સ્નેહી ભાઇઓ અને બહેનો,
હું સૌથી પહેલા તે સપ્ત ઋષિઓને નમન કરું છું. શિક્ષક તો ઘણા હોય છે. સારા શિક્ષક હોય છે, ઉત્તમ શિક્ષક હોય છે, સમર્પિત શિક્ષક હોય છે પરંતુ કદાચ ઇતિહાસમાં અમર શિક્ષક શબ્દનો પ્રયોગ કરવો હશે તો આ સપ્ત ઋષિયો માટે અમલ કરવો પડશે. એવા શિક્ષક 100 વર્ષ બાદ પણ આજે પણ આ પેઢીને ભણાવી રહ્યા છે, શિક્ષિત કરી રહ્યા છે. કદાચ ઇતિહાસમાં ક્યાં પણ એવી દુર્લભ ઘટના સાંભળવાનું સૌભાગ્ય નથી મળી શકતું જે આ કેએલઇ સોસાયટી દ્વારા સિદ્ધ થયું છે.
હું જોઇ રહ્યો છું મારી સામે લાખોની સંખ્યામાં આ તમામ યુવાનો બેઠા છે. આ બધા અમુક સપ્ત ઋષિયોની તપસ્યાનું પરિણામ છે. લોકમાન્ય તિલકજી પાસેથી પ્રેરણા લીધી. સંત બસવેશ્વરજીએ સામાજિક ક્રાંતિનું જે બ્યૂગલ વગાડ્યું હતું તે સામાજિક ક્રાન્તિને શિક્ષાના માધ્યમથી ન ફક્ત જન – જન સુધી પહોંચાડ્યું પરંતુ પેઢી દર પેઢી સુધી પહોંચાડવાનું ભગીરથ કામ 100 વર્ષ પહેલા આ ધરતી પર થયું. સમગ્ર દેશ માટે, શિક્ષામાં વિશ્વાસ રાખનારા દરેક કોઇ માટે આ ગર્વનો વિષય છે.
સંસ્થાઓ બને છે, બગડે છે, બંધ પણ થઇ જાય છે પરંતુ તમે કલ્પના કરો એ સાત ઋષિયોએ કેવા મજબૂત પાયા નાંખ્યા હશે કે આજે 100 વર્ષ બાદ પણ આ ખીલી રહ્યા છે અને સમગ્ર દેશને પ્રેરણા આપી રહ્યા છે.
આજે દુનિયાના દરેક ખૂણામાં કોઇને કોઇ તો હશે જ જે કહેતું હશે કે હું કેએલઇનો વિદ્યાર્થી હતો અને દુનિયામાં પણ જ્યારે કોઇનો ઇન્ટરવ્યુ થતો હશે, નોકરી માટે પૂછપરછ થતી હશે, જ્યારે તે જણાવતો હશે, તમામ સર્ટિફિકેટ બતાવતો હશે, પોતાના માર્ક્સ દેખાડતો હશે પરંતુ જ્યારે તે કહેતો હશે કે સાહેબ આ તો બધુ ઠીક છે, આ ગુણાંક, આ સર્ટિફિકેટ, આ માર્ક્સ, આ ગ્રેડ પરંતુ મારી પાસે સૌથી મોટી ચીજ છે, હું કેએલઇનો વિદ્યાર્થી છું. અને તે ક્ષણે ઇન્ટરવ્યુ લેનારો પણ જોતો હશે કે અચ્છા કેએલઇ, અરે મારા ભાઇ આવો, આવો.
100 વર્ષ કેટલી પેઢીઓએ તપસ્યા કરી હશે, કેટકેટલા લોકોએ યોગદાન આપ્યું હશે. ત્યારે જઇને એવી એક પ્રાણવાન વ્યવસ્થાનો જન્મ થાય છેઅને જે ચાલે છે.
