E-governance is easy, effective and economical. It is also environment friendly: PM Modi
Technology has the power to transform our economic potential as well, says PM Narendra Modi
IT + IT = IT. This means 'Information technology + Indian Talent = India Tomorrow': PM Modi
The impact of artificial intelligence is going to increase. Space technology is becoming important: PM

સભાગૃહમાં ઉપસ્થિત તમામ આદરણીય વરિષ્ઠ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, બહારના મિત્રો, ભાઈઓ અને બહેનો.

આજે બુદ્ધ પૂર્ણિમા છે. આ બુદ્ધ પૂર્ણિમાના પાવન પર્વ પર મારી તમને અને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. દેશ બદલાઈ રહ્યો છે, રજા છે, આપણે લોકો કામ કરી રહ્યા છીએ. આજે 10 મેનું એક બીજું મહત્વ પણ છે, 1857નો સ્વતંત્રતા સંગ્રામ દેશની આઝાદીના એક ખૂબ મોટા વ્યાપક સંઘર્ષનો પ્રારંભ 10 મે આજથી શરુ થયો હતો.

આજે આધુનિકતા તરફ એક વધુ પગલું અને તે પણ ન્યાયવ્યવસ્થા તરફથી ઉપાડવામાં આવી રહ્યું છે. હું મુખ્ય ન્યાયાધીશ સાહેબ અને તેમની સંપૂર્ણ ટીમને હૃદયથી ખૂબ ખૂબ વધામણી આપું છું, અભિનંદન આપું છું, આમ તો અમે અલાહાબાદમાં એક કાર્યક્રમમાં મળ્યા હતા, તો ચીફ સાહેબે ઘણા વિસ્તારપૂર્વક આંકડાઓનું એક સંપૂર્ણ ચિત્ર રજૂ કર્યું હતું, ત્યાં સૌની સામે અને દેશમાં જે કેસો બાકી પડેલા છે, સ્થગિતતા છે અને તેમણે દેશની ન્યાયવ્યવસ્થાને અપીલ કરી હતી કે તમે વેકેશનનો કેટલોક સમય આપો. એક તો તે વસતુ સંભાળવી એ જ મારી માટે ઘણું આનંદદાયક હતું ત્યાં બેસીને, અને ખૂબ પ્રેરણાદાયી હતું અને મને ખુશી છે, મને અનેક જગ્યાએથી સમાચારો મળી રહ્યા છે કે ઘણી મોટી માત્રામાં ઉચ્ચ અદાલતમાં, સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશો પોતાના વેકેશનને ટૂંકાવીને આ દેશના ગરીબો માટે પોતાનો સમય આપવાના છે, હું તેના માટે તમારો ખૂબ આભારી છું. ક્વોન્ટમના રૂપમાં તેનું પરિણામ શું આવે છે તે અલગ વાત છે પરંતુ આ પ્રકારની ભાવના આખા વાતાવરણને બદલી નાખે છે. એક જવાબદારીની ભાવનાને બળ આપે છે અને સામાન્ય માનવીના મનમાં એક નવો વિશ્વાસ ઊભો થાય છે અને ‘ન્યૂ ઇન્ડિયા’ માટે નવો વિશ્વાસ પણ એટલો જ જરૂરી છે અને તેની માટે હું હૃદયથી આપ સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું

 

