છેલ્લા કેટલાક દિવસોથી મને સરકારની વિભિન્ન યોજનાઓના દેશભરના જે લાભાર્થીઓ છે, તે સૌ સાથે રૂબરૂ થવાનો, વાતચીત કરવાનો, તેમને સાંભળવાનો અવસર મળ્યો અને હું કહી શકું છું કે મારા એ માટે એક અદભુત અનુભવ રહ્યો અને હું હંમેશા આ હિંમતનો આગ્રહી છું કે ફાઈલોથીઅલગ પણ એક જીવન હોય છે અને જીવનમાં જે બદલાવ આવ્યો છે. જ્યારે તેને સીધો લોકો પાસેથી સાંભળ્યો, તેમના અનુભવોને જાણ્યા તો મનને એક ઘણો સંતોષ મળ્યો છે અને કામ કરવાની એક નવી ઊર્જા પણ મને તમારા લોકો પાસેથી મળી છે. આજે ડિજિટલ ઇન્ડિયાની કેટલીક યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરવાનો અવસર મળ્યો છે.
મને જણાવવામાં આવ્યું છે કે આજના આ કાર્યક્રમમાં દેશભરના આશરે 3 લાખ કોમન સર્વિસ સેન્ટર સાથે જોડાવાનો મને અવસર મળ્યો છે. આ સીએસસી – કોમન સર્વિસ સેન્ટરનું સંચાલન કરનારા વીએલઈ અને જે નાગરિકો આનાથી જુદા-જુદા પ્રકારની સેવાઓ લઇ રહ્યા છે, સર્વિસ લઇ રહ્યા છે, તે સૌ આજે અહિયાં હાજર છે. તેના સિવાય દેશભરના એનઆઈસી સેન્ટરના માધ્યમથી ડિજિટલ ઇન્ડિયાના લાભાર્થી ત્યાં પણ એકઠા થયા છે. 1600થી વધુ સંસ્થાઓ કે જે એનકેએન નેશનલ નોલેજ નેટવર્ક તેમની સાથે જોડાયેલા છે તેમના વિદ્યાર્થીઓ, સંશોધકો, વૈજ્ઞાનિકો, પ્રોફેસરો તે સૌ અમારી સાથે છે. દેશભરમાં સરકારની યોજનાઓથી જે બીપીઓ સ્થાપિત થયા છે તેમના યુવાનો પોતપોતાના બીપીઓ સેન્ટરથી પણ આ કાર્યક્રમમાં આપણી સાથે છે. એટલું જ નહી મોબાઇલ ઉત્પાદન એકમમાં કામ કરનારા યુવાનો પણ આપણને પોત-પોતાના એકમો પણ દેખાડશે અને તેઓ થોડી વાત પણ આપણી સાથે કરશે.
દેશભરમાં લાખોની સંખ્યામાં માયજીઓવી સ્વયંસેવકો પણ જોડાયા છે. હું માનું છું કે આ એક અનોખો સંવાદ છે જ્યાં ઓછામાં ઓછા 50 લાખથી વધુ લોકો એક જ વિષય પર આજે આપણે સૌ સાથે મળીને વાતો કરવાના છીએ. દરેક વ્યક્તિનો અનુભવ સાંભળવાનો, તેમની સાથે વાતચીત કરવાનો આ એક અદભુત અવસર છે અને જ્યારે ડિજિટલ ઇન્ડિયાનો પ્રારંભ થયો હતો તો એક સંકલ્પ હતો કે દેશના સામાન્ય વ્યક્તિને, ગરીબને, યુવાનોને, ગામડાઓને ડિજિટલની દુનિયા સાથે જોડી રહ્યા છે. તેમને સશક્ત કરી રહ્યા છે. આ જ એક સંકલ્પને લઈને છેલ્લા ચાર વર્ષોમાં ડિજિટલ સશક્તિકરણના દરેક પાસા ઉપર કામ કર્યું છે પછી તે ગામડાઓ હોય, ફાઈબર ઓપ્ટીક્સ સાથે જોડવાનું હોય. કરોડો લોકોને ડિજિટલી સાક્ષર કરવાની વાત હોય, સરકારી સેવાઓને મોબાઇલના માધ્યમથી દરેકના હાથમાં પહોંચાડવાનું હોય, ઇલેક્ટ્રોનિક ઉત્પાદનને દેશમાં વિકસિત કરવાની વાત હોય, સ્ટાર્ટ અપ અથવા નવીનીકરણને પ્રોત્સાહન આપવાનું હોય, દૂર-સુદૂરના ક્ષેત્રોમાં બીપીઓ ખોલવાનું અભિયાન ચલાવવાનું હોય. આવા અનેક પ્રકલ્પ આજે પેન્શન પ્રાપ્ત કરનારા આપણા વડીલોને લાંબા અંતર સુધી જાતે દૂર જઈને પોતાના જીવનનું પ્રમાણપત્ર નથી આપવું પડતું પરંતુ તે પોતાના ગામમાં જ કોમન સર્વિસ સેન્ટર સીએસસી કેન્દ્રો પાસે પહોંચી જઈને ખૂબ સરળતાથી કામ કરી શકે છે. દેશના ખેડૂતોનેવાતાવરણની પરિસ્થિતિ જાણવી હોય, પાકના સંબંધમાં જાણકારી લેવી હોય, જમીન વગેરેના વિષયમાં જાણકારી લેવાની હોય. તે ખૂબ આરામથી આજકાલ તેઓ પ્રાપ્ત કરી લે છે. પરંતુ સાથે સાથે જ એક ડિજિટલ માર્કેટ ઈનામના માધ્યમથી પોતાના ઉત્પાદનો પણ દેશભરના બજારોમાં તે વેચી શકે છે. પોતાના મોબાઇલ ફોનના માધ્યમથી અથવા સીએસસી સેન્ટર પર જઈને.
