ભારતના મુખ્ય ન્યાયાધિશ જસ્ટિશ ટી. એસ . ઠાકુરજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન રવિશંકર પ્રસાદજી, દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રીમાન નજીબ જંગદી, દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમાન અરવિંદજી, દિલ્હીના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધિશજી રોહિણીજી, દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધિશ જસ્ટિસ બદલ દુર્રેજ અહેમદજી.
ઉપસ્થિત તમામ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ મહાનુભાવ, દિલ્હી હાઇકોર્ટના તમામ વરિષ્ઠ મહાનુભાવ, વરિષ્ઠ ગણ. મને ક્યારેય કોર્ટમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી. પરંતુ મેં સાંભળ્યું છે કે ત્યાં ખૂબ જ ગંભીર વાતાવરણ હોય છે. અને કદાચ તેનો પ્રભાવ અહીં પણ નજરે આવી છે. પચાસ વર્ષનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. થોડા હસો તો ખરા, મંચ પર તો ગંભીરતા હું સમજી શકું છુ જેથી કોઇ ખોટી સમજ ન બની જાય પરંતુ અહીં તો મને નથી લાગતું કે કોઇ મુશ્કેલી છે.
પચાસ વર્ષની યાત્રા આ કાર્યને તમામના સહયોગથી જે સ્થાન હાંસલ થયું છે. ભલે બહારના મિત્ર હોય, ભલે કોઇ જમાનામાં જ્યારે કમ્પ્યુટર નહોતા તો બહાર બેસીના ટાઇપિંગ કરતો હશે ઝાડની નીચે, કે કોઇ ડાયસ પર બેસીને ન્યાય તોલતો હશે. કે બની શકે છે કે કોઇ પરિસરમાં લોકોને ચા પણ પહોંચાડનારો કોઇ વ્યક્તિ હશે. દરેક કોઇનું આમાં યોગદાન છે. પોતપોતાની રીતે ફાળો આપ્યો છે. આજે જ્યારે પચાસ વર્ષ મનાવી રહ્યા છીએ ત્યારે દરેક કોઇના ફાળાનો આપણે સહર્ષ સ્વીકાર કરીએ. તેમના પ્રત્યે આપણી કૃતજ્ઞતાનો ભાવ અભિવ્યક્ત કરીએ. અને દરેક કોઇએ પોતપોતાની રીતે જે આ વ્યવસ્થાઓમાં કોઇને કોઇ વધારો કર્યો હશે. દરેકનું કોઇને કોઇ સકારાત્મક યોગદાન રહ્યું હશે. અને આ સકારાત્મક યોગદાન જ સંસ્થાની પ્રતિષ્ઠા બનાવે છે. સંસ્થાનું મહત્વ વધારે છે. અને દિવસે દિવસે સંસ્થાની જરૂરીયાત વધુ અનુભવાય છે. મને વિશ્વાસ છે કે ભારતના સંવિધાનના પ્રકાશમાં દેશના સામાન્ય નાગરિકોની આશા, આકાંક્ષાઓ, તેને પૂર્ણ કરવામાં જે કોઇની પાસે જે જવાબદારી છે. તેને પૂરી કરવાનો ભરચક પ્રયાસ કરવો જોઇએ. દરેક કોઇએ કરવો જોઇએ.