આજે આપણે ટેકનોલોજીના સંબંધમાં સરકારનો જે અનુભવ છે, મેં રાજ્યમાં પણ કામ કર્યું છે, અહીંયા પણ કામ કર્યું છે, સરકારો અથવા સરકાર સાથે જોડાયેલી બધી જ વ્યવસ્થાઓ, દુર્ભાગ્યથી ટેકનોલોજીનો આપણો મર્યાદિત અર્થ રહ્યો છે તે હાર્ડવેરથી રહ્યો છે. હાર્ડવેર ખરીદવા, હાર્ડવેર વસાવવા, તેને જ આપણે ટેકનોલોજી માની લીધી. અનેક કાર્યાલયોમાં તમે જશો તો પહેલાના જમાનામાં ટેબલ પર એક ફૂલદાની રહેતી હતી, મોટો અધિકારી આવે તો મોટી તાજા ફૂલોવાળી મુકાતી હતી. નાનો અધિકારી આવે તો થોડી નાની, પણ ફૂલદાની રહેતી હતી. યુગ બદલાઈ ગયો, આધુનિકતા આવી તો ફૂલદાનીની જગ્યાએ સારામાં સારું કોમ્પ્યુટર રહેવા લાગ્યું, પણ ખૂબ સરસ લાગે છે. એટલા માટે સમસ્યા ટેકનોલોજીની ઓછી છે, બજેટની પણ ઓછી છે, મનનો દ્રષ્ટિકોણ એ સમસ્યા છે. હવે આજે બુદ્ધ પૂર્ણિમા છે તો ભગવાન બુદ્ધની એક વાત ખૂબ પ્રેરક છે, તેઓ હંમેશા કહેતા હતા કે મન બદલે, મત બદલે, મંતવ્ય બદલે ત્યારે જ પરિવર્તનની શરૂઆત થાય છે. ભગવાન બુદ્ધનો એક ખૂબ જ પ્રેરક સંદેશ છે આ. અને તે અર્થમાં આજે પણ આપણે જોયું છે કે દરેકને લાગે છે કે હવે છ મહિના થઇ ગયા મોબાઈલ ફોનનું મોડલ જૂનું થઇ ગયું જરા નવું મોડલ લઇ આવીએ. ગમે તેટલું નવું મોડલ લાવશે તેમ છતાં તેના ખિસ્સામાં કોન્ટેક્ટની યાદીની ડાયરી હશે. જયારે મોબાઈલ ફોનમાં કોન્ટેક્ટ લિસ્ટની બધી જ વ્યવસ્થા છે તેમ છતાં તેની ડાયરી રહે છે કારણકે આપણે મિત્રોની વચ્ચે બેસીએ છીએ તો હાથમાં મોબાઇલ તો સારો હોવો જોઈએ અને લીલા અને લાલ બટનથી વધારે કંઈ ખબર નથી હોતી. આપણે આટલા, આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે એવી રીતે બદલતા નથી, આપણે કોઈને જો એસએમએસ કરીએ છીએ પછી ફોન કરીએ છીએ, મારો એસએમએસ મળ્યો? પડકાર સોફ્ટવેરમાં નથી, પડકાર હાર્ડવેરમાં પણ નથી અને તેના માટે એક સામૂહિક મન મનાવવું પડે છે એક ચેન જો તૂટી ગઈ તો પ્રક્રિયા અટકી જાય છે. કોઈને લાગ્યું કે હું…હવે જુઓ આપણામાંથી કોઈ, મારા સહિત, જ્યાં સુધી હાથમાં લઈને છાપુ નથી વાચતા ત્યાં સુધી મજા નથી આવતી. છાપુ એવી રીતે પડ્યું રહે છે, આજના છોકરાઓ છાપાને હાથ પણ નથી લગાવતા, આમ, આમ કરીને દુનિયાભરના સમાચારો લઈને આવી જાય છે. તો આ જે બદલાવ છે, આ બદલાવની સાથે પોતાની જાતને જોડવી અને આ એક વાતાવરણ ઊભું કરવું પડે છે, ત્યારે જઈને થાય છે જી. એકાદ વ્યક્તિનો રસ હશે, તે કરતો રહેશે તો એકદમથી આખી વ્યવસ્થામાં એકલો પડી જશે.

અને એટલા માટે જ હમણાં ચીફ સાહેબ મને કહી રહ્યા હતા કે આપણે અત્યારે એક પ્રકારથી તાલીમની સતત ચર્ચાનું કામ કરી રહ્યા છીએ જેથી આ નીચે સુધી કેવી રીતે ઉતરી શકે તેના માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ, ટેકનોલોજીની તાકાત ઘણી અદભુત છે જે આનો અનુભવ કરશે તેનો અંદાજો આવશે કે આને કેવી રીતે ઉપયોગમાં લાવી શકાય. શરૂઆતમાં તેને ખૂબ ડર લાગે છે કે યાર આ મારા હાથની વાત નથી. તમે જોયું હશે તમે ઘરમાં બહુ સરસ વીસીઆર લઈને આવ્યા છો, ખૂબ સરસ ટીવી લઈને આવ્યા છો, પણ તમારો પૌત્ર જયારે તમને કંઈ ખબર નથી પડતી તો પૌત્રને બોલાવો છો, અરે જુઓ યાર એમ આ બંધ થઇ ગયું તો તે સરખું કરી આપે છે, એટલે કે આટલો મોટો તફાવત છે પેઢીનો આ બધી બાબતોમાં.

