મહામહિમો,
હું અહીં તમે કરેલી વાત બદલ તમારો આભારી છું.
તમારા વિચારો આજના લોન્ચ પાછળની મૂળ ભાવનાનો પડઘો પાડે છે.
સાઉથ એશિયા સેટેલાઇટ આપણને જણાવે છે કે સમાન વિચારસરણી ધરાવતા દેશો વચ્ચે પ્રાદેશિક સહકારની વાત આવે છે, ત્યારે આપણે અંતરિક્ષમાં પણ ગાઢ સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ.
“सबकासाथसबकाविकास” દક્ષિણ એશિયામાં સહકાર અને કામગીરી માટે દીવાદાંડી બની શકે છે.
અને આ આપણા લોકો માટે આર્થિક સમૃદ્ધિની આપણી સહિયારી પ્રાથમિકતાઓ હાંસલ કરવાનો ઉચિત માર્ગ છે.
વળી, આ સાથે તમને ભારત સ્વરૂપે મજબૂત અને પ્રતિબદ્ધ ભાગીદાર મળશે, જે ખરેખર આ પસંદગી અને સિદ્ધાંતને મજબૂત કરવામાં માને છે.
સાઉથ એશિયા સેટેલાઇટ લોન્ચ કરવાની ઉજવણીમાં મારી સાથે જોડાવા બદલ હું તમારા બધાનો એક વખત ફરી આભાર માનું છું.
વળી આ વિઝનને સાકાર કરવામાં તમારા મજબૂત અને સતત સાથસહકાર બદલ પણ હું આભાર માનું છું.
અંતે હું આ પ્રકારની વધારે ઉજવણી તમામને શુભેચ્છા પણ પાઠવું છું, જ્યાં આપણે પ્રાદેશિક વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે આપણા સામાન્ય અને સહિયારા પ્રયાસોની સફળતાનો આનંદ ઉઠાવી શકીએ.
ધન્યવાદ; તમારો ખૂબ ખૂભ આભાર.