ અને સંસ્કાર મળે તે માટે નિરંતર પ્રયાસ કરતાં રહેતાં હોય છે. સમાજ માટે સમર્પણ ભાવથી કાર્ય કરનારાઓની ખૂબ મોટી શ્રૃખંલા તેમણે તૈયાર કરી છે. આજે આ સન્માનના અવસરે હું એ સૌને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.
જ્યારે ગાંધીજીને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે એક વખત કહ્યું હતું કે સ્વરાજ અને સ્વચ્છતા બન્નેમાંથી કોઇ એકની પહેલી પસંદગી મારે કરવી હોય તો, હું સ્વચ્છતા પસંદ કરીશ અને પૂજ્ય બાપુના એ સપનાંને પૂર્ણ કરવાની જવાબદારી આપણા સૌની છે. દેશના કોઇપણ ખૂણે જે પણ સ્વચ્છતા માટે, શૌચાલય માટે પોતાની જાતને સમર્પિત કરે છે તે આપણા સૌ માટે ખૂબ સન્માનિય છે અને એ જ બાબતને આગળ વધારવા માટે સુલભ શૌચાલય જે પ્રકારે કાર્ય કરી રહ્યું છે, તેમનું પણ આજે અભિવાદન કરવાનો અવસર મળ્યો છે. અક્ષયપાત્રના માધ્યમથી દેશના બાળકોને મધ્યાહન ભોજન મળતું હોય, સરકારની આ દરેક રાજ્યમાં ચાલનારી કામગીરી છે. તેને વ્યાવસાયિકરણ સ્વરૂપ આપવાનો પ્રયાસ અક્ષયપાત્ર દ્વારા કરવામાં આવ્યો છે અને મને પણ થોડા સમય અગાઉ વૃંદાવન જઇને ત્રણ અબજમી થાળી પીરસવાનું સૌભાગ્ય મળ્યું હતું. ભારત સરકાર પણ કુપોષણ સામે એક ખૂબ મોટી વ્યાપક યોજનાની સાથે એક મિશનના રૂપમાં કામ કરી રહી છે, કારણ કે ભારતનું બાળપણ સ્વસ્થ હોય, તો ભારત પણ સ્વસ્થ્ય રહેશે અને આ જ ભાવને લઇને આ પ્રયાસોમાં જન ભાગીદારી પણ જરૂરી હોય છે. સરકારના પ્રયાસોમાં જ્યારે જન ભાગીદારી જોડાય છે ત્યારે તેની શક્તિ વધી જાય છે.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.87884400_1551175861_684-1-tos-pm-attends-gandhi-peace-prize-distribution-ceremony-18.jpg)
મહાત્મા ગાંધીના જીવનની સફળતામાં જે સૌથી અગત્યની બાબત રહી હતી એ, આઝાદી માટે જાન ન્યોછાવર કરનારાઓની પરંપરા આ દેશમાં ક્યારેય બંધ નથી થઇ. જેટલા વર્ષ ગુલામી રહી, એટલા વર્ષ ક્રાંતિવીરો પણ મળતા રહ્યા હતા. એ આ દેશની વિશેષતા રહી છે, પરંતુ ગાંધીજીએ આઝાદીને જન આંદોલન બનાવી દીધું હતું. સમાજ માટે જે કંઇ પણ કાર્ય કરીશ તેનાથી આઝાદી મળશે આ જ લાગણી પેદા કરી હતી. જન ભાગીદારી, જન આંદોલન આઝાદીનાં સમયે, આઝાદીની લડતના સમયે જેટલું મહાત્મય હતું એટલું જ સમૃદ્ધ-સુખી ભારત માટે પણ એટલું જ જરૂરી હતું. એ પણ ગાંધીજી દ્વારા બતાવવામાં આવેલો માર્ગ છે કે જન ભાગીદારી અને જન આંદોલનની સાથે અમે પૂજ્ય બાપુના સપનાંઓને પૂરા કરવાની સાથે ગાંધીજીની 150મી જયંતી અને 2022માં આઝાદીનાં 75 વર્ષ માટે અમે સંકલ્પ કરીને આગળ વધીએ. પૂજ્ય બાપુ એક વિશ્વ માનવ હતા. આઝાદીના આંદોલનમાં આટલી વ્યસ્તતા હોવા છતા પણ તેઓ સપ્તાહમાં એક દિવસ રક્તપિતનાં દર્દીઓની સેવા કરતા હતા. એમના માટે પોતાની જાતને સમય ફાળવતા હતા, પોતે કરતા હતા. કારણ કે સમાજમાં જે માનસિકતા બંધાયેલી હતી તેને બદલવા માટે. સસ્કાવાજી લગભગ ચાર દસકાથી આ કાર્ય સાથે સંકળાયેલા છે. રક્તપિત સામે એક જન જાગૃતિ પેદા થઇ છે. સમાજમાં હવે એ અંગે પણ સ્વીકૃતિ બનવા લાગી છે. એવા અનેક લોકો છે જેમણે રક્તપિતને કારણે સમાજથી વંચિત કરી દેવામાં આવ્યા હતા, તેઓ તેમની વેદનાને સમજ્યા અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કર્યો તો આ બધા પ્રયાસોને સન્માનિત કરવા એ પૂજ્ય બાપુને એક સાચી શ્રદ્ધાંજલિનો પ્રયાસ છે. જ્યારે ગાંધીજીની 150મી જયંતી ઉજવવામાં આવી રહી છે તો આ વિશ્વ માનવ, એ રૂપમાં દુનિયા તેમને જાણે અને ખુશીની વાત છે કે આ વખતે પૂજ્ય બાપુના પ્રિયા ભજવ ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ..’ વિશ્વના લગભગ 150 દેશમાં ત્યાંના લોકોએ ત્યાંના કલાકારોએ જેઓ ભારતની કોઇ ભાષા જાણતા નથી, તેમણે એ જ લય સાથે ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ આ ભજનનું ગાન કર્યું અને 150 દેશના ગાયક ‘વૈષ્ણવ જન’ ગાય છે. યુ-ટ્યૂબ પર જો તમે જશો તો એટલું વિશાળ… એટલે કે ભારતની ઓળખ કેવી રીતે બની રહી છે, કેવી રીતે વધી રહી છે, ભારતની સ્વીકૃતિ કેવી રીતે વધી રહી છે અને ગાંધીજીના આદર્શ આજે માનવ કલ્યાણ માટે કેટલા ઉપકારક છે. એ વિશ્વ સ્વીકારવા લાગ્યું છે. એના માટે હવે હિન્દુસ્તાનના દરેક બાળક માટે, દરેક નાગરિક માટે તેનાથી મોટું શું ગર્વ હોઇ શકે છે. ફરી એક વખત હું સૌને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ-ખૂબ શુભકામના આપું છું. પૂજ્ય બાપુના ચરણોમાં નમન કરવાની સાથે, વિનર્મ શ્રદ્ધાંજલિ આપતા હું મારી વાણીને વિરામ આપું છું. ખૂબ-ખૂબ આભાર.