અને એટલા માટે જ તેની સાથે તાલ મિલાવવો, એક પેઢી માટે થોડું અઘરું છે, પણ જો તે પેઢી તેની સાથે તાલ મેળવીને નહીં ચાલે તો નીચે સુધી વિસ્તારવું અશક્ય છે. અને એટલા માટે અંતે તે સૌથી મોટો પડકાર છે, આની સાથે જોડાયેલો છે.
મારા હિસાબે ઈ-ગવર્નન્સ, ઇઝી ગવર્નન્સ, ઈફેક્ટીવ ગવર્નન્સ, ઇકોનોમિકલ ગવર્નન્સ, એન્વાયરમેન્ટ ગવર્નન્સ, આપણે આ ઈ-ગવર્નન્સને જીવનના દરેક ક્ષેત્રમાં કેવી રીતે લાવીએ? હવે જો આપણે એક કાગળ, એ-4 સાઈઝના એક કાગળનો ઉપયોગ કરીએ છીએ, સંશોધન કહે છે કે એ-4 સાઈઝનો એક કાગળ આખી પ્રક્રિયા દરમિયાન 10 લીટર પાણી પીવે છે. 10 લીટર પાણી…તેનો અર્થ એ થયો કે હું જો આ પેપર-લેસ દુનિયા તરફ જાઉં છું તો હું કેટલી મોટી આવનારી પેઢીની સેવા કરવાનો છું. હું કેટલા જંગલ બચાવીશ, હું કેટલી વીજળી બચાવીશ, જયારે હું વીજળી બચાવીશ તો હું કેટલી મોટી પર્યાવરણની સમસ્યાને સંબોધીશ, એટલે કે વ્યવસ્થાની પોતાની એક તાકાત છે. પણ જ્યાં સુધી તે આખા સ્વરૂપને આપણે જાણી નથી લેતા ત્યાં સુધી છોડોને યાર આ મારું કામ નથી. જો આપણે આને તેના વ્યાપક રૂપમાં પણ લોકોને ઉશ્કેરીશું, આ કોઈ પહેલાનું બધું ખરાબ હતું, અને જૂનું હતું, અને આ કરીએ છીએ તે જ આધુનિક છે, તે રૂપમાં તેને જોવાની જરૂર નથી, આ ખૂબ સરળ છે, ઘણું ઉપયોગી છે અને આજના સમયમાં જયારે સમયની મુશ્કેલી છે તો ઓછા સમયમાં કરવાવાળું કામ આનાથી થાય છે.

