અહિં પધારેલા ભાઈઓ અને બહેનો, મહારાષ્ટ્રનો આજનો મારો આ ચોથો કાર્યક્રમ છે. અહિં આવતા પહેલા હું થાણેમાં હતો. ત્યાં પણ હજારો કરોડોના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.
તેમાં ગરીબોના આવાસની પરિયોજના પણ હતી અને મેટ્રોના વિસ્તૃતીકરણ સાથે જોડાયેલ પ્રોજેક્ટ પણ હતા.
થોડી વાર પહેલા અહિં 8 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બની રહેલા પુણે મેટ્રો લાઈનના ત્રીજા તબક્કાનો હમણાં શિલાન્યાસ કરવાનો અવસર મળ્યો છે. હિજવડીથી શિવાજી નગરને જોડનારા આ મેટ્રો પ્રોજેક્ટ વડે દેશના સૌથી વ્યસ્ત આઈટી સેન્ટરમાંથી એક, આ ક્ષેત્રને ઘણી સુવિધા મળવા જઈ રહી છે.
મહારાષ્ટ્ર અને દેશના ખૂણે-ખૂણેથી અહિં કામ કરવા પહોંચેલા આઈટી વ્યવસાયિકો, અહિંના સ્થાનિક લોકોના જીવન આનાથી સુગમ થવાના છે.
સાથીઓ, બે વર્ષ પહેલા મને પુણે મેટ્રો પ્રોજેક્ટનો શુભારંભ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. મને ખૂબ ખુશી છે કે જે બે કોરીડોર પર કામ કામ શરુ કરવામાં આવ્યું હતું, ત્યાં ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે. મને આશા છે કે આવતા વર્ષના અંત સુધીમાં પુણેમાં 12 કિલોમીટરના રૂટ પર મેટ્રો દોડવા લાગશે.
હવે શિવાજી નગરથી ત્રીજા તબક્કાનો પણ આજથી શુભારંભ થઇ ગયો છે. એવામાં જ્યારે આ તબક્કો પૂરો થશે, તો લોકોને પુણે અને પિંપરી ચિંદવાડના ચાર જુદા-જુદા ખૂણેથી હિંજવડી આઈટી પાર્ક પહોંચવામાં ઘણી સરળતા થઇ જશે.
અહિયાં ઉપસ્થિત આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યવસાયિકોને હું વિશેષ અભિનંદન આપવા માંગું છું. આજે અહિયાં આગળ જે પણ પ્રોજેક્ટ્સ પર કામ શરુ થયું છે, તે કેન્દ્ર અને મહારાષ્ટ્રની સરકારના તે વ્યાપક વિઝનનો ભાગ છે જેના કેન્દ્રમાં માળખાગત બાંધકામ છે, પાયાગત સુવિધાઓ છે.
તમે વીતેલા ચાર સાડા ચાર વર્ષોથી સતત જોતા આવ્યા છો કે કઈ રીતે માળખાગત બાંધકામ પર સરકારનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત છે.
દેશભરમાં જોડાણ, એટલે કે ધોરીમાર્ગો, રેલ્વે, હવાઈ માર્ગો, જળમાર્ગો અને આઈવેને વિસ્તાર અને ઝડપ આપવાનું કામ તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે.
સાથીઓ, કારગીલથી લઈને કન્યાકુમારી સુધી, કચ્છથી લઈને કામરૂપ સુધી, તમે યાત્રા કરશો તો ખબર પડશે કે કેટલી ઝડપથી અને કેટલા મોટા સ્તર પર કામ ચાલી રહ્યું છે.
આ બધું જો શક્ય બની રહ્યું છે તો તેની પાછળ સરકારની પ્રતિબદ્ધતા તોછે જ, સ્થાનિક લોકો, ખેડૂતો, કારીગરો, વ્યવસાયિકોની ઈચ્છા-આકાંક્ષા અને સહયોગ પણ છે.
