
નમસ્કાર! ખૂલુમખા!
ત્રિપુરાના રાજ્યપાલ શ્રી રમેશ બૈસજી, જનપ્રિય મુખ્યમંત્રી શ્રી બિપ્લબ દેવજી, ઉપ-મુખ્યમંત્રી શ્રી જિષ્ણુ દેવ વર્માજી, રાજ્ય સરકારના તમામ મંત્રીઓ, સાંસદ અને ધારાસભ્યો તેમજ ત્રિપુરાના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો! આપ સૌને પરિવર્તનના, ત્રિપુરાની વિકાસ યાત્રાના 3 વર્ષ પૂર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન! ખૂબ ખૂબ શુભકામનાઓ!
ભાઈઓ અને બહેનો,
આજથી ત્રણ વર્ષ પહેલા તમે લોકોએ ત્રિપુરાના લોકોએ એક નવો ઇતિહાસ રચ્યો હતો અને સમગ્ર દેશને એક મજબૂત સંદેશ આપ્યો હતો. દાયકાઓથી રાજ્યના વિકાસમાં અવરોધ નાખનારી નકારાત્મક શક્તિઓને હટાવીને ત્રિપુરાના લોકોએ એક નવી શરૂઆત કરી હતી. જે સાંકળોમાં ત્રિપુરા, ત્રિપુરાનું સામર્થ્ય જકડાયેલું હતું, તમે તે સાંકળો તોડી નાંખી છે. તે સાંકળો તૂટી ચૂકી છે. મને સંતોષ છે કે માં ત્રિપુરા સુંદરીના આશીર્વાદ વડે, બિપ્લબ દેબજીના નેતૃત્વમાં ચાલી રહેલી સરકાર પોતાના સંકલ્પોને ઝડપથી સિદ્ધ કરી રહી છે.
સાથીઓ,
2017 માં તમે ત્રિપુરામાં વિકાસના ડબલ એન્જિન લગાવવાનો નિર્ણય લીધો હતો. એક એન્જિન ત્રિપુરામાં, એક એન્જિન દિલ્હીમાં. અને આ ડબલ એન્જિનના નિર્ણયના કારણે જે પરિણામો નીકળ્યા, જે પ્રગતિને માર્ગ મોકળો થયો તે આજે તમારી સામે છે. આજે ત્રિપુરા જૂની સરકારના 30 વર્ષ અને ડબલ એન્જિનની 3 વર્ષની સરકારમાં આવેલા પરિવર્તનને સ્પષ્ટ અનુભવ કરી રહ્યું છે. જ્યાં કમિશન અને ભ્રષ્ટાચાર વિના કામ થવા જ અઘરા હતા, ત્યાં બીજી બાજુ આજે સરકારી લાભ લોકોના બેન્ક ખાતામાં સીધા પહોંચી રહ્યા છે. જે કર્મચારીઓ સમય પર પગાર મેળવવા માટે પણ પરેશાન થયા કરતાં હતા, તેમને 7મા પે કમિશન અંતર્ગત પગાર મળી રહ્યો છે. જ્યાં ખેડૂતોને પોતાનું ઉત્પાદન વેચવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, ત્યાં જ સૌપ્રથમ વખત ત્રિપુરામાં ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવો પર ખરીદીની ખાતરી થઈ છે. મનરેગા અંતર્ગત કામ કરનારા સાથીઓને જ્યાં પહેલા 135 રૂપિયા મળતા હતા, ત્યાં હવે 205 રૂપિયા પ્રતિદિન આપવામાં આવી રહ્યા છે. જે ત્રિપુરાને હડતાળ કલ્ચરે વર્ષો સુધી પાછળ રાખી દીધું હતું, આજે તે વેપાર કરવાની સરળતા માટે કામ કરી રહ્યું છે. જ્યાં એક સમયે ઉદ્યોગોમાં તાળાં વાગી જવાની નોબત આવી ગઈ હતી, ત્યાં હવે નવા ઉદ્યોગો, નવા રોકાણો માટે જગ્યા બની રહી છે. ત્રિપુરાનો વેપાર જથ્થો તો વધ્યો જ છે, સાથે સાથે રાજ્યમાંથી થનારી નિકાસ પણ લગભગ લગભગ 5 ગણી વધી ગઈ છે.