આજે જ્યારે દેશમાં શિક્ષાને વેપારીકરણની ચર્ચા થઇ રહી છે. મોટા – મોટા લોકોનું પણ મન કરે છે કે વિદ્યાના વેપારમાં જોડાવાથી અમુક નફો મળી જશે. એવા બધા લોકો માટે સબક છે તે સપ્ત ઋષિ. 100 વર્ષ પહેલા તેમનો પગાર કેટલો હશે. આ શિક્ષકોનો પગાર કદાચ 30 રૂપિયા, 35 રૂપિયા, 50 રૂપિયા રહ્યો હશે, 100 વર્ષ પહેલા જેનો 30 રૂપિયા, 35 રૂપિયા, 50 રૂપિયા પગાર હશે, પગાર મળતો હશે, તેમણે સમાજ માટે એટલું મોટું યોગદાન આપી દીધું. શિક્ષાના ક્ષેત્રમાં સેવા કરવા માગતા લોકો માટે આ એક ઉદાહરણ છે, પ્રેરણા છે.
ભાઇઓ અને બહેનો, રાજકીય દળો પણ 100 વર્ષ નથી ચાલી શકતા, કેટલા બધા ટુકડા થઇ જાય છે, પરિવાર પણ બચતા નથી. તમે કલ્પના કરી શકો છો કે 100 વર્ષ સુધી એક સંસ્થા ચલાવવી, સતત વિકાસ થવો, લોકશાહી પદ્ધતિથી. તેના મેનેજમેન્ટની રચના થવી અને જનતાના જ પૈસાથી તેને આગળ વધારવી, તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મદદથી તેને આગળ વધારવી, આ પોતાનામાં જ સમગ્ર દેશ માટે એક ખૂબ જ મોટું ઉદાહરણ છે.
હું ખાસ કરીને દિલ્હીમાં મારા જે મોટી વિદ્વાન મિત્ર છે. મીડિયાના લોકો છે, તેમને હું આજે સાર્વજનિક રૂપથી પ્રાર્થના કરવા માગું છું કે કોઇ વ્યક્તિના 60 વર્ષ થઇ જાય તો અખબારોમાં ખૂબ જ સારી રીતે તેમનો આર્ટિકલ છપાય છે. કોઇ સરકારના 100 દિવસ થઇ જાય તો પણ અખબારમાં સારી રીતે આર્ટિકલ આવે છે. કોઇ વ્યક્તિના 75 વર્ષ થઇ જાય તો પણ જય – જયકાર થઇ જાય છે. સારું થશે, સમગ્ર હિન્દુસ્તાનની મીડિયા આ સપ્ત ઋષિયોએ જે કામ કર્યું છે, તેની શતાબ્દીના વિષયમાં પણ કંઇ લખે અને દેશને ખબર પડે. આ એટલા માટે ચાલવું જોઇએ કે દેશના અલગ અલગ ખૂણામાં પણ જે શિક્ષાને સમર્પિત લોકો છે, સમાજને સમર્પિત લોકો છે, એવા લોકોને એવી ઘટનાઓથી પ્રેરણા મળે છે, તાકાત મળે છે અને દેશના અન્ય ખૂણામાં પણ એવું એક આંદોલન ઊભું થઇ શકે છે.
ભાઇઓ અને બહેનો , જ્યારે આઝાદીનું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે મહાત્મા ગાંધીજીએ પણ આઝાદીના સિપાહી તૈયાર કરવા માટે ગૂજરાત વિદ્યાપીઠ નામથી શિક્ષા સંસ્થાને જન્મ આપ્યો હતો. લોકમાન્ય તિલકજીએ આઝાદીના સિપાહી તૈયાર કરવા માટે તથા રાષ્ટ્રને પોતાની તાકાત પર ઊભી કરવા માટે શિક્ષાને બળ આપ્યું હતું. 21મી સદીમાં પણ ભારતે દુનિયામાં પોતાનું વર્ચસ્વ જમાવવું છે તો આપણી યુવા પેઢી, તેમનું કૌશલ, તેમની શિક્ષા જ કામે આવી શકે છે.
