આજે જે મહાનુભાવોનું સન્માન થયું છે. સત્કાર થયો છે. તે તમામને હું હ્દયથી અભિનંદન પાઠવું છું અને ખૂબ – ખૂબ શુભકામનાઅ આપું છું. પ્રેસ કાઉન્સિલ, 50 વર્ષ પૂર્ણ કરી રહી છે. પરંતુ એ પણ સાચું છે કે તેમાં એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે પ્રેસ કાઉન્સિલને પૂરી કરી દેવામાં આવી હતી. એટલા માટે બની શકે છે કે આ સમયને ઉમેરીને કરીએ તો તમારે ફરીથી બે વર્ષ પછી 50 વર્ષ મનાવવા મળશે. જોકે 1916માં કદાચ, સ્વીડનમાં તેની દિશામાં કામ થયું, પરંતુ ત્યારે તેનું નામ હતું , તે હતું કોર્ટ ઓફ ઓનર ફોર ધ પ્રેસ અને ત્યાર બાદથી તેનું નામ બદલાતા બદલાતા પ્રેસ કાઉન્સિલ અને ચાલ્યું તથા કદાચ દુનિયામાં આજકાલ તે પ્રેસ કાઉન્સિલ આ નામથી જ પરિચિત છે. એક સ્વતંત્ર વ્યવસ્થા છે, અને આ વ્યવસ્થા મોટાભાગે તો આ ક્ષેત્રની સ્વતંત્રતા જાળવી રાખવા, અભિવ્યક્તિની આઝાદી જાળવી રાખવી, અને ક્યારેય કોઇ તકલીફ આવે તો જાતે આગળ વધીને તેનું સમાધાન શોધવા, પોતે જ તેમાં ફેરફાર કરવા, તે પ્રકારથી જ જૂના યુગમાં એટલા પડકારો નહોતા જેટલા કદાચ આ યુગમાં છે.
પત્રકારિતા સાથે જોડાયેલા ખૂબ જ જે વરિષ્ઠ લોકો છે, તેમની પાસે વિચારવાનો સમય રહેતો હતો, જ્યારે તે પોતાનો રીપોર્ટ ફાઇલ કરીને સાંજે ઘરે પરત ફરતો હતો, ત્યારે પણ મગજમાં રહેતું હતું કે મેં આજે રીપોર્ટ ફાઇલ કર્યો છે. કાલે છપાઇ જશે, કદાચ આ શબ્દ ઠીક નહીં રહે, તો ફરી ઘરે જઇને પ્રયત્ન કરતો હતો કે ડેસ્કના જે ચીફ હશે તેનો સંપર્ક કરવો છે કે એડિટરનો સંપર્ક કરવો છે, હવે ભાઇ હું લખીને આવ્યો હતો પરંતુ કદાચ આ શબ્દ ઠીક નહીં રહે, લાગે છે આ શબ્દ યોગ્ય રહેશે. તે સમયે ટેલિફોન દ્વારા સંદેશ શક્ય નહોતો, ક્યારેક તે પરત જતો રહેતો હતો, રાત્રે પણ અને પેજ પ્રગટ કરવાના સમયે જઇને, એર ભાઇ કંઇ જુઓ, આ ન થાય તો. તેની પાસે લખ્યા બાદ પણ સવારે છપાય ત્યાં સુધી તેના મન પર એક દબાણ રહેતું હતું. ચિંતા રહેતી હતી, કે હું જે રીપોર્ટ કરીને આવ્યો છું, જે હું લખીને આવ્યો છું, કાલે પ્રગટ થશે તો તેનો શું – શું પ્રભાવ પડશે, મારો શબ્દ ઠીક હતો કે નહીં ? મારી આ હેડલાઇન, મેં બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, ઉચિત છે ? અને તેને સુધારવા માટે પ્રયત્ન પણ કરતો હતો.
