મંચ પર બિરાજમાન મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન વિદ્યાસાગર રાવજી, મહારાષ્ટ્ર મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્રજી, વિધાનસભાના સ્પીકર હરિબાબુજી, મંત્રીપરિષદના મારા સહયોગી શ્રી સુભાષ ધામરેજી, સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રીમાન સુરેશ હાવરેજી, મહારાષ્ટ્રના તમામ મંત્રીગણ, સંસદના મારા સાથી, મહારાષ્ટ્રના વિધાયકગણ અને અહિયાં વિશાળ સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો આપ સૌને સમગ્ર મહારાષ્ટ્રને, સંપૂર્ણ ભારત વર્ષને, દેશના જનજનને દશેરાની, વિજયાદશમીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
આપણા સૌનો એ પ્રયાસ રહે છે કે દર વર્ષે ઉત્સવને આપણા લોકોની સાથે ઉજવીએ. મારો પણ એ પ્રયત્ન રહે છે કે દરેક તહેવાર દેશવાસીઓની વચ્ચે જઈને ઉજવું. એ જ ભાવના સાથે આજે આપ સૌની વચ્ચે ઉપસ્થિત થવાનું મને સૌભાગ્ય મળ્યું છે. જે રીતે તમે સૌ દશેરાના પાવન અવસર પર મોટી સંખ્યામાં અહિં મને આશીર્વાદ આપવા આવ્યા છો અને હું જોઈ રહ્યો છું કે ક્યાંય જગ્યા જ નથી રહી, અડધા લોકો તો તડકામાં ઉભા છે. હું આપ સૌનો અને તમારા આ પોતાપણાનો, આ જ મારું સામર્થ્ય છે કે તમારા આ પ્રેમને માટે, તમારો આ પ્રેમ સતત નવી ઊર્જાનો સંચાર કરે છે. મને શક્તિ આપે છે.
સાથીઓ, દશેરાની સાથે-સાથે આપણે આજે શિરડીની આ પાવન ભૂમિ પર એક અન્ય પવિત્ર અવસરના સાક્ષી બની રહ્યા છીએ. સાંઈબાબાની સમાધિના શતાબ્દી સમારોહને પણ આજે સંપન્ન થવાનો, પૂર્ણ થવાનો, સમાપનનો આ અવસર હતો. થોડી વાર પહેલા જ મને સાંઈબાબાના દર્શનમાં, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો. હું જ્યારે પણ પૂજ્ય સાંઈબાબાના દર્શન કરું છું, તેમનું સ્મરણ કરું છું તો કરોડો શ્રદ્ધાળુઓની જેમ જે રીતે તમારા લોકોના દિલમાં ભાવના જાગે છે તેવી જ જનસેવાની ભાવના અને જનસેવા માટે પોતાની જાતને સમર્પિત કરવાનો એક નવો ઉત્સાહ આ ભૂમિ પરથી મળે છે.
ભાઈઓ અને બહેનો શિરડીના કણ-કણમાં સાંઈના મંત્રની તેમની શીખ છે. જનસેવા, ત્યાગ અને તપસ્યાની જ્યારે વાત આવે છે તો શિરડીનું ઉદાહરણ દરેક વ્યક્તિ પ્રસ્તુત કરે છે. આ આપણું શિરડી તાત્યા પાટીલજીની નગરી છે, આ દાદા કોતે પાટીલજીની નગરી છે. આ માધવરાવ દેશપાંડે, માલસાપતિ જેવા મહાપુરુષ આ જ ધરતીએ આપ્યા છે. કાશીરામ શીપી અને અપ્પા જાગલે સાંઈબાબાના અંતિમ સમય સુધી સેવા કરતા રહ્યા. કોંડાજી, ગવાજી અને તુકારામને કોણ ભૂલી શકે છે. આ પાવન ધરાના મહાન સપૂતોને હું નમન કરું છું.
ભાઈઓ અને બહેનો સાંઈનો મંત્ર છે સૌનો માલિક એક છે. સાંઈના ચાર શબ્દો જાણે સમાજને એક કરવા માટેના સૂત્ર વાક્ય બની ગયા છે. સાંઈ સમાજના હતા અને સમાજ સાંઈનો હતો. સાંઈએ સમાજની સેવાના કેટલાક રસ્તાઓ બતાવ્યા હતા અને મને ખુશી છે કે સાંઈબાબાએ દર્શાવેલા રસ્તા પર શ્રી સાંઈબાબા સંસ્થાન, ટ્રસ્ટ સતત સમાજની સેવા કરી રહ્યું છે.