વિકાસના ધોરીમાર્ગથી આજે કોઈ અળગું નથી રહેવા માંગતું. આર્થીક અને સામાજિક રૂપે ભલે કોઈ ગમે તેટલું સમર્થ અને અસમર્થ હોય, પરંતુ માત્ર આવાગમનમાં જ તે પોતાનો સમય વેડફવા નથી માંગતો. તે નથી ઈચ્છતો કે જોડાણના અભાવમાં તેનો પાક, ઉત્પાદન, તેનું દૂધ-દહીં, તેનું ઉત્પાદન બરબાદ થઇ જાય. તે ઈચ્છે છે કે શાળાએ આવવા જવામાં તેના બાળકોનો ઓછામાં ઓછો સમય લાગે, જેથી કરીને તે અભ્યાસ અને રમત-ગમતને વધુ સમય આપી શકે. તે કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈને આઠ નવ કલાકના ઑફિસ ટાઈમને 12-13 કલાક નથી બનાવવા માંગતો. તે પોતાના પરિવારની સાથે સમય વિતાવવા માંગે છે. પોતાના સમયનો સાચો ઉપયોગ કરવા માંગે છે. આ જ કારણ છે કે આજે ગામથી લઈને શહેરો સુધી, આગામી પેઢીના માળખાગત બાંધકામ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના સંકલન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.75305600_1545211595_684-4-pm-modi.jpg)
સાથીઓ, આ જ વિચારધારા સાથે કેન્દ્ર સરકાર અને અહિં દેવેન્દ્ર ફડણવીસજીની સરકારની સાથે મળીને મહારાષ્ટ્રનાં પુણેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને મજબૂત કરવામાં લાગેલી છે.
હિજવંડી શિવાજીનગર મેટ્રો લાઈન તો એક બીજી દ્રષ્ટિએ પણ ખાસ છે. સરકારે દેશમાં મેટ્રોના વિકાસ માટે પહેલી વાર જે મેટ્રો પોલીસી બનાવી છે, તે અંતર્ગત બનનારો આ પ્રોજેક્ટ પહેલો પ્રોજેક્ટ છે. આપ્રોજેક્ટ પીપીપી એટલે કે જાહેર ખાનગી ભાગીદારીમાં બનાવવામાં આવી રહ્યો છે.
એક વર્ષ પહેલા જે નવી મેટ્રો રેલ પોલીસી સરકારે બનાવી છે, તે દેશમાં મેટ્રોના વિસ્તાર પ્રત્યે અમારા સંકલ્પને દર્શાવે છે. આ જ નીતિના આવ્યા પછી મેટ્રોના નિર્માણમાં ઝડપ આવી રહી છે, કારણ કે નિયમો અને કાયદાઓ સ્પષ્ટ થયા છે.
શહેરોમાં વાહનવ્યવહાર ક્ષેત્રની જુદી-જુદી એજન્સીઓની વચ્ચે તાલમેળની રીતભાતો નક્કી કરવામાં આવી છે. આ મેટ્રો રેલ પોલીસી સુધારા કેન્દ્રી બનાવવામાં આવી છે. તે બાબતની ખાતરી કરવામાં આવી રહી છે કે માત્ર મેટ્રો ટ્રેનની સાથે સાથે મેટ્રો સ્ટેશન સુધી ફિડર બસો, નવા પથિકમાર્ગો, નવી પગદંડીઓને પણ સાથે સાથે જ વિકસિત કરવામાં આવે.
હવે મેટ્રોમાં યુનીફાઈડ અર્બન ટ્રાન્સપોર્ટ ઓથોરીટીના માધ્યમથી સિંગલ કમાન્ડ સીસ્ટમ અંતર્ગત કામ થઇ રહ્યું છે. તેનાથી લોકોની અસલી જરૂરિયાત તો ખબર પડી જ રહી છે, સાથે જ તકલીફોને પણ ઘટાડવામાં આવી રહી છે.
ભાઈઓ અને બહેનો, મેટ્રો આજે દેશના શહેરોની જીવાદોરી બની રહી છે. વીતેલા ચર વર્ષોમાં સરકારે દેશના ડઝનબંધ શહેરો સુધી તેને વિસ્તૃત કરી નાખી છે, અને આવનારા સમયમાં અનેક બીજા શહેરો પણ તેની સાથે જોડાવાના છે.
પાછલા ચાર વર્ષોમાં ૩૦૦ કિલોમીટરની નવી લાઈનોને ચાલુ કરી દેવામાં આવી છે અને 200 કિલોમીટરના નવા પ્રસ્તાવને પણ પાસ કરવામાં આવ્યો છે. તેનું જ પરિણામ છે કે આ સમયે દેશમાં 500 કિલોમીટરથી વધુની મેટ્રો લાઈન ચાલી રહી છે અને આશરે 650 કિલોમીટરથી વધુની લાઈનો પૂરી થવાની તૈયારીમાં છે.