સરકારમાં વત્તે ઓછે અંશે અમારો અનુભવ એ છે કે આપણે લોકો એવું માનીએ છીએ, આપણો વિભાગ એવું મને છે કે આપણે જે કરીએ છીએ તે ખૂબ સારું છે. આપણી કોઈ ભૂલો નથી હોતી, આપણી કોઈ નબળાઈઓ નથી હોતી. સ્વાભાવિક છે જે જ્યાં કામ કરે છે તે આવું માને જ છે. હમણાં બે મહિના પહેલા મેં જરા એક સાહસ કર્યું, મેં બધા જ વિભાગોને કહ્યું કે તમે મને કહો કે તમારે ત્યાં તમને લાગે છે કોઈ મુશ્કેલી છે, કંઈક ખોટું થઇ રહ્યું છે અથવા તેને સરખું કરવું છે અથવા પ્રક્રિયાને થોડી સરળ બનાવવી છે, જરા જણાવો. કેટલાક દિવસ તો ના ના સાહેબ અમારે બધું સારું ચાલે છે, કંઈ ખાસ તકલીફ નથી. હું પાછળ લાગેલો રહ્યો તો આશરે 400 સમસ્યાઓને શોધવામાં આવી અલગ અલગ વિભાગોની તારીખ મુજબ કે જેમાં સુધારાની જરૂર હતી અથવા કંઈ ને કંઈ દખલગીરીની જરૂર હતી. હવે પછીથી મેં યુનિવર્સીટીઓને આ કામ આપ્યું, ખાસ કરીને 18થી 20-22 વર્ષની ઉંમરના બાળકોને આપ્યું અને તેમનો એક હેકેથોનનો કાર્યક્રમ બનાવ્યો છે. 36 કલાક નોન-સ્ટોપ એક જ છતની નીચે બેસીને કામ કરવાનું અને તેના ઉપાયો શોધવા, 400 સમસ્યાઓ તેમને આપી દીધી સરકારની. 42,000 બાળકોએ તેમાં ભાગ લીધો, સો થી વધુ યુનિવર્સીટીઓ અને કોલેજોએ તેમાં ભાગ લીધો અને 36 કલાક નોન-સ્ટોપ એક જ છતની નીચે બેસીને તેમણે આ કામ કર્યું. હું આશ્ચર્યચકિત હતો, મોટાભાગની સમસ્યાઓના ઉકેલો તેમણે આપી દીધા છે. પ્રક્રિયાના ઉપાયો આપ્યા છે. મોટાભાગે પછી સરકારની સાથે તેમની વાતચીત થઇ, સરકારને તેમણે જણાવ્યું કે જુઓ આનો રસ્તો આ છે, આનો આ છે. અનેક વિભાગોએ આને સ્વીકાર્યા પણ છે. અને આ પાછલા બે મહિનામાં જ થઇ ચુક્યું છે. આનો અર્થ થયો કે આપણી પાસે આટલી મોટી સંભાવનાઓ છે, જો આપણે કોશિશ કરીએ. અને હું જે ઇચ્છુ છું કે તમે પણ દેશના ટેકનોલોજીના ક્ષેત્રના વિદ્યાર્થીઓને આવી જો કોઈ સમસ્યાઓ આપશો, તેમને કહેશો કે શોધી લાવો રસ્તો, શું રસ્તો નીકળી શકે છે, શું થઇ શકે છે, કયું સોફ્ટવેર બની શકે છે, કઈ ટેકનીક કામમાં આવી શકે છે. હું વિશ્વાસથી કહું છું કે તેઓ એટલી સરસ વસ્તુ આપે છે અને ઉકેલો આપે છે કે આપણે સહેલાઈથી તેમને સ્વીકારી શકીએ છીએ, પરિમાણો સ્વીકારી શકીએ છીએ. અને મારો મત છે કે આઈટી+આઈટી = આઈટી મતલબ માહિતી ટેકનોલોજી + ભારતીય કૌશલ્ય = આવતીકાલનું ભારત, આ સામર્થ્ય છે તેમનામાં. આ સામર્થ્યનો ઉપયોગ કરીને આપણે આગળ કેવી રીતે વધીએ.

હવે એક જમાનો હતો જયારે ચલણી નાણા માટીના, માટીના સિક્કા બનતા હતા, દુનિયા ચાલતી હતી. સમય બદલાઈ ગયો, ક્યારેક તાંબાના સિક્કા આવ્યા, ક્યારેક ચાંદીના આવ્યા, ક્યારેક સોનાના આવ્યા, ક્યારેક ચામડાના આવ્યા, ધીમે ધીમે કરીને કાગળના આવ્યા. હવે આ બદલાવ આપણે લોકોએ જ સ્વીકાર કર્યો છે યુગ અનુસાર હવે સમય આવી ગયો છે કે હવે કાગળના ચલણનો સમય જઈ રહ્યો છે, હવે ડિજિટલ નાણું આપણે આપણા સ્વભાવમાં વણવું પડશે.