ભાઇઓ તથા બહેનો , એક જમાનો હતો જ્યારે ભારતની ઓળખ દુનિયામાં શું હતી. આ તો સાંપ અને સપેરાવાળા લોકો છે. આ તો જાદુ કરનારા લોકો છે. સાંપ તથા ઉંદરથી બહાર તેમને કોઇ જ્ઞાન જ નથી. દુનિયામાં હિન્દુસ્તાનની એવી ઓળખ હતી, પરંતુ અમુક વર્ષો પહેલા ભારતના 18-20 વર્ષના યુવાનો જ્યારે કમ્પ્યુટરના કી – બોર્ડ પર પોતાની આંગળીઓ ફેરવવા લાગ્યા, આખી દુનિયા ફરવા લાગી, વિચાર બદલાવા લાગ્યો. દુનિયાને ભારત અંગેની વિચારસરણી બદલવી પડી, વિશ્વે માનવું પડ્યું કે ભારતની પાસે અદભુત શક્તિ છે, અદભુત સામર્થ્ય છે અને તેનો મૂળ આધાર શિક્ષા છે. 100 વર્ષમાં અહીંના સમાજ જીવનમાં ફેરફાર લાવવા માટે, શિક્ષા દ્વારા સમગ્ર કર્ણટકના જીવનને તાકાત આપવામાં અને તેના દ્વારા સમગ્ર દેશને તાકાત આપવામાં તમારું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે.
જ્યારે હું છેલ્લી વખત આવ્યો હતો ત્યારે પ્રભાકરજીએ મને જણાવ્યું હતું કે 32 વર્ષથી લોકો મને આ કામ આપતા રહે છે, આ નાની વાત નથી પ્રભાકરજી. તમને હું અભિનંદન આપું છું, તમારી સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. અને લોકશાહી પદ્ધતિથી થાય છે. એટલી બધી પેઢીઓ પર આટલા લોકોએ કામ કર્યું હશે પરંતુ સંસ્થાનું ભલું, શિક્ષાનું ભલું, વિદ્યાર્થીઓનું ભલું, એમાં કોઇ બાંધછોડ નથી કરી, આ પોતાનામાં જ ખૂબ જ મોટી બાબત છે. પરંતુ આજે જ્યારે હું આ ઉત્તમ કાર્યને પોતાની આંખોની સામે જોઇ રહ્યો છું તો મારું પણ મન કરે છે કે હું પણ આજે તમારી પાસે કંઇક માંગીને જાઉં. માંગી શકું છું ને, મળશે ?
તમે કહેશો કે યાર દેશનો આ પ્રધાનમંત્રી કેવો છે, માંગવા આવ્યો છે, આ પ્રધાનમંત્રી એવો જ છે જી, તે જનતાથી માગીને ગુજરાન કરે છે. હું આજે તમારી પાસે કંઇક માગવા ઇચ્છું છું અને મને વિશ્વાસ છે, તે સપ્ત ઋષિઓ પર મારો વિશ્વાસ છે, આજની વ્યવસ્થા પર વિશ્વાસ છે, આ લાખો યુવાનો મારી સામે બેઠા છે તેમની પર મને વિશ્વાસ છે, એટલા માટે માગવાની હિંમત કરી રહ્યો છું. માગું ? જરા અવાજ જોરથી આવવો જોઇએ, માગું, સાચ્ચે જ માગું ?
તમે મને જણાવો કઇ સંસ્થાની પાસે સવા લાખ વિદ્યાર્થી, આટલી બધી સંસ્થાઓ ચાલે છે, શું આપણો કેએલઇ સંકલ્પ ન કરી શકે કે 2020 માં જ્યારે ટોકિયોમાં ઓલિમ્પિક થશે તો અમુક ગોલ્ડ મેડલ આ કેએલઇના પણ હશે. કરી શકીએ છીએ મિત્રો, કરી શકીએ છીએ, સંભવ છે મિત્રો. તમારા માટે સંભવ છે. મારા સ્નેહી યુવાનો, હું પણ ઇચ્છીશ કે નવીનતા, નવીનતા વિકાસની જડી બૂટ્ટી છે. જો નવીનતા ન થાય તો રિસર્ચ નથી થતું. જો જીવનમાં રુકાવટ આવી જાય છે અને જે રિસર્ચ કરે છે તે આગળ નીકળી જાય છે. આપણે ફક્ત તેમની પ્રોડક્ટ માટેના ખરીદાર બનીને રહી જઇએ છીએ. તમારી પાસે મેં છેલ્લી વખત આવીને જોયું હતું. એવા ઉત્તમ વૈજ્ઞાનિક છે તમારી પાસે, એવી ઉત્તમ સંસ્થા છે , એવું ઉત્તમ ટેક્નીકલ જ્ઞાન ધરાવતા લોકો છે. દરેક વર્ષે આંતરરાષ્ટ્રીય ખ્યાતી મેળવે તેવી કોઇને કોઇ નવીનતા માનવ જાતિ માટે કેએલઇ આપી શકે છે કે કેમ , શું આપશો ? પાક્કું આપશો ?
