Quoteઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ કહેવા માટે ચાર શબ્દોનો ઉપયોગ થાય છે પરંતુ રેન્કિંગ સુધરે છે ત્યારે સરકાર અને સમગ્ર તંત્ર મૂળ સુધી જઈને દિવસરાત કામ કરે છે
Quoteઆજે, ભારત સમગ્ર વિશ્વમાં વ્યાપાર માટે સહુથી યોગ્ય દેશ છે: વડાપ્રધાન મોદી
Quoteઅમે ચહેરારહિત કર અમલીકરણ તરફ કર પદ્ધતિમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને જવાબદારી લાવવા માટે આગળ વધી રહ્યા છીએ.: વડાપ્રધાન

એસોચેમના અધ્યક્ષ બાલકૃષ્ણ ગોયનકાજી, સેક્રેટરી જનરલ દિપક સૂદજી, એસોચેમના લાખો સભ્યો, ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ, અહીં ઉપસ્થિત અન્ય મહાનુભવ, દેવીઓ અને સજ્જનો!!

એસોચેમએ આજે એકઘણો મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ કર્યો છે. સો વર્ષનો અનુભવ વ્યક્તિ હોય કે સંસ્થા એક બહુ મોટી પૂંજી હોય છે. હું એસોચેમના તમામ સભ્યોને, ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

મને જણાવવામાં આવ્યું છે કે લગભગ લગભગ સો જગ્યાઓ પર આ આયોજન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લાઈવ બતાવવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમમાં સામેલ તમામ વ્યક્તિઓને, ઉદ્યમીઓને અને ખાસ કરીને એમએસએમઈ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને હું અભિનંદન આપું છું.

|

મિત્રો,

2019માં હવે માત્ર કેટલાક જ દિવસો બાકી છે. 2020નું નવું વર્ષ અને નવો દાયકો, આપ સૌની માટે સુખ, સમૃદ્ધિ અને સફળતા લઇને આવે, તમે તમારા લક્ષ્યાંકોને પ્રાપ્ત કરો, એ જ કામના સાથે હું મારી વાતનો પ્રારંભ કરીશ.

સાથીઓ,

તમે તમારા શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે જે થીમ રાખી છે, તે દેશના, દેશવાસીઓના લક્ષ્યો અને સપનાઓની સાથે જોડાયેલી છે. અને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની વાત અચાનક આવી હોય, એવું નથી. વીતેલા પાંચ વર્ષોમાં દેશે પોતાને એટલો મજબૂત કર્યો છે કે આ પ્રકારના લક્ષ્યો રાખી પણ શકાય છે અને તેમને પ્રાપ્ત પણ કરી શકાય છે. તે તમે સારી રીતે જાણો છો કે 5-6 વર્ષ પહેલા આપણી અર્થવ્યવસ્થા આપત્તિની દિશામાં વધી રહી હતી. અમારી સરકારે માત્ર તેને રોકી જ નથી પરંતુ અર્થવ્યવસ્થામાં એક શિસ્ત લાવવાનો પ્રયાસ કર્યો છે.

ભારતની અર્થવ્યવસ્થા નિર્ધારિત નિયમોથી ચાલે, નિર્ધારિત લક્ષ્યો તરફ આગળ વધે, તેની માટે અમે વ્યવસ્થામાં આધારભૂત પરિવર્તનો કર્યા છે, ચોતરફા નિર્ણયો લીધા છે, ઉદ્યોગ જગતની દાયકાઓ જૂની માંગણીઓને પૂરી કરવા ઉપર ધ્યાન આપ્યું છે. અને એટલા માટે આજે 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર માટે એક મજબૂત આધાર બન્યો છે. અમે ભારતની અર્થવ્યવસ્થાને ઔપચારિકતા અને આધુનિકરણના બે મહત્વપૂર્ણ સ્તંભો પર ઉભી કરી રહ્યા છીએ. ડિજિટલ ચૂકવણી વધારવા માટે તમામ ઉપાયોથી લઈને જીએસટી સુધી, આધાર લિન્ક્ડ ચૂકવણીથી લઇને ડીબીટી સુધી,

