આદરણીય સભાપતિજી,
હું સૌપ્રથમ સદન તરફથી અને મારા તરફથી નવનિયુક્ત ઉપસભાપતિ શ્રીમાન હરિવંશજીને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આપણા માટે ખુશીની વાત છે કે સ્વાસ્થ્ય લાભ પછી આપણા અરુણજી પણ આજે આપણા સૌની વચ્ચે છે. આજે 9 ઓગસ્ટ છે. ઓગસ્ટ ક્રાંતિ આઝાદીના આંદોલન સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ વળાંક હતો અને તે વળાંકમાં બલિયાની ખૂબ મોટી ભૂમિકા હતી. 1857ના સ્વતંત્રતા સંગ્રામથી લઈને બલિયા આઝાદીના ગઢ ક્રાંતિનું બ્યુગલ વગાડવામાં, જીવન ન્યોછાવર કરવામાં આગળની હરોળમાં છે. મંગલ પાંડેજી હોય, ચિત્તૂ પાંડેજી હોય અને ચંદ્રશેખરજી સુધીની પરંપરા અને એ જ શ્રેણીમાં એક હતા હરિવંશજી. જન્મ તો તેમનો થયો જયપ્રકાશજીના ગામમાં અને આજે પણ તેઓ તે ગામ સાથે જોડાયેલા છે. જયપ્રકાશજીના સપનાઓને સાકાર કરવા માટે જે ટ્રસ્ટ ચાલી રહ્યું છે તેના ટ્રસ્ટીના રૂપમાં પણ તેઓ કામ કરી રહ્યા છે. હરિવંશજી તે કલમના કસબી છે જેણે પોતાની એક વિશેષ ઓળખ બનાવી છે અને મારા માટે એ પણ ખુશીની વાત છે કે તેઓ બનારસના વિદ્યાર્થી રહ્યા હતા. તેમની શિક્ષા-દીક્ષા બનારસમાં થઇ અને ત્યાંથી જ અર્થશાસ્ત્રમાં એમ. એ. કરીને તેઓ આવ્યા અને રિઝર્વ બેંકે તેમને પસંદ કર્યા હતા. પરંતુ તેમણે રિઝર્વ બેંકને પસંદ ન કરી. પરંતુ પછીથી ઘરની પરિસ્થિતિઓના કારણે તેઓ રાષ્ટ્રીયકૃત બેંકમાં કામ કરવા ગયા હતા. સભાપતિજી તમને જાણીને ખુશી થશે કે જીવનના બે મહત્વપૂર્ણ વર્ષો હૈદરાબાદમાં કામ કર્યું હતું. ક્યારેક મુંબઈ, ક્યારેક હૈદરાબાદ, ક્યારેક દિલ્હી, ક્યારેક કલકત્તા પરંતુ આ મોટા-મોટા શહેરોની ઝાકમઝોળ હરિવંશજીને પસંદ નપડી. તેઓ કલકત્તા જતા રહ્યા હતા. “રવિવાર” સમાચાર પત્રમાં કામ કરવા માટે અને આપણે સૌ જાણીએ છીએ એસ. પી. સિંહ નામ ઘણું મોટું છે..ટીવીની દુનિયામાં એક ઓળખ બનેલી હતી. તેમની સાથે તેમણે કામ કર્યું અને એક તાલીમાર્થીના રૂપમાં, પત્રકારના રૂપમાં ધર્મવીર ભારતીજીની સાથે પણ કામ કર્યું. જીવનની શરૂઆત ત્યાંથી કરી. ધર્મયુદ્ધની સાથે જોડાઈને કામ કર્યું. દિલ્હીમાં ચંદ્રશેખરજીની સાથે કામ કર્યું. ચંદ્રશેખરજીના માનીતા હતા અને પદની ગરિમા અને મુલ્યોના સંબંધમાં માણસની વિશેષતાઓ હોય છે. ચંદ્રશેખરજીની સાથે તેઓ તે પદ પર હતા જ્યાં તેમને બધી જ જાણકારીઓ હતી. ચંદ્રશેખરજી રાજીનામું આપવાના હતા તે વાત તેમને પહેલાથી જ જાણ હતી. તેઓ પોતે એક છાપા સાથે જોડાયેલા હતા. પત્રકારત્વની દુનિયા સાથે જોડાયેલા હતા. પરંતુ પોતાના છાપાને ક્યારેય જરા સરખો અણસાર પણ ન આવવા દીધો કે ચંદ્રશેખરજી રાજીનામું આપવાના છે. તેમણે પોતાના પદની ગરિમાને જાળવી રાખીને તે રહસ્યને ગુપ્ત રાખ્યું હતું. પોતાના છાપામાં સમાચાર છપાઈ જાય અને છાપાની વાહવાહી થઇ જાય તેમણે એવું ન થવા દીધું.
