QuoteA definite change is now visible in India, says PM Narendra Modi
QuoteChange in the economic and social content, represents the essence of the New Rules for the New India and the New Economy: PM
QuoteIndia, once mentioned among the ‘Fragile Five’ is now rapidly moving towards becoming a “Five Trillion Dollar” economy: PM
QuoteIndia is playing a key role in the entire world’s growth, the country’s share of the world GDP has risen from 2.4% in 2013, to 3.1% in 2017: PM
QuoteA new approach and a new work culture has developed in India: PM Narendra Modi
QuoteSpeed + Scale + Sensitivity = Success: PM Narendra Modi
QuoteUnprecedented investment is being made today in infrastructure, agriculture, technology, health sector, and education sector: PM
  • ઇકોનોમિક ટાઇમ્સ – ગ્લોબલ બિઝનેસ સમિટમાં દેશવિદેશથી પધારેલા મહેમાનો,

    અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવો,

    દેવીઓ અને સજ્જનો,

    નવા ભારતનાં નિર્માણનાં સંકલ્પ સાથે આ મહત્ત્વપૂર્ણ સમયગાળામાં તમે બધા New Economy-New Rules (નવું અર્થતંત્ર – નવા નિયમો) પર મનોમંથન કરવા માટે એકત્ર થયા છો. સવાલ એ છે કે આ નવું અર્થતંત્ર શું છે? નવા નિયમો શું છે? ઇકોનોમિક ટાઇમ્સ પણ દરરોજ પ્રકાશિત થાય છે, પેપરની ગુણવત્તા પણ દરરોજ એકસરખી જ હોય છે, છાપકામની ગુણવત્તા પણ એ જ હોય છે, તમે લોકો છાપાનાં બેનર પર જે નામ લખો છો, તેનાં ફોન્ટ અને સ્ટાઇલ પણ એ જ હોય છે. છતાં આપણે કહીએ છીએ કે દરરોજ નવું છાપું નીકળે છે. તેમાં ફરક હોય છે – અખબારની સામગ્રીનો અને આ જ સામગ્રીને આધારે તમે કહો છો કે આ તાજાં સમાચાર છે, નવાસમાચાર છે.

    સાથીદારો,

    આગામી થોડાં મહિનાઓમાં અમારી સરકાર ચાર વર્ષ પૂર્ણ કરશે. દેશ એ જ છે, લોકો એ જ છે, બ્યૂરોક્રેસી પણ એ જ છે, પણ એક પરિવર્તન દેશવિદેશમાં ઊડીને આંખે વળગે છે. દેશની આર્થિક અને સામાજિક સ્થિતિમાં ફેરફાર થયો છે અને આ જ પરિવર્તન સાથે નવા ભારત, નવા અર્થતંત્રનાં નવા નિયમો સામેલ છે.
    તમને યાદ હશે કે, ચાર વર્ષ અગાઉ સમગ્ર દુનિયામાં જ્યારે ભારતનાં અર્થતંત્રની ચર્ચા થતી હતી, ત્યારે કહેવાતું હતું કે,ભાંગી પડેલા પાંચ (Fragile Five..!) દુનિયા આપણાં પર હસતી હતી અને આંખ ઉઠાવીને કહેતી હતી કે, આ દેશ પોતે તો ડૂબશેઅને સાથે સાથે આપણને પણ ડૂબાડશે. અને અત્યારે ભાંગી પડેલા પાંચની નહીં, પણ ભારત પાંચ ટ્રીલિયન ડોલરનાં અર્થતંત્રનાં લક્ષ્યાંકની ચર્ચા થાય છે. અત્યારે દુનિયા ભારત સાથે ખભેખભો મિલાવીને ચાલવા ઇચ્છે છે.

    સાથીદારો,

    ભારતનો વિકાસ સંપૂર્ણ વિશ્વનાં વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.

    • છેલ્લાં ત્રણથી ચાર વર્ષમાં ભારતે પોતાની સાથે સમગ્ર વિશ્વની આર્થિક વૃદ્ધિને મજબૂતી પ્રદાન કરી છે.

    • જો આપણે વિશ્વની જીડીપીનાં વાસ્તવિક આંકડા જોઈએ, તો અતિ રસપ્રદ તથ્યો સામે આવે છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઇએમએફ)નાં આંકડા અનુસાર, વર્ષ 2013નાં અંતે ભારતનું વિશ્વની જીડીપીમાં નોમિનલ ટર્મમાં યોગદાન 2.4 ટકા હતું. અમારી સરકારનાં લગભગ 4 વર્ષનાં કાર્યકાળમાં આપણું યોગદાન વધીને 3.1 ટકા થઈ ગયું છે.

    • વિશ્વનાં અર્થતંત્રનો જે હિસ્સો મેળવવામાં ભારતને 8 વર્ષ લાગ્યા હતાં, એ જ ભાગીદારી અમારી સરકારે 4 વર્ષમાં પ્રાપ્ત કરી છે. તેનાથી પણ વધારે એક ચોંકાવનારું તથ્ય આઇએમએફનાં આંકડામાંથી બહાર આવ્યું છે. વૈશ્વિક અર્થતંત્રમાં નોમિનલ ટર્મમાં છેલ્લાં ચાર વર્ષોમાં વૃદ્ધિ થઈ છે, તેમાં 21 ટકા વૃદ્ધિ માટે ભારતમાં થયેલી વૃદ્ધિ જવાબદાર છે.

