Youngsters are filled with energy and enthusiasm... What they need is encouragement, mentorship and institutional support: PM Modi 
Intent leads to ideas, ideas have the power to drive innovation and innovation ultimately will lead to the creation of a New India: PM Modi 
Never stop dreaming and never let the dreams die. It is good for children to have high curiosity quotient: PM 
Need of the hour for is to innovate and come up with solutions to the problems the world faces. Innovate to transform lives of the commons: PM Modi to youngsters 
Thank PM of Israel for the desalinisation motorable machine, it will benefit people in border areas: PM Modi

મહામહિમ, ઇઝરાયલનાં પ્રધાનમંત્રી શ્રી બેન્જામિન નેતન્યાહૂ, શ્રીમતી સારા નેતન્યાહૂ, ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિન પટેલજી, iCrate સાથે જોડાયેલા તમામ બૌદ્ધિક નવપ્રવર્તકો, સંશોધનનાં વિદ્યાર્થીઓ, અધિકારીગણ અને અહીં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો તથા નવયુવાન મિત્રો.

 

મને ખુશી છે કે આજે ઇઝરાયલનાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં દેશનાં નવયુવાનો, નવપ્રવર્તકોને સમર્પિત આ સંસ્થાનું લોકાર્પણ થઈ રહ્યું છે. હું શ્રી નેતન્યાહૂનો બહુ આભારી છું. તેમણે ગુજરાત આવવાનું આમંત્રણ સ્વીકાર્યું અને પરિવાર સાથે આવ્યાં. આ કાર્યક્રમમાં આવતાં અગાઉ અમે સાબરમતી આશ્રમ ગયા હતાં, જ્યાં પૂજ્ય બાપૂને શ્રદ્ધાંજલિ આપવાની તક મળી. પતંગ ચગાવવાનો મોકો પણ મળ્યો.

 

જ્યારે હું ગયા વર્ષે ઇઝરાયલ ગયો હતો, ત્યારે મેં નક્કી કર્યું હતું કે આ સંસ્થાનો ઇઝરાયલ સાથે મજબૂત સંબંધ હોવો જોઈએ અને ત્યારથી હું મારાં મિત્ર શ્રી નેતન્યાહૂ ભારતની મુલાકાતે આવે એની રાહ જોતો હતો. મને ખુશી છે કે તેઓ ફક્ત ગુજરાતની મુલાકાતે જ નથી આવ્યાં, પરંતુ તેમની ઉપસ્થિતિમાં આ સંસ્થાનાં કેમ્પસની લોકાર્પણ વિધિ પણ થઈ રહ્યું છે. હું શ્રી નેતન્યાહૂ અને તેમની સાથે આવેલા પ્રતિનિધિમંડળનાં અન્ય સભ્યોનું ફરી એક વાર સ્વાગત કરૂ છું તથા તેમનો આભાર માનું છું.

 

જ્યારે આજે આપણે iCreateનું લોકાર્પણ કરી રહ્યાં છે, ત્યારે હું સ્વર્ગીય પ્રોફેસર એન વી વસાણીને યાદ કરવા ઇચ્છું છું. મને બરાબર યાદ છે કે જ્યારે અહીં iCreateનો વિચાર કરવામાં આવ્યો હતો, ત્યારે તેને મૂર્ત સ્વરૂપ આપવાની જવાબદારી શરૂઆતમાં પ્રોફેસર વસાણીને મળી હતી. પણ કમનસીબે લાંબા સમય સુધી તેઓ અનકોન્શિયસ રહ્યાં અને આપણને છોડીને ચાલ્યાં ગયાં. અત્યારે તેઓ આપણી વચ્ચે નથી, પણ શરૂઆતમાં તેમણે જે પ્રયાસ કર્યો હતો અને પાછળથી કાફલો જોડતો ગયો. તેનાં પરિણામે આપણે બધા iCreateને આ ભવ્ય સ્વરૂપે જોઈ રહ્યાં છીએ.