શિક્ષણના માધ્યમથી સમાજને સશક્ત કરવાનો હોય, અધ્યાત્મના માધ્યમથી વિચારધારામાં પરિવર્તન કરવાનું હોય, સમાજમાં સમરસતા અને સહભાવનો સંચાર કરવાનો હોય તેની માટે તમારો પ્રયાસ ઘણો જ વંદનીય છે.
આજે પણ આ ધરતી પર આસ્થા, અધ્યાત્મ અને વિકાસ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સની શરૂઆત થઇ છે. અને હું મહારાષ્ટ્ર સરકારને અભિનંદન આપું છું કે ગરીબોના કલ્યાણની આટલી મોટી યોજનાની માટે આનાથી વધુ સારી કોઈ જગ્યા નથી હોઈ શકે તેમ નહોતી. સાંઈના ચરણોમાં બેસીને ગરીબો માટે કામ કરવું તેનાથી મોટી ધન્યતા શું હોઈ શકે છે. અને એટલા માટે મહારાષ્ટ્ર સરકાર અભિનંદનને પાત્ર છે. દર્શનાર્થીઓ માટે બનનારા નવા પરિસરના ભૂમિપૂજનના અવસર પર ઉપસ્થિત થવા બદલ મને ઘણી પ્રસન્નતા થઇ રહી છે. આજના જ દિવસે સાંઈબાબા ઈંગ્લીશ મિડિયમ સ્કુલ, કન્યા વિદ્યાલય અને કોલેજનો પાયો નાખવામાં આવી રહ્યો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સાંઈના જીવન અને દર્શનને લઈને શરુ થનારા સાંઈ નોલેજ પાર્ક વડે લોકોને સાંઈની શિક્ષા સમજવામાં વધુ સરળતા રહેશે.
સાથીઓ આજે અહિયાં દસ મેગાવોટના એક સોલર યુનિટનું પણ કામ શરુ થયું છે. તેનાથી સંસ્થાનના સંસાધન વધશે. અને સ્વચ્છ ઊર્જામાં સંસ્થાનની ઘણી મોટી ભાગીદારી હશે. એક રીતે સાંઈ ટ્રસ્ટ તરફથી કરોડો શ્રદ્ધાળુઓની માટે આ દશેરાને વિજયાદશમીની એક ઘણી મોટી ભેટ છે.
સાથીઓ, નવરાત્રીથી લઈને દિવાળી સુધી વર્ષનો આ તે સમય હોય છે જ્યારે દેશવાસી ઘર, ગાડી, ઘરેણા જેવા અનેક સામાનની ખરીદી કરે છે. જેનું જેટલું સામર્થ્ય હોય છે તે વ્યક્તિ તે રીતે પૈસા બચાવે છે અને પોતાના પરિવારને ઉપહાર આપે છે. મને ખુશી છે કે દશેરાના આ પાવન અવસર પર મને મહારાષ્ટ્રના અઢી લાખ ભાઈઓ અને બહેનોને તેમનું ઘર સોંપવાનો અવસર મળ્યો છે.
મારા તે ભાઈ બહેન જેમની માટે પોતાનું ઘર હંમેશાથી એક સપનું રહ્યું છે. મારા આ વિશાળ પરિવારના સભ્યોને એક સાથે ગૃહ પ્રવેશ કરાવવા જેટલી અને આનાથી મોટી પોતાના ગરીબ ભાઈઓ અને બહેનોની સેવા હું સમજુ છું, દશેરાની પૂજા વળી, મારા માટે આનાથી મોટી સેવા કઈ હોઈ શકે છે. આપ સૌ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા આ નવા ઘરોની, તમારા જીવનમાં આવેલા આ શુભ અવસરની, આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. આ નવા ઘરો તમારા પોતાના સપનાઓના પ્રતિક તો છે જ. તમારી આકાંક્ષાઓને નવીન પરિમાણ આપનારા પણ છે. હવે તમારું જીવન, તમારા બાળકોનું જીવન સાર્થક બદલાવના પથ પર આગળ વધી ચુક્યું છે. તે ગરીબી પર જીત તરફનું એક ઘણું મોટુ પહેલું મહત્વનું પગલું છે.