    • હવે તમે પોતે અંદાજ લગાવી શકો છો કે એક દેશ જે વિશ્વની જીડીપીનો ફક્ત 3 ટકા હિસ્સો છે, એ 7 ગણો વધીને વિશ્વનાં અર્થતંત્રનાં વિકાસમાં યોગદાન આપી રહ્યો છે.

    અત્યારે તમે કોઈ પણ અર્થતંત્રનાં વિસ્તૃત માપદંડ પર જુઓ, પછી એ મોંઘવારી હોય, ચાલુ ખાતાની ખાધ હોય, રાજકોષીય ખાધ હોય, જીડીપીમાં વૃદ્ધિ હોય, વ્યાજનાં દર હોય, પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)નો પ્રવાહ હોય, તમામ માપદંડોમાં ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે.

    • દેશની ચાલુ ખાતાની ખાધ, જે 4 ટકાનાં ચેતવણીજનક સ્તર પર હતી, તેને ઓછી કરીને અમારી સરકાર પ્રથમ ત્રણથી સાડાં ત્રણ વર્ષમાં સરેરાશ એક ટકાનાં સ્તરે લઈ આવી છે.

    • અગાઉની સરકારનાં સમયે રાજકોષીય ખાધ 4.5 ટકાની આસપાસ હતી, જેને ઘટાડીને અમારી સરકાર 3.5 ટકાનાં સ્તરે લઈ આવી છે.

    • અમારી સરકારે સાડાં ત્રણ વર્ષમાં લગભગ 209 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) મેળવ્યું છે, જ્યારે અગાઉની સરકારનાં ત્રણ વર્ષમાં 117 અબજ ડોલરનું એફડીઆઈ આવ્યું હતું.

    • અત્યારે દેશનું વિદેશી હૂંડિયામણ લગભગ 300 અબજ ડોલરથી વધીને 419 અબજ ડોલરનાં સ્તરે પહોંચી ગયું છે. વર્ષ 2013નાં સંકટ દરમિયાન Special Foreign Currency Non-Resident Deposits એટલે કે FCNRનાં લગભગ 24 અબજ ડોલરની પુનઃચુકવણી પણ દેશે કરી દીધી છે.

    • મોંઘવારીને નિયંત્રણમાં રાખવા અને ઉત્પાદકતાની ઊંચી વૃદ્ધિને કારણે રૂપિયાનું Outlook પણ શ્રેષ્ઠ છે. વ્યાજદરમાં એક ટકાથી વધારે ઘટાડાનો લાભ હાઉસિંગ ક્ષેત્ર અને અન્ય ઉદ્યોગોને થઈ રહ્યો છે.

|

દર વર્ષે અમારી સરકાર તમામ સ્થૂળ આર્થિક સુચકાંકોને સુધારવામાં સફળ રહી છે. પણ જૂની પદ્ધતિથી આ શક્ય હતું? નાં. જૂનાં અભિગમ સાથે આ શક્ય નહોતું. દેશમાં આ પરિવર્તન આવ્યું છે, કારણ કે દેશ એક નવી કાર્યશૈલી સાથે આગળ વધી રહ્યો છે. પોતાનાં સામર્થ્ય, પોતાનાં સંસાધન પર વિશ્વાસ કરીને ન્યુ ઇન્ડિયાનાં સંકલ્પ સાથે આગળ વધી રહ્યાં છીએ.

છેલ્લાં ત્રણ વર્ષમાં દેશનાં આર્થિક જગતને એક નવી વસ્તુ શીખવા મળી છે અને તે છે સ્પર્ધાત્મકતા…જ્યારે આગળ વધવાની સ્પર્ધા નહીં હોય, જ્યારે એક સ્વસ્થ સ્પર્ધા નહીં હોય, ત્યારે ન તો ઝડપ આવશે અને ન ઊંચી ક્ષિતિજ પર જઈને વિચારી શકીશું.

સાથીદારો,

આજે ભારતની આ સ્પર્ધાત્મકતાને સંપૂર્ણ વિશ્વ માન્યતા આપી રહ્યું છે, સલામ કરી રહ્યું છે.

• અંકડાટનો વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ જણાવે છે કે ભારત દુનિયાનાં એફડીઆઈ રોકાણ માટેનાં મનપસંદ દેશોમાંથી એક દેશ છે.

• દુનિયાનાં ટોચનાં ત્રણ સંભવિત યજમાન અર્થતંત્રમાં પણ ભારતનું નામ છે.

• FDI Confidence Indexમાં ભારત ટોચની વિકસી રહેલા બે બજારોમાંનું એક છે.