હું આ દિવસોમાં ખાસ કરીને 8 નવેમ્બર પછી જે ક્ષેત્રમાં મારો કોઈ અનુભવ નહોતો તેમાં જરા વધારે રસ લેવાનો મોકો મળ્યો છે ડિજિટલ નાણા માટે, વિમુદ્રીકરણનો દિવસ હતો 8 નવેમ્બર. અને મેં અનુભવ કર્યો કે નોટ છાપવી, તેને સુરક્ષિત રાખવી, તેને પહોંચાડવી સ્થળાંતર, અરબો ખરબો રૂપિયાનો ખર્ચ છે જી એક એટીએમ મશીનને સંભાળવા માટે એક..એક એટીએમને સંભાળવા માટે છ છ પોલીસવાળા લાગે છે જી. જયારે ટેકનોલોજી ઉપલબ્ધ છે ખિસ્સામાં જો પૈસા ના હોય તો પણ તમે તમારું ગુજરાન ચલાવી શકો છો એટલી ટેકનોલોજી આજે ઉપલબ્ધ છે. આપણે જો જેમ સરકારે પહેલ કરીને ભીમ એપ બનાવી છે. એક રૂપિયાનો ખર્ચો નહીં, તમે તમારા મોબાઇલ પર ડાઉનલોડ કરો, સામે વાળાની પાસે હશે, તમારો કારોબાર શરુ કરી દો, કોઈ તકલીફ નથી. દેશના અરબો ખરબો રૂપિયા જો બચશે તો કોઈ ને કોઈ ગરીબનું ઘર બનાવવા માટે, ગરીબ બાળકોને શિક્ષણ આપવા માટે કામ આવવાનું છે.



ટેકનોલોજી સમગ્ર આર્થિક વાતાવરણને બદલી શકે છે, આ તાકાત છે તેની. આપણે તેને કઈ રીતે ઉપયોગમાં લાવીએ અને જીવનના દરેક ક્ષેત્રમાં આપણે તેને કેવી રીતે પ્રયોગમાં લાવીએ, આપણે પ્રયત્ન કરવો જોઈએ. મારો પોતાનો અનુભવ છે કે ખૂબ ઝડપથી તેનું માહાત્મ્ય લોકોની સમજણમાં આવવા લાગ્યું છે. જો પોતાને નથી આવડતું તો આપણે એક નવયુવાન રાખી લઈએ છીએ, જો ભાઈ તું મને મારા આ કામમાં મદદ કર, મને આદત નથી પણ તું કર, તે કરી આપે છે. આજે આપણે જે ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ કદાચ હજાર વર્ષમાં ટેકનોલોજીએ જે ભૂમિકા નિભાવી હશે, પાછલા ત્રીસ વર્ષમાં તેનાથી હજાર ગણી વધારે ટેકનોલોજીએ ભૂમિકા અદા કરી છે. જે કામ હજાર વર્ષમાં નથી થયું, તે ત્રીસ વર્ષમાં થયું છે. અને આજે થઇ રહ્યું છે અહીંથી નીકળ્યા પછી તે જ ટેકનોલોજી બની શકે છે કે આઉટ ઓફ ડેટ થઇ જાય, એટલી ઝડપથી ટેકનોલોજી બદલાઈ રહી છે, ખૂબ દૂર સુધી દિવસો હશે જયારે કૃત્રિમ બુદ્ધિ રાજ કરશે. કૃત્રિમ બુદ્ધિનું સંપૂર્ણ ક્ષેત્ર આખી માનવ જાતિને દોરવાની છે. નોકરી બચશે કે નહીં બચે, તેની ચર્ચા થશે, ડ્રાઈવર વગરની કાર આવશે, કૃત્રિમ બુદ્ધિથી ચાલવાવાળી કાર આવવાની છે. ડ્રાઈવરનું શું થશે? શું કૃત્રિમ બુદ્ધિ આવ્યા પછી પણ રોજગાર નિર્માણની સંભાવનાઓ છે? અને જે તેના નિષ્ણાત છે તેમનું કહેવું છે કે કૃત્રિમ બુદ્ધિ આવ્યા પછી રોજગાર નિર્માણની ભારે સંભાવનાઓ વધવાની છે. આખું વિશ્વ એક નવા વિચાર તરફ આગળ વધવાનું છે. તેના માટે નવી પેઢી તૈયાર થવાની છે. અર્થાત જગત કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે, ટેકનોલોજી મનુષ્યને જે રીતે દોરીને લઇ જઈ રહી છે, જો આપણે તેની સાથે પોતાની જાતને થોડું પણ તાદાત્મ્ય નહીં સાધીએ, તો અંતર એટલું વધી જશે કે પછી આપણે એટલા નકામા થઇ જઈશું કે આપણને કોઈ પૂછશે પણ નહીં, આ અવસ્થા દૂર નથી.