 

ખેડૂત એક નાનાં છોડનું વાવેતર કરે છે તો આગામી ઘણી પેઢીઓને એ વટવૃક્ષનો લાભ મળે છે અને ખેડૂતની આત્માને આ જોઈને ચોક્કસ આનંદ થાય છે. આજે iCreateનાં લોકાર્પણ પર આપને બધાને એ ખુશીનો અનુભવ થઈ રહ્યો છે કે જે એક બીજનું વાવેતર થયું હતું, એ આજે વટવૃક્ષ બનીને સામે આવ્યું છે.

 

કોઈ પણ સંસ્થાનું મહત્ત્વ તેની સ્થાપનાનાં સમયને ધ્યાનમાં રાખીને આંકી ન શકાય. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે ભારતની સાથે સમગ્ર વિશ્વમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ગુજરાતનું નામ, ગુજરાતીઓનું નામ આદર સાથે લેવાય છે. પણ બહુ ઓછા લોકોને આ ઉદ્યોગની પૃષ્ઠભૂમિ ખબર નહીં હોય. આજથી લગભગ 50થી 60 વર્ષ અગાઉ અમદાવાદનાં થોડાં દીર્ઘદ્રષ્ટા ઉદ્યોગપતિઓનાં પ્રયાસથી એક ફાર્મસી કોલેજની શરૂઆત થઈ હતી અને એ દેશની પ્રથમ ફાર્મસી કોલેજ હતી. તે ફાર્મસી કોલેજે અમદાવાદ અને સંપૂર્ણ ગુજરાતમાં ફાર્મસી ક્ષેત્રમાં એક મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરી દીધી. આપણને બધાને આ જ અપેક્ષા iCreate પાસે છે અને અહીંથી નીકળનાર મારાં નવયુવાનો, વિદ્યાર્થીઓ પાસે આજે દેશ અપેક્ષા રાખે છે કે, તેઓ નવપ્રવર્તનનાં ક્ષેત્રમાં ભારતનું નામ વિશ્વમાં રોશન કરશે.

 

મને યાદ છે કે જ્યારે થોડાં વર્ષ અગાઉ iCreateને લોંચ કરવામાં આવ્યું હતું, ત્યારે મેં કહ્યું હતું કે, હું ઇઝરાયલને iCreate સાથે જોડવા ઇચ્છું છું. મારો ઉદ્દેશ એ જ હતો કે ઇઝરાયલનાં અનુભવનો લાભ, તેનાં સ્ટાર્ટઅપ વાતાવરણનો લાભ આ સંસ્થાને, દેશનાં નવયુવાનોને મળે. ઇઝરાયલની ટેકનોલોજી અને રચનાત્મકતાએ આખા વિશ્વને પ્રભાવિત કર્યું છે, ખાસ કરીને ભારતની જરૂરિયાતો સાથે જોડાયેલા ક્ષેત્રોમાં. આ ક્ષેત્રોમાં ઇઝરાયલની ભાગીદારીનો લાભ ભારતનાં નવપ્રવર્તકો ઉઠાવી શકે છે.

 

જળ સંરક્ષણ, કૃષિ ઉત્પાદન, કૃષિ ઉત્પાદનોની લાંબા સમય સુધી જાળવણી, ફૂડ પ્રોસેસિંગ, રણ તરફનાં ઓછા પાણીવાળા વિસ્તારોમાં ખેતી, સાયબર સીક્યોરિટી – આ પ્રકારનાં ઘણાં વિષયો છે, જેમાં ભારત અને ઇઝરાયલની ભાગીદારી હોઈ શકે છે.

સાથીદારો, ઇઝરાયલનાં લોકોએ આખી દુનિયામાં સાબિત કરી દીધું છે કે દેશનો આકાર નહીં, દેશવાસીઓને સંકલ્પ દેશને પ્રગતિનાં પંથે દોરી જાય છે.

 

મને એક વખત ઇઝરાયલનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન રાજનીતિજ્ઞ, શ્રીમાન શિમૉન પેરેજને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું અને મને તેમની એક વાત યાદ છે. શ્રીમાન શિમૉન પેરેજ કહેતાં હતાં કે, ‘We will prove that innovation has no limits and no barriers. Innovation enable dialogue between nation and between people. (અમે સાબિત કરી દેખાડીશું કે નવપ્રવર્તનને કોઈ મર્યાદા હોતી નથી અને કોઈ અવરોધો નડતાં નથી. નવપ્રવર્તન દેશો અને લોકો વચ્ચે સંવાદ અને ભાગીદારીને સક્ષમ બનાવે છે). તેમની આ વાત અત્યારે 100 ટકા સાચી પુરવાર થઈ છે. ભારત અને ઇઝરાયલનાં લોકોને નજીક લાવવામાં નવીનતાએ બહુ મોટી ભૂમિકા ભજવી છે.

 

ભાઈઓ અને બહેનો, શ્રીમાન શિમૉન પેરેજે કહેલી અન્ય એક વાતનું હું આજે પુનરાવર્તન કરવા ઇચ્છું છું. તેઓ કહેતાં હતાં કે, “The greater the dream the more spectacular the results”.(સ્વપ્ન જેટલું મોટું હશે એટલા ઉત્કૃષ્ટ પરિણામો મળશે.) ઇઝરાયલનો આ જ અભિગમ નોબેલ પ્રાઇઝની સાથે તેનાં સંબંધને મજબૂત કરે છે. ઇઝરાયલનાં વૈજ્ઞાનિકોને જુદાં જુદાં ક્ષેત્રોમાં પ્રાપ્ત થયેલો નોબેલ પુરસ્કાર આ વાતનો પુરાવો છે.

 

ભાઈઓ અને બહેનો,

 

પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું જાણીતું કથન છે –  “Imagination is more important than knowledge” (જાણકારી કરતાં કલ્પના કે વિચાર વધારે મહત્ત્વપૂર્ણ છે). આ કલ્પના – આ સ્વપ્નો જ આપણને નવી ઊંચાઈઓ પર પહોંચાડે છે. સ્વપ્નો સેવવાનું ક્યારેય બંધ થવું ન જોઈએ. આ સ્વપ્નો ક્યારેય થંભી ન જવા જોઈએ. બાળકોની અંદર જિજ્ઞાસા વૃત્તિને જાગ્રત રાખવાની જવાબદારી આપણાં સૌની છે. સંકોચ જ કલ્પના કે મૌલિક વિચારનો દુશ્મન છે. તમે તમારી આસપાસ નાનાં બાળકોને ધ્યાનથી જુઓ. જો તમે તેમને કહો કે ઝડપથી સૂઈ જાવ. તો તેઓ તરત તમને પૂછશે કે શા માટે સૂવું જોઈએ? જો તમે તેમને કહો કે, મને આ સંગીત પસંદ છે, તો તેઓ તરત પૂછે છે કે, તમને આ સંગીત કેમ પસંદ છે? એક વખત ગણિતનાં વર્ગમાં અધ્યાપકે સમજાવ્યું કે જો ફળ ત્રણ છે અને તે ત્રણ વિદ્યાર્થીઓને આપવામાં આવે, તો દરેક વિદ્યાર્થીને એક-એક ફળ મળશે. પછી ટીચરે કહ્યું કે, તેનો અર્થ એ છે કે જેટલાં ફળ હોય એટલાં જ વિદ્યાર્થીઓ હશે તો દરેકને એક ફળ મળશે. ત્યારે એક વિદ્યાર્થી ઊભો થયો અને તેણે ટીચરની આંખમાં આંખ મેળીને પૂછ્યું કે જો ફળ એક પણ ન હોય અને વિદ્યાર્થી પણ ન હોય, તો શું દરેક વિદ્યાર્થીને એક ફળ મળશે? આ સાંભળીને આખો વર્ગ હસી પડ્યો. શિક્ષણ પણ આ બાળકને જોવા લાગ્યો. પણ તમને જાણીને આનંદ થશે કે આ બાળકો કોઈ બીજું નહોતું. પણ મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજમ હતાં અને એ એક પ્રશ્રએ ગણિતનાં એક મહત્ત્વપૂર્ણ સવાલને સ્પષ્ટ કર્યો હતો કે શૂન્યને શૂન્યથી ભાગવામાં આવે તો જવાબ એક મળી શકે?