ત્રીજી વાત, ભાઇઓ અને બહેનો આજે દુનિયામાં જે પહેલી 100 ઉત્તમ યુનિવર્સિટી છે. તેમાં આપણે નથી. શરમ અનુભવાય છે. ભારત સરકારે આ બજેટમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. અમે કહ્યું છે કે સરકારની 10 યુનિવર્સિટી અને 10 પ્રાઇવેટ યુનિવર્સિટી આ સંકલ્પ કરીને આવે કે આપણે દુનિયાની પહેલી 100 યુનિવર્સિટીમાં પોતાનું સ્થાન બનાવવું છે. જે આ કામ માટે આગળ આવવા માગે છે તેને સરકાર તરફથી વિશેષ આર્થિક મદદ આપવામાં આવશે. જે આ કામને કરવા માગે છે તેમને સરકારી અધિકારીઓ તરફથી જે મંજૂરીના બંધન હોય છે, તે નિયમ પેલો નિયમ. તેમાંથી મુક્તિ આપવામાં આવશે, ખુલ્લું મેદાન આપવામાં આવશે. હું નિંમત્રિત કરું છું દેશની 10 ખાનગી યુનિવર્સિટીને, હું નિમંત્રિત કરું છું દેશની 10 સરકારી યુનિવર્સિટીને, હિંમત કરીને આગળ આવો. દુનિયામાં જે 100 પહેલી છે, તેમનામાં શું છે જે આપણામાં નથી. આપણે કરીને દર્શાવીએ અને દેશ તો મારા, હવે ફક્ત દેશ કાલે હતો અને આજે એક વધી ગયો, આટલાથી નહીં ચાલે, હવે તો દુનિયામાં જે સારામાં સારું છે ત્યાં પહોંચવાનો પ્રયાસ થવો, આ હિન્દુસ્તાનનું સપનું હોવું જોઇએ. તેને લઇને ચાલવું જોઇએ.
ભાઇઓ અને બહેનો, આજે હું કર્ણાટકની ધરતી પર આવ્યો છું અને ટીવીના માધ્યમથી દેશ પણ મારી વાત સાંભળી રહ્યો છે. તો હું વધુ એક વિષયની ચર્ચા કરવા માગું છું . કરું, તમે સાંભળા માગો છો. 08 તારીખે રાત્રે આઠ વાગ્યે તમે જોયું. 2012 , 2013, 2014 અખબારોમાં ખબર આવતી હતી કે કોલસામાં આટલા લાખ કરોડ ખવાઇ ગયા. 2જી સ્કેમમાં આટલા લાખ કરોડ ખવાઇ ગયા અને 08 તારીખ બાદ તમે તેનો હાલ જોયો. 4000 રૂપિયા માટે લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું. મારા પ્રેમાળ દેશવાસીઓ, આ સરકાર ઇમાનદાર માણસને પરેશાન કરવા નથી માગતી પરંતુ મારા પ્રેમાળ ભાઇઓ અને બહેનો બેઇમાનને છોડવાના પણ નથી. 17 વર્ષ થઇ ગયા. તમે મને જણાવો કે દેશને લૂંટવામાં આવ્યો છે કે નથી લૂંટવામાં આવ્યો. ભ્રષ્ટાચાર થયો છે કે નથી થયો. મોટી – મોટી નોટોના થપ્પા ઘર પર લાગ્યા છે કે નથી લાગ્યા. હું હેરાન છું કે આપણા કોંગ્રેસના લોકો કહી રહ્યા છે કે તમે 1000ની નોટ બંધ કેમ કરી દીધી, 500ની નોટ કેમ બંધ કરી દીધી. ભાઇ તમે જ્યારે પચ્ચીસ પૈસા બંધ કર્યા હતા તો મેં પૂછ્યું હતું. તમે ખબર છે કોંગ્રેસ પાર્ટીએ પચ્ચીસ પૈસા બંધ કર્યા હતા. આ દેશે તો કોઇ વિરોધ ન કર્યો. ઠીક છે તમારી તાકાત એટલી જ હતી. બંધ કરવામાં તો તમે પણ સહમત હતા પરંતુ મોટી નોટ બંધ કરવાની તમારી તાકાત નહોતી. પચ્ચીસ પૈસાથી ગાડી ચલાવવી હતી અને જે લોકો આજે મને સવાલ પૂછતા હતા કે મોદીએ 1000ની નોટનો જાદુ કર્યો છે.