અમે અર્થવ્યવસ્થાના મોટાભાગના પાસાઓને ઔપચારિક વ્યવસ્થામાં લાવવાનો પ્રયાસ કર્યો છે. તેની સાથે જ અમે અર્થવ્યવસ્થાને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધુનિક અને ગતિશીલ બનાવવાની દિશામાં પણ આગળ વધ્યા છીએ.

|

હવે કેટલાય અઠવાડિયાઓને બદલે કેટલાક કલાકોમાં જ કંપનીની નોંધણી થઇ જવી, સરહદોને પારના વેપારમાં ઑટોમેશનના માધ્યમથી સમય ઘટાડવો, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વધુ સારા જોડાણના માધ્યમથી બંદર અને વિમાનમથક પર ટર્ન અરાઉન્ડ ટાઈમનું ઘટવું, આબધા આધુનિક થઇ રહેલ અર્થવ્યવસ્થાના જ ઉદાહરણ છે.
સાથીઓ,

આજે દેશમાં તે સરકાર છે જે ઉદ્યોગ જગતનું સાંભળે છે, તેમની જરૂરિયાતોને સમજે છે અને તેમના સૂચનો પર સંપૂર્ણ સંવેદનશીલ બનીને કામ કરે છે. શું ઉદ્યોગ જગત નહોતું ઇચ્છતું કે દેશમાં ટેક્સની જાળ ઓછી થાય, દરેક રાજ્યમાં જુદા-જુદા દરોની ઝંઝટમાંથી તેને મુક્તિ મળે? અમારી સરકારે દિવસ રાત એક કરીને તમારી આ માંગણીને પૂરી કરી, અમે જીએસટી લઇને આવ્યા, એટલું જ નહી, વેપારી જગતમાંથી જે જે પ્રતિભાવો મળ્યા, અમે જીએસટીમાં સુધારો પણ કરતા રહ્યા.

સાથીઓ,

વર્ષોથી ભારતનું ઉદ્યોગ જગત વ્યવસાયને સરળ બનાવવાની માંગણી કરી રહ્યું હતું, પ્રક્રિયાઓને પારદર્શક અને સરળ કરવાની માંગણી કરી રહ્યું હતું. તમારી આ માગણી પર પણ અમારી જ સરકારે કામ કર્યું. આજે ભારત દુનિયાના તે ટોચના દસ દેશોમાં સામેલ છે જેણે વેપાર કરવાની સરળતાની રેન્કિંગમાં, છેલ્લા ત્રણ વર્ષોમાં સતત સૌથી વધુ સારો સુધારો કર્યો છે. 190 દેશોની રેન્કિંગમાં આપણે 142 પરથી હવે 63માં રેન્ક પર આવી ગયા છીએ. શું તે સહેલી વાત છે?

|

વેપાર કરવાની સરળતા બોલવામાં ચાર શબ્દ લાગે છે પરંતુ તેની રેન્કિંગમાં પરિવર્તન ત્યારે થાય છે જયારે દિવસ રાત મહેનત કરવામાં આવે છે, જમીનના સ્તર પર જઈને નીતિઓમાં, નિયમોમાં પરિવર્તન થાય છે.
ભલે વીજળીના જોડાણો આપવાની વાત હોય, બાંધકામની મંજૂરીની વાત હોય, આયાત-નિકાસ પર કલીયરન્સની વાત હોય, સેંકડો પ્રક્રિયાઓને સરળ બનાવ્યા પછી, અનેક અડચણોને સંપૂર્ણ રીતે દુર કર્યા બાદ આ પ્રકારની રેન્કિંગમાં સુધારો થાય છે. અમે તેને આગળ પણ સતત સુધારવા માટે કામ કરી રહ્યા છીએ.
મિત્રો,