 

આપણાં યુવાનો પાસે ઊર્જા છે અને તેઓ ઉત્સાહી પણ છે. તેમને થોડાં પ્રોત્સાહનની જરૂર છે, થોડાં માર્ગદર્શનની જરૂર છે, થોડાં નેટવર્કની જરૂર છે, થોડાં સંસ્થાકીય સહકારની જરૂર છે. જ્યારે આ તમામ પરિબળો યુવાનોને નવીનતા માટે મળે છે, ત્યારે બહુ મોટાં પરિણામ મળશે એ નક્કી છે. અત્યારે અમે દેશમાં સંપૂર્ણ સિસ્ટમને નવીનતાને અનુકૂળ બનાવવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ. અમારો મંત્ર છે – જિજ્ઞાસાવૃત્તિમાંથી ઇરાદા જન્મે છે, ઇરાદાની તાકાતમાંથી વિચારો, વિચારોની તાકાતમાંથી નવીનતા અને નવીનતાની તાકાતમાંથી બનશે આપણું નવું ભારત.

 

સાથીદારો, દરેક વ્યક્તિનાં મનમાં, દરેક નવયુવાનનાં મનમાં કશું નવું કરવાની, નવીનતા લાવવાની ઇચ્છા હોય છે. તેનાં મનમાં વિચારો આવે છે અને ચાલ્યાં જાય છે. વિચારો તમારી સંપત્તિ છે, તમારી મૂડી છે. પણ એ વિચારોને વાસ્તવિક સ્વરૂપ ન મળે તો એ સમાજની, સરકારની, વ્યવસ્થાની ખામી છે. હું આ વ્યવસ્થાને બદલી રહ્યો છું. નવયુવાનોનાં વિચારો વેડફાઈ ન જાય એ જોવાની જવાબદારી આપણાં બધાની છે. નવયુવાનો તેમનાં સ્વપ્નોને સાકાર કરી શકે, પોતાની શક્તિનો પરિચય સંપૂર્ણ વિશ્વને કરાવી શકે અને આ માટે સહાયભૂત સંસ્થાઓ ઊભી થાય એ જવાબદારી સરકાર અને સમાજની છે. આ જ વિચાર સાથે આ iCreate નો જન્મ થયો છે.

 

મને ખુશી છે કે iCreate એ દેશનાં નવયુવાનોને તેમનાં સ્વપ્નો સાકાર કરવામાં, તેમનાં નવીન વિચારોને સાકાર કરવામાં બહુ મોટી મદદ કરી છે. iCreate નાં નવીન ઉત્પાદનો વિશે મેં જાણ્યું, આજે જોયું પણ, મને બહુ આનંદ થઈ રહ્યો છે. મને જણાવવામાં આવ્યું છે કે, બાયો સ્કેન લેબર અડ્ડા, સ્પેક્ટ્રમ પાર્ટ, આઇકોન જેવી અનેક નવીનતા iCreate ની મદદ સાથે સંભવ થઈ છે. સફળતાની પ્રથમ શરત છે – સાહસ. જે સાહસ કરે છે તે કોઈ પણ નિર્ણય લઈ શકે છે. મારી વાત સાથે તમે સંમત છો ને? સંમત છો ને નવયુવાનો ? મનુષ્ય સાહસિક ન હોય તો કોઈ નિર્ણય ન લઈ શકે. iCreate નાં માધ્યમથી નવીનતા લાવતાં સાહસિક યુવાનોને હું અભિનંદન આપું છું.