સાથીઓ, પોતાનું ઘર જીવનને સરળ બનાવી દે છે. અને ગરીબી સામે લડવા માટેનો નવો ઉત્સાહ ઉત્પન્ન કરે છે. એક સન્માનનો ભાવ જાગે છે. તેને જ ધ્યાનમાં રાખીને અમે વિચાર્યું છે કે 2022, ભારતની આઝાદીના 75 વર્ષ થશે. દેશના દરેક બેઘર પરિવારને તેનું પોતાનું ઘર આપવાનું લક્ષ્ય રાખીને અમે કામ કરી રહ્યા છીએ.
મને ખુશી છે કે લગભગ અડધો રસ્તો અમે આટલા ઓછા સમયમાં પાર કરી ચુક્યા છીએ. ભાઈઓ અને બહેનો ગરીબ હોય કે મધ્યમ વર્ગનો પરિવાર વીતેલા ચાર વર્ષોમાં તેને ઝુંપડપટ્ટીમાંથી, ભાડાના મકાનમાંથી કાઢીને પોતાનું ઘર આપવા તરફ સરકારે ગંભીર પ્રયાસો કર્યા છે. પ્રયત્નો પહેલા પણ થયા છે પરંતુ દુર્ભાગ્યે તેમનું લક્ષ્ય ગરીબોને ઘર આપીને ગરીબોને સશક્ત કરવાને બદલે એક ખાસ પરિવારના નામનો પ્રચાર કરવો એ જ તેમનો ઉદ્દેશ્ય હતો. વોટ બેંક તૈયાર કરવી એ જ તેમનું લક્ષ્ય હતું. ઘર સારું હોય, તેમાં શૌચાલય હોય, વીજળી હોય, પાણી હોય, ગેસના જોડાણ હોય. તેની પર પહેલા ક્યારેય વિચારવામાં નહોતું આવ્યું. જ્યારે કોઈ યોજનાના મૂળમાં રાજનૈતિક સ્વાર્થ તે કેન્દ્રમાં નથી હોતો. રાજનૈતિક સ્વાર્થને બદલે માત્ર અને માત્ર ગરીબનું કલ્યાણ હોય છે તો તેના જીવનને સરળ બનાવવાની પ્રેરણા મળે છે. ત્યારે કામની ગતિ કઈ રીતે વધે છે. તે આજે દેશની સામે જીવતું જાગતું ઉદાહરણ છે.
સાથીઓ, પહેલા જે સરકારો હતી, તે પાછલી સરકારે પોતાના છેલ્લા ચાર વર્ષના સમયગાળામાં સમગ્ર દેશમાં માત્ર 25 લાખ ઘર બનાવ્યા હતા. ચાર વર્ષમાં 25 લાખ…કેટલા…જરા બોલો ને શું થયું…ચાર વર્ષમાં કેટલા ઘર બનાવ્યા હતા? ચાર વર્ષમાં કેટલા ઘર બનાવ્યા હતા? 25 લાખ, જ્યારે વીતેલા ચાર વર્ષોમાં અમારી સરકાર બન્યા પછી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર કેન્દ્રમાં આવ્યા પછી 1 કરોડ 25 લાખ ઘરો બનાવ્યા છે. તેમના ચાર વર્ષના 25 લાખ અને અમારા ચાર વર્ષના 1 કરોડ 25 લાખ.
જો તે જ સરકાર હોત તો આટલા ઘર બનાવવા માટે 20 વર્ષ લાગી ગયા હોત…20 વર્ષ અને તમારે પણ 20 વર્ષ સુધી આ ઘરની માટે રાહ જોવી પડત. ઝડપી ગતિએ કામ કરનારી સરકાર ગરીબોને ઝડપી ગતિએ કઈ રીતે કામ આપે છે તેનું આ ઉદાહરણ છે. અને તમે જુઓ બીજું બધું તો એ જ છે. એ જ સાધન, એ જ સંસાધન, એ જ લોકો પરંતુ સાફ નીતિ વડે, ગરીબની સેવાના ભાવથી જ્યારે કામ થાય છે તો એવી જ ઝડપી ગતિએ પરિણામો પણ મળે છે.