તમે લોકો એ વાત પણ જાણો છો કે કંપનીએક્ટમાં સેંકડો જોગવાઈઓ એવી હતી, જેમાં નાની નાની ભૂલોની માટે ક્રિમીનલ એક્શનની વ્યવસ્થા હતી. અમારી સરકારે તેમાંથી અનેક જોગવાઈઓને હવે ડી-ક્રિમીનલાઈઝ કરી નાખી છે. અનેક અન્ય જોગવાઈઓને અપરાધની શ્રેણીમાંથી બહાર કાઢવાની પ્રકિયા હજુ પણ ચાલુ છે.
એ જ રીતે અમારી સરકાર ઇન્વર્ટેડ ડ્યુટી ખતમ કરવાની દિશામાં સતત કામ કરી રહી છે. છેલ્લા વર્ષોમાં આવેલ બજેટમાં તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેના કારણે ભારતમાં ઉત્પાદન પર થનારો ખર્ચ પણ ઓછો થઇ રહ્યો છે.

સાથીઓ,

આ વર્ષે ઓક્ટોબરથી દેશની કર વ્યવસ્થા સાથે જોડાયેલ એક અન્ય ઐતિહાસિક શરૂઆત કરવામાં આવી છે. અમે તે દિશા તરફ ડગલા માંડ્યા છે જ્યાં કરદાતા અને આવકવેરા વિભાગની વચ્ચે માનવીય દખલગીરી નહી હોય. કર વ્યવસ્થામાં પારદર્શકતા, ચોકસાઈ અને જવાબદારી લાવવા માટે અમે ચહેરા વિનાના કર વહીવટની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

|

મિત્રો,

કૉર્પોરેટ ટેક્સ ઓછો કરવા, તેની પ્રક્રિયા સરળ બનાવવાને લઈને પણ વર્ષોથી દેશમાં અનેક ચર્ચાઓ થતી હતી. તેને લઈને પણ મજબૂત પગલા કોણે લીધા? અમારી જ સરકારે. દેશમાં જેટલા કૉર્પોરેટ ટેક્સ આજે છે, તેટલા ઓછા ક્યારેય નહોતા રહ્યા. અર્થાત ઉદ્યોગ જગત પાસેથી સૌથી ઓછા કૉર્પોરેટ ટેક્સ લેનારી સરકાર જો કોઈ છે તો તેઅમારી સરકાર છે.

સાથીઓ,

કામદાર સુધારાની વાતો પણ કેટલાય વર્ષોથી દેશમાં ચાલતી રહી છે. કેટલાક લોકો એ પણ માનતા હતા કે આ ક્ષેત્રમાં કઈ ના કરવું એ જ કામદાર વર્ગના હિતમાં છે. એટલે કે તેમને તેમના હાલ પર છોડી દો, જેમ ચાલતું આવ્યું છે, તેમ જ આગળ પણ ચાલ્યા કરશે. પરંતુ અમારી સરકાર એવું નથી માનતી.

અમે માનીએ છીએ કે જે કામદાર દળ છે તેમની પણ દરેક રીતે દેખરેખ રખાવી જોઈએ. તેમનું જીવન સરળ બને, તેમને પ્રોવિડન્ટ ફંડ સમયસર મળે, સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મળે, આ તમામ ક્ષેત્રોમાં સરકારે કામ કર્યું છે.

એટલા માટે કામદાર સંઘોના સૂચનોને ધ્યાનમાં રાખીને, ઉદ્યોગના સૂચનોને ધ્યાનમાં રાખીને, અમે કામદાર કાયદામાં ઘણા બધા એવા ફેરફારો પણ કર્યા છે કે જે સમયની માંગ હતી. પરંતુ મિત્રો, અર્થવ્યવસ્થાને પારદર્શક બનાવવા માટે, તેને મજબૂત બનાવવા માટે, ઉદ્યોગ જગતના હિતમાં લેવામાં આવી રહેલા એવા પ્રત્યેક નિર્ણય પર પ્રશ્નો ઉઠાવવા તેને જ કેટલાક લોકોએ પોતાની જવાબદારી સમજી લીધી છે.