આજે જે પણ લોકો છે તેમની પાસે આ અવસર જ નથી. એટલી ઝડપી ગતિથી તેમને દોડવું પડે છે. સમાચારમાં પણ સ્પર્ધા છે, ઉદ્યોગ ગૃહોની પણ સ્પર્ધા છે, એવામાં તેમની સામે મોટું સંકટ રહે છે, કે ભાઇ પછી જે બોલનારા માટે બોલી દીધું, બોલી દીધું, દેખાડનારા માટે જે દેખાડી દીધું, દેખાડી દીધું અને છાપનારા છાપી દેતા, પરંતુ તે પહેલા, હવે તેમને પણ ઓનલાઇન મીડિયા ચલાવવું પડે છે. એટલે કે ઝડપથી ફેરફાર આવ્યો છે.
આ ફેરફારની સ્થિતિમાં આ પ્રકારની સંસ્થાઓ, કેવી રીતે આ બધાને મદદરૂપ થઇએ, તેમની મુશ્કેલીઓ કેવી રીતે દૂર કરીએ? સિનિયર લોકો બેસીને નવી પેઢીના લોકોને કેવી રીતે ઉપયોગી થવું, તેની એક રીત તૈયાર કરે, કારણ કે આ એવું ક્ષેત્ર છે, તે ક્ષેત્રને, મહાત્મા ગાંધી કહેતા હતા કે અનિયંત્રિત લેખનથી ખૂબ જ મોટું સંકટ પેદા થાય છે, પરંતુ મહાત્મા ગાંધી એમ પણ કહેતા હતા, કે એક બહારનું નિયંત્રણ તો તબાહી પેદા કરી દે છે. અને એટલા માટે બહારના નિયંત્રણની કલ્પના તે સમાજને આગળ લઇ જનારી કલ્પના હોઇ જ ન શકે.
સ્વતંત્રતા, તેની અભિવ્યક્તિ, તેની આઝાદી, તેના સિદ્ધાંતને પકડવો, પરંતુ સાથે – સાથે અનિયંત્રિત અવસ્થા, આપણે કેટલા પણ તંદુરસ્ત કેમ ન હોઇએ , છતાં પણ માતા કહે છે કે અરે ભાઇ થોડું ઓછું ખાઓ, આ ન ખાઓ. કોઇ માતા દુશ્મન નથી, પરંતુ તે માતા ઘરમાં છે એટલા માટે કહી રહી છે. બહારવાળો કહે તો? કે ભાઇ તું કોણ છે મારા પુત્રની ચિંતા કરનારો, હું છું. અને એટલા માટે આ વ્યવસ્થા એવી છે કે જે પરિવારમાં જ સંભાળવી જોઇએ, સરકારોએ તો જરા પણ તેમાં દખલ ન કરવી જોઇએ. તમે જ લોકોએ બેસીને આ કાઉન્સિલ જેવી વ્યવસ્થાના માધ્યમથી, સિનિયર લોકોના અનુભવના માધ્યમથી, અને સમાજના સર્વગ્રાહી હિતને જોઇને આપણે આ અવસ્થાઓને કેવી રીતે વિકસીત કરીએ? આ ખૂબ જ મુશ્કેલ છે કારણ કે પોતાનાઓની વચ્ચે કોઇની ટીકા કેવી રીતે કરીએ? કોઇ બહારવાળો કરી લે તો આપણે રીપોર્ટ કરવા માટે તૈયાર છીએ પરંતુ આપણે બેસીને શું કરીએ? અને એટલા માટે મુશ્કેલ કામ હોય છે.
