Union Government aims to develop eastern India as the gateway to South-East Asia: PM Modi
IIT Bhubaneswar would spur the industrial development of Odisha and work towards improving the lives of the people: PM
Central Government is devoted towards ensuring all-round development of Odisha: PM Modi

અહિયાં પધારેલા ભાઈઓ બહેનો અને યુવા મિત્રો!

ઓડિશાના વિકાસ માટે સમર્પિત ભાવથી કામ કરવાનો અમારો સંકલ્પ આજે એક વધુ મહત્વના પડાવ પર પહોંચ્યો છે. થોડા સમય પહેલા 14 હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ યોજનાઓમાં ઉચ્ચ શિક્ષણ, સ્વાસ્થ્ય, ગેસ, રસ્તાઓ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતી તમામ પરિયોજનાઓ છે. આ બધી જ યોજનાઓ ઓડિશાના વિકાસ, અહિંના જન-જનના જીવનને સરળ અને સુગમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાના છે. વિકાસની આ બધા જ યોજનાઓ માટે આપ સૌને ઓડિશાના પ્રત્યેક વ્યક્તિને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ, દેશના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ કેન્દ્ર સરકાર દ્વારા ઓડિશા સહિત સમગ્ર પૂર્વીય ભારતના વિકાસ પર આટલું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દેશના સંતુલિત વિકાસને પ્રાથમિકતા આપતા છેલ્લા ચાર વર્ષોથી નિરંતર અહિં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા, જરૂરી સુવિધાઓ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટનો વિસ્તાર થયો છે. કેન્દ્ર સરકાર પૂર્વીય ભારતને પૂર્વીય એશિયા અને દક્ષિણ એશિયાના ગેટવે તરીકે વિકસિત કરવા તરફ આગળ વધી રહી છે. સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર પર ચાલીને ઓડિશાના જન-જન, ઓડિશાના ખૂણે-ખૂણાનો વિકાસ એ સંકલ્પ લઈને કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે.

સાથીઓ, આજે આઈઆઈટી ભુવનેશ્વરને ઓડિશાની પ્રતિભાઓ માટે, યુવાનો માટે સમર્પિત કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે. તેના નિર્માણમાં 1260 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ભવ્ય પરિસર આવનારા સમયમાં ઓડિશાના નવયુવાનોના સપનાઓને… આ સપનાઓનું તો કેન્દ્ર બનશે જ. અહિંના યુવાનોની માટે રોજગારનું નવું માધ્યમ પણ સિદ્ધ થશે. આઈઆઈટીના આ પરિસરમાં ઓડિશાના સ્થાનિક ઉદ્યોગો દ્વારા અહિંના જંગલોમાં ઉપસ્થિત સંપત્તિ સાથે જોડાયેલા સંશોધન કરવામાં આવશે. અહિંના આદિવાસી બહેન-ભાઈઓના જીવનને વધુ સરળ બનાવવા માટે નવી ટેકનોલોજી પર સંશોધન થશે. આ સંસ્થાન દેશ અને દુનિયાની માટે ઉચ્ચ સ્તરના એન્જીનિયર અને ઉદ્યમીઓ તો પેદા કરશે જ, ઓડિશાને પણ હાઈ ટેક ઔદ્યોગિક વિકાસના માર્ગ પર આગળ લઇ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. તે સિવાય આવનારા દિવસોમાં બરહામપુરમાં આશરે 1600 કરોડ રૂપિયાના ખર્ચે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચનું પણ કામ શરુ થવાનું છે.

સાથીઓ! શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડાયેલા એવા અનેક સંસ્થાનો વિતેલા સાડા ચાર વર્ષોમાં કેન્દ્ર સરકારે દેશભરમાં મંજૂર કર્યા છે. આ સરકારના તે વિઝનને જ આગળ વધારે છે. જે અંતર્ગત ન્યુ ઇન્ડિયા નવા ભારત તેને દુનિયા માટે આધુનિક ટેકનોલોજી અને સ્ટાર્ટ અપનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મને આશા છે કે ઓડિશાના નવા સંસ્થાન જ્ઞાન અને નવાચારની ઓડિશાની પોતાની જૂની ઓળખને વધુ મજબૂત કરશે. સાથીઓ, શિક્ષણની સાથે-સાથે જનતાના આરોગ્ય પર પણ કેન્દ્ર સરકાર સંપૂર્ણ ગંભીરતાથી ધ્યાન આપી રહી છે. એ જ ભાવના સાથે ખોરદા, ભુવનેશ્વરમાં બનેલા ઈએસઆઈસી હોસ્પિટલમાં પણ વિસ્તૃતિકરણનું કામ પૂર્ણ થયું છે.

