નમસ્કાર
નમસ્કાર, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, શ્રીમદ રાજચંદ્રજીના વિચારોને સાકાર કરવા માટે પ્રયત્નશીલ શ્રીમાન રાકેશ જી, સંસદમાં મારા સહયોગી શ્રી સી. આર. પાટિલ જી, ગુજરાતના મંત્રીગણ, આ પૂણ્ય કાર્યક્રમમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા દેવીઓ અને સજ્જનો,
આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે –
સહજીવની ગુણાયસ્ય, ધર્મો યસ્ય જીવની.
એટલે કે જેમના ગુણધર્મ જેમના કર્તવ્ય જીવિત રહે છે તે જીવિત રહે છે, અમર રહે છે. જેમના કર્મ અમર હોય છે તેમની ઉર્જા અને પ્રેરણા પેઢીઓ સુધી સમાજની સેવા કરતી રહે છે.
શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરનો આજનો આ કાર્યક્રમ આ જ શાશ્વત ભાવનાનું પ્રતીક છે. આજે મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ થયું છે. એનિમલ (પશુઓ માટેની) હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે મહિલાઓ માટે સેન્ટર ઓફ એક્સેલન્સનું નિર્માણ કાર્ય પણ આજથી શરૂ થઈ રહ્યું છે. તેનાથી ગુજરાતના ગ્રામીણ, ગરીબ અને આદિવાસીઓ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સાથીઓને આપણી માતાઓ તથા બહેનોને ખૂબ જ લાભ થશે. આ આધુનિક સવલતો માટે હું રાકેશજીનો, આ સમગ્ર મિશનનો, આપના તમામ ભક્તજનો તથા સેવાવ્રતીઓનો જેટલો આભાર માનું એટલો ઓછો છે જેટલી પ્રશંસા કરું તેટલી ઓછી છે.
અને આજે જ્યારે મારી સમક્ષ ધરમપુરમાં આટલો વિશાળ જનસાગર જોવા મળી રહ્યો છે, મને મનમાં ઇચ્છા હતી કે આજે મને રાકેશ જીની ઘણી વાતો સાંભળવાની તક મળશે પરંતુ તેમણે અત્યંત સંક્ષિપ્તમાં પોતાની વાત પૂરી કરી દીધી. તેમણે રણછોડદાસ મોદીજીને યાદ કર્યા. હું આ ક્ષેત્ર સાથે ઘણો પરિચિત રહ્યો છું. વર્ષો અગાઉ આપ તમામની વચ્ચે રહ્યો હતો. ક્યારેક ધરમપુર, ક્યારેક સિંધુબર. આપ સૌની વચ્ચે રહેતો હતો તથા આજે આજે જ્યારે આટલો વિશાળ વિકાસનો ફલક જોઈ રહ્યો છું અને અહીંના લોકોનો આટલો ઉત્સાહ જોઉં છું અને મને એ વાતનો આનંદ થઈ રહ્યો છે કે મુંબઈ સુધીના લોકો અહીં આવીને સેવા કાર્યમાં સંકળાયેલા છે.
ગુજરાતના ખૂણે ખૂણેથી આવીને લોકો અહીં જોડાય છે. વિદેશથી આવીને પણ લોકો અહીં સંકળાયેલા છે તેથી શ્રીમદ રાજચંદ્રજીએ એક મૂક સેવકની માફક સમાજ ભક્તિના જે બીજ વાવ્યા છે તે આજે કેવી રીતે વટવૃક્ષ બની રહ્યા છે. આ આપણે અનુભવ કરી શકીએ છીએ.