 

પરંપરા અને નવીનતા વચ્ચે હંમેશા દ્વંદ્વ ચાલે છે. જ્યારે કોઈ વ્યક્તિ નવું કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે એક વર્ગ તેની હાંસી ઉડાવે છે, તેનો વિરોધ કરે છે. મોટા ભાગનાં લોકો કાલિદાસની ઉત્તમ રચનાઓ ‘મેઘદૂત’ અને ‘શંકુતલા’ વિશે જાણતા હશે, પણ બહુ ઓછા લોકોને ખબર હશે કે કાલીદાસે પરંપરા અને નવીનતા વિશે એક સરસ વાત કરી હતી – माल विक्रागिनमित्रम्. उस माल विक्रागि मित्रम्માં કાલીદાસજીએ કહ્યું છે કે – 

 

पुराणमित्‍येव न साधु सर्वं न च‍पि काव्‍यं नवमित्‍यवद्यम्।

 

सन्त: परीक्ष्‍यान्‍यतरद्भजन्‍ते मूढ़: परप्रत्‍ययनेयबुद्धि:।।

એટલે કે જે વસ્તુઓ જૂની હોય એ સારી હોય એ જરૂરી નથી. આ જ રીતે કોઈ બાબત નવી હોય એટલે ખરાબ હોય એ પણ જરૂરી નથી. બુદ્ધિશાળી વ્યક્તિ દરેક વસ્તુને તેનાં ગુણોને આધારે મૂલવે છે અને મૂર્ખા બીજા લોકોનાં અભિપ્રાયને આધાર બનાવીને ચાલે છે. સદીઓ અગાઉ કાલિદાસ આ કહીને ગયા અને કેટલી સુંદર રીતે તેમણે પરંપરા અને નવીનતા વચ્ચે ચાલતાં દ્વંદ્વનું સમાધાન એમણે કર્યું છે.

 

સાથીઓ, આ આપણા વૈજ્ઞાનિકોની ક્ષમતા છે કે, જેટલાં રૂપિયામાં હોલીવૂડમાં સાયન્સ ફિક્શન ફિલ્મ બને છે, એનાથી પણ ઓછા રૂપિયામાં વાસ્તવિક મંગળયાન ખરેખર મંગળ ગ્રહ સુધી પહોંચી જાય છે – આ આપણાં વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે. હજુ ચાર દિવસ અગાઉ ઇસરોએ ઉપગ્રહો છોડવામાં સદી પૂરી કરી અને આ પ્રકારની સફળતા સરળતાથી મળતી નથી. તેની પાછળ પ્રતિબદ્ધતા જોઈએ, પરિશ્રમ જોઈએ, જે સ્વપ્નોની ઉડાન જોઈએ, એ ઊર્જા ભારતીય નવયુવાનોમાં છે અને તેનો અનુભવ હું રાતદિવસ કરી રહ્યો છું.

 

ભાઈઓ અને બહેનો,

 

તમે જોયું કે iCreate માં ‘I’ છે એ સ્મોલ લેટરમાં છે. જ્યારે iCreate નું નામ નક્કી થઈ રહ્યું હતું, ત્યારે ‘I’ને નાનો રાખવા પાછળ એક કારણ છે. સાથીદારો, રચનાત્મકમાં સૌથી મોટો અવરોધ ‘I’  મોટો હોવાનો છે. રચનાત્મકતા સાથે જો ‘I’ કેપિટલ છે, મોટો છે, તો તેનો અર્થ છે અહંકાર અને અહમ્ આડે આવી રહ્યાં છે માટે શરૂઆતથી જ આ સંસ્થાને અહીંની રચનાત્મકતાને અહંકાર મુક્ત રાખવામાં આવી છે. પણ તેમાં એક વાત મહત્ત્વપૂર્ણ હતી. રચનાત્મકતાની શરૂઆત નાના ‘i’ થી થઈ, પણ સ્વપ્નાં મોટાં ‘I’નો રાખવા એટલે individual થી શરૂ કરીને I એટલે કે India સુધી પહોંચવું. અમારો લક્ષ્યાંક હતો નાનાં ‘i’ થી મોટાં ‘I’ સુધી બહુ મોટો જમ્પ લગાવવો. એક મનુષ્યથી શરૂ કરીને સંપૂર્ણ હિંદુસ્તાન સુધી ફેલાઈ જવું.