આજે આધુનિક સુવિધાઓથી યુક્ત આ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે જુનું દવાખાનું હતું તેની ક્ષમતા હવે બમણી થઇ ગઈ છે. હવે આ સો પથારીની મોટી હોસ્પિટલ બની ગઈ છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે કે દૂર-સુદૂરના ગામડાઓમાં જંગલોમાં રહેનારા મારા આદિવાસી પરિવારોના ઈલાજ માટે ભટકવું ન પડે. તે જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને આયુષમાન ભારત યોજના અંતર્ગત આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર બનાવવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ઓડિશામાં પણ લગભગ સાડા અગિયારસો આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે. આવનારા એક બે વર્ષોમાં જ્યારે આ તમામ કેન્દ્રો બનીને તૈયાર થઇ જશે તો ઓડિશા અને દેશની આરોગ્ય સુવિધાઓમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે.

સાથીઓ, ઓડિશામાં સ્વાસ્થ્ય સુવિધાઓ વધારવાની સાથે જ રોડ કનેક્ટિવિટીને મજબૂત કરવાનું કામ પણ કેન્દ્ર સરકાર દ્વારા ઝડપથી કરવામાં આવી રહ્યું છે. રાજ્યના તમામ દુર્ગમ ક્ષેત્રોને માર્ગો સાથે જોડવા માટે યોજનાઓને ગતિ આપવામાં આવી રહી છે. ગામડાઓ અને શહેરોમાં રસ્તાઓની જાળ પાથરવામાં આવી રહી છે. ઓડિશામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ 10 હજાર કિલોમીટર સુધી કરવા તરફ કેન્દ્ર સરકાર ઝડપથી આગળ વધી રહી છે. આ જ લક્ષ્યની અંતર્ગત આજે રસ્તાઓ, ધોરીમાર્ગો સાથે જોડાયેલ ચાર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ચાંદીખોલે-ભદ્રક સેક્શન અને ટાંગી-પોઈટોલા સેક્શનની છ લેનીંગ થાય, કટક-આંગુલ સેક્શનને પહોળું કરવાનું હોય કે પછી ખાંડાગીરી ફ્લાયઓવરનું નિર્માણ, આશરે સાડા ચાર હજાર કરોડ રૂપિયાના આ તમામ પ્રોજેક્ટ ઓડિશાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાના છે. આ સુવિધા વડે લોકોનું આવવા-જવાનું સરળ બનશે. વેપાર-કારોબાર કરવો પણ સરળ થશે.

સાથીઓ, ઓડિશાના ઇન્ફ્રાસ્ટ્રક્ટરમાં જેમ-જેમ વિસ્તાર થઇ રહ્યો છે તેમ-તેમ અહિંના ઉદ્યોગ-ધંધાઓ માટે પણ નવા રસ્તા, નવા અવસરો ખુલી રહ્યા છે. ખાસ કરીને તેલ અને ગેસના ક્ષેત્રોમાં ઓડિશાનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. પારાદીપ હૈદરાબાદ પાઈપલાઈન ઓડિશાને નવી ઓળખ આપવાની છે. અહિંના યુવાનો માટે રોજગારના નવા અનેક અવસર ઉત્પન્ન કરવાની છે. આશરે 1200 કિલોમીટરની આ પાઈપલાઈન ઓડિશાની સાથે-સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના પેટ્રોલિયમ પદાર્થોની જરૂરિયાતને પણ પૂર્ણ કરશે. પારાદીપ રીફાઈનરીથી નીકળેલ પેટ્રોલ, ડિઝલ, કેરોસીન અને વિમાનનું બળતણ અનેક શહેરો અને ગામડાઓની જરૂરિયાતને પૂર્ણ કરશે. આશરે ચાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટ્સ અંતર્ગત બહરામપુર, વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને વિજયવાડામાં ડિલવરી કમ પમ્પીંગ સ્ટેશન બનવાથી, આ પાઈપલાઈન બની ગયા પછી ઓડિશા એક રીતે પૂર્વીય ભારતના પેટ્રોલિયમનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.