આત્મવિલોપન ખૂબ જ મોટું કામ હોય છે. મને બરાબર યાદ છે, હું જ્યારે દિલ્હીમાં રહેતો હતો, મારી પાર્ટીનું, સંગઠનનું કામ કરતો હતો, તે દિવસોમાં કંદહારની ઘટના ઘટી હતી. હવે કંદહારની ઘટના થઇ, વિમાનનું અપહરણ થયું, અને આપણા દેશમાં ઇલેક્ટ્રોનિક મીડિયા તે સમયે શરૂઆતના સમયમાં હતું, તો એકદમ તેમનો પણ કોઇ દોષ નહોતો કે કંઈ, કેવી રીતે થઇ ગયું, પરંતુ તે શરૂઆતના સમયનો એક પ્રકાર હતો, પરંતુ તેમાં જે પરિવારના લોકો વિમાનમાં ફસાયેલા હતા, તેમના સમાચાર, તે પરિવારના લોકો ભેગા થઇ રહ્યા હતા, સરકાર વિરુદ્ધ નારા લગાવી રહ્યા હતા, અને બસ તેમને છોડાવી દો, અને જેવો અહીં ગુસ્સો વધતો હતો, ત્યાં આતંદવાદીઓનો જુસ્સો બુલંદ થઇ રહ્યો હતો કે અચ્છા – અચ્છા હિન્દુસ્તાનનો હાલ આવો છે કે હવે જે ઇચ્છીએ તે કરાવી શકીએ છીએ. પરંતુ આ ઘટના ચાલતી રહી, પરંતુ મારી જાણકારી છે કે બાદમાં મીડિયાના પણ તમામ લોકો બેઠા હતા, તમામ મુખ્ય લોકો બેઠા હતા. અંદર બેઠા હતા અને પ્રેસ કાઉન્સિલ કદાચ તેમાં નહોતી. પોતાની રીતે બેઠા હતા અને જાતે જ પોતાના વાળ ખેંચી લીધા હતા. હું માનું છું કે નાની ઘટના નથી. ઘણા લોકોને એ તો યાદ છે, કે એવું – એવું રીપોર્ટિંગ થયું હતું, પરંતુ ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે ખુદ મીડિયાના લોકોએ મળીને પોતાના જ વાળ ખેંચ્યા હતા, અને આપણે ભૂલ શું કરી, કેમ કરી, કેવી રીતે નુકસાન થયું, આપણે કેવી રીતે વહી ગયા? અને બધાએ મળીને, અમુક નિયમોનું પાલન કરવું જોઇતું હતું, તેની ઘણી ચર્ચા કરી હતી. અરુણજી અહીં બેઠા છે. કદાચ તેમને ખબર હશે કે કદાચ તેમની વચ્ચે શરૂઆત થઇ ગઇ હતી. અને તેમણે અમુક નિયમો નક્કી કર્યા હતા. હું સમજું છું કે આ ખૂબ જ મોટી સેવાનો અવસર હતો.
બીજો અવસર આવ્યો હતો, 26/11 વખતે. ત્યાર બાદ , ત્યાર બાદ જ્યારે મુંબઇની ઘટના ઘટી, તેમાં બેઠેલા, તેનો સંદર્ભ પણ આવ્યો. અફઘાનિસ્તાનવાળી ઘટનાનો. પરંતુ એટલા અલગ અલગ મંતવ્ય આવી ગયા કે તેઓ ન તો આત્મનિરિક્ષણ કરી શક્યા, એટલા માટે નહીં કે તેઓ કરવા નહોતા ઇચ્છતા, બેઠા હતા તો કરવા માટે, ખુદ જ બેઠા હતા, પરંતુ વાત અધૂરી છૂટી ગઇ. પરંતુ જ્યાં સુધી આ પ્રકારની સંવેદન માનસિકતા નેતૃત્વમાં, પ્રેસની દુનિયામાં છે, મીડિયાની દુનિયામાં છે, હું માનું છું ભૂલ અમારાથી પણ થાય છે, ભૂલ તમારાથી પણ થાય છે. ભૂલ બીજાથી પણ થાય છે. ભૂલના આધારે મીડિયાનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી. પરંતુ એક આનંદની વાત છે, તેમાં એક ખૂબ જ જવાબદાર વર્ગ છે, જે ઇચ્છે છે કે બેસીને ખરાબીઓથી કેવી રીતે બચાવીએ, કમીથી કેવી રીતે બચાવીએ, અને વધુ તાકાતવાળું કેવી રીતે બનાવીએ. એ પોતાનામાં જ આ જગત માટે એક ઉમદા પ્રયાસ છે, એવું હું માનું છું. અને આ નિરંતર ચાલતું રહેવું જોઇએ, પરંતુ બહારના નિયંત્રણોથી, બહારના નિયમોથી સ્થિતિ નહીં બદલાય.
