આદરણીય ઉપરાષ્ટ્રપતિજી, લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી, શ્રી ગુલામ નબીજી અને એક રીતે આજના કાર્યક્રમના કેન્દ્ર બિંદુ શ્રીમાન હરિવંશજી, ચંદ્રશેખરજીના તમામ પરિવારજન અને તેમની વિચાર યાત્રાના સૌ સહયોગી બંધુઓ.
આજના રાજનૈતિક જીવનમાં રાજનીતિના પરિદ્રશ્યમાં જીવન વ્યતિત કર્યાની વિદાય પછી, બે વર્ષ પછી પણ કદાચ જીવતા રહેવું બહુ અઘરું હોય છે. લોકો પણ ભૂલી જાય છે, સાથીઓ પણ ભૂલી જાય છે અને કદાચ ઇતિહાસના કોઈ ખૂણામાં આવા વ્યક્તિત્વો ખોવાઈ જાય છે.
એ વાતને આપણે નોંધવી પડશે કે તેમની વિદાયના આશરે 12 વર્ષ પછી, આજે પણ ચંદ્રશેખરજી આપણી વચ્ચે એ જ રૂપમાં જીવિત છે. હું હરિવંશજીને ખૂબ અભિનંદન આપવા માંગું છું- એક તો તેમણે આ કામ કર્યું, અને બીજું આ કામ કરવાની હિમ્મત એકઠી કરી. હિમ્મત એટલા માટે કે આપણા દેશમાં એવું વાતાવરણ બની ચૂક્યું છે કેટલાક સમયથી, જેમાં રાજનૈતિક આભડછેટ આટલીતીવ્ર છે; ગઈકાલ સુધી હરિવંશજી એક પત્રકારત્વ જગતમાંથી આવેલા નિષ્પક્ષ અને તે જ રીતે રાજ્યસભામાં ડેપ્યુટી ચેરમેનના રૂપમાં કામ કરનાર વ્યક્તિ, પરંતુ કદાચ આ પુસ્તક બાદ જ ખબર નહિં હરિવંશજી પર કયા-કયા લેબલ લગાવવામાં આવશે.
ચંદ્રશેખરજી- તેમની સાથે કામ કરવાનું તો મને સૌભાગ્ય નથી મળ્યું,હું 1977માંપહેલી વાર તેમને મળવાનો અવસર મળ્યો હતો. કેટલીક ઘટનાઓ હું જરૂરથી અહિં વહેંચવા માંગું છું. એક દિવસ હું અને ભૈરોસિંહ શેખાવત, બંને અમારા પક્ષના કામથી મુલાકાત પર જઈ રહ્યા હતા અને દિલ્હી વિમાનમથક પર અમે બંને હતા. ચંદ્રશેખરજી પણ પોતાના કામથી ક્યાંક જવાના હતા તો વિમાનમથક પર; દૂરથી જોવા મળ્યું કે ચંદ્રશેખરજી આવી રહ્યા છે તો ભૈરોસિંહજી મને પકડીને બાજુમાં લઇ ગયા અને પોતાના ખિસ્સામાં જે કઈ પણ હતું મારા ખિસ્સામાં નાખી દીધું અને એટલું જલ્દી-જલ્દી આ થઇ રહ્યું હતું, આ બધું મારા ખિસ્સામાં કેમ નાખી રહ્યા છો? એટલામાં ચંદ્રશેખરજી આવી પહોંચ્યા…આવતા વેંત જ ચંદ્રશેખરજીએ પહેલું કામ કર્યું, ભૈરોસિંહજીના ખિસ્સામાં હાથ નાખ્યો અને એટલા બધા લોકો હતા; હું ત્યારે સમજ્યો કે કેમ નાખ્યું, કારણ કે ભૈરોસિંહજીને પાન પરાગ અને તમાકુ એવું ખાવાની આદત હતી અને ચંદ્રશેખરજી તેના સખત વિરોધી હતા. જ્યારે પણ ભૈરોસિંહજી મળતા હતા તો તેઓ ઝુંટવી લેતા હતા અને કચરાના ડબ્બામાં ફેંકી દેતા હતા. હવે તેનાથી બચવા માટે ભૈરોસિંહજીએ પોતાનો સામાન મારા ખિસ્સામાં નાખી દીધો હતો.