ભાઈઓ અને બહેનો પહેલાની સરકારે એક મકાન બનાવવામાં લગભગ લગભગ 18 મહિના લગાવતા હતા, દોઢ વર્ષ લાગતું હતું, આ સરકારે એક વર્ષની અંદર અંદર 12 મહિના કરતા પણ ઓછા સમયમાં ઘર તૈયાર થઇ જાય છે. સમય તો ઓછો થયો જ છે પરંતુ અમે ઘરોના આકાર પણ વધાર્યા છે. તેની સાથે સાથે ઘર બનાવવા માટે સરકારી મદદને પણ 70 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ 20 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે પૈસા સીધા બેંકના ખાતામાં જમા થઇ રહ્યા છે. અને લાભાર્થીઓની પસંદગી વૈજ્ઞાનિક અને પારદર્શક રીતે થઇ રહી છે. એટલું જ નહી આ ઘર ટકાઉ હોય, તેમાં શૌચાલય સહિત તમામ મૂળભૂત સુવિધાઓ હોય. તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
હું ફરી એકવાર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે પોતાનું ઘર મેળવનારા લોકોને હ્રદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મને જ્યારે આજે કેટલાક પરિવારો સાથે જુદા જુદા જીલ્લાઓમાં વાત કરવાનો મોકો મળ્યો. તે બહેનોનો આત્મવિશ્વાસ તેમના ચહેરાની ખુશી મને કેટલો આનંદ આપતી હતી તમે કલ્પના નથી કરી શકતા. જ્યારે મારો કોઈ ગરીબ પરિવાર તેના ચહેરા પર ખુશી જોવા મળે છે તો જીવન કામ કરવાનું જાણે ધન્ય થઇ જાય છે. નવું કામ કરવાની ઊર્જા મળી જાય છે. આજે આ તમામ બહેનોએ જે આશીર્વાદ આપ્યા હું ફરી એકવાર તે સંકલ્પનું પુનઃઉચ્ચારણ કરું છું કે તમારી સેવા માટે અમે પળે પળે તમારું જીવન તમારી માટે ખપાવતા રહીશું.
ભાઈઓ અને બહેનો દેશના દરેક ઘરને શૌચાલયની સુવિધા સાથે જોડવાનું અભિયાન હવે અંતિમ પડાવ પર છે. મહારાષ્ટ્રએ તો આ મામલે પ્રશંસનીય કાર્ય કર્યું છે. તમે સૌએ સમગ્ર મહારાષ્ટ્રએ પોતાને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરી દીધું છે. તેની માટે રાજ્યના 11 કરોડ નાગરિકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેનાથી મહારાષ્ટ્રના ગામડા અને ગલીઓ સાફ સુથરી તો રહેશે જ સાથે સાથે ડાયરિયા જેવી અનેક બીમારીઓથી ગરીબ ખેડૂત પરિવારોના બાળકોનું જીવન સુરક્ષિત રહેશે.
સાથીઓ, જ્યારે ગરીબોના જીવન અને સ્વાસ્થ્યની વાત આવે છે. જે આજકાલ આખી દુનિયામાં આયુષ્માન ભારત એટલે કે પીએમજેએવાય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની મોટી ચર્ચા થઇ રહી છે તે અંતર્ગત દર વર્ષે દેશના લગભગ 50 કરોડ નાગરિકોને ગંભીર બીમારીની સ્થિતિમાં મફત ઈલાજ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના પણ લાખો પરિવારો સુધી આ યોજનાનો લાભ પહોંચી રહ્યો છે. હજુ તો તેને શરુ થયે મહિનો પણ નથી થયો. પરંતુ દેશભરના દવાખાનામાં લગભગ લગભગ 1 લાખ દર્દીઓ તેનો લાભ લઇ ચુક્યા છે. આ યોજનાના લીધે કોઈ ગરીબની પથરીનો મફત ઈલાજ થયો છે. તો કોઈ ગરીબના ટ્યુમરને દુર કરવામાં આવ્યું છે. કોઈનું 50 હજારનું મેડીકલનું બિલ ભરવામાં આવ્યું છે તો કોઈનું ત્રણ લાખનું.
સાથીઓ, આ યોજના અંતર્ગત અત્યાર સુધી જે ક્લેમ આપવામાં આવ્યા છે તો સરેરાશ વ્યક્તિદીઠ લગભગ 20 હજાર રૂપિયા આપવામાં આવ્યો છે. હવે તમે વિચારો. હજારોની આ રકમ તે ગરીબને પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવી પડતી હતી. તે કરી પણ નહોતો શકતો. એ જ કારણે તે દવાખાનામાં જવાથી બચતો હતો. હવે સરકાર તે ગરીબની સાથે ઉભી છે કે પૈસાની ચિંતા ન કરશો પહેલા તમારો ઈલાજ કરાવો.