જ્યારે દેશમાં ઇમરજન્સી આવી, પ્રેસ કાઉન્સિલને ખતમ જ કરી દેવામાં આવ્યું હતું એટલે કે મૂળભૂત વાત જ પૂરી કરી દેવામાં આવી હતી અને લગભગ દોઢ વર્ષ સુધી એ બંધ રહ્યું. બાદમાં (78) ઇઠ્ઠોતેરમાં જ્યારે મોરારજીભાઇની સરકાર આવી તો આ વ્યવસ્થાનો પુનર્જન્મ થયો અને તે સમયે મીડિયા પ્રત્યે મોટી ઉદારતાનો માહોલ હતો, જ્યારે (78) ઇઠ્ઠોતેરમાં ફરી આ કામ થયું ત્યારે. એનું રૂપ એમાંથી નિર્માણ થયું પરંતુ અત્યાર સુધી તે એમ જ ચાલી રહ્યું છે.
આ પ્રેસ કાઉન્સિલ સાથે જોડાયેલા લોકો હતા, પ્રેસ સાથે જોડાયેલા લોકોની પણ જવાબદારી બને છે કે આપણે સમયને અનુકૂળ પરિવર્તન લાવવા માટે શું – શું કરી શકીએ છીએ? નવી પેઢીને તૈયાર કરવા માટે શું કરી શકીએ છીએ? સરકારને પણ, એક તો થાય છે તે રોજનું આપણું જે ક્ષેત્ર છે તે દ્વારા આપણે સરકારને જે કહેવું છે કહેતા રહીએ, પરંતુ તે ઉપરાંત પણ એક વ્યવસ્થા બની શકે છે કે કેમ? કે જેમાં સરકારની જાણકારીઓનો અભાવ, તેના કારણે સમસ્યા કેવી રીતે પેદા થાય છે? સરકારને જાણકારી આપવાની રીત જો 30 વર્ષ જૂની હશે તો કેવી રીતે કામ ચાલશે? પરંતુ સરકારમાં આ ફેરફાર લાવવા માટે પણ, સરકારની કાર્યશૈલીમાં ફેરફાર લાવવા માટે પણ, પ્રેસ કાઉન્સિલના સિનિયર લોકો મદદ કરી શકે છે. આપણે જાણકારી આપવાની રીત કેવી રીતે બદલીએ ? અને આ બધી સરકારોની જવાબદારી છે.
આ ઠીક છે, પત્રકારત્વનો એક અનિવાર્ય ભાગ એ પણ છે કે જે દેખાય છે, જે સંભળાય છે, તેના સિવાય પણ કંઇક શોધવું , એ તેનું મહત્વનું અંગ છે. તેને નકારી ન શકાય. પરંતુ ઓછામાં ઓછું જે સંભળાય અને દેખાય, તે પણ અમુક રીતે દેખાય. સંભળાય અને સમય પર સંભળાય, સમય પર દેખાય. આ જવાબદારી પ્રમુખ રીતે સરકારમાં બેઠેલા લોકોની છે. પરંતુ એ હું જોઇ રહ્યો છું કે આ કમ્યુનિકેશન ગેપને, કારણ કે દરેક વખતે, મારી પત્રકાર જગતના મિત્રો સાથેની મિત્રતા જૂની છે, તે બધા, તેમનું આ હંમેશા, અરે ભાઇ કંઇ ખબર જ નથી કે શું ચાલી રહ્યું છે. આ ઠીક છે તેને 10 ટકા જ માહિતી જોઇએ, 90 તો ફરીથી તે ક્યાંય પહોંચી જશે, લઇ આવશે. તેને ફક્ત ખબર પડવી જોઇએ કે અચ્છા આ થઇ રહ્યું છે. તે પછી પહોંચી જશે. તેની ફરિયાદ તે પહેલાવાળાની 10 ટકાની છે. પરંતુ દુર્ભાગ્ય એ પણ છે કે પછી સરકારોમાં પણ સિલેક્ટિવ લિકેજનો શોખ થઇ જાય છે. જે સારા લાગે છે જ્યાં સરકારની વાહવાહી થાય, તેમને જરા માહિતી આપી દો, આ એવી સરકારની ખરાબીઓ, ઉણપો, આ ક્યાંક ક્યાંક બિનગંભીર વલણ, એ પણ ફેરફારની જરૂરિયાત માગે છે.