જયારે 2014ની પહેલાના વર્ષોમાં અર્થવ્યવસ્થા નેસ્તનાબૂદ થઇ રહી હતી, તે સમયે અર્થવ્યવસ્થાને સંભાળનારા લોકો કઈ રીતે તમાશો જોતા રહ્યા, તે દેશે ક્યારેય ભૂલવું ના જોઈએ.

અમને વારસામાં કયા પ્રકારની અર્થવ્યવસ્થામળી હતી, ત્યારે છાપાઓમાં કયા પ્રકારની વાતો થતી હતી, આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશની શાખ ક્યાં હતી, હું તેના વિસ્તૃતિકરણમાં નથી જવા માંગતો. પરંતુ તે દરમિયાન જે સ્થિતિઓ હતી, તેના પ્રભાવને ઓછો કરવા માટે જે સ્થાયી ઉપાય અમે કર્યા, તે 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની માટે ઘણો મોટો આધાર બન્યા છે.

|

મિત્રો,

તમે એ પણ સારી રીતે જાણો છો કે 2014ની પહેલા દેશની બેન્કિંગ સિસ્ટમ કઈ રીતના સંકટોમાં હતી. ત્યારે હાલત એવી હતી કે બેંકોને થયેલા નુકસાનની ભરપાઈ માટે લગભગ લગભગ 6 લાખ કરોડ રૂપિયાની મૂડીની જોગવાઈ કરવી પડી હતી. તેમાં સરકાર દ્વારા પહેલા ઇન્દ્રધનુષ આયોજન અંતર્ગત 70 હજાર કરોડ રૂપિયા અને પછી રીકેપના માધ્યમથી 2 લાખ 36 હજાર કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા.

સાથીઓ,

સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાઓના કારણે હવે 13 બેંક નફામાં પાછી આવી ચુકી છે. 6 બેંક પીસીએમાંથી પણ બહાર આવી ચુકી છે. અમે બેંકોનું એકીકરણ પણ ઝડપી બનાવ્યું છે. બેંક હવે પોતાનું દેશવ્યાપી નેટવર્ક વધારી રહી છે અને પોતાની વૈશ્વિક પહોંચ યથાવત કરવા તરફ અગ્રેસર છે. અમારી સરકારે બેંકોના વહીવટી નિર્ણયોમાં, કોઈપણ પ્રકારની દખલગીરીને સમાપ્ત કરી દીધી છે. સરકારની દખલગીરી વિના લાયકાત ધરાવતા લોકોની પારદર્શક રીતે ભરતી કરવામાં આવે, તેની માટે બેંક બોર્ડ બ્યુરોની સ્થાપના કરવામાં આવી છે. તેમાં આરબીઆઈ અનેબહારથી નિષ્ણાતો રોકીને તેમને સંપૂર્ણ સ્વાયત્તતા આપવામાં આવી છે. હવે તમે બેંકોમાં વરિષ્ઠપદો પર પસંદગી થવા પર કોઈ ચણભણ નહીં સાંભળતા હોવ.

મિત્રો,

અમારી સરકાર માને છે કે વૃદ્ધિ પામતી અર્થવ્યવસ્થામાં અનેક વાર આપણે કંપનીઓની અસફળતાને, તેમની નિષ્ફળતાઓને પણ સ્વિકાર કરવી પડે છે. બધી જ અસફળતાઓ, કોઈ આર્થિક અપરાધના કારણે થાય, એવું પણ નથી હોતું. એટલા માટે કંપનીઓને, કંપનીઓ ચલાવનારાઓને એક શ્રેષ્ઠ એક્ઝીટ રૂટ મળે, તે બાજુ પણ સરકારે ધ્યાન આપ્યું છે.

આઈબીસી-દેવાળિયા અને નાદારી કાયદો, આજે એવી અનેક કંપનીઓને મદદગાર બની રહ્યો છે, જે કોઈ કારણસર નિષ્ફળતાનો સામનો કરી રહી છે.