સાથીઓ, આયુષ્માન ભારત યોજનાના કારણે દેશમાં આધુનિક મેડીકલ માળખાગત બાંધકામનું નવું માળખું તૈયાર થઇ રહ્યું છે. ખાસ કરીને ટાયર 2, ટાયર 3 શહેરોમાં હજારો નવા દવાખાનાઓ ખુલવાની સંભાવના બનેલી છે. આ દવાખાનાઓ દેશના નવયુવાનો માટે રોજગારના લાખો નવા અવસરો પણ લઈને આવશે.
ભાઈઓ અને બહેનો સમાજનો દરેક વર્ગ, દરેક જન સુખી હોય, સૌનું જીવન સરળ હોય અને સુલભ હોય એ જ લક્ષ્યની સાથે સરકાર કામ કરી રહી છે. મારી જાણકારી છે કે રાજ્યના ભાગે આપણા મહારાષ્ટ્રમાં વરુણ દેવની કૃપા થોડી ઓછી થઇ છે, વરસાદ ઓછો થયો છે. હું તમને ખાતરી આપું છું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત તેના માધ્યમથી તમને ખૂબ ટૂંક સમયમાં રાહત મળશે જ. તેના સિવાય મહારાષ્ટ્ર સરકાર જે પણ પગલાઓ ઉઠાવશે તેમાં કેન્દ્ર પણ ખભે ખભો મિલાવીને સંપૂર્ણ સહયોગ આપશે.
ભાઈઓ અને બહેનો પાણીના આ જ સંકટથી દેશના ખેડૂતોને કાઢવા માટે સરકાર પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત વર્ષોથી અટકેલી પરિયોજનાઓને પૂરી કરવાનું કામ કરી રહી છે. તે અંતર્ગત મહારાષ્ટ્રમાં પણ અનેક મોટી પરિયોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે પણ પોતાના જળયુક્ત શિબિર અભિયાનના માધ્યમથી જળસંકટ સામે લડવાનો એક અભૂતપૂર્વ પ્રયાસ કર્યો છે. તે ઘણા સંતોષની વાત છે કે આ અભિયાનના લીધે જ રાજ્યના 16 હજાર ગામડાઓ દુષ્કાળ મુક્ત થઇ ગયા છે અને આશરે 9 હજાર ગામડાઓને દુષ્કાળ મુક્ત કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
હું મહારાષ્ટ્રના લોકોની એ વાત માટે પણ પ્રશંસા કરીશ કે તેમણે સિંચાઈની ટેન્કોની સફાઈ ડિસ્ટીલેશનના અભિયાનને ખૂબ સફળતાપૂર્વક ચલાવ્યું છે. સિંચાઈની ટેન્કોથી 9 કરોડ ક્યુબીક મિટરનો કાંપ કાઢવાનું કામ સરળ નથી હોતું. પરંતુ તમે લોકોએ જન ભાગીદારી વડે એક અભૂતપૂર્વ કામ કરીને સમગ્ર દેશને રસ્તો દેખાડ્યો છે. મને જણાવવામાં આવ્યું છે કે આ જ કામ જો કોઈ કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવત તો છસ્સો કરોડથી પણ વધુ ખર્ચો થઇ જાત. પરંતુ આ જ કામ તમે તમારી મહેનત વડે કરી બતાવ્યું છે.
સાથીઓ જો પાક વધુ હોય અને તેનો યોગ્ય ભાવ પણ મળે તેની માટે પણ નિરંતર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અમારી સરકાર છે જેણે એમએસપીને લઈને ખેડૂતોની વર્ષો જૂની માંગણીને પૂરી કરી છે. સરકારે શેરડી સહિત ખરીફ અને રવિના 21 પાકોના સમર્થન મુલ્યમાં મૂળ કિંમત પર 50 ટકાનો લાભ નક્કી કર્યો છે. આ ઐતિહાસિક નિર્ણયથી આ વર્ષે દેશના ખેડૂતોને હજારો કરોડ રૂપિયાની વધારાની આવક સુનિશ્ચિત થશે.
સાથીઓ, ખેતીની સાથે સાથે સરકાર પ્રવાસનને પણ પ્રોત્સાહન આપી રહી છે. મહારાષ્ટ્રમાં તો શિરડી જેવા આસ્થા સાથે જોડાયેલા મોટા સ્થાનો પણ છે તો બીજી તરફ અજન્તા-ઈલોરા જેવા આકર્ષક સ્થળો પણ છે. જ્યાં દુનિયાભરના પ્રવાસીઓ ખેંચાઈ આવે છે. આસ્થા, અધ્યાત્મ અને ઈતિહાસને યુવાનોના રોજગાર સાથે જોડવા માટેનું એક ઘણું મોટું અભિયાન અમે શરુ કર્યું છે.