• વિશ્વ બેંકનાં વેપાર-વાણિજ્ય સરળ કરવાનાં ક્રમાંકમાં અમે ફક્ત ત્રણ વર્ષમાં 42 ક્રમનો સુધારો કર્યો છે. અત્યારે આપણે 142થી 100માં સ્થાને પહોંચી ગયા છીએ. તમામ રેટિંગ એજન્સીઓ પણ ભારતની રેટિંગમાં સુધારો કરી રહી છે.

• અત્યારે ભારત દુનિયાનાં સૌથી ઉદાર અર્થતંત્રોમાંનું એક છે.

સાથીદારો,

જ્યારે હું અગાઉ તમારાં આ કાર્યક્રમમાં આવ્યો હતો, ત્યારે જીએસટી ફક્ત સંભવિતતા હતી.

અત્યારે જીએસટી વાસ્તવિકતા છે. સ્વતંત્રતા પછી દેશમાં કરવેરાનાં સૌથી મોટાં સુધારા લાગુ થયાને 7 મહિને થયા છે. જીએસટીએ દેશને કરવેરાનું પાલન કરનાર એક શ્રેષ્ઠ સિસ્ટમ, શ્રેષ્ઠ આવક વ્યવસ્થા પ્રદાન કરી છે. તેણે ચીજવસ્તુઓનાં ઝડપી પરિવહનને પ્રોત્સાહન આપ્યું છે, પરિવહન ખર્ચ ઘટ્યો છે અને નિકાસમાં સ્પર્ધાત્મકતાનું વાતાવરણ ઊભું થયું છે.

• ભાઈઓ અને બહેનો, આપણાં દેશમાં 70 વર્ષથી પરોક્ષ કરવેરા વ્યવસ્થા હોવા છતાં લગભગ 60 લાખ વેપારી જ એવા હતાં, જે પરોક્ષ કરવેરાની વ્યવસ્થામાં આવતાં હતાં.

• જીએસટીનાં ફક્ત 7 મહિનામાં, 44 લાખથી વધારે નવા લોકોએ પરોક્ષ કરવેરા વ્યવસ્થા સાથે જોડાવા માટે અરજી કરી છે.

• તેનાથી દેશમાં પ્રામાણિક વ્યવસાય કરવાનાં અભિગમને બળ મળ્યું છે, કરવેરા નેટવર્કનાં આ વિસ્તારનું કારણ પ્રામાણિક કરદાતાને ઓછા કરવેરાનો રિવોર્ડ પણ મળ્યો છે.

સાથીદારો,

તમને જાણ છે કે, અમારી સરકારને Twin Balance Sheet કેવી રીતે વારસામાં મળી હતી. બેંકોની અગાઉની વ્યવસ્થાથી તમે પરિચિત છો કે કઈ રીતે ક્રોની કેપિટાલિઝમનું વાતાવરણ વ્યાપક રીતે સિસ્ટમમાં ફેલાઈ ગયું હતું. તેને સુધારવા માટે નાદારી અને દેવાળિપણાની આચારસંહિતા જેવા મોટાં સુધારા પણ અમે કર્યા છે.
અત્યારે દેશમાં 2,000થી વધારે ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ અને 62 ઇન્સોલવન્સી કંપનીઓ 24 કલાક આ સમસ્યાને દૂર કરવામાં લાગી છે. ફક્ત ત્રણ મહિનામાં અમારી સરકારે 2700થી વધારે કેસો ઉકેલ્યાં છે.

અન્ય એક પડકારજનક વિષયો હતો – નિકાસનો. જો આપણે વર્ષ 2015-16નાં આયાત અને નિકાસનાં આંકડા જોઈએ તો બંનેમાં લગભગ 15 ટકાનો ઘટાડો થયો હતો એ જોવા મળશે. આ ઘટાડો શા માટે થયો હતો તેનાં પર અનેક પ્રકારનાં મતમતાંતરો પ્રવર્તે છે. એક અન્ય સંભાવના છે, જેનાં પર અર્થશાસ્ત્રનાં જાણકારોએ મનોમંથન કરવું જોઈએ.

સાથીદારો,

વર્ષ 2014માં સરકાર બન્યાં પછી કાળાં નાણાં સામે લડાઈ માટે અમારી સરકારે પ્રથમ મોટો નિર્ણય લીધો હતો – એસઆઇટીની રચનાનો. એસઆઇટીએ પોતાનાં અહેવાલમાં કહ્યું હતું કે, આયાત-નિકાસમાં over-invoicing અતિ ગંભીર વિષય છે. આ અહેવાલમાંથી જાણકારી પ્રાપ્ત થયા પછી સરકારે over-invoicingની સમસ્યાનું સમાધાન કરવા કડક પગલું ઉઠાવ્યું હતું. હવે આ અર્થશાસ્ત્રીઓ માટે અભ્યાસનો વિષય છે કે વેપારી ખાધમાં પરિવર્તન થયા વિના પણ આયાત-નિકાસમાં એક પ્રકારનો ઘટાડો શા માટે આવ્યો હતો? તેની પાછળનું કારણ over-invoicing હતું, base correction હતું?