સાથીઓ,
ત્રિપુરાના વિકાસ માટે કેન્દ્ર સરકારે દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું છે. વિતેલા 6 વર્ષમાં ત્રિપુરાને કેન્દ્ર સરકાર પાસેથી મળનારી રકમમાં મોટા પાયે વૃદ્ધિ કરવામાં આવી છે. વર્ષ 2009 થી 2014 ની વચ્ચે કેન્દ્ર સરકાર પાસેથી ત્રિપુરાને કેન્દ્રીય વિકાસ પરિયોજનાઓ માટે 3500 કરોડ રૂપિયાની મદદ મળી હતી. પાંત્રીસ સો કરોડ રૂપિયા. જ્યારે વર્ષ 2014 થી 2019ની વચ્ચે અમારા આવ્યા પછી 12 હજાર કરોડ રૂપિયાથી વધુની મદદ કરવામાં આવી છે. આજે ત્રિપુરા તે મોટા રાજ્યો માટે પણ એક ઉદાહરણ બનતું જઈ રહ્યું છે કે જ્યાં ડબલ એન્જિનની સરકાર આજે જ્યાં નથી રહી અને જે સરકારો દિલ્હી સાથે ઝઘડો કરવામાં પણ પોતાનો સમય બરબાદ કરે છે, તેમને પણ ખબર પડવા લાગી છે. ત્રિપુરા કે જે ક્યારેક ઓછી ઊર્જાવાળું રાજ્ય રહેતું હતું તે આજે ડબલ એન્જિનની સરકારના કારણે ઊર્જાથી સભર થઈ ગયું છે. 2017 ની પહેલા ત્રિપુરાના માત્ર 19 હજાર ગ્રામીણ ઘરોમાં નળમાંથી પાણી આવતું હતું. આજે દિલ્હી અને ત્રિપુરાની ડબલ એન્જિન સરકારના કારણે લગભગ 2 લાખ ગ્રામીણ ઘરોમાં નળમાંથી પાણી આવવા લાગ્યું છે.
2017ની પહેલા ત્રિપુરાના 5 લાખ 80 હજાર ઘરોમાં ગેસના જોડાણો હતા. 6 લાખ કરતાં પણ ઓછા. આજે રાજ્યના સાડા આઠ લાખ ઘરોમાં ગેસના જોડાણો છે. 8 લાખ 50 હજાર ઘરોમાં. ડબલ એન્જિનની સરકાર બની તે પહેલા ત્રિપુરામાં માત્ર 50 ટકા ગામડાઓ ખુલ્લામાં શૌચથી મુક્ત હતા, આજે ત્રિપુરાનું લગભગ લગભગ દરેક ગામ ખુલ્લામાં શૌચથી મુક્ત છે. સૌભાગ્ય યોજના અંતર્ગત ત્રિપુરામાં સોએ સો ટકા વિદ્યુતિકરણ હોય, ઉજ્જવલા યોજના અંતર્ગત અઢી લાખથી વધુ મફત ગેસના જોડાણો આપવાની વાત હોય કે પછી 50 હજારથી વધુ ગર્ભવતી મહિલાઓને માતૃ વંદના યોજનાનો લાભ હોય, દિલ્હીની અને ત્રિપુરાની ડબલ એન્જિનની સરકારના આ કામો ત્રિપુરાની બહેનો દીકરીઓને સશક્ત કરવામાં મદદ કરી રહ્યા છે. ત્રિપુરામાં પીએમ કિસાન સમ્માન નિધિ અને આયુષ્માન ભારત યોજનાનો પણ લાભ ખેડૂતો અને ગરીબ પરિવારોને મળી રહ્યો છે. જ્યારે દેશ એ પણ જોઈ રહ્યો છે કે જ્યાં ડબલ એન્જિનની સરકાર નથી, તમારા પાડોશમાં જ ગરીબો, ખેડૂતો અને દીકરીઓને સશક્ત કરવાવાળી આ યોજનાઓ તો લાગુ કરવામાં આવી જ નથી અથવા તો પછી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે.
