વિશાળ સંખ્યામાં પધારેલા મારા દમણનાં ભાઈઓ અને બહેનો.
દમણના ઈતિહાસમાં કદાચ આના પહેલાં ક્યારેય આટલો મોટો જનસમુદાય એકત્ર નહીં થયો હોય અથવા તો દમણ- દીવનાં વિકાસ માટે લગભગ 1 હજાર કરોડ રૂપિયાની યોજનાઓ ક્યારેય લાગુકરવામાં નહી આવી હોય,આવુ અગાઉ ક્યારેય બન્યુ નહીં હોય.
ભાઈઓ અને બહેનો, જે રીતે દમણ-દીવ, દાદરાનગર હવેલી આ સમગ્ર ક્ષેત્રમાં વિકાસનું એક નવું વાતાવરણ પેદા થયું છે તે જોતાં દમણ આજે એક રીતે કહીએ તોલઘુ ભારત બની ગયું છે. હિંદુસ્તાનનું કોઈ રાજ્ય એવું નહીં હોય કે જ્યાંનાં બે-પાંચ, બે-પાંચ પરિવારો દમણમાં રહેતા ન હોય. આ બધાએ દમણને પોતાનું ઘર બનાવી દીધુ છે. આથી જે વાત અમે દિલ્હી-મુંબઈમાં જોઈ રહ્યા છીએ તેવું જ સામાજીક જીવન અમને દમણમાં જોવા મળી રહ્યું છે. એક પોતીકાપણું, એક ભાઈચારો અનેક ભાષાઓમાં વાત કરનારા લોકોનો સમૂહ અને આજે હું જ્યારે એરપોર્ટથી અહીં આવી રહ્યો હતો ત્યારે સમગ્ર રસ્તા પર બંનેબાજુ જોઈ રહ્યો હતો,જાણે કે હિંદુસ્તાનનાં દરેકે દરેક ખૂણાનો ઉત્સાહ અનેઉમંગ ભરેલો દેખાતો હતો.
ભાઈઓ અને બહેનો, દમણમાં સ્વચ્છતા માટે જેટલી જાગૃતિ છે અને દમણમાં જે રીતે સફાઈનું મોટું અભિયાન ચાલ્યું છે, એક રીતે કહીએ તો દમણ પ્રવાસનનું ધામ બની ગયું છે અને જ્યારે સ્વચ્છતા હોય છે ત્યારે લોકોને બહારથી આવવાની ઈચ્છા થતી હોય છે. જો પ્રવસનનો વિસ્તાર થાય તો અહીંના લોકોને રોજીરોટી મળે છે. આજે દમણ, દીવ સાથે જોડાઈ ગયું છે. હેલિકોપ્ટર સેવાથીજોડાઈ ગયું છે અને એટલા માટે જ દક્ષિણ ભારત તરફથી જે લોકો યાત્રા કરવા આવવા ઇચ્છતા હોય, સોમનાથ જવા માંગતા હોય, ગીરના સિંહ જોવા જવા માંગતા હોય એ લોકો દમણ આવશે અને હેલિકોપ્ટરમાં ચાલ્યા જશે. તમે જુઓ કે દમણનો કેટલો વિકાસ થયો છે. હવે તોદીવ સાથે પણ અમદાવાદને જોડી દેવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે એક રીતે દીવ અને દમણ વિકાસની મુખ્ય ધારા સાથે જોડાઈગયા છે.
ભાઈઓ-બહેનો, મને કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાંદમણેખુલ્લામાં શૌચક્રિયા મુક્ત(ODF) તરીકે પોતાને સજ્જ બનાવી દીધું છે. ઓપન ડિફેકેશન ફ્રી એટલે કે જાહેરમાં શૌચ જવામાંથી મુક્તિ. અહિંયા 2000 થી વધુ શૌચાલયોબનાવવામાં આવ્યા છે. હું આ કામગીરી માટે અહીંના વહિવટી તંત્ર અને અહીંના જાગૃત નાગરિકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. તમે ઓપન ડિફેકેશન ફ્રી એટલે કે સાર્વજનિક સ્થળોએ શૌચથી મુક્તિ દ્વારા એક પ્રકારે માતૃ સન્માનનું આંદોલન કર્યું છે. આ નારી સન્માનનું આંદોલન છે. હું જ્યારે ઉત્તર પ્રદેશમાં ગયો હતો ત્યારેએક વખત મારા જ લોકસભા વિસ્તારમાં ટોયલેટસ તૈયાર કરવાનું અભિયાન ચાલી રહ્યું હતું. ત્યાં મેં જોયું કે ઉત્તર પ્રદેશ સરકારે એક સુંદર કામગીરી કરી હતી. તેમણે ટોયલેટ પર બોર્ડ લગાવ્યું હતુ અને તેની પર નામ લખ્યું હતું કે ઈજ્જત ઘર. હકિકતમાં શૌચાલય એ ઈજ્જત ઘર છે. આપણી માતાઓ અને બહેનોની ઈજ્જત માટે શૌચાલય હોવું ખૂબ જ જરૂરી છે. આજે તમે એ કામ પણ કરી બતાવ્યું છે.