અને એટલા માટે સ્પેસ ટેકનોલોજી આપણે લોકોએ આજે હિન્દુસ્તાનમાં સ્પેસ ટેકનોલોજી અને વિજ્ઞાનમાં ઘણી ઈજ્જત મેળવી છે, દુનિયામાં આપણી પ્રતિષ્ઠા બનેલી છે. આપણે જે મંગળ પર ગયા, દુનિયાને ત્યાં આગળ પ્રથમ પ્રયત્નમાં કોઈ સફળતા નથી મળી, ભારત પહેલા પ્રયત્નમાં જ સફળ થયો. અને ખર્ચો કેટલો થયો, આજે જો આપણે ટેક્સી ભાડે લઈએ છીએ, એક કિલોમીટરના ધારો કે 10 રૂપિયા 11 રૂપિયા થાય છે, આપણે મંગળ પર ગયા એક કિલોમીટર 7 રૂપિયામાં ગયા. અને દુનિયામાં હોલિવૂડની જે ફિલ્મોના ખર્ચ થાય છે, તેનાથી પણ ઓછા બજેટમાં હિન્દુસ્તાને મંગળની સફળતા મેળવી છે. આજે આ આપણા વૈજ્ઞાનિકોના કૌશલ્યની તાકાત છે, આ આપણા દેશના વૈજ્ઞાનિકોનું સામર્થ્ય છે. પરંતુ દુર્ભાગ્યથી આટલી મોટી સ્પેસ ટેકનોલોજી ભારતની આટલી મોટી સિદ્ધિઓ, પરંતુ અમલ કરી શકાય તેવા વિજ્ઞાનમાં આપણે, વિજ્ઞાનનું અમલીકરણ કરવાની દિશામાં આપણે ઘણા પાછળ રહી ગયા છીએ. મારા અહીંયા આવ્યા પછી મેં એક કાર્યશાળા યોજી બધા જ સંયુક્ત સચિવોની, અનેક દિવસો સુધી કરી, વિભાગો પ્રમાણે કરી, સ્પેસ ટેકનોલોજીનો ગવર્નન્સમાં કઈ રીતે ઉપયોગ થાય છે. આજે આપણે રસ્તાઓ બનાવીએ છીએ તો આવા, આવા બનાવીએ છીએ. સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો આપણે ઓછામાં ઓછા વળાંકો સાથે સીધા રસ્તા બનાવી શકીએ છીએ, તમે ડીઝાઈન કરી શકો છો અને બધું કરી શકો છો. મારે આદિવાસીઓને હક આપવા હતા જમીનના. મેં સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. અને મારે કોઈ સાબિતીની જરૂર નહોતી, સ્પેસ ટેકનોલોજીથી સીધું કરી શકતો હતો કે આ જંગલની જમીન છે, જે ક્યારેક ખેતી માટે આવતી હતી, 15 વર્ષના જૂના ફોટોગ્રાફ્સથી, હું નક્કી કરી શકું છું જો તેનો અધિકાર બને છે, અમે તેને આપી શકીએ છીએ.

આજે ન્યાય વ્યવસ્થામાં જેટલી ખાસ કરીને ફોજદારી ન્યાયના ક્ષેત્રમાં ન્યાયની સંભાવનાઓ વધી ગઈ છે કારણ કે ટેકનોલોજી ખૂબ મોટી સહાય કરી રહી છે. મોબાઇલ ફોન એવી સાબિતીઓ છોડીને જાય છે કે તમને પુરાવા માટે એકદમથી વૈજ્ઞાનિક સુવિધાઓ મળી જાય છે. ફોરેન્સિક વિજ્ઞાનની ખૂબ મોટી ભૂમિકા રહી છે. અકસ્માતના કિસ્સામાં સીસીટીવી કેમેરાના ફૂટેજથી તમે ચુકાદો આપવાના પરિણામ સુધી પહોંચી જાવ છો. કહેવાનો અર્થ એ છે કે આખી ન્યાય વ્યવસ્થાને વધારે સક્ષમ બનાવવામાં અને સરળ બનાવવામાં ટેકનોલોજી ફોરેન્સિક સાયન્સ ખૂબ મોટી ભૂમિકા અદા કરી શકે છે. આપણે જેટલી ઝડપથી આ વસ્તુઓને અપનાવીશું, આપણે તેટલા જ ચોક્કસ નિર્ણયો આપીશું.