વિનીતજી, હવે આવતીકાલે એવાં સમાચાર પ્રકાશિત ન કરતાં કે નિકાસમાં થયેલા ઘટાડા પર મોદીએ સ્પષ્ટતા કરી. હું એક એંગલ તમારી સામે રજૂ કરી રહ્યો છું, જેનાં પર તમારે બધાએ વિચારવું જોઈએ. તમને જાણ હશે કે કડક પગલાનાં લાંબા સમય પછી હવે નિકાસનાં તાજેતરનાં આંકડાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે એવું જણાવે છે.

સાથીદારો,

આપણે રોજિંદા જીવનમાં જોઈએ છીએ કે જ્યારે પાણીને ઊકાળવા માટે મૂકવામં આવે છે, ત્યારે એક ખાસ તાપમાન પર પહોંચ્યાં પછી પાણી વરાળમાં પરિવર્તિત થાય છે, પાણીનું બાષ્પીભવન થવા લાગે છે. એ તાપમાન પર પહોંચતા અગાઉ ન તો પાણી ઊકળે છે અને ન વરાળ બને છે. આ જ રીતે સરકારની પહેલો લોકો સુધી પહોંચે એ માટે સ્પીડ, સ્કેલ અને સેન્સિટિવિટીની પણ જરૂર હોય છે.

જ્યારે સ્પીડ, સ્કેલ, સેન્સિટિવિટીની સાથે કામ થાય છે, ત્યારે સફળતા પણ મળે છે. અમારી સરકારે અટકાવતા-ભટકાવતા-લટકાવતા અગાઉનાં કલ્ચરનો અંત લાવી દીધો છે. આ કારણે સંપૂર્ણ સિસ્ટમમાં એક નવી ઝડપ આવી છે.

• અગાઉની સરકારે જે ઝડપ સાથે રેલવે લાઇનોને બ્રોડ ગેજમાં બદલવામાં આવી હતી, તેનાથી બમણી ઝડપ સાથે રેલવે લાઇનોને બ્રોડ ગેજમાં બદલવામાં આવી રહી છે.

• અગાઉની સરકારમાં જે ઝડપ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો બનતાં હતાં, રાષ્ટ્રીય ધોરીમાર્ગો બની રહ્યાં હતાં, હવે આ સરકારમાં એ જ કામ બમણી ઝડપ સાથે થઈ રહ્યું છે.

• અગાઉની સરકારમાં જે ઝડપે પાવર ટ્રાન્સમિશન લાઇન પાથરવામાં આવી હતી, અત્યારે આ જ કામ બમણી ઝડપ સાથે થઈ રહ્યું છે.

• અગાઉની સરકારમાં જે ઝડપથી વીજળીનાં ઉત્પાદનની ક્ષમતા વધારવામાં આવી હતી, અત્યારે તેનાથી વધારે ઝડપથી હવે કામ થઈ રહ્યું છે.

• જ્યારે અગાઉની સરકારમાં 3 વર્ષની મહેતન પછી ફક્ત 59 ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર સાથે જોડવામાં આવી હતી, ત્યારે અમે ફક્ત 3 વર્ષમાં જ 1 લાખ 10 હજારથી વધારે ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબરથી જોડી દીધી છે.

• સીધા લાભ હસ્તાંતરણ અંતર્ગત અગાઉ ફક્ત 28 યોજનાઓની રકમ લાભાર્થીઓનાં બેંક ખાતામાં સીધી હસ્તાંતરિત થઈ હતી, અત્યારે 400થી વધારે સરકારી યોજનાઓ ડીબીટી સાથે જોડાયેલી છે.

• તમે વિચારો કે, એક નાનો એલઇડી બલ્બ અગાઉ સાડા ત્રણસો રૂપિયામાં મળતો હતો. તેની કિંમતમાં ઘટાડો કરીને અમે 40થી 50 રૂપિયા પર લઈ આવ્યાં છીએ. દુનિયાનાં ઘણાં દેશોમાં અત્યારે પણ એલઇડી 3 ડોલરનો મળે છે, પણ અમારી સરકારે તેની કિંમત 1 ડોલરથી પણ ઓછી કરી દીધી છે.

• વર્ષ 2014 અગાઉ આપણાં દેશમાં ફક્ત 3 મોબાઇલ ઉત્પાદક કંપનીઓ હતી. અત્યારે તેની સંખ્યા વધીને 120ની આસપાસ પહોંચી ગઈ છે. તેનાં પરિણામે વર્ષ 2014-15માં દેશમાં 50 હજાર કરોડ રૂપિયાથી વધારે મોબાઇલની આયાત થતી હતી, પણ અત્યારે એ ઘટીને અડધી થઈ ગઈ છે.

શું આ પરિવર્તન આપોઆપ થઈ ગયું? શું આ ફેરફાર અચાનક થઈ ગયો? આ માટે જે ઇચ્છાશક્તિની જરૂર છે, તે અમારી સરકારે દેખાડી છે. આ જ નવાં અર્થતંત્રનાં નવા નિયમો છે.

