The decision to remove Article 370 may seem politically difficult, but it has given a new ray of hope for development in Jammu, Kashmir and Ladakh: PM Modi
For Better Tomorrow, our government is working on to solve the current challenges: PM Modi
112 districts are being developed as Aspirational Districts, with a focus on every parameter of development and governance: PM

શોભના ભરતીયાજી, હિન્દુસ્તાન ટાઈમ્સ પરિવારનાં તમામ સ્વજનો, દેશ વિદેશથી અહીં ઉપસ્થિત રહેલ દેવીઓ અને સજ્જનો, કોઈ પણ દેશને દિશા આપવામાં, કોઈ પણ સમાજ  અથવા વ્યક્તિને નવી ઉર્જા  સાથે આગળ ધપવાં માટે સંવાદનુ ખૂબ જ મહત્વ હોય છે. આજનો આ  સંવાદ બહેતર આવતી કાલની બુનિયાદ બની જતા હોય છે.  આજે જ અમારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની  પુણ્યતિથી  પણ છે. 

હું તેમને દેશનો લોકો તરફથી શ્રધ્ધાંજલી આપુ છું. નમન કરૂ છું અને ઈશ્વરને પ્રાર્થના કરૂ છું કે  બાબા સાહેબે બહેતર આવતી કાલનું જે સપનું જોયું હતું  તે પૂરૂ કરવા માટે આપણને શક્તિ આપે અને આપણને એ માટે સમર્થ બનાવે.

સાથીઓ,  ભવિષ્યમાં આપણે જો કોઈ દિશામાં પણ જવા માંગતા હોઈએ  તેમાં સૌથી મોટી ભૂમિકા આજની બની રહેતી હોય છે, આપણા વર્તમાનની હોય છે.  અને હમણાં શોભનાજીએ એક સવાલ કર્યો કે તમે આ બધા લોકોને સમજાવો કે કેવી રીતે ચૂંટણી  જીત્યા.  દેશની જનતાએ જીતાડયા એટલા માટે જીતી ગયા અને દેશની જનતાએ કેવી રીતે જીતાડયા,  કારણ કે સબ કા સાથ, સબ કા વિકાસ અને વિશ્વાસ એ મંત્ર કામ કરી ગયો. એટલા માટે જીત્યા, અને  ઘણા લોકોની ઈચ્છા નહી હોવા છતાં પણ, ખેર! બહેતર આવતીકાલ માટે અમારી સરકાર, વર્તમાન સમયના પડકારો, સમસ્યાઓ ઉપર કામ કરી રહી છે અને આ પડકારો આજે ઉભા થયા હોય તેવું તો નથી જ. આ સમસ્યાઓ દાયકાઓથી ચાલી આવી રહી છે.

સાથીઓ, કલમ-370 દૂર કરવાનો નિર્ણય રાજનૈતિક દ્રષ્ટિએ ભલે મુશ્કેલ જણાતો હોય, પણ અમે જમ્મુ- કાશ્મીર અને લદાખના લોકોના વિકાસ માટે કરવા અને તેમની અંદર એક નવી આશા જગાવવા માટે, મુસ્લિમ બહેનોને ત્રણ તલ્લાકના ડંખથી મુક્તિ અપાવવા માટે, દેશના લાખો પરિવારોના બહેતર ભવિષ્યનો વિશ્વાસ પ્રાપ્ત થયો છે.

પડોશી દેશોમાંથી આજે સેંકડો પરિવાર કે જેમની સાથે તે દેશોમાં અત્યાચાર થયો હતો, જેમને ભારતમાં પર  શ્રધ્ધા હતી. જ્યારે તેમની નાગરિકતાનો રસ્તો ખૂલશે તો તેમના માટે પણ બહેતર ભવિષ્ય સુનિશ્ચતિ થઈ જશે. દિલ્હીની ગેરકાયદે કોલોનીઓથી માંડીને જે નિર્ણયો લેવાયા છે તેના કારણે પણ અહિંના 40 લાખ લોકો માટે બહેતર ભવિષ્યનો રસ્તો પાકો થયો છે. આવા અનેક નિર્ણયો છે કે જે ભૂતકાળના વારસા સમાન છે, પણ નૂતન ભારત માટે, બહેતર આવતી કાલ માટે તેમને ટાળી શકાય તેમ ન હતા.

આ રીતે રામ જન્મભૂમિ  વિવાદનો શાંતિપૂર્વક ઉકેલ, માત્ર એક વિવાદનો ઉકેલ મળ્યો છે તેવું નથી, પરંતુ ભારતના બહેતર ભવિષ્ય માટે આ નિર્ણય કારક પણ છે.

અને સાથીઓ, આપણે યાદ રાખવાનું રહેશે કે રામ જન્મભૂમિનો ચૂકાદો આવતાં પહેલા ન જાણે કેવી કેવી આશંકાઓ રાખવામાં આવી હતી. સવારે ચૂકાદો આવ્યો અને સાંજ થતાં તો દેશના લોકોની તમામ આશંકાઓને ખોટી સાબિત કરી દીધી. તેની પાછળનો આશય શું હતો- બહેતર આવતી કાલ. સમાજ હવે વિતેલી વાતોના ગૂંચવાડાઓમાં રહેવા ઈચ્છતો નથી. દેશ ભવિષ્ય તરફ નજર માંડી રહ્યો છે. દેશના બહેતર ભવિષ્ય માટે જન માનસમાં આવેલા આ ઘણાં મોટા પરિવર્તનને આપણે આંકી શકતા નથી.

