Quote“12 વર્ષ પહેલા મેં જે બીજ વાવ્યું હતું તે આજે ભવ્ય વટવૃક્ષ બની ગયું છે”
Quote"ભારત ન તો અટકવાનું છે અને ન થાકવાનું છે"
Quote"નવા ભારતના દરેક અભિયાનની જવાબદારી ભારતના યુવાનોએ જાતે લીધી છે"
Quote"સફળતા માટે એક જ મંત્ર છે - 'લાંબા ગાળાનું આયોજન અને સતત પ્રતિબદ્ધતા'
Quote"અમે દેશની પ્રતિભાઓને ઓળખવાનું શરૂ કર્યું અને તેમને જરૂરી તમામ સમર્થન આપવાનું શરૂ કર્યું"

 

નમસ્કાર!

ભારત માતા કી જય!

ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી, અહિંના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી, સંસદમાં મારા સાથી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર પાટીલજી, ગુજરાત સરકારમાં ખેલ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીજી, સંસદમાં મારા સહયોગી શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી નરહરિ અમીન અને અમદાવાદના મેયર ભાઈ શ્રી કિટીટકુમાર પરમારજી, અન્ય મહાનુભવો અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા મારા યુવા દોસ્તો!

મારી સામે જોશનો આ સાગર, આ ઉમંગ, ઉત્સાહની આ લહેરો સ્પષ્ટ બતાવી રહી છે કે ગુજરાતના નવયુવાનો આપ સૌ આકાશને સ્પર્શવાની તૈયારીમાં છો. આ માત્ર ખેલનો મહાકુંભ છે એટલું જ નહીં, ગુજરાતની યુવા શક્તિનો પણ મહાકુંભ છે. હું આપ સૌ યુવાનોને 11મા ખેલ મહાકુંભ માટે ઘણી બધી શુભેચ્છાઓ પાઠવું છું. હું ગુજરાત સરકારને અને ખાસ કરીને અહીંના યશસ્વી મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આ ભવ્ય આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કોરોનાના કારણે બે વર્ષ સુધી ખેલ મહાકુંભ ઉપર બ્રેક લાગેલી રહી હતી, પરંતુ ભૂપેન્દ્રભાઈએ જે ભવ્યતા સાથે આ આયોજન શરૂ કર્યું છે અને યુવા ખેલાડીઓમાં નવો જોશ ભરી દીધો છે.

મિત્રો, મને યાદ છે કે 12 વર્ષ પહેલાં ગુજરાતના મુખ્ય મંત્રી હોવાના કારણે મેં મારા કાર્યકાળ દરમિયાન ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી અને આજે હું કહી શકું તેમ છું કે જે સપનાના બીજ મેં વાવ્યા હતા તે આજે વટવૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. તે બીજને હું આજે આટલા વિશાળ વટવૃક્ષ તરીકે આકાર લેતું જોઈ રહયો છું. વર્ષ 2010માં પ્રથમ મહાકુભમાં ગુજરાતની 16 રમતોમાં 13 લાખ ખેલાડીઓ સાથે તેનો પ્રારંભ થયો હતો. મને ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું છે કે વર્ષ 2019માં મહાકુંભની આ ભાગીદારી 13 લાખથી 40 લાખ યુવાઓ સુધી પહોંચી છે. 36 રમતો અને 26 પેરા સ્પોર્ટસમાં 40 લાખ ખેલાડી! કબ્બડ્ડી, ખો-ખો, દોરડાં ખેંચથી માંડીને યોગાસન અને મલ્લખમ સુધી, સ્કેટીંગ અને ટેનિસથી માંડીને ફેન્સિંગ સુધી દરેક રમતમાં આપણાં યુવાનો આજે કમાલ કરી રહ્યા છે. અને હવે આ આંકડો 40 લાખને પાર કરીને 55 લાખ સુધી પહોંચી ગયો છે. 'શક્તિ દૂત' જેવા કાર્યક્રમના માધ્યમથી ખેલ મહાકુંભના ખેલાડીઓને સહયોગ આપવાની જવાબદારી સરકાર ઉઠાવી રહી છે અને આ પ્રયાસ સતત અવિરત ચાલી  રહ્યો છે. ખેલાડીઓએ જે સાધના કરી અને ખેલાડી જ્યારે પ્રગતિ કરે છે ત્યારે એક લાંબી તપસ્યા કામ કરતી હોય છે. ગુજરાતના લોકોએ જે સંકલ્પ સાથે મળીને લીધો હતો તે આજે દુનિયામાં નામના પામ્યો છે.

|

મારા નવયુવાન સાથીઓ, આ ગુજરાતની યુવા શક્તિનો શું તમને ગર્વ છે? ગુજરાતના ખેલાડી જે પરાક્રમ કરે છે તેનાથી શું તમને ગર્વ થાય છે? ખેલ મહાકુંભમાંથી નિકળનારા યુવાનો ઓલિમ્પિક, કોમન વેલ્થ અને એશિયન ગેમ્સ સહિત અનેક વૈશ્વિક રમતોમાં આજે દેશનું અને ગુજરાતની પ્રતિભા દેખાડી રહ્યા છે. આવી જ પ્રતિભાઓ આ મહાકુંભમાંથી પણ તમારી વચ્ચેથી જ બહાર આવવાની છે. યુવા ખેલાડીઓ તૈયારી કરે છે, ખેલના મેદાનમાં ઉમટી પડે છે અને સમગ્ર ભારતમાં પ્રતિભા દર્શાવી રહ્યા છે.

સાથીઓ,

એક સમય એવો હતો કે જ્યારે રમતની દુનિયામાં ભારતની ઓળખ માત્ર એક કે બે રમતોના ભરોસે જ ટકી રહી હતી. આનું પરિણામ એ આવ્યું કે દેશના ગૌરવ અને ઓળખ સાથે જોડાયેલી રમતોને ભૂલી જવામાં આવી. આ કારણથી રમત સાથે જોડાયેલા સાધનો અને રમતગમતની માળખાકીય સુવિધાઓ આધુનિક બનાવવા માટે જે ધ્યાન આપવું જોઈતું હતું, જે અગ્રતા આપવી જોઈતી હતી તે એક પ્રકારે અટકી ગઈ હતી. જે રીતે રાજકારણમાં ભાઈ- ભત્રીજાવાદ ઘૂસી ગયો છે, તે રીતે રમતની દુનિયામાં પણ ખેલાડીઓની પસંદગી કરવામાં પારદર્શકતાની ઊણપ વર્તાતી હતી. આ એક ખૂબ મોટું પરિબળ હતું. ખેલાડીઓની તમામ પ્રતિભા તકલીફોનો સામનો કરવામાં પસાર થઈ જતી હતી. આ વમળમાંથી નિકળીને ભારતના યુવાનો આજે આસમાનને આંબી રહ્યા છે. ગોલ્ડ અને સિલ્વરની ચમક દેશના આત્મવિશ્વાસને પણ ચમકાવી રહી છે તેમજ આ ચમત્કારનો અનુભવ પણ કરી રહી છે. દેશના અનેક યુવાન દેશ રમતના મેદાનમાં પણ તાકાત બનીને બહાર આવી રહ્યા છે. ટોકિયો ઓલિમ્પિક્સ અને પેરા ઓલિમ્પિક્સમાં આપણાં ખેલાડીઓએ આ પરિવર્તન પૂરવાર કરી બતાવ્યું છે. ઓલિમ્પિક્સમાં ભારત પ્રથમ વખત સાત મેડલ જીત્યું છે. આવો જ વિક્રમ ભારતના દિકરા- દિકરીઓએ ટોકિયો, પેરાઓલિમ્પિકમાં પણ કરી બતાવ્યો છે. ભારતે આ વૈશ્વિક સ્પર્ધામાં 19 મેડલ જીત્યા, પણ સાથીઓ આ તો શરૂઆત જ છે. ભારત અટકવાનું પણ નથી કે થાકવાનું પણ નથી. મને મારા દેશની યુવા શક્તિ પર ભરોસો છે. મને મારા દેશના યુવાન ખેલાડીઓની તપસ્યા પર ભરોસો છે. મને મારા દેશના યુવાન ખેલાડીઓના સપનાં, સંકલ્પ અને સમર્પણ ઉપર ભરોસો છે. અને એટલા માટે જ આજે હું લાખો યુવાનો સામે હિંમત સાથે કહી શકું તેમ છું કે ભારતની યુવા શક્તિ તેને ઘણે દૂર સુધી લઈ જશે. એ દિવસો હવે દૂર નથી કે જ્યારે આપણે અનેક ખેલમાં અનેક ગોલ્ડ એક સાથે જીતનારા દેશોમાં ભારતનો તિરંગો પણ ફરકતો હશે.

સાથીઓ,

આ વખતે યુક્રેનથી જે નવયુવાનો પરત ફર્યા છે, યુધ્ધના મેદાનમાંથી આવ્યા છે, બોંબ ગોળાની વચ્ચેથી આવ્યા છે, પણ આવીને તેમણે શું કહ્યું? તેમણે એવું કહ્યું કે આજે અમને ખબર પડી કે તિરંગાની આન, બાન અને શાન શું હોય છ? તેનો અમે યુક્રેનમાં અનુભવ કર્યો છે. પણ સાથીઓ, હું એ દ્રશ્ય તરફ તમને લઈ જવા માગુ છું, જ્યારે આપણાં ખેલાડીઓ મેડલ હાંસલ કરીને પોડિયમ પર ઊભા રહેતા હોય છે ત્યારે અને જ્યારે તિરંગો દેખાતો હોય છે ત્યારે ભારતનું રાષ્ટ્રગીત ગવાતું હોય છે. તમે ટીવી પર જોયું હશે કે આપણાં ખેલાડીઓની આંખો હર્ષ સાથે ગૌરવના આંસુ પણ વહાવી રહયા હોય છે. આવી હોય છે દેશભક્તિ!

|

સાથીઓ,
ભારત જેવા યુવાન દેશને દિશા આપવા માટે આપ સૌ યુવાનોની ઘણી મોટી ભૂમિકા છે. આવનારી કાલનું નિર્માણ યુવાનો જ કરી શકતા હોય છે, ઘડી શકતા હોય છે. તે જે સંકલ્પો કરે છે અને સંકલ્પની સાથે સાથે સમર્પણ ભાવથી લાગી પડે છે. આજે આ મહાકુંભમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી, ગામડાંમાંથી, શહેરોમાંથી, કસબાઓમાંથી તમે લાખો યુવકો અમારી સાથે જોડાયા છો. તમે તમારા સપનાં પૂરા કરવા માટ રાત દિવસ મહેનત કરી રહ્યા છો. તમારા સપનામાં મને તમારા વિસ્તારનું ભવિષ્ય જોવા મળે છે. તમારા જિલ્લાનું ભવિષ્ય દેખાય છે. મને તમારા સપનામાં સમગ્ર ગુજરાત અને દેશનું ભવિષ્ય પણ દેખાય છે. અને એટલા માટે જ આજે સ્ટાર્ટઅપ ઈન્ડિયાથી માંડીને સ્ટેન્ડઅપ ઈન્ડિયા સુધી! મેક ઈન ઈન્ડિયાથી માંડીને આત્મનિર્ભર ભારત સુધી અને વૉકલથી માંડીને લોકલ સુધી નવા ભારતના દરેક અભિયાનની જવાબદારી ભારતના યુવાનોએ આગળ આવીને ઉઠાવી લીધી છે. આપણાં યુવાનોએ ભારતનું સામર્થ્ય સાબિત  કરીને દેખાડ્યું છે.

|

મારા નવયુવાન સાથીઓ,

આજે સોફ્ટવેરથી માંડીને સ્પેસ પાવર સુધી, સંરક્ષણથી માંડીને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ સુધી દરેક ક્ષેત્રમાં ભારતનો દબદબો જોવા મળે છે. દુનિયા ભારતને એક મોટી શક્તિ સ્વરૂપે જોઈ રહી છે. ભારતની આ શક્તિ 'સ્પોર્ટસ સ્પિરીટ' અનેક ગણી વધી શકે તેમ છે અને તમારી સફળતાનો એ જ મંત્ર છે. અને એટલા માટે જ હું હંમેશા કહેતો હોઉં છું કે જે ખેલે તે ખીલે! મારી આપ સૌ યુવાનોને એવી સલાહ પણ છે કે સફળતા માટે કોઈ શોર્ટકટ શોધશો નહીં. તમે રેલવે પ્લેટફોર્મ પર લખેલું જોયું હશે, કેટલાક લોકો પૂલ પર થઈને જવાને બદલે પાટા ક્રોસ કરીને જતા હોય છે. ત્યાં રેલવેના લોકોએ લખ્યું હોય છે કે  Shortcut will cut you short. Shortcut. આ રસ્તો ખૂબ જ અલ્પજીવી બની રહેતો હોય છે.

સાથીઓ,

સફળતાનો માત્ર એક જ મંત્ર હોય છે ‘Long term planning, और continuous commitment’. કોઈ જીત કે હાર આપણો એક માત્ર પડાવ હોઈ શકે નહીં. આપણાં વેદોમાં કહ્યું છે કે- ‘चरैवेति- चरैवेति’. આજે દેશ અનેક પડકારોની વચ્ચે અટક્યા વગર કે થાક્યા વગર કે ઝૂક્યા વગર આગળ ધપી રહ્યો છે. આપણે સૌએ સાથે મળીને સતત પરિશ્રમ સાથે, સતત આગળ વધતાં રહેવાનું છે.

સાથીઓ,

રમતમાં આપણે જીત મેળવવા માટે 360 ડીગ્રી પર્ફોમ કરવાની જરૂર પડતી હોય છે અને સમગ્ર ટીમે પર્ફોમ કરવું પડતું હોય છે. અહિંયા સારા સારા રમતવીરો ઉપસ્થિત છે. તમે જ કહો, શું ક્રિકેટમાં કોઈ ટીમ સારી બેટીંગ કરે, પણ જો બોલીંગ ખરાબ કરે તો તે જીતી શકે છે? અથવા તો ટીમનો એક ખેલાડી ખૂબ સારી રમત રમી બતાવે, પણ બાકીના લોકો પર્ફોર્મ ના કરે તો જીતવાનું શક્ય છે? શું જીતવા માટે સમગ્ર ટીમે બેટીંગ, બોલીંગ અને ફિલ્ડીંગમાં સારી રીતે રમવું પડશે?

ભાઈઓ અને બહેનો,

ભારતમાં રમતોની સફળતાના શિખર સુધી પહોંચવા માટે દેશે આજે 360 ડીગ્રી ટીમ વર્ક કરી બતાવવાની જરૂર છે. એટલા માટે દેશ એક સમગ્રલક્ષી અભિગમ સાથે કામ કરી રહ્યો છે. 'ખેલ ઈન્ડિયા પ્રોગ્રામ' પ્રયાસના એક સમગ્રલક્ષી અભિગમનું ઉદાહરણ છે. બધા લોકો આવા અભિગમ સાથે કામ કરે તો 'ખેલ ઈન્ડિયા પ્રોગ્રામ' આવા જ પ્રયાસનું એક મોટું ઉદાહરણ છે. અગાઉ આપણાં યુવાનોની પ્રતિભા દબાયેલી રહેતી હતી. તેમને તક મળતી ન હતી. આપણે દેશની પ્રતિભાઓને ઓળખીને તેમને જરૂરી સહયોગ આપવાનું શરૂ કર્યું. પોતાની પ્રતિભા હોવા છતાં પણ આપણાં યુવાનો તાલીમના અભાવને કારણે પાછળ રહી જતા હતા. આજે સારામાં સારી તાલીમની સુવિધા દેશના ખેલાડીઓને પૂરી પાડવામાં આવી રહી છે. એ નિશ્ચિત કરવામાં આવ્યું છે કે ખેલાડીઓને સાધનની કોઈ કમી નડે નહીં. વિતેલા 7 થી 8 વર્ષમાં મે રમતનું બજેટ આશરે 70 ટકા જેટલું વધાર્યું છે. એક મોટી  ચિંતા ખેલાડીઓના ભવિષ્ય અંગે પણ રહેતી હોય છે. તમે કલ્પના કરો કે જો ખેલાડી પોતાના ભવિષ્ય અંગે વિશ્વાસ ધરાવતો ના હોય તો માત્ર રમત તરફ જ 100 ટકા સમર્પણ ભાવ દાખવી શકશે? એટલા માટે અમે ખેલાડીઓને મળતું પ્રોત્સાહન અને એવોર્ડમાં 100 ટકાથી વધુનો વધારો કર્યો છે. અલગ અલગ યોજના હેઠળ જેમણે ખેલાડીને તાલીમ આપી છે તેવા તેમના તમામ કોચને પણ વળતર આપવામાં આવી રહ્યું છે. આનું પરિણામ એ આવ્યું છે કે આજે ગ્રામ વિસ્તારોમાં પછાત વર્ગથી માંડીને આદિવાસી સમાજમાંથી પણ પ્રતિભાઓ દેશ માટે બહાર આવી રહી છે અને આ માટે દેશને ગૌરવ છે.

સાથીઓ,

આપણાં દેશમાં ખેલાડીઓને એક વિચિત્ર પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. અગાઉ જો તમે કોઈને કહેતા હો કે હું એક ખેલાડી છું, તો લોકો સામેથી કહેતા હોય છે કે ખેલાડી છો તે તો ઠીક, દરેક બાળક રમતું હોય છે, પરંતુ વાસ્તવમાં તમે શું કરો છો? આનો અર્થ એ થયો કે આપણે ત્યાં રમતોને સહજ સ્વિકૃતિ મળી નથી.

સાથીઓ,

પરેશાન થશો નહીં, આ  તકલીફ માત્ર તમારી સામે જ હોય છે એવું નથી. આપણાં દેશના મોટા મોટા ખેલાડીઓએ પણ આ પરિસ્થિતમાંથી પસાર થવું પડ્યું છે.

મારા નવયુવાન સાથીઓ, આપણાં ખેલાડીઓએ મેળવેલી સફળતાને કારણે સમાજના  વિચારો બદલાવા લાગ્યા છે. હવે લોકો એવું સમજે છે કે રમતમાં કારકીર્દિનો અર્થ માત્ર દુનિયામાં નંબર-1 બનવાનો જ હોતો નથી. એવું પણ નથી કે રમત સાથે જોડાયેલી તમામ સંભાવનાઓમાં યુવાનો પોતાની કારકીર્દિ બનાવી શકે છે. કોઈ કોચ બની શકે છે, તો કોઈ સ્પોર્ટ સોફ્ટવેરમાં કમાલ કરી બતાવે છે. સ્પોર્ટસ મેનેજમેન્ટ પણ રમત સાથે જોડાયેલું એક મોટું ક્ષેત્ર છે. કેટલાક યુવાનો રમતગમત અંગેના લેખમાં શાનદાર કારકીર્દિ બનાવી રહ્યા છે. તેવી જ રીતે  રમતની સાથે સાથે ટ્રેનર, ફિઝીયોથેરાપીસ્ટ અને ડાયેટિશ્યન જેવી તમામ તકો ઊભી થતી હોય છે. આ તમામ ક્ષેત્રોમાં યુવાનો પોતાના માટે કારકીર્દિ જોઈ રહ્યા છે. આગળ ધપો, દેશ આ માટે વ્યવસાયિક શિક્ષણ સંસ્થાઓ ઊભી કરી રહ્યો છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો વર્ષ 2018માં અમે મણિપુરમાં દેશની પ્રથમ નેશનલ સ્પોર્ટસ યુનિવર્સિટીની સ્થાપના કરી. સ્પોર્ટસમાં ઉચ્ચ શિક્ષણ માટે ઉત્તર પ્રદેશમાં પણ મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ યુનિવર્સિટી શરૂ થઈ રહી છે. આઈઆઈએમ રોહતકે સ્પોર્ટસ મેનેજમેન્ટમાં પીજી ડિપ્લોમાં પણ શરૂ કર્યો છે. આપણાં ગુજરાતમાં 'સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટી' પણ તેનું એક મોટું ઉદાહરણ છે. 'સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટી' એ રમતો માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવી છે. મને કહેવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર રમત ઈકો-સિસ્ટમ અને માળખાકીય સુવિધાઓને વધુ વ્યાપક બનાવવા માટે તાલુકા અને જિલ્લા કક્ષાઓ પણ રમત સંકુલો બનાવી રહી છે. આ તમામ પ્રયાસો રમતની દુનિયામાં ગુજરાત અને ભારતની વ્યવસાયિક હાજરી વધુ મજબૂત બનાવશે. મારૂં એક સૂચન એ પણ છે કે ગુજરાતના વિશાળ સમુદ્રકાંઠાના સંશાધનો, આપણી પાસે લાંબો સાગરકાંઠો છે, આટલો મોટો સમુદ્ર તટ  પણ છે. હવે આપણે રમત માટે, સ્પોર્ટસ માટે આપણાં આ સાગર ક્ષેત્ર માટે પણ રમતની દિશામાં આગળ આવવાની જરૂર છે. આપણે ત્યાં આટલા સારા બીચ છે. ખેલ મહાકુંભમાં બીચ સ્પોર્ટસની સંભાવનાઓ અંગે પણ વિચાર કરવો જોઈએ.

સાથીઓ,

તમે જ્યારે રમશો, ચુસ્ત રહેશો, સ્વસ્થ રહેશો તો જ દેશના સામર્થ્ય સાથે જોડાઈ શકશો. અને દેશના સામર્થ્યમાં તમે મૂલ્યવૃધ્ધિ કરનારા મહારથી બની શકશો. અને આવું થશે તો જ તમે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકશો. મને ખાત્રી છે કે આ મહાકુંભમાં આપ સૌ સ્ટાર પોતપોતાના ક્ષેત્રમાં ચમકી ઉઠશો. નૂતન ભારતના સપનાં સાકાર કરશો. હું યુવાનોના તમામ પરિવારોને આગ્રહ કરવા માંગુ છું કે સમય ઘણો બદલાઈ ચૂક્યો છે. જો તમારૂં સંતાન, ભલે દિકરો હોય કે દિકરી, જો તેને રમતમાં રૂચિ હોય તો તેને શોધી કાઢો અને તેને પ્રોત્સાહન આપો. તમે આગળ ધપવા માટે તેન પ્રોત્સાહન આપો. તેને તમે પુસ્તકો તરફ પાછો ખેંચશો નહીં. આવી રીતે હું પ્રથમ દિવસથી જ એટલે કે જ્યારે ખેલ મહાકુંભ શરૂ થયો ત્યારથી કહી રહયો છું કે ગામમાં જ્યારે ખેલ મહાકુંભનો કાર્યક્રમ ચાલતો હોય છે ત્યારે સમગ્ર ગામ ત્યાં હાજર રહેવું જોઈએ. તાલીઓ વગાડવાથી પણ ખેલાડીઓના ઉત્સાહમાં ઘણો વધારો થતો હોય છે. ગુજરાતનો દરેક નાગરિક કોઈને કોઈ ખેલ મહાકુંભના કાર્યક્રમમાં રૂબરૂ હાજર રહેવા જોઈએ. તમે જુઓ, ગુજરાતની રમતની દુનિયામાં આપણો ઝંડો ફરકતો રહેશે. ભારતના ખેલાડીઓમાં ગુજરાતના ખેલાડીઓ પણ જોડાઈ જશે. આવી અપેક્ષા સાથે હું ફરી એક વખત ભૂપેન્દ્રભાઈ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. તમામ યુવાનોને શુભેચ્છા પાઠવું છું. મારી સાથે બોલો ભારત માતાકી જય!

ભારત માતાકી જય!

 ભારત માતાકી જય!

 ભારત માતાકી જય!

  • Surya Prasad Dash March 09, 2025

    Jay Jagannath 🙏
  • krishangopal sharma Bjp March 03, 2025

    मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹🙏🌹🙏🌷🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp March 03, 2025

    मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹🙏🌹🙏🌷🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • JBL SRIVASTAVA July 04, 2024

    नमो नमो
  • MLA Devyani Pharande February 17, 2024

    जय श्रीराम
  • Vaishali Tangsale February 15, 2024

    🙏🏻🙏🏻👏🏻
  • Vaishali Tangsale February 15, 2024

    🙏🏻🙏🏻
  • Shidray s shivapur May 22, 2023

    jai modiji🙏🙏
  • Keka Chatterjee March 01, 2023

    jai hind.Bharot Mata ki jai.🙏🙏🙏🙏🙏🙏
  • Laxman singh Rana July 30, 2022

    namo namo 🇮🇳🙏🚩
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'They will not be spared': PM Modi vows action against those behind Pahalgam terror attack

Media Coverage

'They will not be spared': PM Modi vows action against those behind Pahalgam terror attack
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 23 એપ્રિલ 2025
April 23, 2025

Empowering Bharat: PM Modi's Policies Drive Inclusion and Prosperity