ભાઇઓ અને બહેનો, જે લોકો મારું ભાષણ સાંભળે છે, મારી વાતો સાંભળે છે. આ વાત હું પહેલી વખત નથી બોલી રહ્યો. પાંચ વર્ષ પહેલા સાર્વજનિક સભામાં મેં કહ્યું હતું કે કોગ્રેસ પાર્ટીમાં દમ નથી. પચ્ચીસ પૈસા બંધ કરી રહી છે. મારું ચાલે તો હું 1000ની નોટ બંધ કરી દઉં. આજે પણ તેનો વીડિયો ક્યાંક ચાલતો હશે, જોઇ શકો છો તમે લોકો.
ભાઇઓ અને બહેનો, મેં દેશ પાસે કંઇ જ છુપાવ્યું નથી. મેં પહેલા જ દિવસથી, મારા પ્રેમાળ ભાઇઓ અને બહેનો, જો હું ખોટું બોલું તો તમને મારી પર ગુસ્સો કરવાનો પૂરો હક આપું છું. મેં પહેલા જ દિવસે કહ્યું હતું કે આ કામ કરવા માટે મને 50 દિવસ આપો. 30 ડિસેમ્બર સુધીનો સમય આપો. કહ્યું હતું કે નહોતું કહ્યું. મેં પહેલા જ દિવસે કહ્યું હતું કે 30 ડિસેમ્બર સુધી થોડી તકલીફ રહેશે, કહ્યું હતું કે નહોતું કહ્યું. ભાઇઓ અને બહેનો, મેં દેશને વિશ્વાસમાં લઇને કામ કર્યું છે. દેશમાં ઇમાનદારી, કરોડો લોકો છે જે ઇમાનદારી માટે જીવે છે, ઇમાનદારીના કારણે સહન કરે છે. તમે મને જણાવો કે સરકારનું ઇમાનદારોની રક્ષા કરવાનું કામ છે કે નથી. ઇમાનદારોની રક્ષા થવી જોઇએ કે ન થવી જોઇએ. અને જો બેઇમાનોને સજા આપવા માટે 50 દિવસ થોડી તકલીફ રહેશે તો તમે મારી મદદ કરશો કે નહીં કરો. બંને હાથ ઉપર કરીને જણાવો ભાઇઓ એ બહેનો. તાળીઓના ગડગડાટથી દેખાડો, આ દેશ જોઇ રહ્યો છે, હિન્દસ્તાનના યુવાન, દરેક હિન્દુસ્તાની. આ દ્રશ્ય જોઇ લો, જેમને શક છે. એરકંડીશન રૂમમાં બેસીને બેઇમાનોની વકીલાત કરનારા જોઇ લો, જનતા – જનાર્દન શું ઇચ્છે છે.
ભાઇઓ અને બહેનો, આપણે જાણીએ છીએ આપણા દેશમાં ચૂંટણી છે. મતદાતા સૂચી, આ તો કોઇ ગુપ્ત કામ નથી. નોટ પ્રતિબંધ કરવી છે તો મારા માટે ખૂબ જ જરૂરી હતું કે તે ગુપ્ત રહે. જો તે લીક થઇ ગયું હોત તો આ બેઇમાન લોકોની તાકાત એવી છે કે ક્યાંય પણ જઇને પોતાનું કામ કરાવી લીધું હોત. દેશ ખુશ છે. 08 તારીખે હિન્દુસ્તાનનો ગરીબ નિરાંતે ઊંઘી રહ્યો હતો અને અમીર ઊંઘની ગોળી ખરીદવા માટે બજારમાં ગયો તો ત્યાં કોઇ આપનારું નહોતું.