સાથીઓ,
શ્રીમદ રાજચંદ્ર મિશન સાથે મારો પુરાણો નાતો રહ્યો છે. મેં આપના સમાજ કાર્યોને એટલા નજીકથી નિહાળ્યા છે કે જ્યારે આ નામ સાંભળું છું તો મન આપ તમામના પ્રત્યે સન્માનથી ભરાઈ જાય છે. આજે દેશ જ્યારે આઝાદીના 75 વર્ષના પર્વની ઉજવણી કરી રહ્યો છે, અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે તો આપણને આ કર્તવ્ય ભાવની આજે સૌથી વધુ જરૂરિયાત છે. આ પવિત્ર ભૂમિ, હું આ મહાન ભૂમિ, હું આ પૂણ્ય ભૂમિમાં આપણને જેટલું મળ્યું છે તેનો એક અંશ પણ આપણે સમાજને પરત કરવાનો પ્રયાસ કરીએ છીએ તો સમાજમાં વધુ ઝડપથી પરિવર્તન આવે છે. મને હંમેશાં અત્યંત આનંદ થાય છે કે પૂજ્ય ગુરુદેવના નેતૃત્વમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ગુજરાતમાં ગ્રામીણ આરોગ્યના ક્ષેત્રમાં પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. ગરીબોની સેવાની એ પ્રતિબદ્ધતા આ નવી હોસ્પિટલથી વધુ મજબૂત થશે. આ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ગ્રામીણ ક્ષેત્રમાં આધુનિક સુવિધાઓ આપવા જઈ રહ્યું છે. ઉત્તમ ઇલાજ તમામ માટે ઉપલબ્ધ કરી રહ્યું છે. આ આઝાદીના અમૃતકાળમાં સ્વસ્થ ભારત માટે દેશના વિઝનને શક્તિ પ્રદાન કરનારું છે. તે આરોગ્યના ક્ષેત્રમાં સૌના પ્રયાસની ભાવનાને મજબૂત કરનારું છે.
સાથીઓ,
આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ પોતાના એ સંતાનોને યાદ કરે છે જેમણે ભારતને ગુલામીમાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. શ્રીમદ રાજચંદ્રજી એવા જ એક સંત પુરુષ, જ્ઞાતા પુરુષ, એક દીર્ઘદૃષ્ટા મહાન સંત હતા જેમનું એક વિરાટ યોગદાન આ દેશના ઇતિહાસમાં છે. એ કમનસીબી રહી કે ભારતના જ્ઞાનને ભારતની અસલી તાકાતથી દેશ અને દુનિયાથી પરિચિત કરાવનારા ઓજસ્વી નેતૃત્વને આપણે ઘણા વહેલા ગુમાવી દીધા.
ખુદ બાપુ પૂજ્ય મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે આપણે કદાચ ઘણા જન્મ લેવા પડશે પરંતુ શ્રીમદ માટે એક જ જન્મ પૂરતો છે. આપ કલ્પના કરો કે મહાત્મા ગાંધીના વિચારોને જેમણે પ્રભાવિત કર્યા જે મહાત્મા ગાંધીજીને આજે આપણે દુનિયામાં પથ પ્રદર્શકના રૂપમાં નિહાળીએ છીએ. જે મહાત્મા ગાંધીજીના વિચારોના પ્રકાશમાં દુનિયા એક નવા જીવનને શોધી રહી છે. એ જ પૂજ્ય બાપુ પોતાની આધ્યાત્મિક ચેતના માટે શ્રીમદ રાજચંદ્રજી પાસેથી પ્રેરણા મેળવતા હતા. હું સમજું છું કે દેશ રાકેશ જીનો ખૂબ ઋણી છે જેમણે શ્રીમદ રાજચંદ્રજીના જ્ઞાનનો પ્રવાહ જારી રાખ્યો છે. અને આજે હોસ્પિટલ બનાવીને એટલા પવિત્ર કાર્યમાં રાકેશજીની દૃષ્ટિ પણ છે, પુરુષાર્થ પણ છે અને તેમનું જીવન પણ છે. આમ છતાં આ સમગ્ર પ્રકલ્પને મેં રણછોડદાસ મોદીને અર્પણ કર્યો તે રાકેશ જીની મહાનતા છે. સમાજના ગરીબ વંચિત આદિવાસીઓ માટે આ રીતે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા આવા વ્યક્તિત્વ જ દેશની ચેતનાને જાગૃત રાખી રહ્યા છે.