હવે કોઈ કલ્પના કરી શકતું હતું, ક્રિકેટ પહેલા અમ્પાયર નક્કી કરતો હતો કે હાર્યો કે જીત્યો. હવે થર્ડ અમ્પાયર નક્કી કરે છે કે ભાઈ તમારો બોલ બરાબર હતો, પકડ્યો કે ના પકડ્યો, તે કહી દે છે, તો ઉપરથી પ્રકાશ નાખે છે. હવે કોઈ કહેશે અમ્પાયરની નોકરી જતી રહી, અમ્પાયરની નોકરી નથી જતી રહી ચોકસાઈ આવી છે. અને એટલા માટે હું સમજુ છું કે ટેકનોલોજીના સંબંધમાં આપણે જેટલી સરળતાની સાથે તેને સ્વીકારીશું તેટલી સરળતાથી મને જરૂર લાગે છે કે તેનો ઘણો ફાયદો મળવાનો છે.

હમણા રવિશંકરજી પ્રો બોનોની વાત કરી રહ્યા હતા. હું જરૂરથી તેનો આપ સૌની સામે ઉલ્લેખ કરવા માગીશ. આ જે આપણા દેશમાં માન્યતા છે, આ દેશના નાગરિકો આવા છે, લોકો આવા છે, લોકોને તો પોતાનું જ છે, તે વાસ્તવિકતા નથી. આ દેશનો મિજાજ આપણે ઓળખીએ, દેશનો મિજાજ અલગ છે. આ મંચ એવું નથી, હું ઉદાહરણ આપવા જઈ રહ્યો છું, યોગ્ય છે પણ છતાં તે વધારે તેને લગતું છે એટલા માટે હું આપી રહ્યો છું, મને માફ કરજો, 2014ની જે ચૂંટણી થઇ છે. મારા પક્ષે પ્રધાનમંત્રીના રૂપમાં ઉમેદવારના રૂપમાં મને રજૂ કર્યો હતો, સામે પણ કોંગ્રેસ પક્ષના લોકો ચૂંટણી લડી રહ્યા હતા અને તે ચૂંટણી પહેલા તમને જાણ હશે કે દિલ્હીમાં એક બહુ મોટી બેઠક થઇ હતી કોંગ્રેસ પક્ષની. અને દેશનું સંપૂર્ણ ધ્યાન હતું કે તેઓ શું લઈને દેશની સામે આવે છે, દેશમાં ચૂંટણી માટે અને જયારે પત્રકાર પરિષદ યોજાઈ હતી તો તેમણે કહ્યું હતું કે અમે નિર્ણય કર્યો છે કે 9 ગેસના સિલિન્ડરની જગ્યાએ 12 સિલિન્ડર આપીશું, એટલે કે 2014ની ચૂંટણી એક રીતે 9 સિલિન્ડર અને 12 આ બાજુ હતા અને બીજી બાજુ અલગ જ હતું. હું તે સમયના દ્રશ્યને એટલા માટે યાદ અપાવી રહ્યો છું, હવે તમે જુઓ કે ટેકનોલોજીના બાર જે દેશમાં 9 અને 12 સિલિન્ડરોની ચર્ચા લોકસભા સુધી ભવિષ્ય નક્કી કરવા માટે થઇ રહી હતી, સરકાર બન્યા પછી મેં દેશવાસીઓને એક નાનકડી વિનંતી કરી હતી, લાલ કિલ્લા ઉપરથી અને મેં કહ્યું હતું કે ભાઈ જો તમને કોઈને પોસાય તેમ હોય તો તમે સબસીડી છોડી દો ને! એટલું જ કહ્યું હતું અને હું આજે ઘણા ગર્વ સાથે કહું છું કે મારા દેશના 1 કરોડ 20 લાખ પરિવારોએ ગેસની સબસીડી સમર્પિત કરી દીધી. આપણે પોતાની વિચારધારાને કારણે 9 અને 12માં આપણે ફસાયેલા હતા, તેની તાકાત શું છે ક્યારેય તેને આપણે સંબોધી નહોતી જી.