ભાઈઓ અને બહેનો, સમસ્યાઓ અને પડકારોનું પાલન કરતાં કરતાં આપણે બહેતર ભવિષ્યની કલ્પના પણ કરી ન હતી. અને અમારી સરકારનો અભિગમ કેવો હતો. હું જો તમને સહજ ભાવે એક ઉદાહરણ આપતાં જણાવીશ કે હું જે રીતે તમારા વર્તુળમાં વાત કરૂં છું તેવું માત્ર હિંદુસ્તાન ટાઈમ્સ જ પૂછી રહ્યું છે એવું નથી, પરંતુ હું તમારી દુનિયાને પૂછી રહ્યો છું કે કદી ક્યારેય એવું થાય છે કે જો તંત્રી લેખના પાના માટે કોલમ નહીં મળે તો તમે લોકો જણાવો છો કે શું થયું ? કાલે તો છપાયું ન હતું અને આજે કેમ ખાલી છોડી દીધું છે? શુ ક્યારેય આવું થયું છે? નથી થયું.

અથવા તો ક્યારેક એવું બન્યુ છે કે અખબારના છેલ્લા પાના માટે કોઈ સમાચાર પણ બચ્યા નહીં હોય અને ખાલી જગા છોડી દેવામાં આવી હોય! એવુ વિચારવામાં પહેલા પાનાથી જ્યારે વાચક વાંચવાની શરૂઆત કરે છે ત્યારે આગળ વાંચવા  જતા જતાં તે થાકી જાય છે. તે ક્યાં જોતો હોય છે કે આજે છેલ્લું પાનું ખાલી રખાયું છે. મને પૂરી ખાત્રી છે કે તમે લોકોએ હિંદુસ્તાન ટાઈમ્સના ઈતિહાસમાં અથવા કોઈપણ અખબારે પોતાના ઈતિહાસમાં આવું કદી કર્યું નહીં હોય. અખબારનું દરેક પાનું ઉત્તમમાં ઉત્તમ બને તેના માટે તમારા ખબરપત્રીઓ અને ન્યૂઝ  રૂમના લોકો અતિશય મહેનત કરતા હોય છે.

પરંતુ સાથીઓ, તમને એ જાણીને પરેશાન થઈ જશો કે આપણે ત્યાં સરકારોએ દેશના ખૂબ મોટા હિસ્સાને ખાલી છોડી દીધો છે. દેશના આ એવા જીલ્લાઓ છે કે જે સૌથી પછાત હતા. દરેક માપદંડમાં સૌથી પાછળ હતા.

માતાનો મૃત્યુ દર સૌથી વધારે ક્યાં હતો ? આ જીલ્લાઓમાં જ

નવજાત બાળકોનાં સૌથી વધારે મૃત્યુ ક્યાં વધારે હતા? આ જીલ્લાઓમાં જ.

કુપોષણની સૌથી વધારે સમસ્યા ક્યાં હતી? આ જીલ્લાઓમાં જ.

રસીકરણમાંથી બાકી રહી ગયેલા સૌથી વધુ બાળકો ક્યાં હતા? આ જીલ્લાઓમાં જ.

પાણીની, વિજળીની, સડકોની સૌથી વધુ સમસ્યા ક્યાં હતી? આ જીલ્લાઓમાં જ.

હવે વિરોધાભાસ તો જુઓ.

અગાઉની સરકારોનો સૌથી વધુ જોશ કયા જીલ્લાઓમાં હતું? આ જીલ્લાઓમાં જ.

સરકારે મંત્રીઓની સૌથી ઓછી બેઠકો કયા જીલ્લાઓમાં કરી હતી? આ જીલ્લાઓમાં જ.

સરકારે સૌથી નબળા અધિકારીઓનું પોસ્ટીંગ ક્યાં કર્યું હતું? આ જીલ્લાઓમાં જ થયું હતું.

સરકારના મોનિટરીંગથી સૌથી વધુ દૂર કોણ રહ્યું ? આ જીલ્લાઓ જ રહ્યા.

આનો અર્થ એ થાય કે વિકાસની દોડમાં છેલ્લા પાના પર રહી જનારા આ જીલ્લાઓને ખાલી છોડી દેવામાં આવ્યા હતા. પોતાના નસીબ ઉપર છોડી દેવામા આવ્યા હતા, પોતાની હાલત ઉપર છોડી દેવામાં આવ્યા હતા.

સાથીઓ, આજે જ્યારે આપણે બહેતર આવતી કાલની વાત કરી રહ્યા છીએ ત્યારે હું આપને એ બાબત પણ જણાવવા માંગું છું કે આ જીલ્લાઓમાં 5 થી 10 લાખ લોકો નહીં, પણ દેશના 15 કરોડ ખૂબ ગરીબ લોકો  રહેતા હતા. આ લોકો મહદ્દ અંશે આદિવાસીઓ છે, જનજાતિના લોકો છે, દલિત છે, પછાત છે. શું બહેતર આવતી કાલ માટે આ જીલ્લાઓના ગરીબોને પોતાના ઉજળા ભવિષ્યનું સપનું જોવાનો અધિકાર પણ નથી?

હું, આ સભાખંડમાં બેઠેલા લોકોને એ પૂછવા માંગુ છું કે શું તમે મામીતનું નામ સાંભળ્યું છે? નામ સાઈનું નામ સાંભળ્યું છે? કે પછી કિફીરેનું નામ સાંભળ્યું છે? તમારામાંથી કોઈએ પણ નહીં સાંભળ્યું હોય. અને જો કદાચ એકાદ વખત સાંભળી પણ લીધું હોય તો આ શું છે? આ આપણા દેશના જીલ્લાઓનાં નામ છે. કાલાહાંડીનું નામ તો જાણતા હશો. ગૂમલાનો તો તમને ખ્યાલ હશે જ, તેના અંગે સાંભળ્યું પણ હશે. તમે બેગુસરાઈનું નામ પણ સાંભળ્યું હશે અને ગઢ ચિરૌલી- બસ્તરનું નામ પણ તમે સાંભળ્યું જ હશે!

ભાઈઓ અને બહેનો, આવા 112 જીલ્લાઓ એટલે કે ભારતના લગભગ  700 જીલ્લાઓ જોયા અને તેમાંથી 112 જીલ્લાઓની તો અમારી સરકાર મહત્વાકાંક્ષી જીલ્લાઓ (Aspirational Districts) ની જેમ વિકાસ કરી રહી છે. વિકાસના દરેક માપદંડ બાબતે, શાસનના દરેક માપદંડ બાબતે અમે પૂરૂ ધ્યાન આપીને આ જીલ્લાઓમાં કામ કરી રહ્યા છીએ.