આ સરકાર પ્રત્યે ઉદ્યોગ જગતનો એક રીતે હેન્ડ હોલ્ડીંગ પ્રયાસ છે જેથી આવી કંપનીઓ પોતાના અનુભવોમાંથી શીખી શકે, ભવિષ્યમાં કઈક વધુ સારું કરી શકે.

સાથીઓ,

આ જેટલા પણ નિર્ણયો મેં કહ્યા છે, તે ઉદ્યોગ જગતને, તેની મૂડીને સુરક્ષિત રાખવા માટે ઘણી મદદ કરનારા છે.

હું આજે એસોચેમના આ મંચ પરથી, દેશના બેન્કિંગ સાથે જોડાયેલા લોકોને, કૉર્પોરેટ જગતના લોકોને એ વિશ્વાસ અપાવું છું કે હવે જે જૂની નબળાઈઓ હતી, તેની ઉપર ઘણે અંશે અંકુશ લાવવામાં આવ્યો છે. એટલા માટે ખુલીને નિર્ણયો લો, ખુલીને રોકાણ કરો, ખુલીને ખર્ચ કરો. હું વિશ્વાસ અપાવું છું કે સાચા નિર્ણયો પર અને યોગ્ય વ્યવસાયિક નિર્ણયો પર કોઈ અનુચિત કાર્યવાહી કરવામાં નહિ આવે.

મિત્રો,

આજે આપણે એવું કહી શકીએ છીએ કે દેશની બેન્કિંગ પ્રણાલીનો પાયો હવે એટલો પારદર્શક અને મજબૂત થયો છે કે તે 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના લક્ષ્યને બળ આપી શકે છે, ઊર્જા આપી શકે છે. આજે પણ આપણે વિશ્વના 10 સર્વશ્રેષ્ઠ એફડીઆઈ સ્થાનોમાંથી એક છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં એફડીઆઈ આવવાની ગતિ વધી છે.

મારું માનવું છે કે એફડીઆઈના બે અર્થ છે. અવસરની દૃષ્ટિએ હું તે બંનેનો ઉપયોગ કરું છું. એક અર્થ વિદેશી સીધું મૂડીરોકાણ છે જેને તમારામાંથી મોટા ભાગના લોકો જાણે છે, અને અન્ય મારી માટે “પહેલા વિકસિત ભારત” છે. છેલ્લા 20 વર્ષોમાં જેટલી એફડીઆઈ દેશમાં આવી તેના લગભગ 50 ટકા છેલ્લા 5 વર્ષોમાં આવી છે. અમે છેલ્લા વર્ષોમાં આપણી વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં પણ વ્યાપક સુધારો કર્યો છે. આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ આપણા દેશમાં છે. દેશમાં ઇનોવેશન અને એન્ટરપ્રાઈઝનું એક નવું વાતાવરણ બન્યું છે. આજે દુનિયાના મોટાભાગના રોકાણકારો ભારતની બાજુ સંપૂર્ણ વિશ્વાસ અને આશા સાથે જોઈ રહ્યા છે. ભારતની ક્ષમતાને લઈને દુનિયામાં અભૂતપૂર્વ ભરોસો ઉત્પન્ન થયો છે.

|

સાથીઓ,

આ જ હકારાત્મકતાના આધાર પર આપણે 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર તરફ આગળ વધવાના છીએ. આવનારા વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ, તેને તાકાત આપશે. દેશની ગ્રામ્ય અર્થવ્યવસ્થા પર 25 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટે થનારુ સાડા ૩ લાખ કરોડ રૂપિયાનું રોકાણ તેને નવી શક્તિ આપશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2 કરોડ નવા ઘરોનું નિર્માણ હોય કે પછી દરેક દેશવાસી સુધી પરવડે તેવી આરોગ્ય સેવા પહોંચાડવાનો સંકલ્પ, ખેડૂતોની આવકને બમણી કરવાનો પ્રયાસ હોય કે પછી દેશના લાખો એમએસએમઈ, કરોડો સ્વ સહાય જૂથોની માટે સરળ ફંડિંગ, આવા અનેક પ્રયાસો, 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાને પ્રાપ્ત કરવા માટે નવી ઊર્જા આપશે, નવો વિશ્વાસ આપશે.