આજે 31 અોક્ટોબર દિલ્હી હાઇકોર્ટને પચાસ વર્ષ, આજે 31 ઓક્ટોબર ભારતની એકતા માટે જીવન ખપાવી દેનારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ પણ છે. મહાત્મા ગાંધીના અનન્ય સહયોગીના નાતે જનસામાન્યને અધિકાર માટે આંદોલિત કરવું એક બેરિસ્ટરના નાતે જિંદગી પસાર કરી શકતા હતા. તે પણ આ પરિવેશમાં ઉત્તમથી ઉત્તમ કારકિર્દી બનાવી શકતા હતા પરંતુ દેશની જરૂરિયાત માટે બેરિસ્ટરના નાતે જિંગદી પસાર કરવાની જગ્યાએ દેશ માટે પોતાનું તમામ આહુત કરવા માટે નીકળી પડ્યા હતા. સરદાર સાહેબની એક ખૂબ જ મોટી સેવા જે આજે પણ દેશ યાદ કરે છે. આ આઝાદ હિન્દુસ્તાનની શાસકીય વ્યવસ્થાને ભારતીયતાનું રૂપ આપવું. ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ જેવી વ્યવસ્થાઓ વિકસીત કરવી. એક ખૂબ જ મોટું તેમનું યોગદાન હું માની શકું છું. દેશની એકતાનું લક્ષ્ય હતું અને આપણે જોઇ શકીએ છીએ કે ભારત જેવી વિવિધતાઓથી ભરેલા દેશમાં ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસની આ વ્યવસ્થાના કારણે કોઇને કોઇ માત્રામાં એક તંતુ જોડાયેલો રહે છે. એક સેતૂ બનેલો રહે છે. અને જિલ્લામાં બેઠેલા ઓફિસર પણ, તેમની ટ્રેનિંગ એવી થઇ છે કે તે રાષ્ટ્રીય પરિવેશમાં ચીજોને તોલે છે, વિચારે છે અને નિર્ણય પ્રક્રિયામાં પોતાની ભૂમિકા અદા કરે છે. ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસના સપનાઓને અલગ અલગ રૂપોમાં જોવામાં આવ્યા. ધીરે – ધીરે વ્યવસ્થાઓ ઉભી થતી ગઇ. એક ચર્ચાનો વિષય રહ્યો. ઓલ ઇન્ડિયા જ્યુડિસીયલ સર્વિસનો વિવાદમાં રહ્યો છે. પરંતુ લોકતંત્રનો આ મૂળભૂત પિંડ છે. વાદ , વિવાદ અને સંવાદ. ચર્ચા થવી જોઇએ, બહેસ થવી જોઇઅે. સરદાર સાહેબે જે વ્યવસ્થાને ઉભી કરી હતી. જેને ઘણા લોકોએ આગળ વધારી હતી. અહીં એવા – એવા લોકો બેઠા છે બની શકે છે કે એવું મંથન થાય. પરંતુ આપણે લોકો તેમાં વધારે કંઇ યોગદાન ન આપી શકીએ અને આપણે કરીશું પણ નહીં તો લાભ થશે. પરંતુ અહીં જે લોકો બેઠા છે તે ઘણું બધુ યોગદાન આપી શકે છે. આ દેશનો દલિત, પીડિત, શોષિત, વંચિત, ગરીબ, ઉપેક્ષિત સમાજની એકદમ નીચેના સ્તરથી આવનારો વ્યક્તિ શું તેને પણ આ વ્યવસ્થામાં આવવાની તક મળી શકે છે કે કેમ. શું એવી કોઇ નવી વ્યવસ્થા બની શકે છે. કારણ કે હવે પહેલાના જમાનામાં ન્યાયના ક્ષેત્રની સીમાનો વિસ્તાર એટલો વિસ્તૃત થઇ ગયો છે, એટલો ગ્લોબલ થઇ ગયો છે. કદાચ છેલ્લા ત્રીસ વર્ષ પહેલા કોઇએ વિચાર્યું પણ નહીં હોય. આજે તેનો વિસ્તાર ખૂબ જ મોટો છે, ન જાણે કેવી – કેવી સમસ્યાઓ અદાલતની સામે ઉભી થઇ જાય છે કે અદાલત માટે પણ સવાલ ઉભો થઇ જશે. અરે ભાઇ આ ક્યાંથી વિષય આવ્યો છે, શું બેકગ્રાઉન્ડ છે એનું. શું સાપેક્ષ છે તેનો. જે પ્રકારથી ટેક્નોલોજીએ દુનિયામાં પોતાની જગ્યા બનાવી છે. તો પડકારો ખૂબ જ મોટા છે. પરંતુ પડકારો સામે ભાગવું માણસનો સ્વભાવ હોતો નથી. પડકારોમાંતી રસ્તો શોધવો, ક્ષમતા વધારવી, જો ટેક્નોલોજીની જરૂર છે તો તેને જોડવી. આજે જ્યારે આપણે પચાસ વર્ષ આ વ્યવસ્થાના મનાવી રહ્યા છીએ ત્યારે હવે પચાસ વર્ષના અનુભવના આધારે આપણે આવનારો આપણો કોઇ રોડમેપ બનાવી શકીએ છીએ કે કેમ. અને મળીને બનાવવો પડશે. કોઇ એક જગ્યાએથી આ ચીજો ન બની શકે. પરંતુ આ દેશની પાસે સામર્થ્ય છે, બની શકે છે. એવું નથી કે ન બની શકે. રસ્તો શોધી શકાય છે. અને શોધવાનો અવિરલ પ્રયાસ પણ ચાલતો રહેવો જોઇએ. કોઇ પણ ચીજના દરવાજા બંધ ન કરી શકાય. અને ત્યારે જઇને એમાં ફેરફાર સંભવ બને છે .
