સાથીઓ, 2018ના વર્ષનો આ પ્રારંભિક કાળ છે. હું તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ ભવનમાં પણ આ સત્તાવાર રીતે પ્રથમ કાર્યક્રમ છે. સાતમી ડિસેમ્બરે તેનું લોકાર્પણ થયું હતું. પરંતુ સત્તાવાર કાર્યક્રમ આજે પહેલો છે. પણ મને આનંદ એ વાતનો છે કે જે મહાપુરૂષના નામ સાથે આ ભવન સંકળાયેલું છે અને જેમના ચિંતન પર વૈશ્વિક સ્તરે ચિંતન થાય તેવી અપેક્ષા છે. આ ભવનમાં જે કાર્યક્રમ થઈ રહ્યો છે તેનું મહત્વ વધી જાય છે કેમ કે બાબા સાહેબ જીવનભર સામાજિક ન્યાયની લડાઈ લડતા રહ્યાં હતા.
આપણું બંધારણ પણ એ અપેક્ષાઓની પૂર્ણ કરવા માટે એક માળખું પ્રદાન કરે છે. હવે સમાજિક ન્યાય માત્ર એક સામાજિક વ્યવસ્થા સુધી જ સિમિત રહેતું નથી. કોઇ ખાસ વિસ્તારોનું પણ પાછળ રહી જવું એક અન્યાયનું કારણ હોય છે. કોઈ ગામડું પાછળ રહી જાય તો માત્ર એક ગામ એક જૂથ પાછળ રહે તેવું નથી. ત્યાં રહેનારા લોકો, તેમને મળતી સવલતો, તેમના અધિકારો, તેમની તકો, આ તમામ તે અન્યાયનો શિકાર બનતા હોય છે અને તેથી જ એ 115 જિલ્લા, તેમનો વિકાસ, એ બાબા સાહેબ આંબેડકરની સામાજિક ન્યાયની પ્રતિબદ્ધતાનો પણ એક ઘણો મોટો, એક સુવ્યવસ્થિત યોજનાનો ઉકેલ લાવવાના પ્રયાસનો મોટો હિસ્સો બનશે અને એ અર્થમાં આ ભવનમાં પ્રથમ કાર્યક્રમ અને આ વિષય પર કાર્યક્રમ મને લાગે છે કે આ એક શુભ સંકેત છે.
તમે બે દિવસથી વિચાર-વિમર્શ કરી રહ્યા છો. અનુભવના આધારે હું કહી શકું છું કે આપણા દેશમાં એક વાર આપણે જો નક્કી કરી લઈએ તો કોઈ જ કાર્ય અસંભવ નથી. બેંકનું રાષ્ટ્રીયકરણ થવા છતાં 30 કરોડ લોકો તેનાથી વંચિત રહી જાય પરંતુ એક વાર આ દેશ નક્કી કરી લે કે ઠીક છે જેમ ચાલ્યું તેમ ચાલ્યું, જેમ ગયું તેમ ગયું, જેમ પસાર થઈ ગયું તેમ થઈ ગયું પણ હવે નહીં ચાલે, જનધન એકાઉન્ટ એક જન આંદોલન બની જાય અને દેશના અંતિમ છેડા સુધી બેઠેલો માનવી પોતાની જાતને અર્થ વ્યવસ્થાનો એક મુખ્ય ભાગ અનુભવવા લાગે, આ બાબત આ જ દેશે, આ જ દેશના સરકારી અધિકારીએ, આ જ બેંકના લોકોએ પુરવાર કરીને દેખાડ્યું છે અને સમયમર્યાદામાં રહીને કરી દેખાડ્યું છે.
આપણે કહેતા હતા કે ટોઈલેટ હોવા જોઇએ, કાર્યક્રમ ચાલતા હતા, બજેટ બનતું હતું, રિપોર્ટિંગ પણ થતું હતું, વિકાસ પણ થતો હતો. જો તમે કહી દેતા હતા કે કાલે આટલું હતું આજે આટલું થયું, તો સંતોષ પણ થતો હતો કે પહેલા આપણે વર્ષમાં પાંચ ડગલા આગળ વધતા હતા અને હવે છ ડગલા આગળ વધીએ છીએ, સાત ડગલા આગળ વધીએ છીએ. કદાચ આપણા સંતોષ પ્રાપ્ત કરવાની રીતો પણ સેટ થઈ ગઈ હોત. આપણે સમાધાન શોધવાના માર્ગો પણ આસાનીથી શોધી શકીએ છીએ. અને સમસ્યા દર વખતે સામે આવીને ઉભી રહે છે. બાળકોનું શાળાઓમાં ડ્રોપઆઉટ શા માટે છે, તો ટોઇલેટ નથી, સેનેટરીની સમસ્યા શા માટે છે, ટોઇલેટ નથી. પરંતુ એક વાર નક્કી કરી લીધું કે, આ સમસ્યામાંથી બહાર નીકળવું છે, બધાને સ્વચ્છ કરવા છે, સામાન્ય રીતે એક વર્ષમાં સરેરાશ જટલું કામ થાય છે, તેના કરતાં અનેક ગણું કાર્ય આ ટીમે, આ વ્યવસ્થાએ, આ જ નિયમો હેઠળ રહીને કરી દેખાડ્યું અને ચાર લાખ કરતાં વધુ સ્કૂલમાં ટોઇલેટ બનાવવાનું કાર્ય પૂર્ણ કર્યું અને નિયત સમયમાં જ દેખરેખ હેઠળ થયું. દરેક વ્યક્તિએ ફોટો પાડીને અપલોડ કર્યો અને કોઈ પણ વ્યક્તિ તેને જોઈ શકતો હતો. આ દેશે, આ દેશની સરકારી વ્યવસ્થાએ આ કરી દેખાડ્યું.
18 હજાર ગામડામાં એક હજાર દિવસમાં વિજળી પહોંચાડવી. જો સામાન્ય કક્ષાએ પૂછપરછ કરીએ છીએ તો અધિકારીઓ એવો જ જવાબ આપે છે કે સાહેબ આ કામ કરવું છે તો પાંચ-સાત વર્ષ તો લાગી જશે. પરંતુ પડકારના રૂપમાં તેમની સામે આવ્યું કે 1000 દિવસમાં 18 હજાર ગામમાં જવાનું છે, વિજળી પહોંચાડવાની છે, આ જ વ્યવસ્થા, યોગ્ય નિયમ, યોગ્ય ફાઇલ, આ જ પરંપરા, આ જ ટેકનિક, આ જ ઉપાયો, આ જ પ્રક્રિયા, આ જ ટીમે 18 હજાર ગામડામાં સમય મર્યાદામાં રહીને વિજળી પહોંચાડવાનું કાર્ય સફળતાપૂર્વક કરી દેખાડ્યું.
સોઇલ ટેસ્ટિંગ (જમીન પરિક્ષણ) નવો વિષય હતો. ખેડૂત આ ચીજોથી પરિચિત ન હતો. તેના લાભ વિશે પણ તેને સીધે સીધી રીતે ખબર ન હતી કે તેનાથી શું લાભ થવાનો છે. પરંતુ એક વાર કહ્યું કે ભાઈ જમીન પરિક્ષણ કરવાનું છે, સોઇલ હેલ્થ કાર્ડ બનાવવાનું છે, તેનું એક વિશ્લેષણ કરવાનું છે. આ જ વ્યવસ્થા, યોગ્ય ટીમ, આ જ લોકો, બસ મનમાં નક્કી કરી લીધું. મને અહેવાલ આપવામાં આવી રહ્યો છે કે જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે કદાચ તેની પહેલા જ પૂરો કરી લેવાશે.