સાથીઓ,
ડબલ એન્જિનની સરકારની સૌથી મોટી અસર ગરીબોને તેમના પાકા મકાનો આપવાની ગતિમાં જોવા મળી રહી છે. આજે જ્યારે ત્રિપુરાની સરકાર ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહી છે તો રાજ્યના 40 હજાર ગરીબ પરિવારોને પણ પોતાના નવા ઘર મળી રહ્યા છે. જે ગરીબ પરિવારોનું પોતાના ઘરનું સપનું આજે પૂર્ણ થઈ રહ્યું છે તેઓ ખૂબ સારી રીતે પોતાના એક મતની તાકાત શું હોય છે, પોતાનો એક મત તેમના સંપનાઓ પૂરા કરવાનું સામર્થ્ય કઈ રીતે દેખાડે છે, તે આજે જ્યારે તમને તમારું ઘર મળી રહ્યું છે તો તમે અનુભવ કરી રહ્યા છો. હું આશા રાખું છું કે આ નવું ઘર તમારા સપનાઓ અને તમારા બાળકોની આકાંક્ષાઓને નવી ઉડાન આપનારું સિદ્ધ થશે.
ભાઈઓ અને બહેનો,
આ ડબલ એન્જિનની સરકારની જ તાકાત છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના પછી તે ગ્રામીણ હોય કે પછી શહેરી, તેમાં ત્રિપુરા ખૂબ ઝડપથી કામ કરી રહ્યું છે. ત્રિપુરાના નાના મોટા શહેરોમાં ગરીબો માટે 80 હજારથી વધુ પાક્કા ઘરોને મંજૂરી આપી દેવામાં આવી છે. ત્રિપુરા દેશના તે 6 રાજ્યોમાં પણ સામેલ થઈ ગયું છે કે જ્યાં નવી ટેકનોલોજી વડે તૈયાર થનારા આધુનિક ઘરોનું નિર્માણ થઈ રહ્યું છે.
ભાઈઓ અને બહેનો,
અમે તમને વાયદો કર્યો હતો કે ત્રિપુરામાં HIRA વાળો વિકાસ થાય, એવું ડબલ એન્જિન લગાવીશું. અને હમણાં હું વિડીયો જોઈ રહ્યો હતો, ખૂબ સરસ રીતે બતાવવામાં આવ્યું હતું. HIRA એટલે કે હાઇવે, આઇવે, રેલવે અને એરવે. ત્રિપુરાના સંપર્કમાં વિતેલા 3 વર્ષમાં ઝડપથી સુધારો થયો છે. એરપોર્ટનું કામ હોય કે પછી સમુદ્રના રસ્તે ત્રિપુરાને ઈન્ટરનેટ સાથે જોડવાનું કામ હોય, રેલવે લિંક હોય, તેમાં ઝડપથી કામ થઈ રહ્યું છે. આજે પણ 3 હજાર કરોડ રૂપિયાથી વધુના જે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તે અમારા તે જ HIRA મોડલનો જ એક ભાગ છે. ઉપરથી હવે તો જળમાર્ગો, બંદર ઇન્ફ્રાસ્ટ્રકચર પણ આમાં જોડાઈ ગયું છે.
સાથીઓ,
આ જ શૃંખલામાં આજે ગામડા માટે રસ્તાઓ, હાઇવેનું વિસ્તૃતિકરણ, પુલ, પાર્કિંગ, નિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર, સ્માર્ટ સિટી સાથે જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રકચર, તેનો ઉપહાર પણ આજે ત્રિપુરાને મળ્યો છે. આજે સંપર્ક વ્યવસ્થાની જે સુવિધાઓ ત્રિપુરામાં વિકસિત થઈ રહી છે, તે દૂર-સુદૂરના ગામડાઓમાં લોકોનું જીવન સરળ બનાવવાની સાથે જ લોકોની આવક વધારવામાં પણ મદદ કરી રહી છે. આ સંપર્ક વ્યવસ્થા, બાંગ્લાદેશની સાથે આપણી મૈત્રી, આપણાં વેપાર માટેની પણ મજબૂત કડી સાબિત થઈ રહી છે.
