મહામહિમ પ્રધાનમંત્રી પ્રયુત ચાન-ઓ-ચા,
મહાનુભવો,
યોર મેજેસ્ટી,
મને ભારત-આસિયાન શિખર સંમેલનમાં એક વાર ફરી તમારી સાથે મુલાકાત કરીને પ્રસન્નતા અનુભવી રહ્યો છું. હું થાઈલેન્ડને ઉત્કૃષ્ટ વ્યવસ્થા અને ઉચ્ચકોટિના આતિથ્ય માટે આભાર પ્રગટ કરું છું. હું વિયેતનામને પણ આવતા વર્ષે આસિયાન અને ઇસ્ટ એશિયા શિખર સંમેલનની અધ્યક્ષતા માટે શુભકામનાઓ પાઠવું છું.
મહાનુભાવો,
હું ભારત અને આસિયાનની વચ્ચે ઇન્ડો-પેસિફિક આઉટલુકના પારસ્પરિક સમન્વયનું સ્વાગત કરું છું. ભારતની એક્ટ ઇસ્ટ પોલીસી આપણા ઇન્ડો-પેસિફિક વિઝનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આસિયાન અમારી એક્ટ ઇસ્ટ પોલીસીનું હાર્દ છે અને હંમેશા રહેશે. સંકલિત, સંગઠિત અને આર્થિક રૂપથી વિકાસશીલ આસિયાન ભારતના પાયાગત હિતમાં છે. અમે વધુ મજબૂત સ્તરીય, દરિયાઈ અને હવાઈ સંપર્ક તેમજ ડિજિટલ લિંકના માધ્યમથી આપણી ભાગીદારીને વધુ વધારવા માટે પ્રતિબદ્ધછીએ. ભૌતિક અને ડીજીટલ જોડાણ માટે 1 બિલીયન ડોલરની લાઈન ઓફ ક્રેડિટ ઉપયોગી સાબિત થશે. અમારો ઈરાદો અધ્યયન, સંશોધન, વેપાર અને પ્રવાસન માટે લોકોના આવાગમનને ઘણા અંશે વધારવાનો છે.
આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારત આસિયાનની સાથે પારસ્પરિક હિતોના ક્ષેત્રમાં ભાગીદારી વધારવા માટે તૈયાર છે. ગયા વર્ષેયાદગાર શિખર સંમેલન અને સિંગાપોરમાં અનૌપચારિક સમિટમાં લેવામાં આવેલ નિર્ણયોને લાગુ કરવાથી આપણી વચ્ચે વધુ ઘનિષ્ઠતા વધી છે. કૃષિ, વિજ્ઞાન, સંશોધન, આઈસીટી અને એન્જીનિયરીંગ જેવા ક્ષેત્રોમાં ક્ષમતા નિર્માણ અને ભાગીદારીને વધુ વધારવા માટે અમે તૈયાર છીએ. હું હમણાં તાજેતરમાં આસિયાન-ભારત એફટીએની સમિક્ષાના નિર્ણયનું સ્વાગત કરું છું.
તેનાથી આપણા આર્થિક સંબંધો માત્ર મજબૂત જ નહી બને પરંતુ આપણો વેપાર પણ વધુ સંતુલિત થશે. દરિયાઈ સુરક્ષા, બ્લુ ઈકોનોમી અને માનવીય સહાયતાના ક્ષેત્રોમાં પણ આપણી ભાગીદારીને અમે મજબૂત બનાવવા માંગીએ છીએ. મહામહિમના વિચારોને સાંભળ્યા બાદ હું કેટલાક પાસાઓ પર વિસ્તૃત રીતે વાત કરવા માંગું છું. હું ફરી એકવાર થાઈલેન્ડનો અને આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું.

Disclaimer: PM's speech was delivered in Hindi. This is an approximate translation of the speech