હું આ વસ્તુઓનું ઉદાહરણ એટલા માટે આપી રહ્યો છું કે આપણે અપાર ક્ષમતાના માલિક છીએ. આપણે અપાર સંભાવનાઓના યુગમાં આ વ્યવસ્થાઓનું નેતૃત્વ કરી રહ્યા છીએ અને આપણે અપાર અવસરોના જન્મદાતા બનીને અપ્રતિમ સિદ્ધિઓના જન્મદાતા પણ શકીએ છીએ. આ બાબતું હું પોતે તમારા બધાની વચ્ચે રહીને અનુભવી રહ્યો છું, શીખી રહ્યો છું અને મારો વિશ્વાસ મજબૂત થતો જાય છે અને તેની વચ્ચે જ વાત આવી આપણે આ જામેલી વસ્તુઓની ચિંતા કરી લઈએ છીએ અને ક્યારેક ક્યારેક લાગે છે કે ચાલો થઈ જશે. હું નથી માનતો કે કોઈ સરકાર કોઈ સમયે સરળતાથી થતા કાર્યમાં ભારત આટલું પાછળ છે, આ વાંચીને, સાંભળીને એટલી પીડા થતી નથી? દરેકને થઈ હશે. દરેકે વિચાર્યું હશે કે ભાઈ આ ક્યાં સુધી ચાલશે? દુનિયાની નજરમાં આપણે ક્યાં સુધી પાછળ રહીશું? અને એક વાર જે પુરવાર છે કે આજે વૈશ્વિક ધોરણે આપણે ભારતની સ્થિતિ પણ એ રૂપમાં જ કરવી પડશે, કોઈ ઉપાય જ નથી, તેને બસ છે જ નહીં કરવી જ પડશે. ત્યારે જઈને વિશ્વનો જે માહોલ બને છે, ભારત પ્રત્યે જે આકર્ષણ પેદા થયું છે તે આકર્ષણ ભારતના લાભમાં પરિવર્તિત થઈ શકે છે, અવસરમાં પરિવર્તિત થઈ શકે છે.
અને આ જ એક વિશ્વાસમાં આસાનીથી થતી કાર્યવાહીમાં શું ખામીઓ છે તેને ઓળખવાની છે. શું માર્ગ શોધી શકાય છે, નાનકડો વર્કશોપ કર્યો. વ્યવસ્થિત એક ડગલું, બે ડગલા, ત્રણ ડગલા. તમામ મુખ્યમંત્રીઓને બોલાવ્યા, તેઓને તૈયાર કર્યા. તમામ મુખ્ય અધિકારીઓને બોલાવ્યા, એમને તૈયાર કર્યા. વિભાગોમાં માર્ગો માટે રસ્તા શોધ્યા. ઘણું હોમવર્ક કર્યું અને પછી તેનો અમલ કર્યો અને તેનું પરિણામ એ આવ્યું કે, દુનિયામાં કોઈ દેશને એક વર્ષમાં આટલો મોટી છલાંગ લગાવવાની તક મળી નહી હોય જે આપણને મળી, હિન્દુસ્તાનને મળી અને અમે 2014માં 142ની સંખ્યામાં પ્રવાસ શરૂ કર્યો હતો, 2017માં 100 સુધી પહોંચી ગયા. 42 ક્રમ આગળ વધવું, આ કોણે કર્યું? કોઈ અખબારના એડિટોરિયલથી નથી થયું, કોઈ ટીવી પર નેતાની તસવીર દેખાડવામાં આવી હતી તેનાથી નથી થયું, કોઈ નેતાએ બહુ સરસ ભાષણ કરી દીધું તેનાથી નથી થયું. આ થયું છે તમારા પ્રયાસોથી, તમારા પુરૂષાર્થથી, તમારી મહેનતથી, તમારી લગનથી થયું છે. તમે એટલે કે, મારા દેશની એક ટીમ અને તેને જ કારણે એક ભરોસો બેસે છે કે, જો આપણે સમસ્યાના મૂળને પકડીએ અને માર્ગ શોધીએ અને એક વાત સાચી છે કે ઉપરથી નીચે રાખેલી ચીજો જીવે તો છે, જીવિત તો રહે છે પરંતુ તેનામાં જીવ નથી હોતો અને જીવ નથી હોતો તો ના તો તેની કોઈ ઓળખ હોય છે કે ના તો તેના કોઈ પરિણામ પ્રાપ્ત થાય છે.
આજે પ્રયાસ એ છે કે તમે એ લોકો છો, અહીં નિર્ણય લેનારા એ તમામ લોકો અહીંથી પસાર થયા છે, જ્યાં તમે છો ત્યાંથી પસાર થયા છે પરંતુ તેમાં વચ્ચે 15-20 વર્ષ, 25 વર્ષનું અંતર થઈ ગયું છે અને હવે તો દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. આજે પરિમાણો બદલાઈ ગયા છે, વિચાર બદલાઈ ગયા છે, વ્યવસ્થા બદલાઈ ગઈ છે. તમે તેને સારી રીતે જાણો છો કેમ કે, તમે એ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છો, તરફડી રહ્યા છો કે શું કરું? જે સપનાઓ લઈને મંસૂરી ગયા હતા તે સપનોને શું હું પૂર્ણ કરી શકીશ? અને પછીથી કદાચ પાંચ-સાત વર્ષ બાદ આવી જવાબદારીઓ બદલાઈ જશે, કદાચ આમ કરવાની તાકાત પણ નહીં રહી હોય.
આજે આ સૌથી મોટી તક એ છે કે તમે શું વિચારો છો? તમારો અનુભવ શું કહે છે? રોડમેપ બનાનવતી વખતે તમારો અનુભવ, તે પ્રાથમિક કેવી રીતે થાય? અને તમારૂ પ્રેઝન્ટેશન મેં જોયું તેમાં મને એ ચીજો દેખાઈ રહી છે. હું એવું ફિલ કરી રહ્યો છું કે હા, યાર આ બરાબર સમજે છે, બાકી બધું તો બરાબર છે, બજેટ છે, ફલાણું છે, ઢીકણું છે પરંતુ સમસ્યા અહીં છે. આ સમસ્યાનું સમાધાન કોઈ કરશે તો રસ્તો ખૂલી જશે.
આજે હું જોઈ રહ્યો હતો કે, તમારા પ્રેઝન્ટેશનમાં વિચારોની સ્પષ્ટતા જેને કહીએ છીએ તે અનુભવી રહ્યો હતો. હું એ પણ અનુભવી રહ્યો હતો કે તમારા પ્રેઝન્ટેશનમાં આત્મવિશ્વાસ હતો. તમે જે દૃઢતાથી બોલી રહ્યા હતા તેમાં તમારો અપાર આત્મવિશ્વાસ નજર આવતો હતો. અને હું જે લોકો બોલી રહ્યા હતા તેને જ ફક્ત જોતો રહેતો હતો એવું નથી. હું સ્લાઇડ પણ જોઈ રહ્યો હતો અને સાથે ઉભેલો લોકોને પણ જોઈ રહ્યો હતો. દરેકની આંખમાં એક ચમકનો અનુભવ કરી રહ્યો હતો. ન્યૂ ઇન્ડિયા મને તેમાં નજર આવતું હતું.