સાથીઓ,
આ સંપૂર્ણ પ્રદેશને, પૂર્વી, ઉત્તર પૂર્વ ભારત અને બાંગ્લાદેશની વચ્ચે એક રીતે વેપાર કોરિડોરના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યો છે. મારી બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન મેં અને પ્રધાનમંત્રી શેખ હસીનાજીએ સાથે મળીને ત્રિપુરાને બાંગ્લાદેશ સાથે સીધો જોડનારા પુલનો શિલાન્યાસ કર્યો હતો અને આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે ભારત અને બાંગ્લાદેશની મૈત્રી અને કનેક્ટિવિટી કેટલી સશક્ત થઈ રહી છે, તેને લઈને આપણે બાંગ્લાદેશના માનનીય પ્રધાનમંત્રી શેખ હસીનાજીની વાત પણ સાંભળી. સબરૂમ અને રામગઢની વચ્ચે સેતુ વડે આપણી મૈત્રી પણ મજબૂત થઈ છે અને ભારત બાંગ્લાદેશની સમૃદ્ધિનું જોડાણ પણ સ્થાપીત થઈ ગયું છે. વિતેલા કેટલાક વર્ષોમાં ભારત બાંગ્લાદેશની વચ્ચે જમીન, રેલવે અને જળ સંપર્ક માટે જે સમજૂતી કરારો જમીન પર ઉતર્યા છે, આ સેતુ વડે તે હજી વધારે મજબૂત થયા છે. તેનાથી ત્રિપુરાની સાથે સાથે દક્ષિણી આસામ, મિઝોરમ, મણિપુરની બાંગ્લાદેશ અને સાઉથ ઈસ્ટ એશિયાના અન્ય દેશો સાથે સંપર્ક વ્યવસ્થા વધુ સશક્ત બનશે. ભારતમાં જ નહિ, બાંગ્લાદેશમાં પણ આ સેતુ વડે સંપર્ક વ્યવસ્થા વધુ સારી બનશે અને આર્થિક તકો વધશે. આ સેતુ બની જવાથી ભારત બાંગ્લાદેશના લોકો વચ્ચે સંપર્ક વધુ સારો થવાની સાથે સાથે પ્રવાસન અને વેપાર માટે, બંદર સંચાલિત વિકાસ માટે નવી તકો ઉત્પન્ન થઈ છે. સબરૂમ અને તેની આજુબાજુનું ક્ષેત્ર બંદર સાથે જોડાયેલ દરેક સંપર્ક માટેનું, આંતરરાષ્ટ્રીય વેપારનું એક બહુ મોટું કેન્દ્ર બનવાનું છે.
સાથીઓ,
મૈત્રી સેતુ સિવાય અન્ય સુવિધાઓ જ્યારે બની જશે તો ઉત્તર પૂર્વ માટે કોઈપણ પ્રકારના પુરવઠા માટે આપણે માત્ર રસ્તાના માર્ગ પર નિર્ભર નહિ રહેવું પડે. હવે સમુદ્રના રસ્તે નદીના રસ્તે, બાંગ્લાદેશના કારણે રસ્તાઓ બંધ થવાથી અસર નહિ પડે. દક્ષિણ ત્રિપુરાના આ મહત્વને જોઈને હવે સબરૂમમાં જ સંકલિત ચેક પોસ્ટનું નિર્માણ પણ આજથી શરૂ થઈ ગયું છે. આ આઇસીપી, એક સંપૂર્ણ લોજિસ્ટિક હબની જેમ કામ કરશે. અહિયાં પાર્કિંગ લોટ્સ બનશે, વેરહાઉસ બનશે, કન્ટેનર ટ્રાન્સ શિપમેન્ટ સુવિધાઓ તૈયાર કરવામાં આવશે.