ભાઈઓ અને બહેનો,

વર્ષ 2014માં સરકાર બન્યાં પછી અમે સંસાધનોનો મહત્તમ ઉપયોગ, સંસાધન આધારિત વિકાસ નીતિઓ અને વિકાસ નીતિઓ આધારિત બજેટ પર ભાર મૂક્યો છે.

• અત્યારે દેશમાં માળખાગત ક્ષેત્રમાં, કૃષિમાં, ટેકનોલોજીમાં, સ્વાસ્થ્યક્ષેત્રમાં, શિક્ષણનાંક્ષેત્રમાં જેટલું રોકાણ કરવામાં આવે છે, એટલું રોકાણ અગાઉ ક્યારેય થયું નહોતું.

• સૌપ્રથમ વખત દેશમાં ઉડ્ડયન નીતિ બની છે. જે સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઇ વિશે કોઈ વિચારી શકતું નહોતું, તેમાં પણ અમારી સરકારે રોકાણની નવી સંભવિતતા ઊભી કરી છે.

• અમારી સરકાર દેશનાં પરિવહન ક્ષેત્રને 21મી સદીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરી રહી છે, તેને સંકલિત કરી રહી છે.

આ તમામ રોકાણ, સરકારની યોજનાઓ, પોતાની સાથે રોજગારની લાખો તકો લઈને આવી છે. છેલ્લાં ચાર વર્ષમાં અમારી સરકારે દેશમાં રોજગાર કેન્દ્રીત વૃદ્ધિની સાથે જનકેન્દ્રીત વૃદ્ધિ પર ભાર મૂક્યો છે. એક એવું અર્થતંત્ર, જેમાં દેશનાં ગરીબોનું નાણાકીય સર્વસમાવેશન પણ થાય, જે મધ્યમ વર્ગની આકાંક્ષાઓને પણ ધ્યાનમાં રાખે.

સાથીદારો,

અમારી સરકાર એવો દંભ બિલકુલ કરતી નથી કે, અમે બધું જાણીએ છીએ. સૌનો સાથ – સૌનો વિકાસનાં મંત્ર પર ચાલીને અમે તમામનાં વિચાર અને તમામનાં અનુભવને સાથે લઈને આગળ વધી રહ્યાં છીએ. અમારી સરકાર સંપૂર્ણ સંવેદનશીલતા સાથે તેમની જરૂરિયાતો, તેમની ચિંતાઓ ધ્યાનમાં લે છે અને આ જ કારણે લાંબા સમયથી વણઉકેલાયેલી સમસ્યાઓનું નવીન સમાધાન કાઢી રહ્યાં છીએ.

અમે પ્રથમ દિવસે જ પ્રણાલિમાં તમામ સ્તરે સંવેદનશીલતા લાવવામાં આવે એવો પ્રયાસ શરૂ કર્યો છે. હું પોતે ઘણી વખત ખેડૂતો, નવયુવાનો, વિદ્યાર્થીઓને, યુવાન સીઇઓને મળીને જુદાં જુદાં મંચ પર આદાન-પ્રદાન કરી રહ્યો છું. અમે એવું અર્થતંત્ર બનાવ્યું છે, જેનાથી લોકો પાસેથી પ્રતિસાદ અમને સીધો મળે છે. ફરિયાદ નિવારણ પર પણ અમારી સરકારે ઘણો ભાર મૂક્યો છે.

સાથીદારો,

ઘણી વખત જે સૈદ્ધાંતિક સમાધાન અતિ પરિપૂર્ણ દેખાય, તે અનેક વ્યવહારિક સમસ્યાઓનું મૂળ બની જાય છે. જ્યારે સરકાર સંવેદનશીલતા સાથે તમામ નાની-નાની વિગતો સમજી રહી છે, ત્યારે જ તેને સમજી શકાય છે.
જેમ વાંસ પર તાજેતરમાં લેવામાં આવેલો નિર્ણય, યુરિયાનું 100 ટકા નીમ કોટિંગ, ગ્રૂપ સી અને ગ્રૂપ ડી માટે નોકરીમાં ઇન્ટરવ્યૂ પ્રથાનોઅંત લાવવાનો નિર્ણય, ગેઝેટેડ ઓફિસર પાસેથી પ્રમાણિત કરાવવાનુંબંધન ખતમ કરવાનો નિર્ણય – આ કામ અગાઉ પણ થઈ શકતાં હતાં, પણ સંવેદનશીલતાનાં અભાવે, જનતા સાથે જોડાણનાં અભાવે આવું થયું નહોતું.

સાથીદારો,

આપણે ત્યાં સ્વાસ્થ્ય એવું ક્ષેત્ર છે, જેનાં પર અત્યાર સુધી સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું નથી. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી યોજનાઓ અગાઉ પણ બની હતી, પણ તેમાં સંવેદનશીલતા નહોતી. અમે સારી સ્વાસ્થ્ય સુવિધાની સાથે સાથે સારા સ્વાસ્થ્યની પણ ખાતરી આપી રહ્યાં છીએ.

• મિશન ઇન્દ્રધનુષની જેમ દેશમાં રસીકરણની કામગીરીમાં છ ગણી ઝડપ આવી છે.