મહારાષ્ટ્રમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથેમળીને 200 કિલોમીટરથી વધુની મેટ્રો લાઈનોનું નિર્માણ કરી રહી છે.
ભાઈઓ અને બહેનો, આજે દેશમાં મેટ્રોનો જે પણ વિસ્તાર થઇ રહ્યો છે, તેને સાચા અર્થમાં ગતિ અટલજીની સરકારે આપી હતી. શહેર અને ગામડાઓમાં માળખાગત બાંધકામ પર અટલજીએ જે બળ આપ્યું, તેને 10 વર્ષ પછી અમારી સરકારે ગતિ પણ આપી અને સ્કેલ પણ વધાર્યો.
મને એ કહેવામાં જરા પણ સંકોચ નથી કે જો અટલજીની સરકારને થોડો વધુ સમય હજુ મળત તો કદાચ આજે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોને, મહારાષ્ટ્રના અનેક શહેરોને મેટ્રો સાથે જોડી દેવામાં આવ્યા હોત.
દિલ્હીમાં અટલજીની સરકાર દરમિયાન મેટ્રો પર કામ શરુ થયું હતું. આજે લગભગ લગભગ સંપૂર્ણ દિલ્હી મેટ્રો સાથે જોડાઈ ચુકી છે.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.80045100_1545211622_684-1-pm-modi.jpg)
સાથીઓ, પહેલા જે સરકાર રહી, તેની પ્રાથમિકતામાં વાહનવ્યવહાર અને માળખાગત બાંધકામ એટલું નથી રહ્યું જેટલું હોવું જોઈતું હતું.
સાથીઓ, તેમને તેમની વિચારધારા મુબારક, અમારી વિચારધારા છે દેશના ખૂણે-ખૂણા, કણ-કણ જોડાય, દેશનો સંતુલિત વિકાસ થાય. અમે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવના આ મિશન પર નીકળેલા લોકો છીએ.
હા, એટલું હું જરૂરથી યાદ અપાવી દઉં કે 2004થી- 2004નો સમયગાળો અને 2018માં, એક પેઢીનું અંતર આવી ગયું છે, વિચારોનું અંતર આવી ગયું છે, આકાંક્ષાઓનું અંતર આવી ગયું છે.
ભાઈઓ અને બહેનો, કેન્દ્ર સરકારની પ્રાથમિકતા જીવન જીવવાની સરળતા અને વેપાર કરવાની સરળતા સુનિશ્ચિત કરવામાં છે. એ જ કારણ છે કે દેશભરમાં આશરે સો સ્માર્ટ શહેરો વિકસિત કરવામાં આવી રહ્યા છે.
પુણે સહિત મહારાષ્ટ્રમાં પણ 8 શહેરોને સ્માર્ટ બનાવવામાં આવી રહ્યા છે. દેશભરમાં આ મિશન અંતર્ગત 5 હજારથી વધુ પરિયોજનાઓને પસંદ કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ્સ પર આવનારા દિવસોમાં બે લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવશે. 10 હજાર કરોડના પ્રોજેક્ટ્સ પુરા થઇ ગયા છે અને 53 હજાર કરોડ રૂપિયાના 1700 પ્રોજેક્ટ્સને ઝડપી ગતિએ પુરા કરવામાં આવી રહ્યા છે.
સાથીઓ, પુણે સહિત મહારાષ્ટ્રના 8 શહેરોમાં સ્માર્ટ સીટી મિશન અંતર્ગત આશરે દોઢ હજાર કરોડ રૂપિયાના કામ પુરા થઇ ગયા છે જ્યારે સાડા ત્રણ હજાર કરોડના કામ ઝડપી ગતિએ પુરા કરવામાં આવી રહ્યા છે.
પુણેનું ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ શરુ થઇ ચુક્યું છે. અહિંથી જ હવે સમગ્ર શહેરની વ્યવસ્થાઓની દેખરેખનું કામ કરવામાં આવી રહ્યું છે.
એટલું જ નહી, અમૃત મિશન અંતર્ગત મહારાષ્ટ્રના 41થી વધુ શહેરોમાં પણ કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. માર્ગ, વીજળી, પાણી, ગટરવ્યવસ્થા; જેવી પ્રાથમિક સુવિધા સાથે જોડાયેલા આશરે 6 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ખૂબ ટૂંક સમયમાં પુરા થવાની સ્થિતિમાં છે.