હરિવંશજી ‘રવિવાર’માં ગયા, બિહારમાં, તે સમયે તો સંયુક્ત બિહાર હતું. પછીથી ઝારખંડ બન્યું. તેઓ રાંચી જતા રહ્યા. પ્રભાત ખબર માટે અને જ્યારે તેઓ જોડાયા ત્યારે તેનું સર્ક્યુલેશન માત્ર ચારસોનું હતું. જેના જીવનમાં આટલી બધી તકો હોય, બેંકમાં જાય તો ત્યાં અવસર હતો. પ્રતિભાવાન વ્યક્તિ હતા. તેમણે પોતાની જાતને ચારસો સર્ક્યુલેશનવાળા છાપા સાથે ખપાવી દીધી. ચાર દાયકાની પત્રકારત્વની યાત્રા સમર્થ પત્રકારત્વ એ છે, જે સમાજકારણ સાથે જોડાયેલું છે રાજકારણ સાથે નહીં. હું માનું છું કે હરિવંશજીની પસંદગી, એ સૌથી મોટું યોગદાન હશે કે તેઓ સમાજકારણ પત્રકારત્વના જ રહે અને તેઓએ રાજકારણ વાળા પત્રકારત્વથી પોતાની જાતને દુર જ રાખી. તેઓ જનઆંદોલનના રૂપમાં છાપા ચલાવતા રહ્યા હતા અને જ્યારે પરમવીર એલબર્ટ એક્કા દેશની માટે શહીદ થયા હતા. એકવાર છાપામાં સમાચાર આવ્યા કે તેમની પત્ની ખૂબ જ બેહાલ સ્થિતિમાં જીવન વિતાવી રહ્યા છે. 20 વર્ષ પહેલાની વાત છે. હરિવંશજીએ જવાબદારી સંભાળી. હરિવંશજીએ લોકો પાસેથી પૈસા એકઠા કર્યાં અને ચાર લાખ રૂપિયા ભેગા કરીને એ શહીદની પત્નીને પહોંચાડ્યા હતા.
એકવાર એક પ્રતિષ્ઠિત વ્યક્તિને નક્સલવાદી ઉઠાવી ગયા હતા. હરિવંશજીએ પોતાના છાપાના જે પણ સ્રોત હતા તેના માધ્યમથી, હિંમત સાથે નક્સલવાદીઓના પટ્ટામાં ચાલ્યા ગયા હતા. લોકોને ઘણા સમજાવ્યા મનાવ્યા અને આખરે તેમને છોડાવીને લઇ આવ્યા. પોતાના જીવને જોખમમાં મૂકી દીધો, એટલે કે એક એવું વ્યક્તિત્વ જેણે પુસ્તકો વાંચ્યા પણ ઘણા, પુસ્તકો લખ્યા પણ ઘણા અને હું સમજુ છું કે છાપું ચલાવવું, પત્રકારો પાસેથી કામ લેવું તે તો કદાચ સરળ હશે. સમાજકારણવાળી દુનિયા, સમાજકારણનો અનુભવ એક છે રાજકારણનો અનુભવ બીજી વસ્તુ છે. એક સાંસદના રૂપમાં તમે એક સફળ કાર્યકાળનો અનુભવ બધાને કરાવ્યો છે. પરંતુ મોટાભાગે સદનની પરિસ્થિતિ એવી છે કે અહિં રમતવીરો કરતા એમ્પાયર વધારે તકલીફમાં રહે છે. એટલા માટે નિયમોમાં રમવા માટે બધાને મજબુર કરવા- એ એક ઘણું મોટું કામ છે, પડકારજનક કામ છે. પરંતુ હરિવંશજી જરૂરથી આ કામને પૂરું કરશે.