સાથીઓ, દેશના ગરીબમાં ગરીબ પરિવાર સુધી સાફ, સ્વચ્છ ધુમાડામુક્ત બળતણ આપવા માટે સરકાર સંપૂર્ણ રીતે સમર્પિત છે. દેશના દરેક ઘર સુધી એલપીજી સિલિન્ડર પહોંચાડવામાં તો અમે સફળતાની ઘણા નજીક છીએ. હવે પાઈપના માધ્યમથી રાંધણગેસ આપવાનું પણ એક વ્યાપક અભિયાન સરકારે શરૂ કર્યું છે. ખાસ કરીને પૂર્વીય ભારતને પાઈપ વડે ગેસ પહોંચાડવાની દિશામાં પ્રધાનમંત્રી ઊર્જા ગંગા યોજના ઝડપી ગતિએ ચાલી રહી છે. યુપીથી લઈને ઓડિશા સુધી પીએનજીની લાઈનો પાથરવા માટે હજારો કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. તેના અંતર્ગત જ આજે જગદીશપુર, હલ્દિયા, બોકારો, ધામરા પાઈપલાઈન પ્રોજેક્ટના બોકારો-આંગુલ સેક્શનનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આશરે સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ પ્રોજેક્ટ જ્યારે પૂરો થઇ જશે તો તેનાથી ઓડિશાના પાંચ જિલ્લાઓની સાથે-સાથે ઝારખંડના છ જિલ્લાઓ પણ પાઈપવાળા ગેસ સાથે જોડાઈ જશે.

સાથીઓ, સાધનો, સંસાધનોનો વિકાસ ત્યાં સુધી અપૂર્ણ છે, જ્યાં સુધી સાંસ્કૃતિક વિકાસનો દ્રષ્ટિકોણ તેની સાથે નથી જોડાઈ જતો. દેશના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા નિભાવનારી પાયકા ક્રાંતિના 200 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક વિશેષ ટપાલ ટિકિટ અને સિક્કો પણ આજે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તે સિવાય પાયકા ક્રાંતિના નાયક બક્ષી જગબંધુના નામથી ઉત્કલ યુનિવર્સિટીમાં એક ચેર પણ સરકારે શરુ કરી છે. આ ચેર પાયકા અને આદિવાસી આંદોલન સહિત તમામ રાષ્ટ્રવાદી આંદોલનના સંશોધન સાથે જોડાયેલ વિષયો પર સંશોધનનું કેન્દ્ર તો બનશે જ. સાથે-સાથે તે ઓડિશાના આદિવાસી સમાજમાં આવેલા સમાજિક અને આર્થિક પરિવર્તનોને સમજવાની દિશામાં પણ મહત્વની ભૂમિકા નિભાવશે.

સાથીઓ, પાયકાના નાયકોને સન્માન આપવાની સાથે-સાથે ઓડિશાની સમૃદ્ધ આધ્યાત્મિક વિરાસતને દુનિયાની સામે લાવવાનું ધ્યાન પણ આપવામાં આવી રહ્યું છે. કટક જિલ્લામાં લલિતગીરીમાં પુરાતત્વ સંગ્રહાલયનું ઉદઘાટન કરવાનો પણ આજે મને અવસર મળ્યો છે. તેમાં બૌદ્ધ કાળના પ્રારંભિક સમય સાથે જોડાયેલ મહત્વના અવશેષો રાખવામાં આવ્યા છે. આ સંગ્રહાલય દુનિયાભરના બૌદ્ધ મત સાથે જોડાયેલ લોકો, સંશોધન તજજ્ઞોને તો આકર્ષિત કરશે જ, બીજા લોકો માટે પણ તે આકર્ષણનું કેન્દ્ર બનશે. ઓડિશાના પ્રવાસન ઉદ્યોગ વડે તેને હજુ વધારે શક્તિ મળવાની છે. જેનાથી અહિંના નવયુવાનો માટે રોજગારના નવા અવસરો પેદા થશે.

સાથીઓ, કેન્દ્ર સરકાર ઓડિશાના સંપૂર્ણ વિકાસ માટે સમર્પિત છે. ઓડિશાના માળખાગત બાંધકામથી લઈને જન-જનના વિકાસ માટે તમામ પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે આ કામ સતત ચાલુ રહેશે. ઓડિશા ન્યુ ઇન્ડિયાના વિકાસનું એક મહત્વપૂર્ણ એન્જીન બને. તેની માટે આપણે સૌએ સાથે મળીને આગળ વધવાનું છે, આગળ વધીશું, મળીને પ્રયાસ કરીએ. એ જ કામના સાથે એક વાર ફરી આ તમામ વિકાસ પરિયોજનાઓ માટે ઓડિશાના જન-જનને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. અને જય જગન્નાથનું સ્મરણ કરતા આપ સૌનો ખૂબ-ખૂબ આભાર!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi paid homage today to Mahatma Gandhi at his statue in the historic Promenade Gardens in Georgetown, Guyana. He recalled Bapu’s eternal values of peace and non-violence which continue to guide humanity. The statue was installed in commemoration of Gandhiji’s 100th birth anniversary in 1969.

Prime Minister also paid floral tribute at the Arya Samaj monument located close by. This monument was unveiled in 2011 in commemoration of 100 years of the Arya Samaj movement in Guyana.