ભલે, તે કુપોષણ હોય, માતા અને બાળકના મૃત્યુદરની બાબત હોય, બેંકોની સગવડોની વાત હોય, વીમા સુરક્ષા આપવાની વાત હોય, વિજળીના જોડાણની વાત હોય, શિક્ષણ વ્યવસ્થાની વાત હોય કે પછી આરોગ્ય સાથે જોડાયેલી સુવિધાઓ હોય અમે દરેક માપદંડનું સતત રિયલ ટાઈમ મોનિટરીંગ કરી રહ્યા છીએ.

સુધરશે, સાથીઓ અમે પાનું ખાલી છોડી દેનારા લોકોમાં નથી. અમે નવો અધ્યાય લખનારા  લોકોમાં છીએ. અમે દેશની સમર્થતા, દેશના સાધનો અને દેશનાં સપનાંઓ ઉપર વિશ્વાસ કરનારા લોકોમાં છીએ. અમે પૂરી નિષ્ઠા સાથે, પૂરી ઈમાનદારી સાથે દેશવાસીઓના બહેતર ભવિષ્ય માટે દેશમાં ઉપલબ્ધ તમામ સાધનોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે દેશને રાજકિય વચનો આપવાના બદલે કામગીરીના પોલિટીક્સ તરફ લઈ જઈ રહ્યા છીએ.

ચૂંટણી આવતી હોય તો નવી રેલવે લાઈનની જાહેરાત કરી દો. ચૂંટણી આવતી હોય તો નવા ધોરીમાર્ગની જાહેરાત  કરી દો. ચૂંટણી આવી રહી છે તો દેવા માફ કરવાના સપના દેખાડી દો. ચૂંટણી આવી રહી હોય તો ગરીબી હટાવોના નારા લગાવી દો. આ બધું દેશે ઘણી વખત જોયું છે.

સાથીઓ, અગાઉની સરકારોના વખતમાં આપણે ત્યાં સેંકડો નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત થતી હતી  અને સંસદમાં બોલાયેલી દરેક બાબતની એક પવિત્રતા રહેતી હતી. સંસદમાં કહેવામાં આવે અને બોલવામાં આવે ત્યારે ટેબલ પર તાળીઓનો ગડગડાટ કરવામાં આવે. તમામ સાંસદો પોતાના વિસ્તારમાં જઈને જાહેરાત કરી દેતા હતા કે આપણાં  વિસ્તારમાં ટ્રેન શરૂ થવાની છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે ઘણી બધી જાહેરાતો કરવામાં આવતી હતી. ઘણી બધી ટ્રેનો માટેની જાહેરાત કરવામાં આવતી હતી, પરંતુ આજે એક પણ ટ્રેન શરૂ નથી થઈ અને હું તમને હિસાબ આપી રહ્યો છું કે મેં આવીને કેટલાક લોકોની આવી જાહેરાતો જોઈ તો, તે જાહેરાતો 30 થી 40 વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને કાગળ ઉપર તે રેલવે લાઈનના પાટા ક્યાંથી હોય, કારણ કે તેને કાગળ ઉપર પણ દોરવામાં આવ્યા ન હતા. જમીનની વાત તો છોડો, તમે એ બાબત જાણીને હેરાન થઈ જશો કે આજે મારે 30-30, 40-40 વર્ષ જૂના લાખો-કરોડો રૂપિયાના રેલવે અને હાઈવેની યોજનાઓ પૂરી કરવા માટે મહેનત કરવી પડી રહી છે. તે સમયે જે કરવામાં આવ્યું હતું તે શું બહેતર આવતી કાલ માટે હતું તેવું વિચારીને કરવામાં આવ્યું હતુ? કોઈપણ સરકાર હોય, કેન્દ્ર કે રાજ્યની સરકાર હોય. તેમની ઉપર એવું કોઈપણ દબાણ રહેતું નહીં કે તેમણે કામ કરવું પડે.

હું જાણું છું કે આ દબાણ અમે જાતે ઉપાડી લઈને માથે લીધુ છે. આજે સમાચાર માધ્યમોમાં જેટલા વિષયો અંગે અમારી આલોચના થઈ રહી છે તે તમામ વિષયો અમે સેટ કરી દીધા છે.

અમે કહ્યું હતું કે અમે આ કરવા માંગીએ છીએ અને કોઈ અમને પૂછે કે કહો, આ બધુ કેમ થયું નથી? સારી બાબત એ છે કે તેની ચિંતા પણ હોય. અમે એક એવી સંસ્કૃતિને પ્રોત્સાહિત કરી છે કે તે સંસ્કૃતિએ અને હું માનું છું કે પરિણામ આપવાનો રસ્તો આ જ છે. દબાણ વધશે, લોકોની અપેક્ષાઓ પણ વધશે અને લોકોની બહેતર આવતી કાલ સુનિશ્ચિત કરવા માટેની ભાગીદારી પણ વધતી જશે.

સાથીઓ, દેશના બહેતર ભવિષ્યની અમને ચિંતા હતી અને એટલા માટે જ અમે દેશમાં સ્વચ્છ  ભારત અભિયાન શરૂ કર્યું હતું. અને એટલી જ શક્તિ કામે લગાડીને અમે જલ જીવન મિશનની પણ શરૂઆત કરી રહ્યા છીએ.  હવે આ બધી એવી બાબતો છે કે જે છેલ્લા 50 વર્ષમાં નથી થઈ શકી તો કોઈએ એ બાબતે પૂછ્યુ કેમ નહીં કે કેમ ના થઈ. હવે મને પૂછવામાં આવે છે કે ક્યાં સુધી કામ થયું, શું આવું કરવું જરૂરી હતું કે નહીં, હું પણ આ કામ ટાળી શકું તેમ હતો, પરંતુ  પોતાને બચાવીને નિકળી જવાનો રસ્તો મને મંજૂર ન હતો.