હરિવંશજીના પત્ની શ્રીમતી આશાજી પોતે ચંપારણના છે એટલે કે એક પ્રકારે આખો પરિવાર ક્યાંક જેપી સાથે તો ક્યાંક ગાંધી સાથે અને તેઓ પણ એમ. એ.રાજનીતિશાસ્ત્રનો અભ્યાસ કરીને આવે છે તો તેમનું રાજકીય જ્ઞાન હવે વધારે તમને મદદ કરશે. મને વિશ્વાસ છે કે હવે સદનનો મંત્ર બની જશે આપણા સૌ સાંસદો માટે – ‘હરીકૃપા.’ હવે બધું જ હરિ ભરોસે. અને મને વિશ્વાસ છે કે આપણે સૌ અહિયાં હોઈએ કે ત્યાં હોઈએ બધા જ સાંસદો ઉપર હરિકૃપા બનેલી રહેશે. આ ચૂંટણી એવી હતી જેમાં બંને બાજુ હરિ હતા. પરંતુ એકની આગળ બી. કે. હતું. બી. કે. હરિ, અહિયાં આમની પાસે કોઈ બીકે વીકે નહોતું. પરંતુ હું બી. કે. હરિપ્રસાદજીને પણ લોકશાહીની ગરિમા માટે પોતાની જવાબદારી નિભાવતા..અને સૌ કહી રહ્યાં હતા કે પરિણામ જાણીએ છીએ પરંતુ પ્રક્રિયા કરીશું. તો ઘણા નવા લોકોને પ્રશિક્ષણ પણ મળી ગયું હશે – મતદાન કરવાનું.
હું સદનના તમામ મહાનુભવોનો, તમામ આદરણીય સભ્યોનો આ સંપૂર્ણ પ્રક્રિયાને ખૂબ જ ઉત્તમ રીતે આગળ વધારવા બદલ અને ઉપસભાપતિજીને, મને વિશ્વાસ છે તેમનો અનુભવ, તેમનું સમાજકારણ માટે સમર્પણ…. હરિવંશજીની એક વિશેષતા હતી તેમણે એક કોલમ ચલાવી હતી. પોતાના છાપામાં કે “અમારો સાંસદ કેવો હોવો જોઈએ”. ત્યારે તો તેમને પણ ખબર નહોતી કે તેઓ એમપી બનશે. તો એમપી કેવો હોવો જોઈએ તેનું મોટું અભિયાન ચલાવ્યું હતું. હું જાણું છું કે તેમના જે સપનાઓ હતા તેમને પુરા કરવા માટે ઘણો મોટો અવસર તેમને મળ્યો છે કે આપણને સૌ સાંસદોને જે પણ તાલીમ તમારા દ્વારા મળશે અને જે દશરથ માંઝીજીની ચર્ચા આજે ક્યાંક-ક્યાંક હિન્દુસ્તાનમાં સાંભળવા મળે છે. ખૂબ ઓછા લોકોને ખબર હશે તે દશરથ માંઝીની કથાને શોધી ખોળીને સૌપ્રથમ વાર કોણે પ્રગટ કરી હતી તો હરિવંશ બાબુએ કરી હતી એટલે કે સમાજના સૌથી નીચલા સ્તરના લોકો સાથે જોડાયેલા મહાનુભાવ આજે આપણા લોકોનું માર્ગદર્શન કરવાના છે.
મારા તરફથી તેમને ખૂબ-ખૂબ અભિનંદન, ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.