તેની સાથે સાથે શહેરોને રોશન કરવા માટે, તેમની સુંદરતાને વધારવા માટે, ઓછી વીજળીથી વધુ પ્રકાશ માટે એલઈડી સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં આશરે એક લાખ એવી સ્ટ્રીટ લાઈટ્સ જુદા-જુદા શહેરોમાં લગાવી દેવામાં આવી છે. તેનાથી સેંકડો કરોડ રૂપિયાની વીજળીની બચત થઇ રહી છે.
સાથીઓ, સામાન્ય માણસને બચત થાય; તેની સાથે-સાથે તેની સરકારી સેવાઓ સુધી સરળતાથી પહોંચ હોય, તેની માટે ડિજિટલ ઇન્ડિયા અભિયાન વ્યાપક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
આજે જન્મ પ્રમાણપત્રથી લઈને જીવન પ્રમાણપત્ર સુધી, એવી સેંકડો સુવિધાઓ ઓનલાઈન છે.
વીજળી, પાણીના બિથી લઈને દવાખાનાઓમાં નિમણુંક, બેંકોની લેવડ-દેવડ, પેન્શન, પ્રોવિડન્ટ ફંડ, એડમીશન, રિઝર્વેશન, લગભગ દરેક સુવિધાને ઓનલાઈન કરવામાં આવી છે. જેથી લાઈનો ન લાગે અને ભ્રષ્ટાચારની સંભાવના ઓછી થાય.
હવે ડિજિ-લોકરમાં તમારા બધા જ પ્રમાણપત્રો સુરક્ષિત રહી શકે છે. આશરે દોઢ કરોડ ખાતાઓ દેશભરમાં ખુલી ચૂક્યા છે.
એટલું જ નહી, હવે ડ્રાઈવીંગ લાયસન્સ સહિત તમામ બીજા દસ્તાવેજોને સાથે રાખવાની પણ જરૂર નહી રહે. મોબાઈલ ફોન પર તેની સોફ્ટ કોપી અથવા તો ડિજિ લોકરના માધ્યમથી જ કામ ચાલી જશે.
ભાઈઓ અને બહેનો, સરકારનો પ્રયાસ છે કે આપણા વ્યવસાયિકો, તેમની દિનચર્યા આપણા ઉદ્યોગો અને દેશની નવી જરૂરિયાતોના આધારે નિયમો અને કાયદાઓ બનાવવામાં આવે અને બદલવામાં આવે. નિયમો સરળ પણ હોય અને સુગમતા તેમજ પારદર્શકતા પણ સુનિશ્ચિત કરવામાં આવે.
ડિજિટલ ઇન્ડિયા અને મેઇક ઇન ઇન્ડિયાએ સરકારના આ પ્રયાસોને ગતિ આપી છે. આજે જો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધી ટેકનોલોજી પહોંચી શકી છે તો સસ્તા મોબાઈલ ફોન, સસ્તા અને ઝડપી ઈન્ટરનેટ ડેટા ખૂબ મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે.
મોબાઈલ ફોન એટલા માટે સસ્તા થયા, કારણ કે હવે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન બનાવનારો દેશ બની ગયો છે. આશરે સવા સો મોબાઈલ ફોન મેનુંફેક્ચરીંગ યુનિટ્સ દેશભરમાં ચાલી રહ્યા છે. જ્યારે ચાર વર્ષ પહેલા માત્ર માત્ર બે જ એવી ફેકટરીઓ હતી. સાડા ચારથી પાંચ લાખ યુવાનો આ ફેકટરીઓમાં કામ કરી રહ્યા છે. હજુ તેમાં વધારે વિસ્તૃતિકરણથવાનું છે. મોબાઈલ સહિત સમગ્ર ઈલેક્ટ્રોનિકસ ઉત્પાદનનું એક મોટું કેન્દ્ર ભારત બની રહ્યું છે.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.35857800_1545211764_684-2-pm-modi.jpg)
સાથીઓ, હાર્ડવેરની સાથે સાથે સસ્તા અને ઝડપી ડેટાને ગામડે-ગામડે, ગલીએ-ગલી સુધી પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. દેશભરની આશરે સવા લાખ ગ્રામ પંચાયતો સુધી ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક પહોંચાડી દેવામાં આવ્યું છે.