ક્યાં જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના લોકો, તેમની વિચારધારા અને ક્યાં ચંદ્રશેખરજી અને તેમની વિચારધારા, પરંતુ એક મુક્તપણું, આ પોતાપણું અને ભૈરોસિંહજીને ભવિષ્યમાં કઈ થઇ ન જાય, તેની ચિંતા ચંદ્રશેખરજીને રહેતી, એ પોતાનામાં જ બહુ મોટી વાત છે. ચંદ્રશેખરજી અટલજીને હંમેશા વ્યક્તિગત રૂપે પણ અને સાર્વજનિક રૂપે પણ ગુરુજી કહીને બોલાવતા હતા અને હંમેશા સંબોધન ગુરુજી તરીકે કરતા હતા અને કઈ પણ કહેતા પહેલા સદનમાં પણ બોલતા હતા, ગુરુજી તમે મને ક્ષમા કરો, હું જરા તમારી આલોચના કરીશ; એવું કહીને કરતા હતા. જો તમે જૂના રેકોર્ડ જોશો તો આ તેમના સંસ્કાર અને તેમની ગરિમા પ્રતિક્ષણ ઝલકતી હતી.
આખરે, જે સમયે કોંગ્રેસ પક્ષનો સિતારો ચમકતો હોય, ચારે બાજુ જય જયકાર ચાલતો હોય, એવું કયું તત્વ હશે જે માણસની અંદર, તે કઈ પ્રેરણા હશે કે તેમણેબળવાનો રસ્તો પસંદ કરી લીધો; કદાચ બાગી બલિયાના સંસ્કાર હશે, કદાચ બાગી બલિયાની માટીમાં આજે પણ તે સુગંધ હશે અને જેનું પરિણામ હતુંઇતિહાસની બે ઘટનાઓખૂબ મહત્વપૂર્ણ છે, હું નજર કરું છું- જયપ્રકાશ નારાયણજી – બિહાર, મહાત્મા ગાંધી- ગુજરાત, દેશ આઝાદ થયા પછી દેશના પ્રધાનમંત્રીનો નિર્ણય એક ગુજરાતીને કરવાની નોબત આવી તો તેણે એક બિનગુજરાતીને પસંદ કર્યો અને લોકશાહીની લડાઈમાં વિજયી થયા પછી એક બિહારીને પ્રધાનમંત્રી પસંદ કરવાની નોબત આવી તો તેણે એક ગુજરાતીને પ્રધાનમંત્રી તરીકે પસંદ કર્યો.
તે સમયે એવું હતું- ચંદ્રશેખરજી બનશે કે મોરારજી ભાઈ બનશે અને તે સમયે મોહન લાલ ધારિયા, કારણ કે મને ચંદ્રશેખરજીના કેટલાક સાથીઓનીમાં જેની સાથે હું વધારેસંપર્કમાંરહ્યો, તેમાં મોહન ધારિયાજીની સાથે રહ્યો, જ્યોર્જ ફર્નાન્ડીઝની સાથે રહ્યો અને તેમની વાતોમાં ચંદ્રશેખરજીના આચરણ અને વિચાર- એ હંમેશા પ્રતિબિંબિત થતા હતા અને આદરપૂર્વક થતા હતા. બીજા પણ લોકો હશે જેમનાથી કદાચ મારો સંપર્ક નહિ થયો હોય.