દમણમાં એક હરીયાળીઝુંજેશ શરૂ થઈ છે. સ્વચ્છતાનું અભિયાન હોય, ઈ-રિક્ષાની વાત હોય, સીએનજી ટેક્સીની વાતહોય અને આપ પણ હવે દમણને એક નવા સ્વરૂપે જોશો. અહીંની બહેન-દિકરીઓ ઈ-રિક્ષા લઈને દમણમાં ફરતી હશે અને દમણના પર્યાવરણનીરક્ષા પણ કરતી હશે. દમણ જે રીતે એક શાંતિપ્રિય વિસ્તાર છે, તોફાન વાળો વિસ્તાર નથી,પરંતુ સાથે મળીને રહેતા લોકોનો વિસ્તાર છે. આવા વિસ્તારમાં જ્યારે માતાઓ અને બહેનો ઈ-રિક્ષા ચલાવતી હશે તો સ્વાભાવિકપણે એમાં જે લોકો મુસાફરીકરશે, તેમના મનમાં પણ માતાઓ અને બહેનો પ્રત્યેવધુ સન્માનની લાગણી પેદા થશે અને દમણની એક નવી ઓળખ ઉભી થશે.
સીએનજી માટેની ચળવળ હોય, ઈ-રિક્ષાનો હોય કે પછી અહિંયા એલઈડી બલ્બ લગાવવાનું અભિયાન હોય. લગભગ 1,40,000 બલ્બ આ નાનકડા વિસ્તારમાં વહેંચવામાં આવ્યા છે અને તેના કારણે જેમના ઘરમાં વિજળી છે તેવા લોકોનાં ઘરના વિજળીનાં બિલમાં જે ઘટાડો થયો છે, વિજળીના બિલના પૈસા ઘટ્યા છે તે જોતાં માત્ર દમણનાં મધ્યમ વર્ગના પરિવારોએ લગભગરૂ.7 કરોડની બચત એલઈડી બલ્બ લગાવીને વિજળીનાં બિલમાં કરી છે. આ એક આનંદ થાય તેવી બાબત છે.
મને લાગે છે કે આ દીર્ઘ દ્રષ્ટિથી તૈયાર કરવામાં આવેલી યોજના છે. આજે પણ આપણાં દેશમાં કારખાના ઉભા થાય છે, પણ મજૂરોને તેમના નસીબ પર છોડી દેવામાં આવે છે. તે કારખાનામાં આવે છે, કામ કરે છે પરંતુ રહે છેક્યાં?જમે છેક્યાં ?તેમનું કોઈ ગૌરવ છે કે નહીં ?આ બાબતો પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.
હું શ્રીમાન પ્રફૂલભાઈ પટેલને હૃદયપૂર્વક ખૂબ અભિનંદન આપું છું. દમણ એક ઔદ્યોગિક નગરી છે. સમગ્ર દેશનાં લોકો અહીં મજૂરી મેળવવા માટે આવે છે અને નાના-નાનાએક રૂમમાં15-15, 20-20, લોકો રહે છે. તે લોકો જ્યારે નોકરી પર જાય છે ત્યારે બીજી ટૂકડી ઊંઘી જતી હોય છે. જે લોકો નોકરીએથી પાછા આવે છે તે લોકો સૂઈ જાય છે અને તેમની પહેલાં આવેલા લોકો નોકરી પર જાય છે. અહીંસૂવા માટે પણ પાળી સિસ્ટમ ચાલે છે.
જાહેર-ખાનગીભાગીદારીનું આટલું ઉત્તમ મોડેલ બનાવીને દમણમાં મજૂરી કરવા માટે આવેલા લોકો માટે ઉત્તમ પ્રકારની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે, તેનો પણ આજે પ્રારંભ થઈ રહ્યો છે. આ વ્યવસ્થાને કારણે મજૂરોની જીંદગીમાં પરિવર્તન આવશે. જે ઉદ્યોગકારો સરકારની સાથે ભાગીદારી કરવા માટે આગળ આવ્યા છે તેમને હું વિશ્વાસ આપું છું કે આ મજૂરો અને આપણાં શ્રમિક ભાઈઓ-બહેનોનેરહેવાની સારી જગ્યા મળી જાય તો તે પોતાની પૂરેપૂરી તાકાત ફેક્ટરી માટે લગાવી દેતા હોય છે, તમારી ઉત્પાદકતા વધારી દે છે. તમારામાંથી જે લોકો મકાનોમાં મૂડી રોકાણ કરતાં હોય તેમના કરતાં વધુ ધન આપણાં મજૂરોની સારી ઉત્પાદકતાને કારણે મળે તેમ છે. આ મજૂરો સારી ઉત્પાદતા દાખવીને એક વર્ષમાં તમારો નફો વધારી દેશે તેવો મને વિશ્વાસ છે.