અને તેથી જ આ જે એક સામૂહિકતાનો ભાવ છે, એ તમામને મળીને આગળ ધપાવીશું તો પરિસ્થિતિ પ્રક્રિયાથી. હવે મનુષ્યનો સ્વભાવ છે, હુંસાર્વજનિક જીવનમાં કામ કરવા આવ્યો છું. મેં ઓર્ગેનાઇઝેશન, મારા જીવનનો મોટા ભાગનો સમય મેં તેમાં પસાર કર્યો છે. માનવીનો સ્વભાવ છે કે જે સરળ હોય તેને જ સૌથી પહેલા કરે છે.
જ્યારે આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે સાહેબ આપણને કહેતા હતા કે પરીક્ષામાં જ્યારે ત્રણ કલાકનું પેપર લખવાનું હોય છે ત્યારે જે સહેલા સવાલ હોય તે પહેલા લખવા, તેને પહેલા પૂરા કરી લો, અઘરા સવાલ પછીથી લખજો. અને તેથી જ આપણો વિકાસ એવી જ રીતે થયો છે સરળ હોય તેને પહેલા હાથમાં લો. અને સરળ જોતાં જોતાંમ આપણે પડકાર સુધી ક્યારેય પહોંચતા જ નથી. અને ત્યાં તો આપણે બીમાર પડી જઈએ છીએ. અને તેથી જ તો બધા લોકો સહેલી સહેલી, સરળ સરળ દુનિયામાં રહે છે. જરૂરી છે અને ક્યારેક કયારેક વિભાગને લાગે છે. અહીં જે મોટા મોટા અધિકારીઓ બેઠા હશે કે ભાઈ કૃષિમાં સમગ્ર ભારતમાં કાંઇક હાંસલ કરવાનું છે. MSMEમાં આ હાંસલ કરવાનું છે, ઉદ્યોગમાં આ હાંસલ કરવાનું છે. તો ચાલો ભાઈ કોણ કરી શકે છે તેને જરા પમ્પિંગ કરો, તેઓ કરી લેશે. તો તેમની સરેરાસ સારી મળી રહે છે. તો આપણી રણનીતિ શું બની, જે કરે છે તેની ઉપર બોજો નાખી દો, તેમની પાસેથી જ કરાવતા રહો. અને આપણે, આપણા જો નેશનલ લેવલના લક્ષ્યાંક છે, આંકડા છે તેને બરાબર જાળવતા રહો, તેનાથી બજેટ સેટ થતું નથી યાર મને ખબર છે.
જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે મને શરૂઆતમાં લાભ થતો ન હતો. આયોજન પંચ હતું જ્યાં આપણો ક્રમ ઘણો પાછળ હતો. પરંતુ હું આ ટેકનિકને શીખીને આવ્યો હતો. તો હું જાન્યુઆરી મહિનામાં બરાબર ધ્યાન રાખતો હતો કે જૂઓ કયા મહિનામાં આપણે ખર્ચ વધારે થયો નથી, ખર્ચ કરવામાં મુશ્કેલી ક્યાં છે. તો હું શોધી કાઢતો હતો કે કોણ કોણ ખર્ચ કરવાની ચિંતા કરી રહ્યું છે. અને હું ઓફિસરોને મોકલતો હતો કે ભાઈ જૂઓ અહીં અહીં જગ્યા ખાલી છે. હું જોતો હતો કે જે મને શરૂઆતમાં નથી મળતું તે અંતમાં મોટા પ્રમાણમાં મળી જતું હતું. કેમ કે પરફોર્મ કરનારા જ્યાં જ્યાં સારૂ પ્રશાસન હોય છે તેઓ સારૂ કરવાની એક આદત પણ રાખે છે.
હું સમજુ છું કે આ વિચારોથી બહાર આવવાનું છે. ચા મીઠી છે, બે ચમચી વધુ ખાંડ નાખી દઇશું તો ખાસ ફરક નહીં પડે. ખાંડ ઓગળી ગઈ, ઓગળી ગઈ હિસાબ કિતાબ બરાબર થઈ ગયો. પરંતુ જે ચામાં ખાંડ નથી જો તેને પહોંચાડીશું તો તેમની સવાર મધુર બની જશે.
અને તેથી જ આ જે 115 જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેમાં પણ એ જ પ્રયાસ છે કે દરેક રાજ્યમાંથી ઓછામાં ઓછો એક જિલ્લાને તો લેવામાં જ આવે. ગમે તેટલું અગ્રેસર રાજ્ય હોય, પ્રગતિશીલ રાજ્ય હોય, ત્યાં પણ કોઈને કોઈ પ્રાંત બાકી રહી જાય છે, પાછળ રહી જાય છે. અને તે પછી માનસિક રીતે એટલો પછાત રહી જાય છે કે કોઈ ઓફિસરની ત્યાં બદલી થઈ જાય છે તો બસ તને આ જ જિલ્લો મળ્યો છે, આ જિલ્લો, બસ અહીંથી જ તેનું દિમાગ ઠીલું થઈ જાય છે. અને તેના મનની સ્થિતિ પણ એવી જ થઈ જાય છે. જેમ કે જિલ્લાને ક્યારેય તક મળતી જ નથી. ઓફિસર આવશે પરંતુ મન વિના આવશે. શિક્ષક પણ હશે તો રોકાશે નહીં, જતો રહેશે. સરકાર પણ કાંઈ બોલશે નહીં યાર અહીં કોઈ છે જ નહીં ચાલો નામ માત્ર છે. છે તો ખરી. તેને ક્યાં સજા કરીશું. શું પગલા લઇશું? આથી જ ફરીથી એવી માનસિકતા બની જાય છે તમે જાઓ, સમય પસાર કરો, અને તેને કારણે જ તેઓ ત્યાં જ રહી જાય છે.
બીજું, જે વિકાસનું વિજ્ઞાન જાણે છે તે તો સારૂ લાગે છે કે, તેનો વિકાસ થઈ રહ્યો છે, આગળ વધી રહ્યું છે. પરંતુ એક મર્યાદા બાદ તેનો વિકાસ થતો નથી, તે તેનો પાછો ખેંચે છે નીચે લાવવા માટે. અને ત્યારે સ્થિતિ સંભાળવા માટે વ્યવસ્થાને પાંચ પાંચ વર્ષ, સાત સાત વર્ષ લાગી જાય છે. એવું કારણ ક્યારેય રહેવા દેવું જોઇએ નહીં કે જ્યાં પાછળ રહેનારા એટલા બધા પાછળ રહી જાય કે, આગળ ધપનારાને પાછળ લાવવામાં જ તેની તાકાત પૂરી થઈ જાય અને તેઓ તેમને અનુરૂપ થઈ જ શકે નહીં. પછી તે રાજ્ય વિકસી શકતું નથી.
આ સ્થિતિને બદલવાનો માર્ગ એ હતો કે શું આપણે સમસ્યાઓથી મુક્તિ અપાવી શકીએ છીએ? હવે અમે ઘણી રણનીતિ બનાવી છે. દરેક જિલ્લાની સમસ્યા એક પ્રકારની નથી. ભારત વિભિન્નતાઓથી ભરેલો દેશ છે. દરેકની પોતપોતાની મુશ્કેલીઓ છે. દરેકને પોતપોતાના અવસરો પણ છે. પણ જ્યાં અમે આ પાંચ કે છ પગલા લીધા જે નીચલા સ્તરથી છે, દરેકનું તેની ઉપર ફોકસ કરી કરીને એક વાર તેને હાંસલ કરી શકાય છે ખરું?