આવનારા વર્ષોમાં લગભગ 15 કરોડ ઘરમાં પીવાના પાણી માટેનો પૂરવઠો જોડવા માટે અમે કામ કરી રહ્યા છીએ. આજે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આપણી અર્થ વ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે કામે લાગી ચૂક્યા છીએ.

અર્થ વ્યવસ્થાની સાથે સાથે આ લક્ષ્ય 130 કરોડ ભારતીઓનું સરેરાશ આયુષ્ય, જીવન જીવવામાં આસાની અને તેમની બહેતર આવતી કાલ સાથે જોડાયેલું છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે અમારી સરકાર કામ કરનાર, સુવિધા આપનાર અને પ્રોત્સાહન આપનારનું કામ કરી રહી છે અને પૂરી તાકાતથી એ ભૂમિકા નિભાવી રહી છે. અમે રિફોર્મ અને પર્ફોમના ઈરાદા સાથે આગળ વધી રહ્યા છીએ.

દેશની ભૌતિક અને નાણાંકિય સુવિધાઓમાં સુધારો કરવાની સાથે સાથે વૈશ્વિક મંચ ઉપર ભારતીય ઉદ્યોગોને વેગ આપવા માટે, દોઢ હજારથી વધારે જૂના કાયદાઓ રદ કરવાથી માંડીને નિયમો અને પ્રક્રિયાઓનું સરલીકરણ કરવા સુધીના કામ અમે દરેક દિશામાં એક સાથે કરી રહ્યા છીએ.

સાથીઓ, વિકાસ વધારવા માટે ઘણી વખત ચાર બાબતો અંગે ચર્ચા થતી હોય છે.

કરવેરાના દરમાં ઘટાડો, બિઝનેસ કરવાની આસાનીમાં સુધારો, કામદાર સુધારાઓ અને ડિસ-ઈન્વેસ્ટમેન્ટનો એમાં સમાવેશ થાય છે.

આ તમામ પાસાંઓ અંગે સરકારે જે પગલાં લીધા છે તે બહેતર ભવિષ્યની આશા ઉભી કરનારા છે. આ વર્ષે વ્યક્તિગત વેરાથી માંડીને અમે ઘણાં મોટા નિર્ણયો કર્યા છે. અમે મોટો નિર્ણય એ લીધો કે રૂ.5 લાખ સુધીની આવક કરમુક્ત કરી દીધી.

આના કારણે દર મહિને 40 હજાર રૂપિયાથી વધુની કમાણી કરનારા એક ખૂબ મોટા વર્ગને સીધો લાભ થયો છે, જ્યારે બચતની દ્રષ્ટિએ રૂ.70 હજાર સુધીની માસિક આવક ધરાવનાર વ્યક્તિને પણ મોટી રાહત થઈ છે. અહિંયા જે બચત થાય છે તે, આ પરિવારોની બહેતર આવતી કાલ માટે મદદ કરનારી બની રહેશે.

આ રીતે અમે કોર્પોરેટ વેરામાં પણ ઐતિહાસિક ઘટાડો કરીને ભારતને દુનિયામાં સૌથી ઓછા કર દર ધરાવતી અર્થ વ્યવસ્થા બનાવી છે. મૂડી રોકાણ અને મેન્યુફેક્ચરીંગને પ્રોત્સાહિત કરવાને કારણ આપણી સ્થિતિ મજબૂત બની છે.

કરવેરા વ્યવસ્થા સુધારવાની વાત હોય કે પછી બિઝનેસ મેન અથવા નાગરિકોને થતી કનડગતની કોઈપણ સંભાવના નાબૂદ કરવાની હોય. હમણાં ઈ-એસેસમેન્ટ યોજના શરૂ કરવામાં આવી છે. હવે કોઈ અધિકારી પાસે તમારી ફાઈલ જશે ત્યારે તમને પણ ખબર નહીં હોય અને અધિકારીને પણ ખબર નહીં હોય કે આ ફાઈલ કોની હતી. આટલું જ નહીં, કારણ કે અધિકારીને એ બાબતનો ખ્યાલ જ નહીં આવે કે તેણે કેટલી આકારણી કરવાની છે. એટલા માટે ટ્રાન્સફર પોસ્ટીંગથી માંડીને ગૂણાગણિત આકારણી વચ્ચે જે રમત રમવામાં આવતી હતી અને રમતને કારણે સામાન્ય લોકોને જે તકલીફો પડતી હતી તે તકલીફો હવે દૂર થઈ જવાની છે.

બિઝનેસ કરવામાં આસાનીની બાબતમાં પણ  આપણે આ વર્ષે ટોચના દસ પરફોર્મરમાંથી એક છીએ.  વિતેલાં પાંચ વર્ષમાં આપણે  79 રેન્કનો સુધારો હાંસલ કર્યો છે. ગઈ વખતે જ્યારે બિઝનેસ કરવામાં આસાનીનો ક્રમ જાહેર થયો હતો ત્યારે  વિશ્વ બેંકના ચેરમેને મને ખાસ ફોન કર્યો હતો કે રેંકીંગ તો આવતાં રહે છે.  મારા માટે ખુશીની બાબત એ હતી કે  આટલો મોટો દેશ અને તે પણ વિકાસમાન દેશ,  તે આટલા મોટા સુધારા કરતો રહે અને સતત કરતો રહે, જે કામ ભારતે  પહેલી વખત કર્યું છે તેવો  વિશ્વ બેંક પાસે આવો કોઈ ઈતિહાસ મોજૂદ ન હતો.

જ્યાં સુધી કામદાર ક્ષેત્રના સુધારાની વાતને સંબંધ  છે.  દાયકા જૂના ડઝનબંધ કાયદાને ચાર કાયદામાં વહેંચી દેવામાં આવ્યા (Codify કરવામાં આવ્યા). તેનાથી કર્મચારી અને કામદાર બંનેને ઘણો ફાયદો થવાનો હતો. હું ડિસઈનવેસ્ટમેન્ટની વાત કરૂ તો, હાલમાં જે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે તેને કારણે એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે અમે એ દિશામાં પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છીએ.