પ્રેસ કાઉન્સિલમાં એવી પણ અમુક ચર્ચાઓ થાય છે, અને સરકારની સામે રાખવામાં આવે, સરકાર કરી શકે. ન કરી શકે, તો હું ન કહી શકું, પરંતુ ઓછામાં ઓછું એ પણ તો હોવું જોઇએ કે ભાઇ તમે અમને મીડિયાવાળાને તો, સવારે ઉઠતા જ તમારી લોકોની ફરિયાદ રહે છે, પરંતુ અમારી ફરિયાદ પણ તો સરકાર સાંભળે. આ બે તરફની ચેનલ, આ બે તરફની ચેનલ, જો આપણી , જીવંત હોય તો ફેરફારની અપેક્ષાઓ છે, બંને તરફથી અપેક્ષાઓ છે, અને તેનો લાભ જનતાને મળવો જોઇએ, તેનો લાભ કોઇ પાર્ટી સરકારમાં હોય કે કોઇ વ્યક્તિ સરકારમાં હોય, તેને ન મળવો જોઇએ. જે પણ ફાયદો છે તે જનતાને જવો જોઇએ, જે પણ ફાયદો છે તે ભવિષ્યને જવો જોઇએ. ઉજ્જવળ ભવિષ્ય માટે, પાયો નાંખવા માટે થવો જોઇએ. આ જો આપણે કરી શકીએ તો આવી સંસ્થાઓ, એવા અવસર ખૂબ જ ઓછા આવે છે અને તે અવસરનો આપણે ઉપયોગ કરવો જોઇએ.
વર્તમાન સમયમાં ખાસ કરીને પ્રેસના, મીડિયાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો, અને તાજેતરમાં જે હત્યાના સમાચારો આવ્યા, એ દર્દનાક છે. કોઇ પણ વ્યક્તિની હત્યા દર્દનાક છે, પરંતુ મીડિયાવાળાની પણ હત્યા એટલા માટે થઇ છે કે તે સત્ય બહાર લાવવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે તે જરા અતિ – ગંભીર બની જાય છે, વધારે ચિંતાજનક બની જાય છે. જ્યારે અમારી મુખ્યમંત્રીઓની સાથે એક મિટિંગ મળી હતી, ત્યારે મેં આગ્રહથી આ વિષય મૂક્યો હતો કે અમે ફક્ત આઝાદીના પક્ષકાર છીએ, અમે સ્વતંત્રતાના પક્ષકાર છીએ, આ આપણા સિદ્ધાંતોને આપણે કહેતા રહીએ છીએ કે આ પૂરતું નથી.