આ એટલા માટે જરૂરી છે કે મહદઅંશે આ ક્ષેત્રોમાં કામ કરવાનો તમને પણ અનુભવ હશે. તમે ગમે તેટલા ઉત્સાહી કેમ ન હો, ગમે તેટલા પ્રતિબદ્ધ કેમ ન હો, ગમે તેટલા વચનબદ્ધ કેમ ન હો પરંતુ તમારી ઓફિસમાં પાંચ કે છ લોકો તો મળી જ રહેશે કે સાહેબ અહીં કાંઈ થવાનું નથી, તમે ખોટા અહીં આવી ચડી આવ્યા છો, તમે નવા છો તમને ખબર નથી, તેઓ તમને એટલું બધું જ્ઞાન પીરસી દે છે અને તેથી જ આવી માનસિકતા બદલવા માટે આ સફળતાની વાત હોવી જરૂરી છે. આ સફળતાની વાત તેમનામાં આત્મવિશ્વાસનું સંપાદન કરે છે. અરે યાર આ કરી લઇશું.
તમારા બધાને પહેલી રણનીતિ એ હોવી જોઇએ કે નિરાશામાં ડૂબેલી આ વ્યવસ્થાને એક આશાવાન વ્યવસ્થામાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય. અને તેના ઉપાયો શું હોઈ શકે છે? અને પહેલો ઉપાય મેં દેખાડ્યો કે એક સાવ નીચલા સ્તરના કાર્યને હાંસલ કરી દેખાડો અને તરત કરી દેખાડો. જૂઓ ભાઈ તમે લોકોએ જ કર્યું અને તમારા દ્વારા જ થયું છે, બની શકે છે ચાલો આ જ કરી લઈશું.
બીજી એક વાત અહીં આવી છે પરંતુ તે એટલી આસાન નથી. એક થાય છે જે જનઆંદોલનની ચર્ચા છે. જનઆંદોલન કહેવાથી જનઆંદોલન થઈ જતું નથી. મહદઅંશે નકારાત્મકતામાં જનઆંદોલનની સંભાવના ઘણી ઓછી અસરકારક હોય છે. પરંતુ હકારાત્મકતા માટે તમારે પહેલા એક કોર ટીમને શિક્ષિત કરવી પડે છે. વિચારોનું ઐક્ય ઘણું જરૂરી છે. ધીમ ધીમે એક ચરણ, બે ચરણ, ત્રણ ચરણ, પાંચ ચરણ, સાત ચરણ જે તમે વિચારો છો તે જ તે વિચારે તેવી વ્યવસ્થા હેઠળ ટીમ તૈયાર કરવી, આખરે આ બે દિવસનો વર્કશોપ શું હતો? આ એ જ હતો જે ભારત સરકારની ટીમમાં બેઠેલાઓને વિચાર આવ્યો એ વિચાર અને તમારા વિચારો વચ્ચે સુમેળ હોવો. બે ડગલા તેમણે ખસવું પડશે બે ડગલા તમારે આગળ વધવું પડશે અને ક્યાંકને ક્યાંક મળવાનો પોઇન્ટ નક્કી કરવો પડશે. મેળવાનું મન બનાવવું પડશે ત્યારે એ એકદમ ક્લીક થઈ જશે.
આ બે દિવસની કસરત તમારામાં જ્ઞાન પીરસવા માટે ન હતી. તમે કાંઈ જાણતા નથી અને જે અહીં બેઠા છે તેમને જ બધું જ્ઞાન છે અને તેઓ જ તમને શીખવી દજેશે એવું ન હતું. તમારી પાસે જે અનુભ છે. હાલની જે સ્થિતિ છે તેને ઉપરના લોકો પણ સમજે અને નીતિ બનાવતી વખતે, વ્યૂહરચના ઘડતી વખતે તે બાબતોને તેમાં સામેલ કરે.
અને તેથી જ આ વર્કશોપનું મહત્વ છે, શું તમે ત્યાં જિલ્લામાં તાલુકા એકમ કરી શકો છો, જિલ્લા એકમ કરી શકો છો? આવો જ એકચિંતનનો કાર્યક્રમ જાણો કે ત્યાં થઈ શકે? આપણી ક્ષમતાઓ શું છે? આપણી મર્યાદાઓ શું છે? ઠીક છે ચાલવું છે યાર કેવી રીતે ચાલીશું. જો તમે આ પહેલા કરી દીધું તો બની શકે છે કે પાછળથી આ વસ્તુઓને કેમ કે જ્યાં સુધી તમે શું કરવા માગો છો તેની વધુ લોકોને જાણકારી નથી કરી શક્યા તો તેને તેમાં કોઈ આનંદ આવશે નહીં અને તે તેમાં સામેલ થશે નહીં, જોડાશે નહીં.
માની લો કે એક રૂમમાં એક સજ્જન છે. એ રૂમના દરવાજામાં એક નાનકડં કાણું પાડી દેવામાં આવ્યું અને તેમનો હાથ બહાર કાઢી લોકોને કહેવામાં આવે કે આવો હાથ મિલાવો. લાઈનમાં ઉભા રહી જાવ હાથ મિલાવવા માટે. મને કહો શું થશે? કલ્પના કરો રૂમમાં કોઈ બંધ છે, દરવાજો બંધ છે, દરવાજામાં કાણું છે, હાથ બહાર લટકે છે અને તમે લાઇનમાં છો હાથ મિલાવવા માટે, શું થશે, કલ્પના કરો, તમને કહેવામાં આવે કે અંદર સચિન તેંડુલકર છે તેનો હાથ છે. કેવો ફરક પડી જશે હાથ મિલાવવાની રીતમાં, થોડી ઉષ્મા પણ આવી જશે. તમે જોયું નથી પણ તમને કહેવામાં આવ્યું છે. જાણકારીની આ તાકાત છે. તમે જેને કામમાં લેવા માગો છો તેને ખબર હોવી જોઇએ કે, તે આ છે અને તેણે આ કામ કરવાનું છે. તમે કલ્પના કરો તમારા દીકરાઓ જ્યારે આ જોશે તો કેટલો ગર્વ કરશે. તેઓ પણ જોડાશે અને શરૂ થઈ જશે.
લોકભાગીદારી ત્યાં સુધી લોકભાગીદારી થતી નથી જ્યાં સુધી તમે લોકોને જોડવાની સુવ્યવસ્થિત યોજના બનાવતા નથી. સ્વચ્છ ભારત અભિયાન-મીડિયાએ ઘણી સકારાત્મક ભૂમિકા ભજવી છે જેની એક અસર છે. ઉપરથી લઈને નીચે સુધી ટીમે તેમાં પોતાની જાતને સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેની એક સ્વાભાવિક અસર થઈ. પ્રત્યેક વ્યક્તિ સ્વચ્છતા માટે કંઈકને કંઈક યોગદાન આપી રહ્યો છે અને ગર્વ અનુભવી રહ્યો છે. તમે જોયું હશે કે સ્વચ્છતા અભિયાનની સફળતાના મૂળમાં હું સૌથી મોટી તાકાત જોઈ રહ્યો છું તે છે નાના-નાના બાળકો. તેઓ આ રીતે તેના એમ્બેસેડર બની ગયા છે.
ઘરમાં પણ દાદાજી કંઈક કરે છે તો તે કહે છે કે દાદા આ ન કરો, મોદીજીએ ના પાડી છે. આ સંદેશાની એક તાકાત છે જે પરિવર્તન લાવે છે. માની લો કે આપણે કુપોષણની ચર્ચા કરીએ કે સુપોષણની ચર્ચા કરીએ? આપણે પછાત જિલ્લો કહીએ કે વિકસિત જિલ્લો કહીએ? કેમ કે માનસિક રીતે ઘણો ફરક પડે છે.