દેશના પ્રવાસન પરિપથને અંતરીક રીતે જોડવામાં આવી રહ્યો છે. ત્યાં આગળ સુવિધાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અહિયાં શિરડીમાં જ ગઈ વખતે આ શતાબ્દી સમારોહની શરૂઆત કરવા માટે આપણા માન્ય રાષ્ટ્રપતિજી આવ્યા હતા તેમણે એરપોર્ટની ભેટ આપી હતી. મને કહેવામાં આવ્યું છે કે અહિંથી હવે જે ફલાઈટો ચાલી રહી છે તેમાં આવનારા સમયમાં વધુ ઉમેરો કરવામાં આવનાર છે. જેથી કરીને દેશ અને દુનિયાનો દરેક સાંઈ ભક્ત સરળતાથી અહિં આવીને દર્શન કરી શકે.
ભાઈઓ અને બહેનો મહારાષ્ટ્રની ધરતીએ હંમેશા સામાજિક સમરસતાનો પાઠ દેશને ભણાવ્યો છે. વીર શિવાજી હોય, બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હોય કે પછી પૂજ્ય મહાત્મા જ્યોતિબા ફૂલે હોય, સૌએ તે મુલ્યોની સ્થાપના કરી જે સમતા અને એકતાને સામાજિક શક્તિ માને છે. તમે આ મહાન સંત પુરુષોનો પાઠ હંમેશા યાદ રાખજો અને સ્વાર્થ માટે સમાજમાં ભેદભાવ કરનારી પ્રત્યેક શકિત, પ્રત્યેક બદીને આપણે પરાજિત કરવાની છે. તોડવું સહેલું હોય છે જોડવું ઘણું મુશ્કેલ હોય છે. આપણે જોડનારી શક્તિને સશક્ત કરવાની છે, તોડનારી તાકાતોને હરાવવાની છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને એક બહ્ર્ત શ્રેષ્ઠ ભારતનો આ જ સંકલ્પ આ જ વિજયાદશમીએ આપણે લેવાનો છે. અને એટલા માટે હું આપ સૌને આગ્રહ કરીશ કે આપણે સૌ આ સંદેશને લઈને આગળ વધીએ અને આ જ સંદેશના રસ્તા પર આપણે આગળ ચાલવાનું છે. સાંઈબાબાએ જે માર્ગ દેખાડ્યો છે તે જ માર્ગ પર આપણે આગળ ચાલવાનું છે. મને ઘણી ખુશી થઇ.
સાથીઓ, આજે હું આ પવિત્ર સ્થાન પર છું શતાબ્દી સમારોહનું સમાપન કરી રહ્યો છું. આ 31 ઓક્ટોબરના રોજ રાજ્યમાં આપ સૌની સરકાર ચાર વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. હું દેવેન્દ્ર ફડણવીસજી અને તેમની આખી ટીમને અગ્રીમ અભીનંદન આપું છું. તમે આમ જ સંપૂર્ણ શક્તિ સાથે મહારાષ્ટ્ર વાસીઓની સેવા કરતા રહો. અને તમને અહીના જન જનના આશીર્વાદ મળતા રહે. મારી એ જ કામના છે.
એ જ વિશ્વાસની સાથે એક વાર ફરી તે બધા જ પરિવારોને ખૂબ-ખૂબ અભિનંદન જેમને આજે દશેરાના દિવસે પોતાનું, પોતાની ઈચ્છા અનુસારનું, પોતાના સપનાઓનું આજે ઘર મળ્યું છે. આ નવા ઘર તમારા સપનાઓને પુરા કરવાનું માધ્યમ બને, આ ઘરોમાં રહીને તમે અને તમારો પરિવાર જીવનમાં હજુ વધારે આગળ વધે, પ્રગતિ કરે, તમારા બાળકો સફળતાની નવી ઉંચાઈઓ પર પહોંચે. એ જ કામના સાથે હું મારી વાત સમાપ્ત કરું છું અને આપ સૌને આ પાવન અવસર પર મને અહિયાં બોલાવવા માટે, આ સેવાનો અવસર આપવા માટે હું શ્રી સાંઈ ટ્રસ્ટનો પણ આભાર વ્યક્ત કરું છું. આવનારો દરેક તહેવાર આપ સૌના જીવનમાં ખુશીઓ લઈને આવે. એ જ શુભકામના સાથે આપ સૌનો ખૂબ-ખૂબ આભાર!
આભાર!