સાથીઓ,
આ જે નવું સેન્ટર ઓફ એક્સેલન્સ ફઓર વુમન બની રહ્યું છે તે આદિવાસી બહેનો, દીકરીઓના કૌશલ્યને નિખારવા માટે તેમના જીવનને વધુ સમૃદ્ધ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. શ્રીમદ રાજચંદ્રજી તો શિક્ષણ કૌશલ્યથી દીકરીઓના સશક્તીકરણના ખૂબ આગ્રહી રહ્યા છે. તેમણે ઘણી નાની વયમાં જ મહિલા સશક્તીકરણ પર ગંભીરતાથી પોતાના પક્ષ રજૂ કર્યો હતો. પોતાની એક કવિતામાં તેઓ લખે છે –
ઉધારે કરેલુ બહુ, હુમલો હિમંત ધરી
વધારે વધારે જોર, દર્શાવ્યું ખરે
સુધારનાની સામે જેણે
કમર સિંચે હંસી,
નિત્ય નિત્ય કુંસુંબજે, લાવવા ધ્યાન ધરે
તેને કાઢવા ને તમે નારે કેળવણી આપો
ઉચાલો નઠારા કાઢો, બીજા જે બહુ નડે.
તેનો ભાવાર્થ એ છે કે દીકરીઓને ભણાવવી જોઇએ. આ સમાજમાં ઝડપથી સુધારા થઈ શકે, સમાજમાં આવેલી બુરાઈઓને આપણે વધુ ઝડપથી દૂર કરી શકીએ. તેમણે મહિલાઓને સ્વતંત્રતાના આંદોલનમાં પણ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી હતી. તેનું પરિણામ ગાંધીજીના સત્યાગ્રહમાં પણ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. જ્યાં મહિલાઓની ઘણી મોટી હિસ્સેદારી રહી હતી. દેશની નારી શક્તિને આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રશક્તિના રૂપમાં સામે લાવવી તે આપણા સૌની જવાબદારી છે. કેન્દ્ર સરકાર આજે બહેનો, દીકરીઓ સમક્ષ આવતા એ તમામ અવરોધોને દૂર કરવામાં લાગેલી છે જે તેને આગળ વધતા રોકે છે. આ પ્રયાસોમાં જ્યારે સમાજ સંકળાય છે અને જ્યારે આપ જેવા સેવા કર્મીઓ સંકળાય છે ત્યારે ઝડપથી પરિવર્તન આવે છે અને આ જ પરિવર્તન આજે દેશ અનુભવી રહ્યો છે.
સાથીઓ,
આજે ભારત આરોગ્યની જે નીતિ પર ચાલી રહ્યું છે તેમાં આપણે આપણી આસપાસના જીવના આરોગ્યની ચિંતા છે. ભારત માનવી માત્રની રક્ષણ કરનારી રસીની સાથે સાથે પશુઓ માટે પણ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે. દેશમાં ગાય, ભેંસ સહિત તમામ પશુઓને પગથી માથા સુધીના રોગોથી બચાવ માટેની લગભગ એક કરોડ રસી લગાવી દેવામાં આવી છે. તેમાંથી લગભગ 90 લાખ રસી ગુજરાતમાં લગાવવામાં આવી છે. ઇલાજની આધુનિક સુવિધાઓની સાથે સાથે બીમારીઓથી રક્ષણ પણ એટલું જ જરૂરી છે. મને આનંદ છે કે આ પ્રયાસોને શ્રીમદ રાજચંદ્ર મિશન પણ સશક્ત કરી રહ્યું છે.