આપણે આપણી શબ્દમાળા સકારાત્મક બનાવવાની જરૂર છે. તે પણ એક રીતે આપણા સકારાત્મક વિચારો માટે પ્રેરણા બની જાય છે. આપણે જેવું કરીએ તો તમે જોજો, આપણી આજુબાજુ પણ તેનો પ્રભાવ જોવા મળે છે. મને બરાબર યાદ છે કે, અમે મુંબઈમાં અમારો એક મિત્ર હતો. તે અમારાથી ઉંમરમાં મોટા હતા અને તેમનો એક સ્વભાવ હતો. ગુજરાતના લોકોમાં અને કદાચ દેશમાં પણ જ્યારે લોકો બીજાને મળે છે તો પૂછે છે કે તબિયત કેવી છે. જો તેમને પૂછવામાં આવે કે તબિયત કેવી છે તો પહેલી દસ મિનિટ ઊંઘ આવતી નથી. મતલબ કે તેમને એવું કહેવામાં મજા આવતી હતી. અમે તેમના જેટલા પરિચિત લોકો હતા તેમણે એક દિવસ નક્કી કર્યું કે જ્યારે મળીશું તો વાતચીતની શરૂઆત ક્યાંથી કરીશું? અમે નક્કી કર્યું જે એકદમ વ્યાવહારિક હતું. અને જ્યારે મળતા ત્યારે કહેતા કે વાહ, સાહેબ ઘણા ખુશ દેખાવ છો, તબિયત સારી લાગે છે. તેનાથી ચહેરા પર એકદમ ચમક આવી જતી હતી. એવું વાતાવરણ બન્યું કે તેમનો રડતા ચહેરા સાથે વાત કરવાનો સ્વભાવ લગભગ જતો રહ્યો.
આપણે સકારાત્મક બાબતોથી આપણી વાતોનું વર્ણન કરીશું તો કુપોષણની ચર્ચા કામ આવશે કે સુપોષણની ચર્ચા કામ આવશે? તમે પોતે અનુભવ કરતા હશો કે આપણે કઈ દિશામાં જઈએ? જુઓ આશા વર્કર, આ શબ્દ પોતાની એક તાકાત બની ગયો છે. તે મહિલા ક્યાં કામ કરી રહી છે, શું કરી રહી છે વગેરે.. વગેરે.. પરંતુ શબ્દ એવો છે કે લોકોને લાગે છે કે હાં યાર, કંઈક મારા માટે છે.
આપણે સામાન્ય ભાષામાં રહેલા આવા વર્ણન, પ્રત્યેક ભાષાના અલગ-અલગ હશે. એક જ શબ્દ આપણા દેશમાં પ્રત્યેક વિસ્તારમાં ચાલતો નથી. પરંતુ આપણે સ્થાનિકમાં આ પ્રકારની બાબતોને વિકસાવવી જોઈએ.
બીજુ, માની લો કે આપણે કુપોષણની ચર્ચા કરીએ છીએ. શું ક્યારેય સુપોષણની કાવ્ય સ્પર્ધા હોઈ શકે છે? હવે તમને લાગશે કે પેટમાં ગયા હવે સુપોષણ ક્યાં થવાનું છે, આ મોદી કવિતા કરાવી રહ્યા છે. પરંતુ તમે જોશો શાળાઓમાં, શિક્ષકોનું મન થશે કે સુપોષણને લઈને કવિતાઓ કેવી રીતે લખાય. સુપોષણને લઈને કોઈ નાટ્ય પ્રોગ્રામ થઈ શકે છે? મને બરાબર યાદ છે કે એક વખત હું એક આંગણવાડીમાં ગયો તો ત્યાં બાળકોએ 15 મિનિટનો એક પ્રયોગ કર્યો. કોઈ ટામેટુ બનીને આવ્યો, કોઈ ગાજર બનીને આવ્યો, કોઈ કોબીજ બનીને આવ્યો. ત્યારબાદ તે ડાયલોગ બોલતો હતો કે હું ગાજર છું, ગાજર ખાવાથી આ થાય છે, તો ત્યારે તમામ બાળકોને ખ્યાલ આવતો હતો કે ગાજર ખાવું જોઈએ. હવે માતા કેટલું પણ કરે તે બાળક ગાજર ખાતો ન હતો. પરંતુ શાળામાં બાળકોએ કહ્યું તો ઘરે જઈને માંગવા લાગ્યો કે માં હું ગાજર ખાઈશ. મારો કહેવાનો મતલબ છે કે જે ખરૂ જનઆંદોલન હોય છે, સારા સ્લોગનની સ્પર્ધામાં, આપણે લોકોને જોડી શકીએ છીએ? શરૂઆતમાં તે સુપોષણ નથી કરી શકતુ પરંતુ ધીમે-ધીમે વાતાવરણ બને છે અને માની લો કે આપણે તીથી ભોજન કરીએ.
આપણે તે ક્ષેત્રના મુખ્ય લોકોને મળીએ, તેમને કહીએ કે તમારા પરીવારમાં કોઈનો જન્મદિવસ આવે છે, કોઈના લગ્નની વર્ષગાંઠ આવે છે, કોઈની પુણ્યતિથિ આવે છે, તમે તે દિવસે ખાવાનું રાંધીને જાતે આવો, આંગણવાડીમાં બાળકો સાથે બેસો અને જાતે જ પીરસો. તમે જોશો કે વર્ષમાં 70-80 દિવસ તો તમને આવી રીતે જ મળી જશે. તેમને પણ સંતોષ થશે કે ભાઈ આંગણવાડીના 40 બાળકોને મેં આજે ભોજન કરતા નજીકથી જોયા. એક એવું વાતાવરણ બનશે, તમે પરિવર્તન જોઈ શકશો. હવે આપણે શાળા છોડી જનારા બાળકોની સંખ્યા જોઈએ. ક્યારેક આંગણવાડીના બાળકોનો પ્રવાસ થતો હશે, કોઈ જગ્યાએ હોય છે ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિ છે? તો શું કરો છો, દિવસમાં મંદિરોમાં બાળકોને લઈ જઈશું, નદી હશે તો નદી કિનારે જઈને બાળકોને ઊભા રાખીશું, કોઈ બગીચો હશે તો ત્યાં લઈ જઈશું. શું ક્યારે એવું નક્કી કરી શકીએ છીએ કે મહિનામાં એક દિવસ આંગણવાડીના બાળકોને લઈને ત્યાંની પ્રાથમિક શાળામાં જઈશું. તે પ્રાથમિક શાળાના બાળકોને રમતા જોશે, તેમની સાથે રમશે અને બની શકે તો દિવસનું મિડ-ડે મીલ આંગણવાડીના બાળકોને તે બાળકો સાથે જ આપવામાં આવે. તે આંગણવાડીના બાળકના મનમાં ભાવ જાગવાનું શરૂ થઈ જશે કે મારે હવે આગળ આ શાળામાં આવવાનું છે. મારે હવે અહીં આવવાનું છે. આ સારી સ્કૂલ છે, મોટી સ્કૂલ છે, સારૂ મેદાન છે, સારૂ રમાડે છે. વાત નાની છે પરંતુ પરિવર્તન શરૂ થશે.