આજે ગામમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થી માત્ર પોતાના શાળા કોલેજમાં ઉપલબ્ધ પુસ્તકો સુધી સીમિત નથી. તે ઈન્ટરનેટનો ઉપયોગ કરીને ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી લાખો પુસ્તકોને ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તે હવે શિષ્યવૃત્તિની રકમ હવેથી સીધી તેમના બેંક ખાતામાં આવી જાય છે. આ બધું જ શક્ય બન્યું છે ટેકનોલોજીના માધ્યમથી સંચાર ક્રાંતિ દ્વારા. આજથી કેટલાક વર્ષો પહેલા સુધીમાં મહાનગરોથી દુર નાના શહેરો, કસબાઓ અને ગામડાઓમાં રહેનારા લોકો માટે એ વાતની કલ્પના પણ મુશ્કેલ હતી કે રેલવે ટિકીટ વિના સ્ટેશન પર ગયા વિના લાઈનમાં ઉભા રહ્યા વિના રેલવે ટિકીટ બુક થઇ શકે છે. અથવા રાંધણ ગેસ લાઈનમાં કલાકો વિતાવ્યા વિના ઘર સુધી પહોંચી શકે છે. ટેક્સ, વીજળી, પાણીનું બિલ કોઇપણ સરકારી કચેરીના આંટા માર્યા વિના જમા થઈ શકે છે. પરંતુ આજે આ બધું જ શક્ય છે, તમારા જીવન સાથે જોડાયેલા તમામ જરૂરી કાર્યો હવે માત્ર આંગળી માત્રની દુરી પર છે અને એવું નથી કે કેટલાક ગણ્યાગાંઠ્યા લોકો માટે જ ઉપલબ્ધ છે. દેશના દરેક નાગરિકને વધુમાં વધુ સુવિધાઓ પોતાના ઘર આંગણે જ મળી શકે તેના માટે દેશભરના કોમન સર્વિસ સેન્ટર સીએસસી નેટવર્કને મજબુત કરવામાં આવી રહ્યું છે.
અત્યાર સુધીમાં દેશમાં આશરે 3 લાખ કોમન સર્વિસ સેન્ટર ખોલવામાં આવી ચુક્યા છે. આજે ડિજિટલ સર્વિસ ડિલીવર સેન્ટરનું આ વિશાળ નેટવર્ક ભારતના 1 લાખ 83 હજાર ગ્રામ પંચાયતોમાં ફેલાયેલ છે. આજે લાખોની સંખ્યામાં યુવાનો ગ્રામીણ સ્તરના ઉદ્યોગો (વીએલઈ)ના રૂપમાં કામ કરી રહ્યા છે. અને ખુશીની વાત એ છે કે તેમાં 52 હજાર મહિલા ઉદ્યમીઓ કામ કરી રહી છે.
આ કેન્દ્રોના માધ્યમથી 10 લાખથી વધુ લોકોને રોજગાર મળ્યો છે. સમગ્ર રૂપે જોઈએ તો તે કેન્દ્ર માત્ર સશક્તિકરણનું જ માધ્યમ નથી બન્યા પરંતુ તેનાથી શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા અને રોજગારને પણ પ્રોત્સાહન મળ્યું છે.
મારા હિન્દુસ્તાનમાં જે બદલાવ આવી રહ્યો છે જે બદલાવતમે લોકો લાવી રહ્યા છો અને તમે તમારી આંગળીની તાકતથી લાવી રહ્યા છો, આ પ્રગતિ, આ વિશ્વાસ, આ વિકાસ, રિફોર્મ-પરફોર્મ-ટ્રાન્સફોર્મ તેને સાકાર કરનારું છે. ફરી એકવાર આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું.
નમસ્કાર