સાથીઓ,
આધ્યાત્મ અને સામાજિક દાયિત્વ બંને કેવી રીતે એકબીજાના પૂરક છે, શ્રીમદ રાજચંદ્રજીનું જીવન તેનું પ્રમાણ રહ્યું છે. આધ્યાત્મ અને સમાજસેવાની ભાવનાને એકીકૃત કરી, મજબૂત કરી તેથી તેનો પ્રભાવ આધ્યાત્મિક અને સામાજિક દરેક પ્રકારે ઉંડો છે. તેમના આ પ્રયાસ આજના યુગમાં વધુ પ્રાસંગિક છે. આજે 21મી સદીમાં નવી પેઢી આપણી યુવાન પેઢી ઉજ્જવળ ભવિષ્યનું એક સામર્થ્ય આપે છે. આ જ પેઢી સમક્ષ અનેક અવસરો પણ છે, અનેક પડકારો પણ છે અને અનેક જવાબદારીઓ પણ છે. આ યુવાન પેઢીમાં ભૌતિક બળ ઇનોવેશનની ઇચ્છાશક્તિ ભરપુર છે. આ જ પેઢીને આપ જેવા સંગઠનોના માર્ગદર્શન તેમને કર્તવ્યપથ પર ઝડપથી ચાલવામાં મદદ કરશે. મને સંપૂર્ણ ભરોસો છે કે રાષ્ટ્રચિંતન અને સેવાભાવના આ અભિયાનને શ્રીમદ રાજચંદ્ર મિશન આવી જ રીતે સમૃદ્ધ કરતું રહેશે.
અને આપ સૌની વચ્ચે આયોજિત આ કાર્યક્રમમાં બે વાત હું જરૂર કહીશ કે એક આપણે ત્યાં કોરોના માટે હાલમાં સલામતી ડોઝનું અભિયાન ચાલી રહ્યું છે. જેમણે બે વેક્સિન લીધી છે તેમના માટે ત્રીજી વેક્સિન આઝાદીના 75મા વર્ષ હોવા નિમિત્તે 75 દિવસ માટે તમામ સ્થળે વિના મૂલ્યે આપવાનું અભિયાન ચાલી રહ્યું છે. અહીં ઉપસ્થિત તમામ મોટા લોકો, મિત્રોને, સાથીઓને, મારા આદિવાસી ભાઈઓ અને બહેનોને મારી વિનંતી છે કે જો આપે આ સલામતીનો ડોઝ લીધો નથી તો ઝડપથી આપ ડોઝ લઈ લો.
સરકાર આ ત્રીજો ડોઝ પણ વિના મૂલ્યે આપવાના 75 દિવસીય આ અભિયાન ચલાવી રહી છે. તેનો આપ જરૂર લાભ લો અને આ કાર્યને આગળ ધપાવો. આપણા શરીરનું પણ ધ્યાન રાખો, પરિવારના સદસ્યોનું પણ ધ્યાન રાખો અને ગામ, વિસ્તાર અને મહોલ્લાનું પણ ધ્યાન રાખો. આજે મને ધરમપુર રૂબરૂમાં આવવાની તક પ્રાપ્ત થઈ હોત તો મને ખાસ આનંદ થયો હોત કેમ કે ઘરમપુરના અનેક પરિવાર સાથે મારો નજીકનો સંબંધ રહ્યો છે પરંતુ સમયના અભાવે આવી શક્યો નથી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આવીને આપ સૌ સાથે વાતચીત કરી રહ્યો છું. હું રાકેશ જીનો પણ ખૂબ આભારી છું જેમણે વીડિયો કોન્ફરન્સ માટે આ કાર્યક્રમમાં વ્યવસ્થા કરી પરંતુ જેવો અહીં આવવાનો કાર્યક્રમ બનશે ત્યારે આ હોસ્પિટલને નિહાળવાનો મને ખૂબ આનંદ થશે. આપના સેવા કાર્યને નિહાળવાનો આનંદ થશે. ઘણા વર્ષો અગાઉ આવ્યો હતો પરંતુ વચ્ચે ઘણા સમયનો તફાવત ચાલ્યો ગયો છે પરંતુ ફરીથી જ્યારે આવીશ ત્યારે ચોક્કસ મળીશ અને આપ તમામના ઉમદા આરોગ્ય માટે પ્રાર્થના કરું છું તથા આપ જે સેન્ટર ફોર એક્સેલન્સી બનાવી રહ્યા છો તેની મહેક દિવસ રાત વધતી રહે. દેશ અને દુનિયાના ખૂણે ખૂણે પહોંચતી રહે આ જ મારી ખૂબ
ખૂબ શુભકામનાઓ છે. ખૂબ ખૂબ ધન્યવાદ.