એ ખુશીના વાત છે કે અહિંયા આપણાં મોટાભાગના શ્રમિક ભાઈઓ એકલા રહેતા હોય છે. ગામમાં માતા-પિતાને છોડીને અહીં આવતા હોય છે અને જે કાંઈ મળે તે ખાઈને સમય ગુજારી લેતા હોય છે, પરંતુ આજે આ શ્રમિક ભાઈઓ-બહેનો માટે સારો ખોરાક મળે, શ્રમિક ખર્ચ કરી શકે તેટલા પૈસામાં ભોજન મળી રહેતે પ્રકારે સાર્વજનીક રીતે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને તેનો લાભ આવનારા દિવસોમાં અહીંના મજૂર ભાઈઓ-બહેનોને મળવાનો છે. જો શ્રમિકોને સારૂ ખાવાનું મળે, સૂવાની સારી જગા મળી રહે, તેમને સવારે પ્રાતઃકાળે સ્નાન કરવા માટેની વ્યવસ્થા મળી રહે તોઆ શ્રમિકો દમણ અને આ દેશના વિકાસ માટે ક્યારેય પિછેહઠ નહીં કરેતેવો મનેપૂરો વિશ્વાસ છે.
વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ- આજે પણ આપણાં દેશમાં ઘણાં શહેરો એવા હશે કે જ્યાં 100 ટકા શુદ્ધ કરેલું પાણી કદાચ પહોંચતું હોય કે નહીં પહોંચતું હોય તે કહેવું કઠીન છે, પરંતુ આજે મને અહિંયા જણાવવામાં આવ્યું છે કે દમણમાં પાણી શુદ્ધ કરવાનાં પ્લાન્ટનાં કારણે દમણનાં નાગરિકોને શુદ્ધ પાણી મળી રહે છે. શુદ્ધ પીવાલાયક પાણી તેમને ઉપલબ્ધ થાય છે. તેનો અર્થ એ કે સામાન્ય માણસની સુખાકારીની અહીં ચિંતા કરવામાં આવે છે.
આપણાં દેશમાં માતાનો મૃત્યુ દર, બાળકોનો મૃત્યુ દર ઓછો કરવા માટે આપણે ત્યાં કુપોષણમાંથી મુક્તિ મેળવવા માટે ભારત સરકાર તરફથી કરોડો-અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આજ દમણમાં એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. ભારત સરકારની આ યોજનાને જે પરિવારમાં 14 થી 18 વર્ષની દિકરીઓ છે, જ્યાં પ્રસૂતા માતાઓ છે, જ્યાં નાના નાના બાળકો છે તેમને પોષક આહાર મળી રહે તે માટે આહારની એક કીટ તેમને દર મહિને આપવાનું કામ કરવામાં આવશે. કેટલાંક પરિવારોને આ કીટ આપવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
હું આશા રાખું છું કે આ પરિવારોને સરકાર તરફથી જે મદદ મળી રહી છે તેનો અર્થ એ નહીં થવો જોઈએ કે આજે આ ઘરમાં આવી ગયું છે તે પહેલાં જે લાવતા હતા તે બંધ કરી દેવું. આવું નહીં કરવું જોઈએ. જે ખર્ચ પહેલા કરવામાં આવતો હતો તે ઉપરાંતની આ વ્યવસ્થા છે. જો આમ થશે તો જ તમારી 14 થી 18 વર્ષની દિકરીનાંશરીરનો વિકાસ થશે.
જો આ દિકરના શરીરનો વિકાસ થશે, જો તે સશક્ત હશે તો જ્યારે તે માતા બનશે ત્યારે બાળક પણ સશક્ત મળશે. જે દેશનું બાળક સશક્ત હશે તે દેશ પણ સશક્ત બની રહેશે. આ યોજનાં હેઠળ આવુ કામ ચાલી રહ્યું છે.