ચંદ્રશેખરજી બીમાર રહ્યા અને મૃત્યુના કેટલાક સમય પહેલા, કેટલાક મહિના પહેલા તેમનો ટેલીફોન આવ્યો મને, હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો, તો તેમણે કહ્યું- ભાઈ દિલ્હી ક્યારે આવી રહ્યા છો? મે કહ્યું- કહો સાહેબ શું છે? ના, એમ જ એક વાર જો આવો તો ઘર પર આવી જજો, બેસીશું, મારું સ્વાસ્થ્ય સારું હોત તો હું પોતે જ આવી જાત. મે કહ્યું મારા માટે બહુ મોટી વાત છે તમે મને ફોન કરીને યાદ કર્યો. તો હું તેમના ઘરે ગયો અને મને નવાઈ લાગી, સ્વાસ્થ્ય સારું નહોતું, લાંબા સમય સુધી મારી સાથે વાતો કરી અને ગુજરાતના વિષયમાં જાણવાનો પ્રયાસ કર્યો, સરકારમાં શું-શું ચાલી રહ્યું છે, તે જાણવાનો પ્રયાસ કર્યો. પરંતુ પછીથી દેશના વિષયમાં તેમની વિચારધારા શું છે, સમસ્યાઓ શું જોવા મળી રહી છે, કોણ કરશે, કઈ રીતે કરશે– ભાઈ, તમે લોકો નવયુવાનો છો જુઓ, એટલે કે ખૂબ સંવેદનશીલ પણ હતા; તે મારી તેમની સાથેની છેલ્લી મુલાકાત હતી. પરંતુ આજે પણ તે અમિટ છે, વિચારોની સ્પષ્ટતા, જન સામાન્ય પ્રત્યે પ્રતિબદ્ધતા, લોકશાહી વ્યવસ્થાઓ પ્રત્યે સમર્પણ- તે તેમના દરેક શબ્દમાં નિખરતું હતું, પ્રગટ થતું હતું.
ચંદ્રશેખરજીનું આ પુસ્તક, હરિવંશજીએ જે લખ્યું છે, તેમાં આપણને ચંદ્રશેખરજીને તોસારી રીતે સમજવાનો અવસર મળશે, પરંતુ તે કાળખંડની જે ઘટનાઓ છે, તે ઘટનાઓના સંબંધમાં અત્યાર સુધી જે આપણને જણાવવામાં આવ્યું છે, તેના કરતા આમાં ઘણું બધું વિરોધાભાસી છે અને એટલા માટે બની શકે છે કે એક વર્ગ આ પુસ્તકની તે રૂપમાં પણ સમીક્ષા કરશે, કારણ કે તે સમયે એટલું… અને એક આપણા દેશમાં ફેશન છે કે કેટલાક લોકોને જ અમુક અધિકાર પ્રાપ્ત છે, અનામત છે ત્યાં.
આજે નાનો મોટો નેતા પણ 10-12 કિલોમીટરની યાત્રા કરે તો 24 કલાક ટીવી પર ચાલશે, મીડિયાના પહેલા પાના પર છપાશે; ચંદ્રશેખરજીએ ચૂંટણીની આસપાસ નહી, પૂર્ણરીતે ગામડા ગરીબો ખેડૂતોને ધ્યાનમાં રાખીને પદયાત્રા કરી હતી. આ દેશે તેમને જે ગૌરવ આપવું જોઈએ, તે ન આપ્યું, આપણે ચૂકી ગયા અને દુર્ભાગ્ય છે – હુંખૂબ દર્દ સાથે કહેવા માગું છું કે આ દુર્ભાગ્ય છે.
તેમના વિચારોના સંદર્ભમાં વિવાદ હોઈ શકે છે, આજે પણ કોઈને પણ તકલીફ હોઈશકે છે. તે જ તો લોકશાહીની વિશેષતા છે. પરંતુ ખૂબ જાણી જોઇને, વિચાર કરીને કરેલી રણનીતિ અંતર્ગત ચંદ્રશેખરજીની તે યાત્રાને દાન, ભ્રષ્ટાચાર, મૂડીવાદીઓના પૈસા- તેની જ આસપાસ ચર્ચામાં રાખવામાં આવી.આવો ઘોર અન્યાય સાર્વજનિક જીવનમાં ખુંચે છે. મને નથી ખબર કે હરિવંશજીએ આ પાઠ્યકોશમાં લીધું છે કે નથી લીધું, પરંતુ મે તે વાતને ખૂબ નજીકથી અધ્યયન કરવાનો પ્રયાસ કર્યો હતો.