 

અત્યારે જરૂર છે કે આપણાં યુવાનો દેશની સામે સમસ્યાઓનું સમાધાન કરવા નવીનતાને પ્રાધાન્ય આપે. આ નવીનતા એવી હોવી જોઈએ કે તેનાથી સામાન્ય મનુષ્યનાં જીવનની ગુણવત્તાને ઓછામાં ઓછા ખર્ચે સુધારી શકાય. જો મેલેરિયાનું જોખમ હોય તો આપણે નવીનતા લઈએ – મેલેરિયાથી ગરીબથી ગરીબ પરિવાર કેવી રીતે બચે? એવી કેવી વ્યવસ્થા ઊભી કરી શકાય? જો ટીબીથી પરેશાની છે, જો સીકલ-સેલથી પરેશાની છે, જો ગંદકીથી પરેશાની છે. આપણે કચરો જોઈએ છીએ, ભોજનનો બગાડ જોઈએ છીએ, કૃષિ ઉત્પાદનનો બગાડ જોઈ રહ્યાં છીએ. મારૂ માનવું છે કે આ સમસ્યાઓનું સમાધાન કરવા માટે નવીનતા હોવી જોઈએ.

 

અત્યારે દેશમાં સ્વચ્છ ભારતનું એક બહુ મોટું અભિયાન ચાલી રહ્યું છે. સ્વચ્છતાને લઈને આપણે કઈ નવીનતા કરી શકીએ? Waste to wealth, આ એક વિષયમાં નવીનતાની અપાર સંભાવના છે. દેશમાં નવીનતા, રચનાત્મકતા, ઉદ્યોગસાહસિકતા અને ટેકનોલોજીની વૃદ્ધિ માટે આ પ્રકારનું વિઝન અને iCreate જેવી સમર્પિત સંસ્થાઓની દેશને બહુ જરૂર છે.

 

તેને ધ્યાનમાં રાખઈને કેન્દ્રિય સ્તરે સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મુદ્રા જેવી અનેક યોજનાઓ ચાલી રહી છે. સરકારે અટલ ઇન્નોવેશન મિશન અંતર્ગત દેશભરમાં 2,400થી વધારે અટલ ટિન્કરિંગ લેબને પણ મંજૂરી આપી છે. અમારો પ્રયાસ શાળાનાં વિદ્યાર્થીઓમાં પણ જે નવીન વિચારો છે, તેને સાકાર કરવા આધુનિક પરિવેશમાં નવા અનુભવ કરવા માટે દેશભરમાં એક મંચ તૈયાર થાય.

 

ગયા વર્ષે મારી ઇઝરાયલની યાત્રા દરમિયાન અમે 40 મિલિયન અમેરિકન ડોલરનું એક ફંડ પણ સ્થાપિત કર્યું છે, જે ભારત અને ઇઝરાયલનનું એક સંયુક્ત સાહસ હશે. તેનાથી બંને દેશોની પ્રતિભાઓને તકનિકી નવીનતાની દિશામાં કશું નવું કરવામાં મદદ મળશે. આ સંયુક્ત સાહસમાં ખાદ્યાન્ન, પાણી, હેલ્થકેર અને ઊર્જાનાં ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. અમે ઇન્નોવેશન બ્રિજની કલ્પના પણ કરી છે, જે અંતર્ગત બંને દેશોનાં સ્ટાર્ટ અપ વચ્ચે એક્સચેન્જ થતું રહે.

