કોરોના વિરુદ્ધની લડતમાં અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ લોકો બાહુબલી બની ગયા છે: પ્રધાનમંત્રી
અમે ઇચ્છીએ છીએ કે સંસદમાં પણ આ રોગચાળાને લઈને અર્થપૂર્ણ ચર્ચા થવી જોઈએ, તેને સૌથી વધુ પ્રાધાન્યતા આપવી
રાજકીય પક્ષોને આગ્રહ કરું છું કે તીક્ષ્ણમાં તીક્ષ્ણ પ્રશ્નો પૂછે, ધારદાર પ્રશ્નો પૂછે પણ શાંત વાતાવરણમાં સરકારને જવાબ આપવા તક પણ આપે: પ્રધાનમંત્રી
રાજકીય પક્ષોને આગ્રહ કરું છું કે તીક્ષ્ણમાં તીક્ષ્ણ પ્રશ્નો પૂછે, ધારદાર પ્રશ્નો પૂછે પણ શાંત વાતાવરણમાં સરકારને જવાબ આપવા તક પણ આપે: પ્રધાનમંત્રી

સાથીઓ બધાનું સ્વાગત છે અને હું આશા રાખું છું કે તમે બધાએ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હશે. પરંતુ તે છતાં, હું સૌ મિત્રોને પ્રાર્થના પણ કરું છું, ગૃહના બધા સાથીઓને પણ કોરોના પ્રોટોકોલને અનુસરવા સહયોગ આપવા વિનંતી કરું છું. હવે આ રસી બાહુ પર લગાડવામાં આવે છે, અને જ્યારે આ રસી બાહુ ઉપર લગાવવામાં આવે છે, ત્યારે દરેક બાહુબલી બની જાય છે. અને કોરોના સામે લડવા માટે બાહુબલી બનવાનો એકમાત્ર રસ્તો છે તમારા બાહુ (હાથ) પર એક રસી મુકાવી દેવી.

કોરોના સામેની લડતમાં અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ લોકો બાહુબલી બની ગયા છે. આ કાર્યને ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધારવામાં આવી રહ્યું છે. આ રોગચાળો એ એક મહામારી છે જેણે આખી દુનિયાને ઘેરી લીધી છે, સમગ્ર માનવ જાતિને ઘેરી લીધી છે. અને તેથી જ આપણે ઇચ્છીએ છીએ કે સંસદમાં પણ આ રોગચાળા વિશે સાર્થક ચર્ચા થવી જોઈએ, તેને મહત્ત્વનું પ્રાધાન્ય આપતા ચર્ચા થવી જોઈએ અને તમામ વ્યવહારુ સૂચનો બધા માનનીય સાંસદ દ્વારા મળવા જોઈએ જેથી રોગચાળો સામેની લડતમાં નવીનતા આવી શકે, કેટલીક ખામીઓ રહી ગઈ હોય તો તેને પણ સુધારી શકાય અને આ લડતમાં બધા સાથે મળીને આગળ વધી શકે છે.

મેં તમામ નેતાઓને પણ વિનંતી કરી છે કે જો તેઓ આવતીકાલે સાંજે સમય લેશે, તો હું તેમને પણ રોગચાળાને લગતી તમામ વિગતવાર માહિતી આપવા માંગું છું. અમે ગૃહની સાથે-સાથે ગૃહની બહાર તમામ નેતાઓ સાથે ચર્ચા કરવા માંગીએ છીએ કારણ કે હું સતત મુખ્યમંત્રીઓને મળી રહ્યો છું. તમામ પ્રકારની ચર્ચાઓ વિવિધ મંચોમાં થઈ રહી છે. તેથી હું ફ્લોર નેતાઓ પાસેથી પણ ઇચ્છું છું કે ગૃહ ચાલે છે, તો ત્યાં કોઈ અનુકૂળ હશે, રૂબરૂ વિશે મળીને વાત કરીશું.

સાથીઓ, આ ગૃહ પરિણામકારી હોય, અર્થપૂર્ણ ચર્ચા માટે સમર્પિત હોય, દેશના લોકો ઇચ્છે છે તેવા જવાબો આપવા માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. હું તમામ માનનીય સાંસદો, તમામ રાજકીય પક્ષોને આગ્રહ કરું છું કે તેઓ તીક્ષ્ણમાં તીક્ષ્ણ પ્રશ્નો પૂછે, ધારદાર પ્રશ્નો પૂછે પણ શાંત વાતાવરણમાં સરકારને જવાબ આપવા તક પણ આપે. જેથી જનતા જનાર્દનની સામે સત્ય લાવવાથી લોકશાહીને પણ શક્તિ મળે, લોકોનો આત્મવિશ્વાસ પણ વધે અને દેશની પ્રગતિની ગતિને પણ વેગ મળે.

સાથીઓ, આ સત્રની અંદરની વ્યવસ્થા પહેલા જેવી નથી, સૌ સાથે બેસીને કામ કરવા જઈ રહ્યા છે, કેમ કે લગભગ દરેકને રસી આપવામાં આવી છે. હું ફરી એકવાર આપ સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમારી પોતાની સંભાળ રાખવા વિનંતી કરું છું. અને ચાલો આપણે બધા સાથે મળીને દેશની આશાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા કાર્ય કરીએ.

ખૂબ ખૂબ આભાર સાથીઓ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report

Media Coverage

Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi pays tributes to the Former Prime Minister Dr. Manmohan Singh
December 27, 2024

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to the former Prime Minister, Dr. Manmohan Singh Ji at his residence, today. "India will forever remember his contribution to our nation", Prime Minister Shri Modi remarked.

The Prime Minister posted on X:

"Paid tributes to Dr. Manmohan Singh Ji at his residence. India will forever remember his contribution to our nation."