ભાઈઓ અને બહેનો, ત્રણ થી ચાર  દાયકા પહેલાં દેશમાં જ્યારે  બેંકોનું ષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ત્યારે તે  તમામ લોકો  ઢોલ  વગાડી વગાડીને કહેવામાં આવી રહ્યું હતુ કે ખૂબ મોટા સુધારા થઈ રહ્યા છે, પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ ખબર પડતી ગઈ કે બેંકીંગ વ્યવસ્થામાં ખુદની પણ ખૂબ ખામીઓ છે.

તમારે ત્યાં તંત્રી લેખ લખવામાં આવતા હોય છે. અર્થતંત્રના જાણકારો એવી માંગણી કરતા રહયા છે કે દેશમાં ઓછામાં ઓછી બેંકો હોવી જોઈએ અને તો જ આપણી બેંકો વધુ પ્રભાવકારક બની શકશે. અમે બેંકોનું જોડાણ કરવાની સાથે સાથે જ તેમનું ફરીથી  મૂડીકરણ કરવા માટે  અઢી લાખ કરોડ રૂપિયાની રકમ પણ આપવાનું નક્કી કર્યું  છે.

ઈનસોલવન્સી અને બેંકરપ્સી કોડ- આઈબીસીને કારણે  લગભગ 3 લાખ કરોડ રૂપિયાની રકમ પાછી આવી રહી છે.  આવી રીતે દરેક સુધારા પછી, ઘણાં બધા સુધારા કરવામાં આવ્યા પછી, ઘણાં બધા મોટા નિર્ણયો કર્યા પછી,  આજે દેશનું બેંકીંગ સેકટર અગાઉની તુલનામાં ઘણી મજબૂત સ્થિતિમાં આવી શક્યું  છે.

હું આજે વધુ એક વાર તમારા માધ્યમથી  દેશના દરેક બેંક કર્મચારીને એ બાબતનો ભરોંસો  આપવા માંગુ છું કે  જૂની સ્થિતિમાંથી આપણે બહાર નિકળી ચૂક્યા છીએ, હવે તમારાં સાચા નિર્ણયો અંગે કોઈ શંકા કરવામાં નહી આવે.

કોઈ પણ પ્રકારની કાર્યવાહિ કરતાં પહેલાં કોઈ સર્વીંગ ફાયનાન્સ કે બેંકીંગ નિષ્ણાંત પાસે ચકાસણી  સાથે જોડાયેલા નિર્ણયો ત્વરિત જાહેર કરવાનો દિશા નિર્દેશ  આપી દેવામાં આવ્યા છે. હાલમાં બેંકીંગ સેકટર ઉપર જે દબાણ છે, જે તણાવ છે. તેમાંથી તેને મુક્ત કરવું તે સરકારનું કામ છે અને તે કામ અમે કરીશું. બેંકની અંદર બેઠેલો વ્યક્તિ જો નિર્ણય લેવામાં ડરતો હશે  અને તે જો ચિંતિત હશે તો કઈ નિર્ણય નહીં લઈ શકે, અને સરકાર તેને અસહાય હાલતમાં છોડી દેવા માંગતી નથી. તેમની સુરક્ષા કરવા માટે સરકાર તમામ જવાબદારી લઈ રહી છે. અને તો જ દેશ આગળ વધી શકશે, અને હું એવો માણસ છું કે જે જવાબદારીથી દૂર ભાગતો નથી. હું જવાબદારીઓ મારે માથે ઉપાડી લઉ છું.

ભાઈઓ અને બહેનો,

આજે અહીયાં આ હોલમાં ઘણા બધા લોકો બેઠેલા છે. એવા લોકો છે કે જે દિલ્હી -એનસીઆરમાં રહે છે.  કાળા નાણાંના અંધાધૂંધ પ્રવાહે દેશની શું હાલત કરી દીધી હતી તેની આપ સૌને ખબર છે. આજે પણ સેંકડો હજારો લોકો એવા છે કે જે ઈએમઆઈ ભરી રહ્યા છે, ભાડાના ઘરમાં રહી રહ્યા છે અને પોતાના સપનાંના ઘરની રાહ જોઈ રહ્યા છે.

 રિયલ એસ્ટેટ ક્ષેત્રને આ હાલતમાંથી બહાર કાઢવા માટે અધૂરા અને અટવાયેલા પ્રોજેકટસ પૂરા કરવા માટે સરકારે હમણાં જ એક સ્પેશ્યલ વીન્ડો બનાવી છે. તેના નેજા હેઠળ  25,000 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. જીએસટીમાં રાહત, વ્યાજમાં રાહત, જેવા નિર્ણયો કરવાને કારણે પણ આ ક્ષેત્રને ઘણી બધી મદદ પ્રાપ્ત થવાની  છે.

ભાઈઓ અને બહેનો,

બહેતર આવતી કાલ માટેના અમારા સપનાંમાં  એક બાબત ખૂબ જ મહત્વની બની રહી છે.  આ એ જ ભારત છે કે જ્યાં  વિશ્વ કક્ષાની માળખાગત સુવિધાઓ વડે હવે પછી આવનારાં થોડાં વર્ષોમાં  એ સપનાંઓને પૂરૂ કરવા માટે  100 લાખ કરોડની યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે જ ખાનગી ક્ષેત્રનું મૂડીરોકાણ વધારવા ઉપર પણ ઝોક દર્શાવવામાં આવી રહ્યો છે.  સરકાર એ બાબત ઉપર નજર રાખી રહી છે કે ઉદ્યોગો અને માળખાગત સુવિધાઓને ધિરાણના પ્રવાહમાં કોઈ પણ રીતે,  કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે.