 

મને ખુશી છે કે આ પ્રક્રિયા દરમિયાન નવીનતાનાં પડકારનાં માધ્યમથી થોડાં વિજેતા પસંદ કરવામાં આવ્યાં અને આજે તેમને સ્ટાર્ટ અપ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. હજુ હમણાં જ તમે જોયું – ઇઝરાયલની ટીમ અને ભારતની ટીમ – બંને અહીં મંચ પર આવી હતી. ઇન્ડિયા-ઇઝરાયલ ઇન્નોવેશન બ્રીજ એક ઓનલાઇન પ્લેટફોર્મ છે. આગામી દિવસોમાં બંને દેશોનાં સ્ટાર્ટ અપ વચ્ચે આ બહુ મોટાં કનેક્શન સ્વરૂપે બહાર આવશે.

 

જ્યારે બે દિવસ અગાઉ બંને દેશોનાં સીઇઓની બેઠક ચાલતી હતી, ત્યારે ત્યાં પણ અમે આ પ્રયાસને સમર્થન આપવાનું કહ્યું હતું. સાથીદારો, ભારતની પાસે અપાર દરિયાઈ શક્તિ છે. આપણો દરિયાકિનારો 7,500 કિમીથી વધારે લાંબો છે, 1300 નાનાં નાનાં ટાપુ છે અને તેમાં કેટલાંક ટાપુ તો સિંગાપુરથી પણ મોટા છે. લગભગ 25 લાખ ચોરસ કિલોમીટરનો એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોન – આ અમારી એક એવી તાકાત છે, જેનો મુકાબલો કોઈ કરી શકે એમ નથી. આ તાકાતનો ઉપયોગ દેશની પ્રગતિમાં વધારે થઈ શકે, આ માટે નવીનતાની જરૂર છે. નવીનતા, બ્લૂ રિવોલ્યુશન માટે નવી ઊર્જા બની શકે છે. આપણાં માછીમાર ભાઈઓની જિંદગી બદલી શકે છે.

 

હું ઇઝરાયલનાં પ્રધાનમંત્રીનો આભાર માનું છું, જેમણે ગયા વર્ષે મારી મુલાકાત દરમિયાન મને દરિયાઈ જળને સ્વચ્છ કરવા અને ઉપયોગ કરવાને લાયક એક મોટરેબલ મશીન દેખાડ્યું. તેઓ પોતે ડ્રાઇવ કરીને મને લઈ ગયા. એટલું જ નહીં આવું જ એક મશીન તેઓ આજે પોતાની સાથે લાવ્યાં છે, તેનો લાઇવ ડેમો તમે સ્ક્રીન પર જોયો હતો. તેને બનાસકાંઠા જિલ્લામાં સરહદ પર એક ગામમાં એક નવી સિસ્ટમમાં કામમાં લગાવવામાં આવ્યું છે. તેનાથી બીએસએફ પોસ્ટ પર ફરજ અદા કરતાં જવાનો અને તેની આસપાસનાં ગામનાં લોકોને સ્વચ્છ પીવાનું પાણી મળવાની સાથે ભારતમાં આ પ્રકારની ટેકનોલોજીને પારખવાની તક મળશે.

 

ભાઈઓ અને બહેનો,

 