સાથીઓ,

ભારતની અર્થવ્યવસ્થાને લગભગ લગભગ બમણી કરવા માટે અમારા પ્રયાસો માત્ર દિલ્હી સુધી મર્યાદિત નથી, તેની માટે અમે રાજ્યોને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. ઉત્પાદન અને નિકાસને વધારવા માટે, મેક ઇન ઇન્ડિયાને વિસ્તૃત બનાવવા માટે એક પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. ટેકનોલોજી અને સંરક્ષણના ક્ષેત્રમાં ઉત્પાદન અમારી પ્રાથમિકતામાં છે. ઇલેક્ટ્રોનીક્સ ઉત્પાદનને લઈને અમે ઝડપથી આગળ વધી રહ્યા છીએ.

સાથીઓ,

આ બધી જ વાતોની વચ્ચે અર્થવ્યવસ્થાને લઈને આજે જે ચર્ચાઓ થઇ રહી છે, હું તેનાથી સારી રીતે પરિચિત છું. પરંતુ તે ચર્ચાઓની વચ્ચે આપણે એ પણ યાદ કરવું પડશે કે પહેલાની સરકારના સમયમાં એક ક્વાર્ટરમાં જીડીપીનો વિકાસ દર ૩.5 ટકા સુધી પહોંચી ગયો હતો.

યાદ કરો, તે સમયે સીપીઆઈ હેડલાઈન ફુગાવો ક્યાં સુધી પહોંચ્યો હતો? 9.4 ટકા સુધી. સીપીઆઈ કોર ફુગાવો ક્યાં હતો? 7.૩ ટકા..!!! ડબ્લ્યુપીઆઈ ફુગાવો ક્યાં સુધી પહોંચ્યો હતો? 5.2 ટકા સુધી. નાણાકીય ખાધ ક્યાં સુધી ગઈ હતી? જીડીપીના 5.6 ટકા સુધી. તે વખતે જીડીપીના અનેક ક્વાર્ટર એવા ગયા જે અર્થવ્યવસ્થા માટે ખૂબ વધુ નિરાશાજનક હતા. હું તે વિવાદમાં નથી પડવા માંગતો કે તે સમયે અમુક લોકો કેમ ચુપ રહ્યા હતા.

મિત્રો,

દેશની અર્થવ્યવસ્થામાં એવા ઉતાર ચઢાવ પહેલા પણ આવ્યા છે. પરંતુ દેશમાં તે સામર્થ્ય છે કે તે દર વખતે એવી પરીસ્થિતિમાંથી બહાર નીકળ્યો છે અને પહેલા કરતા વધુ મજબૂત બનીને નીકળ્યો છે. એટલા માટે અત્યારની સ્થિતિમાંથી પણ ભારત જરૂરથી બહાર નીકળશે.

સાથીઓ,

ભવિષ્યની માટે અમારા ઈરાદાઓ પણ સાફ છે અને ઉત્સાહ પણ બુલંદ છે. આ સરકારની ઓળખ જ એ છે કે જે કહે છે તે કરે છે. 5 ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય પણ એટલા માટે શક્ય છે કારણ કે એવી અનેક વાતો, જે પહેલા પણ અશક્ય લગતી હતી, તેને દેશે શક્ય કરીને બતાવી છે. 60 મહિનામાં 60 કરોડ વસ્તીને ખુલ્લામાં શૌચથી મુક્તિ અપાવવી અશક્ય લાગતું હતું, આજે તે શક્ય બન્યું છે. ૩ વર્ષ કરતા પણ ઓછા સમયમાં 8 કરોડ ઘરો સુધી ગેસના જોડાણો પહોંચાડવા, 10 લાખથી વધુ ગેસ વિતરણ કેન્દ્રો ઉભા કરવા, અશક્ય લાગતું હતું પરંતુ શક્ય બન્યું છે.