આપણા દેશની એક બીજી વાત રહી. આજની પેઢીને જો પૂછવામાં આવે કે આ દેશમાં કેટલા પ્રધાનમંત્રી થયા- કદાચ કોઈને ખબર જ નથી. કોણ થયા- બહુ ઓછા લોકોને ખબર હશે, બહુ પ્રયત્નપૂર્વક ભૂલાવીદેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં હરિવંશજી, તમે બહુ મોટી હિંમત કરી છે, તમે અભિનંદનને પાત્ર છો. દરેકનું યોગદાન છે, પરંતુ એક જમાત એવી છે, માફ કરજો મને- દેશ આઝાદ થયા પછી બાબાસાહેબ આંબેડકરની છબી શું બનાવી દેવામાં આવી, સરદાર વલ્લભભાઈ પટેલની છબી કેવી બનાવી દેવામાં આવી- આ લોકો તો તેમને કંઈ સમજતા જ નથી, આ તો ઢિંકડા છે, ફલાણા છે, વગેરે વગેરે.
લાલ બહાદુર શાસ્ત્રીજી- તેઓ પણ જો જીવતા પાછા આવ્યા હોત અને જીવતા હોત તો આ જમાત તેમને પણ ખબર નહિં શું-શું, કયા-કયા પ્રકારના રૂપમાં પ્રદર્શિત કરી નાખત. લાલ બહાદુર શાસ્ત્રીજી બચી ગયા કારણ કે તેમની શહીદી બહુ મોટી વસ્તુ બની ગઈ.
તે પછી ફલાણો પ્રધાનમંત્રી શું પીવે છે- ખબર હશે, મોરારજી ભાઈ માટે આ જ ચર્ચા ચલાવી દેવામાં આવી, ફલાણો પ્રધાનમંત્રી બેઠકમાં પણ ઉઘે છે, ફલાણો પ્રધાનમંત્રી તોપીઠ પાછળ ચુગલી કરે છે. એટલે કે જેટલા પણ- દરેકને એક એવા શીર્ષકો આપી દેવામાં આવ્યા કે જેથી તેમનું કામ, તેમની ઓળખ દુનિયાને થાય જ નહી, ભૂલાવીદેવામાં આવ્યા.
પરંતુ આપ સૌના આશીર્વાદથી મેં નક્કી કરી લીધું છે- દિલ્હીમાં બધા જ પૂર્વ પ્રધાનમંત્રી, બધા જ – તેમનું એક બહુ મોટુ આધુનિક સંગ્રહાલય બનશે. બધા જ પૂર્વ પ્રધાનમંત્રીના પરિવારજનોને, મિત્રજનોને મારો આગ્રહ છે કે તેઓ બધી જ ચીજવસ્તુઓ એકઠી કરે જેથી આવનારી પેઢીને ખબર પડે, હા- ચંદ્રશેખરજી અમારા પ્રધાનમંત્રી હતા અને તેમના જીવનમાં આવી આવી વિશેષતાઓ હતી, તેમનું આ આ યોગદાન હતું; ચરણસિંહજીના જીવનની આ આ વિશેષતાઓ હતી યોગદાન હતું; દેવગૌડાજીનું આ આ યોગદાન હતું; આઈ કે ગુજરાલજીનું આ આ યોગદાન છે; ડૉક્ટર મનમોહન સિંહજીનું આ આ યોગદાન છે, બધી જ રાજનૈતિક આભડછેટથી પર એક નવી રાજનૈતિક સંસ્કૃતિની દેશને જરૂર છે.