• ત્રણ હજારથી વધારે જનઔષધિ સ્ટોર્સ પર 800થી વધારે દવાઓ ઓછી કિંમત પર આપવામાં આવે છે. અમારી સરકારે સ્ટેન્ટની કિંમતમાં 80 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. ની ઇમ્પ્લાન્ટની કિંમતને પણ નિયંત્રિત કરવામાં આવી છે. ડાયાબીટિઝનાં લગભગ અઢી લાખ દર્દીઓને 20થી 25 લાખ સેશન્સ મફત કરાવવામાં આવ્યાં છે.

• આ બજેટમાં અમે દેશનાં 10 કરોડ ગરીબ કુટુંબોને લાભ પહોંચાડનારી હેલ્થ એશ્યોરન્સ સ્કીમ – આયુષ્માન ભારતનું એલાન કર્યું છે. આ અંતર્ગત દરેક ગરીબ પરિવારને ગંભીર બિમારીની સારવાર માટે વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ એશ્યોરન્સ આપવામાં આવશે.

સાથીદારો, ડિજિટલ ઇન્ડિયા મિશનનો આધારે, આપણાં સમાજને ડિજિટલ રીતે સક્ષમ સોસાયટીમાં બદલવાનો અને દેશનાં અર્થતંત્રને નોલેજ અર્થતંત્રમાં બદલવાનો છે. 100 કરોડ બેંક ખાતા, 100 કરોડ આધાર કાર્ડ, 100 કરોડ મોબાઇલ ફોનનો ત્રિસ્તરીય અભિગમ એક એવી ઇકોસિસ્ટમ બનાવશે, જે સંપૂર્ણ દુનિયામાં બિલકુલ અલગ પ્રકારની હશે.

સાથીદારો, એમએસએમઇની ઇકોસિસ્ટમ, આપણાં અર્થતંત્રની કરોડરજ્જુ છે. આ ક્ષેત્રને મજબૂત કરવા માટે અમે સતત કામ કરી રહ્યાં છીએ. મહત્તમ લઘુ ઉદ્યોગોને ઔપચારિક ક્ષેત્રમાં લાવવા માટે ધિરાણનાં ઊંચા ટેકા, મૂડી અને વ્યાજની સહાય તથા નવીનતા પર ધ્યાન આપવામાં આવે છે.

તેમાં નાણાકીય ટેકનોલોજી એટલે કે ફિનટેકનું બહુ મહત્ત્વપૂર્ણ યોગદાન છે. એમએસએમઇને નાણાકીય સુલભતા પ્રદાન કરવા માટે, તેનાં વિકાસમાં વધારે તેજી લાવવા માટે ફિનટેકનો ઉપયોગ વધારવામાં આવ્યો છે. તેનો વધતો ઉપયોગ દેશનાં અર્થતંત્રને પણ મજબૂત કરી રહ્યો છે.

સાથીદારો, જ્યારે હું અગાઉ તમારાં આ આયોજનમાં આવ્યો હતો, ત્યારે મેં તમામ માટે મકાન, તમામ માટે વીજળી, તમામ માટે સ્વચ્છ રાંધણ ઇંધણ, તમામ માટે સ્વાસ્થ્ય, તમામ માટે વીમાની વાત કરી હતી.

• દેશમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ગરીબો અને નીચલાં મધ્યમ વર્ગ માટે લગભગ એક કરોડ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

• ચાર કરોડ ઘરોને વીજળીથી રોશન કરવા માટે સૌભાગ્ય યોજના શરૂ કરવામાં આવી છે.

• ઉજ્જવલા યોજના અંતર્ગત 3 કરોડ 40 લાખ મહિલાઓને મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે.

• દરરોજ ફક્ત 90 પૈસા અને મહિને એક રૂપિયાનાં પ્રીમિયમ પર અમારી સરકારે 18 કરોડથી વધારે ગરીબોને વીમાકવચ પ્રદાન કર્યું છે. આ વીમાયોજનાનાં માધ્યમથી ગરીબોને અત્યાર સુધી 2 હજાર કરોડ રૂપિયાથી વધારેનાં દાવામાં વળતરની રકમ પણ ચુકવવામાં આવી છે.

સાથીદારો,

અમારી સરકારની નીતિઓ, નિમણૂકો, નિર્ણય, નિયત, નિયમ – તમામનું એક જ લક્ષ્યાંક છે. દેશનો વિકાસ, દેશનાં ગરીબનો વિકાસ. બધાનો સાથ, બધાનો વિકાસનાં મંત્ર પર ચાલીને અમે ગરીબોને સક્ષમ કરવાનું કામ કરી રહ્યાં છીએ.

• છેલ્લાં ત્રણ-સાડાં ત્રણ વર્ષમાં જનધન યોજના અંતર્ગત દેશમાં 31 કરોડથી વધારે ગરીબોનાં બેંક ખાતાં ખુલ્યાં છે. ફક્ત ખાતાં જ નહીં, પણ તેમાં અત્યારે લગભગ 75 હજાર કરોડ રૂપિયા જમા છે.