ભાઇઓ અને બહેનો, ચૂંટણીમાં મતદાતા સૂચી બને છે, કોઇ ગુપ્ત હોતું નથી. સરકાર લાગે છે, શિક્ષક લાગે છે, આશા વર્કર લાગે છે. આખી સરકાર લાગી જાય છે. દરેક પાર્ટીના કાર્યકરો લાગી જાય છે. તેમ છતાં પણ જે દિવસે મતદાન થાય છે, ફરિયાદ આવે છે કે નથી આવતી. મારું નામ રહી ગયું, મારા મહોલ્લાનું નામ રહી ગયું, મારા પરિવારનું નામ રહી ગયું. મારી સોસાયટીનું નામ રહી ગયું, જણાવો આ તકલીફ આવે છે કે નથી આવતી. આટલું મોટું કામ ખુલ્લું ચાલે છે તો પણ કંઇને કંઇ કમી રહી જાય છે કે નથી રહી જતી. તમે જુઓ હિન્દુસ્તાનમાં જ્યારે ચૂંટણી થાય છે સમગ્ર દેશમાં, લગભગ લગભગ 3 મહિના ચાલે છે. 90 દિવસ સુધી આખો કારોબાર ઠપ્પ થઇ જાય છે. તમામ ઓફિસર, દરેક કોઇને ચૂંટણીનું જ કામ કરવું પડે છે. કોઇ પણ વિભાગમાં કેમ ન હોય. ભાઇઓ અને બહેનો, ચૂંટણીમાં સરકારની એટલી તાકાત લાગે છે, પોલિટિકલ પાર્ટીઓની લાગે છે, મીડિયાની મદદ મળે છે તો પણ 60 થી 70 ટકા મતદાન થાય છે અને 90 દિવસ સુધી ગાડી ચાલે છે. મારા પ્રેમાળ દેશવાસીઓ, મેં તો તમારી પાસે ફક્ત 50 દિવસનો સમય માગ્યો છે. મારા ભાઇઓ દેશ માટે માગ્યો છે.
ભાઇઓ અને બહેનો , તમે જોયું હશે કે આ વખતે બજેટમાં અમે એક યોજના કરી હતી, જે લોકો મારા ‘ મનની વાત ’ સાંભળે છે. તેમાં પણ મેં કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે લડાઇ લડવાનો એક ઉપાય છે કેશલેશ સોસાયટી. આ રોકડ રૂપિયા આપવાનો કારોબાર ધીમે ધીમે બંધ થવો જોઇએ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ઉપર ટેક્સ લાગતો હતો, તે ટેક્સ અમે હટાવ્યો હતો અને સરકારી વિભાગોને કહ્યું હતું કે તમે પણ એને ઓછું કરો અથવા હટાવો. ઘણા વિભાગોએ ઓછું કર્યું પણ ખરું અને અમુક વિભાગોએ હટાવ્યું પણ છે. આ એટલા માટે કર્યું કે મારે આજે આ કરવું હતું. મેં જ્યારે પ્રધાનમંત્રી જન ધન એકાઉન્ટ ખોલ્યા, ગરીબોના ખાતા ખોલ્યા તેની સાથે જ તેમને ક્રેડિટ કાર્ડ આપ્યા છે, ડેબિટ કાર્ડ આપ્યું છે. રુપે કાર્ડ. 20 કરોડ લોકોને આપ્યું છે જેથી ધીરે ધીરે ગરીબ માણસને પણ તે કાર્ડ દ્વારા પોતાનો કારોબાર કરાવવાની આદત લાગી જાય ધીરે ધીરે. સમય લાગશે પરંતુ આ કામ બે વર્ષ પહેલા કર્યું છે ભાઇઓ. મેં અચાનક નથી કર્યું . આ વાત સાચી છે કે બીમારી એટલી ઊંડી છે. એટલી 