એ વાત સાચી છે કે અદાલતોમાં જે લોકો બેઠા છે. તેમના જ પ્રયાસોથી અને તેમના જ યોગદાનથી વૈકલ્પિત તંત્રને જે બળ મળી રહ્યું છે. ગરીબ લોકો ત્યાં જતા રહે છે. તેમને સંતોષ થાય છે. ચલો ભાઇ મને ન્યાય મળી ગયો. બિચારી દિલ્હી હાઇકોર્ટનો રીપોર્ટ અમે જોયો હિન્દુસ્તાનમાં દરેક જગ્યાએ અને મેં જોયું તેમાં બહારનું પણ યોગદાન છે. ન્યાયતંત્રમાં બેઠેલા લોકોનું પણ યોગદાન છે. અને તે પોતાના કામની સિવાયનો સમય પોતાના વ્યક્તિગત સમયથી નીકાળીને આ કામને કરી રહ્યા છે. અને તેના કારણે ગરીબ માણસને પણ ખૂબ જ લાભ થઇ રહ્યો છે. એક જાગૃતતા આવશે. પરંતુ જાગૃતતાને આપણે વધુ વધારવી પડશે. સામાન્ય માનવીને શિક્ષિત કરવા પડશે. જેટલું વધારે શિક્ષિત કરી શકીશું. એટલો લાભ થશે. મોટાભાગે ન્યાયતંત્રનો મોટો સમય આપણા લોકોની વચ્ચે જ જાય છે. મતલબ કે મોદી નહીં, સરકાર સૌૈથી મોટો વિવાદ સરકાર હોય છે. દરેક મામલામાં સરકાર લડતી રહે છે. મેં ક્યારેક અમારી સરકારના લોકોને કહું છું ભાઇ. એક ટીચર પોતાના હક માટે કોર્ટમાં ગયો અને તેને ન્યાય મળ્યો તે જીતી ગયો. તેવી જ રીતે દસ હજાર ટીચરના મુદ્દા અટકી પડ્યા છે. તેને આધાર બનાવીને દસ હજારને પૂરા કરોને તમે. તમે ન્યાયતંત્રનો બોજ કેમ વધારી રહ્યા છો. પરંતુ ખબર નથી તેમના દિમાગમાં પડતું કેમ નથી. તેમને લાગે છે, નહીં સાહેબ તે વ્યક્તિગત મુદ્દો હતો અને કાયદાના વિસ્તારમાં રહીને વ્યક્તિગત મુદ્દાને આપણે કોઇની પર ફીટ ન કરી શકીએ. ખબર નથી હું આ તમામ બારીકાઇને નથી જાણતો પરંતુ હું સમજી રહ્યો છું કે ભાઇ આપણે આ બોઝને ઓછો કરીએ. બીજું મેં જોયું છે કે કદાચ આજથી પચ્ચીસ – ત્રીસ વર્ષ પહેલા રાજકારણ એટલું મીડિયા આધારિત નહોતું. અને એના કારણે સંસંદમાં જે ચર્ચા થતી હતી ખાસ કરીને વિધિ નિર્માણની. તે ખૂબ જ એક સંવિધાનના પ્રકાશમાં અને ભવિષ્ય માટે ઉપકારક અને જન સામાન્યની સુવિધા જેવી અમુક વ્યવસ્થાઓ વિકસિત કરવાની દિશામાં કાયદાની ચર્ચાનો વિસ્તાર રહેતો હતો. આજે અમે જ્યારે સભામાં ચર્ચા કરીએ છીએ ત્યારે તેમનું રૂપ એક હોય છે. કોણ સરકાર લાવી છે. તેના આધાર પર નક્કી થશે કે સામેવાળો શું કહેશે. જો અમે ત્યાં બેઠા હોઇશું તો અમે બોલીશું. અમે અહીં બેઠા હોઇશું તો તે બીજું બોલશે. આ અમારો હાલ છે. સ્ટેન્ડિંગ કમિટિમાં મુદ્દો જાય છે તો તે