ભાઈઓ- બહેનો, દીવનો હવે સ્માર્ટ સીટી તરીકે પણ નંબર લાગી ગયો છે. અનેક યોજનાઓ દીવની સાથે જોડાયેલી છે. અહિંયા તમને યુનિવર્સિટી ઉભી કરવાનું સપનું હતું, હતુંને? તમને લાગતું હશે કે સુરત- નર્મદા યુનિવર્સિટી સાથે ક્યાં સુધી રહીશું? ભારત સરકારે તમને પણ એક યુનિવર્સિટી આપવાનો નિર્ણય કર્યો છે.
આપણાં માછીમાર ભાઈઓ-બહેનો દ્વારા વપરાતા કેરોસીન પર વેટ, કેરોસીન પર વેટ. મને આનંદ થાય છે કે આપણાં માછીમાર ભાઈ-બહેનો માટે વેટની ઝીરો ડ્યુટી ચાલુ રાખવામાં આવશે, પરંતુ તેની સાથે સાથે હું મારા માછીમાર ભાઈઓને કહેવા માંગુ છું કે હું શ્રીમાન પ્રફુલભાઈ અને અહીંના સાંસદને પણ જણાવવા માંગુ છું કે આપણે અહીં આટલાથી જ અટકવાનું નથી. હવે ભારત સરકારને બ્લુ રિવોલ્યુશન (સમુદ્રી ક્રાંતિ) હેઠળ આપણાં માછીમાર ભાઈ-બહેનો માટે એક લાંબી રેન્જની બોટ પૂરી પાડવાની દિશામાં પણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. જો તમે 5-10 માછીમારો એકઠા થાવ અને તેની મંડળી બનાવી શકશો,બેંક તરફથી તમનેલોન આપવામાં આવશે અને એમાં સબસીડી પણ આપવામાં આવશે. તમે આ નવી બોટ લઈને સમુદ્રમાં ઊંડે સુધી જઈ શકશો અને ઊંડા સમુદ્રમાં તમને સૌથી વધુ માછલીઓપકડીશકશો, ઉત્તમ પ્રકારની માછલી મળી રહેશે. અહિંયા નજીક નજીકમાં તમે ફરતા રહો છો અને 12 કલાક સુધી કામ કરવા છતાં જેટલી માછલી લઈને જાવ છો તેટલું કામ તમે આ નવી બોટ વડે બે કલાકમાં કરીને પાછા આવી જશો.
હું ઈચ્છું છું કે દમણનાં સાગર તટે એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે. આ પરિયોજના હેઠળ અહીંનાં માછીમાર પરિવારો દ્વારા સી બિડની ખેતી માટે કામ કરો અને ખારા પાણીમાં આવી ખેતી કરો તથા જે પેદાશ મળે તે આપણાં ખેતરોમાં નાંખવામાં આવેતેનાથી સારૂ કોઈ ફર્ટિલાઈઝર મળી શકે તેમ નથી. તેનાથી કોઈ ઉત્તમ પાક હોઈ શકે નહીં. ખૂબ આરામથી આવુ કામ કરી શકાશે અને હું ઈચ્છા રાખું છું કેપ્રફુલભાઈ આ પહેલ હાથ ધરે અને આ કામ કરીને દેશની સામે એક નવું ઉદાહરણ રજૂ કરે. મને વિશ્વાસ છે કે દીવ-દમણ વિસ્તારમાં આ કામ ખૂબ જ સહેલાઈથી થઈ શકશે.
ભાઈઓ અને બહેનો, જોડાણ હોય કે ડીજીટલ કનેક્ટીવિટી હોય, ઘરમાં એલઈડી બલ્બ લેવાની વાત હોય, રસ્તા બનાવવાની વાત હોય, બ્રીજ બનાવવાની વાત હોય, સમુદ્ર માર્ગેથી દીવને જોડવાની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. તમે કલ્પના કરી શકશો કે જે કામ કરવામાં 15-15 કલાક લાગતા હતા તે કામો અડધો કલાક, એક કલાકમાં તમે કરી શકશો. કેટલો સમય બચશે, કેટલા પૈસા બચશે અને અહીંના લોકોને કેટલો બધો લાભ થશે.
ભાઈઓ અને બહેનો, દમણનો વિકાસ એક નવી ઊંચાઈએ પહોંચે. આપણા દીવ- દમણ- સિલ્વાસાનું ક્ષેત્ર દેશની સામે એક નવા મોડલ તરીકે ઉભુ હોય એવો મને પૂરો વિશ્વાસ છે. આજે તમે આટલી મોટી સંખ્યામાં આવીને મારાપ્રત્યે જે પ્રેમ દાખવ્યો છે, જે આશિર્વાદ આપ્યા છે તેના માટે હું હૃદયપૂર્વક તમારો ખૂબ ખૂબ આભારી છું.
ધન્યવાદ.