70 વર્ષ જૂની બીમારી છે ભાઇ અને દરેક કોઇને આ બીમારી લાગી ગઇ છે. ભાઇઓ અને બહેનો, હું દવાઓનો ડોઝ વધારી રહ્યો હતો, પહેલા એક ડોઝ આપતો હતો પછી બીજો ડોઝ આપ્યો, અત્યારે જરા મોટો ડોઝ આપ્યો છે અને બેઇમાન લોકો અને બેઇમાન લોકોની રક્ષા કરનારા લોકો, એ પણ કાન ખોલીને સાંભળી લે કે 30 ડિસેમ્બર બાદ મોદી અટકવાનો નથી. જે લોકો ગંગાજીમાં પચ્ચીસ પૈસા પણ નહોતા નાંખતા તે આજે નોટ નાંખી રહ્યા છે. હું એક દિવસ જોઇ રહ્યો હતો કે કચરો સાફ કરનારી એક મહિલા, કહે છે કે 57,000 રૂપિયા તેને તે કચરામાંથી મળ્યા, તે બિચારી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા ગઇ કે સાહેબ આટલા રૂપિયા મળ્યા છે. હું હાલમાં આવ્યો તો અહીં મારું સ્વાગત કરવા માટે પ્રભાકરજી લોકો પર ફૂલની પાંખડીઓ નાંખી રહ્યા હતા. મેં કહ્યું તે દિવસ દૂર નથી કે જ્યારે કોઇ નેતા આવશે તો લોકો 1000 – 1000 ની નોટોના ટૂકડા નાંખશે.
ભાઇઓ અને બહેનો, સફાઇ કરવી જરૂરી છે અને એટલા માટે મારે તમારી મદદ જોઇએ. તકલીફ પડશે, મેં એમ ક્યારેક નહોતું કહ્યું કે તકલીફ નહીં પડે. મારો પૂરો પ્રયત્ન હશે. તમે જુઓ જી, હું કાલે જોઇ રહ્યો હતો કે બેન્કોના કર્મચારીઓ એક વર્ષમાં જેટલું કામ નથી કરતા, એનાથી વધારે કામ હાલના દિવસોમાં કર્યું છે. આપણે બધા પણ બેન્કના કર્મચારીઓ માટે તાળીઓ વગાડીએ. આટલું સારું કામ કરી રહ્યા છે આજે બેન્કના લોકો આપણા. તેમનું અભિનંદન કરીએ.
મેં જોયું કે 75 વર્ષની ઉંમરના, 70 વર્ષની ઉંમરના, 60 વર્ષની ઉંમરમાં જે લોકો બેન્કમાંથી નિવૃત્ત થયા છે એવા લોકો બેન્કોમાં ગયા. તેમણે કહ્યું કે સાહેબ આ સમયે મફતમાં અમારી સેવા જોઇએ તો અમે કામ કરવા માટે તૈયાર છીએ, અમારી પાસે બેન્કનો અનુભવ છે. દેશમાં એવું થયું છે. મેં એવા યુવાનો જોયા છે જે લાઇનમાં સિનિયર સિટિઝન ઊભા હતા તેમના માટે પોતાના ઘરમાંથી ખુરશીઓ ઉઠાવીને લાવ્યા, તેમના બેસવાની વ્યવસ્થા કરી. મેં એવી માતાઓ તથા બહેનો જોઇ છે જે લાઇનમાં ઊભેલા લોકોને ઘરમાંથી લાવીને પાણી પીવડાવી રહી હતી. ભાઇઓ અને બહેનો સિનેમા થિયેટરની બહાર ટિકિટ લેવા માટે ક્યારેક ક્યારેક ઝઘડો થઇ જાય છે. એટલું મોટું હિન્દુસ્તાન શાંતિથી લાઇનમાં ઊભું છે અને પોતાના નંબરનો ઇંતેજાર કરી રહ્યું છે. દેશ બેઇમાનીથી થાકી ગયો છે.