મેં એક નાનકડો કાર્યક્રમ શરૂ કર્યો હતો કદાચ તમને લોકોને ખ્યાલ હોય તો. કોઈ યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભમાં મને બોલાવે છે તો હું તેમને આગ્રહ કરૂ છું કે હું પદવીદાન સમારંભમાં આવીશ પરંતુ મારા 50 ખાસ મહેમાનો હશે, તેમને તમારે પ્રથમ હરોળમાં બેસાડવા પડશે. હશે, વડાપ્રધાન કહે તો કોણ ના પાડે અને તેમને પણ લાગે છે કે કદાચ ભાજપના લોકોને બોલાવવાના હશે. આવું જ વિચારે છે, આ જ તો મર્યાદા છે. પછી હું કહું છું કે સરકારી શાળા જ્યાં ગરીબ બાળકો ભણે છે તેવા 50 બાળકોને તમે પદવીદાન સમારંભમાં લાવીને બેસાડો અને બાદમાં હું પદવીદાન સમારંભમાં તે બાળકો સાથે વાત કરૂ છું. હું જોવું છું કે તે બાળકોને પણ જ્યારે કોઈ ગાઉન પહેરીને આવે છે, ટોપી પહેરીને આવે છે, પ્રમામપત્ર લે છે તો તે બાળકોના મનમાં પણ સંસ્કાર હોય છે કે ભવિષ્યમાં બની શકે કે, હું પણ અહીં સુધી પહોંચી શકું છું. એક કામ જે મોટુ ભાષણ નથી આ કામ નથી કરી શકતું, આ બાળકોના મનમાં એક આશા ઊભી થાય છે. વિકસીત જિલ્લાઓ માટે આ ઘણું જરૂરી છે કે ત્યાં જન સામાન્યની અંદર મહત્વાકાંક્ષા છે તે મહત્વાકાંક્ષાને અમે ઓળખીશું. નવી મહત્વાકાંક્ષા ઊભી કરવાનું હું નથી કહી રહ્યો, જે મહત્વાકાંક્ષા તેમના મનમાં રહેલી છે તેને જ આગળ લાવવાની છે. આપણે આ રીતે લોક ભાગીદારીથી કામ કરી શકીએ છીએ.
અમારી જેટલી યોજનાઓ છે. શું શાળાની અંદર સવારે જ્યારે એસેમ્બલી હોય છે, પ્રત્યેક શાળામાં હોય છે. જણાવો આપણા 2022ના લક્ષ્યાંક પર આજે કોણ બોલશે, હેલ્થ પર કોણ બોલશે, ન્યૂટ્રિશિયન પર કોણ બોલશે. પ્રત્યેક દિવસ 10 મિનિટ કોઈને કોઈ બાળક કોઈને કોઈ વિષય પર બોલશે. હવામાં વિષય ચાલતા રહેશે. મારા કહેવાનો અર્થ છે કે જ્યાં સુધી આપણે આ બાબતોને સામાન્ય નાગરિક સાથે નહીં જોઈએ ત્યાં સુધી આપણે પરિણામો મેળવી શકીશું નહીં.
બીજું, કયાંકને ક્યાંક આપણે માની લો કે તમે 6 ટારગેટ નક્કી કર્યા છે. એક જગ્યાએ તે સારી રીતે થઈ જશે, બીજી જગ્યાએ પણ સારી રીતે થશે. આ 6-10-15 જે પણ ચીજ નક્કી કરી છે ક્યાંકને ક્યાંક મોડેલ તરીકે ડેવલપ કરી શકો છો ત્રણ કે ચાર મહિનામાં? અને લોકોને ફરીથી લઈ જાઓ, જૂઓ ભાઈઓ આવો, આ જૂઓ કેવી રીતે થાય છે, તમારે ત્યાં થઈ શકે છે, પછી તેમને લાગશે કે આપણા જ જિલ્લાના ફલાણા ગામમાં થઈ ગયું ચાલો આપણા ગામમાં પણ કરી શકીએ છીએ. આપણે જો આ પરંપરા બનાવીએ તો મને વિશ્વાસ છે કે આ જે 115 જિલ્લા આપણે ટારગેટ કર્યા છે.
હવે એક વિષય છે માળખાગત સવલતનો. એ વાત સાચી છે કે માંગ રહે છે રસ્તા બનાવો, રસ્તા બનાવો. ક્યારેક બજેટની સમસ્યા રહે છે પરંતુ તમે એક જવાબદારી નાખો કે આજે રસ્તા બનાવીએ છીએ પરંતુ રસ્તો બનશે તો એવો બનશે કે જ્યારે તમે રસ્તાના બંને કિનારા પર વૃક્ષ વાવશો અને એ વૃક્ષ પાંચ ફીટનું થઈ જશે ત્યારે તમારો રસ્તો બની જશે. તમે જોજો કે આ ગામના લોકો જવાબદારી લેશે. રસ્તાની બાજુંમાં અત્યારથી વૃક્ષ વાવી દેશે અને પછીથી તમારે કામ કરવાનું છે તો મનરેગાથી થઈ જશ, કોન્ટ્રાક્ટર આવી જશે. તેમના પરિમાણ અને સરકારની યોજના આ બંનેનો મિલન બિંદુ તેમની ભાગીદારી હોવી જોઇએ. જેટલી વધુ ભાગીદારી વધે છે તેટલી આસાની વધે છે. અને એક સમસ્યા રહે છે. અમારો એકાદ અધિકારી અત્યંત ક્રિએટીવ હોય છે અત્યંત ડાયનેમિક હોય છે અને દર વખતે નવી નવી વસ્તુઓ કરતો રહે છે પરંતુ તે ઇચ્છે છે કે એ વસ્તુઓ તેની સાથે જતી રહે અને મોટા ભાગના રાજ્યોમાં દુર્ભાગ્યથી. એક રીતે સ્થિરતા જોઇએ તે ઓછી હોય છે. ક્યારેક એક વર્ષમાં બદલી થાય છે ક્યારેક દોઢ વર્ષમાં બદલી થાય છે અને આ એક ચિંતાનો વિષય રહે છે. ખેર, જેવા પરિણામ મળશે તો તેનો કોઈને કોઈ માર્ગ નીકળી આવશે પરંતુ જો આપણે ટીમ રચીશું તો નેતાગીરી આપણી પાસે હોય કે ના હોય, જે પણ આવશે આ ટીમ સારી હશે, કાર્યનું વિભાજન હશે, રોડમેપ સ્પષ્ટ હશે, દેખરેખની સિસ્ટમ હશે, સમયમર્યાદામાં કામ થશે તો તમે તમારા પરિણામ મેળવી શકશો અને એ પરિણામને પ્રાપ્ત કરવાની દિશામાં હું માનું છું કે આપણે પ્રયાસ કરવો જોઇએ. જે ઉમંગ અને ઉત્સાહથી હું જોઈ રહ્યો હતો તમે બધા તેને સારી રીતે કરી શકો છો. તમને અંદાજ નથી જે સમાજમાં 115 જિલ્લા એક સ્તર જે તેની ઉપર બોજો બની ગયું છે તેને માથું ઉંચકીને બહાર નીકળી જશે તો પછી ક્યારેય અટકશે નહીં.