દરેક પરિવારને આટલા ઓછા સમયમાં બેન્કિંગ સાથે જોડવો પહેલા અશક્ય લાગતું હતું, પરંતુ શક્ય બન્યું છે. દેશની એક બહુ મોટી વસ્તી સુધી ડિજિટલ બેન્કિગને પહોંચાડવું પણ પહેલા અશક્ય લાગતું હતું. આજે દેશમાં દરરોજ કરોડો ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઇ રહ્યા છે. ભીમ એપ અને રૂપે કાર્ડ પણ આ દેશમાં એટલા પ્રચલિત થઇ જશે, એ કોણે વિચાર્યું હતું? પરંતુ આજે તે શક્ય બન્યું છે. દરેક બેઘરને પોતાનું પાકું મકાન આપવું અશક્ય લાગતું હતું, પરંતુ શક્ય બની રહ્યું છે. હવે આમાં હું વીતેલા 6 મહિનાના બીજા ઉદાહરણ પણ આપવા લાગીશ તો તમારો લંચ બ્રેક તો ગયો જ સમજી લેજો.

સાથીઓ,

સંકલ્પથી સિદ્ધિના, આ હકારાત્મક અને પારદર્શક વાતવરણમાં, તમારી માટે પણ અવસરોનો વિસ્તાર થઇ રહ્યો છે.

તમારો ઉત્સાહ પહેલા કરતા વધુશ્રેષ્ઠ બને, કૃષિથી લઈને કંપનીઓ સુધીમાં ઉત્પાદન પહેલા કરતા વધુ સારું થાય, અને તમારા દ્વારા સંપત્તિ નિર્માણ અને રોજગાર નિર્માણ પણ પહેલા કરતા વધુ સારું થાય, તેની માટે સરકાર દરેક પ્રકારે ભારતના ઉદ્યોગ જગતની સાથે ઉભી છે. હું આ મંચના માધ્યમથી, દેશના ઉદ્યમીઓને એ જ કહેવા માંગીશ કે તમે આગળ વધો, તમે સમર્થ છો, સક્ષમ છો. સંપૂર્ણ વિશ્વનું બજાર આપણી સામે છે. સમગ્ર વિશ્વને ટક્કર આપવાનું સાહસ આપણી અંદર છે. તમારો સંકલ્પ, તમારું સામર્થ્ય 5 ટ્રિલિયન ડોલરના ભારતના સપનાને પૂરું કરવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવનારુ છે.

તમારી સમૃદ્ધ પરંપરા, 21મી સદીના ન્યુ ઇન્ડિયાને પણ વિસ્તાર આપવાની છે, મજબૂત કરવાની છે. તમે સૌ તમારા પ્રયાસોમાં સફળ બનો, એ જ કામના સાથે હું મારી વાત સમાપ્ત કરું છું.

એક વાર ફરી આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.

આભાર!!!

  • Reena chaurasia September 06, 2024

    बीजेपी
  • sidhdharth Hirapara January 12, 2024

    Jay Ho
  • Babla sengupta December 23, 2023

    Babla sengupta
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp November 11, 2023

    Jay shree Ram
  • Laxman singh Rana September 13, 2022

    नमो नमो 🇮🇳🌹🌹
  • Laxman singh Rana September 13, 2022

    नमो नमो 🇮🇳🌹
  • Laxman singh Rana September 13, 2022

    नमो नमो 🇮🇳
  • G.shankar Srivastav June 11, 2022

    G.shankar Srivastav
  • शिवकुमार गुप्ता February 22, 2022

    जय भारत
  • शिवकुमार गुप्ता February 22, 2022

    जय हिंद
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
In 7 charts: How India's GDP has doubled from $2.1 trillion to $4.2 trillion in just 10 years

Media Coverage

In 7 charts: How India's GDP has doubled from $2.1 trillion to $4.2 trillion in just 10 years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 માર્ચ 2025
March 26, 2025

Empowering Every Indian: PM Modi's Self-Reliance Mission