ભાઇઓ બહેનો, દુખાવો છે, હું માનું છું કે મારા આ નિર્ણયના કારણે દુખાવો છે પરંતુ દેશને ફાયદો વધારે છે. અને હું તમને વિશ્વાસ અપાવું છું કે હું તમારી સાથે ઊભો રહીશ. હું ઇમાનદાર લોકોને કહેવા માગું છું કે તમે કોઇ બેઇમાનને પોતાની 500 કે 1000ની કમાણીની નોટ ઉતાવળમાં ન આપો. 30 ડિસેમ્બર સુધી તમારી પાસે સમય છે. કોઇ 400માં લેવાવાળો આવી જશે, કોઇ 800માં લેવાવાળો આવી જશે. તમારા 500 રૂપિયા મતલબ ચાર સો નવ્વાણુ અને સૌ પૈસા પૂરા અને પૂરા 500 રૂપિયા પર તમારો હક છે અને સરકાર તમને એ આપવા માટે બંધાયેલી છે. 1000ની તમારી ઇમાનદારીની નોટ તમારો હક છે. સરકાર બંધાયેલી છે. 30 ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલવાની છે. પ્રક્રિયા સંતોષજનક થવાની છે. બની શકે છે કે અમુક ગંગામાં પધરાવી દેશે, અમુક કચરામાં નાંખી દેશે, ટુકડા કરી દેશે. અમુકની બચી જશે તો તેની નોટ જતી રહેશે. 200 કરોડ, 400 કરોડ જશે, પરંતુ કોઇ બીજા રસ્તાથી. બેન્કમાં જમા કરીને ઇમાનદારીની રમત રમવા ગયો તો દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીનો બધો જ હિસાબ ખોલીને મૂકી દઇશ. 200 ટકા લાગનારા પર 200 ટકા દંડ લગાવીશ. ખૂબ જ લૂંટ્યો છે.
મારા પ્રેમાળ દેશવાસીઓ, લૂંટનારાઓને તમે જોયા છે. 70 વર્ષ દેશને લૂંટ્યો છે, મને 70 મહિના આપો, હું દેશને સાફ કરીને રાખી દઇશ. મોદીએ શું કર્યું. જરા 08 તારીખ રાત્રે 8 વાગ્યાનું ટીવી ચાલું કરીને જોઇ લો કે મોદીએ શું કર્યુ.
મારા પ્રેમાળ દેશવાસીઓ, મારા કર્ણાટકના ભાઇઓ અને બહેનો અને એમાં મોટાભાગે ગામના લોકો છે, મારી તમને એક પ્રાર્થના છે કે જે હું પવિત્ર કામ કરવા માટે નીકળ્યો છું, દેશમાં ઇમાનદારી માટે નીકળ્યો છું. જો તમને મારા ઇમાન પર ભરોસો છે, જો તમને મારા કામ પર ભરોસો છે. આ જે નોટોની સફાઇનું મેં અભિયાન ચલાવ્યું છે. જો તમને મારી તાકાત પર ભરોસો છે મને તમારા આશીર્વાદ જોઇએ. તમને મારી વિનંતી છે કે પોતાની જગ્યા પર ઊભા થઇને બે હાથથી તાળી વગાડીને મને આશીર્વાદ આપો. આ ઇમાન તથા પવિત્રતાના કામમાં હું તમને સહુને પ્રાર્થના કરું છું કે તમે ઊભા થઇને તાળી વગાડીને એરકન્ડિશન રૂમમાં બેસીને દિવસ રાત અમારી ટીકા કરનારા લોકો, આ ગામના લોકો છે, આ ભણેલા ગણેલા લોકો છે. આ ઇમાનદારી માટે કષ્ટ ભોગવાનારા લોકો છે. એ મને આશીર્વાદ આપી રહ્યા છે. આ તમારા આશીર્વાદ દેશમાં સફાઇ કરીને રહેશે. હું તમારો ખૂબ ખૂબ આભારી છું. હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મારા માટે આનંદની વાત છે. સામાન્ય રીતે પત્રકાર લોકો પોતાની ખુરશી પર ઊભા નથી થતા. હું આજે જોઇ રહ્યો છું કે પત્રકાર લોકો પણ ઊભા થયા છે. હું આજે સો સલામ કરું છું , આ પત્રકારોને હું સો સલામ કરંે છું. ખૂબ મોટી વાત કરી છે જી. હું ઘણો આભાર વ્યક્ત કરું છું. ખૂબ – ખૂબ ધન્યવાદ.