તમે પણ જોયું હશે કે હિન્દુસ્તાનમાં કેટલીક જગ્યા એવી છે જ્યાં એકાદ કારણ મળી ગયું અને પછી ત્યાં એવો વળાંક આવી ગયો કે આખો વિસ્તાર વિકસી ગયો. તમે જોયું હશે હિન્દુસ્તાનમાં તમને એવી 50-100 જગ્યા મળી જશે કે અચાનક વિકાસ થઈ ગયો. તમે એક વાર કાંઈક આ પ્રકારની કરામત કરશો તો તમે જોશો કે વસ્તુઓ બહાર આવવા લાગશે. એક વાર 115 જિલ્લામાં દસ દસ ડગલાં આગળ વધતા જાઓ અને તમે કલ્પના કરી શકો છો કે દેશના તમામ હિસાબ કિતાબ કેટલા બદલાઈ જાય છે. પછી સરકારને પણ લાગશે કે બજેટ આપવું છે તો અહીં આપો. પ્રાથમિકતા આપવી છે તો અહીં આપો.
ક્યારેક ક્યારેક માનવીનો સ્વભાવ છે કે આપણે ટ્રેનમાં જઇએ, રિઝર્વેશન મળે પરંતુ મન કહે છે કે બારી પાસે જગ્યા મળે તો સારૂ. વિમાન છે તો પગ લંબાવવાની જગ્યા નથી તો થાય છે કે હેલ્થ સીટ મળે તો સારું જરા પગ લંબાવી શકીશું. માનવીનો આ સ્વભાવ છે અને તે ખરાબ છે તેમ હું માનતો નથી. જ્યારે તમારી પણ પોસ્ટિંગ થતી હશે તો દરેક રાજ્યમાં ત્રણથી ચાર જિલ્લા ઘણા સારા હશે તો ત્રણથી ચાર જિલ્લા ખરાબ હશે અને જે દિવસે પોસ્ટિંગ થશે ત્યારે તમારા જ મિત્રો કહેશે અરે યાર મરી ગયો. ચાલ યાર ચિંતા ના કર ચાર-છ મહિના કાઢી નાખ. ટૂંકમાં અહીંથી જ શરૂ થઈ જાય છે. મને લાગે છે કે જે વિકસીત જિલ્લા છે ત્યાં મહદઅંશે તો ગાડી ચાલી જાય છે. ત્યાં જઈએ આ યુવાન અધિકારીઓ ક્યારેય પોતાનું જીવન વિકસાવી શકશે નહીં. ત્યાં તો તેઓ એક સિસ્ટમમાં ધકેલાઈ જાય છે અને આગળ તેમનું આવી જ રીતે ગાડું ગબડતું રહે છે. પરંતુ મુશ્કેલ વિસ્તારમાં જે પહોંચે છે જે મથામણ કરે છે ત્યાં તેમનો જે વિકાસ થાય છે તે હું માનું છું કે કદાચ થોડા વર્ષ માટે તેમના સાથીઓ માટે ખરાબ પોસ્ટિંગ છે પરંતુ જ્યારે જીવનનો હિસાબ માંડશે તો તેને લાગશે કે મારા જીવનમાં આ જે મુશ્કેલીનો, હાડમારીનો સમય હતો, તેમણે જ મને ઘડ્યો છે, તેણે જ મને બનાવ્યો છે જેણે મને જીવન જીવવાની તાકાત આપી છે.
તમે જોઇ લેજો કે જેટલા પણ મોટા અધિકારીઓ હશે, ક્યારેક તેમની સાથે વાત કરશો તો તમને ખબર પડશે કે ઠીક છે કે તમે મહેનત કરી છે, પરીક્ષા પાસ કરી છે, મસૂરી જઈ આવ્યા, ટ્રેનિંગ લઈ લીધી, કામમાં લાગી ગયા. પરંતુ જીવનમાં તમે અહીં પહોંચ્યા, જે લગનથી કામ કરી રહ્યા છો, કારણ જૂઓ તો તે તમને કહેશે કે નવો નવો ડેપ્યુટી કલેક્ટર હતો તો ત્યાં ગયો હતો. ત્યાં રહીને આવો થઈ ગયો તેણે મારું જીવન બદલી નાખ્યું. જેટલા પણ મોટા લોકો છે તેમના જીવનમાં આવી વાતોમાં જોવા મળે છે અને એવા લોકો જે પ્રારંભિક કાળથી એક રીતે ગોલ્ડન સ્પૂન લઈને પેદા થયા છે, તેમને પોસ્ટિંગ સારી મળી જાય છે, બંગલો પણ સારા મળી રહે છે, બે એકર જમીનવાળો બંગલો હોય છે. તેમને પાછળથી પરેશાનીનો સામનો કરવો દુષ્કર બની જાય છે. પછી તે સરળ ચીજો શોધે છે પોતાનો ગુજારો કરવા માટે.
હું માનું છું કે જેમની પાસે આ 115 કઠિન જિલ્લા છે હું તેમને નસીબદાર માનું છું કે તેમને જીવનમાં સંતોષ પામવાની તક મળી છે. જ્યાં સારૂ છે ત્યાં વધુ સારાની કોઈ નોંધ લેતું નથી. સારૂ છે ત્યાં વધુ સારૂ રાત્રે શાંતિની ઉંઘ લેવા દેતું નથી. અરે યાર પહેલા પણ ચાલતું જ હતું. પરંતુ જ્યાં રેગિસ્તાન છે ત્યાં કોઈ એક છોડ પણ ઉગાડી દે તો તેને જીવનનો એક સંતોષ મળે છે. તમે એ લોકો છો જેમને આ પડકાર મળ્યો છે જેનું એક સામર્થ્ય પડ્યું છે જે ક્ષમતાથી તમે એક નવી પરિસ્થિતિ પ્રાપ્ત કરી શકો છો. અને તમે ખુદ જ તમારી સમીક્ષા કરી શકો છો. મેં અહીંથી શરૂ કર્યું હતું અને મેં અહીં પહોંચાડી દીધું. પડકારોની પણ પોતાની એક તાકાત હોય છે અને હું એવા લોકોને ક્યારેય નસીબદાર માનતો નથી જેમના જીવનમાં ક્યારેય પડકાર આવ્યો ન હોય. જીવન એમનું જ બને છે જેમનામાં પડકાર ઝીલવાની ક્ષમતા હોય. વ્યક્તિના જીવનમાં પણ પડકારોમાંથી પસાર થતા રહેવું જીવનને ઘડવા માટે ઘણું કામ આવે છે અને મને વિશ્વાસ છે કે તમે તમારામાં રહીને જે રીતે મનોયોગથી, હું અનુભવ કરી શકું છું કે એક હકારાત્મકતાને આ રૂમમાં પ્રવેશ કરતાં જ અનુભવી રહ્યો છું. હું માનું છું કે આ બાબત પોતાનામાં એક મોટી તાકાત છે અને આ તાકાતના ભરોસે અમે આગળ વધવા માગીએ છીએ.
આજે આપણે જાન્યુઆરીની વાત કરીએ છીએ. બાબા સાહેબ આંબેડકરના આ ભવનની ચર્ચા કરીએ છીએ. 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીનું પર્વ છે. શું આપણે 14મી એપ્રિલ સુધીનું એક સમયપત્રક બનાવી શકીએ છીએ. 14 એપ્રિલ સુધીના ત્રણ મહિનાનું મોનિટરિંગ અને આપણે જોઇએ કે 115 જિલ્લામાં કોણ ક્યાં પહોંચ્યું છે અને મારૂ મન કહે છે કે એ પરિણામના આધાર પર હું જે 115 જિલ્લા છે તેમાંના એક જિલ્લામાં જઈને જે સારું કામ કર્યું હશે, સારૂ છે અને કાંઇક સારૂ કર્યું એ નહિં. હું તો ઇચ્છીશ કે એપ્રિલ મહિનામાં હું એ જિલ્લામાં જઈને એ ટીમ સાથે કેટલાક કલાક વીતાવું. તેમણે કેવી રીતે લક્ષ્યાંક પાર પાડ્યો તે હું સમજીશ. હું ખુદ તેમનામાંથી શીખવાનો પ્રયાસ કરીશ અને હું ઇચ્છીશ કે આપણે આ ત્રણ મહિનામાં, એક વ્યવસ્થ તો છે જ, એવું નથી કે કોઈ નવી વસ્તુ લાવી રહ્યા છીએ. તેને એક નવી તાકાત આપવાની છે, નવી ઉર્જા આપવાની છે, લોક ભાગીદારી લાવવાની છે, નવા પ્રયોગ કરવાના છે અને હું ઇચ્છીશ કે ત્યાર બાદ હું આ રૂટિનને મારી કાર્યશૈલીનો એક હિસ્સો બનાવી શકું.