મને એ જણાવવાની ખુશી છે કે ઇઝરાયલની સાથે કૃષિ ક્ષેત્રમાં સહયોગ સાથે 28માંથી 25 સેન્ટર ઑફ એક્સલન્સ તૈયાર થઈ ગયા છે. તેનાં દ્વારા ક્ષમતા નિર્માણ, માહિતી અને જેનેટિક રિસોર્સનાં આદાન-પ્રદાનમાં મદદ મળી રહી છે. આ સેન્ટર ઑફ એક્સલન્સમાં ત્રણ અમારાં ગુજરાતમાં સ્થાપિત થયા છે. આ કાર્યક્રમ પછી હું અને પ્રધાનમંત્રીજી સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ તાલુકાનાં ભદરાડ ગામમાં જઈ રહ્યાં છીએ. ત્યાં પણ ઇઝરાયલની મદદથી કૃષિ ક્ષેત્રમાં સેન્ટર ઑફ એક્સલન્સ બન્યું છે. ત્યાંથી અમે વીડિયો કોન્ફરન્સ મારફતે કચ્છમાં કાર્યરત ખજૂર પર સંશોધન કેન્દ્ર સાથે વાતચીત કરીશું. ભદરાડ સેન્ટરમાં ગુજરાતનાં ખેડૂતોને શાકભાજીનાં નવા છોડનું વિતરણ કરવામાં આવે છે. આ કેન્દ્રમાં 10,000 ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે અને 35,000થી વધારે ખેડૂતો આ સેન્ટરને જોવા આવી ગયા છે. અહીંનાં કેટલાંક લોકોને પણ ઇઝરાયલમાં તાલીમ આપવામાં આવી છે. ભારત અને ઇઝરાયલ વચ્ચે આ સહયોગ, આ પારસ્પરિક વિકાસની ભાવના, બંને દેશોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે અતિ મહત્ત્વપૂર્ણ છે.

 

21મી સદીમાં બંને દેશોનો આ સાથ માનવતાનાં ઇતિહાસમાં નવો અધ્યાય લખશે. સાથીદારો, એકબીજાની સંસ્કૃતિઓનું સન્માન, એકબીજાની પરંપરાઓનું સન્માન આપણાં સંબંધોને હંમેશા મજબૂત કરતા રહેશે. ભલે સંખ્યા ઓછી હોય, પણ યહૂદી સમુદાયનાં લોકો અમદાવાદ અને તેની આસપાસનાં વિસ્તારમાં શાંતિ સાથે પોતાનું જીવન પસાર કરે છે. તેઓ ગુજરાતનાં ઇતિહાસની સાથે, ગુજરાતની સંસ્કૃતિમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. ગુજરાતનાં યહૂદી સમુદાયે પોતાનું સ્થાન દેશનાં અન્ય હિસ્સા અને ઇઝરાયલ સુધી બનાવ્યું છે. ભારત અને ઇઝરાયલનાં સંબંધોનો વિસ્તાર થાય અને મજબૂત થાય – આ જ કામના સાથે હું મારી વાણીને વિરામ આપું છું અને આજે આ પ્રસંગે iCreate ને સાકાર કરવા માટે જે લોકોએ સહયોગ આપ્યો છે, તે બધાનો હું સવિશેષ આભાર માનું છું.

 

શ્રી નારાયણ મૂર્તિજી, શ્રી દિલીપ સંઘવીજી સહિત તમામ મહાનુભાવોએ iCreate નાં સર્જન મોટી ભૂમિકા ભજવી છે. પોતાનો કિંમતી સમય આપ્યો છે. મને આશા છે કે આ સંસ્થામાં નવીનતાનું જે વાતાવરણ બનશે, એ સમગ્ર દેશનાં નવયુવાનોને સશક્ત કરવામાં બહુ મોટી ભૂમિકા અદા કરશે. હું પ્રધાનમંત્રીજીનો, શ્રીમતી સારાજીનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારાં સારાં મિત્ર સ્વરૂપે આપણી દોસ્તી, બંને દેશોની મૈત્રીમાં એક નવી તાકાત બનીને સામે આવી છે. તેઓ આજે ભારત માટે એક વિશેષ ભેટસોગાદ લાવ્યાં છે, જેનો વીડિયો તમે જોયો. મારૂ માનવું છે કે તમારી આ ભેટ ભારતનાં સામાન્ય માનવીનાં હૃદયને સ્પર્શી જશે. આ માટે હું હૃદયપૂર્વક તમારો ખૂબ-ખૂબ આભાર માનું છું.

 

હું એક વખત ફરી તમારો બધાનો આભાર માનું છું અને iCreate ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”