આપણી સરકારની જવાબદારી બને છે કે એવા લોકોની સાથે જે પણ ખોટું આચરણ થાય છે, તેમને ન્યાય મળવો જોઇએ, તેમની સુરક્ષાની ચિંતા થવી જોઇએ અને આ સરકારની પ્રાથમિકતાની યાદીમાં હોવું જોઇએ, નહીં તો સત્યને દબાવવાનો આ બીજો સૌથી ભયંકર પ્રકાર છે. એકાદ વખત કોઇ ગુસ્સામાં આવીને કોઇ મીડિયાની ટીકા કરી દે તો તે વાણી સ્વતંત્રતા છે, નકારાત્મક ભાગ છે, એવું માની લઈએ કે બધા લોકો માફ કરી દેશે પરંતુ કોઈ હાથ ઉપાડે, કોઈ શરીર પર વાર કરી દે, આ તો સૌથી મોટો ક્રૂર જુલમ છે સ્વતંત્રતા પર. હવે એટલા માટે સરકારોએ પણ આ વિષયમાં એટલું જ સંવેદનશીલ થવું, તેની પ્રાથમિકતાને લેવી ખૂબ જ જરૂરી છે. આ આનંદની વાત છે કે આજે આપણા અડોસ પડોસના દેશોના મહાનુભાવ પણ આપણી વચ્ચે છે. કારણ કે એક પ્રકારથી આજે આપણે બહોળા જગતનું , તેના પ્રભાવની અમુક સીમાઓ રહી નથી, આ ખૂબ જ ઝડપથી આગળ વધે છે. સંકલિત પ્રયાસ જેટલો હોય છે એટલો જ લાભ થાય છે.
નેપાળના ભૂંકપના સમાચારે સમગ્ર હિન્દુસ્તાનને નેપાળ દોડવા માટે પ્રેરિત કર્યું હતું. પરંતુ કોઇ બીજા દેશના સમાચાર છે, ચલો સમાચાર છે. એવું જ થાય છે. તો કદાચ હિન્દુસ્તાનમાં જેટલી ઝડપથી નેપાળને મદદ પહોંચાડી, તે કદાચ સમાજ આખો ન હલ્યો હોત, કારણ કે ખબર પડી ન હોત, પરંતુ જેવા નેપાળના સમાચાર આવ્યા અને હિન્દુસ્તાનના મીડિયાએ નેપાળના લોકોની તકલીફની વાત હિન્દુસ્તાનના લોકોને પહોંચાડી અને આખા દેશમાં, નેપાળ માટે કંઇક કરવું જોઇએ, એવો માહોલ બન્યો, માનવતાનું એક ખૂબ જ મોટું કામ થયું. તો આ આજે આપણી સીમાઓ રહી નથી, આ પ્રકારથી આપણે એકબીજાના પૂરક બન્યા, એકબીજાની મદદ કરીએ, એનાથી પણ એક આખા જમીન ભાગમાં એક સહયોગનો માહોલ, આ પ્રકારથી મિલનથી કંઇ ચકાસવું છે જે ખૂબ જ આસાનીથી ચકાસી શકાય છે.
ક્યારેક ક્યારેક , દરેક કોઇ પ્રતિનિધિ દરેક દેશમાં તો હોતા નથી, પરંતુ સંપર્ક હોય છે તો વાત કરે છે, પૂછે છે ભાઇ જરા સાંભળ્યું છે, જરા જણાવો ને, તો કહેશે કે અત્યારે એકાદ કલાકમાં જણાવું છું, જોઉં છું હું , મારા લગભગ બે – ત્રણ સૂત્રો છે, હું પ્રયત્ન કરું છું. પરંતુ જરૂરી છે કે આ પ્રકારથી આપણી વચ્ચેનો સમન્વય વધે અને ખાસ કરીને આપણા પડોશના દેશની સાથે જ્યાં આપણી મિત્રતાનો વ્યવહાર વધારે છે, સુખ – દુખના આપણા સાથી છે, તે બધા માટે આપણે જેટલું ઉમેરીને ચાલીશું તો બની શકે છે કે આ સમગ્ર ભૂ – ભાગ માટે અને વિશ્વમાં પણ એક સકારાત્મક છબિ બનાવવામાં તે આપણા કામમાં આવી શકે છે.