મને વિશ્વાસ છે કે દેશ આગળ વધે, દેશ પ્રગતિ કરે, દેશ બદલાય, દેશના સામાન્ય માનવીનું જીવન બદલાય પરંતુ તેની શરૂઆત ક્યાંકને ક્યાંક નાના એકમમાં પરિવર્તનથી થાય છે. તે તમામની સહિયારી અસર હોય છે જેથી દેશ બદલાતો દેખાય છે. તે આપણા દેશનો અસરકારક પ્રતિનિધિ છે અને તમે એ લોકો છો જે પરિવર્તનનાં પ્રતિનિધિ છો જે તેની આગેવાની લો છો. મને વિશ્વાસ છે કે આ દ્રષ્ટિકોણ, આ ક્ષમતા, આ સંભાવનાઓ, નવી સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે અને 2022, ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ દેશને નવી ઉંચાઈ પર લઈ જવાનો સંકલ્પ, દેશ માટે કાંઈ કરી છુટવાનો સંકલ્પ, તેને લઈને આગળ લઇ જઇએ. આપણે અમલદારશાહીની દુનિયામાં ઘણા મોટા મોટા અધિકારીની વાર્તાઓ સાંભળીએ છીએ કે સરદાર વલ્લભભાઈ સાથે ફલાણા અધિકારી હતા, તેમના જમાનામાં આ થયું, દેશને આ મળ્યું. પંડિત નહેરુના જમાનામાં આ અધિકારી હતા, તેમણે આ કામ કર્યું, આ પ્રાપ્ત થયું, ફલાણા સમયમાં આ અધિકારી હતા આ કરીને ગયા. મોટા મોટા અધિકારીની ચર્ચા અવારનવાર આપણે સાંભળીએ છીએ. તેમનામાંથી આપણે પ્રેરણા લઈએ છીએ કે તેમણે દેશને કેવી રીતે નવા નિયમ આપ્યા, નવી દિશા કેવી રીતે આપી, તેમણે કેવી રીતે યોગદાન આપ્યું. આજે પણ ઇતિહાસના સાક્ષીના રૂપમાં આપણી સામે છે. પરંતુ જિલ્લા સ્તરની ઘણી ઓછી વાતો છે જે આ રીતે ઉજાગર થઇ છે. ત્યાં પણ તો કઈ ઓફિસર છે, તેમણે પોતાની યુવાની કુરબાન કરી છે, જેઓ પરિવર્તન લાવ્યા છે અને આ મુળભૂત પરિવર્તન છે અને આ જ તો દુનિયા બદલે છે. હું ઇચ્છું છું કે આપણે 70 વર્ષ સુધી મોટા મોટા અધિકારીઓની, મોટા મોટા યોગદાનની ઘણી વાતો સાંભળી છે, ઘણી પ્રેરણા મેળવી છે, આગળ પણ મળતી રહેશે, જરૂરી પણ છે પરંતુ સમયની માંગ છે કે, જિલ્લાઓમાંથી અવાજ ઉઠે, સફળતાની વાર્તા અહીંથી બહાર આવે, અધિકારીઓની વાતો સાંભળવા મળે, તેમના જીવનની વાતો સાંભળવા મળે.
હું સોશિયલ મીડીયા પર ઘણો સક્રિય રહ્યો, શરૂઆતમાં, હવે તો મને સમય મળતો જ નથી પરંતુ જે કાળખંડમાં આ દુનિયા ચાલી તેમાં હું ઘણો સામેલ હતો. હું બે દિવસ અગાઉ આવી જ રીતે સર્ફિંગ કરી રહ્યો હતો. મેં એક મહિલા અધિકારીની ટ્વિટ જોઇ. આઇએએસ અધિકારીની, તેની ટ્વીટ રસપ્રદ હતી. હવે તો તે સિનિયર બની ગયા છે તેનો ફોટો પણ છે હું નામ ભૂલી ગયો છું. તેમણે લખ્યું કે મારા જીવનમાં એક સંતોષની પળ છે. કેમ? તો તેમણે લખ્યું કે હું જુનિયર ઓફિસર હતી ત્યારે એક વાર કારમાં જઈ રહી હતી તો એક સ્કૂલની બહાર એક બાળક ઘેટા-બકરા ચરાવી રહ્યો હતો. મેં કાર ઉભી રાખી અને સ્કૂલના શિક્ષકને બોલાવીને કહ્યું કે આ બાળકને એડમિશન આપી દો, એ બાળકને પણ ધમકાવ્યો અને ગમે તેમ કરીને તે સ્કૂલમાં ગયો. 27 વર્ષ બાદ આજે મારી નોકરી દરમિયાન એક હેડ કોન્સ્ટેબલે મને સલામ કરી અને પછી કહ્યું કે, મેડમ મને ઓળખ્યો ? હું એ જ છું જે ઘેટા-બકરા ચરાવતો હતો અને તમે મને સ્કૂલમાં બેસાડ્યો હતો. તમારે કારણે હું આજે અહીં પહોંચી ગયો છું. એ ઓફિસરે ટ્વિટ કર્યું છે કે, એક નાનકડો વિચાર કેટલું પરિવર્તન લાવી શકે છે આપણને લોકોને જીવનમાં અવસર મળ્યો છે તો આપણે એ અવસરને ઝડપી લઈએ.
આ દેશ આપણી પાસેથી ઘણી અપેક્ષા રાખી રહ્યો છે. આ દેશ કાંઈ પણ ખરાબ થઈ જાય તો આજે પણ કહે છે કે કદાચ ભગવાનની આ જ મરજી હતી. આવું નસીબ દુનિયાની કોઈ સરકારને આવી જનતા પાસેથી મળતું નથી કે આજે પણ તેઓ પોતાના નસીબને દોષ આપે છે, ભગવાનને દોષ આપે છે, આપણી તરફ ક્યારેય આંગળી ચીંધતો નથી. આથી મોટું જન સમર્થન કયું હોઈ શકે. આથી મોટો જન સહયોગ કયો હોઈ શકે. આથી મોટી આસ્થા કઈ હોઈ શકે? જો આપણે તેને ઓળખી શકીએ નહીં અને તેમના માટે આપણું જીવન કુરબાન કરી શકીએ નહીં કદાચ જીવનમાં એક સમય એવો આવશે કે જ્યારે આપણે આપણી જાતને પણ જવાબ આપી શકીશું નહીં અને તેથી જ દોસ્તો 115 જિલ્લા દેશનું ભાગ્ય બદલવાનો પાયો બની શકે છે અને આ કાર્ય તમે સૌ સાથીઓ પાસે છે. મારી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. ખૂબ ખૂબ આભાર.