સાથીઓ,  સરકાર આજે રેલ કનેક્ટિવિટી ઉપર, માર્ગ કનેક્ટિવિટી ઉપર અને એક કનેક્ટિવિટી માટે જેટલાં રોકાણો કરી રહી છે તેટલાં રોકાણો કરી રહી છે તેવાં રોકાણો અગાઉ ક્યારેય પણ થયાં નથી.  તેની પર્યાવરણ ઉપર, જીવન જીવવામાં આસાની પર જે અસર થાય છે તેનાથી તમે પરિચિત છો.  પરંતુ વધુ એક સેક્ટર ઉપર સુધારાની ખૂબ મોટી સર થઈ છે, અને તે છે પ્રવાસન.

 સાથીઓ સરકારે કરેલા પ્રયાસોનુ જ એ પરિણામ છે કે હાલમાં ભારત વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ટ્રાવેલ અને ટુરિઝમ કોમ્પીટીટીવ ઈન્ડેક્સમાં  34મા સ્થાન ઉપર છે, જ્યરે 2009 થી 2013ની વચ્ચેનાં વર્ષોમાં તે આપણે 62 થી 65ના સ્થાનની વચ્ચે રહયા હતા.

અને, હુ તમને એ બાબત પણ યાદ કરાવવા માગુ છું કે પ્રવાસન પ્રવૃત્તિ વધવાને કારણે સૌથી વધુ ફાયદો ગરીબ લોકોને થયો છે.  ગરીબમાં ગરીબ લોકોને રોજગાર મળી રહે છે. ઓછામાં ઓછા મૂડીરોકાણથી વધુમાં વધુ લોકોને રોજગાર મળી રહે છે.  જ્યારે પ્રવાસન પ્રવૃત્તિનો વિકાસ થાય છે ત્યારે વિદેશી પ્રવાસીઓ આવે છે તો અહીં ખર્ચ પણ કરે છે.  વર્ષ 2014માં ભારતના લોકોને  પ્રવાસન ક્ષેત્રને કારણે   વિદેશી હૂંડીયામણ વધીને 1 લાખ 20, હજાર કરોડ રૂપિયાની કમાણી થઈ છે.

આખરે આ કમાણી કોને થાય છે. ભારતના હોટેલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને,  ટુરિસ્ટ ગાઈડને, ટેક્સી વાળા લોકોને, નાના નાના ઢાબાં ચલાવતા લોકોને, હસ્તકલા વેચનારા લોકોને.

ભાઈઓ અને બહેનો, દેશના બહેતર ભાવિના માટે  આજના સમયની એ માંગ છે કે સરકાર શાસનનાં મુખ્ય ક્ષેત્રોમાં (Core Area) કામ કરે.

લોકોનના જીવનમાં સરકારી દખલ જેટલી ઓછી હશે અને સુશાસન જેટલુ વધારે હશે. તેટલી જ ઝડપથી દેશ આગળ વધશે અને અમારૂ એવુ માનવુ છે કે  ગરીબના માટે સરકારને કોઈ અભાવ નહી હોવો જોઈએ અને નાગરિક જીવનમાં સરકારનુ કોઈ દબાણ નહી હોવુ જોઈએ. સરકાર જેટલા વધુ લોકોના જીવનમાંથી નીકળી જશે. તેટલુ જ સારૂ રહેશે.  એના માટે ઘણી જરૂરી બાબત એ છે તે સરકાર ખુદ પોતાના માનવ સંસાધન ઉપર ધ્યાન આપે.

સથીઓ, અમે 21મા સદીમાં એક એવા મોડલ સાથે પ્રવેશ કર્યો છે કે  જે 19મી અને 20મી સદીના અભિગમ સાથે આગળ વધતો હતો.

આ અભિગમનાં મહત્વનાં સાધન એટલે કે આપણા અધિકારી,  આપણા કર્મચારી જૂની  ધારણાઓ અને જૂની વ્યવસ્થાથી ટેવાયેલા રહાયા હતા. અને તે વારસો તે આગળ ધપાવી રહ્યા હતા.  19મી અને 20મી સદીની માનસિકતા ધરાવતા શાસનના મોડલ સાથે કામ કરીને ભારતના લોકોની અપેક્ષાઓ સંતોષવાનુ ખૂબ જ મુશ્કેલ હતું.

એટલા માટે વિતેલાં 5 વરસમાં અમે સરકારના આ માનવ સંસાધન સ્ત્રોતનુ પરિવર્તન કરવા માટે ખૂબ મોટુ કામ કર્યું. મેં અગાઉ ક્યારેય કોઈ જાહેર મંચ ઉપરથી આ બાબતે વિસ્તાર પૂર્વક વાત કરી નથી. પરંતુ, બહેતર આવતી કાલ માટેનુ આ ખાસ પાસુ છે. અને એટલા માટે જ હું આ બાબતે તમારી સાથે વાત કરવા માગુ છું.

સાથીઓ,  અમે સરકારમાં રોજગારીના નિયમો બદલી નાખ્યા છે.  નિમણુક આપવાના નિયમોં પણ બદલ્યા છે.  મોટાં પદ ઉપર નિમણુક કરવામાં ભલામણ  કરવામાં આવે તે હવે વિતેલા સમયની બાબત બની ચૂકી છે.  બેંકોમાં પારદર્શક નિમણુકો માટે અમે બેંકીંગ બોર્ડની પણ રચના કરી છે.

સાથીઓ,  દેશના જે ટોચના નિર્ણય કરનારા લોકો છે, નીતિ ઘડનારા લોકો છે,  તેમની સાથે અમે શાસન બાબત લગાતાર મનોમંથન કરતા રહીએ છીએ, અને આ વ્યવસ્થાને સિસ્ટમનો એક હિસ્સોબનાવી દીધો છે. હુ જાતે અલગ અલગ ક્ષેત્રની બ્રેઈન સ્ટોર્મીંગ બેઠકોમાં જાઉં છું.  ભલે ને તે રેલવે હોય, બેંકીંગ હોય કે પછી નીતિ આયોગનાં તમામ પ્રવચનો હોય.  અમે જૂની અને ઔપચારિક વ્યવસ્થાઓને પરિણામ આધારિત બનાવી રહ્યા છીએ. જ્યાં પણ જરૂર જણાય ત્યાં વિદેશના અથવા તો ઉદ્યોગના નિષ્ણાતોને બોલાવીને અમે બ્યુરોક્રસીને તાલીમ અપાવી રહ્યા છીએ.