તેને અમે આ જ રીતે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ચંદ્રશેખરજી આજે પણ, જો સાચા દૃષ્ટિકોણથી લોકોની સામે લાવવામાં આવે તો આજે પણ નવી પેઢીને પ્રેરણા આપી શકે છે. આજે પણ તેમના ચિંતનમાંથી યુવાનોનો મિજાજ લોકશાહી મુલ્યોની સાથે ઉપસીને બહાર આવી શકે છે. બિનલોકશાહીના રસ્તાને તેણે સ્પર્શવાની જરૂર નહી પડે.
મને બરાબર યાદ છેજ્યારે પ્રધાનમંત્રી પદ ઉપરથી તેમને રાજીનામું આપવાનું હતુ, અહિં દિલ્હીમાં તોફાન મચી ગયું હતું અને તે પણ કોઈ આઈબીના પોલીસવાળાના લીધે, એટલે કે દુનિયામાં જ્યારે લખવામાં આવશે કે કોઈ પોલીસવાળાના કારણે સરકાર પડી શકે છે.
તે દિવસે હું નાગપુરમાં હતો, અટલજી, અડવાણીજીનો એક કાર્યક્રમ હતો ત્યાં. પરંતુ તેમનું વિમાન પાછળથી આવવાનું હતું, હું પહેલા પહોંચી ગયો હતો. તો જ્યાં મારી જગ્યા હતી, ત્યાં આગળ ચંદ્રશેખરજીનો ફોન આવ્યો. મે ફોન ઉપાડ્યો, સીધા જ તેઓ ફોનપર હતા. તેમણે કહ્યું- ભાઈ ગુરુજી ક્યાં છે? મે કહ્યું સાહેબ, હજુ તો તેમનું વિમાન પહોંચ્યું નથી, કદાચ આવવામાં એક કલાક લાગશે. તો કહે- હું રાહ જોઈ રહ્યો છું, તરત જ મારી સાથે વાત કરાવો અને તેમને કહી દેજો હું રાજીનામું આપવાનું મન બનાવી ચૂક્યો છું, પરંતુ હું તેમની સાથે વાત કરવા માગું છું.
દિલ્હીમાં જે કઈ પણ ઘટનાઓ થઇ રહી હતી, અટલજી તે દિવસે નાગપુરમાં હતા, હું તે કાર્યક્રમની માટે વ્યવસ્થા કરવા માટે ત્યાં પહોંચ્યો હતો, પરંતુ ચંદ્રશેખરજી તે સમયે પણ, ગુરુજી જેમને કહેતા હતા, પોતાના છેલ્લા નિર્ણયની પહેલા તેમની સાથે વાત કરવા માટે તેઓ ખૂબ આતુર હતા.
આવી અનેક વિશેષતાઓની સાથે જેમણે દેશ માટે આટલું સમગ્ર જીવન અને આ પરિસર, એક રીતે દેશના દલિત, પીડિત, શોષિત, વંચિત, ગરીબ- જેમના દુઃખ દર્દને પોતાની અંદર સમેટીને એક માણસ 40 વર્ષ સુધી પોતાની યુવાની આ જ પરિસરમાં ખપાવીને ગયો, એમપીના રૂપમાં. તે જ પરિસરમાં આજે આપણે શબ્દ દેહ વડે તેમને ફરી એકવાર પુનઃસ્મરણ કરી રહ્યા છીએ, પુનર્જીવિત કરી રહ્યા છીએ. તેમની પાસેથી પ્રેરણા લઇને આપણે પણ દેશના સામાન્ય માનવી માટે કંઈક કરીએ. તે જ તેમના પ્રત્યે સાચી આદરાંજલિ હશે.
હું ફરી એકવાર હરિવંશજીને હૃદયથી ખૂબ-ખૂબ અભિનંદન આપતા તેમના પરિવારજનોને પણ યાદ કરતા પોતાની વાણીને વિરામ આપુ છું.
આભાર.