સાથીઓ,
ફેની બ્રિજ ખૂલી જવાથી અગરતલા, ઇન્ટરનેશનલ સી પોર્ટ વડે ભારતનું સૌથી નજીકનું શહેર બની જશે. નેશનલ હાઇવે 8 અને નેશનલ હાઇવે 208ના વિસ્તૃતિકરણ સાથે જોડાયેલ જે પ્રોજેક્ટ્સનું આજે લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તેનાથી ઉત્તર પૂર્વના બંદરો સાથે જોડાણ હજી વધારે સશક્ત બનશે. તેનાથી અગરતલા, સંપૂર્ણ ઉત્તર પૂર્વના લોજિસ્ટિકનું પણ મહત્વનું કેન્દ્ર બનીને બહાર આવશે. આ રુટ વડે ટ્રાન્સપોર્ટની કિંમત ઘણી ઓછી થઈ જશે અને સંપૂર્ણ ઉત્તર પૂર્વને સરળતાથી સામાન મળશે. ત્રિપુરાના ખેડૂતોને પોતાના ફળ શાકભાજી, દૂધ, માછલી અને અન્ય સામાન માટે દેશ વિદેશના નવા બજારો મળવાના છે. અહિયાં જે પહલેથી ઉદ્યોગો લાગેલા છે તેમને લાભ મળશે અને નવા ઉદ્યોગોને બળ મળશે. અહિયાં બનનારો ઔદ્યોગિક સામાન, વિદેશી બજારોમાં પણ ખૂબ સ્પર્ધાત્મક હશે. વિતેલા વર્ષોમાં અહિયાના વાંસના ઉત્પાદનો માટે અગરબત્તી ઉદ્યોગ માટે, અનાનસ સાથે જોડાયેલ વેપાર માટે જે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, તેને આ નવી સુવિધાઓ દ્વારા વધારે વેગ મળશે.
ભાઈઓ અને બહેનો,
અગરતલા જેવા શહેરોમાં આત્મનિર્ભર ભારતના નવા કેન્દ્રો બનવાનું સામર્થ્ય છે. આજે અગરતલાને વધુ સારું શહેર બનાવવા માટે કરવામાં આવેલ અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ આવા જ પ્રયાસોનો એક ભાગ છે. નવા બનેલા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ સેન્ટર, શહેરની વ્યવસ્થાઓને એક જગ્યાએથી સ્માર્ટ ટેકનોલોજીના માધ્યમથી હેન્ડલ કરવામાં મદદ કરશે. ટ્રાફિક સાથે જોડાયેલી વ્યવસ્થાઓને લઈને ગુનાઓ રોકવા માટે, આવી અનેક પ્રકારની ઉપયોગિતા માટે ટેક્નોલોજિકલ સહયોગ મળશે. એ જ રીતે મલ્ટી લેવલ પાર્કિંગ, વ્યાવસાયિક કોમ્પ્લેકસ અને એરપોર્ટને જોડનાર રસ્તાઓના વિસ્તૃતિકરણ દ્વારા અગરતલામાં જીવન જીવવાની સરળતા અને વેપાર કરવાની સરળતામાં ઘણો સુધારો આવશે.
ભાઈઓ અને બહેનો,
જ્યારે આવા કામો થાય છે તો તેનો સૌથી વધારે લાભ થાય છે જેમને વર્ષો સુધી ભૂલી દેવામાં આવ્યા હતા, જેમને પોતાની હાલત પર જીવવા માટે મજબૂર કરી દેવામાં આવ્યા હતા, જેમને છોડી દેવામાં આવ્યા હતા. ખાસ કરીને આપણાં જનજાતિય ક્ષેત્રોમાં રહેનારા આપણાં તમામ સાથીઓ અને બ્રુ શરણાર્થીઓને સરકારના આવા અનેક પગલાઓ વડે લાભ મળી રહ્યો છે. ત્રિપુરાના બ્રુ શરણાર્થીઓની સમસ્યાઓ દૂર કરવા માટે દાયકાઓ પછી સમાધાન જ સરકારના પ્રયાસો વડે મળ્યું છે. હજારો બ્રુ સાથીઓના વિકાસ માટે આપવામાં આવેલ 600 કરોડ રૂપિયાના વિશેષ પેકેજ વડે તેમના જીવનમાં ઘણો હકારાત્મક બદલાવ આવશે.
સાથીઓ,
જ્યારે ઘરે ઘરે પાણી પહોંચે છે, વીજળી પહોંચે છે, સ્વાસ્થ્યની સુવિધાઓ પહોંચે છે, તો આપણાં જનજાતિય ક્ષેત્રોને તેનો વિશેષ લાભ મળે છે. આ જ કામ કેન્દ્ર અને ત્રિપુરાની સરકારો સાથે મળીને આજે કરી રહી છે. આગિની હાફાંગ, ત્રિપુરા હાસ્તેની, હુકુમ નો સિમી યા, કુરંગ બોરોક બો, સુકુલગઈ, તેનિખા. ત્રિપુરાની ગુનાંગ તેઈ નાઈથોક, હુકુમ નો, ચુંગ બોરોમ યાફરનાની ચેંખા, તેઇ કૂરંગ, બોરોક રોકનો બો, સોઈ બોરોમ યાફારખા. અગરતલા એરપોર્ટને મહારાજા બીર વિક્રમ કિશોર માણિકયાજીનું નામ આપવું એ ત્રિપુરાના વિકાસ માટે તેમના વિઝનનું સન્માન છે. ત્રિપુરાની સમૃદ્ધ સંસ્કૃતિ અને સાહિત્યની સેવ કરનાર સપૂતો, શ્રી થંગા ડૉરલોંગજી, શ્રી સત્યરામ રિયાંગજી અને બેનીચન્દ્ર જમાતીયાજીને પદ્મ શ્રી વડે અલંકૃત કરવાનું સૌભાગ્ય પણ અમને જ મળ્યું છે. સંસ્કૃતિ અને સાહિત્યના આ સાધકોના યોગદાનન આપણે સૌ ઋણી છીએ. બેની ચંદ્ર જમાતીયાજી હવે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમનું કામ આપણને સૌને હંમેશા પ્રેરિત કરતું રહેશે.
સાથીઓ,
જનજાતિય હસ્તકળાને, વાંસ આધારિત કલાને, પ્રધાનમંત્રી વન ધન યોજના અંતર્ગત પ્રોત્સાહિત કરવાથી જનજાતિય ભાઈ બહેનોને કમાણી માટેના નવા સાધનો મળી રહ્યા છે. મને જણાવવામાં આવ્યું છે કે ‘મુળી બાંબુ કુકીઝ’ને સૌપ્રથમ વખત પેકેજ્ડ પ્રોડક્ટના રૂપમાં લોન્ચ કરવામાં આવી છે. આ એક પ્રશંસનીય કામ છે. આવા કાર્યોનું વિસ્તરણ લોકોની વધારે મદદ કરશે. આ વર્ષના કેન્દ્રીય બજેટમાં પણ જનજાતિય ક્ષેત્રોમાં એકલવ્ય મોડલ સ્કૂલ અને અન્ય આધુનિક સુવિધાઓ માટે વ્યાપક જોગવાઈ કરવામાં આવી છે. મને વિશ્વાસ છે કે આવનાર વર્ષમાં ત્રિપુરા સરકાર આ જ રીતે ત્રિપુરા વાસીઓની સેવા કરતી રહેશે. હું ફરી એકવાર બિપ્લબજી અને તેમની આખી ટીમને, વહીવટી તંત્રના તમામ અધિકારીઓને જનતાની સેવ કરવા માટે ત્રણ વર્ષ તેમણે જે મહેનત કરી છે. આવનારા સમયમાં તેના કરતાં પણ વધુ મહેનત કરશે વધુ સેવા કરશે. ત્રિપુરાનું ભાગ્ય બદલીને જ રહેશે. એ જ વિશ્વાસની સાથે હું ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.
આભાર!