હવે હું કાલે અને પરમદિવસે પુના જઈ રહ્યો છું. ત્યા ડીજીપીની કોન્ફરન્સ યોજાવાની છે. આ ડીજીપી કોન્ફરન્સની પરંપરા ઓછામાં ઓછા 120 વર્ષથી ચાલી આવી રહી હતી.  પરંતુ તેમાંથી 115 વર્ષ આ કોન્ફરન્સ દિલ્હીમાં જ યોજાઈ હતી.તે સવારે શરૂ થતી હતી અને બપોરના ભોજન પછી સમાપ્ત થઈ જતી હતી. એટલે કે લગભગ 115 વર્ષના વારસાને અમે પૂરે પૂરો બદલી નાખ્યો છે. હવે દિલ્હીની બહાર આ કોન્ફરન્સ યોજવામાં આવે છે અને  3 દિવસ પોલિસ વિભાગના તમામ લોકો એકત્ર થાય છે.  ખૂબ જ ઝીણવટ પૂર્વક ચર્ચા કરે  છે. નવી નવી સમસ્યાઓ અને નવા નવા સંકટોની ચર્ચા કરે છે. અને બધા લોકો મળીને એક જ એજન્ડા નક્કી કરે છે, પોતાની ઉત્તમ પ્રણાલીની આપ- લે કરે છે. નવી પહેલ શું થઈ શકે તેની વાત કરે છે. અને બધા મળીને એક જ એજન્ડા નક્કી કરે છે કે  હવે પોલિસિંગમાં કઈ રીતે આગળ વધવુ.  આ બેઠકોમાં કશું લાદવામાં નથી આવતુ.  3 દિવસ સુધી સતત પૂનામાં બેસીને  હવે તે આ બધાં કામ કરવાના છે.  દરેક વખતે કોઈના કોઈ સ્થળે જઈને  આ પ્રકારે કામ કરવામાં આવે છે.

આનો અર્થ એ થયો કે પરિણામલક્ષી અભિગમ લઈને  કામ કરી રહ્યા છે. તે ત્યાંથી સમયબધ્ધ કામની જવાબદારી લઈને નિકળે છે.  અને તે દિશામાં કામ થતુ રહે છે.  આજે એ બાબત પણ સાચી છે કે કાયદો અને વ્યવસ્થા રાજ્ય સરકારનો વિષય હોવા ઉપરાંત તે એક બીજા સાથે જોડાયેલા વિષય છે.  એક રાજ્યના આ પ્રકારના જૂથને બીજા રાજ્ય અંગે ખ્યાલ હોતો નથી. આથી. આ પ્રકારે કાયદો અને વ્યવસ્થાનો એક વિષય હોવા ઉપરાંત જાણકારીઓ બાબતે અને સંપર્કની દ્રષ્ટિથી રાજ્યોની એક બીજા સાથે જોડાયેલી વ્યવસ્થા ખૂબ જ જરૂરી બની ગઈ છે. આપણે તેમાં પરિવર્તન લાવી રહ્યા છીએ.

સાથીઓ, અમે વધુ એક પહેલ હાથ ધરી છે. સનદી અધિકારીઓ બાબતે શરૂઆતના દિવસોમાં જ તેમને એક બાબતનો અનુભવ આપવામાં આવે છે કે નીતિના સ્તરે કેવી રીતે કામ કરવામાં આવે છે. ફ્લેગશીપ યોજનાઓનું કેવી રીતે અનુસરણ કરવામાં આવે છે.

પહેલાં આવો અનુભવ જ મળતો ન હતો. ઘણાં એવા આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ છે કે જેમને નોકરી મળ્યા પછી તરત જ તે રાજ્યની કેડરમાં આવી જતા હતા. તેમને દિલ્હી આવવાની કોઈ તક મળતી ન હતી. આટલો મોટો દેશ કેવી રીતે કામ કરે છે તે જાણવાની તક પણ મળતી ન હતી અને નિવૃત્ત થઈ જતા હતા. અમે હવે એવી વ્યવસ્થા કરી છે કે તે મસૂરીથી નિકળે ત્યારે ત્રણ મહિના સુધી ભારત સરકારની અલગ અલગ વ્યવસ્થાઓ સાથે તેમને જોડવાનું કામ કર્યું છે. આથી જ્યારે તે અહિં આવે ત્યારે એક વિઝન સાથે આવે કે દેશની સામે આ પડકારો ઉભા છે અને હું જ્યારે પાયાના સ્તરે કામ કરીશ તો દેશની આ બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય પ્રક્રિયાઓ લઈશ કે જેથી  સ્થાનિક સ્થિતિઓમાં કોઈ વિરોધાભાસ આવે નહીં. આ એક સફળ પ્રયોગ પૂરવાર થયો છે. તેનો બીજો લાભ એ થયો છે કે અહિંયા વધુને  વધુ લોકો એવા હોય છે કે જે નિવૃત્તિની  તારીખ  લખીને બેઠા હોય છે. મુખ્ય ટીમ એ હોય છે કે જે વિચારી રહી હોય છે કે 11 મહિના બાકી છે, 9 મહિના બાકી રહ્યા, 6 મહિના બાકી રહ્યા. આવી સ્થિતિમાં જેમનું 35 વર્ષનું ભવિષ્ય બાકી હોય છે એવા નવા ઉર્જાવાન નવયુવાનો તેમની સાથે જોડાઈ જતા હોય છે ત્યારે આપમેળે તેમને પણ ઉર્જા મળવાની શરૂઆત થઈ જાય છે. પરિવર્તન શરૂ થઈ જાય છે અને એટલું જ નહીં, આ વર્ષે અમે વધુ એક શરૂઆત કરી છે. આ વર્ષે દેશમાં 20 થી વધુ નાગરિક સેવાઓને તાલિમાર્થીઓનો નવો સંયુક્ત ફાઉન્ડેશન પ્રોગ્રામ અમે આપ્યો છે.