એકવાર મેં ડોકટરોને અપીલ કરી હતી કે તમારી પાસે ઘણું કામ હશે, ઘણા દર્દીઓ હશે, જયારે એક કામ, મારી મદદ કરી શકો છો ખરા? મેં કહ્યું દર મહીને 9 તારીખે કોઈ પણ ગરીબ ગર્ભવતી મહિલા તમારા દરવાજે આવશે, તમે ફી લીધા વિના તે ગરીબ ગર્ભવતી માની ચિંતા કરજો. તમને જાણીને આનંદ થશે કે આ દેશના હજારો સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટરોએ પોતાના દવાખાનાની બહાર બોર્ડ લગાવ્યા છે અને નવ તારીખે તેઓ કોઈપણ ફી લીધા વિના ગરીબ ગર્ભવતી મહિલાની સેવા કરે છે, તેમને મદદ કરે છે તેમને માર્ગદર્શન આપે છે, દવાઓ આપે છે.

જયારે હું ગુજરાતમાં હતો, બહુ ભયંકર ભૂકંપ આવ્યો હતો, મેં એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને કહ્યું હતું છ મહિનાનો સમય આપો. ઘણી મોટી માત્રામાં એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ આવ્યા હતા અને મિશનની જેમ મારી સાથે કામ કરવા માટે ઊભા રહી ગયા હતા. આજે હું દેશના કાયદાકીય વર્તુળને, ખાસ કરીને મારા વકીલ મિત્રોને આગ્રહ કરી રહ્યો છું આ જે પ્રો-બોનોની ક્રમશઃ અમે એક એપ તૈયાર કરી છે તમે તમારી જાતને નોંધાવો, કોઈ ગરીબને મદદ જોઈએ તો હું ગરીબ માટે મફતમાં તૈયાર છું. આખા દેશમાં એક ચળવળની શરૂઆત થાય, ગરીબોને કાયદાકીય મદદ પૂરી પાડવા માટે આપણે આગળ આવીએ. અને આ એક ટેકનોલોજીની કમાલ છે કે આ પ્રો-બોનો દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ટેકનોલોજી દ્વારા તમે તેમાં નોંધણી કરાવી શકો છો, ટેકનોલોજીના માધ્યમથી જે જરૂરિયાતવાળું છે તે આવી શકે છે, અથવા આપણા નાના મોટા સંસ્થાનો છે તેમના દ્વારા સંધાન કરી શકીએ છીએ, પરંતુ એક નવી પહેલ જો મારા દેશના ગરીબ, વિધવા નિવૃત્ત શિક્ષક તે જઈને કતારમાં ઊભા રહીને ગેસના સિલિન્ડરની સબસીડી સમર્પિત કરી શકે છે, મારા દેશનો સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર નવ તારીખે ગરીબ માની સેવા કરવા માટે તત્પર રહે છે, મારા દેશનો નવયુવાન આપત્તિના સમયે પોતાના એન્જીનિયરીંગ કૌશલ્યને લગાવી દેવા માટે તૈયાર હોય છે, મારા દેશનો આઈટી પ્રોફેશનલ, હું તેને કહું કે 36 કલાક ખાધા પીધા વિના એક જ છત નીચે આવી જાઓ અને દેશની સમસ્યાઓના સમાધાન માટે કોઈ રસ્તાઓ શોધવા માટે આવી જાવ અને 42 હજાર યુવાનો 36 કલાક માટે 400 સમસ્યાઓના સમાધાન માટે રસ્તા શોધે છે, મને વિશ્વાસ છે મારા દેશના વકીલ પણ મારા દેશના ગરીબોની મદદ કરવા માટે આ ટેકનોલોજીના માધ્યમથી આગળ આવશે, અને દેશનું ભવિષ્ય બદલવા માટે કામે લાગશે.

એ જ અપેક્ષા સાથે આ જે નવું કામ તમે શરુ કર્યું છે, ખાન્વિલકરજીને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું, વધામણી આપું છું, ચીફ સાહેબને ખૂબ અભિનંદન આપું છું. હું માનું છું ડિજિટલ ઇન્ડિયાની દિશામાં, ન્યાયિક વ્યવસ્થામાં ટેકનોલોજીનું આગમન પોતાનામાં જ ઘણી મોટી સેવા કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi