તમારામાંથી ઘણા લોકો એવો હશે, જેમને કદાચ રાત્રે ઊંઘ નહીં આવે, તમારા મનમાં એવો સવાલ હશે કે પ્રધાનમંત્રી એવું કેમ કરી રહ્યા છે ? એનું કારણ છે કે કદાચ સૂરજકુંડની આ જગ્યાની નજીક રેલવે લાઇન નથી. એટલે પાટાનો અવાજ નહીં આવે અને તમારામાંથી મોટાભાગના લોકો એવા છે જેમને જ્યાં સુધી રેલવે તથા પાટાનો અવાજ ન આવે, તેમને ઊંઘ નહીં આવતી હોય અને એટલા માટે ક્યારેક ક્યારેક તમારા જેવા લોકો માટે સુવિધા પણ અસુવિધા બની જાય છે.
એક અનોખો પ્રયાસ છે, મારા લાંબા અરસાનો અનુભવ છે કે જો આપણે કંઇક પરિવર્તન કરવા માગીએ છીએ તો બહારથી કેટલાય પણ વિચાર મળી રહે, યુક્તિ મળી રહે, સૂઝાવ મળી રહે, તેના એટલા પરિણામ તથા પ્રભાવ નથી હોતા, જેટલો અંદરથી એક અવાજ ઊઠે. તમે તે લોકો છો, જેમણે જીંદગીએમાં વિતાવી છે. કોઇએ 15 વર્ષ , કોઇએ 20 વર્ષ , કોઇએ 30 વર્ષ, દરેક વળાંક તમે લોકોએ જોયા છે. ગતિ ક્યારે ઓછી થઇ, ગતિ ક્યારે વધી ગઇ, એ પણ તમને ખબર છે, અવસર શું છે તે પણ ખબર છે, પડકાર શું છે એ પણ ખબર છે. અડચણો કઈ છે એ પણ યોગ્ય રીતે ખબર છે. અને એટલા માટે મારા મનમાં એ વિચાર આવ્યો હતો કે આટલી મોટી રેલવે, આટલી મોટી તાકાત, શું ક્યારેક આપણે બધા મળીને બેસીને વિચારીએ કે શું આખી દુનિયા બદલાઇ ગઇ, આખી દુનિયાની રેલવે બદલાઇ ગઇ, શું કારણ છે કે આપણે એક સીમામાં બંધાયેલા છીએ, મોટાભાગે તો સ્ટોપેજ કેટલાય પણ વધારીશું કે ડબ્બા કેટલાય વધારીશું, તેની આસપાસ આપણી દુનિયા ચાલી છે.
ઠીક છે, છેલ્લી શતાબ્દીમાં આ બધી ચીજો આવશ્યક હતી, આ શતાબ્દી પૂરી રીતે ટેક્નોલોજી પ્રભાવી શતાબ્દી છે, વિશ્વમાં ઘણા પ્રયોગ થયા છે, પ્રયાસ થયા છે, નવીનીકરણ થયું છે, ભારતે એ વાત સમજવી પડશે કે રેલવે, આ ભારતની ગતિ અને પ્રગતિની એક મોટી વ્યવસ્થા છે. દેશે જો ગતિ મેળવવી હશે તો તે રેલવે પાસેથી મળશે, દેશે જો પ્રગતિ જોઇએ તો પણ રેલવે પાસેથી મળશે. પરંતુ જે વાત રેલવેમાં છે, તે જ્યાં સુધી તેની સાથે પોતાને નથી ઓળખી શકતા, ત્યાં સુધી એટલું મોટું પરિવર્તન સંભવ નથી, જે ગેંગમેન છે તે પોતાનું કામ સારી રીતે કરતો હશે, જે સ્ટેશન માસ્તર છે, તે પોતાનું કામ સારી રીતે કરતો હશે, જે ક્ષેત્રીય મેનેજર હશે તે સારું કામ કરતો હશે, પરંતુ જો ત્રણેય ટુકડામાં સારું કામ કરતા હશે તો ક્યારેય પરિણામ આવવાનું નથી. અને એટલા માટે જરૂરી છે કે આપણું એક મન બને, આપણે સહું મળીને વિચારીએ કે આપણે દેશને શું આપવું છે. શું આપણે એવી રેલવે ઇચ્છીએ છીએ, કે આપણો જે ગેંગમેન છે, તેનો દિકરો પણ મોટો થઇને ગેંગમેન બને? તેમાં ફેરફાર લાવવા ઇચ્છું છું. આપણે એવો માહોલ બનાવીએ કે આપણો એક ગેંગમેનનો પુત્ર પણ એન્જીનીયર બનીને રેલવેમાં નવું યોગદાન આપનારો કે કેમ ન બને? રેલવે સાથે જોડાયેલો ગરીબથી ગરીબ આપણો સાથી, નાનામાં નાના તબક્કા પર કામ કરનારો આપણે વ્યક્તિ, તેની જીંદગીમાં ફેરફાર કેવી રીતે આવે? અને આ ફેરફાર લાવવા માટે જરૂરી છે કે રેલવે પ્રગતિ કરે, રેલવે વિકાસ કરે, રેલ આર્થિક રૂપથી સમૃદ્ધ બને. તો એનો ફાયદો દેશને ત્યારે મળશે, મળશે, ઓછામાં ઓછું રેલ પરિવારના જે આપણા આ 10, 12, 13 લાખ લોકો છે, તેમાં જે નાના તબક્કાના લોકો છે, તેમને ઓછામાં ઓછો મળવો જોઇએ. આ જે પ્રકારથી આપણે ચલાવી રહ્યા છીએ, ક્યારેક મન ચિંતા સતાવી રહી છે કે મારા લાખ્ખો ગરીબ પરિવારોનું શું થશે? નાના – નાના લોકો જે અહીં કામ કરી રહ્યા છે, તેમનું શું થશે? સૌથી પહેલા રેલવેની પ્રગતિનો ફાયદો રેલવે પરિવારના જે લાખો નાના તબક્કાના લોકો છે, તેમને અનુભવ થશે, જો આપણી સામે રોજ કામ કરે છે, રોજીંદુ પોતાની જીંદગી આપણી સાથે ગુજારે છે, તેમની જીંદગીમાં ફેરફાર લાવવા માટે વિચારીશું, રેલવે બદલવાનું મન આપોઆપ બની જશે. દેશની પ્રગતિનો લાભ બધાને મળશે,
ક્યારેક ક્યારેક તમારામાંથી ખૂબ જ મોટા – મોટા લોકો હશે, જે મોટા મોટા સેમિનારમાં ગયા હશે, વૈશ્વિક સ્તરની, કોન્ફરન્સમાં ગયા હશે, ઘણી નવી નવી વાતો તેમણે સાંભળી હશે, પરંતુ આવ્યા બાદ તે વિચાર – વિચાર રહી જાય છે. એક સપનું જોયું હતું, એવું લાગી રહ્યું છે. આવીને ફરીથી પોતાની જૂની વ્યવસ્થામાં, ઢગલામાં જ આપણે દબાઇ જઇએ છીએ. આ સામૂહિક ચિંતનથી, અને દરેક તબક્કાના લોકો અહીં છે, સાથે રહેવાના છે, ત્રણ દિવસ સાથે રહેશે. એવું ખૂબ જ ઓછું બને છે, કદાચ પહેલી વખત બનતું હશે. સમૂહ ચિંતનનો જેની પાસે અનુભવ પણ છે અને જેની પાસે એક વૈશ્વિક અનુભવ પણ છે. આ બંને લોકો જ્યારે મળે છે તો કેટલો મોટો ફેરફાર લાવી શકે છે.
આપણે કલ્પના કરી શકીએ છીએ, તમારી વ્યવસ્થા અંતર્ગત લગભગ સવા બે કરોડથી પણ વધારે લોકો પ્રતિદિન તમારી સાથે જોડાય છે. લાખો ટન માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, પરંતુ આપણી ગતિ, આપણો સમય, આપણી વ્યવસ્થા, જ્યાં સુધી આપણે નહીં બદલાઇએ, હવે સમગ્ર વિશ્વમાં જે ફેરફાર આવી રહ્યો છે, તેના આપણે ન લાભાર્થી બની શકીશું, ન ફાળો આપી શકીશું. આ ચિંતન શિબિરમાંથી શું નીકળે, કોઇ એજન્ડા નથી. એજન્ડા તમારે નક્કી કરવાનો છે, હલ પણ તમારે શોધવાનો છે, જે વિચાર ઊભરીને સામે આવે તેનો રોડ મેપ પણ તમારે જ બનાવવાનો છે અને બહારની કોઇ પણ વ્યક્તિ આ કરે, તેના કરતા ઉત્તમથી ઉત્તમ તમે કરી શકશો એનો મને પૂરો ભરોસો છે.
અને એટલા માટે આ સામૂહિક ચિંતન એક ખૂબ જ મોટું સામર્થ્ય આપે છે. સહ-જીવનની પણ એક શક્તિ છે. તમારામાંથી ઘણા લોકો એવા હશે, જેમને પોતાના સાથીની શક્તિઓનો પરિચય પણ નહીં હોય. તેમાં કોઇ તમારો દોષ નથી, આપણા કાર્યની રચના જ એવી છે કે આપણે પોતાને ખૂબ જ ઓછા જાણીએ છીએ, કામને જરૂર જાણીએ છીએ. અહીં સહ જીવનના કારણે તમારી આજુ બાજુમાં જે 12, 15 , 25 લોકો કામ કરે છે, તેમની અંદર જે અતિ સામાન્ય તાકાત છે, આ હલકા ફૂલકા વાતાવરણમાં તમને એનો અહેસાસ થશે. તમારી પાસે જેટલા સક્ષમ માનવસ્ત્રોત છે. જેમને ક્યારેય ઓળખવામાં આવ્યા નથી, સાથે રહેવાના કારણે તમને ધ્યાનમાં આવશે.
જ્યારે તમે ચર્ચા કરશો, ખુલીને કરશો, તો તમને ધ્યાનમાં આવશે, અરે ભાઇ આ તો પહેલા ફક્ત ટિકિટ બારી પર બેસતા હતા અને ક્યારેય વિચાર્યું નહોતું કે એટલું વિચારતા હશે. એમની પાસે આટલી યુક્તિ હશે. ક્યારેક કોઇ એકને લઇએ તો યાર, આ તો આપણા સાહેબને આપણે તો વિચારી રહ્યા હતા કે ભાઇ ગંભીર છે, ડર લાગતો હતો તેમનો, નહીં – નહીં તો એ તો મોટી માનવ માનસિકતા છે અને તેમને તો ક્યારેય વાત પણ ન કરી શકાય. આ દિવાલ પડી જશે. અને કોઇ પણ સંગઠનની શક્તિ તે વાતમાં છે કે જ્યારે પદક્રમની દિવાલ પડી જાય, પોતાનાપણાનો પારિવારિક માહોલ બની જાય, તમારા જોતા જ તેમાં પરિવર્તન આવવાનું શરૂ થઇ જાય છે.
તો આ સહજીવન, સહજીવન પોતાનામાં જ એક ખૂબ મોટી તાકાતના રૂપમાં પરિવર્તિત થવાનું છે. અહીંયા જે વિષયોની રચના કરવામાં આવી છે, તે રચના પણ ઘણા મંથન બાદ નીકળી. મને જણાવવામાં આવ્યું કે લગભગ એક લાખથી વધારે લોકોએ આ સમગ્ર વિચાર પ્રક્રિયામાં યોગદાન આપ્યું છે. કોઇએ પેપર લખ્યા છે, કોઇએ નાના સમૂહમાં ચર્ચા કરી છે, તેમાંથી અમુક તથ્ય નીકળ્યા તેને ફરીથી ઉપર મોકલવામાં આવ્યા છે, કોઇએ ઓનલાઇન વિચાર મોકલ્યા છે, કોઇએ પોતાના એસએમએસનો ઉપયોગ કરીને કામ કર્યું છે, પરંતુ નીચેથી ઉપરના તબક્કાના એક લાખ લોકો, રેલવે સ્થિતિ શું છે, સંભાવના શું છે, સામર્થ્ય શું છે, પડકાર શું છે, સપના શું છે, તેને જો પ્રસ્તુત કરે છે તો, એ તમારા લોકોનું કામ છે આટલા મોટા મંથનમાંથી મોતી કાઢવાનું.
એક લાખ સાથીઓનું યોગદાન છે, નાની વાત નથી, ખૂબ જ મોટી ઘટના છે આ. પરંતુ જો આપણે તેમાંથી મોતી શોધવામાં નિષ્ફળ રહ્યા, અને મેં સાંભળ્યું છે કે તમે ઘણી મોટી સંખ્યામાં અહીં આ શિબિરમાં છો. તમે લોકો ખૂબ જ બારીકાઇથી મહેનત કરવાનો પ્રયત્ન કરશો, તો એમાં સારામાં સારા મોતી નીકળશે. અને આ મોતી જે નીકળશે, જે અમૃત – મંથનથી નીકળશે તે રેલવેને નવી ઊંચાઇ પર લઇ જવાના કામમાં આવશે.
પહેલા મારા મનમાં વિચાર એવો હતો કે આજે સાંજે હું તમારી વચ્ચે છું, તમારા સહુની સાથે ભોજન લઉં, એમ પણ હું વધારે સમય આપનાર વ્યક્તિઓમાં છું, મારી પાસે વધારે કામ – બામ હોતું નથી, તો બેસી જઉં છું, સાંભળી લઉં છું બધાને. પરંતુ સભાગૃહ ચાલૂ હોવાના કારણે એવો કાર્યક્રમ બની શક્યો નથી. પરંતુ પરમદિવસે હું આવી રહ્યો છું, આ હું ધમકી નથી આપી રહ્યો, હું તમારા દર્શન માટે આવી રહ્યો છું. તમારા સહુના દર્શન કરવા માટે આવી રહ્યો છું. તમે લોકો જે મંથન કરી રહ્યા છો. તે અમૃતનું આચમન કરવા માટે આવી રહ્યો છું. કારણ કે તમે છો તો રેલવે છે, તમે છો તો ભવિષ્ય છે. અને તમારી પર મારો ભરોસો છે અને એટલા માટે તમારી પાસે આવી રહ્યો છું. મળવા માટે આવી રહ્યો છું, ખુલ્લા માહોલમાં તમને મળીશ. ત્યાંના જે મંથનથી નીકળશે, તેને સમજવાનો હું પ્રયાસ કરીશ. જે મુશ્કેલી છે તેને સમજવાનો પ્રયાસ કરીશ. નીતિઓ નિર્ધારિત કરતા સમયે જરૂર આ વાતોનો પ્રભાવ રહેશે.
તમે જોયું હશે કે, અને તમને પૂરી રીતે ધ્યાનમાં હશે કે મારો કોઇ રાજકીય હેતૂ નથી. રેલવે બજેટ જે પહેલા આવ્યું સરકારનું, ત્યારથી તમે જોયું હશે, સામાન્ય રેલવે બજેટનો હેતુ એ રહેતો હતો કે કયા એમપીને ક્યાં ટ્રેન મળી, કોઇક એમપીને ક્યાં સ્ટોપેજ મળ્યું, કોઇ એમપી માટે નવો ડબ્બો જોડાઇ ગયો, અને આખું રેલવે બજેટ તાળીઓના ગડગડાટની બાબત પર થતું હતું. અને મેં જ્યારે આવીને જોયું કે આટલી જાહેરાતો થઇ છે, શું થયું છે. લગભગ 1500 જાહેરાતો એવી મારા ધ્યાનમાં આવી કે જે ફક્ત બજેટના દિવસે તાળીઓ વગાડ્યા સિવાય કોઇ કામમાં આવી નહોતી. આ કામ હું પણ કરી શકતો હતો, હું પણ તાળીઓ વગાડાવીને ખુશી આપી શકતો હતો, વાહ – વાહ મોદીજીએ કેટલું સારું રેલ બજેટ આપ્યું છે, સારું થયું છે. મેં તે રાજકીય લોભથી પોતાને દૂર રાખ્યો છે અને મોટી હિંમત કરીને આ પ્રકારની લોભામણી વાતો કરવાની જગ્યાએ મેં વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવાનું સાહસ કર્યું છે.
મેં રાજકીય નુકસાન ભોગવવાની હિંમત કરી છે, એટલા માટે મારું પહેલું સપનું છે કે રેલવેમાં મારો સૌથી નાનો જે સાથી છે, જે ક્યાંય ક્રોસિંગ પર ઊભો રહેતો હશે, ક્યાંક ઝંડો લઇને ઊભો રહેતો હશે, ક્યાંક સવારે ટ્રેક પર પગપાળા ચાલતો હશે, શું તેના બાળકો ભણીગણીને, આજે જે મોટા મોટા અધિકારીઓ પરિવારમાં દેખી રહ્યા છીએ, શું તે બાળકો પણ એ સ્થાન પર પહોંચી શકે છે કે કેમ? અને આ મારું સપનું ત્યારે પૂરું થશે, જ્યાંરે હું રેલવેને તાકાતવાન બનાવીશ, રેલવેને સામર્થ્યવાન બનાવીશ. અને રેલવે સામર્થ્યવાન બનશે તો પોતાની જાતે જ દેશને લાભ થવાનો જ છે. અને એટલા માટે મારા સાથીઓ તાત્કાલિક લાભ લેવાનો કોઇ મોહ નથી. રાજકીય લાભ લેવાનો બિલકુલ મોહ નથી. ફક્ત અને ફક્ત શતાબ્દી બદલાઇ છે, રેલવે પણ બદલાવી જોઇએ.
21મી સદીને અનૂકુળ આપણે નવી રેલવે, નવી વ્યવસ્થા, નવી ગતિ, નવું સામર્થ્ય, આ બધું આપવું છે અને લોકો મળીને આપી શકે છે. જો આપણામાંથી કોઇ એક પહેલા નાના એકાદ મકાનમાં રહે છે તો ગુજારો તો કરે છે, પરંતુ કંઇ સારી સ્થિતિ બની અને માની લો કે તે ફ્લેટમાં રહેવા ગયો, તો ફરી નવી રીતે કેવી રીતે રહેવું, કોણ ક્યાં રૂમમાં રહેશે, મહેમાન આવશે તો ક્યાં બેસસે, બધું વિચારવાનું શરૂ કરે છે અને થઇ પણ જાય છે. માણસ ફેરફાર લાવી દે છે. પહેલા એક રૂમમાં રહેતો હતો ત્યારે પણ જીવન જીવતો હતો, પરંતુ તે પ્રકારથી જીંદગીને અનૂકુળ બનાવી લેતો હતો, જો આપણે સ્વર બદલીએ કે આપણે 21મી સદી, બદલાયેલી સદીમાં પોતાને સેટ કરવા છે તો આપણે પણ ફેરફાર શરૂ કરી દઇશું અને આ સંભવ છે.
સાથીઓ તમારામાંથી જેટલાનો રેલવે સાથેનો સંબંધ રહ્યો હશે, ઓછામાં ઓછો મારો સંબંધ જૂનો છે. મારું બાળપણ રેલવેના પાટાઓ પર વિત્યું છે. અને હું એક પ્રકારથી તમારી વચ્ચેનો જ છું. રેલવેવાળો જ છું હું. અને તે સમયે મેં બારીકાઇથી બાળપણમાં રેલવેને આ પ્રકારથી જોઇ છે. કંઇ બીજું જીંદગીમાં હતું નહીં, જેં કઇં પણ જોયું તે રેલવે જ જોયું. અને તેની સાથે મારું બાળપણ મારી સાથે એવું જોડાયું છે કે હું આ ચીજોને બરાબર યોગ્ય રીતે સમજું છું. અને જે પ્રકારથી બાળપણનો લગાવ રહ્યો છે, તેમાં ફેરફાર લાવવાનો જ્યારે અવસર મળે છે તો કેટલો બધો આનંદ થાય છે, આ તમે કલ્પના કરી શકો છો. રેલવેમાં ફેરફાર થશે, તેનો આનંદ જેટલો તમને હશે, મને તેનાથી જરાય પણ ઓછો નહીં થાય. કારણ કે હું તે જ પરિસરમાં ઉછરીને નીકળ્યો છું. આજે પણ જ્યારે હું કાશી જઉં છું મારા લોકસભાના ક્ષેત્રમાં તો હું રેલવેની વ્યવસ્થામાં રાત્રે રહેવા જતો રહું છું. મને જેવું પોતાનાપણું લાગે છે. સારું લાગે છે. નહીં તો પ્રધાનમંત્રી માટે ક્યાંય બીજે પણ વ્યવસ્થા મળી શકે છે. પરંતુ હું તે રેલવેના ગેસ્ટ હાઉસમાં જ જઇને રહું છું. મને ઘણું પોતાનાપણું અનુભવાય છે.
તો મારો એટલો સંબંધ તમારી સાથે છે. અને એટલા માટે મારી તમારી પાસેથી અપેક્ષા છે કે આવો આપણે આ ત્રણ દિવસ સર્વાધિક ઉપયોગ કરીએ, સારું કરવાના ઇરાદાથી કરીએ. સારું કરવા માટે જવાબદારી ઉઠાવવાના સાહસ સાથે કરીએ. સાથીઓને જોડવાની કઇ વ્યવસ્થા હોય? આપણું નવું માનવ સ્ત્રોતનું મેનેજમેન્ટ શું હોય? આ બધી બાબતોને તમે જોઇને ચિંતન કરો.
દેશને ચલાવવા માટે, દેશને ગતિ આપવા માટે, દેશને પ્રગતિ આપવા માટે તમારાથી મોટું કોઇ બીજું સંગઠન નથી. કોઇ મોટી વ્યવસ્થા નથી. એક તરફ હિન્દુસ્તાનની બધી વ્યવસ્થાઓ અને એક તરફ રેલવેની વ્યવસ્થા – એટલો મોટો સમૂહ છે. તમે શું નથી કરી શકતા? અને એટલા માટે હું તમને આગ્રહ કરું છું કે સમયનો ઉપયોગ થાય, ધ્યાન કેન્દ્રીત થાય, કંઇક કરવું, કાઢવાના ઇરાદા સાથે થાય, અને આગામી કામના સમયમાં વિચારીએ. મુશ્કેલીઓ ખૂબ જ આવી હશે, તકલીફ ખૂબ જ થઇ હશે. અન્યાય થયો હશે, અહીં પોસ્ટિંગ જોઇએ, ત્યાં થઇ ગયું. અહીં પ્રમોશન થવું જોઇએ, નહીં થયું હોય. એવી ઘણી વાતો હશે, ફરિયાદોની કમી નહીં હોય, પરંતુ આ દિવસે – દિવસે આગામી દિવસો માટે, સવા સો કરોડ દેશવાસીઓ માટે, બદલાતા વિશ્વમાં ભારતનો ઝંડો રોપવા માટે તમને લોકોને મારી શુભકામનાઓ છે, ઉત્તમ પરિણામ આપો, આ અપેક્ષા સાથે ખૂબ – ખૂબ ધન્યવાદ.