અત્યાર સુધી સૌથી મોટી ફરિયાદ એ રહેતી હતી કે અને હું જ્યારે નવો નવો આવ્યો હતો ત્યારે લાલ કિલ્લા પરથી આ મૌન અંગે ચર્ચા કરી હતી. લાલ કિલ્લા પરનું મારૂ પહેલું ભાષણ હતું અને હવે મેં તે બિમારી પણ દર્શાવી દીધી છે અને જણાવ્યું છે કે ઉપાય તો કરવો જ પડશે. અમે આ સમસ્યાના ઉકેલ માટે સર્વિસ આઈસોલેશનમાં કામ કરી રહી છે એમાં પરિવર્તન લાવવા માટે એક સંયુક્ત ફાઉન્ડેશન કોર્સ શરૂ કર્યો છે અને તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. અલગ અલગ સેવાઓ જેવી કે મહેસૂલ, વન, રેલવે, એકાઉન્ટ અને ઓડિટ તેના અધિકારીઓને આજકાલ ખૂબ જ જવાબદારી સાથે કામ કરી રહ્યા છીએ. એક મહત્વનું સંયુક્ત સચિવ સ્તરનું પદ પણ આપવામાં આવ્યું છે, જેથી નીતિ ઘડતરની કામગીરીમાં તમામ સેવાઓનું સંકલન થઈ શકે, જ્યાં આ બધાંની વચ્ચે અમે 220 થી વધુ સરકારી અફસરોને ભ્રષ્ટાચારના આરોપમાં, યોગ્ય રીતે કામ નહીં કરી શકવાના કારણે, તેમની મુદત પૂરી થાય પહેલાં જ નિવૃત્ત કરી દીધા છે. હક્કને બદલે અમે પ્રોફેશનાલિઝમને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ અને તેની ઉપર ઝોક આપી રહ્યા છીએ.

આ સર્વિસમાં પ્રવેશ સમયે ઘણાં બધા લોકો એવું માને છે કે કોઈ વ્યક્તિ આઈએએસ થઈ ગયો હોવાથી તે સમગ્ર દુનિયા અંગે જાણકારી ધરાવે છે, પરંતુ આવું વિચારવું યોગ્ય નથી. સમાજમાં ઘણાં પ્રતિભાશાળી લોકો હોય છે. આટલા મોટા દેશને ચલાવવા માટે તેમણે પણ કશુંક યોગદાન આપવું પડે છે અને તેમને તક મળવી જોઈએ. આથી તેમને તક આપવા માટે અમે એક વ્યવસ્થા વિષય વિકસાવ્યો છે અને તે પણ સંગઠીત સ્વરૂપે. સરકાર પોતાના તરંગ ઉપર નહીં, પણ યુપીએસસીની પ્રક્રિયાને આધારે ચાલે અને મેં એવું પણ જોયું છે કે એક-એક, બે-બે, કરોડના પેકેજ લઈને કામ કરનારા નવયુવાનો પણ સામાન્ય વેતન લઈને બે વર્ષ, ત્રણ વર્ષ દેશને આપવા માટે સરકારી વ્યવસ્થામાં આવવા માટે તૈયાર થઈ જતા હોય છે. થોડી શરૂઆત અમે કરી છે અને તેમની પાસે કોર્પોરેટ જગતનો અનુભવ હોય છે. શાસન અને સરકાર સાથે જોડાવાના કારણે તે વધારે મૂલ્યાંકન કરી શકતા હોય છે. મારી એવી સમજ છે કે આગામી દિવસોમાં એક વધુ સારા પરિણામને માટે અમે જે પ્રયાસ કરી રહ્યા છીએ તેના કારણે સુખદ પરિણામ આવશે અને દેશને બહેતર પ્રતિભાઓ પ્રાપ્ત થશે. ભલે તે સિવિલ સર્વિસની નિર્ધારિત પ્રક્રિયાઓનો હિસ્સો નહીં હોય, પરંતુ તે દેશની ઉત્તમ સંસ્થાઓના મૂલ્યોને રજૂ કરનાર બની રહે તેવી કોશિષ પણ કરવામાં આવી રહી છે.

હવે ડેડલાઈનની વાત કરીએ તો સરકારી પધ્ધતિમાં તેને અત્યંત પવિત્ર ગણવામાં આવે છે. હું એવું નથી કહેતો કે સમગ્ર દેશમાં આ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ ચૂકી છે અને ઘણાં બધા વિભાગોમાં તમે આ પરિવર્તનનો અનુભવ કરી શકો છો.

સુશાસન મારફતે માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં જે  સુધારા કરવામાં આવ્યા છે તે માત્ર 5 કે 10 વર્ષના સુધારા નથી. આ સુધારા માત્ર અમારી સરકાર પૂરતા જ સિમીત નથી, પરંતુ તેન લાભ હવે પછી આવનારા દાયકાઓમાં દેશને મળતા રહેવાના છે. અમારી વિચારધારા અને અભિગમ કંઈક આવો રહ્યો છે.

અમે માત્ર 5 કે 10 વર્ષના ગાળા માટે કામ કરતા નથી, પણ બહેતર આવતીકાલ માટે, નૂતન ભારત માટે, કાયમી અને પર્ફોર્મન્સલક્ષી વ્યવસ્થા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

130 કરોડ ભારતીયોના બહેતર ભવિષ્ય માટે યોગ્ય ઈરાદો, બહેતર ટેકનોલોજી અને અસરકારક અમલીકરણ એ અમારો રોડમેપ છે.

મને આશા છે કે આ સમીટમાં જે  સંવાદો થયા હશે તેમાં ભારતના હિતો સાથે જોડાયેલી જેટલી વાતો ઉભરીને આપણી સામે આવશે તે પણ બહેતર આવતીકાલની ગેરંટી લઈને આવશે.

આપ સૌને સાર્થક ચર્ચા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે, ખૂબ ખૂબ ધન્યવાદ!

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”