• આ દરમિયાન સરકારે 6 કરોડથી વધારે શૌચાલયોનું નિર્માણ કર્યું છે. દેશમાં ગ્રામીણ સ્વચ્છતાનો વ્યાપ વર્ષ 2014નાં લગભગ 40 ટકાથી વધીને અત્યારે 78 ટકાથી વધારે થઈ ગયો છે.

• સરકારે મુદ્રા યોજના અંતર્ગત 11 કરોડ લોન આપી છે. આ અંતર્ગત સાડા 4 લાખ કરોડ રૂપિયાથી વધારેની રકમ બેંક ગેરેન્ટી વિના દેશનાં નવયુવાનો, મહિલાઓને આપવામાં આવી છે. આ યોજનાથી દેશને લગભગ ત્રણ કરોડ નવા ઉદ્યોગસાહસિકો મળ્યાં છે.

• અત્યાર સુધી 11 કરોડથી વધારે સોઇલ હેલ્થ કાર્ડ વહેંચવામાં આવ્યાં છે. 20 લાખ હેક્ટરથી વધારે જમીનને સૂક્ષ્મ સિંચાઈનાં વ્યાપમાં લાવવામાં આવી છે.

સાથીદારો,

આ વર્ષનાં બજેટમાં નવા અર્થતંત્ર સાથે સંબંધિત એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

અધિસૂચિત પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ – એટલે કે એમએસપીમાં લગભગ દોઢ ગણો વધારો જાહેર કરવામાં આવશે. તેમાં ખેડૂતોએ અન્ય મજૂરો પાસેથી કરાવેલ મહેનતનું મૂલ્ય, પોતાનાં પશુ-મશીન કે ભાડા પર લીધેલ પશુ કે મશીનનો ખર્ચ, બિયારણનું મૂલ્ય, તમામ પ્રકારનાં ખાતરનું મૂલ્ય, સિંચાઈ પર થયેલો ખર્ચ, રાજ્ય સરકારને આપવામાં આવેલા જમીન મહેસૂલ, કાર્યકારી મૂડી પર આપવામાં આવેલ વ્યાજ, ભાડાપટ્ટે લેવામાં આવેલી જમીન માટે આપવામાં આવેલું ભાડું, અને અન્ય ખર્ચ સામેલ છે. એટલું જ નહીં ખેડૂતો દ્વારા પોતાનાં અને પરિવારનાં સભ્યો દ્વારા શ્રમ યોગદાનનું મૂલ્ય પણ ઉત્પાદન ખર્ચમાં જોડવામાં આવશે.

દેશનાં મહેનતુ ખેડૂતોની આવક સાથે જોડાયેલો આ નિર્ણય અતિ મહત્ત્વપૂર્ણ પગલું છે. જોકે કેટલાંક અર્થશાસ્ત્રીઓ તેનાથી મોંઘવારી કે કિંમતોમાં વધારો થવાનો સંકેત આપી રહ્યાં છે.

સાથીદારો,

આ પ્રકારનાં અર્થશાસ્ત્રીઓને તો એ વિચાર પણ કરવો જોઈએ કે આપણાં અન્નદાતા, આપણાં ખેડૂત પ્રત્યે આપણી જવાબદારી શું હોવી જોઈએ? મને લાગે છે કે ખેડૂતોની આવક વધારવા સાથે સંબંધિત દરેક નિર્ણયનું અમારે સમર્થન કરવું જોઈએ અને સરકાર આ પ્રયાસમાં આવકનાં સ્ત્રોત ઓળખે, તો નિઃસંકોચ પોતાની ભાગીદારી વધાવી જોઈએ.

સાથીદારો,

સરકારે છેલ્લાં ત્રણ વર્ષોમાં પ્રામાણિકતાને સંસ્થાગત બનાવવાનું કામ કર્યું છે. ટેકનિકલ માધ્યમોથી વ્યવસ્થાઓને પારદર્શક બનાવવામાં આવે છે, લીકેજ રોકવામાં આવે છે.

• ડીબીટી (સરકારી સહાયનું સીધું હસ્તાંતરણ) મારફતે સરકારે 57 હજાર કરોડ રૂપિયા ખોટાં હાથોમાં જતાં અટકાવ્યાં છે.

• બે લાખથી વધારે શંકાસ્પદ કંપનીઓની નોંધણી પણ રદ કરી છે. આ કંપનીઓનાં ડાયરેક્ટર્સનાં ખાતાં પણ સ્થગિત કરી દીધા છે અને તેમને અન્ય કોઈ કંપનીમાં ડાયરેક્ટર બનાવવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

અહીં આ પ્રસંગે હું દેશનાં ઉદ્યોગજગતને, દરેક ક્ષેત્રનાં લોકોને, દરેક વ્યવસાયને એક આગ્રહ કરવા ઇચ્છું છું. દેશની વર્તમાન જરૂરિયાતો શું છે, ભવિષ્યની જરૂરિયાત શું છે, તેનો ખ્યાલ આપણાં મનમાં હંમેશા રાખવો જોઈએ.