ત્રણ લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર ગામડાઓમાં કામ કરી રહ્યા છે. તેમાં કામ કરી રહેલા આશરે દસ લાખ યુવાનો, ગામડાઓને ઓનલાઈન સુવિધા આપી રહ્યા છે.
દોઢ લાખથી વધુ પોસ્ટ ઓફીસ હવે ઓનલાઈન બેન્કિંગના માધ્યમ તો બની જ રહ્યા છે, હોમ ડિલીવરી સર્વિસના પણ કેન્દ્રો બનવા જઈ રહ્યા છે.
દેશના આશરે 700 રેલ્વે સ્ટેશનો પર મફત વાઈફાઈની સુવિધા આપવામાં આવી રહી છે.
સાથીઓ, 2014ની પહેલા દેશમાં જ્યાં ડિજિટલ લેવડ-દેવડ થતી હતી, તે હવે 6 ગણા કરતા વધુ વધીગઈ છે. દેશમાં અત્યાર સુધી 50 કરોડથી વધુ રૂપે, ડેબીટ કાર્ડ વિતરિત કરી દેવામાં આવ્યા છે. માત્ર વીતેલા 2 વર્ષો દરમિયાન જ યુપિઆઇ, ભીમ અને બીજા ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી લેવડ-દેવડમાં લાખો ગણો વધારો થયો છે.
ભાઈઓ અને બહેનો, પુણે – શિક્ષણ, આઈટી, એન્જીનિયરીંગ અને બિઝનેસનું પણ સેન્ટર છે. આ જ્ઞાનનું કેન્દ્ર છે, ટેકનોલોજીનું કેન્દ્ર છે. અહિયાં જ ન્યુ ઇન્ડિયાની ઓળખ પણ થવાની છે.
ચોથી ઔદ્યોગિક ક્રાંતિની માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે તૈયાર છે અને અહિં ઉપસ્થિત હજારો યુવાન સાથીઓની જેમ, એકથી એક રચનાત્મક મસ્તિષ્કની ફોજ પણ આપણી પાસે તૈયાર છે.
સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને અટલ ઇનોવેશન મિશનના માધ્યમથી ભારત ભવિષ્યની ટેકનોલોજીનું એક મોટું કેન્દ્ર બનતું જઈ રહ્યું છે. સ્ટાર્ટ અપના મામલામાં ભારત દુનિયાની બીજી સૌથી મોટી ઇકો સિસ્ટમ બની ચુક્યું છે. દેશના આશરે 500 જિલ્લાઓમાં 14 હજારથી વધુ સ્ટાર્ટ અપ્સને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ઓળખ કરી દેવામાં આવી છે.
આપણા દેશમાં આઈડિયાની કોઈ કમી નથી રહી. કમી હતી તેમને દિશા આપવાની, હાથ પકડીને આગળવધારવાની, હેન્ડ હોલ્ડીંગની. હવે સરકાર આઈડિયાને ઇન્ડસ્ટ્રી બનાવવાની દિશામાં કામ કરી રહી છે.
ઓછી ઉંમરમાં જ ટેકનોલોજીની માટે માનસિકતા વિકસિત કરવામાં આવી રહી છે. શાળાઓમાં અટલ ટીંકરીંગ લેબ ખોલવામાં આવી રહી છે તો સ્ટાર્ટ અપની માટે અટલ ઇન્કયુબેશન સેન્ટર પણ દેશભરમાં ખોલવામાં આવી રહ્યા છે.
ન્યુ ઇન્ડિયાના નવા કેન્દ્રોમાં દેશનું ભવિષ્ય તૈયાર થશે. દુનિયાનો સૌથી મોટો ટેલેન્ટ પુલ તૈયાર થશે. નવા ભારતના નિર્માણમાં આપ સૌની, પુણેની, મહારાષ્ટ્રની સૌથી મહત્વની ભૂમિકા રહેવાની છે.
એ જ વિશ્વાસની સાથે એક વાર ફરી આપ સૌને મેટ્રો લાઈનનું કામ શરુ થવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આટલી મોટી સંખ્યામાં તમે આશીર્વાદ આપવા માટે આવ્યા તેની માટે હું હૃદયપૂર્વક તમારો આભાર વ્યક્ત કરું છું.
ખૂબ-ખૂબ આભાર!