મીડિયામાં રિપોર્ટ નથી થતું. ત્યાં બધી મળીને નક્કી કરે છે કે જુઓ ભાઇ કેવી રીતે કરીશું. સમયની માગ છે કે વિધિ નિર્માતાઓ કાયદા બનાવવામાં આટલી બારીકાઇમાં જઇને ઇનપુટ આપે. અને જેટલા સારા કાયદા આપણે બનાવી શકીશું. એટલું જ કદાચ આપણે ન્યાયની ક્ષેત્રની સૌથી મોટી સેવા કરી શકીશું. અને જવાદબારી ચૂંટાયેલી સરકારની છે. અમારા લોકોની. મેં જોયું છે કે વર્તમાન સમયમાં રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીમાં જે પ્રતિભાસભર બાળકો અભ્યાસ માટે આવે છે. પહેલા તો રુટિન કોલેજમાં ભણતા હતા પછી ત્યાર બાદ લો કરવા જતા હતા. અત્યારે તેને એક વ્યવસાયના રૂપમાં સ્વીકાર કરે છે. એ જોવામાં આવી રહ્યું છે કે ખૂબ જ પ્રતિભાસભર યુવાનો આજે આ યુનિવર્સિટીમાંથી બહાર આવી રહ્યા છે. તેમાં જેટલી રચનાની ક્ષમતા આપણે વધારીશું . અને તેની પર જ આપણને સારા પોઇન્ટ મળશે. અને આપણે સારા કાયદા બનાવી શકીશું. કાયદામાં ફેરફાર લાવવો છે તો પણ તેના વિસ્તારમાં તે આવશે. તો ભેદભાવ કે અર્થઘટનનો વિકલ્પ ઓછો થતો જશે. ઝીરો કરવું તો મુશ્કેલ છે પરંતુ ઓછું થતું જશે. અને જ્યારે અર્થઘટન અને ભેદભાવનો વિસ્તાર ઓછો થતો જાય છે ત્યારે તે પોતાનામાં જ બ્લેક એન્ડ વ્હાઇટ ભણીને તે નક્કી કરી શકે છે કે હાં આ મારા હકનું છે. આ મળીને જ રહેશે, મુશ્કેલી નહીં પડે. પરંતુ આ કમી આજે અનુભવાય છે. તેને પૂરી કરવી પડશે. આપણે સહુએ મળીને કરવી પડશે. જો આપણે તેને કરી શકીશું તો દેશની સેવા વધારા સારી રીતે કરી શકીશું. હું આ ગોલ્ડન જ્યુબિલી અવસર પર દિલ્હી બારના તે તમામ મહાનુભાવોને અભિનંદન કરું છું. જેમણે તેમાં યોગદાન આપ્યું છે. અનેક જજ છે તેમની સેવાઓ આ કોર્ટને મળી હશે. તેમને પણ અભિનંદન કરું છું અને ભારતની ન્યાય વ્યવસ્થા સદીઓથી તેનું એક શ્રદ્ધાનું સ્થાન રહ્યું છે. હજારો વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ, શાસ્ત્રોમાં ભણતા આવ્યા છીએ. એક શ્રદ્ધાની જગ્યા છે. તે શ્રદ્ધારૂપ સ્થાનને હાનિ ન પહોંચે. તેનું ગૌરવ વધતું રહે. તેનું સામર્થ્ય વધતું રહે. તેની માટે જે જ્યાં પણ છે તમામે પોતપોતાની જવાબદારીઓ નિભાવી હશે. સરકારમાં બેઠેલા લોકોએ વિશેષ જવાબદારી નીભાવવી પડશે. અને મને વિશ્વાસ છે કે આ દિવસ આપણે કરતા રહીશું. પરિણામ લાવતા રહીશું. ખૂબ – ખૂબ ધન્યવાદ.