હું અન્ય એક અપીલ પણ કરવા ઇચ્છું છું કે વિવિધ નાણાકીય સંસ્થાઓમાં નિયમ અને નિયત એટલે કે નૈતિકતા જાળવવાની જવાબદારી જેમનાં શિરે છે તેમણે તેને પૂરી નિષ્ઠા સાથે અદા કરવી જોઈએ. ખાસ કરીને જેમને નજર રાખવાની જવાબદારી સુપરત કરવામાં આવી છે.

હું સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે, આ સરકાર આર્થિક વિષયો સાથે સંબંધિત અનિયમિતતાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરશે. જનતાનાં નાણાંનો અનિયમિત વ્યય – આ સિસ્ટમને, અમારી સરકારને સ્વીકાર્ય નથી. આ જ નવાં અર્થતંત્ર – નવા નિયમનો મૂળ મંત્ર છે.

સાથીદારો,

આ નવા અર્થતંત્રની વાત થઈ રહી છે. મેં અહીં થઈ રહેલાં અલગ-અલગ મત વિશે જાણકારી લીધી તો મને એક વિચાર પણ આવ્યો. આ વિચાર દેશનાં અર્થતંત્ર સાથે ઊંડાણપૂર્વક જોડાયેલો છે. મને લાગે છે કે આ પ્રકારનાં કાર્યક્રમોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાનો – જેની અર્થતંત્ર પર સકારાત્મક અસર દેશ પર થશે. આ મુદ્દાની પણ ચર્ચા થવી જોઈએ.

આ વિષય ફક્ત ભારત પૂરતો જ મર્યાદિત નથી. વિદેશી કંપનીઓ પર પણ તેની અસર થાય છે. તેનાથી રોકાણને પણ અસર થાય છે. ઘણાં દેશોમાં ચૂંટણીનો સમય, મહિનો અને દિવસ પણ નક્કી હોય છે. આ દેશોનાં ઔદ્યોગિક વિકાસ પર શું અસર થઈ છે, તેનાં પર પણ ચર્ચા થઈ શકે છે.

ભારતનો આર્થિક વિકાસ, ભારતમાં સુશાસનનાં સતત પ્રયાસ, ભારતમાં વૈશ્વિક માપદંડો મેળવનારી નીતિઓ અને કાર્યક્રમ, વિશ્વની સાથે આર્થિક અને વેપારી ભાગીદારીનાં સંબંધમાં વ્યાપક સંમતિનાં પ્રયાસ, વિજ્ઞાન, ટેકનોલોજી, નવીનતાનાં કેન્દ્રમાં સ્થાયી વિકાસને પ્રાથમિકતા – આ તમામ બાબતોની સંપૂર્ણ વિશ્વને સમજણ પડે છે અને તેઓ ભારત તરફ આકર્ષિત થઈ રહ્યાં છે.

આધુનિક પરિવેશ, નવી વૈશ્વિક સ્થિતિસંજોગોમાં ભારત મુખ્ય બળ બની શકે છે, ટેકનોલોજીની બાબતમાં, નવીનતાની બાબતમાં દુનિયાનું નેતૃત્વ કરી શકે છે.

આપણી અંદર એ સામર્થ્ય છે, આપણી પાસે એ સ્ત્રોત છે કે અમે ન્યૂ ઇન્ડિયાનાં સ્વપ્નને સાકાર કરી શકીએ. અને આપણો વિકાસ, ફક્ત આપણો જ વિકાસ નથી, પણ તે સંપૂર્ણ વિશ્વમાં સુખસમૃદ્ધિ લઈને આવશે.
આવો, આપણી સમક્ષનાં દરેક પડકારને તકમાં બદલીને આપણે ન્યૂ ઇન્ડિયાનું નિર્માણ કરીએ, આપણાં સંકલ્પને સિદ્ધ કરીએ.

ફરી એક વખત તમને બધાને આ આયોજન કરવા માટે ઘણી ઘણી શુભેચ્છાઓ સાથે હું મારી વાણીને વિરામ આપું છું.

તમામનો ખૂબ-ખૂબ ધન્યવાદ !!!

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Predictable policies under PM Modi support investment and deal activity: JP Morgan's Anu Aiyengar

Media Coverage

Predictable policies under PM Modi support investment and deal activity: JP Morgan's Anu Aiyengar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM welcomes Group Captain Shubhanshu Shukla on return to Earth from his historic mission to Space
July 15, 2025

The Prime Minister today extended a welcome to Group Captain Shubhanshu Shukla on his return to Earth from his landmark mission aboard the International Space Station. He remarked that as India’s first astronaut to have journeyed to the ISS, Group Captain Shukla’s achievement marks a defining moment in the nation’s space exploration journey.

In a post on X, he wrote:

“I join the nation in welcoming Group Captain Shubhanshu Shukla as he returns to Earth from his historic mission to Space. As India’s first astronaut to have visited International Space Station, he has inspired a billion dreams through his dedication, courage and pioneering spirit. It marks another milestone towards our own Human Space Flight Mission - Gaganyaan.”