એક તંદુરસ્ત સ્પર્ધા સમાજ – જીવનમાં ખૂબ જ જરૂરી બની ગઇ છે અને તંદુરસ્ત સ્પર્ધાને ઉત્પેરક એજન્ટના રૂપમાં મીડિયા ખૂબ જ મોટી સેવા કરી શકે છે. વર્તમાન સમયમાં તમે જોયું હશે, ઇન્ડિયા ટુડેએ તો ખૂબ જ પહેલા શરૂ કર્યું હતું, રાજ્યોની વચ્ચે જે રેટિંગ કરતા હતા, કે કોણ રાજ્ય, શેમાં શું પ્રદર્શન કરી શકે છે. તે ધીરે – ધીરે રાજ્યો માટે એક છાપ બનવા લાગી છે કે ભાઇ ચલો આપણે પણ થોડા દિવસ આ ચાર બાબતોમાં પાછળ છીએ, આપણે આગળ વધીએ, આપણે કરીએ.
એક સકારાત્મક ફાળો રહ્યો. તેણે એક તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ બનાવ્યું. વર્તમાન સમયમાં મીડિયા દ્વારા જે તેમના ક્ષેત્રનો વિષય નથી, સફાઇને લઇને એવોર્ડ આપવો, સફાઇને લઇને લોકોને સન્માનિત કરવા, સફાઇને લઇને જ્યુરી બનાવીને અલગ વિસ્તારોમાં જવું, આ મીડિયા દ્વારા થઇ રહ્યું છે. આ સરકાર દ્વારા નથી થઇ રહ્યું. હું સમજું છુ કે આ જે માહોલ શરૂ થયો છે, આ ભારતને નવી તાકાત આપી શકે છે. જેમાં એક સ્પર્ધાત્મક વાતાવરણ ઉત્પન્ન થઇ રહ્યું છે. તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ બની રહ્યું છે જે, સારું આ રાજ્યએ કર્યું, આપણે કરીશું, તે શહેરે કર્યું, આપણે આ કરીશું, આવો એક સકારાત્મક અભિગમ બની રહ્યો છે.
સ્વસ્છતાના અભિયાનમાં તો જરૂર તેણે ખૂબ જ મોટો ફાળો આપ્યો છે, પરંતુ આપણા સમાજ – જીવનમાં સારાઇઓની કોઇ કમી રહી નથી. અને હું પહેલા પણ કહી ચૂક્યો છું અને આ ટીકાના રૂપમાં નથી કહી રહ્યો, જીવનની સચ્ચાઇના રૂપમાં કહ્યું છે કે જે ટીવીના પડદા પર દેખાય છે તેવો જ દેશ એ નથી, તેના ઉપરાંત પણ દેશ ખૂબ જ મોટો છે, જે અખબારના પાનાં પર ચમકે છે તે જ નેતા છે, એમ નથી, જે નામ ક્યારેક અખબારમાં છપાયું નથી તે પણ સમાજ – જીવનમાં ખૂબ જ ઉત્તમ નેતૃત્વ કરનારા લોકો હોય છે અને એટલા માટે આ શક્તિઓને બહાર લાવવી અને ભારત જેવા દેશમાં એક સ્પર્ધાત્મક વાતાવરણ, તેને જો આપણે બળ આપીએ તો સમાજને પણ લાગે છે કે યાર આપણે સારું કરીશું, આપણે પણ સારું કરીશું.
મને વિશ્વાસ છે કે આજે આ દિવસ આપણા બધા માટે આત્મચિંતનની સાથે અને વધારે સશક્ત બનવાના કામમાં આવે, માનવીય મૂલ્યોની રક્ષા કરવા માટે કામમાં આવે, ભારતની ભાવી પેઢી માટે આપણે એવા પાયાને મજબૂત કરતા ચાલતા રહીએ જે ભાવી પેઢીને માનવીય મૂલ્યોની સુરક્ષા માટે સહજ અનૂભુતિ કરાવી શકે. એના માટે આજના પ્રસંગે ફરીથી એક વખત આ ક્ષેત્રને સમર્પિત તમામ મહાનુભાવોને ખૂબ – ખૂબ અભિનંદન કરું છું. ધન્યવાદ.